Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 34

ઈન્સ્પેક્ટર ACP
ભાગ - ૩૪
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
અવિનાશ પોલીસની પકડમાંથી છટકી, સ્કૂલની એક નાની બાળકીને લઈને સ્કૂલના ટેરેસ ઉપર જતો રહે છે, ને પછી
ટેરેસ પરથી અવિનાશ બાળકીના ગળા ઉપર છરી જેવું કોઈ હથિયાર રાખીને પોલીસને કહે છે કે,
અવિનાશ :- પ્લીઝ સાહેબ,
મને અહીંથી જવા દો, નહીં તો આ બાળકીને હું મારી નાખીશ.
એટલે ઈસ્પેક્ટર ACP એ પણ,
મામલાની ગંભીરતા જાણી, ફટાફટ વધારાનો પોલીસ ફોર્સ બોલાવી લીધો છે, ને બધા પોલીસવાળાએ પણ સ્કૂલની ફરતે પોતપોતાની યોગ્ય પોઝિશન લઈ લીધી છે.
પરંતુ.....ઈન્સ્પેક્ટર ACP એ દરેક પોલીસ જવાનને સૂચના આપે છે કે,
કોઈ પણ વ્યક્તિ ગોળીબાર નહીં કરે.
ACP સાહેબની આ સૂચના સાંભળી પેલી બાળકી,
કે જેને અવિનાશે તેડેલી હતી,
એ નાની બાળકી ઈન્સ્પેક્ટર સાહેબને કહે છે કે,
સાહેબ તમે મારી ચિંતા ના કરશો.
તમને જરૂરી લાગે તો, તો તમે ગોળી ચલાવો,
કેમકે, આણે અમારા આચાર્ય સવિતા બહેન,
કે જેમને અમે મા સરસ્વતી જ માન્યા હતા,
એમના સપના ઉપર તરાપ મારી છે,
એટલે તમે મારી જરાય ચિંતા કર્યા વગર, કડકમાં કડક રીતે તમારી કાર્યવાહી ચાલુ રાખો.
પછી એ બાળકી અવિનાશ સામે જોઈને અવિનાશને પણ કહે છે કે,
બાળકી :- અને તું પણ શું એક હાથમાં છરી લઈને, અને બીજા હાથે મારું ગળું પકડીને ઊભો છે.
તારે મને મારવી હોય, તો દબાવી દે મારું ગળું,
ફેરવી દે આ છરી મારા ગળા પર.
બાળકીના મોઢે આટલું સાંભળી,
તેજપુર ગામના લોકો સ્તબ્ધ થઈ જાય છે, ને
એ ગામલોકોની વચ્ચે ઊભેલા રમણીકભાઈ, કે જે અવિનાશના શેઠ પણ છે,
એ અવિનાશની સામે જોઈને ઊંચા, અને નફરત ભર્યા અવાજે અવિનાશને કહે છે,
રમણિકભાઈ:- શીખ કંઈક શીખ અવિનાશ આ બાળકોથી.
( પછી થોડો નિસાસો નાંખતા )
ખરેખર હવે તો હદ આવિ ગઈ છે અવિનાશ, છતાં તારામાં શરમનો છાંટો નથી આવતો.
એટલામાં સ્કૂલના બીજા ત્રણ બાળકો સ્કૂલના બીજી બાજુનાં ટેરેસ પરની વોલ પર ચડી જાય છે, અને
એ બાળકો પણ પોલીસવાળાને કહે છે કે,
બાળકો :- સાહેબ,
જો તમે ગોળી નહીં ચલાવો, તો અમે ત્રણેય અહીંયાથી કુદી જઈશું, આજે અમે ગમ્મે તેમ કરીને પણ, અમારી સ્કૂલના આચાર્ય બહેનના સપનાને રોડનારઆ વ્યક્તિને છોડવા નથી માગતા.
સ્કૂલના નાના-નાના બાળકો ના મોઢે આ બધું સાંભળીને,
રમણીકભાઈ, સાથે-સાથે ગામ લોકો પણ,
અંદરોઅંદર ચર્ચા કરીને, અવિનાશ ઉપર ફિટકાર ધિક્કાર વરસાવી રહ્યા છે, ત્યાંજ...
ફરી રમણીકભાઈ
રમણિકભાઈ:- અવિનાશ, તારા વિષે મેં આવું તો સપનામાં પણ નહોતું વિચાર્યું, કે તુ આટલી હદે જઈ શકે છે.
ખબર નથી પડતી કે,
આ જમાનામાં કોનો ભરોસો કરવો ?
ને કોનો ભરોસો ના કરવો ?
અવિનાશ તુ સાંભળી લે, તુ છે ને અવિનાશ,
તુ તો નર્કમાં જઈશ.
ત્યાંજ અવિનાશ,
અવિનાશ :- ના અંકલ હું નર્કમાં નહીં જાઉં.....
બસ આટલું બોલીને અવિનાશ,
પેલી બાળકીને કપાળે એક હળવું ચુંબન કરીને છોડી દે છે,
અને સીધો જ એ બાજુના રૂમમાં જઈને,
એ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દે છે, અને રૂમમાં જેટલા બેન્ચ અને ટેબલ ખુરશી કે જે કંઈ પડ્યું હતું, એ બધું જ...
એ બંધ દરવાજા પાસે ઢગલો કરી દે છે.
અચાનક અવિનાશમાં આવેલ આ પરિવર્તનથી,
ગણતરીની પળોમાં પોલીસ, અને ગામવાળા બધાજ,
તે રૂમ પાસે પહોંચે છે,
કે જે રૂમમાં અવિનાશે પોતાને બંધ કર્યો હતો.
ત્યાં પહોંચી,
તુરંત પોલીસ એ બંધ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે.
પરંતુ એ દરવાજામાં તો અંદરથી હડાની સાથે-સાથે,
અવિનાશે દરવાજાને અડીને બધું જ જૂનું ફર્નિચર રાખી દીધું હોવાથી, એ દરવાજો ખુલી નથી રહયો,
અંતે દરવાજો નહીં ખુલતા,
ઈન્સ્પેક્ટર ACP એ દરવાજો તોડી નાખવાનો ઓર્ડર આપે છે.
એટલે બે હવાલદાર, અને ગામના એક ભાઈ, એ ત્રણેય...
થોડો પ્રયત્ન કરી, જોર લગાવે છે, અને દરવાજો તૂટી જાય છે
દરવાજો ખુલતા જ ઈન્સ્પેકટર ACP,
એમનો સ્ટાફ, રમણીકભાઈ અને બાકી બધા ગામલોકો,
એ રૂમની અંદર જાય છે પણ... પણ આ શું ?
રૂમમાં તો અવિનાશ મૃત હાલતમાં પડ્યો છે.
એટલામાં બહારની બાજુથી કોઈ એમ્બ્યુલન્સનો અવાજ આવે છે, અને એ એમ્બ્યુંલન્સમાંથી એક ગવર્મેન્ટ હોસ્પિટલના ડોક્ટર તે રૂમમાં આવે છે.
ડૉકટર રૂમમાં આવતા ઈન્સ્પેકટર ACP એ ડૉકટર સામે જુએ છે, એટલે એ ડૉકટર કહે છે કે,
ડોક્ટર :- મને હમણાં થોડા સમય પહેલા જ, કોઈનો ફોન આવેલો, કે હું આત્મહત્યા કરી રહ્યો છું સાહેબ, અને હું મારા તમામ અંગો દાન કરવા માગું છું, તેમજ મારી બોડી હું મેડિકલ કોલેજને સોંપવા માગું છું, તો તમો અર્જન્ટ તેજપુર ગામની સ્કૂલમાં આવી જાઓ.
આટલું કહી એણે ફોન કાપી નાખ્યો, એટલે અમે ઘડીનો પણ વિલંબ કર્યા વિના સીધા અહીંયા આવિ ગયા, રસ્તામાં આ વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફોનથી તપાસ કરતા ખબર પડી કે, પોલીસ પણ અહીંયા જ છે.
થોડું રોકાઈ ને ડૉકટર કહે છે કે,
કદાચ એ મેસેજ આ ભાઈનો જ હશે.
આ બાજુ રમણિકભાઈ રૂમમાં અવિનાશને મૃત પડેલો જોતા જોતા, ડોકટરને સાંભળી રહ્યાં હતાં.
ને એ ડોકટરની પુરી વાત સાંભળીને, એ પણ એક હળવો આંચકો અનુભવે છે, ને રમણીકભાઈના કાને અવિનાશે હમણાં જ બોલેલા શબ્દો અથડાય છે કે,
અંકલ હું નર્કમાં નહીં જાઉં
વધુ આ વાર્તાનાં અંતિમ ભાગ ૩૫ માં