Karaarthi Premni Safar - 1 books and stories free download online pdf in Gujarati

કરારથી પ્રેમની સફર - 1

Moon cafe
Table no 3


આ એક જ એવી જગ્યા છે જેણે મારી જીવનમાં સૌથી મહત્વનો ફાળો ભજવ્યો છે. જ્યાં મને પહેલી વાર પ્રેમ થયો હતો. પ્રેમનો અહેસાસ થયો હતો અને પ્રેમને મન ભરીને માણ્યો પણ હતો. આ એ જ ટેબલ છે જ્યાં હું એની સાથે કલાકો સુધી બેસતી , વાતો કરતી અને વારંવાર એને કહેવા છતાં એના મોડા આવવા પર એની રાહ જોતી. એની સાથે ફોફી પીતા પીતા ક્યારે એ મને પસંદ આવી ગયો ખબર જ ના રહી. મને છે ને ચા ભાવતી પણ એનો કોફી પ્રેમ જોઈ થયું કે હું પણ કોફી ટ્રાઈ કરું અને એની એ કોફીની આદત મને પણ લાગી ગ‌ઈ. પણ જ્યારથી એ કોફી ટેબલ છૂટ્યું ત્યારથી ચા અને કોફી ની આદતો પણ છુટી ગ‌ઈ અને હવે તો ગ્રીન ટી નો સહારો લીધો છે લાઈફને થોડી અલગ નજરથી જોવા માટે પણ ચા કોફી જેવી મજા ના આવી.


એનો એક ગેરફાયદો પણ મને થયો છે. કલાકો સુધી હું વાતો કરવા વાળી આજે સાવ શાંત બેસી રહું છું. હંમેશાં દોસ્તો નો સાથ , મારા પ્રેમનો સાથ ઝંખવા વાળી આજે એકલતા શોધું છું. પણ જીવનની સરપ્રાઇઝ તો જુઓ આજે એ જ કોફી ટેબલ પર બેઠી છું જ્યાં ક્યારેક હું એની સાથે બેસતી, એની સાથે દિલ ભરીને વાતો કરતી , જ્યાં એણે મારું દિલ હંમેશાં માટે તોડી નાખ્યું હતું ત્યાં જ બેઠી છું પણ કોઈ બીજાની રાહમાં.

" હાઈ , સ્નેહા છે ને તું‌ ? " એક રુઆબદાર અવાજ મને સંભળાયો અને હું મારા ખ્યાલો માથી બહાર આવી.

મે તરત એ અવાજની સામે જોયું બ્લેક શર્ટ, વ્હાઈટ પેન્ટ ચહેરા પર માસ્ક પહેરીને તે મારી સામે આવી બેસી ગયો. એક વખત માટે તો એને જોઈને મને એવું લાગ્યું કે મારો મીત જેની સાથે હું રોજ કોફી પીતી એ આવીને બેસી ગયો પણ બંનેના અવાજ એટલા બધા અલગ હતાં કે મને મળેલી ઉમ્મીદ પણ તુટી ગ‌ઈ. અને મે પણ એને સામે જવાબ આપ્યો.

" હા ,હું સ્નેહા છું અને તમે ?"

" હું સ્નેહ " હું વાત પુરી કરું એ પહેલાં જ એ બોલી પડ્યો અને અમારા બંને વચ્ચે નિરવ શાંતી પ્રસરી ગ‌ઈ. પરિચય થતા જ તેણે પોતાનું માસ્ક કાઢ્યું તો હુ બેસુધ બસ એને જોતી જ રહી. જીણી પણ માંજરી આંખો , પાતળા હોઠ અને હોઠની એકદમ નીચે નાનકડું તલ, શ્યામ વાન અને કાનમા નાનકડી વાળી પહેરેલી જોવામાં તો એ એકદમ મસ્ત લાગી રહ્યો હતો જાણે મારા સપનાની દુનિયા માંથી કોઈ પ્રિન્સ આવી ગયો હોય. આ એ જ છોકરો હતો જે‌ મને જોવા આવ્યો હતો. પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ નો દિકરો હતો એટલે મે વધુ લપ પણ ના કરી પપ્પા જોડે અને જોવા માટે હા પાડી દીધી અને મારી પાસે ના પાડવાનો કોઈ ઓપ્શન જ નહોતો કેમકે આ લગ્ન તો મારે કરવાના જ હતા તો બસ ફોર્માલિટી માટે એ છોકરાને મળવા આવી છુ. આમ પણ હુ મીત અને તેની યાદોથી પીછો છોડાવવા માંગતી હતી , કેમકે તેણે મને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા.

" હેલો ક્યા ખોવાઈ ?" એણે મારી સામે હાથ હલાવતા કહ્યું કેમકે હુ તો એના ચહેરાને જોવામાં વ્યસ્ત હતી, અને અચાનકથી જાણે હુ ભાનમા આવી અને બોલી ,

" અ... ક્યાંય ન‌ઈ "

ફરી બંને વચ્ચે શાંતી પ્રસરી ગઈ.

તેણે વેઇટર ને બોલાવ્યો અને ઓર્ડર આપ્યો.

" એક કોફી "

હુ એને જોતી જ રહી મતલબ ફરી એક કોફીપ્રેમી મારી લાઈફમાં આવવાનો હતો. તેણે પોતાનો ઓર્ડર આપી મારી સામે જોયું અને મને પુછ્યું ,

" તમે શુ લે શો ?"

" ગ્રીન ટી " મે કોઈ પણ પ્રકારની ઉત્સુકતા વગર કહ્યું અને તેણે ઓર્ડર આપી દીધો. થોડી જ વારમા અમારા ઓર્ડર આવી ગયા અને બંને ખામોશ થ‌ઈને જ બેઠા રહ્યા.

" તો તમારો શુ નિર્ણય છે?"

આખરે એ જે કામ માટે આવ્યો હતો એ સવાલ એના મોઢે આવી જ ગયો અને મે મારી નજરો ઊંચી કરી એની સામે જોયું અને ફરી નજરો મારી ગ્રીન ટી મા નાખતા બોલી ,

" એ જ જે તમારો નિર્ણય છે ,મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે હોય તો હુ વિચાર કરી શકું છું." મે કોઈ પણ પ્રકારના ભાવ વગર કહ્યું.

એણે થોડીવાર કંઈક વિચાર કર્યો અને પછી બોલ્યો ," લુક તમારા માટે પણ આ જબરદસ્તી છે અને મારા માટે પણ , એક રીતે જોઈએ તો આપણે બંને અત્યારે એક જ નાવ પર સવાર છીએ અને બચવાનો કોઈ રસ્તો નથી, અત્યારે આપણે પેરેન્ટસ ની વાત માની લ‌ઈએ અને મેરેજ કરી લ‌ઈએ અને છ મહીના પછી ડિવોર્સ લ‌ઈને છુટા પડી જ‌ઈશુ એમ કહીને કે અમને સાથે નથી ફાવતુ અને પછી તો એ લોકો પાસે પણ આપણા સંબંધ વિશે કહેવા કંઈ ન‌ઈ હોય."

" ઠીક છે આમપણ આપણે આ બંધનમાં તો બંધાવવુ જ જોઈશે તો મને તમારા આઈડીયા થી કોઈ પ્રોબલેમ નથી " મે સહજતાથી કહ્યું અને એને જોઈ એક સ્માઇલ પાસ કરી દીધી બદલામાં એ પણ મારી સામે જોઈ સહેજ મલકાયો અને ઓહ માય ગોડ એની સ્માઇલ ખુબ જ કાતિલ હતી જાણે પહેલી જ વારમા મારા દિલમાં વસી ગ‌ઈ પણ એ બધાંનો કોઈ મતલબ નહોતો કેમકે અમારા લગ્ન પહેલાં જ અમારા ડિવોર્સ નક્કી થ‌ઈ ગયા હતા એટલે મે તરત જ એના પરથી નજર ફેરવી લીધી અને થોડીવાર બાદ અમે છુટા પડી ગયા.. એક મીનીટ એક મીનીટ એ મને ઘરે ડ્રોપ કરી ગયા અને પછી અમે છૂટા પડ્યા પણ આ દરમિયાન કારમા પણ અમારા વચ્ચે કોઈ વાતચીત ન થ‌ઈ કદાચ એ સંકોચ અનુભવતો હશે અને હુ સામેથી વાત કેમ કરું આઈ મીન જો કોઈ છોકરી સામેથી વાત કરે તો રોંગ સીગ્નલ જાય બસ એ જ વિચારે ચુપચાપ બેસી રહી અને આમ પણ મને એની સાથે વાત કરવામાં કોઈ રસ નહોતો.





વધુ આવતા અંકે ✍️

I hope you all like my new story....
So do comments ang give ratings.... ❣️

બીજા રસપ્રદ વિકલ્પો