Pyaar ni Chot, Bandh Hoth - 2 books and stories free download online pdf in Gujarati

પ્યારની ચોટ, બંધ હોઠ - 2

પ્યારની ચોટ, બંધ હોઠ

("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ) - 2

"કોઈની ખુશી માટે પણ બોલેલું જૂઠ પણ તો જૂઠ જ હોય છે ને. એણે આમ પરદામાં રાખ્યા વગર જ જો સીધું સાચું કહી દીધું હોત તો કોઈ પરેશાન પણ ના થાય ને." પારૂલ બોલી.

"મને ખબર છે કે પારુલને સચવામાં અમારે કેટલી બધી મહેનત કરવી પડી હતી. કોઈને આમ છોડી દેવા તો બહુ જ આસાન છે, પણ સામેવાળા પર જે વિતે છે એની કિંમત કોઈ નહિ ચૂકવી શકતું." હર્ષદે કહ્યું.

"અને એટલે જ અમને ત્રણેયને વિચાર આવ્યો કે તને કોલ કરીને પાછી બોલાવીએ અને બધું કહી દઈએ." નેહા એ કહ્યું.

"હા, ભલે જુદા થઈને છીએ, પણ બધું જ ક્લીઅર કરીને, સંબંધને તોડીને નહિ, પણ હસતાં મોઢે!" પારૂલ કહી રહી હતી.

"અને પ્રિયા, સાચું કહું ને તો હું તો તારો અહેસાન માનીશ કે તારા લીધે જ મને મારી જાન મળી. એવું જરૂરી નહિ કે આપને જેને પ્યાર કરીએ એ પણ આપણને પ્યાર કરે, પ્યાર માટે બંને ની મંજુરી જરૂરી છે.." હર્ષદે કહ્યું.

"હા, તમને ત્રણેયને થેન્ક યુ વેરી મચ, મને દિલ પર બહુ જ બોજ જેવું લાગતું હતું કે હું મારા ખાસ ફ્રેન્ડ હર્ષદનાં દિલની વાત કેવી રીતે ના જાણી શકી અને એમ પણ કે પારૂલ એના માટે યોગ્ય તો છે ને!" મેં કહ્યું.

"હા, પણ હવે મને ખબર પડી ગઈ કે હર્ષદ ને પારૂલ જેટલો લવ કરશે કોઈ નહિ કરી શકે." મેં ઉમેર્યું.

"અને સાંભળ, તારે અમારા લગ્નમાં આવવાનું છે અને એક ફ્રેડ તરીકે તું હંમેશાં અમારી ફેમિલી જ રહીશ!" એ ત્રણેયે મને ગળે લગાવી લીધી તો મને થયુ કે જાણે કે મારો દરેક ગમ એ લોકો પાસે પણ વહેંચાઈ ગયો છે.

કેટલું આસાન હતું, આ રીતે જુદા થવું. જો મને આ લોકો અહીં ના બોલાવતા તો હું જીંદગીભર પારૂલ અને હર્શદને માફ નહોતી કરી શકવાની. પણ સારું થયું દિલને બહુ જ આનંદ થયો કે મારો ફ્રેન્ડ એક સારી વ્યક્તિ પાસે છે.

"એક સવાલનો જવાબ આપ તો!" હર્ષદે મને પૂછ્યું.

"હમમ?!" મેં કહ્યું.

"પરાગ તને કેવો લાગે છે?!" હર્ષદે પૂછ્યું

હું જવાબ આપું એ પહેલાં જ નેહા એ આંખો ફાળી પૂછ્યું -

"શું વાત કરે છે?! તો શું એ પ્રિયાને ડેટ કરે છે!"

"હા.." હર્ષદે કહ્યું તો હું પણ શરમાઈ જ ગઈ.

"લો તો, લાગે છે કે બંને સાથે સાથે લગ્ન કરીશું!" હર્ષદે ઉમેર્યું.

"કોઈ ને પણ દુઃખી નહિ જોવા માગતા શું વાત છે!" પારુલે મને હળવેકથી પાસે લાવી કહેલું.

"સાંભળ હવે, રેડ રોઝ કેફેમાં એ તારો વેટ કરે છે, જલ્દી જા, નેહા એને એક્ટિવાની ચાવી આપી દે!" મેં કહ્યું અને એને મોકલી દીધી.

યાર કેટલો મસ્ત છે આ હર્ષદ, પોતે મને પ્યાર ના કરી શક્યો તો મને મારા પ્યાર સાથે મળાવી દીધી. ફ્રેન્ડશીપમાં પણ દિલ જીતી લીધું એને તો મારું.

એક્ટિવા પર હું વિચારી રહી હતી કે એક હું હતી કે જે એના લીધે ડિપ્રેશન માં જવાની હતી અને હવે એને ખુદ જ મને કેટલી બધી ખુશિયા પણ આપી દીધી હતી ને?! હર્ષદ જેવું કોઈ જ નહિ. દોસ્ત હોય તો એના જેવો. આઇ જસ્ટ લવ હિમ. હવે હું જાઉં, મારી જિંદગી ત્યાં રેડ રોઝ કેફેમાં મારો વેટ કરી રહી છે, અને હું જાઉં છું એને પ્યાર કરવા.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો