ભાગ - 2
થોડા સમય પછી....
કહેવાય છે ને કુદરત ને જે મંજુર હોય એ કુદરત કરે જ. એની સામે લડવાની તાકાત આ મનુષ્ય જાતમાં છે જ નહીં. કુદરત ધારે ત્યારે જીવનની નો રંગ બદલી નાંખે. અહીંયા વિરેન્દ્રના જીવનમાં પણ એવું જ કશું થયું.
ધોરણ 10 ના પરિણામનો સમય હતો વિરેન્દ્ર અને લલિતા બન્ને પરિણામ લેવા સ્કૂલે ગયા. પરિણામ જે વિરેન્દ્ર એ ધાર્યું હતું એ આવ્યું એમનાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્યામજીભાઈ એ વિરેન્દ્રને શુભેચ્છા પાઠવી. વિરેન્દ્રમાં રહેલો આત્મવિશ્વાસ અને મહેનત પ્રત્યે તેની અડગતાની આજે નાનકડી એવી જીત થઇ. વીરેન્દ્ર નો પહેલો નંબર તો આવ્યો સાથે સ્કૂલના છેલ્લા 5વર્ષનો ટકાવારીનો રેકોર્ડ તોડી નાખ્યો. વિરેન્દ્ર ધોરણ 10 માં 93% સાથે ઉતીર્ણ થયો. ગણિત વિષયમાં 100 માર્ક્સ મેળવ્યા હતા. એ જોઈએ દેવજીભાઈ પણ ખુશ હતા વિરેન્દ્ર ને ગળે લાગવી શુભકામના પાઠવી.
પછી ત્યાં થી લલિતા અને વિરેન્દ્ર ઉછળ કૂદ કરતા ઘરે જતા હતા. અચાનક લલિતાની બહેનપણી મળી ગઈ લલિતા વિરેન્દ્ર ને કહે , " વિરા હું થોડીવારમાં આવું છું તું સાચવી ને ઘરે જજે અને મમ્મીને કહેજે કે,હું હિના નાં ઘરે છું બપોર સુધીમાં આવી જઈશ. " વિરેન્દ્ર, " સારુ પણ મોડું ના કરીશ" પછી વિરેન્દ્ર ખુશ થતો જતો હતો વિચરતો હતો કે મારાં માતા પિતા ને બતાવીશ એ બહુજ ખુશ થશે મારું આ પરિણામ જોઈને....
વિરેન્દ્ર એના ઘરનો ખાંચો વળ્યો ત્યાં બહુ બધા લોકો ઉભા હતા એ ઉભેલા લોકોને આમતેમ કરતો કરતો ઘરે પોહ્ચ્યો ત્યાં અચાનક વિરેન્દ્ર નાં પગ થંભી ગયા, દિવસ જાણે કાળમુખી રાત બની ગઈ હોય, પક્ષી જાણે કલરવ કરતા ભૂલી ગયા હોય એમ આજુબાજુ નું બધું સુન્ન થઇ ગયું વીરો વિચારના વમળોમાં સંતાઈ ગયો અને આંખમાંથી બારેમેઘ ખાંગા થયા..વીરાના પિતાશ્રી હિંમતભાઈ હદય હુમલો આવતાં દેવલાક સીધાવ્યા...
હદય થોડી વારમાં ધબકતું અટકી ગયું હોય એવા અનુભવ સાથે..શું થયું?અચાનક !શું સમજમાં ના આવ્યું. આજુ બાજુ જોવે તો બધા ચોધારે આંસુ એ રડી રહ્યા છે. કુસુમબેન વેદાના ધોધ વહાવી રહ્યા છે, દેવેન્દ્ર અને વિરેન્દ્ર ને શબ્દવેદના કહેતા " વિરા તારા પાપા સુતા છે એમને કઈ નથી થયું હમણાં ઉઠશે " આવા કરુણરસ ભરેલા શબ્દો સાંભળી વીરો માતાને ભેટી રડી પડ્યો, " માઁ આ કેમ બન્યું હજુ પાપા ને મારું પરિણામ પણ જોવાનું બાકી છે એ મને મૂકી આમ ના જઈ શકે " કરુણતાં નું આ દ્રશ્ય આમજ ચાલ્યા કર્યું દેવેન્દ્ર આવેલા સગાસબંધી ને સંભાળ્યા બહેનને શાંત રાખી પોતાના આંસુ છુપાવી વિરા ને માતા ને સૌ સાંત્વના આપતાં હતા. સાથે વિચરતા કે પાપા ની લાડકી લલિતા આવશે તો એને કેમ હું સાચવીશ એતો ટુટી સાવ હદયથી..
વિરેન્દ્ર તેનું પરિણામ પિતાની શય્યા પર મૂક્યું અને ગગન ભેંદી અવાજે રડી પડ્યો, " પપ્પા આ શું થયું અચાનક તમને.. આજે તો આપણે ફરવા જવાનુ હતું. ચાલો ઉઠો હું તમારું સ્કૂટર લઇ આવું " આમ પિતાનાં શરીર સાથે વાતો કરતો, માતાને શાંત રાખતો વીરો એ દિવસથી જ મજબૂત ઈરાદા વાળો બની ગયો.
ત્યાંથી દોડતો વીરો લલિતાને લેવા ગયો એને પણ ઘર લાવી શાંત કરી.. દેવેન્દ્ર, વિરેન્દ્ર તથા કૌટુંબિક સભ્યો હિંમતભાઈને કંધો આપી સ્મશાન તરફ પ્રયાણ કર્યું... ત્યાં પહોંચતા અગ્નિદાહ દેતા વિરાના હાથમા જાણે ધરતીકંમ્પ આવ્યો હોય તેમ ધ્રુજવા લાગ્યા અને ધ્રૂજે પણ કેમ નહીં આપણા કોઈ ઘરના સભ્યને સહેજ દાજી જાય તો પણ ચિસ્કાર નીકળી જાય છે..
અગ્નિદાહ દીધા પછી વીરો ત્યાં જ ઉભો રહ્યો ને મનોમન પિતાને વચન આપ્યું " પિતાજી આ તમારો દીકરો તમારું નામ ઉજાળશે. તમે આપલા સંસ્કારના પાલવને ઝાલી ને ચાલશે.. " આમ, થોડા દિવસોમાં તમામ લૌકિક કાર્ય પુરા થયા બાદ ઘરના સૌ સાંજનું ભોજન કરી બેઠા હતા પણ એમાં હિંમતભાઈ ની કમી સૌ કોઈને હચમચાવી રહી હતી.. કુસુમબેન વિરાને કહ્યું " બેટા વિરા હવે તને આગળ નથી ભણાવો, હવે તારા પર જવાબદારીના વંટોળ છે, આગળ જતા દિકરીઓને પરણાવાની છે ઘર બધું કેમ ચાલશે.. દેવેન્દ્ર ભણશે અને તું કશું કામ ગોતી લે જે.. હું અને તારી બહેનો ઘરમાંથી થોડું ઘણું કામ કરી રળી લેશું...
આ સાંભળતા વિરો નિશબ્દ બની ગયો..વિરાને ભણવાનો ઉત્સાહ, જ્ઞાન મેળવવા પ્રત્યેની લગન સૌ કંઈ વિખરાતું દેખાયું ... છતાં ગળેલા શબ્દો જીભે લાવતાં કહ્યું, " માતા તમારી વાત સાચી કે પિતાના જવાથી જવાબદારી વધી ગઈ છે બહેનો પણ હવે અમુક વર્ષ પછી લગ્ન લાયક થઇ જશે હું સમજુ છું પણ મારું ભણતર એ હું બંધ નહીં કરું મારે ભલે મજૂરી કેમ ના કરવી પડે તો પણ હું ભણીશ તો ખરા જ.. મેં પિતાને વચન આપેલું કે હું જીવનમાં એમને ગર્વ અપાવે એવું કાર્ય કરીશ..મારી તમને વિનંતી છે માતા મારું ભણતરના રોકશો..એમ કહી વીરો રૂમમાં ચાલ્યો ગયો.
સ્કૂલ હજુ શરૂ થવાની દસેક દિવસ જેવી વાર હતી.. એ સમયગાળા દરમિયાન વીરો ભણવા માટે સ્કૂલની ફી ભરવા માટે કંઈ ને કંઈ નાની મોટી નોકરી શોધી રહ્યો હતો. એવામાં હિંમતભાઈના મિત્રની દુકાને પહોંચ્યો અને પૂછ્યું, " કાકા કંઈ મારાં યોગ્ય કામ તમારી પાસે છે? " દુકાનવાળા કાકા એટલે ચીમનભાઈ વિરાને માથે ફેરવતા કહ્યું, " બેટા તું હજુ ઘણો નાનો છે આ ઉંમરમાં ભણવામાં ધ્યાન આપ ઘરની જવાબદારી નાનપણમાં આવી છે હું સમજુ છું પણ સમય જતા બધું સારાવાના થઇ જશે " વિરાએ કહ્યું, " મારે આગળ ભણવું છે ઘરે થી મને ના પાડે છે માટે હું કામની શોધમાં નીકળ્યો છું એટલે હું મારી ફી અને અન્ય ભણતરના ખર્ચ ઉઠાવી શકું, " બધી વાત સાચી બેટા પણ અહિયા તારા યોગ્ય કોઈ કામ નથી કશું હશે તો હું તને જરૂર જણાવીશ....આ ભણતર પ્રત્યેનો ઉત્સાહ સાથે તે આગળ વધ્યો ત્યાં દેરાસરની બાજુમાં એક સહકારી દવાખાનું આવેલું હતું તેની બહાર એક. બોર્ડ પર લખ્યું હતું કે કેસ કાઢવા માટે વ્યક્તિની જરૂર છે. આ જોવાની સાથે જ વિરેન્દ્ર એ દવાખાને જાય છે ત્યાં બહાર ટેબલ પર બેઠેલા વ્યક્તિને પૂછે છે કે આ કામ માટે ક્યાં મળવાનું.. એ વ્યક્તિના કહેવા મુજબ વિરેન્દ્ર દવાખાનાનાં અધિકારીની ઓફિસ તરફ જાય છે..
" હું આવું સાહેબ ", હા આવો " સાહેબ આ કેસ કાઢવાની નોકરી માટે હું આવ્યો છું તો મને જરા જણાવશો કંઈ રીતે શું કામ કરવાનું છે મારે અને મહેનતાણું મને શું આપશો?
" તમને લખતાં વાંચતા આવડે ખરું? ", " હા સાહેબ, સરસ તો અમારે અહ્યા સવારે 7 થી રાત્રીનાં 8 સુધી નોકરી માટેનો સમય હોય છે જેમાં તમારે દર્દીનાં કેસ કાઢી ડોક્ટરની બારીએ આપવાના હોય છે. " સમજી ગયો સાહેબ પણ મારી શાળાનો સમય સવારે 7 થી 12 નો હોય છે. માટે, હું 12 વાગ્યાં પછી આવી શકું, " હા સારુ પણ તો પગાર અડધા દિવસનો જ મળશે રોજના 7 રૂપિયા લેખે મહિને પગાર થશે " મને મંજુર છે સાહેબ હું ક્યારથી આવું?, " કાલથી જ આવી જાવ તમે "
આ રીતે નોકરી મળવાની ખુશીથી ઉછળકૂદ કરતો વીરો ઘરે પહોંચી કુસુમબેન ને કહે છે, " મમ્મી મેં નોકરી શોધી લીધી છે હવે હું મારી સ્કૂલ ની ફી ભરી શકીશ અને આગળ ભણીગણી આગળ વધીશ..., " મારો ગાંડો ઘેલો દીકરો તારો આ ઉત્સાહ ભણતર પ્રત્યેનો જોઈ મને ગર્વની લાગણી થાય છે, " તું નોકરી નાં કરીશ હું અને તારી બહેનો આ પાપડ અથાણાં વેચી તને ભણાવીશું તું મન લગાવી ભણ જે...
" નાં મમ્મી મારે તમારા પર મારાં ભણતરનો બોજ નથી નાખવો હજુ આપણે ઘણી જવાબદારીઓ માંથી બહાર નીકળવાનું છે.. હું મારું કરી લઈશ તમે ચિંતા નાં કરશો.. " નાની ઉંમરમાં આટલી સમજદારી જોઈ કુસુમબેન હદયસ્થ શાંતિ થાય છે..
આગળ વાંચતા રેજો અને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપતાં રેજો.