પ્રેમપત્ર - 1 Jay Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમપત્ર - 1

Happy Birthday mysterious lady, happy birthday pavitri, જન્મદિન મુબારક પવિત્રી. તને ખબર છે આજે હું આપણી જગ્યા ઉપર આવ્યો છું, આપણી સુખ-દુઃખની એક માત્ર સાક્ષીએ દરિયા કિનારે આવ્યો છું, જે તારા જ અંશો હોયને એમ મને લાગે છે. પછી તારી ફેવરિટ પેલા કેફે પણ જવાનો છું. વર્ષમાં એક વખત આજ દિવસે હું આ જગ્યાની ચોક્કસ મુલાકાત લઉં છું. હું આ એકજ દિવસ તો માણું છું, બાકીના દિવસો તો માત્ર જીવવા ખાતર જીવતો હોય છું. તને ખબર છે, જ્યારે હું અહીંયા આવુંને ત્યારે તારી સાથે જોડાયેલ બધી જ યાદો તાજી થઈ જાય છે, ઘરે જવાનું મન નથી થતું. ક્યારેક ક્યારેક તો મન ભરાઈ જાયને તો થોડું રડી લઉં છું, અને તું કેમ ચાલી ગઈ એ કારણ શોધતા આંસુ સૂકાઈ જાય છે. પછી તારા ફોટોને જોઈને હસી લઉં છું.

તું મને છોડીને ચાલી ગઈ એમ નહીં કહું, કેમકે એવું કહીશ તો તું કદાચ બદનામ થઈશ અને એ મને ગમશે નહીં. જીવનમાં સમજણ માટે કેટલાક આંચકાઓ જરૂરી હોય છે, તું કદાચ એવો જ એક આંચકો હતી. 22 ઓગસ્ટ આવે ત્યારે જીવનમાં ફ્લેક્સબેકમાં જતું રહેવાય છે, બધી જ યાદ તાજી થઈ જાય છે. પરંતુ કિનારે ચાલતા-ચાલતા જે પગલાં પડેને એ હવે એકલા પડી ગયા છે, એની સાથે ચાલવાવાળું હવે કોઈ નથી. દરિયાના મોજાંને સ્પર્શ કરતી વખતે હાથ પકડવા માટે હવે કોઈ નથી. આઇસ્ક્રીમ ખાતા-ખાતા જ્યારે નાક બગડેને તો મજાક ઉડાવીને એને લુછવા વાળું હવે કોઈ નથી રહ્યું. જ્યારે મમ્મી સાથે ઝઘડો થાય, ત્યારે મારા ખભે માથું મૂકી રડવાવાળું હવે કોઈ નથી. જ્યારે હું નિરાશામાં ધકેલાઇ ત્યારે it's ok થઈ જશે, હું છું ને તારી સાથે! એવું કહેવાવાળું હવે કોઈ નથી. ચાની સાક્ષીએ #truth or Dare રમવાવાળું હવે કોઈ નથી. હવે પેલી પિંકી પ્રોમિસ બહુ મિસ (miss) થાય છે, જ્યારે આપણો ઝગડો થતો ત્યારે એ મિનિટોનું આલિંગન મિસ (miss) થાય છે. હવે કોઈની સુંદરતાના વખાણ મારાથી થતા નથી.

હંમેશા ચાની સાક્ષીએ તારો સાથ ઝંખતો આવ્યો છું. આજે પણ આપણી અધુરી ડેટનો કલંકિત સાક્ષી એવી આ ખુરશી, મેં હજુ પણ કોઈની સાથે શેર કરી નથી, ને કરીશ પણ નહીં,ભલે ને પછી મન ભરાઈ જાય. હવે ચામાં પણ પેલા જેવો સ્વાદ નથી , કેમકે તારા સાથની મીઠાશ એમાં રહી નથી. આ કેફેનો કલબલાટ હવે ગમતો નથી. હું અને આ ચા બસ એકબીજાના મનને સાંભળીએ છીએ. આજે પણ જ્યારે કોઈ છોકરી તેના મિત્ર સાથે સેલ્ફી લેવા જીદ કરે, ત્યારે મને એમાં તું દેખાય છે.છોકરો જ્યારે પ્રપોઝ ના કરી શકે ત્યારે છોકરીના ચહેરાની હતાશામાં મને તું દેખાય છે. છોકરો તેની ગર્લફ્રેંડનો હાથ પ્રથમવાર પકડે ત્યારે જે અકડામણ અનુભવે, એ અકડામણમાં હું પોતાને જોવું છું. છોકરો જ્યારે late આવે ત્યારે છોકરીની નારાજગીમાં મને તું દેખાય છે. જ્યારે કોઈ ગમતી વ્યક્તિ માટે પોતાની પસંદગી ચા થી કોફી કરે, ત્યારે તું અચૂકપણે યાદ આવે છે, અને ત્યારે હું પણ કોફી પી લઉં છું. આજે પણ કોઈ કપલ હનીમૂનનો પ્લાનિંગ માટે ઝઘડેને, ત્યારે મને આપણી વાતો યાદ આવે છે. તારી એ ઈચ્છા અધૂરી જ રહી ગઈ અને હવે કદાચ એ પૂરી પણ નહીં શકે. સપનાઓ જ્યારે તૂટેને, ત્યારે માણસ પોતે વેરવિખેર થઈ જાય છે અને તું કદાચ મારા જીવનનું એવું જ એક સપનું હતી. હવે આ જગ્યા મારા તૂટેલા સપનાઓને જોડવાનું કામ કરે છે,એ આશા સાથે કે તું એક દિવસ આવીને કહીશ કે " આજે મારા ચાહની ચા મારા તરફથી." અને હું હશીને ફરીથી શરણાગતિ સ્વિકારી લઈશ.

તને ખબર છે, હું એકદમ વ્યવસ્થિત tip-top થઈ ગયો છું, . હસતા તો શીખી જ લીધું હતું પણ હવે સમજણ પણ આવી ગઈ છે, હવે મૌન વધારે રહું છું. તારા ગયા પછી મારા જીવનમાં ઘણા બદલાવો લાવ્યો છું. ફરિયાદો કરવાનું પણ છોડી દીધું છે, જે મળે એને સ્વીકારી લઉં છું, પણ તારી જગ્યા મેં હજુ પણ કોઈને આપી નથી અને કદાચ આપીશ પણ નહીં. તું મને કહેતીને કે મારો નેગેટીવ એપ્રોચ છે એ પણ હવે ન્યુટ્રલ કરી દીધો છે. તું હોત તો કદાચ પોઝીટીવ પણ થઈ જાત. ઓય સાંભળને હું તો દુનિયા માટે બદલાયો છું, તારા માટે તો હજી હું એવો જ છું, જેવો તું મને મૂકીને ગઈ હતી. મારું મન તો હજી તારામાં જ અટવાયેલું છે.


તું જે વાત હમેશાં સાંભળવા માટે તરસતી એ વાત આજે કરી રહ્યો છું, જાણું છું કે હવે એનો કોઈ અર્થ નથી. આ વાત તને મળશે કે નહીં જાણતો નથી. તું મારી વાત સ્વીકારીશ કે નહીં એ પણ જાણતો નથી.

" I Love You, mysterious lady. I Love You, pavitri જી હા, હું તમને ચાહું છું. તુ જેની છે એની છે કે નહીં એ ખબર નથી પણ છતાંય તું છે તો એની જ..! પણ એય હું તો તારો હતો તારો છું અને તારો જ રહીશ.

લિ. :- જય




(કાકા ઓ કાકા જો કોઈ વ્યક્તિ મને શોધતા શોધતાં આવે તો એમને મારી ગેરહાજરીમાં આ પત્ર આપી દેજો.

કાકા :- પણ કોણ............…?
................. સમજી ગયો બેટા. )

To be continued....



[ આ પત્ર પવિત્રીને મળશે કે નહીં? પત્ર વાંચીને શું રિએક્શન હશે? શું એ પ્રેમને સ્વીકારશે કે નહીં? બધા પ્રશ્નોના જવાબ માટે જુઓ ભાગ - 2]