Ispector ACP - 35 - Last Part books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 35 - (છેલ્લો ભાગ)

આ વાર્તાનો છેલ્લો ભાગ - ૩૫
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
અવિનાશનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, ને એટલે જ
એ ચાકુની નોક પર રાખેલ સ્કૂલની એક નાની બાળકીને હળવેથી નીચે ઉતારી એનાં કપાળે હળવું ચુંબન કરી,
શેઠ રમણીકભાઈને એટલું જ કહીને કે,
શેઠ હું નર્કમાં નહીં જાઉં, બસ આટલું જ બોલીને...
અવિનાશ સ્કૂલનાં જ ઉપરનાં માળે એક રૂમમાં આત્મહત્યા કરી લે છે,
ને આત્મહત્યા કરતા પહેલાં ફોન દ્વારા એની જાણ પણ,
એક સરકારી હોસ્પિટલના ડોકટરને એવું કહીને કરે છે કે,
ડૉકટર સાહેબ,
તમે હમણાં જ તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં આવિ જાવ,
હું હમણાં જ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું,
ને વધારેમાં મારે તમને એટલું જ કહેવું છે કે,
હું મારાં શરીરનાં જરૂરી બધાં જ અંગો, જરૂરીયાતવાળા લોકોને દાનમાં આપવા માંગુ છું,
ને મારી બોડી, હું મેડિકલ કોલેજમાં આપવાં માંગુ છું,
ને આટલું બોલી, તુરંત...
અવિનાશ ફોન કટ કરી, સ્વીચ ઓફ કરી દે છે.
વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી,
ઝડપભેર ડૉકટર સ્કૂલ પર આવિ ગયા છે.
ડોકટર એમની પ્રાથમિક, ઔપચારિક ને જરૂરી કાર્યવાહી પુરી કરે છે,
બીજી બાજુ,
પોલીસ ઈન્સ્પેકટર ACP પણ, ઘટના સ્થળ પર થતી એમની કાર્યવાહી પુરી કરે છે,
ને આ બધાનું લાઈવ કવરેજ કરી રહેલ ન્યુઝ રિપોર્ટર નંદની પણ,
પોતાનાં કેમેરાથી આ અતિ ગંભીર, ને સનસનીભર્યા ન્યુઝ લાઈવ કરી રહી છે.
અવિનાશની લાશને સ્ટ્રેચરમાં લઈને હોસ્પિટલનો સ્ટાફ સ્કૂલની સીડી ઉતરી રહ્યો છે,
તેમની આગળ આગળ ડૉકટર, અને AC નીચે આવિ રહ્યાં છે,
ને પાછળ અમૂક પોલીસ જવાન, રમણિકભાઈ, અને થોડા ગામલોકો નીચે આવિ રહ્યાં છે.
ન્યુઝ રિપોર્ટર નંદની, નીચે સ્કુલના ગ્રાઉન્ડમાં ઊભા ઊભા આ બધું પોતાનાં કેમેરામાં રેકોર્ડ અને લાઈવ કરી રહી છે,
અત્યારે એનાં કેમેરાનું મુખ્ય ફોકસ એ સ્ટ્રેચર પર છે,
કે જે સ્ટ્રેચર પર, હોસ્પિટલ સ્ટાફ અવિનાશની બોડી લઈને જઈ રહ્યાં છે.
અવળા પગે ચાલીને શૂટ કરતાં કરતાં નંદની,
છેક સ્કુલના મુખ્ય દરવાજા સુઘી આવિ ગઈ છે,
કે જ્યાં એમબ્યુલન્સ ઉભી છે.
છેલ્લે એમબ્યુલન્સ ત્યાંથી ઉપડે છે,
ને એ એમબ્યુલન્સના નીકળતાં જ,
નંદનીના કેમેરાની સામે સ્કૂલના દરવાજાની બીલકુલ બહારની બાજુએ ગામ લોકોએ બનાવેલ,
આજ સ્કૂલનાં આચાર્ય એવાં, સ્વર્ગસ્થ સીતાબહેનનું સ્ટેચ્યુ
નંદની એનાં કેમેરામાં જુએ છે,
ને એ સ્ટેચ્યુ જોતાં જ, અચાનક એનાં પગ ત્યાંજ અટકી જાય છે,
ચાલું કેમેરો કયારે ખભેથી નીચે હાથમાં લટકી ગયો,
એનું પણ નંદીની ને બીલકુલ ધ્યાન નથી રહ્યું,
એતો બસ ગમગીન ચહેરે ને એકીટસે,
સીતાબહેનના સ્ટેચ્યુ સામે જોઈને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે.
ત્યાંજ ઈન્સ્પેકટર AC ની નજર નંદની પર પડે છે,
નંદની ને આ રીતે ગુમસુમ, ને ઉદાસ જોતાં,
AC નંદની પાસે આવે છે.
આમ પણ નંદની મૂળ તો આ તેજપુર ગામની,
ને ઉપરથી સ્વર્ગસ્થ સીતાબહેનની ભૂતપૂર્વ સ્ટુડન્ટ પણ રહી ચૂકી છે, એટલે સ્વાભાવિક છે કે,
એ આ સિચવેશનમાં ઈમોશનલ થઈ જ જાય.
ને બીજી બાજુ,
નંદની ઈન્સ્પેકટર AC ની પત્નિ પણ હોવાથી,
AC નંદનીની બીલકુલ નજીક જઈને ધીમા અવાજે નંદીનીને પૂછે છે કે,
AC :- શું વિચારે છે નંદીની ?
નંદીની :- વિચારતી નથી અશ્વિન, ખોળું છું.
AC :- શું ખોળે છે ?
નંદની :-નંદનીને....
હસતી, રમતી, ભણતી નંદીની ને,
જે કોઈવાર રોડ ઉપર નાનો મોટો ઝઘડો જોતાં, કે પછી
કોઈનો ઊંચો અવાજ સાંભળતા, સામાન્ય મારામારી, કે નાનો એક્સિડન્ટ જોતાં જ.....
ડરી જતી એ નંદીની ને હું ખોળું છું.
AC :- નહીં મળે
નંદીની :- કેમ ?
AC :- કેમકે, એ નંદીની ખોવાઈ જ નથી.
નંદીની :- ખોવાઈ છે અશ્વિન,
કેમકે...
એટલી ડરપોક નંદીની, આજે મીડિયામાં જોબ મળતા,
સવાર, બપોર, સાંજ,
લૂંટ, મર્ડર, મારામારી, એક્સિડન્ટ, સાયબર ક્રાઇમ, બળાત્કાર, ને આવું તો શું નું શું,
લાઈવ હેન્ડલ કરતી થઈ ગઈ છે.
અશ્વિન આ એ નંદીની ના હોઈ શકે.
AC :- હું એ કહેવા માંગુ છું તને કે,
જો, આ એજ નંદીની છે.
ખોવાયો છે તો માત્ર સમય,
જ્યારે નંદીની નાની હતી, અને અત્યારે જે નંદીની મીડિયામાં છે,
આ બે વચ્ચેનો સમય ખોવાયો છે નંદીની.
પહેલા આટલા બધાં ગુના થતા ન હતા.
માટે કોઈવાર આવું થતા, તે નાની નંદીની ડરતી હતી,
ને હવે તો ગુનાખોરી, ને એવું બધું રોજનું થઈ ગયું છે.
જો નંદીની,
મારી જેમ તારે પણ આ બધી બાબતોથી ટેવાયા સિવાય છૂટકો જ નથી.
આમ હિંમત હારે નહીં ચાલે, અને આપણી તો ફરજમાં પણ આવે છે કે,
દરેક સામાન્ય નાગરિકની જેમ આપણે પણ,
પરસ્પર પ્રેમનો સમય,
શાંતિનો સમય,
એકબીજા પર વિશ્વાસનો સમય પાછો લાવવાનો છે, અને તે આપણું તો કર્તવ્ય પણ છે, અને આપણી ફરજમાં પણ આવે છે.
નંદીની, મને પણ ઘણીવાર અંદરથી મારો આત્મા સવાલ કરે છે,
કે શું એ શાંતિનો સમય પાછો આવશે ખરા ?
પરંતુ.....
એનો જવાબ ના મળે, ત્યાં સુધી તારે ને મારે,
આપણે સૌએ,
અત્યારના સમય સામે લડવું જ રહ્યું નંદીની.
ને તારું અને મારું તો કામ પણ એ જ છે કે,
રાજ્યમાં, અને દેશમાં શાંતિ સ્થપાય, હિંમત રાખ નંદીની, ને
થોડી કાઢી થા.
નંદીની :- હા અશ્વિન, તારી વાત સાચી છે,
સોરી હું થોડી લાગણીમાં તણાઈને ઢીલી પડી ગઈ,
સોરી.
ખરેખર આપણે એ સમય પાછો લાવવા બાજુ વધારે ધ્યાન આપવું પડશે.
ને આજે હું મારી જાતને વચન આપું છું અશ્વિન કે,
એ શાંતિનો સમય પાછો લાવવા કરવા પડતા તમામ પ્રયાસોમાં,
મારો જીવ પણ જાય તો વાંધો નથી,
પરંતુ.....
મારાથી થતા દરેક પ્રયાસો, હું આજીવન કરતી રહીશ,
પણ... પણ
એ શાંતિનો સમય પાછો આવશે, એની ગેરંટી શું અશ્વિન ? ત્યાંજ સ્કૂલનાં બાળકો
બાળકો :- દીદી અમે તમને પહેલાથી ઓળખીએ છીએ,
તમે બહુ સારા છો,
અમારા આચાર્યબહેન પણ ખુબ જ સારા હતા,
એમનો એક સિદ્ધાંત હતો કે,
કોઈ શું કરે છે ?
તે જોવામાં આપણો સમય નહીં બગાડવાનો,
આપણે શું કરી રહ્યા છીએ ? અને
ભવિષ્યમાં શું કરવાનું છે ?
તેના પર જ ધ્યાન આપો.
ને દીદી,
અમારાં આચાર્ય બહેનના એ વાક્યને અમે અમારા જીવનમાં ઉતાર્યું છે.
એટલે તમે હમણાં જે ગેરંટીની વાત કરી,
તો તમારી ઉંમરના લોકો શાંતિનો, વિશ્વાસનો, ભાઈચારાનો, ને સોનાનો સુરજ ફરી ઉગવામાં સહયોગ કરે કે ના કરે,
પરંતુ...
અમે બધા વિદ્યાર્થીઓ, કે જે આપણાં દેશનું આવતીકાલનું ભવિષ્ય છે,
અમે તમને પાકી ગેરંટી આપીએ છીએ કે,
કાલે ભલે અમે ગમે તે ક્ષેત્રમાં જઈએ,
સારો, કે ખરાબ ભગવાન અમને ગમે તે સમયે બતાવે,
અમારી સામે ગમે તેવા વિકટ સંજોગો ઊભા થાય,
અમે અમારી નીતિ નહીં છોડીએ, અને એકબીજાને બનતી મદદ કરીશું, અને આ
અમારી અમારા જ સારા ભવિષ્ય માટેની પ્રાર્થના છે.
ને ગેરંટી પણ.
એટલાંમાં આ જ સ્કૂલનાં એક શિક્ષક,
કે જે સીતાબહેનના મૃત્યુ પછી થોડાં ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા,
એ આ બાળકોની વાત સાંભળીને, ગમગીન વાતાવરણને તાળીઓથી ગુંજાવી દે છે.
હાજર તમામ લોકો એ શિક્ષકની સામે જુએ છે, ત્યારે એ શિક્ષક ખખડીને, જોશ અને ઉમંગ સાથે કહે છે કે,
શિક્ષક :- હું આજ સુધી દુઃખી એટલાં માટે હતો કે,
એક સારી વિચારધારાવાળા,
સર્વનું સદાય કલ્યાણ ઈચ્છનાર આચાર્ય બહેન,
આ દુનિયામાંથી વિદાય લઈ ગયા છે,
પરંતુ.....
હું આજે ખૂબ જ ખુશ છું,
કેમકે,
( પછી સ્કૂલનાં બાળકો તરફ નજર કરીને )
આજે મારી સામે આચાર્ય બહેન જેવી જ ઉચ્ચ વિચારસરણી ધરાવતા,
બીજા 380 તૈયાર થઈ રહ્યા છે.
શિક્ષકને મોંઢે આટલું સાંભળી રમણીકભાઈ તેમની પાસે જાય છે.
રમણીકભાઈ :- રમેશભાઈ,
તમારી વાત સાચી છે.
આમ તો હું મુંબઈમાં હીરાનો વેપાર કરું છું, અને મુંબઈમાં લોકો મને ડાયમંડ કિંગ તરીકે ઓળખે છે.
હીરો એટલે એક જાતનો કિંમતી પથ્થર,
એનાં પર અમૂક બારીક પ્રક્રિયા થાય, એટલે એનું મૂલ્ય વધી જાય.
આજ સુધી હજારો, કરોડો હીરા મારા આ હાથમાંથી પસાર થયા હશે,
પરંતુ, આજે.....
( રમણિકભાઈ પણ સ્કૂલનાં બાળકો તરફ જોઈ )
આ મારી નજર સામે જે હીરા છે, એની સામે પેલા હીરાનું કોઈ જ મૂલ્ય નથી,
સાચ્ચા, અને અમૂલ્ય હીરા તો આ જ છે,
કેમકે.....
આવતીકાલનું ભારત એમનાં પર જ નિર્ભર છે,
એમનાં જ હાથમાં છે.

ને આપણી બધાની પણ એ ફરજ છે કે,
આપણે સૌ એક્વાર બધું જ સાઈડ પર રાખી,
દરેકે દરેક વર્ગના, અને
દરેક કે દરેક ઘરના "આવા હીરાને તૈયાર કરીએ"🙏🏻👍🙏🏻
ધન્યવાદ
વાચક મિત્રો
મારી આ વાર્તા તમને ગમી હોય, તો શક્ય એટલી વધારે તમારાં બધાં ગ્રુપમાં સેર કરશો.
આભાર 👍🏻 ને સાથે,
શૈલેષ જોષીનાં નમસ્કાર 🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED