Save the words and use them. books and stories free download online pdf in Gujarati

શબ્દો સાચવીને વાપરો..

ગાળ -
ખંજર, ચપ્પુ કે કોઈ પરશુ ન હોય તો પણ જીભ માં થી નીકળતું શસ્ત્ર છે. આ શસ્ત્ર કોઈ પણ વ્યક્તિ નું ફક્ત થોડીક જ ક્ષણો માં પરિવર્તન કરી શકે છે.. એક માણસ ને ભલે એ સ્ત્રી હોય કે પુરુષ.. પશુ અને વ્યભિચારી તરીકે ચીતરી શકે છે..
ગાળ મિત્રતા માં પણ નીકળે છે.. અને શત્રુતા માં પણ.. સુખ માં પણ નીકળે છે.. દુઃખ માં પણ.. લાભ માં પણ નીકળે છે... હાનિ માં પણ.. જય માં પણ નીકળી શકે છે.. અને પરાજય માં પણ..
મારા મતે ગાળ બોલવાની આદત ધરાવનાર વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે..
ગાળ મુખ્યત્વે વિભત્સ રસ છે.. વિભત્સ રસ ની સૌથી વધારે અસર હાસ્ય રસ અને શૃંગાર રસ પર જોવા મળે છે.. જેમાંથી ઘણીવાર અશ્લીલતા ,વિકૃતિ ,રૌદ્ર રસ અને ભયાનક રસ જન્મે છે..
ગાળ બોલવાની આદત વાળા વ્યક્તિ નો અભ્યાસ કરશો તો સમજાશે કે ગાળ એક વૃત્તિ છે.. જે મન માં સળવળે છે.. શબ્દો માં તો માત્ર વ્યક્ત થાય છે. જેવી રીતે તમાકુ અને પાન ખાવાની આદતવાળા વ્યક્તિ ને અંદરથી ક્રેવિંગ થાય છે.. એવી રીતે ગાળ બોલવાની આદત પણ એક ક્રેવિંગ છે.. જે ક્રેવિંગ સામે કેટલાક લોકો ખૂબ લાચાર છે.
કેટલાક લોકો મહાપરાણે આ ક્રેવિંગ ને ક્રોધ પૂર્વક રોકે છે... ઘણા લોકો પોતાના દાંત અને હોઠ ચાવે છે.
અણગમતી સ્થિતિ માં..તો જાણે સહજ પણે ગાળ જીભ માંથી જન્મે છે...
બહુ જ બારીકાઈ થી અભ્યાસ કરશો તો સમજાશે કે ગાળ દ્વારા તમે વ્યક્તિ, સ્થિતિ,જાતિ, સમાજ,નારી,નર ,બહેન ,દીકરીઓ ને તુચ્છ કહી રહ્યા છો. કોઈ જો દેશ અથવા મૃત્યુ પામેલા રાજનેતાઓ ને ગાળ બોલે છે તો એમને તુચ્છ ચીતરે છે..
અને જ્યારે તમારી અંદર થી જ્યારે આવી તુચ્છતા નીકળે છે.. તો તમારે સમજવું રહ્યું કે આ તુચ્છતા તમારી અંદર રહેલી છે. એટલે કે ગાળ બોલનાર વ્યક્તિ બીજાની સાથે સાથે પોતાને પણ તુચ્છ સાબિત કરે છે..
અશ્લીલ અને વિકૃત ગાળોથી તો પોતાના તેમ જ બીજાના માતાશ્રી ,બહેનશ્રી ,પિતાશ્રી તુચ્છ સાબિત થાય છે.. છતાંય માણસ flow.. flow .. માં આવી ગાળ બોલી જ બેસે છે.. આ એક વિડંબના અને લાચારી છે..
આજે આપણે જે પણ ગાળ બોલીએ છીએ તે ભાષા નો ઉદભવ ક્યાં થયો ,કોને કર્યો એ વિશે કોઈએ સંશોધન કર્યું નથી..
પ્રાચીન સમય માં અપશબ્દ ને માન હાનિ ગણવામાં આવતા હતા.. આજના સમય માં પણ આવું જ છે.. છતાંય જો મિત્રો ની વચ્ચે ,ધંધા નોકરી માં ગાળ ન બોલનાર વ્યક્તિ અથવા શુદ્ધ ભાષા નો આગ્રહ રાખનાર વ્યક્તિ સદૈવ ઉપેક્ષિત થાય છે.. જાણે એ પરમ વંદનીય હોય એવી રીતે એને જોવામાં આવે છે..
ગાળ નો ઉદેશ્ય મુખ્યત્વે સેક્સ ,પશુતા,ક્રોધ અને વ્યંગ વ્યક્ત કરવાનો હોય છે... અને વાતાવરણ ની અસર થી ગાળ અને ગાળ બોલનાર બન્ને મુક્ત નથી..
વ્યક્તિગત રીતે પૂછો તો ગાળ મારી જીભ અને કાન બન્ને ને અપ્રિય છે.. કોઈ પણ ભાષા પ્રત્યે મને માન છે.. જો કોઈપણ ભાષા ને નારી સમજવામાં આવે તો ગાળ એ નારી ની છેડતી છે.
હું સદૈવ ગાળ બોલવા અને સાંભળવાથી બચુ છું. અથવા એવી પરિસ્થિતિ માં પડીને પણ એને એક સહનશીલ વ્યક્તિ ની જેમ સ્વીકારી ને ignore કરું છું..
1993 માં મારો જન્મ થયો અને વર્ષ 2005 સુધી હું ગાળ અને અશ્લીલ શબ્દો થી માહિતગાર ન હતો.. પણ કેટલાક વ્યક્તિ ઓ ને મારી આ નિર્દોષ તા પ્રત્યે અપાર દ્વેષ ઉપજયો.. ભગવાન અથવા ઈશ્વર પણ આ બાબતે મારી દયા ખાઈ શક્યો નહિ.. એટલે મારે આ પરિસ્થિતિ સામે ઝુકવું પડ્યું પણ થોડા જ દિવસો માં મને આંતરિક તુચ્છતાની વાત સમજાઈ ગઈ અને હું ગાળ બોલવાની વૃત્તિ ને આદત બનતા રોકી શક્યો..

ભાષા નું સમ્માન એ માતા અને માતૃભૂમિ નું સમ્માન છે.. પણ આ લેખ વાંચી ને પણ જો ગાળ બોલવાનું મન થાય તો.. અંતર માં પ્રવેશ કરી ને તુચ્છતા ને out કરી દેજો... બાકી તમારી ઈચ્છા..

બીજા રસપ્રદ વિકલ્પો