પોર્ન એડિકશન - ભાગ 1 pravin Rajput Kanhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પોર્ન એડિકશન - ભાગ 1








વાર્તાનું શીર્ષક વાંચી વાર્તાને અશ્લીલ શ્રેણીમાં ધકેલી દેતા નહિ. વાર્તાને સંપૂર્ણ વાંચ્યા પછી જ પોતાનો મત બનાવવો.

નોંધ - પોર્ન એક ગંભીર બિમારી છે, તેનાથી દૂર રહેવું જ એકમાત્ર ઉપાય છે. પોર્ન વિશે જાગૃકતા લાવવા એક નાનો પ્રયાસ.

મહત્વની સૂચના - ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતીઓ થાય છે. શું આ કોઈ સારી ઉપલબ્ધિ છે?
બિલકુલ નહિ, આ તો આપણા સમાજ માટે શરમજનક બાબત છે. શારીરિક સુખ માટે લોકો સાવ નીચલી કક્ષાએ ઉતરતા જાય છે. આનું એક મુખ્ય કારણ પોર્ન વિડિયોઝ પણ છે.
સમાજમાં આ બદલાવ આવવો જરૂરી...🙏🙏



===- -===


રાતના અગિયાર વાગી ચુક્યા હતા. રિયા એ પોતાની બધી જ ચોપડીઓ સાઈડમાં મૂકી. લાઈટ બંધ કરી રિયા પોતાના બેડ ઉપર પહોંચી. મોબાઈલ હાથમાં લઈ તેણે ગૂગલ ઓપન કર્યો. મોબાઈલની અવાજ સાવ ધીમી કરી તેણે ગૂગલમાં પોર્ન સર્ચ કર્યું.
એક પછી એક આમ તે પોર્નના વિડિયો દેખતી ગઈ. થોડીવાર પછી રિયાએ મોબાઈલની વોલ્યુમ સાવ બંધ કરી નાખી. મોબાઈલ હાથમાં લઈ તે બાથરૂમ તરફ ગઈ. બાથરૂમમાં જઈ રિયાએ માસ્ટરબેશન કરવાનું શરુ કર્યું.
પોર્ન દેખતા દેખતા અને માસ્ટરબેશન કરતા કરતા રાતના બે ક્યારે વાગી ગયા તેની રિયાને ખબર જ ન રહી.
મોબાઈલમાં 'બેટરી લો'નો મેસેજ આવ્યો.
'આ વીડિયો લાસ્ટ...' રિયા મનોમન બોલી.
દેખતા દેખતા તેણે બીજા ચાર વિડિયો દેખી નાખ્યાં. તે પાંચમો વિડિયો બદલવા ગઈ ત્યાં જ તેનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો.
'અરે યાર, આ લાસ્ટ ના દેખી શકી.'
પોતાના કપડા વ્યવસ્થિત કરી રિયા બાથરૂમમાંથી બહાર નીકળી. સાવ ધીમા પગલે તે ખુદના રૂમ તરફ ગઈ. મોબાઈલ ચાર્જરમાં લગાવી રિયા પલંગ ઉપર આડી પડી, પરંતુ તેને ઊંઘ જ ના આવી.
પોતે નગ્ન અવસ્થામાં કોઈ સોંદર્યવાન પુરુષની નીચે હોય ને તે પુરુષ તેની સાથે પ્રેમ કરતો હોય તેવા વિચારો રિયાને આવવા લાગ્યા.
'કાલે સવારે સ્કૂલ પણ જવાનું છે, સૂઈ જા રિયા..ડી.., સૂઈ જા...' જાત ઉપર ગુસ્સો કાઢતા રિયાએ કહ્યું.
પરંતુ તેને ઊંઘ જ ના આવી.
કલાક સુધી તે કરવટો બદલતી રહી. તેણે પોતાની આંખો ખોલી ને ટાઈમ દેખવા તે મોબાઈલ તરફ ગઈ. મોબાઈલ ઓપન કરી તેણે ટાઈમ દેખ્યો.'ચાર ને વીસ.' રિયાએ કહ્યું.
'છ વાગવા માં ફક્ત દોડ કલાક જ બાકી છે.'
આંખો મીચી રિયાએ બળજબરીપૂર્વક સૂવાનો પ્રયત્ન કર્યો. તેને ઊંઘ ન આવવા છતાંય તે પલંગ ઉપર આડી સૂઈ રહી.

** **


'રિયા ઉઠ. બેટા સવારના સાડા છ થયા સ્કૂલે જવાનું મોડું થશે. ઉઠ બેટા.'
સુવા દે ને મમ્મી. ઊંઘ લાગી છે.
'આખી રાત સૂઈને નથી થાકતી જે હજુયે સૂવું છે? ચલ ઉઠ જલ્દી કર, તૈયાર થા.'
આંખો નીચોડતી નીચોડતી રિયા પલંગ ઉપરથી ઊભી થઈ. તેની આંખો હજુયે સંપૂર્ણ ખુલતી ન હતી. પોતાના ઈનરમાં તેણે ભીનાશ અનુભવી.
'ઓહ નો... આજે ફરીથી વેટ ડ્રીમસ.'
આજે ફરીથી રિયાને સ્કૂલે જવાનું મોડું થઈ ગયું ને આજે ફરીથી તેને ક્લાસની બહાર ઊભા રહેવું પડ્યું.
બીજા લેક્ચરમાં રિયા ક્લાસમાં પ્રવેશી.
ચાર લેક્ચર પછી રિસેસ પડી.
'શું થયું છે તને રિયા, આટલી મોડી કેમ આવે છે? અને તારી આંખોની નીચે આ ખાડા કેમ પડતા જાય છે? તારી તબિયત સારી નથી રહેતી કે શું?' રિયાની બેસ્ટ ફ્રેન્ડ સંજનાએ પૂછ્યું.
'ના યાર કંઈ નહિ.'
'અરે બતાવ ને યાર હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું.'
'ના કંઈ નથી, બસ આમ જ.'
'રિયા તેં પેલી વિડિયો દેખી હતી જે મેં મોકલી હતી?' પ્રકૃતિએ રિયાને પૂછ્યું
'અરે મસ્ત હતી. જોરદાર ડિંગડોંગ હતું એમાં તો?' રિયાએ જવાબ આપ્યો.
'ડિંગડોંગ?' રિયા તેં પોર્ન દેખવાનું ચાલુ કર્યું છે?'
'અરે મુક ને... સંજના, નોર્મલ છે આજે પોર્ન દેખવું.'
'નોર્મલ નથી, રિયા.' તને ખબર છે, આપણી આ ચિંતા, સ્ટ્રેસ કેમ વધે છે? પોર્નના લીધે. તારા આ વાળ કેમ સફેદ થઈ રહ્યા છે? કેમ તું આટલી દુબળી થતી જાય છે? પોર્ન અને માસ્ટરબેશનના લીધે જ. તું ક્લાસની ટોપર હતી રિયા! કેમ તું આટલી નબળી પડતી જાય છે? કેમકે પોર્ન અને માસ્ટરબેશન આપણને માનસિક અને શારીરિક બંને રીતે નબળો પાડે છે.'
'પરંતુ, જો આપણે પોર્ન નહિ દેખીએ તો આપણને ખબર કઈ રીતે પડશે કે ડિંગડોંગ કેવી રીતે કરવાનું હોય?'
'તારા દાદાએ કોના મોબાઈલમાં પોર્ન દેખ્યું હતું?'
'તારી વાત સાચી છે, પરંતુ માસ્ટરબેશન કરીને હું ખુબ જ આનંદિત ફીલ કરું છું.'
'તે એટલા માટે થાય છે કારણકે માસ્ટરબેશન આપણી અંદર એક પ્રકારના હોર્મોન્સ પેદા કરે છે જે આપણને આનંદિત ફીલ કરાવે છે, પરંતુ તે સેમ હોર્મોન્સ કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાવાથી, નાચવાથી કે મ્યુઝિક સાંભળવાથી પણ પેદા થાય છે.'
રિયા અને સંજનાની વાતો તેમની પાછળ ઉભેલા શ્રેયા ટીચરે સાંભળી.
તેમણે સંજનાને પોતાની પાસે બોલાવી અને બીજી છોકરીઓને ક્લાસમાં પાછી મોકલી.
'સંજના તો ગઈ.' પ્રકૃતિએ કહ્યું.
સંજના તને આના વિશે આટલી બધી જાણકારી છે, મારે પણ તારાથી એક પ્રશ્ન પૂછવો છે?
શું? પૂછો ને મેડમ?
'મને પણ માસ્ટરબેશન કરવાની ખુબ જ આદત હતી, પરંતુ જ્યારથી હું રિલેશનશીપમાં આવી મેં માસ્ટરબેશન બંધ કરી નાખ્યો. પરંતુ મારો બોયફ્રેન્ડ અને હું જ્યારે પણ...જ્યારે પણ અમે પેલું ડીંગડોંગ કરીએ છીએ ત્યારે મને સંતોષ નથી થતો.'
'આવું એટલા માટે થાય છે કારણકે વધુ પડતા માસ્ટરબેશન કરવાથી આપણે આપણી સેક્સુઅલ સેન્સીવિટી ખોઈ નાખીએ છીએ. આપણા પાર્ટનર સાથેના સહવાસ પછી આપણને સંતોષ ના થવો તે વધુ પડતાં માસ્ટરબેશનના લીધે જ થાય છે. કેટલાક કેસમાં વ્યક્તિ પોતાની સેક્સ્યુઆલીટી જ ખોઈ બેસે છે.'
'શું પુરુષોમાં પણ આવું થાય છે?'
'વધુ પડતા માસ્ટરબેશનને લીધે પુરુષોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. સમાગમ વખતે તેઓ ઉત્તેજિત નથી થતા, અને પોતાના સાથીને સંતોષ નથી આપી શકતા.'
'તો પછી સંજના આમાંથી બચવાનો ઉપાય શું છે?'
'150 ડે નો પોર્ન ચેલેન્જ.'
'નો પોર્ન ચેલેન્જ?'
'હા નો પોર્ન ચેલેન્જ.'
'તેમાં શું કરવાનું?'
'150 દિવસ માટે પોર્ન અને માસ્ટરબેશન બંધ કરી નાખવાના.'
'શું તેનાથી ફાયદો થશે?'
'આ ચેલેન્જ કરીને જોઈ લો.'


*** ***


રિયા અને શ્રેયા ટીચર ના "નો પોર્ન ચેલેન્જ"નો આજે 150મો દિવસ છે. રિયા હવે પહેલા કરતા વધુ ખુશ રહે છે. તેની આંખો નીચે રહેલા ડાર્ક સર્કલ હવે દૂર થઈ ગયા છે. તેનું શરીર પહેલા કરતા હવે સારું થઈ ગયું છે. તે હવે સમયસર સ્કૂલ આવે છે અને ફરીથી પોતાના કલાસની ટોપર બનવાનો આનંદ તે અનુભવી રહી છે. શ્રેયા ટીચરનો પણ તેમના બોય ફ્રેન્ડ સાથેનો સંબંધ હવે સુધરી ગયો છે. તેમનો બોય ફ્રેન્ડ હવે તેમને સંતોષ આપે છે.



*** ***

'રિયા આજે તારા ' નો પોર્ન ચેલેન્જનો છેલ્લો દિવસ છે નહિ?' પ્રકૃતિએ પૂછ્યું.
'હાં.'
'તો પછી આજે તને લીંક મોકલું?'
'ના હવે મને તેની જરૂરત નથી...'





- પ્રવિણ રાજપુત 'કન્હઈ'