માય કન્ફેશન્સ - 1 pravin Rajput Kanhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

માય કન્ફેશન્સ - 1



મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય છે. મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે થયેલી એક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય.


પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું.


એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને વાપરતા શીખી ગયો. મોબાઈલમાં ફેસબુક નખાવી લીધું, હવે મારો ટાઇમપાસ સારી રીતે થઈ જતો હતો.


કોઈ વખત જૂના મિત્રો સાથે વાતચીત થઈ જતી હતી, તો નવા મિત્રો પણ મળતા હતા. ને મોબાઈલના સહારે જ દેશદુનિયામાં શું થઈ રહ્યું છે તે ખબર પડી જતી હતી. આમ જ મારા સારા દિવસો વિતતા હતા ને એક દિવસ...


મારી પાસે એક યુવાન છોકરીનો મેસેજ આવ્યો. તેનું નામ મુસ્કાન હતું. શરૂઆતમાં તો મેં તેને પૂછી લીધું, શું બેટા આપણે એકબીજાને ઓળખો છો? તો તેણે નકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે નથી ઓળખતા તો હવે ઓળખી લઈશું.


ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી.

પહેલા તો મેં તેનું સરનામું પૂછ્યું. ને ધીમે ધીમે હું તેનામાં રસ લેવા લાગ્યો. તેની સાથે વાતચીત કરીને મને સારું લાગતું. હું રોજ તેના મેસેજનો ઇંતેજાર કરતો. એકદિવસ તેણે પોતાનો મોબાઇલ નંબર મને શેર કર્યો.


પહેલા અમારી વાતચીતના વિષય થોડાક ધાર્મિક રહેતા હતા, પરંતુ હવે તે વિષયો બદલાઇ ચૂક્યા હતા. હવે અમારી વચ્ચે વાતચીત રંગીન થતી હતી, કોઈ પણ વાત અંતે શરીરના અંગો ઉપર પહોંચી હતી હતી. હું સાવ પીગળી ચૂક્યો હતો. મુસ્કાને મને તેના વસમાં કરી લીધો હતો.


હું હવે દુકાનેથી જલ્દી ઘરે આવી જતો હતો. મારા વર્તનમાં બદલાવ આવી ચૂક્યા હતા. મારા દિમાગમાં હંમેશા મુસ્કાન રહેવા લાગી હતી. જેના લીધા મારા ઘરના લોકો સાથેના સંબંધ બગડવા લાગ્યા હતા. પરંતુ મને કોઈની કશુંયે પરવા ન હતી.


ઘણાંય દિવસ મેસેજનો વાત કર્યા પછી એક દિવસ તેણે મને વિડિયો કૉલ કરવાની વાત કરી. હું પણ જલ્દીથી તૈયાર થઈને મોબાઇલની સામે બેસી ગયો.


મુસ્કાન તું ખૂબ જ રૂપાળી છે, તું ખૂબ જ શું કેવાય સેક્સી છે.


ઓહ હું સેક્સી છું એ કેવી રીતે ખબર પડી તમે તો હજુ કંઈ દેખ્યું જ નથી.


તે કદીયે દેખાડ્યું જ નહિ ને. તું દેખાડે તો જરૂર દેખીશ ને.


ઓહ એમ છે, તમારે દેખવું જ હોય તો જુઓ, કહી મુસ્કાન પોતાના અંગો વિડિયો કૉલ ઉપર પ્રદર્શિત કરવા લાગી. પહેલા પોતાના બ્લાઉઝ ને પછી બીજા વસ્ત્રો ઉતારી તે પોતાના નગ્ન રૂપાળા અંગોને વિડિયોકોલમાં દેખાડવા લાગી.


તમે પણ તો ઉતારો ને તમારા વસ્ત્રો, મારે પણ કેટલીક ઇચ્છાઓ છે,


"ઓહ કેમ નહિ, કેમ નહિ." કહી હું મારા વસ્ત્રો ઉતારવા લાગ્યો.

ધીમે ધીમે હું આવ નગ્ન થઈ ગયો પોતાની ભાવનાઓને વશ થઈ હું સારા ખરાબનો ભેદ ભૂલી ગયો ને એ બધી જ હરકતો વિડિયો કૉલ ઉપર કરવા લાગ્યો જે કરવા યોગ્ય ન હતી.


મને નહોતી ખબર મારું આવું કૃત્ય મારા માટે જ સમસ્યા ઉભી કરશે. થોડા દિવસની વાતચીત પછી મુસ્કાને મને મારી નગ્ન અવસ્થામાં અશ્લીલ હરકતો કરતો તે વિડિયો મૂક્યો. હું હક્કબક્કા જ રહી ગયો. મારી ચીસ નીકળી ગઈ. હું પરસેવે રેબઝેબ થઈ ગયો.

તે વિડિયો મને મોકલી મુસ્કાને મારી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી.


હું ડરી ગયો, મેં તેને અમારા પ્રેમ વિશે સોગંદો આપી પણ તે ટસ થી મસ ન થઈ. તેણે તો કોઈ પ્રેમ હતો જ નહિ, તે તો ફકત મને લૂંટવા આવી હતી. મારી વિડિયો ફેસબૂક ઉપર મારા મિત્રોને સગાસંબંધીઓને મોકલવાની ધમકી તે મને આપવા લાગી. હું ડરી ગયો ને ધંધામાંથી એક લાખ મે તેને મોકલી નાખ્યા. તેની હિંમત હવે ખૂબ જ વધી ચૂકી હતી તે અવારનવાર પૈસાની માંગણીઓ કરતી હતી. કેટલીય વખત મેં તેને પૈસા મોકલ્યા, પણ હવે...હવે હું થાકી ચૂક્યો છું. હું થાકી ચૂક્યો છું આ લુંટેરીથી, હું થાકી ચૂક્યો છું મારી જાતથી.


મને હંમેશા પછતાવો થતો રહે છે. મારા ખોટા પગલાના લીધે મારે કેવા દિવસો દેખવા પડી રહ્યા છે.


મારે હવે શું કરવું જોઈએ?


શું મારે તે લુંટેરીના પૈસાની માંગ હંમેશા પૂરી કરતા રહેવી જોઈએ?


શું મારે પોતાના દીકરાને બધું જ બતાવી દેવું જોઈએ અને તેની પાસેથી કોઈ રસ્તો પૂછવો જોઈએ


કે પછી મારે અંતિમ રસ્તા તરીકે મારો આ જીવ... આ જીવ આપી દેવો જોઈએ? શું મારે આત્મહત્યા કરી લેવી જોઈએ?




(અંત)


- પ્રવિણ રાજપુત 'કન્હઈ'


( વાચકમિત્રો, વસંતભાઈએ હવે શું કરવું જોઈએ?)