Tusi ho great bade Papa - 1 books and stories free download online pdf in Gujarati

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 1

ત્રણેક વરસની અત્યંત કુમળી વયે મારી જનેતાનું એક અસાધ્ય બીમારીમાં નિધન થયું હતું ! મને તો બિચારાને માતાના દૂધનો સ્વાદ પણ યાદ નહોતો .

માતાના અવસાન બાદ હું મારા મોટા ભાઈ પંકજ અને નાની બહેન ભાવિકા સાથે અમારા વતનમાં મોટી બા પાસે રહેતો હતો !

હાંસોટ રહેવા ગયા ને ત્રીજે દિવસે જ એક ગમખ્વાર ઘટના બની હતી.

અમારી પડોશ માં રમેશ કાકા રહેતા હતા. તેમની નિજ ની ખેતી વાડી હતી. ઘરની ઘોડાગાડી પણ હતી.

તે દિવસે ખેડૂતો ગાડી માં ખેતર ની ઉપજ લઈ તેમને બતાવવા ઘરે આવ્યા હતા.

બે પાંચ મિનિટ નું જ કામ હતું. આથી તેમણે ઘોડા બાંધ્યા નહોતા.

તે જોઈ રમેશ કાકા નો તોફાની છોકરો અશોક ઘોડા ગાડી માં ચઢી ગયો હતો. એટલું જ નહીં પણ અમને બંને ભાઈઓ ને ઘોડાગાડી માં બેસાડી દીધા હતા.

તે પોતાના પિતાજી જોડે વારંવાર ઘોડા ગાડી માં જતો આવતો હતો. ઘોડા ગાડી કેમ ચાલે છે? તેણે સગી આંખે નિહાળ્યું હતું.

તેનું આંધળું અનુકરણ કરતાં ડચકારા બોલાવ્યા અને ઘોડા ગાડી ચાલવા લાગી. પછી તેને શું સૂઝયું? તેણે ઘોડાને ચાબુક ફટકારી ને ઘોડા દિશા બદલી ઉલટી દિશામાં દોડવા લાગ્યા.

અમે બધા જ ખૂબ ગભરાઈ ગયા હતા. મદદ માટે ચીસો પાડી રહ્યાં હતા :

" મોટી બા અમને બચાવો. "

ઘોડા ચાર ચાર પગે ભાગી રહ્યાં હતા.

અશોક ને ઘોડાગાડી કેમ રોકાય? તેની ગતાગમ નહોતી.

રસ્તામાં નાનકડા છોકરાઓ રમી રહ્યાં હતા. તેમને માટે પણ ખતરો ખડો થયો હતો.

ઘોડાગાડી અમને ક્યાં લઈ જશે?

આ મિલિયન ડોલર્સ નો સવાલ હતો.

અમારા નસીબ કાંઈ પાધરા હતા.

ઘોડા ગાડી આગળ જઈ ટેકરી પર ચઢી ઉંધી વળી ગઈ હતી.

હું ચપટો પડ્યો હતો. માથાના પાછલા ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. મને સાત ટાંકા લેવા પડ્યા હતા. હું બે કલાક બેભાન રહ્યો હતો.

પંકજ ભાઈ ઊંધા પડ્યા હતા. તેમને કપાળે ઇજા થઈ હતી. બે ટાંકા લેવા પડ્યા હતા.

જયારે અશોક ઉછળી ને રસ્તા પર પડતાં બાલોબાલ બચી ગયો હતો.

હાંસોટ જેવા ગામમાં આ ઘટના થી ઊહાપોહ મચી ગયો હતો.

ત્રણ દિવસ મા મારા પિતાજી ને દોડી ને હાંસોટ આવવું પડ્યું હતું :

00000000000

મા અનંત નિદ્રામાં પોઢી ગઈ હતી અને પિતાજી મુંબઈમાં રહેતા હતા . માતા પિતાની ખોટ અમને ઘણી જ સાલી રહી હતી . પ્રેમની કમીથી અમે ભટકી પડયા હતા .

મારા પિતાજી મહિનામાં એક વાર અમને મળવા આવતા હતા ! ત્રણે ભાઈ બહેનોમાં હું પિતાજી નો ખૂબ જ હેવાયો હતો . તેમના વગર રહી શકતો નહોતો .

એક વાર મારા પિતાજી નિયમ પ્રમાણે અમને મળવા હાંસોટ આવ્યા હતા ! ત્યારે મેં તેમને પાછા જતાં રોકયા હતા , તેમની સાથે જવાની જિદ પકડી ખૂબ રોયો હતો . દીકરાનું કલ્પાંત નિહાળી પિતાજી પીગળી ગયા હતા ! તેમણે મુંબઈ જવાનું માંડી વાળ્યું હતું !

બીજે દિવસે પણ આવી જ હાલત નિર્માણ થઈ હતી !

પિતાજી ઘરેથી નીકળી પણ ગયા હતા . મેં તેની પૂંઠ પકડી હતી . હું બસ સ્ટોપ સુધી પહોંચી ગયો હતો . તેમણે બસ પકડી પણ લીધી હતી . હું રડતો રડતો બસની પાછળ ભાગી રહ્યો હતો . કંડકટરે તેમનું દયાન ખેંચ્યું હતું .

આ હાલતમાં તેઓ બસમાંથી ઊતરી ગયા હતા . મને તેડીને લઈ ઘરે આવ્યા હતા .

ત્રીજે દિવસે સત્યમના ઊઠતાં પહેલાં જ તેઓ જતા રહ્યા હતા . તે દિવસે હું ખૂબ રોયો હતો . ખેતરના ખોળે ભૂખ્યો તરસ્યો પડયો રહ્યો હતો !

મોટી બા એ બંને ભાઈઓને શાળામાં ભરતી કરાવ્યા હતા . પણ અમને ભણવામાં કોઈ દિલચસ્પી નહોતી . ભણવાનું નામ લઈ બંને દફતર લઈ ઘરેથી નીકળી પડતા હતા . શાળાએ ન જતાં બહાર ભટકયા કરતા હતા. અને છૂટવાને ટાણે ઘરે આવી જતા હતા .

બે દિવસ અમારી પોલ ચાલી હતી. પણ ત્રીજે ભાંડો ફૂટી ગયો હતો. બંને ભાઈઓ રંગે હાથ પકડાઈ ગયા હતા.

મોટી બા એ બંનેને સારો એવો મેથીપાક જમાડયો . અમે કાન પકડી તેમની માંફી માંગી હતી. અને ફરી એવું ન કરવાની ખાતરી આપી હતી.

થોડા દિવસ બાદ એક બપોરે પિતાજી ની ટપાલ મળી હતી.

' મેં ફરીથી લગ્ન કરી લીધા છે ! '

જાણી મોટી બા એ આઘાત ની લાગણી વ્યક્ત કરી હતી..

તેઓ ભાવિકાને છાતીએ વળગાડી રડવા લાગ્યા હતા જોઈ મેં ભોળા ભાવે સવાલ કર્યો હતો.

' મોટી બા આમાં રડવા જેવું શું છે ? તમારે તો ખુશ થવું જોઈએ . અમને તો મા મળી ગઇ છે ! '

મારી વાત સાંભળી મોટી બા એ ટકોર કીધી હતી.

" સાવકી મા દુઃખ આપે છે ! "

નિર્દોષ છોકરાઓને તો સગી મા , સાવકીમા વચ્ચેના ભેદની જાણ નહોતી ! પણ તેમની અવૈચારિક વાતે બાળકોના મનમાં વિષ રેડયું હતું . મારા પર મોટી બાની વાતની વધારે અસર પડી નહોતી પણ ભાવિકા અને મોટાભાઈ પંકજ પર તેની ગંભીર અસર પડી હતી . બંને નવી માના નામથી પણ ફફડાટ અનુભવતા હતા . બંનેના હૈયામાં નવી મા પ્રત્યે નફરતની આગ ભડકી રહી હતી .

થોડા દિવસ બાદ પંક્જ ભાઈએ ફરીથી નિશાળમાં ગાપચી મારવાનું શરૂ કરી દીધું . આ વખતે નાનીમાએ તેને આકરી સજા ફટકારી હતી . ઢોર માર માર્યો હતો. તેને ખાવા પીવા પણ નહોતું આપ્યું. તે આખી રાત પડોશી ના અવાવરા ઓરડામાં રાત ભર ભૂખ્યો તરસ્યો તળવળી રહ્યો હતો.

નાની મા ના નિર્દય વ્યવહારની પંકજ ભાઈ પર માઠી અસર પડી હતી. અને તેઓ બીમાર પડી ગયા હતા.

બીજે દિવસે હું શાળાએ જવા માટે તૈયાર થઈ ને જમવા બેઠો હતો.

ત્યારે ટપાલી એક ટપાલ આપી ગયો હતો.

પંકજ ભાઈ મારી પાછળ જ પથારીમાં સૂતા હતા. તેમણે હાથ લંબાવી ટપાલ પોતાના અંકે કરી વાંચવાની કોશિશ કરી હતી.

મોટી બા એ તેમને સવાલ કર્યો હતો :

" કોની ટપાલ છે? "

તે એટલું જ બોલવા પામ્યો હતો.

" પપ પપ પપ્પા નો... મમ માસી નો...

આટલું બોલતા એકાએક તેમની વાચા હણાઈ ગઈ હતી.

તે જોઈ મોટી બા ગભરાઈ ગયા હતા. તેમણે તરત જ મારા પિતાને તાર મોકલ્યો હતો. અને તેઓ ચાર વાગ્યા સુધી માં હાંસોટ પહોંચી ગયા હતા.

ડોકટરે તેમને સુરત લઈ જવાની ભલામણ કરી હતી . ત્યાં નવી મા નું ઘર હતું . પંકજ ભાઈ ક્યારેય નવી માને જોવા મળવા માંગતા નહોતા.

પણ કુદરત તેમને તેમના બારણે ઘસડી ગઈ હતી !

અને પંકજ ભાઈ એ 24 કલાકમાં દેહ છોડી દીધો હતો .

0000000000

પુત્ર નું અકાળે મૃત્યુ થતાં મારા પિતાજી ભાંગી પડ્યા હતા.
તેમને સંતાનો ને પોતાની છાતીએ થી દૂર કર્યા હતા. આ વાતનો તેમને અત્યંત રંજ થતો હતો.

તેઓ હવે પોતાના સંતાનોને પોતાની સાથે જ રાખવા માંગતા હતા. આ અંગે તેમણે મોટી બા ને સાફ શબ્દોમાં કહી દીધું હતું.

" હું મારા સંતાનોને મારી સાથે મુંબઈ લઈ જવા માંગુ છું. "

તે સાંભળી મોટી બા એ ઊભરો ઠાલવ્યો હતો !

" હું કોના ભરોસે રહીશ ? "

પોતાની સાસુની લાગણીનો ખ્યાલ કરી ભાવિકાને તેમની પાસે રહેવા દઈ મારા પિતાજી એ સંતાનોના ભાગલા પાડયા હતા !

અને હું નવી મા ગીતા બહેન જોડે મુંબઈ આવી ગયો હતો.

0000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 2

તેમની મા નું નામ સવિતા હતું. તેઓ અમારી પડખે જ રહેતા હતા. તેમણે દીકરી ના લગ્ન મોડે સુધી કર્યા નહોતા. ત્યારે માસીએ તેમની દીકરીના કોઈ સગપણમાં ગીતા બહેન ના લગ્ન કર્યા હતા. આથી તેમની જનેતા સદાય નારાજ રહેતા હતા. હતી .દીકરીના ઓરમાયા સંતાનોની એલર્જી હતી . તેઓ કટ્ટર મરજાદી હોવાનો દાવો કરતા હતા ! આ જ કારણે તેઓ દૂર રહેવાનું નાટક કરતા હતા . મા દીકરા વચ્ચે જ ઘણું છેટું હતું . નવી મા હજી મને પારકી હોવાનો અહેસાસ જગાડતી હતી .

ગીતા બહેન ખૂબ જ નાજુક તેમ જ સંવેદનશીલ હતા . નાની નાની વાતમાં નારાજ , ગુસ્સે થઈ જતા હતા , રોઈ પડતા હતા .

એક વાર તેઓ મને ઘરમાં રેઢો મેલી પોતાની બહેન સાથે કોઈ બીમારની ખબર કાઢવા હોસ્પિટલ જઈ રહ્યાં હતા . ત્યારે મેં બાળ સહજ જિદ પકડી હતી :

" મને પણ સાથે લઈ જાઓ ! "

ગીતા બહેને મનાઈ કરતાં કહ્યું હતું :

" નાના બાળકથી હોસ્પિટલ ન અવાય "

આ વાતમાં દમ હતો , છતાં તેઓ પોતાના દીકરાની લાગણીનો ખ્યાલ કરી હોસ્પિટલ જવાનું માંડી વાળી શકયા હોત !

હું તે દિવસે ખૂબ જ રોયો હતો , ધમપછાડા કર્યા હતા તે સાંભળી પડોશ માં રહેતી અવનિ mari વહારે ધાઈ હતી . તેણે મારા પિતાજી ને ફોન કરી ઘરે બોલાવ્યા હતા ! તેઓ તરત જ મને તેમની સાળીને ઘરે લઈ ગયા હતા !

પણ તેઓ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા . અને તેઓ કઈ હોસ્પિટલમાં ગયા હતા ? કોઈને તેની માહિતી નહોતી . અને બાપ દીકરો વીલા મોઢે ઘરે પાછા ફર્યા હતા !

હું ખૂબ જ અસ્વસ્થ હતો . આ હાલતમાં મારા પિતાજી મારૂં મૂડ ઠીક કરવા મને ફિલ્મ જોવા લઈ ગયા હતા .

ત્યાર બાદ બીજી બે ચાર ફિલ્મો મેં જોઈ હતી અને મને ફિલ્મો જોવાનો ચસકો લાગી ગયો હતો .

શરૂઆત માં ફિલ્મ કોને કહેવાય ? આ વિશે મને કોઈ જાણકારી નહોતી . મને બધી જ ફિલ્મો જોવી ખૂબ જ ગમતી હતી . ન જાણે કેમ છૂટા પડેલા સ્વજનોનું પુર્ન મિલન મારી આંખોમાં હરખનાં આંસુ આણતું હતું.

ફિલ્મના સુંદર પાત્રો તેમ જ સંવાદો મારા સંવેદનશીલ તેમ જ લાગણીભીના હૈયાને સ્પર્શી જતા હતા !

ગીતા બહેનના લાગણી શૂન્ય વ્યવહારને કારણે અવનિ મારી જીંદગીમાં દાખલ થઈ હતી !

હું પહેલી વાર કોઈ છોકરીને મળ્યો હતા . તેના પિતા પણ તેને નાની મૂકીને સ્વર્ગ સિધાવી ગયા હતા . તેની માતા મંજુલા બહેને તેને ઉછેરીને મોટી કરી હતી . અવનિ ઉંમરમાં મારા થી બે વરસ મોટી હતી.

મારા નસીબમાં કોઈનો પ્રેમ નહોતો . હું મા વિહોણો હતો કદાચ તેથી તેના દિલમાં મારા પ્રતિ સહાનુભૂતિની લાગણી ઉભરાઈ રહી હતી ! ગીતા બહેન વિશે મેં તે મા દીકરીના મોઢે ઘણી બધી વાતો સાંભળી હતી . બંને તેમની ટીકા કરતા હતા !

અવનિના ઘરે રોજ એક છોકરો આવતો હતો . તે બાજુના બિલ્ડિંગમાં રહેતો હતો . તેનું નામ આકાશ હતું. !

એક વાર રક્ષા બંધનના દિવસે મંજુલા બહેનને મેં કહેતાં સાંભળ્યા હતા !

" આકાશ ! તારે કોઈ બહેન નથી અને અવનિને કોઈ ભાઈ ! આજથી તમે બંને ભાઈ બહેન છો ! "

મંજુલા બહેને ત્યાર બાદ અવનિને પણ સૂચના આપી હતી !

" તું આકાશને રાખડી બાંધ ! "

પોતાની માતાની વાતને અનુસરી અવનિએ આકાશ ના કાંડે રાખડી બાંધી હતી અને આકાશે વીરપસલીની રસમ પણ અદા કરી હતી.

તે જોઈ મારી આંખો સામે ફિલ્મ ' છોટી બહન ' નું દ્રશ્ય ઊભરી આવ્યું હતું. હું ઘણો જ ભાવુક બની ગયો હતો. મારી ભીતર રાખડી બંધાવવાની ઈચ્છા ઉછાળો નજારો મારવા લાગી હતી. પણ મારો શરમાળ સ્વભાવ આડે આવી ગયો હતો ! હું ત્યારે અબૂધ હતો . દુનિયાદારીથી બિલ્કુલ અજાણ હતો . પ્રેમિકા અને બહેન વચ્ચે શું ફરક હોય છે ? તે વાતની પણ મને ગતાગમ નહોતી ! અવનિનું ઘર મારા માટે શાળા હતી અને તે મારી ટીચર હતી !

બિલ્ડિંગમાં આકાશ અને અવનિના સંબંધને લઈને જાતજાતની અને ભાતભાતની વાતો થતી હતી . બિલ્ડિંગના બધા છોકરાઓ તેમને ખૂબ જ ચિઢવતા હતા .

હું પહેલાં બધા છોકરાઓ સાથે ઊઠતો બેસતો હતો .પણ એકાએક બધું બદલાઈ ગયું ! મારો અને અવનિનો પરિચય વધી ગયો. અને હું વધું સમય તેની જોડે રહેવા લાગ્યો. આ વાત તેમને ખૂંચવા માંડી.
અાથી છોકરાઓ તેના પર ભડકવા લાગ્યા ! તેમણે સત્યમને પણ રંજાડવા માંડયો !

સત્યમ નિયમિતપણે અવનિના ઘરે જતો હતો . આ વાતે તેઓ રોષે ભરાયા હતા . ઓચિંતો બદલાવ આવી જતાં તેઓ મને જાસૂસ ' માનવા લાગ્યા હતા . આ વાતે મને તેને અચરજની લાગણી નિપજતી હતી. હસવું પણ આવતું હતું !

મેં અચાનક ટ્રેક બદલ્યો હતો .

તેથી તેમણે મારી ક્નડગત શરૂ કરી હતી.

મને ખોખરો કરવા એક છોકરો ભાડે પણ રાખ્યો હતો જેને મેં મારીને ભગાડી દઈ તેમની ચાલ નિષ્ફળ બનાવી દીધી હતી ! તેમના આવા કાવતરા બદલ મારા એક ન્યાતિ બંધુ એવા મિત્રે પોતાનો રોષ જાહેર કર્યો હતો . તેણે ખુલ્લે આમ પોતાની નારાજગી જાહેર કરી હતી .

" આવા લલ્લુ પંજુને જવાબદારી થોડી સોંપાય ! આ ને માટે કોઈ મજબૂત છોકરો રોકવો જોઈતો હતો. "

મારી અવનિના ઘરે નિયમિતની અવરજવર જારી હતી . તે દરમિયાન મેં મારી સગી આંખો એ ઘણું બધું જોયું નિહાળ્યું હતું જેને કારણે મારા દિમાગમાં ગૂંચવણ ઊભી થઈ હતી !

મેં અવનિ અને આકાશ ને સદાય રોમેન્ટિક પોઝમા જ જોયા હતા.

બંને એકમેક ને કિસ કરતાં હતા.

અવનિ આકાશ ના ખોળામાં સૂઈ જતી હતી.

આકાશ તેને પોતાના બાહુપાશમાં ઝકડી લેતો હતો . તેના બ્લાઉઝના હુક્સ બંધ કરી આપતો હતો.

આ બંને વચ્ચે બે પ્રેમીઓને પણ વટાવે તેવો હોટ રોમાન્સનો પ્રકાર હતો . હું તો તેમને ભાઈ બહેન તરીકે ઓળખતો હતો . તેમના વ્યવહારે મને ભ્રમિત કરી દીધો હતો . હું એવું માનવા પ્રેરાયો હતો . ભાઈ બહેન પણ આવું કરી શકે !

મારા મનમાં પણ તેનું અનુકરણ કરવાના વિચારો જાગતા હતા. પણ મારા માં હિંમત નો અભાવ હતો . છતાં મોકો મળતાં હું અવનિનો સ્પર્શ કરતો હતો જે બદલ તેણે કોઈ જ વાંધો લીધો નહોતો .

મેં એક વાર ઉન્માદિત થઈ અવનિના બંને ગાલ મારી હથેળી વચ્ચે ભીંસી નાખ્યા હતા . એક વાર સવારે અવનિને વહેલી ઉઠાડતી વચ્ચે મેં તેના પુષ્ટ સ્તન પર હાથ દાબી દીધો હતો !

આકાશ અને અવનિ બંને બિલ્ડિંગમાં ખૂબ ગવાઈ ચૂકયા હતા . તે વખતે બિલ્ડિંગમાં એક મિત્ર મંડળની સ્થાપના થઈ હતી. તેમણે ખુલ્લેઆમ બંને નો બહિષ્કાર કર્યો હતો. સેક્રેટરી અને આકાશ વચ્ચે કોઈ વાતે મનમુટાવ થઈ ગયો હતો. તેને હાથો બનાવી તેમણે બધા સભ્યોને ચેતવણી આપી હતી !

' કોઈ પણ સભ્યે આજ પછી આકાશ અને અવનિ જોડે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં રાખવાનો ! '

મેં તેમનો આદેશ માની આકાશ અને અવનિનો બોયકોટ કરી નાખ્યો હતો !

છતાં એક દિવસ રાતના આઠ વાગે કલર કરવા માટે પીંછી લેવા અવનિ મારા ઘરે આવી હતી .તેનો ચહેરો વિલાયેલો હતો . તે જોઈ મને દયા આવી ગઇ હતી. મેં મંડળની સૂચનાને અવગણી તરત જ પીછી તેના થમાવી દેતા કહી દીધું હતું.

" પ્લીઝ! કોઈ ને વાત ન કરીશ. "

0000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 3

તે જ દિવસે જમીને અમે સહકુટુમ્બ ' અનાડી ' ફિલ્મ જોવા ગયા હતા.

અભિનેત્રી નૂતન ફિલ્મની મુખ્ય નાયિકા હતી . સમગ્ર ફિલ્મ દરમિયાન મને તેમાં સતત અવનિની છબી દેખાઈ હતી . હું પણ ફિલ્મના નાયકની જેમ ' અનાડી , બેવકૂફ હતો . અવનિ બાદ મારી જીંદગીમાં બે અન્ય છોકરી આવી હતી જેમણે મને આ ટાઈટલની લહાણી કરી હતી .

બંને વચ્ચે શું નાતો હતો ? હું તે વિશે બિલ્કુલ અજાણ હતો ! બંને રોજ સવારે સાથે જ નિશાળે જતા હતા ! ગીતા બહેન આ વાત જાણતા હતા ! હું એક કલાક વહેલો અવનિ સાથે ઘરેથી નીકળી જતો હતો

છતાં તેમણે કદી દીકરાને રોકયો કે ટપાર્યો નહોતો !
લગભગ રોજ દસ મિનિટનો સત્યમને સંગાથ સાંપડતો હતો . અા વાતે તે ખુશી અનુભવી રહ્યો હતો . છતાં ન

જાણે કેમ હું અવનિની હાજરીમાં અશાંત રહેતો હતો આ કારણે હું તેની જોડે અબોલા લઈ લેતો હતો. અને માનસિક શાંતિ અનુભવતો હતો.

! કદાચ દુનિયા તેને પ્રેમ કહેતી હતી અને હું તેનાથી અજાણ હતો .

એક વાર અવનિ આખો દિવસ બહાર રહી હતી . તે કયાં હતી ? આ વાત તેનો બોડી ગાર્ડ , ગોડ ફાધર કૌશિક સારી રીતે જાણતો હતો.

તેણે પૂછવા છતાં પણ મને કોઈ જવાબ આપ્યો નહોતો.

છેક સાંજના તે ઘરે પાછી આવી હતી . હું ત્યારે કૌશિકના ઘરે બેઠો હતો . અવનિ સીધી ત્યાં આવી હતી તેણે મારી મનપસંદ લવેંડર રંગની સાડી પરિધાન કરી હતી . તે અપ્સરા જેવી સુંદર લાગતી હતી .

મારી હાજરીની અવગણના કરતાં તે કૌશિક જોડે વાત કરવામાં વ્યસ્ત બની ગઈ હતી.

તેઓ શું વાત કરતા હતા ? હું તેમની વાતોને સમજી શકયો નહોતો !

હું અવનિ જોડે વાત કરવા અધીરો થઈ રહ્યો હતો !

આ હાલતમાં મેં તેનું દયાન ખેંચવા હળવે થી તેની સાડી નો છેડો પકડ્યો હતો. તે જોઈ કૌશિક ભડકી ગયો હતો.

મારૂં વર્તન નિહાળી ક્ષણભર અવનિની આંખો અણગમાનો ભાવ સ્ફૂર્યો હતો. અવનિ ની પાછળ હું pnSami તરત કૌશિકના ઘરમાંથી બહાર નીકળી તેના ઘરે પહોંચી ગયો હતો..

ત્યારે કાંઈ જ ન બન્યું હોય તેમ સસ્મિત મને ઘરમાં આવકાર્યો હતો. . મારી કેડે હાથ રાખી મને કિચનમાં લઈ ગઈ હતી અને ડિશ ભરીને ભેળ ખવડાવી હતી. આ પળે મેં ધન્યતાની લાગણી અનુભવી હતી. સ્વર્ગ મળી ગયા સમી ખુશીનો અહેસાસ કર્યો હતો . રાત ભર હું અવનિનો પ્રેમાળ , હૂંફાળો વ્યવહાર વાગોળતો રહ્યો હતો .

પણ બીજે દિવસે સાંજના કૌશિકની ટકોરે મને આસમાન થી જમીન પર પટકી દીધો હતો.

" તેં કાલે સાંજના અવનિ સાથે શું કર્યું હતું ? "

તેણે જે સવાલ કર્યો હતો . તેથી હું ભડકી ગયો હતો. અવનિએ મને કંઈ જ કહ્યું જ નહોતું . આથી હું કૌશિશની દખલગીરી પચાવી શક્યો નહોતો. મેં સીધો જ તેને સવાલ કર્યો હતો !

" તારૂં શું જાય છે ? "

તે સાંભળી કૌશિકે કંઈ એવી ટકોર કરી હતી જેનો અર્થ ગુંડા મવાલી જેવો થતો હતો . મારા દિલમાં કોઈ જ પાપ નહોતું , છતાં મેં માંફી માંગી લીધી હતી ! ત્યાર બાદ મેં અવનિને હાથ પણ લગાડયો નહોતો.

પણ થોડા દિવસ પછી કંઈ એવી વાત બની હતી જેણે મને અપ સેટ કરી દીધો હતો !

કૌશિકે મારા વર્તનનું અવનિ જોડે મારા થી પણ વધારે અભદ્ર વર્તન કર્યું હતું . તેથી મારો ગુસ્સો રણચંડી બની ગયો હતો .

મેં મોકો મળતાં કૌશિકને સવાલ કર્યો હતો અને તેણે ' મારી ભૂલ કહેવાય ' તેવું કહી વાત દબાવી હતી . તેના વર્તનથી અવનિ પણ નારાજ થઈ ગઈ હતી .

તે દિવસોમાં ન જાણે કેમ પણ અવનિ મારી સાથે વાત કરતી નહોતી . આ વાતનો મને ખૂબ જ અફસોસ થતો હતો . તે કેમ આવું કરતી હતી ? મને તેની કોઈ ભનક પણ આવી નહોતી .

એક દિવસ હું મારા ઘરની બહાર ચાલીમાં બેઠો હતો ત્યારે એક છોકરો આવી ને મને સંદેશો આપી ગયો હતો !

" બહાર ગલીના નાકે બે ત્રણ છોકરાઓ આકાશ ની ધુલાઈ કરી રહ્યાં છે ! "

આ એક ગંદા રાજકારણનો પ્રકાર હતો . મને આ મામલામા સંડોવવા માટે જ ગલીના નાકે બોલાવવામા આવ્યો હતો. હતો .

હું તેને મદદ કરવાના ઇરાદે ગલીના નાકે પહોંચી ગયો. મારા આશ્ચર્ય વચ્ચે તેને મારા જ ક્લાસ ના ત્રણ છોકરા આકાશ ની ધુલાઈ કરી રહ્યાં હતા . તેમણે પણ મને ન ઓળખતા હોવાનો ડોળ કર્યો હતો .

હું તેમને રોકવા માંગતો હતો . પણ તેમનો જુસ્સો , ઝનૂન જોઈ થડકી ગયો હતો . આ હાલતમાં મેં અવનિ પાસે દોડી જઈ ઘટનાનો હવાલો આપતા કહ્યું હતું !

ઝનૂન જોઈ થડકી ગયો હતો . અા હાલતમાં તેણે અવનિ પાસે દોડી જઈ ઘટનાનો હવાલો અાપતા કહ્યું હતું !

" ગલીના નાકે બે ત્રણ છોકરાઓ આકાશની ધુલાઈ કરી રહ્યાં છે ! "

સાંભળી અવનિ ગભરાઈ ગઈ હતી . શું કરવું તેનો નિર્ણય લઈ શકતી નહોતી . પરેશાન હાલતમાં તેને પોતાનો ગોડ ફાધર પણ ગાયબ હતો

હું ખરેખર અનાડી હતો ! બુધ્ધું હતો . આ વાતનું મારી હરકતે પ્રમાણપત્ર દીધું હતું !

" તેઓ મારી સાથે ભણતા મારા જ મિત્રો છે ! "

આ નો શું મતલબ થાય ? મને તેની જાણ નહોતી . મારી આ વાતે મને આકાશ નો હરીફ બનાવી દીધો હતો ! ત્રિકોણનો ત્રીજો ખૂણો બનાવી દીધો હતો જેનો મને કોઈ જ ઈલમ નહોતો !

એક વાર મેં પડોશ ના અપંગ છોકરા સામે બબ ડાટ કર્યો હતો !

" બિલ્ડિંગના બધા જ છોકરાઓ અવનિને પ્રેમ કરે છે હું પણ તેને ચાહું છું ! !"

પ્રેમ કોને કહેવાય ? તેની મને ગતાગમ નહોતી . મેં જાણ્યા સમજયા વિના બફાટ કરી પોતાના જ પગ પર કુહાડી મારી હતી !

ફિલ્મો જોવા ઉપરાંત તેના ગીત ગણગણવાનો મને શોખ હતો . હું સારૂં ગાઈ શકુ છું. તેવી મને ભ્રમણા થઈ ગઈ હતી . હું ગીતમાં મનફાવે તેવા શબ્દોનો ઉપયોગ કરતો હતો . આથી રમૂજ પેદા થતું હતું ! અન્ય છોકરા- છોકરીઓ અવનિના ઘરમાં જમા થતા હતા અને હું બધાની સામે ઊંચા અવાજે શરૂ થઈ જતો હતો.

' જીંદગી એક પાપડ છે , જેમાં કોઈ મસાલો નથી ,

લોકો મળે છે , વાતો કરે છે , જેમાં કોઈ ભલી વાર નથી ,

મેં હિન્દી ફિલ્મ ' નાટક ' ના ટાઈટલ સોંગ પરથી aa ગીતની પેરોડી રચી હતી.

જીંદગી એક નાટક હૈં , હમ નાટકમેં કામ કરતે હૈં ,

પડદા ઊઠતે હી સબ કો

સલામ કરતે હૈં ,

દરેક વ્યકિતમાં ભગવાને કોઈને કોઈ ટેલેન્ટ મૂકેલી હોય છે પણ લોકોની વાત તો છોડો પણ માણસને ખુદને તેની જાણ હોતી નથી . ટેલેન્ટ સાથે મારા માં અમુક વિચિત્રતાનો વાસ હતો ! મને લોલક વાળા ઘડિયાળ અને રિસ્ટ વોચનું ઘેલું લાગ્યું હતું ! હું ગમે ત્યારે લોલક વાળા ઘડિયાળ ધરાવતા લોકોના ઘરમાં ઘૂસીને કાંટા ફેરવી નાખતો હતો .

સામાન્યત : હર એક ઘડિયાળમાં દસ વાગે નાનો કાંટો દસ પર અને મોટો કાંટો બાર પર હોય , પણ મને નાનો કાંટો દસ અને અગિયાર વચ્ચે જોવાની ઘેલછા લાગી હતી . હું મારા પોતાના મિત્રોને પણ આવું કરવાની સૂચના આપતો પતો હતો અને બદલામાં કેરમના સ્ટ્રાઈકર્સની લહાણી કરતો હતો ! આ જ પ્રયોગ મેં બે ટેબલ કલોક સાથે કરી તેનો દાટ વાળી દીધો હતો !

મારી સાવકી માની માફક હું પણ ઘણો જ નાજુક તેમ જ સંવેદનશીલ હતો . કોઈની પીડા કે યાતના સહી શકતો નહોતો. ક્યારેય કોઈને તકલીફ દેન વેણ સુણાવી દેતો હતો. પણ ગુસ્સો શાંત થતાં હું પસ્તાવાની લાગણી અનુભવતો હતો.

000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 4

એક વાર એક અજાણ્યો શખ્સ અમારા બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો . તે ચોરી કરતાં પકડાઈ ગયો હતો . લોકોએ તેને નિ:વસ્ત્ર કરી અધમૂઓ કરી નાખ્યો હતો . તે જોઈ મારા હૈયા માં અનુકંપાનું ઝરણું વહી નીકળ્યું હતું !

ન જાણે કેમ પણ મારા માસા માસીને હું આંખ ના કણાની માફક ખૂંચતો હતો . તેઓ મારી ગણના અનાડી , બબૂચક તેમ જ બુધ્ધુમાં કરતા હતા ! ન જાણે કેમ બંને માસા માસી મારે કારણે ઈન્સિકયોર ફીલ કરતા હતા , મને હિણપત ભરી સ્થિતિમાં આણવાની હર શકય કોશિશ કરતા હતા !

મને ઊંધે રવાડે ચઢાવવા માટે માસીએ એક દળદાર પોતાની સાવકી બહેનના હાથમાં થમાવી સૂચના આપી હતી .

" તારા દીકરાને વાંચવા આપજે ! "

મારી ઉંમર ત્યારે માંડ ૧૪-૧૫ની હતી . પુસ્તકનું નામ હતું : ' અરેબીયન નાઈટસ ! '

Aa પુસ્તકમાં સ્ત્રી પુરૂષના દૈહિક સંબંધોનું શૃંગારિક જુગુપ્સા પ્રેરક વર્ણન હતું . જેને કારણે હું ગુમરાહ થઈ ગયો હતો . આ પુસ્તક બાળકો માટે નહોતું . તેમણે પુત્રના હાથમાં પુસ્તક સોંપી તેને ગલત હરકત કરવા ઊશ્કેર્યો હતો અને પછી તેને ' કાળા માણસ 'ની ઉપાધિ બક્ષી હતી . ત્યાર બાદ મા દીકરા વચ્ચે અંતર આવી ગયું હતું !

હું બંને છેડે ઈન્સિક્યોર ફીલ કરતો હતો . ગીતા બહેનને હું માતા તરીકે સ્વીકારી શકયો નહોતો અને અવનિ પણ મારાથી દૂર જઈ રહી હતી ,

હું મારી જાતને એકલો સમજતો હતો , નિરાધાર માનતો હતો ,.મારે મન અવનિ જ મારા અંધકારનો દીવડો હતી જે બુઝાવાની તૈયારીમા હતો !

આ હાલતમાં મેં અવનિને સંબોધી એક પત્ર લખ્યો હતો અને ભાવિકાને કુરિયર બનાવી તેને પહોચાડયો હતો !

થોડી વારે અવનિએ મને પોતાના ઘરે બોલાવ્યો હતો ત્યારે ? કૌશિક તેનો બોડી ગાર્ડ તરીકે મોજૂદ હતો !

મને જોતાં વેંત જ અવનિએ મને આંચકો આપ્યો હતો :

' I am not your lover ! '

ચઢતા ક્રમમાં બોલાયેલા aa પાંચ શબ્દોના ઝૂમખાએ મને ઊંડો દીધો હતો .

પળભર હું સમજી ન શકયો શું વાત કરવી ?

અવનિએ મને ઘણું બધું કહી દીધું હતું !

જેની મેં સપનામાં પણ કલ્પના કરી નહોતી.

એક વાત મારા હૈયાને ખૂબ દઝાડી ગઈ હતી.

" એ તો આકાશ સારો છે નહીં તો મારી સગાઈ તૂટી ગઈ હોત. "

હવે બંનેની સગાઈ થઈ ગઈ હતી ! તેની મને તો કોઈ જાણ કરી નહોતી. . બંનેની કયારે સગાઈ થઈ હતી ? મારા દિમાગમાં સવાલ ઊઠ્યો હતો.

મને કેમ વાત કરી નહોતી? આ પ્રશ્ન સતત મને સતાવતો હતો. તે વખતે મને પડોશણ બાઈએ અવનિની માને કહેલી વાત યાદ આવી ગઈ હતી !

" તમે તો ખરેખર નસીબદાર છો ! તમને સારો જમાઈ મળી ગયો ! "

હવે આ જમાઈ આકાશ જ હતો . મને ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી થઈ !

પણ તે દિવસે અવનિ આખો દિવસ બહાર રહી હતી. તેને મોંઘી દાટ સાડી પરિધાન કરી હતી. તે માસી ના ઘરે હતી. ત્યાં જ તેની સગાઈ થઈ ગઈ હતી.

તેણે સગાઈમાં કૌશિક ને બોલાવ્યો નહોતો. એવું લાગતું હતું. હકીકત માં સગાઈ બપોરના હતી. અને તે સગાઈમાં પણ ગયો હતો. તેણે બધી જ વાતો મારાથી છુપાવી હતી.

હવે આવું કરવાની શી જરૂર પડી હતી?

શું અવનિ ને ભય હતો? હું તેની સગાઈ માં વિઘ્ન ઊભું કરીશ.

મેં તો તેના પગે પડી અવનિની માંફી માંગી હતી .

અને ઘરે આવીને મારો હાથ પણ બાળવા માંડયો હતો . ભાવિકા તરત જ દોડીને અવનિ અને ગીતા બહેનને બોલાવી લાવી હતી .

અવનિએ પોતાના હાથ ને બર્નોલ લગાડયું હતું . તેથી મારા હાથ ને ટાઢક વળી હતી . પણ હૈયાની બળતરાનું શું?

તે જ ઘડીથી હું તેની જિંદગીમાંથી વોક આઉટ કરી ગયો હતો.

૦૦૦૦૦૦૦૦૦

થોડા દિવસ બાદ સમર વેકેશનમાં હું મારા માતા પિતા અને અવનિ સાથે પિતાના મિત્રની છોકરીના લગ્નમાં મહેમદાવાદ તાલુકામાં આવેલા માંકવા ગામે ગયો હતો . પિતાના મિત્ર રાવજી ભાઈની બીજી દીકરી સુશીલાના લગ્ન નિર્ધાયા હતા ! તે જ દિવસોમાં તેમના નાના ભાઈની પત્નીનું એક અકસ્માતમાં મૃત્યું થયું હતું જેને કારણે લગ્ન પાછળ ઠેલવામા આવ્યા હતા !

માંકવા પહોંચતા જ હું રાવજી ભાઈની નાની દીકરી નીલાના પરિચયમાં આવ્યો હતો . બંને સમવયસ્ક હતા ! તે સતત મારી નજીક આવવાની કોશિશ કરતી હતી . બંને વચ્ચે વાતચીતનો સેતું બંધાઈ ગયો હતો !

ગરમીના દિવસોમાં ઘરના બધા જ સ્ત્રી પુરૂષ સભ્યો સવાર સાંજ નદીએ સ્નાન કરવા જતા હતા ! તે જાણી મેં મારા પિતા સમક્ષ નદીએ જઈ સ્નાન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી . તે સાંભળી રાવજી ભાઈએ

ગરમીના દિવસોમાં ઘરના બધા જ સ્ત્રી પુરૂષ સભ્યો સવાર સાંજ નદીએ સ્નાન કરવા જતા હતા ! તે જાણી સત્યમે તેના પિતા સમક્ષ નદીએ જઈ સ્નાન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી . તે સાંભળી રાવજી ભાઈએ પોતાની નાની દીકરીને હાક મારી પોતાની પાસે બોલાવી સૂચના અાપી હતી :

" જા સત્યમ ભાઈને નદીનો રસ્તો દેખાડી આવ ! "

અને નીલા મને લઇ નદી ભણી ચાલવા માંડી હતી . ભાવિકા પણ અમારી સાથે હતી !

સાંજ ઢળી રહી હતી . અંધકારના ઓળા અવનિ પર ઊતરવાની તૈયારી કરી રહ્યા હતા ! હું અને નીલા એકમેકની સાથે ચાલી રહ્યા હતા ! ભાવિકા અમારી પાછળ ચાલી રહી હતી .

નીલા અને મારો દેહ વારંવાર એકમેક સાથે અફળાતા હતા ! આ એક અકસ્માત હતો કે જાણી બુઝીને કરવામા આવતી હરકત ! ગમે તે હોય બંને આ અથડામણ એન્જોય કરતા હતા .

હું આવેગમાં આવી મારો હાથ નીલાના ખભે મૂકી દેતો હતો . નીલા પણ મારો હાથ પકડી લેતી હતી . એક વાર મારી કોણી નીલાની પુષ્ટ છાતી ઘસાઈ ગઈ હતી. નીલાને મારી હરકત ગમતી હતી . તેણે આ બદલ કોઈ અણગમો વ્યકત કર્યો નહોતો.

પાંચ દસ મિનિટમાં જ અમે નદી પહોંચી ગયા હતા સૂર્યાસ્ત થવાની ઘડી પૂરી થઈ ચૂકી હતી . ચાંદામામા પોતાનું શાસન જમાવવા તૈયાર ખડા હતા !

નદીએ પહોંચતા વેંત જ નીલાએ સૂચના આપી હતી !

" કપડા કાઢીને પાણીમાં કૂદી પડો ! "

મારી સામે બે જુવાન છોકરી મોજૂદ હતી ! તેમાં એક મા જણી બહેન હતી અને બીજી પિતાના મિત્રની દીકરી હતી જે પણ મારી બહેન સમાન હતી !

મને મૂંગો જોઈ નીલાએ પોતાનો આદેશ દોહરાવ્યો હતો . અને શરમ લજ્જા નેવે મૂકી મેં બધા કપડા ઉતારી માત્ર ચડ્ડીભેર પાણીમાં ઝંપલાવી દીધું હતું !

મારી પાછળ પોતાનું બ્લાઉઝ ઉતારી નીલા પણ પાણીમાં કૂદી પડી હતી .તેનું અનુસરણ કરતા ભાવિકા પણ પાણીમાં કૂદી પડી હતી ! નીલાનો ઈરાદો ખતરનાક હતો જેનાથી હું અજાણ હતો ! નીલાના ભીના કપડામાંથી બે કાળા ગોળ ટપકા સાંગોપાગ નજર આવી રહ્યા હતા ! તે જોઈ સત્યમની ભીતર કંઈ થઈ રહ્યું હતું.

સ્નાન બાદ અમે નદી કિનારે ગપસપ કરતા બેઠા હતા ! તે વખતે એક ચશ્માધારી યુવાન ત્યાં આવ્યો હતો ! નીલાએ તેનો પરિચય આપતા કહ્યું હતું :

" આ ડોકટર કમલેશ છે ! "

દેખાવમાં તે ખૂબ જ આકર્ષક તેમ જ સ્માર્ટ હતો !

નીલાની ગામમાં છાપ સારી નહોતી ! હર કોઈ પીઠ પાછળ તેના કારનામાની ચર્ચા કરતું હતું !

બે ચાર દિવસ મિત્રને ઘરે રહી મારા માતા પિતા અને ભાવિકા મુંબઈ ચાલી આવ્યા હતા. ગયા જયારે રાવજી કાકાના આગ્રહ ને માન આપી માંકવા રોકાઇ ગયો હતો !

તે દરમિયાન મને કુલા પર ગૂમડું થયું હતું ત્યારે નીલાની માતાએ મારે માટે પટ્ટી તૈયાર કરી હતી . તેને લઈ હું મેડી પર જઇ રહ્યો હતો ! ત્યારે નીલાએ મને સવાલ કર્યો હતો !

" લાવો ! તમને પટ્ટી લગાવી આપું ? "

એક મોટી ઉંમરની સ્ત્રી પણ ન કરે તે વાત નીલા કરવા તૈયાર થઈ ગઇ હતી . આ વાતે હું નીલા વિશે થતી વાતચીત માનવા વિવશ થયો હતો ! નીલાએ તેના જીજુને સિડયૂસ કર્યા હતા ! તેનો ડોકટર કમલેશ સાથે આડો વ્યવહાર હતો . નીલા મને પણ સિડયૂસ કરવા માંગતી હતી . પણ હું તેનો ઈશારો સમજી શક્યો નહોતો. જેથી હું બચી ગયો હતો.

તેની મુરાદ બર આવી નહીં તો તેણે મને બુદધુ હોવાનો શિરપાવ આપ્યો હતો ! ત્યારે મારી એક પડોશણ નિશાએ મને આવો જ ઇલ્કાબ આપ્યો હતો !

મુંબઇ જવાની આગલી રાતે નીલા મારી બાજુમાં આવી ને એક ફૂટ ને અંતરે ઓટલા પર સૂઈ ગઈ હતી .

પડખે કાથીના ખાટલામાં હું સૂતો હતો ! મેં ઘણા જ ભાવુક થઇ નીલાને સવાલ કર્યો હતો! ' કે

" કેમ છે બુન? "

મારા આવા સવાલે નીલા ભોઠી પડી ગઇ હતી !

તેની મારી જોડે શારીરિક સંબંધ બાંધવાની તેની નેમ ધૂળમાં મળી ગઈ હતી !

00000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 5

હું મુંબઈ પાછો ફર્યો ત્યારે મારી પાસે નવલો અનુભવ હતો . નિશા અને નીલાએ મને એક વાત માનવા વિવશ કર્યો હતો !

સેક્સના મામલામાં પહેલ હંમેશા સ્ત્રી તરફથી થતી હોય છે. ભલે હું અવનિના મામલામા એક તરફી પ્રેમી સાબિત થયો હતો ! પણ સ્પર્શની પહેલ તેણે જ કરી હતી ! તેના દિલોદિમાગમાં શું ચાલતું હતું ! માંકવાના વસવાટ દરમિયાન મને અનેક વાર અવનિની યાદ આવી હતી !

એક દિવસ સવારે હું એકલો જ સ્નાન કરવા નદી એ ગયો હતો. ત્યારે મેં રેતીમાં આંગળી વડે આકાશ અને અવનિના નામ લખ્યા હતા. અને થોડી વાર હરી ફરીને પાછા ફરી તેમના નામ ગોતી કાઢ્યા હતા.

તેના સિવાય મારી જીંદગીમાં નિશા નામની છોકરી પણ આવી હતી ! મને તેના પ્રતિ વિજાતિય આકર્ષણ જાગ્યું હતું ! બંને એકમેકનો સ્પર્શ કરતા હતા !

બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું ? કંઈ જ સમજાતું નહોતું ! નિશાનું વર્તન કયારેક એવું માનવા પ્રેરતું હતું .

તે મને પ્રેમ કરતી હતી ! હું પણ નિશાનો સાથ ઝંખતો હતો . ભગવાને અમને ૧૫ મિનિટ સાથે ચાલવાનો મોકો આપ્યો હતો. પણ અમે એક પણ શબ્દ બોલી શક્યા નહોતા. અમે બિલ્કુલ મૂક બની ગયા હતા ! પછી એવું શું થયું હતું ? જેને કારણે નિશાએ મને બુધ્ધુની કક્ષામાં શામેલ કરી દીધો હતો !

મુંબઈ આવ્યા બાદ નિશાળે જવા લાગ્યો હતો . હું હજી પણ કયારેક અવનિને યાદ કરતો હતો ! મેં કદાચ અવનિને પ્રેમ કર્યો હતો . પણ તેને પામવાનો કોઈ પ્રકારનો ખોટો માર્ગ અપનાવ્યો નહોતો . છતાં બિલ્ડિંગના અમુક છોકરાઓના ગંદા રાજ કારણે મને ખલનાયકની હરોળમાં આણી દીધો હતો.

થોડા દિવસ બાદ હું ટાઈફોઈડની બીમારીનો શિકાર બની ગયો હતો ! મહિનો માસ પથારીવશ હતો ! મૃત્યુનો ભય સતત મારા માથે ઝઝૂમી રહ્યો હતો ! આ સ્થિતિમાં hu અવનિને મળવા માંગતો હતો ! મેં નિશાને અરજ કરી હતી !

" પ્લીઝ ! અવનિને મારી પાસે લઈ આવ ! "

" હવે તે પારકી અમાનત છે ! તેને ન બોલાવાય ! "

કહી તેણે મને ટાળી દીધો હતો . તેનો આ વર્તાવ ઘણું બધું કહી ગઈ હતી . જેનો મને કોઈ ઈલમ નહોતો . હું સતત અવનિના વિચારોમા રાચ્યો રહેતો હતો ! મારૂં એક મન વિચારતું હતું ! તેના હદયમાં મારા પ્રત્યે સહાનૂભૂતિ હતી . તે નાતે પણ તે મારી ખબર કાઢવા આવી શકી હોત . હું બીમાર હતો . આ વાત તે જાણતી હતી , છતાં તે આવી નહોતી !

અવનિ સત્યમની ખબર કાઢવા નહોતી આવી . તે
વાતનો મને ખૂબ જ અફસોસ થતો હતો.

નાજુક સ્વભાવ એક ઘાતક બીમારી છે . માનવી જિંદગીભર તેની અાગમાં બળતો રહે છે !

તે સમયે તેને કોઈ સમજનાર ન હોય તો ? તેના મનને કદી શાંતિ મળતી નથી .

હું ડો કારીન હાઈનના કથનનું જીવતું જાગતું ઉદાહરણ હતો . ગીતા બહેન પણ તે જ કક્ષામાં ફીટ થતા હતા .

એક વાર કોઈ વાત પર મા દીકરા વચ્ચે ખટપટ થઈ હતી . ગીતા બહેન નાના છોકરાની માફક રિસાઈને બપોરના બાર વાગ્યે જ કયાંક ચાલી ગયા હતા .! હું આખો દિવસ ઘરમાં એકલો જ હતો . મારા પિતાજી છેક આઠ વાગે થાકયા પાક્યા ઓફિસેથી ઘરે આવ્યા હતા ! પોતાની પત્નીને ઘરમાં ન જોતા તેમણે પૂછપરછ કરી હતી અને મેં બધી જ વાત કરી દીધી હતી !

તેઓ કયાં ગયા હતા ? હું વાત જાણતો હતો ! મારા કહેવાથી મારા પિતાજી મને માસીને ઘરે લઈ ગયા હતા. માસીએ પણ મારા પિતાજી સમક્ષ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા માંડી . તે જોઈ ગીતા બહેન પોતાની બહેનનો સાથ મળતા જોશમાં આવી ગયા . તેમણે પણ મારા વિશે પોતાના પતિ આગળ રોદણા રડવા માંડ્યા હતા. તેથી મને અચરજની લાગણી નીપજી હતી .

મેં મારા પિતાજી ને અરજ કરી હતી.

" પપ્પા ! તમે મને ખીજાશો નહીં , મારશો નહીં ત્યાં સુધી આ લોકોને ટાઢક નહીં વળે. "

મારી વાત સુણી મારા પિતાજી છક્ક થઈ ગયા હતા . આટલા નાનકડા છોકરાને આવી રીતે વાત કરતો નિહાળી તેઓ મારા પર આફરીન થઈ ગયા હતા . દોષ કોનો હતો ? તે જાણવાની તેમને જરૂર લાગી નહોતી. પોતાની પત્નીનો સ્વભાવ જાણતા હતા . તેઓ પોતાની કોખનું સંતાન ચાહતા હતા . . પણ નસીબે તેનું આ સુખ છીનવી લીધું હતું . હકીકત માં તેની બહેને જ ગંદુ રાજકારણ રચી કોઈ ગંભીર બીમારીનો હાઉ ઊભો કરી તેમનું ગર્ભાશય કઢાવી નાખ્યું હતું . ખુદના સંતાનની ચાહતે ગીતા બહેનને ચિઢિયાપણુ બક્ષ્યું હતું .તેઓ નાની નાની વાતોમાં સાવ બાળક જેવો વ્યવહાર કરતા હતા

હું અત્યંત શાંત સ્વભાવ ધરાવતો હતો . મારૂં બૂરું ચાહનાર, પરેશાન કરનાર લોકોને પણ કંઈ કહેતો નહોતો હતો . તેની પાછળ મારૂં સંવેદનશીલ નાજુક દિલ જવાબદાર હતું .l

એક જ્યોતિષિએ મારા વિશે આગાહી કરી હતી .

તમે અત્યંત શાંત છો . કોઈને માટે ઘસાતું બોલતા નથી .બધું જ પોતાના પર લેવાની , બધું સહન કરી જવાની ક્ષમતા ધરાવો છો . પણ એક વાર ખોપરી સનકી જતા ભગવાનને પણ નહી ગણકારો . આ વાત મારે માટે સોળે આની સાચી નીવડી હતી .

ગુસ્સો આવતા હું બધાનો બાપ બની જતો હતો .

ગુસ્સો માનવીનો સૌથી કટ્ટર દુશ્મન છે . હું આ વાત જાણતો હતો . છતાં પણ મારા ગુસ્સા પર કાબૂ રાખી શકતો નહોતો .

એક વિધ્વાન ની વાત વારંવાર મારા દિમાગ પર દસ્તક દેતી હતી .

' શબ્દમાં ઘણી બધી તાકત હોય છે . તીખા ઝેરીલા , ઝેરીલા શબ્દ માનવીને બીમાર , કમજોર કરી નાખે છે પૂરી તાકાત છિનવી લે છે .

એક ઘટના આજે પણ મારી આંખો સામે નર્તન કરી રહી હતી .

તે દિવસોમાં ઉનાળાની છુટ્ટીમાં આઠમા ધોરણની પરીક્ષા આપીને હું માતા પિતા સાથે ફોઈના ઘરે જામનગર ગયો હતો . ત્યાંનું સ્મશાન ગ્રુહની મુલાકાત લઈ બધા બસમાં ઘરે પાછા ફરી રહ્યા હતા . મારી સાથે માત પિતા , ભાવિકા ઉપરાંત મારા બે ફૈબા પણ સાથે હતા .બસમાં ભીડ ઘણી હતી પગ રાખવાની પણ જગ્યા નહોતી .બધા સાંકડે માંકડે ગમે તેમ ઉભા હતા ..મારા પિતાજી દરવાજા બાજુની છ સીટ વાળી બેઠકમાં આગળ ઉભા હતા .ઉબડખાબડ રસ્તા પર બસ ખુબજ ઝટકા ખાઈ રહી હતી .જેને કારણે સંતુલન જાળવવું અત્યંત મુશ્કેલ પ્રતીત થઈ રહ્યું હતું .

વચ્ચોવચ ગાય ભેંસોનું ધણ આવી ગયું હતું જેને કારણે ડ્રાઈવરને સંકટ કાલીન બ્રેક મારવી પડી હતી . બસ એક જોરદાર ઝટકા સાથે ઊભી રહી ગઈ તો ખરી . પણ મારા પિતાજી સંતુલન ખોઈ બેઠા હતા. પરિણામે તેમનો પગ પાછળ બેઠેલી રબારણ બાઈના પગ પર પડી ગયો હતો. આ એક મહજ અકસ્માત હતો.

વાતને અવગણી તે બાઈ નાહક મારા પિતાજી પર વરસી પડી હતી. ગાળાગાળી પર ઊતરી આવી હતી.

તેનો વ્યવહાર અસહ્ય બની જતાં મીના ફૈબાએ તેને સમજાવવાની કોશિશ કરી હતી .. પણ તે કોઈ વાત માનવા સમજવા તૈયાર નહોતી. તેની જીભ સતત ઝેર ઓકી રહી હતી . તે જોઈ મીના ફૈબા પણ ભડકી ગયા હતા. તેમણે બાઈને ખખડાવી નાખી .' જૈસે કો તૈસે ' વાળો રસ્તો અપનાવ્યો હતો.

અને વાત વણસી ગઈ હતી .અધૂરામાં પૂરું એક અન્ય શખ્સ ' માન ન માન મૈં તેરા મેહમાન બની વચમાં કૂદી પડ્યો હતો.

" તમે લોકો બધા ભેગા થઈને એક અટૂલી બાઈ પર દાદાગીરી શીદ કરો છો ? "

વાત વિના કારણ વણસી રહી હતી . આ હાલતમાં મેં શાંતિથી તે શખ્સને સમજાવતા કહ્યું હતું.

" આમાં દાદાગીરીનો કોઈ સવાલ જ નથી ! "

"આ મહજ એક અકસ્માત છે . ઉબડખાબડ રસ્તા પર બસ સતત આંચકા ખાઈ રહી છે . ગાય ભેંસોને બચાવવા ડ્રાઈવરને ઓચિંતી બ્રેક મારવી પડી છે . "

તે સુણી મારી પાછળ ઊભેલા બીજા માણસે સીધી જ બોચી પકડી લીધી હતી. વાત આટલી હદ સુધી વકરી જશે તેની મને પણ કોઈ ભનક આવી નહોતી . મારી બોચી પકડતા મારૂં લોહી ઊકળી ગયું મે તે માણસ પર વળતો પ્રહાર કરતા તેના પેટ પર લાત ઝીંકી દીધી હતી અને પેલા માણસે સીધું ચાકુ કાઢ્યું હતું

એક નાની અમથી વાતે વાતવરણમાં ખોફ પેદા કરી દીધો હતો .. તે જોઈ પેલી બાઈમાં જાણે ભગવાન વસ્યા . .શાયદ તેને પોતાની ભૂલનો એહસાસ થઈ ગયો. તેણે પેલા શખ્સ ને મજબૂત રીતે પકડી લીધો.

જામનગરમાં રોજબરોજ હિંસા , મારામારી અને ખૂંખાર જંગ ખેલાતા રહેતા હતા . તેણે લક્ષમાં રાખી ડ્રાઈવરે બસ ઊભી રાખી દઈ બધાને નીચે ઉતારી દીધા હતા.. મારા માં આટલી બધી તાકાત આટલો બધો ગુસ્સો કઈ રીતે આવી ગયા ?

આ ઘટનાએ મારી ઈશ્વર પ્રત્યેની આસ્થામાં અનેક ઘણો વધારો કરી દીધો હતો . રામ રાખે તેને કોણ ચાખે આ વાતનો મને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો.

બીજે દિવસે એક ગોઝારા સમાચારે જામનગરના લોકોને હચમચાવી દીધા . પેલા શખ્સે ગુસ્સાના આવેગમાં પોતાના મોટા ભાઈને મોતના ઘાટ ઉતારી દીધો હતો . આ વાત જાણીને મારા દિમાગમાં એક અજાણ્યો ભય ઘર કરી ગયો .ઘરના લોકોએ પણ મને ખુબજ ટોક્યો હતો . ઠપકો આપ્યો હતો ..આને લઈને મારો ભય પણ બમણો થઈ ગયો હતો . મેં હોંશમાં નહીં પણ જોશમાં આ હરકત કરી હતી . તેનાથી એક વાત ફલિત થતી હતી . ભગવાનની પણ તેના માટે મંજૂરી હતી . તે બદલ મેં ભગવાનનો પાડ માન્યો હતો .

ગુસ્સો ઘણોજ ઘાતક હોય છે .

સમય વીતવાની સાથે મને પોતાની નબળાઈ સમજાઈ ગઈ .છતાં પણ હું મારા ગુસ્સા પર કાબૂ રાખવામાં સદાય અસફળ રહ્યો હતો .

અવનિ બાદ મારી જિંદગીમાં ઘણો સમય કોઈ છોકરીનો પ્રવેશ થયો નહોતો .અવનિ સાથેના અનુભવને કારણે મને સભાન પણે અભાન પણે હર એક છોકરીને બહેન માનવાની આદત પડી ગઈ હતી .

છતાં મેં મનોમન વારાફરતી બે ત્રણ છોકરીઓ પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હતું .પણ શરમ અને ભયને કારણે હું કદી આગળ વધી શક્યો નહોતો . બે ત્રણ છોકરી સાથે વાતચીતનો સમ્બંધ બંધાયો હતો . આ કેવળ ઔપચારિક ઓળખાણ પરિચયનો પ્રકાર હતો . તેના સિવાય એક અન્ય છોકરી આરતી મારા પરિચયમાં આવી હતી . જેને માટે મને આકર્ષણ જાગ્યુ હતું. મારા હૃદયમાં પ્રેમની કૂંપળો ફૂટી હતી .

તે અલાવા એક અન્ય છોકરી મારા પરિચય માં આવી હતી . તેનાં દિલમાં મારા વિશે કોઈ વિશેષ છાપ હતી . તે મને એક સ્કૉલર તરીકે સન્માનતી હતી . હું પણ તેને સન્માનતો હતો .

તેનું નામ પ્રિયંકા હતું .પહેલી છોકરી જેને હું મનોમન ચાહવા લાગ્યો હતો . તેનો મંગેતર સ્કૂટર અકસ્માતમાં મ્રુત્યુ પામ્યો હતો . તેના અવસાનથી મને ભારે ઝટકો લાગ્યો હતો .

તે સ્ટૂડેંટ વેલફેર અસોસિયેશનનો અધ્યક્ષ હતો . હું તે છોકરીને સાંત્વન દેવા માંગતો હતો .પણ તે મને ઓળખતી નહોતી. અમારી વચ્ચે કોઈ વાત થઈ નહોતી ..આ કારણે હું વિવશ લાચાર બની ગયો હતો.

ત્યાર બાદ મારા ક્લાસમાં ભણતી સ્નેહા દેસાઈમાં મારૂં દિલ અટવાઈ ગયું હતું. બંને ક્લાસમાં આગળ પાછળ બેસતા હતા . બંન્નેના રોલ નંબર પણ આગળ પાછળ હતાં .

મારો રોલ નંબર 27 હતો અને સ્નેહાનો 28 . બંને વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ નહોતી . બસ પરીક્ષા ટાણે એક વાર મેં સ્નેહાને પેપર લખવામાં મદદ કરી હતી.

0000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 6

કૉલેજના બીજા વર્ષે મારા ગ્રૂપના મિત્ર ભિખેશની બહેન રંજિતાના પરિચયમાં આવ્યો હતો . તે પણ ન જાણે કેમ પ્રિયંકાની માફક મને સ્કૉલર કહીને સન્માન આપતી હતી . ગમે તે હોય પણ આ વાત મારે માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી .

હું જિન્દગીમાં પહેલી વાર અને તે પણ અઘરા ગણાતાં વર્ષમાં સેકેંડ ક્લાસમાં પાસ થયો હતો . તે જોઈ ભિખેશ બળીને ખાખ થઈ ગયો હતો .

રંજિતાની સગાઈ થઈ ગઈ હતી છતાં મારા દિલમાં પ્રણયના અંકુર ફૂટ્યાં હતા.

મેં તેને એક વાર લાઈબ્રેરીમાં મળવા બોલાવી હતી. તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો. મારો વિશ્વાસ બોદો સાબિત થયો હતો. મેં બહુ જલ્દી ભિખેશને સચ્ચાઈ બયાન કરી રંજિતા પાસે રાખડી બંધાવી મારા પ્રેમનું વહેણ પલટી નાખ્યું હતું !

તેનાથી અલગ થતાં પહેલાં મેં રંજિતાને તેના મંગેતર સાથે ઘર આવવાનું આમંત્રણ આપ્યું હતું . ત્યારે રંજીતા એ તેનો અસ્વીકાર કરતા કહ્યું હતું .

" લગ્ન પહેલાં અમે કોઈના ઘરે ન જઈ શકીએ . "

ભિખેશ તેના બનેવીને લઈ મારા ઘરે આવ્યો હતો . મેં બંન્નેની આગતા સ્વાગતા કરી હતી . તેમની વિદાય ટાણે અપીલ કરી હતી .

આ નાચીજને ન ભૂલશો ! '

અને તેણે વાયદો પણ કર્યો હતો . તે જ દિવસોમાં મારી જિંદગીમાં એક નાની પણ અહમ વાત બની હતી .

એક દિવસ લગભગ બપોરના બે વાગ્યાનાં સુમારે હું મારા મિત્રો સાથે ઘરે જવા માટે બસ સ્ટોપ પર ઊભો હતો . દૂરથી 47 નંબરની બસને આવતી જોઈ મારા મોઢામાંથી અનાયાસ શબ્દો સરી પડ્યા હતા .

" 47 નંબર આવી ગઈ . "

તે જ વખતે કાગનું બેસવું અને ડાળનું પડવા જેવો ઘાટ થયો . તે વખતે એક છોકરી તેની સહિયર તેમજ ભાઈ સાથે બસ સ્ટોપ પર ઊભી હતી જેનો રોલ નંબર 47 હતો .

મેં તેને અગાઉ કદી જોઈ પણ નહોતી . હું જે કોલેજ માં ભણતો હતો તે એ કૉલેજની સ્ટુડન્ટ પણ નહોતી . છતાં તેના ભાઈના સવાલે હું સ્તબ્ધ થઈ ગયો હતો.

" તમે મારી બહેનની મશ્કરી કેમ કરી? "

હું કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો.

મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો ..આ હાલતમાં મેં નિર્દોષ હોવા છતાં પણ માફી માંગી આ વાત પર પડદો પાડી દીધો હતો.

અજબ ની વાત એ હતી કે મારા બધા મિત્રોમાંથી કોઈને પણ તેનો અણસારો સુદ્ધાં આવ્યો નહોતો ..મેં તેમને વાત કરી નહોતી . મારા મિત્રો પણ મારી વાત નહીં માને તેની દહેશત હતી આજ કારણે મેં ચુપકીદી ધારણ કરી હતી .

હું ખરેખર નિર્દોષ હતો . મેં તો એ છોકરીને કયારે જોઈ પણ નહોતી .બંને અલગ કૉલેજમાં ભણતા હતા . આવા સંજોગોમાં મારી પાસે તેનો નંબર કઈ રીતે હોઈ શકે? આ મહજ એક આકસ્મિક વાત હતી . બાકી me કયારેય કોઈ છોકરીને છેડવાની કે મશ્કરી કરવાની કલ્પના પણ કરી નહોતી .

હું સદાય દરેક છોકરીને પાવક , પવિત્ર માનીને ચાલતો હતો . તેમની છેડછાડ કે મસ્તી કરવાનો સપનામાં પણ મને ખ્યાલ આવ્યો નહોતો.

એક વાર હું મારા ક્લાસમાં ભણતી છોકરી જોડે રસ્તો પાર કરતા ભટકાઈ ગયો હતો . બંને એકમેકને ઓળખતા હતા . અમારી વચ્ચે વાતચીતનો પણ નાતો હતો .આ એક મહજ અકસ્માત હતો . છતાં મેં તેની માફી માંગી હતી . પણ તે તો જાણે કંઈ જ ના બન્યું હોય તેમ ખડખડાટ હસતી આગળ વધી ગઈ હતી .

મારે માટે આ વિરલ અનુભવ હતો .

મને છોકરીઓ વિશે કોઈ જાણકારી નહોતી .

છોકરીઓને પતાવતા છોકરાઑને પણ મેં સગી આંખે મે નિહાળ્યા હતા . હું આ મામલે દુન્યવી નજરે બિલ્કુલ ભોટ મામો પુરવાર થયો હતો.

મેં સમગ્ર નારી જાત વિશે ઘણું બધું વાંચ્યું હતું .

તે કદી પ્રેમનો એકરાર કરતી નથી .

ઇન્કાર પણ કરતી નથી .

તેની ખામોશી જ તેની અનુમતિ માનવામાં આવે છે .

મને પણ આ વાતનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો .

તેમની ચિત્રવિચિત્ર હરકતો મારા દિમાગમાં તોફાન જગાડી રહ્યાં હતાં .

હું કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો . તે દરમિયાન વિધવિધ માધ્યમો થકી મને નારી જાત વિશે ઘણી માહિતી મળી હતી . નિશા અને નીલા આ મામલામાં તેનાં ગુરુ સાબિત થયા હતા .

મેં લોકો દ્વારા , વાર્તા તેમજ સિનેમાના માધ્યમ થકી એક તારણ કાઢ્યું હતું .

પ્રેમની શરૂઆત ભલે છોકરાથી થતી હોય પણ સ્પર્શની , હાથ લગાડવાની પ્રક્રિયા વિશેષતઃ છોકરી તરફથી થતી હોય છે .

આ વાત ને યથાર્થ કરતાં અનેક અનુભવો મને થયા હતા.

પહેલાં અવનિ,

પછી નિશા,

અને પછી નીલા.

અવનિ તો આ કથન નું ખુલ્લું ઉદાહરણ હતી . આ વાતનો વિચાર કરતા મારી આંખો સામે સદૈવ એક દ્રશ્ય ઉભરી આવતું હતું .

તે મારી કેડે હાથ મૂકી મને કિચનમાં લઈ ગઈ હતી .

oooooo

જુનિયર બી એ નુ સત્ર શરૂ થયું હતું .જુલાઇ મહિનો બેસી ગયો હતો વર્ષા રાણી ફૂલ ફોર્મમાં પોતાનું સ્થાન જમાવીને બેસી ગયા હતાં . મારા અનુરોધ પર મારા પિતાજી મારે માટે નવી છત્રી લઈ આવ્યા હતા .

રિશેષ દરમ્યાન હું મારી નવી છત્રી બેંચની પાછળ લટકાવી મિત્રો સાથે કૉલેજ કેન્ટીનમાં ગયો હતો .ચાય નાશ્તા પછી ક્લાસમાં પાછો ફર્યો ત્યારે ? મારી નવી છત્રી તેની જગ્યા પર નહોતી . તે જોઈ મારા હોંશ ઊડી ગયા . મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યાં હતા!!

" ઓહ ગોડ મારી છત્રી ક્યાં ગઈ ? "

છત્રી ખોવાઈ જવાના ખ્યાલ માત્રથી હું ઉદાસ થઈ ગયો .

તે જ વખતે એક કોયલ જેવો મીઠો અવાજ મારા કર્ણપટે અથડાયો હતો.

" આ છત્રી તમારી છે ? "

મારી આગલી બેંચ પર બેઠેલી છોકરી મને સવાલ કરી રહી હતી .

તેનાં હાથમાં મારી છત્રી નિહાળી મેં રાહતનો શ્વાસ લેતા પ્રત્યુત્તર આપ્યો હતો :

"યસ ! મેડમ તે છત્રી મારી છે . "

.તેવું કહી છત્રી મારા હસ્તક લઈ કબજે તેનો આભાર માની છત્રી મારી બેંચ પાછળ ટાંગી દીધી .

તે છોકરી સાથે મારી આ પહેલી જ મુલાકાત હતી . તેને જોઈ એક જ નજરમાં મારા હૈયે પ્રણયના અંકુર ફૂટવા લાગ્યા હતા . તે જ વખતે મેં મનમાં ગાંઠ વાળી દીધી હતી .

આ વખતે હું પાછો નહીં પડું !

મને તો છોકરીના નામની જાણ સુદ્ધાં નહોતી .હું તેનું નામ જાણવા સતત આતુર હતો .પણ સંકોચ અનુભવી રહ્યો હતો .

પ્રેમના મામલે હું ફિલ્મ ' ચલતી કા નામ ગાડી ' નો અનૂપ કુમાર સાબિત થઈ રહ્યો હતો . મને છોકરી સાથે વાત કરતા ડર લાગતો હતો.

મશહૂર લેખક શેક્સપિયરની વાત મને યાદ આવી રહી હતી.

' નામમાં શું રાખ્યું છે ? '

છતાં પણ વ્યવહારિક જગતમાં ડગલેને પગલે નામની જરૂર પડેછે ..લોકો ઘણી આસાનીથી એકમેકના નામ જાણી લેતા હોય છે , પણ હું આ મામલે બિલકુલ અલગ હતો . me નામ જાણવા માટે લાંબો રસ્તો અપનાવ્યો હતો .

" એક્સ ક્યૂજ મી ! "

" યસ પ્લીજ઼ ! હું તમારી શી મદદ કરી શકું ? "

" તમે બધા સબ્જેક્ટસની નોટ્સ લખો છો ? "

" બધાંની તો નથી લખતી પણ ફિલોસોફી નિયમિત પણે લખું છું . "

" ધેટ્સ ગ્રેટ ! હું પણ તેનાં પર આવી રહ્યો હતો . લાગે છે આ તમારો મનપસંદ સબ્જેક્ટ છે ? "

" બિલકુલ ! "

" વાહ આ તો ઘણી સારી વાત કહેવાય . આપણા બંનેની ચોઈસ કૉમન છે . ફિલૉસોફી મારો મનગમતો સબ્જેક્ટ નહીં પણ મારું obsession છે . ."

" આ તો ઘણી સારી વાત કહેવાય . મને તમારા નો નોલેજનો લાભ મળશે . "

" હું તમારે કોઈ કામ આવ્યો તો મારું સદભાગ્ય ગણાશે ."

બે દિવસ બાદ તેણે સામે ચાલીને પોતાની નોટ બુક મારા હાથમાં થમાવી દીધી હતી .

મને નોટ બુકમાં કોઈ દિલચસ્પી નહોતી . હું તો બસ તેનું નામ જાણવા માંગતો હતો .આ જ કારણે મેં સ્ટંટનો આશરો લીધો હતો .

00000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 7

પ્રેમ અને યુદ્ધમાં બધું જ માફ હોય છે .'

મેં મારી પોતાની ચોરી છુપાવવા એક નજર નોટ બુક પર દોડાવી લીધી .

' ગરિમા દેસાઈ ! '

આ પણ એક જોગાનુજોગ હતો .

શાળામાં હું એક વાત શીખ્યો હતો .

' હું ભારત દેશનો નાગરિક છું . મને ભારતીય હોવાનું ગર્વ થાય છે .'

મારી આ વાત સુણી મારા પિતાજી ખૂબજ પ્રભાવિત થયા હતા..તેમણે દીકરાના નામ સાથે દેસાઈની જગ્યાએ ભારતીય નામ જોડી દીધું હતું . ત્યાર બાદ હું સત્યમ ભારતીય તરીકે ઓળખાતો હતો.

ગરિમાની સગાઈ થઈ ગઈ હતી . હું તે વિશે બિલકુલ અજાણ હતો .

ગરમીની છુટ્ટીમાં તેના લગ્ન થવાના હતા .

મારા ખાસ મિત્ર અનુરાગે મને જાણકારી આપી હતી . પણ હું તે વાત માનવા સ્વીકારવા તૈયાર નહોતો !

તેની બહુ જ મોટી વજહ હતી . શાળામાં મારી સાથે ભણતા એક મિત્ર સુદેશે મારા કૉલેજના મિત્રો વિશે મારા કાનમાં વિષ રેડ્યું હતું .

" તારા બધા જ મિત્રો બોગસ છે . કોઈનો પણ વિશ્વાસ નહીં કરીશ. "

અનુરાગે મને માહિતી આપી ત્યારે મારા કાનમાં તે મિત્રની વાતો ગુંજી રહી હતી . તેથી જ મને તેની વાતમાં વિશ્વાસ આવ્યો નહોતો . અને હું બિન્દાસ ગરિમાની દિશામાં આગેકૂચ કરી રહ્યો હતો. તેનું નામ જાણવાને બહાને મેં એક સ્ટંટ કરી તેની નોટ બુક માંગી હતી . ત્યાર બાદ તેની નોટ પરત કરતા બીજો સ્ટંટ કરી તેની નોટ બુકમાં મારા જરૂરી કાર્ડસ રાખી દીધા હતા .

બીજે દિવસે ધારણા મુજબ તેણે મને સવાલ કર્યો હતો .

" તમારા કોઈ કાર્ડસ મિસિંગ છે ? "

થોડી ક્ષણ થોડુંક નાટક કરી જવાબ આપ્યો હતો .

" મારું લાઇબ્રરી અને આઇડેંટિટી કાર્ડ મળી નથી રહ્યાં ."

" ચિંતા ના કરો .. બંને મારી નોટબુક ભેગા મારા ઘરે આવી ગયા છે ."

"ઓહ માય ગોડ ! "

" મારાથી તો તેઓ વધારે નસીબદાર છે .તમારા ઘરે જઈ આવ્યા , તમારી સાથે રહી પણ આવ્યા. "

હું આ વાત કરવા માંગતો હતો . શબ્દો હોઠો સુધી આવી ગયા હતા , છતાં મેં પોતાની ફીલિંગ્સ ને અંકુશમાં રાખી ચુપ્પી સાધી લીધી હતી .

થોડી ક્ષણ બાદ મેં અજાણ હોવાનો ડોળ જારી રાખી સફાઈ પેશ કીધી હતી .

" આઈ એમ સોરી .મારા ભૂલકણા સ્વભાવને કારણે તમને તકલીફ આપી દીધી .

"કોઈ વાત નહીં . આવી નાની નાની વાતોમાં સોરીને કોઈ અવકાશ નથી . હું તમારા કાર્ડ્સ કાલે લેતી આવીશ ."

" થેંક્સ એન્ડ સોરી ! ! "

વાત આગળ વધારવાના ઇરાદે મેં આવો સ્ટંટ કર્યો હતો . I was Aman of short words . હું કોઈની સાથે વધારે વાત કરી શકતો નહોતો . મારી પાસે વાત કરવાનો કોઈ વિષય યા ક્વોટા નહોતો .

મેં શુરુઆતતો સારી કરી હતી . છતાં મને નિષ્ફળતા ની ચિંતા સતાવતી હતી . પ્રેમન મામલે હું હંમેશા ઊંધે મોઢે પછડાયો હતો .

" પ્રેમ કરાતો નથી બસ થઈ જાય છે .."

આ બાબત એક ગીત સદાય મારી ની ઢાલ બની જતું હતું

પ્યાર કિયા નહીં જાતા , હો જાતા હૈઁ ,

oooooooooo

હું કોઈ પણ સ્થિતિમાં ગરિમાને ખોવા ચાહતો હતો .તેને ઇમ્પ્રેસ કરવાની હર શક્ય કોશિશ કરતો હતો

એક વાર તેની હાજરીમાં રેડિઓ પર પ્રસારિત ફિલ્મ ગાઇડની જાહેરાતની મેં હૂબહૂ નકલ કરી હતી .

" પતિને ઠુકરા દિયા તો સહારા દિયા એક ગાઇડને "

બીજી વાર તેણે એક વિદેશી ફિલ્મના ટાઇટલનું ગુજરાતીકરણ કર્યું હતું ..

' torn curtain ' યાને 'ફાટેલો પડદો ! '

સાંભળી ને ગરિમા જ નહીં પણ તેની સઘળી સહિયર ખડખડાટ હસી પડી હતી .

મને મોટા અવાજે ગીત ગાવાની આદત હતી .

'' ધૂલ કા ફૂલ " મારી મનપસંદ ફિલ્મ હતી . આ ફિલ્મ પહલી નજરના પ્રેમની વાત ચિત્રિત કરવામાં આવી હતી . મેં ગરિમાની મૌજૂદગીમાં થોડા ઊંચા અવાજે આ ગીતની પહેલી પંક્તિ દોહરાવી હતી .

' તેરે પ્યાર કા આશરા ચાહતા હું ,
વફા કર રહા હું વફા ચાહતા હું !

મેં આ ગીત ને ગુજરાતીમાં પણ ગાયું હતું .

તારા પ્રેમનો આશરો ચાહું છું ,,
વફા કરી રહ્યો છું વફા ચાહું છું

ઇન્ટરનલ પરીક્ષા ટાણે હર વખત ગરિમા મને વિશ કરવા ખાસ હૉલમાં આવતી હતી.

હું પણ તેને વિશ કરતો હતો .

તેણે સામેથી મારૂં નામ પૂછ્યું હતું.

મેં ઉમળકા ભેર જવાબ આપ્યો હતો .

" સત્યમ ભારતીય ! "

" વેરી ઇંટ્રેસ્ટિંગ ! " કહેતી ,, આછું સ્મિત વેરતી તે પોતાના હૉલમાં ચાલી ગઈ હતી !

હું ગરિમા સાથે બહુ વાત કરવા ઉત્સુક હતો . પણ maro અતડો સ્વભાવ જ મારો દુશ્મન બની જતો હતો . વળી ગરિમા હંમેશ પોતાની સહિયર સાથે જોવા મળતી હતી . હું તેના વિશે જાણવા માંગતો હતો . પોતાની વાતો શેઅર કરવા માંગતો હતો .

હું તેને અલગ બોલાવી શક્તો નહોતો. આ કારણે હું પોતાની જાતને કોસી રહ્યો હતો , . લાચાર , અસહાય માની રહ્યો હતો ..ગરિમાના મામલામાં આગળ વધવા કંઈ વિશેષ કરવાની આવશ્યકતા હતી . પણ મારો શરમાળ , ભીરુ સ્વભાવ મારી આડે આવી જતો હતો .

આ હાલતમાં મેં પોતાની પરેશાની અનુરાગને બયાન કરી હતી .

" દોસ્ત ! આઈ લવ ગરિમા ! તે મારી ડ્રીમ ગર્લ બની ચૂકી છે . હું તેના વગર રહી શકું તેમ નથી ! મને તારી સહાયની સખત જરૂર છે . "

" હું આ મામલે તારી શું મદદ કરી શકવાનો ? "

" તું પાકી તપાસ કરી મને જણાવ કે ગરિમાની સગાઈની વાત કેટલે અંશ સાચી છે . મારું મન આ વાત સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. "

આ અગાઉ પણ હું સગાઈ કરેલ મિત્રની બહેનને ચાહવા લાગ્યો હતો . તેની સગાઈ થઈ ગઈ હોવા છતાં તે પ્રેમમાં પડી ગયો હતો.

કોઈ ને પ્રેમ કરવો તે અપરાધ નથી છતાં મારા નિખાલસ એકરારે જ મને કફોડી હાલતમાં લાવી દીધો હતો . હું ખલનાયક નહોતો . .છતાં અનુરાગની બૉડી લેંગ્વેજ જ કોઈ સંકેત દઈ રહી હતી .તે

મારા નવાં પ્રેમની વાતને લઈ તે ચોંકી ઊઠ્યો હતો . ગરિમાથી પ્રેમ થઈ જવાની વાતે તેની આંખોમાં અણગમાના ભાવ ઉભરાઇ આવ્યા આવ્યા હતા . તે મારો હિતેચ્છુ હતો . હું એ વાત જાણતો હતો તેથી મેં અનુરાગની નારાજગી પ્રતિ કોઈ લક્ષ આપ્યું નહોતું .

એક અઠવાડિયા બાદ તેણે મને પોતાના ઘરે બોલાવી સમર્થન આપ્યું હતું . છતાં પણ ના જાણે કેમ મારૂં મન તેની વાત સ્વીકારવા તૈયાર નહોતું . પહેલી વાર મને અનુરાગ પ્રત્યે સંદેહ જાગ્યો હતો . હું ત્યારે નૉર્મલ નહોતો . મને મારી જ હાલત વિશે કોઈ ઇલ્મ કે જાણકારી નહોતી .

હું માનસિક બીમારીનો શિકાર બની ગયો હતો . વિચાર વાયુનો રોગી બની ગયો હતો . મારા દિમાગમાં નોન સ્ટોપ વિચારો નું આક્રમણ જારી હતું .

ભગવાન હર વખત કોઈની સાથે આવું ના કરી શકે . મારી હાલત હર કિસ્સામાં વક્ત ફિલ્મના રાજ કુમાર જેવી બની જતી હતી .આ સમાચાર ના માનવા પાછળ એક બીજી ખાસ વજહ હતી . મેં સુદેશ ના વાદે ચઢી હૉરૉસ્કૉપની બુક ખરીદી હતી . જેમાં ખાસ લખ્યું હતું .

' બહુ જલ્દી તમે જેને ચાહો છો તેની સાથે તમારા લગ્ન થશે ! '

આ વાતે મને ભટકાવી દીધો હતો . ગરિમા નો પ્રેમ મળી ગયાના ખ્યાલે હું રાતોરાત ખૂબજ બદલાઈ ગયો હતો .

અત્યાર સુધી હું ન કારાત્મક વિચારોને સહારે જીવતો હતો . આવ્યો હતો. પોતાની જાતને નક્કામો , નિષ્ફળ ગણીને ચાલતો હતો .

પણ ગરિમા ના આગમને હું રાતોરાત સકારાત્મક બની ગયો હતો .પોતાને સર્વગુણસંપન્ન માનવા લાગ્યો હતો. સમ્રગ દુનિયા પ્રત્યે મને પ્રેમ જાગ્યો હતો . હું સુપર મેન થઈ જતો હતો . મારી જાતને દુનિયાનો શ્રેષ્ઠ માણસ માનવા લાગ્યો હતો . મારી પોતાની જાતને ટૉપ વન ગાયક તેમજ દુનિયાનો ફાસ્ટ બોલર માનવા લાગ્યો હતો .ફિલ્મ અનુપમામાં હેમંત કુમારે ગાયેલા ગીતે મને તેમનો આશિક દિવાનો બનાવી દીધો હતો .

યા દિલ કી સુનો દુનિયાવાલોં
યા મુજકો અભી ચુપ રહને દો
મૈં ગમ કો ખુશી કૈસે કહ દું
જો કહતે હૈઁ ઉનકો કહને દો

આ ગીતનો સૂર નકારાત્મક હતો . મેં તેને પૉજ઼િટિવ ટચ આપ્યો હતો !

યા દિલકી સુનો દુનિયાવાલોં
યા મુઝ કો અભી કુછ કહને દો
મૈં ખુશી કો ગમ કૈસે કહ દું
જો માનતે હૈઁ ઉન કો માનને દો

00000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 8

જુનિયર બી એનું રિજ઼લ્ટ જાણવા hu એક સાંજે કૉલેજ ગયો હતો ત્યારે ગરિમા મને પોતાની નાનીબહેન સાથે મળી હતી . મેં ગરિમા ને અભિનંદન આપ્યા હતા ..તેની સાથે વાત પણ કરી હતી . સારા ક્લાસમાં બે સ્ટૂડેંટ્સ નાપાસ થયા હતા . તે બદલ મેં ગરિમા આગળ ખેદ વ્યક્ત કર્યો હતો .

આ મારા બદલાયેલા વલણનો જીવંત પુરાવો હતો .

મેં ગરિમાને મળવાની જીદ આદરી હતી . તેની જીદ અયોધ્યા પતિ રામચંદ્ર કરતા પણ વધારે મુશ્કિલ હતી . તેમણે જનેતા પાસે આકાશનો ચાંદો માંગ્યો હતો . માતાએ કુનેહનો ઉપયોગ કરી પોતાના પુત્રને અરીસામાં ચાંદો દેખાડી તેની જીદ પૂરી કરી હતી . પણ મારી જીદ કેમ પૂરી કરવી? તે એક ગંભીર સમસ્યા હતી . મારા માતા પિતા પણ આ વાતને લઈ ખૂબજ પરેશાન હતા .

અમારા બિલ્ડિંગમાં દુર્ગા નામની એક વિવાહિતા સ્ત્રી રહેતી હતી . તેનો પતિ ગાંડો હતો . કંઈ કામ ધંધો કરતો નહોતો . એક જાણકારી બાદ તેના કાકા સસરાના આગમન બાદ તેનાં પતિની આવી દુર્દશા થઈ હતી . દુર્ગા બે બાળકની મા હતી . એક છોકરો બીજી છોકરી . એક આદર્શ સુખી પરિવારનો જીવંત નમૂનો હતો . બધું જ ઠીકઠીક ચાલી રહ્યું હતું . તે જ વખતે શાંતિલાલ નામની ભયાનક આંધી તેનાં જીવનમાં આવી હતી અને તેનાં સઘળાં સુખ શાંતિ લૂંટાઈ ગયાં હતા . શાંતિલાલે તેના પતિને રવાડે ચઢાવી દુર્ગાનું યૌન શોષણ કરવા માંડ્યું હતું . ઘરમાં સદંતર લડાઈ ઝઘડા નું વાતાવરણ છવાયેલું રહેતું હતું.

તેમની હાલત જોઈ હું ખૂબજ ભાવુક તેમજ અસ્વસ્થ બની ગયો હતો . મારા હૈયે કરુણાનું ઝરણું વહી નીકળતું હતું .

એક વાર ફરી તેમના ઘરે ઝગડો થયો હતો . ત્યારે હું તરત જ તેના ઘરે દોડી ગયો હતો . દુર્ગા રોઈ રહી હતી . મેં તેને છાની રાખી આશ્વસ્ત કરી હતી . તેને પાણી પણ પીવડાવ્યું હતું . હું દુર્ગાના ઘરે ગયો હતો . તે જાણી ગીતા બહેન મારી પાછળ દુર્ગાના ઘરે આવ્યા હતા . તેઓ મને ઘરે લઈ જવા માંગતા હતા . ત્યારે દુર્ગાની સાસુએ તેમને રોકતા કહ્યું હતું :

" તમે ચિંતા ના કરો . તમારા દીકરાની સહાનુભૂતિએ અમારા અંતરને ખૂબજ ટાઢક બક્ષી છે ."

દુર્ગાની આંખોમાં મારા પ્રતિ સન્માનની લાગણી ઝળકી રહી હતી .

લોકો દુર્ગા માટે એલફેલ બોલતા હતા જયારે મેં તેનું અસલી રૂપ નિહાળ્યું હતું . આવી હાલતમાં હું આવું માનવા પ્રેરાયો હતો .

કોઈ પણ વ્યક્તિ અસલમાં ખરાબ હોતી નથી .

oooooooooooo

મારી હાલત બેહદ નાજુક હતી . હું અત્યંત બીમાર હતો . પણ મને આ વાતનો કોઈ ઈલમ કે અંદાજ નહોતો . મારી હાલતની જાણ થતાં અવનિ મારી પાસે દોડી આવી હતી .

મેં તેને વળગી ને કાકલૂદી કરી હતી .:

" અવનિ ! હવે તો તું ખરેખર મારી બહેન છે . તે નાતે હું તને વિનંતી કરું છું . પ્લીઝ જઈ ને ગરિમાને બોલાવી લાવ ". '
તેની જીદ આગળ ઝુકી જઈ અનુરાગ તેનાં બે મિત્રોને લઈ યેનકેન પ્રકારેણ ગરિમાના ઘરે પહોંચી ગયો હતો .. આટલું જ નહીં પણ મારી તસલ્લી ખાતર ગરિમા જોડે ફોન પર વાત પણ કરાવી હતી . . તેની સાથે વાત કરતા મેં સ્વર્ગ સમી લાગણીનો અહેસાસ કર્યો હતો.

બીજે દિવસે બપોરના બે વાગ્યાના ટકોરે અનુરાગ ગરિમા અને તેની સહિયર સમેત બિલ્ડિંગની અંદર દાખલ થયો હતો. હું ત્યારે બહાર ચાલીમાં ઊભો રહી તેની વાટ નિહાળી રહ્યો હતો.

બીજે દિવસે બપોરના બે વાગ્યાના ટકોરે અનુરાગ ગરિમા અને તેની સહિયર સમેત બિલ્ડિંગની અંદર દાખલ થયો હતો.. હું ત્યારે બહાર ચાલીમાં ઊભો રહી તેની વાટ જોઈ રહ્યો હતો અને જોગાનુજોગ વિવિધ ભારતી પર ફિલ્મ ' સૂરજ ' નું ગીત વાગી રહ્યું હતું . જે મારા પ્રેમ ની ગવાહી દઈ રહ્યું હતું .

બહારો ફૂલ બરસાઓ મેરા મેહ્બૂબ આયા હૈઁ ,,
હવાઓં રાગની ગાઓ મેરા મેહ્બૂબ આયા હૈઁ ,

તે લોકો દાદરો ચઢી રહ્યો હતા . ગણતરીની પળોમાં તેઓ ઘરમાં દાખલ થયા હતા. તેમને આવકાર આપતા મેં ગરિમા જોડે વાર્તાલાપ કરતા કહ્યું હતું.

" આઈ એમ પર્ફેક્ટ્લી ઑલરાઇટ . મને કંઈ જ થયું નથી . મારા ઘરવાળા નાહકના મારી ચિંતા કરી રહ્યાં છે .મને બીમાર માની રહ્યાં છે ! "

ગરિમાએ mari વાતનો કોઈ પ્રતિભાવ ન આપતા ચૂપકીદી ધારણ કરી હતી . તે જોઈ મેં સીધું જ કહી દીધું .

" ચાલ અંદર ! આપણે ભગવાનને પગે લાગી લઈએ ! "

મારી વાત સુણી જાણે પળભર માટે ઘરમાં સોપો પડી ગયો હતો.

આવા મામલામાં કમ સે કમ છોકરીની મરજી જાણવી જરૂરી હોય છે . તેને પ્રપોઝ કરવાની હોય છે . પણ હું તો ઠેકડો મારી છેક ઉપલે પગથિયે પહોંચી ગયો હતો ..તે જ વખતે અવનિએ મને બ્રેક મારી રોક્યો હતો .

" ગરિમા કંઈ કહેવા માંગે છે ! "

" સ્યોર ! પ્લીજ઼ ગો અહેડ ! "

" મારા એંગેજમેન્ટ થઈ ગયા છે ! "

" હવે ગરિમા તારી બહેન થઈ ને ? "

" તેમા સંદેહને કોઈ અવકાશ નથી ! "

" તો પછી ગરિમા પાસે રાખડી બંધાવી લે ! "

મેં વિના દલીલ અવનિનો પ્રસ્તાવ સ્વીકારી લઈ મારો જમણો હાથ ગરિમા ભણી લંબાવી દીધો હતો . તે બદલ ગરિમાએ ન તો કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો ના તો રાખડી બાંધવા માટે કોઈ ઉત્સાહ દાખવ્યો હતો .

તેની સગાઈની વાતે મેં ગુન્હા ની લાગણી અનુભવી હતી . મેં તરતજ અંદર જઈ ભગવાનની છબી સમક્ષ મસ્તક ઝુકાવી અંત:કરણ પૂર્વક માફી માંગી હતી . અને બહાર આવીને બધાંની સામે ગરિમાના માથે હાથ દઈ શપથ લીધા હતા .:

" આજથી તું મારી બહેન છે . હું સદાય તને આ નજરે જ નિહાળીશ . મારી નજરમાં કોઈ વિચાર કે વિકાર જાગ્યો તો હું આ દુનિયા છોડી દઈશ ! "

મેં ગરિમા ની સહેલીને પણ હૈયાં ધારણ દીધી હતી . તેની સહેલીને મારી વાત પર કોઈ ભરોસો નહોતો . તેની બૉડી લેંગ્વેજ નિહાળી હું આવું વિચારવા પ્રેરાયો હતો.

" હું જાઉં છું . " કહી ગરિમા વિદાય થઈ ગઈ હતી.

તેનાં ગયા બાદ હું તદ્દન તૂટી ગયો હતો . ધમપછાડા પર ઉતરી આવ્યો હતો . મોટા અવાજે રડવા લાગ્યો હતો ..મારૂં રોકકળ , આક્રંદ નિહાળી ગરિમા ક્ષણભર અટકી ગઈ હતી પણ તેની સહેલી ' પાગલ ના બન ' તેવું કહી તેને લઈ ગઈ હતી .

ભગવાન કેમ હરેક વાર તેની સાથે આવું વર્તન કરતો હતો ? દરેક વખતે મારે જ કેમ ' નો એન્ટ્રી ' સાઇન બોર્ડનો સામનો કરવો પડતો હતો ?

આ બદલ હું કંઈ આવું વિચારતો હતો :

' જરૂર પાછલા જન્મમાં મેં કોઈનું સુખ છિનવી લીધું હશે . કૉઈની આંતરડી કકળાવી હશે . જેની ભગવાન મને આવી ક્રૂર સજા કરી રહ્યો છે .' ! !

બીજે દિવસે સવારે ચાલીના કઠેરા પરથી એક લાવારિસ રાખડી મને મળી આવી હતી . ગરિમા રાખડી લઈ તેના ઘરે આવી હતી. પણ તેણે મને રાખડી બાંધવાનું સૌજન્ય દાખવ્યું નહોતું. .આ વાત મારૂં નાજુક દિલ બરદાસ્ત કરી શક્યું નહોતું . તેનાં આવા વ્યવહારે મારા હૈયામાં બળતી ગુનાની આગ માં તેલ છિડક્યું હતું. હતી . તે

તે વખતે એક સવાલ સતત મને વીંછી ડંખ દઈ રહી હતી.

' શું હું તેનો ભાઈ બનવાને પણ લાયક નહોતો ? '

મેં ગરિમાના માથે હાથ મૂક્યો હતો .શું તે બદલ ગરિમાને મારી નિયત પર કોઈ શંકા જગાડી હતી ?

તેની હાલત નિહાળી ગીતા બહેને તેને ધરપત દીધી હતી .
' બેટા ! તેં કેટલી આસાનીથી ગરિમાને તારી બહેન તરીકે સ્વીકારી લીધી હતી .આ હાલતમાં રાખડી જેવી ઔપચારિકતાની કોઈ આવશ્યકતા નહોતી . આજ કારણે તેણે રાખડી બાંધી નહોતી . તેં ચાહત તો રાખડી પોતાની સાથે લઈ ગઈ હોત . પણ તારા વર્તનને લઈને તેણે રાખડી બાંધી નહોતી . સાથે તેં જાણતી હતી . તને તકલીફ થશે . તે રાખડીથી તારો હ્રદય પલટો કરવા માંગતી હતી . પણ તારા ઉમદા વર્તને તેની કોઈ ગુંજાઇશ જ ના રહેવા દીધી હતી ..તેં કદાચ કોઈ અવઢવમાં હતી .તેથી જ તે રાખડી કઠેરા પર મૂકી ચાલી ગઈ હતી .

માની વાતોમાં ઘણું જ તથ્ય હતું . તેથી સત્યમને નૈતિક ટેકો મળ્યો હતો .છતાં પણ એક અફસોસ રંજ તેના દિલો દિમાગ પર આરૂઢ઼ થઈ ગયો હતો .

00000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 9

ગરિમાની વિદાય બાદ મારી માનસિક તંગદિલી માઝા મૂકી ગઈ હતી . મને માનસિક ચિકિત્સાની જરૂર પડી હતી . આ હાલતમાં મને મેન્ટલ હૉસ્પિટલમાં ભર્તી કરવો પડ્યો હતો . અને મને વીજળી ના ઝટકા આપવા પડ્યાં હતા

વર્તમાનમાં ઘટેલી સારી ઘટનાઓનું રિકેપ મારી આંખો સામે નર્તન કરી રહ્યું હતું.

થોડા દિવસ બાદ મારી તબિયતમાં નોંધનીય સુધારો આવ્યો હતો .

મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો હતો. . ડોક્ટરે મને હવા ફેર માટે હિલ સ્ટેશન લઈ જવાની સલાહ આપી હતી.

અને બીજે જ દિવસે મારા માતા પિતા તેમજ બહેન સાથે લક્શરી બસમાં મહાબળેશ્વર ગયો હતો . મારી તબિયતમાં ઉતરોત્તર સુધારો આવી રહ્યો હતો . તે બદલ મારા માતા પિતા બેહદ ખુશી અનુભવી રહ્યા હતા . પણ શાયદ તેમના નસીબમાં ખુશી જ લખી નહોતી .

બીજે અઠવાડીએ મારી બાજુની રૂમમાં એક નવપરિણીત યુગલ હનીમૂન માટે આવ્યું હતું. તેમને જોઈ મારા ઘા તાજા થઈ આવ્યા હતા.

ગરિમા પોતાના પતિ ગૌરવ સાથે તે જ ગેસ્ટ હાઉસ માં ઉતરી હતી . . આ એક જોગાનુજોગ હતો ..ગરિમાના પતિને નિહાળી મારા હૈયામાં ગુન્હાની લાગણી સળવળી ઊઠી હતી ..મારી પાસે ગરિમા ના પતિ જોડે આંખ મેળવવાની પણ હિંમત નહોતી . ... તે મારે માટે શું ધારતો હશે ? આ સવાલ મને કળ વાળી બેસવા દેતો નહોતો . હું ગરિમાના પતિનો સામનો કરી શકતો નહોતો . મારા દિલો દિમાગ પર ફરીથી આત્મહત્યા ના વિચારો રૂઢ ' થઈ ગયા હતા . આ હાલતમાં ગૌરવે મને અગાસી પરથી પડતું મૂકવા જતા બચાવી લીધો હતો .

ભગવાન દરેક વખતે મને એક જ મુકામ પર લાવીને છોડી દેતો હતો ? આવું કરીને શું ચાહતો હતો ?

મેં ગરિમાની જિંદગીથી રૂખસદ લીધી હતી . છતાં ભગવાને તેને સામે લાવીને મારા ઘા ખોતરવાની ઘડી નિર્માણ કરી હતી . ગરિમાની ઉપસ્થિતિ એ મારી માનસિક સ્થિતિ પર કુઠારાઘાત કર્યો હતો.

ગૌરવે મને કાંઈ જ કહ્યું નહોતું ન તો કોઈ અણગમો જાહેર કર્યો હતો . છતાં મારૂં લાગણીશીલ તેમજ સંવેદના યુક્ત હૈયું મને માફ કરી શકતું નહોતું . આ હાલતમાં મને તરતજ મુંબઈ લાવવામાં આવ્યો હતો . ફરીથી હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો .

મારી માનસિક હાલત અત્યંત નાજુક હતી . આ હાલતમાં એક માત્ર અનુરાગ જ સતત મારી પડખે ઊભો હતો . તે નિયમિત રીતે હોસ્પિટલમાં હાજરી પૂરાવતો હતો .

રોજની માફક તે એક સાંજે મારી ખબર કાઢવા તે હૉસ્પિટલ આવ્યો હતો . .ત્યારે મારો બેડ ખાલી હતો . તે નિહાળી અનુરાગનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો .

ક્ષણવારમાં સેકન્ડો વિચારો વીજળીવેગે તેનાં દિમાગમાંથી પસાર થઈ ગયા હતા. આગલી રાતે મેં ફરી એક વાર આત્મહત્યા કરવાનો tપ્રયાસ કીધો હતો . તેની યાદ આવતા અનુરાગના હૈયામાં ભયની લહેરખી પસાર થઈ ગઈ હતી . તેણે તરતજ ફરજ પર ઉપસ્થિત સિસ્ટરને પૂછપરછ કરી હતી .

" સિસ્ટર 22 નંબરનો પેશેંટ ક્યાં ગયો ? "

" ઉસ કે પિતાજી ડોક્ટરકી અનુમતિ લેકર ઉસે ફિલ્મ દેખને લે ગયે હૈઁ .! "

હકીકત જાણીને અનુરાગે રાહતની લાગણી અનુભવી હતી . તે આગલી રાતે મારે કારણે ઊંઘી શક્યો નહોતો .

સાડા પાંચ વાગી ચૂક્યા હતા . હું થોડી વાર પછી પાછો ફર્યો ત્યારે અનુરાગ ઝોકું આવી જતાં બેઠો બેઠો જ બેંચ પર ઝોકું ખાઈ રહ્યો હતો.

' આગે ભી જાનેં ન તું , પીછે ભી જાનેં ના તું ' , ,

તે જ વખતે હું ફિલ્મનું ગીત ગણગણતો વોર્ડમાં દાખલ થયો હતો. મારો અવાજ સુણી અનુરાગની તંદ્રા તૂટી ગઈ હતી. તે આળસ મરડીને બેંચ પરથી ઊભો થઈ ગયો હતો . હું મારી ધૂનમાં મસ્ત ફિલ્મના દ્રશ્યને વાગોળી રહ્યો હતો .

' વક્ત ' ફિલ્મમાં સુનિલ દત્તે હીરોની ભૂમિકા નિભાવી હતી . રાજ કુમારે આ ફિલ્મમાં સમાંતર ભૂમિકા નિભાવી હતી . બંને ભાઈઓ હતા અને બચપણમાં ધરતીકંપ થતાં વિખૂટા પડી ગયા હતા . સુનિલ દત્ત વકીલ હતો જયારે રાજ કુમાર હીરા ચોરીના ધંધા જોડે સંકળાયેલો હતો .. તે ભાવુક તેમજ સંવેદનશીલ હતો . શહેરના નામચીન દાણચોર ચિનોય શેઠ માટે તે બેઈમાનીનો ધંધો કરતો હતો .

તેને માટે રાજ કુમારે ફિલ્મની હિરોઇન મીના ( સાધના ) નો હીરાનો હાર તફડાવી લે છે.. આ હાર તેના પિતાએ ના જન્મદિન નિમિતે ખરીદ્યો હતો . તેની જાણ થતાં રાજા ( રાજ કુમાર ) તેનો હાર પાછો આપવા તેને ઘરે જાય છે , ત્યારે ઘરમાં પાર્ટી ચાલી રહી હ તી . પોતાનો હાર જોઈ મીના ખુશ થઈ જાય છે . તે તરત જ હાર ગળામાં પહેરવાની કોશિશ કરે છે . રાજા તેને હાર પહેરવામાં મદદ કરે છે . તે બદલ મીના તેનો અંતકરણ પૂર્વક પાડ માને છે . રાજા પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી જાય છે . પણ મીના રવિ (સુનિલ દત્ત ) પ્રેમમાં હોય છે . બહુ જલ્દી રાજા અને રવિ ગાઢ મિત્ર બની જાય છે .

મીનાના ઇશારે બંને વચ્ચે મુંબઈ ખંડાલા વચ્ચે કાર રેસ યોજાય છે . રેસ પહેલાં મીના જાહેર કરે છે ..જીતનારને તેની મરજી મુજબ ઇનામ આપશે

રાજા આ રેસ જીતી જાય છે . મીના તેને ઇનામ માંગવાનું કહે છે ત્યારે ' સમય આવે ત્યારે માંગીશ ! ' કહીને રાજા ટાળી જાય છે .

રવિ અને મીના વચ્ચેનું સાંનિધ્ય અને તેમની વચ્ચે પાંગરતો હૉટ રોમાન્સ રાજાની આંખોમાં કણાની માફક ખૂંચવા માંડે છે .

એક નબળી પળે તે રવિની હત્યા કરવા જાય છે . તે જ વખતે એક સચ્ચાઈ તેની આંખો સમક્ષ આવે છે . રવિ બચપણમાં વવિખૂટો પડેલો તેનો માં જણ્યો ભાઈ હતો . તેની જાણ થતાં રાજાનું હૈયું બદલાઈ જાય છે .

રવિ અને મીનાની સગાઈ થવાની હોય છે . ત્યારે તેના વચનની યાદ દેવડાવતા રાજા કહે છે .

" આજે તું બહુ જ ખુશ છે ને ? "

" હાં રાજા સાહેબ ! "

" મૈં આજ અપના ઇનામ માંગ શકતા હું ? "

તેનો સવાલ સુણી પળભર મીનાના ચેહરા પર અણગમાના ભાવો ઉપસી આવે છે છતાં તે માંગવાની અનુમતિ આપે છે .

રાજા તેના માથે મોટપણનો હાથ મૂકી અપીલ કરે છે .

" બસ રવિને એટલી બધી ખુશી આપજે જે આજ સુધી કોઈ પત્ની તેના પતિને આપી શકી નથી . "

આ ફિલ્મનો સર્વ શ્રેષ્ઠ સંવાદ હતો .. જે જોઈને દરેક વખતે મારી આંખોમાં હરખના આંસૂ આવી જતાં હતા .

ફિલ્મના આ જ સીન માટે મેં 'વક્ત ' ફિલ્મ જોવાનો રેકોર્ડ સર્જયો હતો . અને આ જ દ્રશ્યે mne અજાણ પણે ગરિમાની બાબતમાં પોતાની એક પક્ષીય પ્રણય કહાણીને ટ્વિસ્ટ આપવામાં સહાય કરી હતી મેં એક સદગૃહસ્થને છાજે તેવો વ્યવહાર કર્યો હતો . ગરિમાને સન્માન પૂર્વક વિદાય આપી હતી. અન્ય તો ઠીક પણ પોતાના કહેવડાવતા મિત્રો એ મારી કડક આલોચના કરી હતી મને તેની કોઈ જ ચિંતા નહોતી પણ હર કોઈએ મ ને ખલનાયક તરીકે ચીતર્યો હતો .આ વાત હું હજમ કરી શકતો નહોતો . હું હર કોઈ છોકરીની પાછળ પડી જતો હતો . તેના જ કહેવાતા લોકો એ આવી ઇમેજ ઊભી કરી હતી ..

યુવાન છોકરીના માતા પિતા તેમને મારાથી દૂર રહેવાની સૂચના આપતા હતા .. કૉલેજમા પણ મને ઓળખતી છોકરીઓ મારાથી દૂર થતી ગઈ હતી .

0000000000000000 ( ક્રમશ : )

પ્રકરણ -10

મારી આવી હાલત માટે લોકો મારી ફિલ્મ જોવાની આદતને જવાબદાર લેખી રહ્યા હતા .હકીકતમાં મારી આજ આદતે મને તાર્યો હતો .

મેં અવનિ ના પગે પડી માફી માંગી હતી.

મિત્ર ની બહેન રંજીતા પાસે રાખડી બંધાવી હતી.

અને ગરિમાને માથે હાથ મૂકી શપથ લીધા હતા .

છતાં મારી ગણતરી ખલનાયકમાં કરવામાં આવી રહી હતી . આ વાત મારા હૈયામાં ત્રિશૂલ સમી વેદના જગાડી રહી હતી .

ફિલ્મ જોયા બાદ હું પોતાને નૉર્મલ ફીલ કરી રહ્યો હતો . અનુરાગની હાજરીથી અજાણ હું ફિલ્મનો ડાઇલૉગ વાગોળી રહ્યો હતો .

" જિનકે અપને ઘર શીશે કે બને હોતે હૈઁ ,વહ દૂસરોં પર પત્થર ફેંકા નહીં કરતે ચિનોય શેઠ ! "

તે જ વખતે મારી નજર અનુરાગ પર પડી હતી. મેં તરતજ અનુરાગને સવાલ કર્યો હતો.

"કયારે આવ્યો ? "

" અડધોએક કલાક થયો હશે !"

"આઈ એમ સોરી ! "

" શા ને માટે ભઈલા? "

" છેલ્લાં દસ પંદર દિવસોમાં મેં તને ખૂબજ તકલીફ આપી છે ! તારી મિત્રતા , વફાદારી પર પણ સંદેહ કર્યો છે ! એક તું જ તો સાચકલા હીરો જેવો હતો . બાકી બધા તો કાચના ટુકડા સાબિત થયા . "

"હવે પાછલી વાતોને યાદ કરી તારી જાતને દુખી ના કરીશ ! અને ફરીથી નવી રીતે જિંદગી શરૂ કર . અને ફિકર ના કર . તને ગરિમાથી પણ સારી , સુંદર છોકરી મળશે ! "

અનુરાગની વાતો સુણી હું ખૂબજ ભાવુક થઈ ગયો . તેને ગળે લગાડી મેં વાતની શરૂઆત કરી.

" પ્રેમ કોને કહેવાય છે . આ વાત મને ' વક્ત ' ફિલ્મના કથાનકે , રાજ કુમારના પાત્રે સમજાવી દીધી છે . તેને કારણે જ તો હું ગરિમાને બહેન બનાવી સન્માન પૂર્વક વિદાય કરી શક્યો છું . પ્રેમ કરવો એ ગુન્હો નથી . તે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઉંમરે થઈ શકે છે . પ્રેમ સદાય આપતો રહે છે . આ જ તેની ઓળખાણ છે . પણ મોટા ભાગનો પ્રેમ અપેક્ષાની આગમાં ભસ્મીભૂત થઈ , સઘળું તારાજ કરી દે છે . હું ગરિમાને પ્રેમ કરવા લાગ્યો તે મારા હાથની વાત નહોતી . તેની સાથે પ્રેમ થઈ જવો તે વિધિ ની દેન હતી . શાયદ તે મારી કિસ્મત હતી . પણ તેને ક્યા માર્ગે લઈ જવો તે આપણા હાથ ની વાત છે.
મારા હિસાબે તો મેં પ્રેમને સાચા સમયે વળાંક આપ્યો છે . છતાં બદલામાં ખલનાયકનો શિરપાવ હાંસલ કર્યો છે . અનુરાગ શું હું ગરિમાના કેસમાં ખલનાયક હતો ? "

" સત્યમ તું કયારે પણ ખલનાયક નહોતો . તારા સ્કૂલી યારની વાતમાં આવી જઈને કોઈ બીમારીનો શિકાર બની ગયો હતો . આથી જ તને ગરિમાની સગાઈ થઈ ગયાની વાત પર ભરોસો નહોતો . બાકી તારા જેવો સમ્વેદનાથી ભરેલો રહમ દિલ ઇન્સાન ખલનાયક ના હોઈ શકે . જે બીજાને વિના કારણ નુકસાન પહોંચાડે છે , ખરાબ કરે છે , તેને જાણી જોઈને તકલીફ આપે છે , બીજાની ખુશી પર તરાપ મારે છે તેને ખલનાયક કહેવામાં આવે છે ! "

હું નાનો હતો ત્યારે મારા જ બિલ્ડિંગમાં રહેતા , મારી જ જ્ઞાતિ નો જ્યોતિષ વિજ્ઞાન જાણતા હોવાનો દાવો કરતા એક છોકરાએ મારે માટે આગાહી કરી હતી .

તું ખલનાયક બનીશ ! '

મારા માસી પણ સતત હું નૉર્મલ નથી તે વાત મારા દિમાગમાં ઠસાવવાની કોશિશ કરતા હતા .!

બંને મિત્રો વાત કરતા હતા . તે જ વખતે ગીતા બહેન અને ભાવિકા ચા નાસ્તો લઈ વોર્ડમાં દાખલ થયા .

ગરમાગરમ બટાટા વડા જોઈ mara મોઢામાં પાણી આવી ગયું . હું અધીર બની અકરાંતિયાની માફક બટાટા વડા પર તૂટી પડ્યો . તે જોઈ ગીતા બહેને મને લાડથી ઠપકાર્યો :

" આરામથી ખા ને મારા દીકરા ! અત્યારે તારે વળી કઈ ગાડી પકડવાની છે ? "

ગીતા બહેનની ટકોર સુણી મેં ખાવાની ગતિ ઘટાડી દીધી ! અને અનુરાગને પણ બટાટા વડા ખાવાની ઓફર કરી હતી. અને બંને મિત્રો આરામથી બટાટા વડાને ન્યાય આપવા માંડ્યા હતા

આ હાલતમાં પણ લોકોની જલીકટી વાતો મારા કાનમાં હથોડા મારી રહી હતી .

ફિલ્મો જોવાની આદતને કારણે જ તે પરાઈ છોકરીને પરણવાની જીદ લઈ બેઠો હતો . '

મેં આ ટીકાનો જડબાતોડ જવાબ સૂત્રધાર માસીને આપ્યો હતો !

" ફિલ્મમાં સારા નરસા બંને પહલૂને પ્રદર્શિત કરવામાં આવે છે . હવે કઈ ચીજને ગ્રહણ કરવી ? છોડવી એ માનવીના પોતાના હાથોમાં હોય છે ! "

આ સાંભળી માસીની બોબડી બંધ થઈ ગઈ હતી .પણ તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા .તેઓ મને ત્રાસ આપવાની કોઈ તક જતી કરતા નહોતા .

હું ગરિમાને પ્રેમ કરવા લાગ્યો હતો . તે બાબત કોઈ જ પ્રોબ્લેમ નહોતો . પણ પ્રેમને લઈને તેને પામવાની ઝંખના જાગી હતી . જેને કારણે અનેક સમસ્યા ઊભી થઈ હતી . આમાં મારો કોઈ વાંક ગુનો નહોતો . કોઈ માનસિક બીમારીએ મને આવું કરવા વિવશ કર્યો હતો. કોઈ કાળા જાદુએ મારી આવી હાલત કરી હતી.

સાડા સાત વાગ્યે બધા ઘરે જતાં રહ્યા હતા .

અને હું મારા મિત્ર સાથે વાતચીત કરવામાં ગુલતાન બની ગયો હતો . અજાણ પણે મારા હાથે ભૂલ થઈ ગઈ હતી . આ વાતનો મને સતત અફસોસ થતો હતો .

મેં પિતાને સૂચન કરતા કહ્યું હતું .

" પિતાજી ! હું પર્ફેક્ટ્લી ઑલરાઇટ છું . અને ઘરે જવા માંગુ છું .

પણ ?

આગ ભી જાનેં ન તું , પીછે ભી જાનેં ના તું ,

રાતના દસ વાગ્યાના સુમારે હૉસ્પિટલમાં ઊહાપોહ મચી ગયો હતો.

કોઈ તાજી પરણેલી નવી નવેલી દુલ્હનને સ્ટ્રેટ્ચેરમાં ઑપરેશન થિયેટરમાં લાવવામાં આવી હતી . તેની આગળ પાછળ ગૌરવ અને ગરિમાની નાની બહેનને નિહાળી મારા હૈયામાં ફાળ પડી હતી.

તે સ્ત્રી કોણ હતી ? તેની જાણ થતાં હું નાના બાળકની માફક ભાંગી પડ્યો હતો.

ગરિમા મહાબળેશ્વરમાં એક ગમ્ભીર દુર્ઘટનાનો શિકાર બની હતી .

મારા પિતાજી હજી તો ઘરે પહોંચ્યા જ હતા . ત્યાં જ અનુરાગે તેમને સમાચાર આપ્યા હતા અને તેઓ વળતે પગ હૉસ્પિટલમા દોડી આવ્યા હતા . ત્યારે હું મારી જાતને કોસી રહ્યો હતો .

" હે ! ભગવાન ! તેં મારા ગુનાની સજા ગરિમાને શા માટે આપી ? "

મને દુનિયાના સઘળાં અનર્થ માટે જવાબદાર માની લેવાની આદત હતી . ગરિમાનો અકસ્માત કુદરતની મરજી હતી . છતાં હું પોતાની જાતને દોષ આપી રહ્યો હતો .

આ હાલતમાં તેના પિતાજીએ તેને હૈયા ધારણ દીધી હતી !

" બેટા ! તું નાહક બધી વાતમાં તારી જાતને દોષ ના આપ ! "

0000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 11

બરાબર એક વર્ષ બાદ , મારી પડોસની રૂમ , જે મારા માસીની હતી , માં એક ગુજરાતી પરિવાર રહેવા આવ્યું હતું . લલિતા બહેન તેના મુખ્ય સદસ્ય હતા . તે ઓ વિધવા હતા ! તેમના પતિનું ભેદી સંજોગોમાં અવસાન થયું હતું . તેમની ચાર જુવાનજોધ છોકરીઓ હતી . થોડા જ અંતરે તેમના જેઠ જેઠાણી રહેતા હતા .

લલિતા બહેન માંડ ચાર ચોપડી સુધી જ ભણ્યા હતા . પણ મોટા વિધ્વાન હોવાનો સતત દાવો કરતા હતા .

તેમને ઘર ભાડે આપ્યા બાદ માસીએ મારા વિશે તેમને સાબદા કરતા સૂચના આપી હતી .

"તમારા ઘરમાં ચાર ચાર જુવાનજોધ છોકરીઓ છે . તમે સત્યમથી સંભાળજો .તે દરેક છોકરીની પાછળ પડી જાય છે . "

તેમના આગમન પહેલાં મારો એક અન્ય પડોશી આનંદી બહેન તેમજ તેમના પરિવાર સાથે ઘર જેવો નાતો હતો. તેમના સાવકા દીકરા અનિશ અને મારા વચ્ચે ગાઢી દોસ્તી હતી .

લલિતા બહેનના આગમન બાદ થોડા જ દિવસમાં આનંદી બહેનના પતિ સ્વર્ગ ધામ સિધાવી ગયા હતા.

આમ વિધાતાએ તેમને સમદુખિયા બનાવી એકમેકની નિકટ આણી દીધા હતા . બંને આત્મીય જન બની ગયા હતા ..

લલિતા બહેન ગોસિપ ક્વીન હતા . તેમને ગામ પંચાતની બીમારી લાગુ પડી ગઈ હતી . અનિશ તેમને દુનિયા ભરની માહિતી પહોંચાડતો હતો . તે બહાને તેને લલિતા બહેનના ઘરમાં દાખલ થવાનો પરવાનો મળી ગયો હતો .

આનંદી બહેન બહુ જ જલ્દી લલિતા બહેનના રંગમાં રંગાઈ ગયા હતા . બંને મોડી રાત સુધી બહાર ચાલીમાં બેસી દુનિયા ભરની પેટ ભરીને ગોસિપ કરતા હતા . અને બંનેની પીઠ પાછળ તેમના જ સંતાનો ઘરની અંદર રોમાંટિક ખેલ ખેલી રહ્યા હતા . વખત જતાં લલિતા બહેનને તેમની દીકરીના ચાલ ચલણની જાણ થઈ ગઈ હતી . છતાં તેઓ આંખ આડે કાન કરી જતાં હતા . દીકરીઓની ચિંતા ના કરતા તેઓ ગોસિપની બિંદાસ દુકાન ચલાવતા હતા .

તેમની બીજા નંબરની દીકરી સુહાની ઘણી જ આઝાદ તેમજ સ્વછંદી હતી .15/16 વર્ષ સુધી પહોંચતાં જ બે છોકરાઓ સાથે પ્રેમના ચક્કર ચલાવી ચૂકી હતી. આ જ કારણે તેમને ઘર બદલવું પડ્યું હતું.

આટઆટલું થતાં ના જાણે કેમ લલિતાબેન પોતાની દીકરીને કંઈ જ કહી શકતા નહોતા .

હું પણ થોડા જ દિવસોમાં લલિતા બહેનના પરિચય માં આવ્યો હતો . હું બહુ જ જલ્દી તેમને ઓળખી ગયો હતો . તેમણે મારા પર પોતાનો પ્રભાવ જમાવતા ટકોર કરી હતી .

" અધૂરો ઘડો છલકાય ઘણો ! "

આવી ટકોર કરી લલિતા બહેન આવું ઠસાવવા માંગતા હતા . હું ભણ્યો પણ ગણ્યો નથી.

મેં તેમની ટકોરનો જડબા તોડ જવાબ આપ્યો હતો .

" ખાલી ચણો વાગે ઘણો ! "

તેઓ ભણ્યા જ નહોતા . આથી આ ટકોર તેમના કાળજાની આરપાર નીકળી ગઈ હતી .

તેમણે કાન પકડી કહ્યું હતું .

" તું તો ભાઈ ભારે જબરો છે. તને ના પહોંચાય ."

તેમની દીકરી સુહાની તેમની બીજા નંબરની છોકરી હતી તેને નિશાન બનાવી તેઓ હંમેશ એક વાતનું રટણ કરતા હતા :

" બીજા નંબરનું સંતાન વધારે બદમાશ હોય છે . "

એક વાત સતત મને સતત વિચારવા પ્રેરતી હતી .

કંઈ પણ હોય પણ લલિતા બહેન સુહાનીને કદી કંઈ કહેતા નહોતા .

લલિતા બહેનની જેઠાણીના મોઢે મેં એક વાત વાયરલ થતી સુણી હતી .

" સુહાની તેની માતાની હૂબહૂ કૉપી છે . તે માતાના નક્શે કદમ પર ચાલી રહી છે . "

ત્યારે મને આ વાત સમજાઈ નહોતી . છતાં જે સ્પીડથી તે અનિશ જોડે ચાલું થઈ ગઈ હતી તે જોતાં મારા દિલો દિમાગમાં અનેક તર્ક વિતર્ક ખડા થતાં હતા.

અનિશ આઠ ચોપડી માંડ ભણ્યો હતો .તે કંઈ કામ ધંધો પણ કરતો નહોતો . ખરાબ સોબતે ચઢી ગયો હતો . તેની પાસે પૈસા નહોતા .આ હાલતમાં તેને ચોરી કરવાની આદત લાગી ગઈ હતી . છતાં પણ લલિતા બહેન mara કરતા તેને વધારે માનતા હતા . આ જ તેમની બુદ્ધિમતા તેમ જ સોચનું પ્રમાણપત્ર હતું .

દિવસો પસાર થતાં હું તેમની મોટી દીકરી નિરાલી ના પરિચયમા આવ્યો હતો . અમને ભેગા કરવામાં ભાવિકાએ અહમ ભૂમિકા નિભાવી હતી .

તે ફર્સ્ટ ઈયર આર્ટસમાં અભ્યાસ કરતી હતી . તે પણ એ જ કૉલેજમાં અભ્યાસ કરતી હતા જ્યાંથી મેં બી એ પાસ કર્યું હતું.

સામાન્ય વાતચીતનો દોર મુલાકાતોમાં પલટાયો હતો . બંને હોટેલમાં જતાં આવતા હતા . ચા નાસ્તો પણ કરતા હતા .

હેંગિગ ગાર્ડનની ઝાડી માં સમય વિતાવતા હતા.

ત્યાં પણ સલામતી નહોતી.

જુવાન લોકો ને ભટકાવવા માટે દલાલો આસપાસ ઘૂમ્યા કરતાં હતા.

અમે ઝાડી ની પાછળ રોમાન્સ કરી રહ્યાં હતા.

ત્યારે એક શખ્સ અમારી પાસે આવ્યો હતો.

" આપ કો રૂમ મંગતા હૈં ક્યા ? "

મને પણ શું સૂઝયું. મેં ડોકું હલાવી હા કહી દીધી.

અને અમે તેની પાછળ ચાલવા માંડ્યા.

તે અમને એક ગેરેજ પાસે લઈ ગયો.

પણ તે અંદરથી બંધ હતું.

અંદર કોઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.

તે અમને બીજે જગ્યા અપાવવા તૈયાર હતો.

તે પૈસા માટે જ આવા ત્રાગા કરી રહ્યો હતો.

છતાં તેણે અમારી સામે નાટક જારી કર્યું હતું.

" હું જુવાન છોકરા છોકરી ની ખુશી માટે આવું કરૂં છું. મને પૈસા ની કોઈ લાલચ નથી. "

તેની વાતનું સમર્થન આપતા તેણે પોતાની ટોપી કાઢી હતી.

તેની અંદર નોટો ની થોકડી હતી.

તેણે ગજવામાં થી પાકિટ કાઢ્યું હતું.

તે પણ નોટો થી ભરેલું હતુ.

રોજ તે કેટલા અમારા જેવા નવલોહિયા ને ગુમરાહ કરી પૈસા કમાતો હતો.

અમે તેની પાછળ જઈ રહ્યાં હતા.

સામેથી કાનૂનનો સંરક્ષક આવી રહ્યો હતો.

તેણે શખ્સ ને ઈશારો કર્યો હતો.

" આજ કુછ નહીં હૈં. " કહી તે અમને ઉપર ગાર્ડનમાં લઈ ગયો હતો. ત્યાં કોઈ જ નહોતું.

ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો.

તેણે ઈશારો કરી અંદર મોકલ્યા હતા.

તે વખતે કામદેવ મારા પર હાવિ થઈ ગયો હતો. મેં નિરાલી ને પડખામાં લઈ ચૂમવા નો પ્રયાસ કર્યો હતો.

તે વખતે બે ત્રણ અજાણ્યા શખ્સ અમારી પાસે આવ્યા હતા. અને અમે અટકી ગયા હતા.

તેમણે અમને સારો હવાલો આપ્યો હતો.

અને અમે ત્યાં થી નીકળી ગયા હતા.

000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 12

ત્યાર બાદ અમે મળવાની જગ્યા બદલી નાખી હતી.

અમે હોટલની ફેમિલી રૂમમાં મળતા હતા.

ફિલ્મ થિએટર માં જતાં હતા.

અને શક્ય રોમાન્સ કરતાં હતા.

બીજી તરફ સુહાની અને અનિશ વચ્ચેનો રોમાન્સ જેટ સ્પીડે આગળ ધપી રહ્યો હતો.

તેઓ નિરંતર આ વિસ્તાર માં જતાં હતા. તેમને માટે મોટો ખતરો હતો. પણ અમારી વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી. આથી હું તેમને આગાઝ કરી શક્યો નહોતો.

અમે લોકો નિયમિત મળતા હતા. લગ્ન પહેલા ત્રીસ થી અધિક ફિલ્મો જોઈ હતી. પણ લલિતા બહેનને તેની કોઈ જાણ નહોતી. સુહાની જાણતી હતી. પણ તે અમારી નૈયાની મુસાફર હતી. તેથી ચૂપ રહી હતી.

ધુળેટીના દિવસે અનિશે પોતાની નાદાનીનો પરચો આપતા હોબાળો મચાવી દીધો હતો.

તે દિવસે બધા હોળી રમી રહ્યાં હતા . એકમેકને રંગ લગાડતા હતા . ભાવિકા અને નિરાલી પણ હોળી ખેલી રહ્યાં હતા . હું સાઇડમાં ઊભો રહી તેમની રમત નિહાળી રહ્યો હતો . મેં હોળી રમવાનું બંધ કરી દીધું હતું. તે વાત થી અજાણ સુહાનીએ આવીને મને રંગ લગાડ્યો હતો

.તે જોઈ અનિશે નિરાલી ને રંગ લગાડવાની કોશિશ કરી હતી પણ મારે લીધે તેણે રંગ લગાડવાની ના પાડી દીધી હતી . આથી અનિશ ને માઠું લાગી ગયું હતું . તેણે જઈને લલિતા બહેનને ફરિયાદ કરી હતી .

" નિરાલી સત્યમ ભાઈને રંગ લગાડવા દે છે . પણ મને ના પાડે છે. "

કંઈ પણ જાણ્યા સમજ્યા વગર લલિતા બહેને નિરાલીને પોતાની પાસે બોલાવી ખખડાવી નાખી હતી . તેણે આવી ને મને વાત કરી હતી .

મેં અનિશ ને માત્ર સવાલ જ કર્યો હતો .' તેં મને નિરાલીને રંગ લગાડતા જોયો હતો .?'

તેણે આવી પરિસ્થિતિની કલ્પના કરી નહોતી . મારો સવાલ સુણી તે ફફડી ઊઠ્યો હતો . અને એલફેલ વાતો કરવા માંડ્યો હતો . આ હાલતમાં મેં ગુસ્સામાં તેના પર હાથ ઉપાડ્યો હતો અને વાત વણસી ગઈ હતી .

ખબર પડતાં તેના મામા ઘટના સ્થળે દોડી આવ્યા હતા . લલિતા બહેને આ મામલાની કમાન સંભાળી હતી . તેમના રિપોર્ટને આધારે કંઈ પણ જાણ્યા સમજ્યા વગર તેમણે મને ખખડાવતા સવાલ કર્યો હતો .

" તારી દાદાગીરી વધતી ચાલી છે . "

તેઓ મને સારી રીતે જાણતા હતા છતાં એક પક્ષીય વાત સાંભળી તેમણે મને ઉશ્કેરવાની ગુસ્તાખી કરી હતી . તેમના વર્તને હું આગ બબૂલો થઈ ગયો હતો . મેં ગુસ્સામાં તેના મામાની કફની ફાડી નાખી હતી . તે જોઈ લલિતા બહેને આગમાં તેલ છિડકતા કહ્યું હતું .

" તમે તેને શા માટે બોલાવો છો ? તે તો દિમાગનો ચસ્કેલ છે ! "

આ સાંભળી મેં તેમનું મોઢું તોડી લીધું હતું .'

" તમે કાચા કાનના છો . પોતાની દીકરી કરતા તમને પારકામાં વધારે વિશ્વાસ છે ! "

આ સાંભળી લલિતા બહેનની બોબડી બંધ થઈ ગઈ હતી .

ત્યાર બાદ ખાસ્સા સમય સુધી લલિતા બહેન અને mari વચ્ચે અબોલા થઈ ગયા હતા . છતાં નિરાલી અને હું નિર્ભર બની એક્મેકને મળતા હતા . ફરવા જતાં હતા , સિનેમા પણ જોવા જતાં હતા .

તે દરમિયાન નિરાલીએ તેની માતા વિશે વાત કરી હતી .

મેં મારી મા ને અનેક વાર અમારા જૂના પડોશી સાથે કઢંગી હાલતમાં નિહાળી છે . '

હું એક જમાનામાં હોળી ખેલતો હતો . છતાં તે દ્વારા થતો અતિરેક હું ઝીરવી શકતો નહોતો .

એક ઘટના હું વિસરી શકતો નહોતો .

હોળીના દિવસે બિલ્ડિંગના બધા છોકરા હોળી ખેલી રહ્યાં હતા . . કૌશિક હોળી ખેલતો નiહોતો . આ કારણે તે ઘરની બહાર નીકળ્યો નહોતો !

હોળીની રમત સામન્યતઃ બપોરના બે વાગ્યે પૂરી થઈ જતી હોય છે .

પાંચ વાગી ગયા હતા અને કૌશિક મારા ઘરમાં બેઠો હતો .

તે જ વખતે બિલ્ડિંગના છોકરાઓ મારા ghrmaઘૂસી ગયા હતા . તેમણે કૌશિકને જબરદસ્તી રંગ લગાડ્યો હતો આટલું જ નહીં પણ ઘરને નુકસાન પહોંચાડ્યું હતું . આ હાલતમાં મારા પિતાજી પણ ગુસ્સે થઈ ગયા હતા જેને કારણે બહુ જ મોટો બબાલ ખડો થયો હતો .

હોળીના નામે થતાં ધતિંગને કારણે મારા હૈયામાં હોળી ની રમત પ્રત્યે વૈરાગ્ય જાગ્યો હતો.

છતાં એક વાર મેં અવનિને રંગ લગાડ્યો હતો . આ વાત મારી જિંદગી નું મીઠું સંભારણું બની ગયું હતું..

લલિતા બહેન સાથે વાતચીતનો પણ વ્યવહાર નહોતો . હું અને નિરાલી સત્વરે લગ્ન કરવા માંગતા હતા . પણ નિરાલીએ 18 વર્ષ પૂરા કર્યા નહોતા . આ હાલતમાં અમારે રાહ જોયા વગર છૂટકો નહોતો .

મેં મારા પિતાજીને વાત કરી દીધી હતી . તેઓ આ લગ્ન માટે તૈયાર હતા .

હું સત્યમ લગ્ન માટે લલિતા બહેનની અનુમતિ લેવા માંગતો હતો . ત્યારે મારા પિતાએ મને રોક્યો હતો . ખુદ નિરાલી પણ તેની માતાને વાત કરી પોતાના પગ પર કુહાડી મારવા માંગતી નહોતી .

નિરાલીની કોલેજ તરફથી ફિલ્મ ' સરસ્વતીચંદ્ર ' ફિલ્મનો વિશેષ શો આયોજિત કરવામાં આવ્યો હતો . તેના બધા જ મિત્રો આ ફિલ્મ જોવા જવાના હતા . મેં નિરાલી પાસે બે ટિકિટ મંગાવી હતી .

ફિલ્મ જોવા જતી વખતે નિરાલીએ મારી સમક્ષ પોતાનો સંદેહ જાહેર કરતા કહ્યું હતું .

" મારા ઘરમાં ખબર પડી ગઈ લાગે છે . આપણે બંને ફિલ્મ જોવા જવાના છીએ. તેઓ જરૂર કોઈને જાસૂસી કરવા મોકલશે. "

હવે તે કોણ હોઈ શકે?

તેનો જૂનો પડોશી...

તે મને સારી રીતે ઓળખતો હતો.

આથી મેં તેને નિર્ભય રહેવાની સલાહ આપી હતી.

અને એવું કાંઈ જ બન્યું નહોતું.

શો છૂટવાને ટાણે દેરાણી જેઠાણી ગલી ના નાકે આવી ને ઉભા રહી ગયા.

હું મારા બે મિત્રો સાથે નિરાલીને લઈ ટેક્ષીમાં ગલીના નાકે ઉતર્યો ત્યારે બંને દીકરી ની રાહ જોતાં ઉભા હતા .

નિરાલીએ ખુલાસો કર્યો હતો .

" તેઓ ટેક્ષીમાં આવી રહ્યાં હતા . તેમણે મને લિtફ્ટ આપી હતી . અને હું તેમની સાથે આવી ગઈ . "

અને અહીં જ વાત પર પડદો પડી ગયો હતો .

લલિતા બહેનને બોલવાનો કોઈ મોકો બચ્યો નહોતો .

હું નિરાલીની એક સહિયરને ઓળખતો હતો .

બંને એક વાર તેના આમંત્રણને માન આપી તેના ઘરે પણ ગયા હતા .

તે સહિયર એક વાર નિરાલીના ઘરે આવી હતી . મેં તેને ઘરમાં બોલાવી હતી . બધા રસોડામાં બેસી વાતચીત કરતા હતા . ભાવિકા અને ગીતા બહેન પણ ઘરમાં હતા .

નિરાલીની સહિયર મારા ઘરમાં હતી . તે જાણી લલિતા બહેન મારા ઘરે દોડી આવ્યા હતા . તેમની બૉડી લેંગ્વેજ તેમનો અણગમો જાહેર કરી રહી હતી . તેઓ કોઈ બહાનું કાઢી નિરાલીને ઘરે લઈ ગયા હતા . તેમની પાછળ નિરાલીની સહિયર પણ તેમના ઘરે જતી રહી હતી .

તેના ગયા બાદ લલિતા બહેને દીકરાની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી .

' તને તો ખબર છે . સત્યમના લખણ કેવા છે . તારી બહેનપણીને ત્યાં લઈ જવાની શી જરૂર હતી ? '

તે છતાં રાતના કંઈ શીખવાને બહાને તે મારી પાસે આવી હતી . બંને બહાર ચાલીમાં બેઠા હતા . તે જાણી લલિતા બહેન ગુસ્સો કરી નિરાલીને ને ઘરમાં લઈ ગયા હતા .

એટલું નહીં મને ભાંડવા લાગ્યા હતા .

તેમણે મને ' લુચ્ચો ' કહ્યો હતો . આ સુણી મારૂં લોહી ઊકળી આવ્યું હતું . મેં મોટ મોટે અવાજે લલિતા બહેનને ભાંડતા ' રાંડની ઉપાધિ આપી હતી .

0000000000000 ( ક્રમશ : )

પ્રકરણ -13

વાત આગળ વધી જતાં લલિતા બહેનના મોતિયા મરી ગયા હતા . તેમણે મારી સમક્ષ પોતાની દીકરીના જૂઠા સૌગંધ ખાઈ કહ્યું હતું.

" મેં તને લુચ્ચો કહ્યો જ નથી . "

તેમના આવા જૂઠાણાથી મારો ગુસ્સો બેકાબૂ બની ગયો હતો. મને શાંત પાડવાનો કોઈ રસ્તો નહોતો . આ હાલતમાં લલિતા બહેને એક રાજકિય નેતાની અદાથી મારા પિતાજીની માફી માંગી હતી . અને બીજે દિવસે પલટી મારી હતી .

" મેં તમારા દીકરાનl ગુસ્સાને શાંન્ત કરવાં જ માફી માંગી હતી . બાકી મેં તેને લુચ્ચો કહ્યો જ નથી. "

ત્યાર પછી તો બધું જ ખતમ થઈ ગયું હતું. તેમના આવા વર્તને તેમના મહત્તમ અધિકાર પર તરાપ મારી હતી.

હવે તેમને કહેવાની કોઈ જરૂર નહોતી.

નિરાલીને અઢાર વર્ષ પૂરા થતાં જ અમે કોર્ટમાં લગ્ન રજીસ્ટર કરાવી લીધા હતા.

ત્યાર બાદ જાગરણ ના દિવસે લલિતા બહેને gcમને પણ આમંત્રણ આપ્યું હતું. હું આખી રાત તેમના ઘરે હતો . છતાં બીજે દિવસે અમારા લગ્ન વિશે કોઈ ભનક આવવા દીધી નહોતી.

મારા લગ્ન વિશે ભાવિકા ને કોઈ જાણ નહોતી કરી.

અને સવારે દસ વાગ્યે અમે આર્ય સમાજ હોલમાં પહોંચી ગયા હતા. અને મારા સઘળા સંબંધીની હાજરીમાં અમે લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા.

લગ્ન બાદ એક કર્તવ્ય માનીને મારા પિતાજીએ લલિતા બહેનને ફોન પર લગ્નની જાણ કરી હતી . દીકરીને આશીર્વાદ આપવા નોતર્યા હતા .

થોડી વારમાં લલિતા બહેન જેઠાણી શોભા બહેન અને ઘર ઘાટીને લઈ હૉલમાં દાખલ થયા હતા .તેમણે આવતા વેંત જ મારા પિતાજી જોડે વાક યુદ્ધ શરૂ કરી દીધું હતું.

" તમારા ધોળામાં ધૂળ પડી .તમારા ગાંડયા દીકરાને મારી દીકરીને ભોળવી પરાણે તેના ગળે બાંધી દીધી ! "

તેમને શું જવાબ આપવો . તે અંગે મારા પિતાજી અવઢવ અનુભવી રહ્યાં હતા !

તેઓ કંઈ જવાબ આપે તેં પહેલાં તેમનો ઘર ઘાટી શમ્ભુ ઘરવાળાની સ્ટાઇલ માં તાડૂકી ઊઠ્યો હતો.

" આ તમે શું કર્યું ? "

મેં તેને બાજુ રહેવાનું કહી સાફ ચોપડાવી દીધું હતું.

" તું કોણ છે ? હું તને નથી ઓળખતો ! "

તેની વાત સુણી શમ્ભુએ તેને ધમકી આપી દીધી હતી.

તેના તેવર નિહાળી આર્ય સમાજના લોકો પણ ખફા થઈ ગયા હતા. તેમણે મને અને નિરાલીને સલામત એક બાજુ બેસાડી દઈ શંભુને મેથી પાક જમાડ્યો હતો .

તેં વખતે મારા એક સંબંધી એડવોકેટ ત્યાં હાજર હતા . તેમણે મને ધરપત આપી હતી .

"તું ફિકર ના કરીશ ..રસ્તામા કોઈ અન્ય પણ તને હાથ લગાવશે તો આપણે શંભુને જેલ ભેગો કરી દઈશું ! "

તે જ વખતે શોભા બહેન પોતાની ભત્રીજી પાસે આવ્યા ..તેમને જોઈ મેં સાફ શબ્દોમાં વાત કરી હતી.

" તમારી ભત્રીજી તમારી સામે બેઠી છે .તમે એને પૂછો . તેના પર કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું છે ? અગર તે કહે કે તેના પર જબરદસ્તી કરવામાં આવી છે ? તેને કોઈ ધમકી આપવામાં આવી છે ? અગર તે હા પાડે તો તમે એને ઘરે લઈ જજો.. હજી બહાર કોઈ ને લગ્નની જાણ નથી. હું પણ લગ્ન વિશે ભૂલી જઈશ. "

મારા હર એક શબ્દમાં સચ્ચાઈનો રણકો સાફ સંભળાઈ રહ્યો હતો . તેઓ મૂક , ખામોશ હતા . તેમની બૉડી લેંગ્વેજ કહી રહી હતી . તેમને મારી વાતમાં પૂરો ભરોસો હતો . તેઓ પોતાની દેરાણી અને ઘાટીને લઈ હૉલમાંથી જતાં રહ્યાં હતા .

બે ચાર દિવસમાં લલિતા બહેનની સાન ઠેકાણે આવી ગઈ . સમજમાં પોતાની શાખ બનાવવાની કોશિશમાં લગ્ન બદલ સત્કાર સમારોહ યોજવા તૈયાર થઈ ગયા હતા . સમારોહમાં પણ લલિતા બહેને પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું હતું . પોતાના જમાઇને બદલે તેમણે બધાની વચ્ચે પોતાના જમાઈને અવગણી અનિશ ને પોતાના હાથે આઈસ્કીમ ખવડાવ્યો હતો .

બંને બાજુમાં રહેતા હતા છતાં સલામતી ખાતર તેઓ એક સંબંધી ના ખાલી ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં હતા .

લગ્ન બાદ મારો અભ્યાસ જારી હતો .

થોડા જા દિવસમાં નિરાલીએ મને સમાચાર આપ્યા હતા . હું બાપ બનવાનો હતો આ ખ્યાલે હવામાં ઊડવા લાગ્યો હતો .

ઉનાળાની રજામાં તેની પ્રસૂતિ ! થવાની હતી . તેના થોડા દિવસ અગાઉ શોભા બહેને મને આમંત્રણ આપતા કહ્યું હતું .

" અમે લોકો બે દિવસ પછી મહાબળેશ્વર જઈ રહ્યા છીએ તો તમે પણ અમારી સાથે ચાલો . "

નિરાલી તો સાથે જઈ શકે તેમ નહોતી . તેને મૂકીને હું એકલો જવા માંગતો નહોતો . હું પરીક્ષા આપીને ઘરમાં થાકને કારણે આરામ કરવા માંગતો હતો . પણ નિરાલી અને મારા માતા પિતાએ સામે ચાલીને મને મહાબળેશ્વર મોકલ્યો હતો .

"અમે અહીં નિરાલી સાથે છીયે . તું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ફરી આવ . તારો થાક ઉતારી આવ ."

અને હું નચિંત થઈ મારા સાસર સમૂહ પજોડે મહાબળેશ્વર ઊપડી ગયો હતો.

00000000000 ( ક્રમશ :)

પ્રકરણ -14

રાતના દસેક વાગ્યાના સુમારે લક્શરી બસમાં અમે મહાબળેશ્વર માટે નીકળ્યા હતા .

પણ ના જાણે કેમ અતીત મારો કેડો મૂકતો નહોતો . જે ચીજથી હું દૂર રહેવાની કોશિશ કરતો હતો તે જ વસ્તુ યેનકેન પ્રકારેણ સામે આવીને ઊભી રહી જતી હતી .શોભા બહેનના નિમંત્રણને માન આપી મહાબળેશ્વર ગયો હતો .

ત્યાં પહોંચતા જ મારો અતીત આળસ મરડીને બેઠો થઈ ગયો હતો. અહીં જ ગરિમા સાથે ગંભીર અકસ્માત થયો હતો અને તેને હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું .આ એક દુર્ઘટના હતી . ઈશ્વરની મરજી હતી છતાં ન જાણે કેમ હું મારી જાતને દોષિત ગણતો હતો .

મેં ક્યાંક વાંચ્યું હતું . નઠારા વિચારોના હમેશા ધાડા માં જ આવે છે . બસ આ જ વાત મારા અંતરના પેટાળમાં ઘર કરી ગઈ હતી . .અમુક નબળી ક્ષણોમાં તેણે મેં ગરિમા વિશે દુષ્ટ વિચારોકર્યા હતા . તેનાં પરિણામ સ્વરૂપ ભગવાને ગરિમાને આવી સજા કરી હતી .

હર કોઈ મને સમજાવવા મથતું હતું . પણ હું કોઈની વાત કાને ધરવા તૈયાર નહોતો .

ગરિમાની યાદે મારા ચેહરા પર ઉદાસીના ઓળા પથરાઈ ગયા હતા.

મારી બૉડી લેંગ્વેજ નિહાળી સુહાની પણ છોભીલી પડી ગઈ . તેણે મારો હાથ ઝાલી ભાવુક મુદ્રામાં સવાલ કર્યો હતો :

" જીજુ ! એકાએક તમારો ચેહરો કેમ ફીકો પડી ગયો ? "

મેં ' કંઈ નહીં ' કહી મારી સાળી ને ટાળવાની કોશિશ કરી . પણ તેની આંખોમાં એક આપ્તજન જેવી ચિંતા ડોકાતી નિહાળી મેં આશ્વસ્ત કરતા કહ્યું હતું.

" હું તને બધી જ વાત કરીશ ! "

બે દિવસ બાદ રાતનું ખાણું પતાવી બંને ગેસ્ટ હાઉસના ગાર્ડેનમાં બેઠા હતા ત્યારે મેં મારી દાસ્તાને ઇશ્ક -3 સુહાનીને બયાન કરી હતી.

મારી કહાણી સુણી સુહાની અત્યંત પ્રભાવિત થઈ ગઈ હતી.

" જીજુ!, તમે તો ખરેખર ભગવાનનું માણસ છો . "

" તું જ પ્રથમ વ્યક્તિ છે જેણે મારા દિલની વાત જાણવાની સમજવાની કોશિશ કરી છે .બાકી આ દુનિયાના માણસો તો મને નઠારો માણસ માને છે . "

" આપણે સાચા અને સાચા હોઈએ તો લોકો શું કહે છે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી . જે સાચા અને સારા છે તેઓ અન્ય જલીકટી વાતો કરતા નથી . "

" સુહાની તું તો એક વિધ્વાન જેવી વાતો કરે છે !

" નહીં જીજુ ! હું તો તદ્દનસામન્ય કક્ષાની છું દુનિયાદારીના નામે શૂન્ય છું . થોડા દિવસ પહેલાં મેં એક નૉવેલમાં આ વાત વાંચી હતી ."

બાર દિવસના સહવાસમાં અમે એકમેકની ખૂબ જ નિકટ આવી ગયાં હતા . તેઓ વધારે સમય એકમેકની જોડે રહેતા હતા. સહપરિવાર બહાર ફરવા જવાનું , ફિલ્મો જોવાનું પણ થતું હતું . એક વાર હું સુહાની અને અન્ય સાળીઓને લઈ ફિલ્મ જોવા ગયો હતો. તે જ વખતે નિરાલીએ પુત્રને જન્મ આપ્યો હતો . ત્યારે કોઇને આ વાતની જાણ નહોતી .

તે જ રાત્રે બધા જમી પરવારીને ગાઢ નીંદરમાં પોઢી રહ્યા હતા . લગભગ બે વાગ્યાના સુમારે ગેસ્ટ હાઉસના મેનેજરે મારા નામની બૂમ પાડતા સમાચાર આપ્યા હતા .

" મિ . સત્યમ આપનો ટેલિગ્રામ આવ્યો છે ! "

બુમ સાંભળી હું તરત જાગી ગયો હતો ., અને આંખો ચોળતા ચોળતા ઓફિસે દોડી ગયો હતો .. મારી પાછળ સુહાની પણ દોડી આવી હતી . તાર કોઈ શુભ સમાચાર લઈને આવ્યો હતો . તે ખ્યાલ માત્રથી મારા હ્રદયની ધડકન તેજ થઈ ગઈ હતી .

સુહાની એ કુળદીપકને જન્મ આપ્યો હતો .

તે જાણી સાળી બનેવી હરખ વિભોર બની ગયાં હતા .

બંનેએ એકમેક ને વારાફરતી અભિનંદન આપ્યા હતા .

" અભિનંદન માસી ! "

" અભિનંદન પાપા ! "

બંનેએ હાથ પણ મિલાવ્યા હતા .

થોડા દિવસ પહેલાં મેં એક પેરોડી બનાવીને મારી સાળી સુહાનીને સુણાવી હતી .

' આ જા બાબા મૈં હું બાપ તેરા ,
વલ્લહ વલ્લહ ઈંતેજાર તેરા ,,
આ જા હો બાબા , બાબા હો આ જા

સાંભળીને સુહાની ખિલખિલાટ હસી પડી હતી .

તેને યાદ કરીને મેં પેરોડી દોહરાવી હતી ..

અને તેને સુણીને સુહાનીએ મારી ટેલેંટની સરાહના કરી હતી .

કુલદીપના આગમને ગેસ્ટ હાઉસનું વાતવરણ ખુશ મિજાજ બની ગયું હતું .

ઘરના અન્ય સભ્યોએ પણ મને વધાઈ આપી હતી .

હું આ તબકકે દઢ પણે માનવા પ્રેરાયો હતો.

" મારા દીકરાનો ચેહરો મારા જેવો જ હશે ."

તે સુણી સુહાનીએ કોલર ઊંચા કરી પોતાના જીજુ ની વાતનો અનાદર કરતા પોતાનો કક્કો ખરો કરવાની કોશિશ કરી હતી .

" જાવ જાવ હવે મારો ભાણેજ મારી બહેન જેવો જ હશે . "

આ મુદ્દે બંને વચ્ચે મીઠી રકઝક જારી હતી .

તે જ વખતે બીજો તાર આવ્યો હતો . વાંચી બધાના શ્વાસ અદ્ધર થઈ ગયાં હતા .

" શોભા બહેન અને સત્યમને તરત જ મુંબઈ રવાના કરો . નિરાલીની તબિયત સારી નથી . "

પહેલો તાર ખુશી સંદેશો લાવ્યો હતો .

નિરાલીએ પુત્ર રત્નને જન્મ આપ્યો હતો . બંનેનીતબિયત સારી છે.

જયારે બીજો ? નિરાલીની બગડેલી હાલતનો સંદેશ આપી રહ્યો હતો તેનો એક જ અર્થ નીકળતો હતો . નિરાલીની તબિયત પ્રસુતિ બાદ બગડી આવી હતી . તેને શું થયું હશે ? એક જ સવાલ દરેકના હોઠો પર હતો .

તે વખતે મારી આંખો સામે ફિલ્મ ' અનુપમા ' નો કિસ્સો નર્તન કરી રહ્યો હતો . આ ફિલ્મમાં પ્રસુતિ બાદ કંઈ કોમ્પ્લીકેશન થતાં એક જનેતાના મોતની વાત હતી . તેને યાદ કરી હું અસ્વસ્થ થઈ ગયો હતો ! મારા દિમાગમાં અશુભ વિચારોની વણથંભી વણજાર શરૂ થઈ ગઈ હતી .

સવારના આઠ વાગ્યે શોભા બહેનની નણંદનો દીકરો હસમુખ મહાબળેશ્વર આવ્યો હતો . તેણે સબ સલામતનો સંદેશ આપ્યો હતો અને ઘરમાં બધાના જીવ હેઠા બેઠા હતા !

પોસ્ટલ ખાતાની લાપરવાહીને કારણે આવી હાલત નિર્માણ થઈ હતી .નિરાલીને લેબર પૈન ને કારણે હૉસ્પિટલમાં લઈ ગયાં બાદ મારા પિતાજીએ તાર કર્યો હતો .

નિરાલીની તબિયત સારી નથી . શોભા બહેન અને સત્યમને તરતજ મુંબઈ રવાના કરો .

હું પોતાની રચનાને જોવા મળવા તેને ગોદમાં લઈ રમાડવા ઉપરતળે થઈ રહ્યો હતો . નિરાલીએ હસમુખ મારફત સંદેશો મોકલ્યો હતો .

' અહીં બધું જ હેમખેમ છે અને ચિંતાને કોઈ અવકાશ નથી . તમે નિરાંતે હરી ફરી મોજ માણી આવજો . '

000000000

હસમુખના આગમન બાદ જીજુ સાળીનો વિવાદ શમ્યો હતો . કુળ દીપક માતાની સૂરત પર ગયો હતો ..પોતાનો તર્ક સાચો પડતાં સુહાનીએ ગર્વિષ્ઠ અદામાં પોતાના જીજુને કહ્યું હતું ..

" જોયુંને જીજુ મારી વાત સાચી પડી ને ? "

મેં ખુશ થઈ તેની પીઠ થાબડી તેને શાબાશી આપી હતી

ક્ષિતિજ અને સુહાની લગભગ એક જ સમયે મારી જિંદગીમાં દાખલ થયાં હતા . આ જ કારણે બંને મને ખૂબ જ અદકા લાગતા હતા . આ બદલ મેં ઈશ્વરનો પાડ માન્યો હતો .

શોભા બહેનનું નિજનું કોઈ સંતાન નહોતું . આ હાલતમાં તેમણે દેરાણીની ત્રીજા નંબરની છોકરી તૃષાલી ને દત્તક લીધી હતી લલિતા બહેને સંપતિ ની લાલચમાં દીકરીનો રીતસર સોદો કરી લીધો હતો . આટલું જ નહીં પણ તેને મળેલા પૈસા પણ પોતાના અંકે કરી લીધા હતા.

શોભા બહેને તેની દેખભાળમાં કોઈ કસર છોડી નહોતી . છતાં માં દીકરી તેમને ખૂબ ટોર્ચર કરતા હતા

00000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 15

મહાબળેશ્વરથી પાછા ફરતાં હું સુહાની સાથે ગાળેલી પળોને યાદ કરી રહ્યો હતો .

આગલી રાતે તેણે સુહાની સમક્ષ ખૂબ થાકી ગયાંની ફરિયાદ કરી હતી. ત્યારે તેણે ઉમળકાભેર પોતાના જીજુના પગ દબાવી આપ્યા હતા . આ બદલ સત્યમે અહોભાવની લાગણી અનુભવી હતી . તેણે સુહાનીનો પાડ માન્યો હતો

મહાબળેશ્વરમાં પહાડ ચઢતી વખતે મારી બે સાળીઓએ હાથ પકડી મને ચઢવામાં મદદ કરી હતી . એ દ્રશ્ય સતત ફિલ્મની પટ્ટીની માફક મારી આંખો સામે નર્તન કરી રહ્યું હતું . સુહાનીના આવા વ્યવહારમાં મને સાચુકલી લાગણીના દર્શન થયા હતા.

બીજું દ્રશ્ય પણ હું વિસરી શકતો નહોતો . મેં ભાવુક થઈ સુહાનીના માથે રૂમાલ બાંધ્યો હતો . આ વાત પણ મને આનંદ આપતી હતી

મુંબઈ પહોંચીને સર્વં પ્રથમ મારા સર્જનનો ચેહરો નિહાળ્યો હતો . તેને ખોળામાં લઈ રમાડયો હતો . તેને ચુંબનો થી નવડાવી દીધો હતો .

થોડા દિવસ બાદ સુહાની હસમુખ સાથે મુંબઈ પાછી ફરી હતી

તે જોઈ મેં અચરજની લાગણી અનુભવી હતી.

સુહાનીને મળવાનો આનંદ હસમુખે ઝૂંટવી લીધો હતો .

એવી તે શી ઉતાવળ આવી ગઈ? જેને લઈને તે હસમુખ સાથે આવી હતી ..હસમુખ એક પરિણીત વ્યક્તિ હતો . આ હાલતમાં એક જુવાન જોધ છોકરી તેની સાથે આવે આ વાત મારા ના ગળે ઊતરી નહોતી . મારા સાસુબાએ કઈ રીતે તેને પરવાનગી આપી હતી? અને સુહાની ને પણ મુંબઈ આવવાની શી અધીરાઈ હતી?!

હસમુખની પત્ની દેશમાં રહેતી હતી . આ જ કારણે મને તેની નિયત વિશે સંદેહ જાગતો હતો . તેને વિશે લલિતા બહેને કહેલી વાતમાં તથ્ય હતું . .તે એક મૌકા પરસ્ત ઇન્સાન હતો. આ વાતનો ખુદ તેણે પણ એકરાર કર્યો હતો .

ન જાણે કેમ હું સતત સુહાનીના વિચારોમાં ખોવાયેલ રહેતો હતો. તેની સાથેના સંબંધ ને હું અદભૂત બનાવવા માંગતો હતો . પણ તે હસમુખની પાછળ દોટ લગાવી રહી હતી . તેણે મા દીકરી અને ઘરના સભ્યો પર અનેરુ કામણ કર્યું હતું .

0000000000

મહાબળેશ્વરમાં મારો આખરી દિવસ હતો . મારી આંખો વિદાય લઈ રહેલ દીકરીના બાબુલ જેવી હતી . એક આંખ હસતી હતી અને બીજી રડતી હતી !

સુહાનીનો સાથ છોડવાનો મને વસવસો થઈ રહ્યો હતો . સાથો સાથ મારા સર્જનમે મળવાનો આનંદ પણ ઝળકતો હતો .

તે દિવસે અમે બધા બસમાં પોઇન્ટ્સ જોવા સવારથી જ નીકળી ગયા હતા .ખુશી ઉલ્લાસનું વાતવરણ હતું . હસમુખ પણ અમારી સાથે હતો . તેની પાસે નોન વેજ જોક્સનો ભરપૂર ખજાનો હતો ..બપોર સુધીનો સમય અત્યંત રસપ્રદ તેમજ આનંદમય રહ્યો હતો .

જતી વખતે લગભગ પોણો કલાક સુહાની જોડે મને સુહાની જોડે બેસવાનો તેની જોડે વાત કરવાનો મોકો મળ્યો હતો. ઘણી બધી વાતો બાકી રહી ગઈ હતી. હું પાછા ફરતી વખતે તે પૂરી કરવા માનતો હતો.

પણ મોકા પરસ્ત હસમુખે મારો મોકો છિનવી લીધો હતો. બસમાં ચઢતા વેંત જ તે દોડી ને સુહાની ની બાજુમાં ફેવિકોલ ની જેમ ચોંટી ગયો હતો.

મને તેના વર્તનથી અચરજ સાથે દુઃખ ની લાગણી જન્મી હતી.

તે એક શિક્ષક હતો. પણ સામાન્ય વિવેક વ્યવહારનો તેનામાં અભાવ હતો. ગમે તે હોય અમે સાળી બનેવી હતા - સંબંધી હતા તે નાતે અમે સાથે બેસીએ તે અત્યંત સહજ વાત હતી.

પણ ગરજવાન ને અક્કલ નથી હોતી. આ વાત તેણે સાર્થક કરી હતી. લલિતા બહેને તેને માટે સાચું જ કહ્યું હતું :

તે એક નંબર નો તક સાધુ છે.

તે પોતાની મીઠી વાણી અને જોક્સ ના સહારે અમારી વચ્ચે આવી ગયો હતો.

હું શાંત પ્રકૃતિ નો ગંભીર વ્યકિત હતો જયારે તે વિનોદી હતો. લોકોને હસાવી શક્તો હતો. આથી જ તે રેસમાં મારાથી આગળ નીકળી ગયો હતો.

અમારા સંબંધો ની આડે આવી ગયો હતો. તેને કારણે સુહાની મારાથી દૂર થવા માંડી હતી. આ વાત હું ઝીરવી શક્તો નહોતો.

હસમુખ મારી એક સાળી ને ટ્યુશન આપવા લલિતા બહેનના ઘરે આવતો હતો . સાથોસાથ આનંદી બહેનના છોકરાને પણ ભણાવતો હતો. તે દરમિયાન એકમેક જોડે ઓળખાણ થઇ હતી . હું તેનાથી પ્રભાવિત થયો હતો . હું એક લેખક હતો. આ વાતે અમારી મિત્રતા ને આગળ વધારી હતી.

બંને વચ્ચે સંવાદ સેતુ બંધાઈ ગયો હતો.

બંને ઘણી વાર બહાર મળતાં હતા . વિધવિધ વિષયોં પર ચર્ચા પણકરતા હતા ..

તે લાગુ પ્રસાદ ની અદાથી તે સુહાનીની પડખે ગોઠવાઈ ગયો હતો . તે જોઈ મને વિષાદ ની લાગણી નિપજી હતી.

શોભા બહેનનો ભત્રીજો હતો. તેઓ હસમુખ જોડે ઝાઝો વ્યવહાર રાખતા નહોતા. પણ લલિતા બહેને તેને અનિશ ની છતાં ન જાણે કેમ અનિશ ની માફક માથે ચઢાવ્યો હતો . તેમના આવા વર્તાવથી શોભા બહેન સતત નારાજ રહેતા હતા . તેને મહાબળેશ્વર બોલાવ્યો હતો . આ વાતથી પણ તેઓ નારાજ હતા . પણ તેમની મરજી , નામરજી સાથે લલિતા બહેનને કોઈ જ લેવા દેવા નહોતી .

મારી માફક સુહાની જોડે બેસવાનો તેનો અધિકાર નહોતો. પણ હસમુખે તે અધિકાર છિનવી લીધો હતો. આ બદલ પઅબાધિત અધિકાર હતો . ખુદ સુહાનીએ તેને રોક્યો નહોતો..

મેં તેને કહ્યું પણ હતું ." પાછા ફરતી વખતે આપણે બાકીની વાત પૂરી કરીશું .. "

તે છતાં પણ તેણે હસમુખને રોકયો નહોતો.

ન જાણે કેમ હું સતત સુહાનીના વિચારોમાં ખોવાયેલ રહેતો હતો તેની સાથેના સંબંધ ને અદભૂત બનાવવાની મારી ચાહના હતી. પણ તે તો હસમુખની પાછળ દોટ લગાવી રહી હતી . તેણે મા દીકરી અને ઘરના સભ્યો પર અનેરુ કામણ કર્યું હતું . તે રોજ રાતના તેના સાસરે આવીને ગોઠવાઈ જતો હતો . અને સમગ્ર પરિવાર તેની હાજરીમાં ગાંડું ઘેલું બની જતું હતું .

તેઓની વાતચીત હરરોજ બહાર આરામ ખુરશીમાં બેઠેલ મારા કાને અથડાતી હતી . હું એક જમાઈ હતો . આ નાતે હું ઘડી ઘડી મારા સાસરે જઈ શકતો નહોતો .છતાં પણ સુહાનીને કારણે હું શરૂઆત માં વારંવાર મારા સાસરે જતો હતો . આ બદલ લલિતા બહેને ટકોર કરી હતી અને me સાસરે જવાનું ઓછું કરી નાખ્યું હતું ...આ હાલતમાં હું ચાહતો હતો . સુહાની મારી પાસે આવે . મારી જોડે વાત કરે .

હું તેને બોલાવતો ત્યારે પાંચ દસ મિનિટ આવીને મારી સાથે વાત કરતી હતી.

પણ તેની વાતોમાં પહેલાં જેવી મીઠાશ તેમજ આત્મીયતાનો અભાવ મને ખટકી રહ્યો હતો ..સુહાનીની વાતોમાં વ્યવહારમાં કોઈ સ્થિરતા કે ગંભીરતા દિસતી નહોતી . તેની વાતોમાં કોઈ ઉંડાણ નહોતું . તે બિલકુલ બિન વ્યવહારુ તેમજ ગમાર હોવાનો અહેસાસ કરાવતી હતી .

દિન પ્રતિદિન સુહાની પ્રત્યેની લાગણીની માત્રા વધતી જતી હતી તેમ તેમ સુહાની મારા થી દૂર જઈ રહી હોવાનો અનુભવ મને તકલીફ આપતો હતો .

એક વાર શોભા બહેન તેમના જન્મ દિન નિમિતે એક મિની પિકનિકનું આયોજન કર્યું હતું . તે વખતે લાગુ પ્રસાદ નામને સાર્થક કરતો હસમુખ એકાએક ટપકી પડ્યો હતો . તે જોઈ લલિતા બહેને તેને આમંત્રણ આપી દીધું હતું .

"રવિવારે સવારે 7 વાગે તારી બૈરીને લઈ ચરની રોડ આવી જજે ."

લલિતા બહેનનું આ ડહાપણ શોભા બહેનને જ નહીં પણ મને પણ ખૂંચ્યું હતું . મને કોઈ અનિષ્ટ થવાના ભણકારા વાગ્યા હતા .

' Coming events caste their shadow '

વિહાર લેક પહોંચતા સુધીમાં સુહાની હસમુખ દંપતિ મય બની ગઈ હતી.

તેની પ્રત્યેક હરકત મને ઝટકા આપી રહી હતી . મારા નાજુક , સંવેદનશીલ હ્રદય પર આરી ચલાવી રહી હતી

તેણે બંને બહેનો વચ્ચે અધધધ લાગણી હોવાનો દાવો કર્યો હતો પણ તેનાથી બિલકુલ વિપરિત દ્રશ્ય નિહાળી તેને દુઃખની લાગણી જન્મી હતી.

વિહાર લેક પહોંચતા સુધીમાં સુહાની હસમુખ દંપતિ જોડે ઓળઘોળ થઈ ગઈ હતી. સુહાનીના નિવેદનથી તેના સ્વપ્નાને પાંખ ઊગી નીકળી હતી . .તે પોતાની સાળીને લઈને વધારે ઉત્સાહિત બની ગયો હતો . તેના પ્રત્યેક શબ્દોને તેણે ગંભીરતા થી લીધા હતા . પણ સુહાની તો બીજી દિશામાં માં ઊડી રહી હતી. તેની લાગણીમાં ના તો
કોઈ ઊંડાણ હતું ના તો કોઈ ઊંડી સમજ ..તેની વાતો કિનારે ઊભા રહીને છબછબિયાં કરવા જેવી પ્રતીત થઈ રહી હતી .

તે બિન્દાસ્ત હસમુખની પત્નીના ખોળામાં માથું રાખીને સૂતી સૂતી મજાક મશ્કરી કરતી હતી . ગપાટા મારતી હતી . હસમુખના નોન વેજ જોક્સ એન્જોય કરી રહી હતી .

મારી અને પોતાની બહેન નિરાલીની હાજરીની પણ તેણે અવગણના કરી હતી . આ બધી વાતો મને ગુસ્સો કરાવી રહી હતી .

મારૂં મૂડ ઓફ થઈ ગયું હતું . અને સુહાનીને તેની કોઈ ચિંતા થતી નહોતી .

0000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 16

દિવસ તો જેમ તેમ પસાર થઈ ગયો ત્યાં બીજા ગ્રૂપ જોડે પરિચય થયો હતો . તેમની જોડે મેં ફિલ્મ ' શહીદ ' નું ગીત ' મેરા રંગ દે બસંતી ચોલા ' ગાવાની કોશિશ કરી હતી . પણ સુહાનીના લુખ્ખા વ્યવહારે મને નિષ્ફળ કર્યો હતો . પાછા ફરતી વખતે મારા અને હસમુખ વચ્ચે ચકમક ઝરી ગઈ હતી ત્યારે સુહાનીએ હસમુખનો પક્ષ લીધો હતો તે વાતે mari હાલત દાઝયા પર ડામ દીધા જેવી થઈ હતી .

મારૂં મૂડ તદ્દન ઓફ થઈ ગયું હતું . મેં નિરાલી સહિત ઘરમાં કોઈની સાથે વાત કરી નહોતી .

આ હાલતમાં હું બીજે દિવસે ઓફિસ જઈ શક્યો નહોતો. હતો ..સાંજના 6 વાગ્યાની આસપાસ સુહાની મારી પાસે આવી હતી . મારા ના બંને ગાલોને પોતાની હથેળી વચ્ચે ભીંસી લઈ સવાલ કર્યો હતો .

" જીજુ ! બહું ખોટું લાગી ગયું ? !"

અને તે જ ક્ષણે મારો ગુસ્સો બરફની જેમ ઓગળી ગયો હતો.

તેના આવા લાગણીસભર વ્યવહારે મારા સત્યમના અપેક્ષા ઘર કરી ગઈ હતી . તે હંમેશા તેનો ખ્યાલ રાખે .

મેં એક વાર રાતના બહાર ચાલીમાં બોલાવી અરજ કરી હતી .

" મને મોટા ભાઈ કહીને બોલાવીશ ? "

" શા માટે? " તેણે સહજ સવાલ કર્યો હતો .

" મને આ શબ્દમાં આત્મીયતા ની ઝલક વર્તાય છે. "

અને સુહાનીએ વિના દલીલ મારી ફરમાઈશ સ્વીકારી લઈ ' મોટા ભાઈ શબ્દના શ્રી ગણેશાય કરી દીધા.

પણ માંગવાથી આ જગતમાં લાગણી નથી મળતી લાગણી પહેલાં લાગણી આપવી પડે છે .સામી વ્યક્તિને તેનો એહસાસ કરાવવો પડે છે .

સુહાનીએ મોટા ભાઈ કહેવાનું શરૂં તો કર્યું પણ તેમાં ના તો કોઈ સ્નેહ ઉષ્માની ઝલક હતી ના તો પ્રતીતિ . સુહાની કેવળ ઔપચારિક ઢબે દિવસમાં ત્રણ વાર મને મોટા ભાઈ કહીંને બોલાવતી હતી ..

પરીક્ષાના દિવસમાં સાળી બનેવી રાતના સાથે બેસીને મોડી રાત સુધી વાંચતા હતા !

મેં ક્યારેક ક્યાંક વાંચ્યું હતું .." સગા બાપ દીકરીએ પણ ઝાઝો સમય એકાંતમાં રહેવું ના જોઈએ ! "

તે દિવસોમાં મને આ વાતનો અનુભવ થયો હતો .

સુહાનીની ઇમેજ એક ચીપ છોકરીની હતી . બહું જ નાની વયે તે ઘણી આગળ નીકળી ગઈ હતી .17 -18 વર્ષ સુધી પહોંચતા તે ત્રણેક છોકરાં સાથે દિલ લગાવી બેઠી હતી .

સેક્સના ઉન્માદને પ્રેમનું લેબલ લગાડી તે બધું બધું કરી ચૂકી હતી .તે સિવાય પણ તે હર કોઈ છોકરા સાથે છૂટથી વર્તતી હતી . તેમની જોડે બહાર પણ જતી આવતી હતી એવી જ રીતે તે હસમુખ જોડે પણ કરતી હતી . મહાબળેશ્વર થી પાછા ફર્યા બાદ હસમુખ જોડે એક વાર જમવા પણ ગઈ હતી .

ત્યાર બાદ કોઈને કૉઈ બહાનું કાઢી તેઓ સાથે જતા આવતા હતા . તેમનું આ રીતનું વારંવાર સાથે જવું આવવું મને તો શું હર કોઇને ખૂંચતું હતું .લલિતા બહેન પણ તેને રોકતા હતા .

એક વાર સવારના પહોરમાં હસમુખ ઘરે આવ્યો હતો .તે બદલ મેં નારાજગી જાહેર કરી હતી . સુહાનીને ટોકી પણ હતી . ત્યારે તેણે બચાવ કર્યો હતો .

" કોઈ મારા કૉલેજ જવાના ટાણે આવીને કહે હું તારી સાથે આવું છું તો હું કૉલેજ ન જઉં ? "

હું ત્યારે તો કાંઈ બોલ્યો નહોતો. પણ સચ્ચાઈ જાણી તેનું લોહી ઊકળી ગયું હતું .

તે જ દિવસે સાંજના તૃષાલી એ મને માહિતી આપતા કહ્યું હતું .

" જીજુ ! તમે નાહકની પળોજણ શિરે ઓઢી લીધી છે . તેને તમારી લાગણીની કોઈ કિંમત નથી . તેણે તમને જૂઠું કહ્યું છે . હકીક્ત કંઈ ઑર છે . આગલી રાતે જ બંને એ સાથે જવાનો પ્રોગ્રામ તૈયાર કરી લીધો હતો ..

સુહાની પોતાની માતાના નક્શ કદમ પર ચાલી રહી હતી . તેનો એહસાસ જાગતા હું અસ્વસ્થ થઈ ગયો હતો .તેની રગરગમાં જૂઠાણાનો વાસ હતો . તે જાણી મારા હૈયે વિષાદની લાગણી જાગી હતી . સુહાની મારે મન એક સગી બહેનથી પણ વિશેષ હતી . પણ એકાંતમાં હું ભાન ભૂલ્યો હતો . મેં કામદેવની આગમાં સપડાઈ સુહાની જોડે અજુગતો વ્યવહાર કર્યો હતો . તેણે પણ આ બાબત કોઈ વાંધો ના લેતા સહયોગ આપ્યો હતો .. તેથી બે ત્રણ વાર તેની જોડે અજુગતું વર્તન થઈ ગયું હતું.

આ બદલ હું પસ્તાઈ રહ્યો હતો ..મેં તેની સામે ક્ષોભ પણ વ્યક્ત કર્યો હતો .

Mari પત્ની નિરાલી બે વર્ષથી વિશેષ સમયમાં બે બાળકો અને ઘરની જવાબદારી વચ્ચે ઘંટીના બે પડની માફક ભીંસાઈ રહી હતી . .તેની જવાબદારી અનેકગણી વધી ગઈ હતી . તેને કારણે તે પતિની જરૂરિયાત નિભાવી શકવા અસમર્થ રહી હતી જેને કારણે હું મારી સાળી તરફ ખેંચાઈ ગયો હતો .

" સાળી અડધી ઘર વાળી હોય છે. આ વાતે પણ હું ભટકી ગયો હતો..

દરેક વ્યક્તિની ભીતર સારા નરસો માનવી જીવતો હોય છે .અને સંજોગોજ તેનું અસલી પોત પ્રકાશે છે . મારો પણ આ જ કિસ્સો હતો . સતત એકાંતની સ્થિતિમાં mari ભાવુકતા ક્યારે કામુકતામાં બદલાઈ ગઈ તેની ખુદ મને જાણ નહોતી . ભાઈબહેનની લાગણીનો પ્રવાહ તેની દિશા ક્યારે બદલી ગઈ તે પણ ના સમજાયું.

ભાઈબહેનની લાગણીનો પ્રવાહ તેની દિશા ક્યારે બદલી ગયો તેની મને કોઈ જાણ નહોતી . દ્વિ માર્ગી લાગણીના ફેરામાં હું બરાબર અટવાઈ ગયો હતો .. મારા માં માલિકી ભાવનાનો ઉદય થયો હતો .હું મારી ભીતર વસતા શત્રુ ને વશ કરવા માંગતો હતો. સુહાનીને તેનાથી બચાવવા માંગતો હતો . આથી જ મેં સુહાનીને અપીલ કરી હતી .

" મને રાખડી બાંધ ! "

મને ગળા સુધી ખાતરી હતી . સુહાની mari માંગણી સ્વીકારી લેશે .પણ અહીં મારો વિશ્વાસ જૂઠો સાબિત થયો હતો . બીજે દિવસે તેણે મને આંચકો આપ્યો હતો .

" મને તમને રાખડી બાંધવામાં કોઈ વાંધો નથી પણ મારી મોમ બનેવીને રાખડી નાબંધાય તેવું કહે છે . "

સુહાનીની વાત સુણી મને મારી સાસુ બા એ કહેલી વાત યાદ આવી ગઈ હતી .લાંબા સમય બાદ તેમને સુહાની અને અનિશ ના સંબંધ માં કંઈ ખોટું , અજુગતું લાગ્યું હતું . સુહાની પણ તેની મોટી બહેનના માર્ગે જઈ રહી હતી . એ વાતનો એહસાસ થયો હતો.

આથી તેમણે સુહાની ને સલાહ આપી હતી.

" અનિશ ને રાખડી બાંધ ! "

સુહાની એ ના પાડી તો સાસુ મા એ દીકરી ને સલાહ આપી હતી.

" સ્ત્રી કોઈ પણ પુરુષને અરે તેના પતિને પણ રાખડી બાંધી શકે છે ! "

એ જ વ્યક્તિનું બેવડું ધોરણ પામી સત્યમ ચકિત થઈ ગયો હતો. મારા દિમાગમાં સહજ સવાલ સ્ફુર્યો હતો .

" શું બનેવી એક પતિથી ઉપર છે ? "

તેમના આવા વલણ પાછળ તેમનો ખુદનો કોઈ કામ કરી રહ્યો હતો . તેમણે ભાઈ બહેનના
T હતો.

તેમને મન ભાઈબહેન શબ્દ કે તેમનો પ્રેમ કોઈ મતલબ ધરાવતો નહોતો.

000000000000 ( ક્રમશ : )

પ્રકરણ - 17

જે પોતાને નથી મળ્યું તે સંતાનને કેમ મળે ? લલિતા બહેનનું ગણિત ઊલટું હતું .

કદાચ લલિતા બહેને તેની માંગણી સ્વીકારી હોતતો ? તેની લાગણીને એક અનોખી ઊંચાઈ મળી હોત .

અજાણતામાં સાળી બનેવી વચ્ચે કંઈ એવું બની ગયું હતું . આ ખ્યાલ મને ખુબ જ વિતાડી રહ્યો હતો . મેં કરેલી
ભૂલનુ સ્મરણ મને ગુનાહની આગમાં ઝોકી રહ્યું હતું.

મેં ફિલ્મ અને વાર્તા - નવલ કથામાં લાગણીના જૂજવાં રૂપ નિહાળ્યા હતા . હું આવા જ પવિત્ર , નિખાલસ તેમજ નિર્વ્યાજ સંબંધો ની કલ્પનાં કરતો હતો અને ચાહના ધરાવતો હતો . બદલામાં મને નિષ્ફળતા જ હાથ લાગી હતી . છતાં મારા સ્વપ્ન અતૂટ અકબંધ રહ્યા હતા .

પોતાને નથી મળ્યું તે સંતાનને કેમ મળે ? લલિતા બહેનનું ગણિત ઊલટું હતું .

એક વાર મેં બધા માટે ફિલ્મ ' અમર પ્રેમ ' ની ટિકિટ બુક કરાવી હતી . હું આ કાર્યક્રમ પોતાના પરિવાર પૂરતો સિમિત રાખવા માંગતો હતો . આથી મેં હસમુખને આ બાબત કોઈ વાત કરવી જરૂરી ગણી નહોતી . પણ અહીં પણ તે લાગુ પડી ગયો હતો . તે પોતાની બૈરીને લઈ અમારા પહેલા જ થિયેટર પહોંચી ગયો હતો .

આ બલા અહીં કયાથી ? તેમને જોઈ મારૂં મૂડ ખતમ થઈ ગયું હતું ..

સુહાનીને જોઈ હસમુખે વધામણી આપી હતી .

" અમને એક્સ્ટ્રા માં ટિકિટ મળી ગઈ ! "

તેની આ વાત મારા ગળે ઊતરી નહોતી .

દાળમાં કંઈ કાળું હોવાનો તેને સંદેહ જાગ્યો હતો .

ટિકિટ પણ એ જ હરોળમાં મળી ગઈ હતી ! !

પણ વાત આટલેથી અટકી નહોતી .સુહાની નિરાલી અને પોતાના જીજુ સાથે બેસીને ફિલ્મ જોઈ રહી હતી . હસમુખે ઇશારો કરી સુહાનીને પોતાની પાસે બોલાવી હતી અને તે કંઈ પણ કહ્યા વિના જીજુની પરવાનગી લીધા વિના દોડીને તેમની પાસે બેસી ગઈ હતી.

આ વાત હું ઝીરવી ના શક્યો . સુહાનીનો બુદ્ધિ આંક નિહાળી હું અવાક થઈ ગયો ..તે ભણેલી ગણેલી હતી ..પણ તેનામાં સહજ વિવેક બુદ્ધિનો અભાવ હતો . . તે પોતાના બહેન બનેવી તેમ જ પરિવાર સાથે ફિલ્મ જોવા ગઈ હતી . આ હાલતમાં અમારી જોડે જ બેસીને ફિલ્મ જોવાની તેની નૈતિક ફરજ હતી .

ફિલ્મ જોયા બાદ ગીત ની કડી મારા કાનો મા ગુંજી રહી હતી :

હમ સે મત પૂછો કૈસે મંદિર ટૂટા સપનો કા
લોગો કી બાત નહીં હૈ યહ કિસ્સા હૈં અપનો કા
કોઈ દુશ્મન ઠેસ લગાયે તો મન મિત જીયા બહેલાયે
મન મિત જો ઘાવ લગાય તો ઉસે કૌન મિટાયે

હું અમર પ્રેમ ની વાંછના સેવતો હતો.

અને આવી સ્થિતિમાં મુકાઈ ગયો હતો.

તેમના આવા વ્યવહાર થી મને સુહાની પર બહું જ ગુસ્સો આવ્યો હતો.

" તારામાં તો અક્કલનો કોઈ છાંટો નથી ! "

મેં બધાની સામે આવી ટકોર કરી હતી . પણ તેના પર આ વાતની કોઈ અસર થઈ નહોતી . માં દીકરી બંનેના માપદંડમાં કોઈ જ ફરક નહોતો . છતાં હું સુહાનીને છોડી શકતો નહોતો .

મારી ભીતર એક લેખક પારણામાં પોઢી રહ્યો હતો . સુહાની સાથેના અનુભવ થકી મેં ચાર લાઇન લખી હતી .

' ભલે તું ભટકે જગતના મ્રુગજળ પાછળ ,
ફુરસદે કરજે નજર તારી પાછળ ,
ઊભું કોઈ લાગણીની છાબ લઈ તારી પાછળ ,
પીંગળશે આખરે મારી ચિતા પાછળ ,

ત્યાર બાદ મેં 'મોટા ભાઈ ' નામક ટૂંકી વાર્તાનું સર્જન કર્યું હતું . અને આ ચાર લાઇનને સાર્થક કરી હતી .વાર્તાના અંતમાં તેનું મૃત્યુ થતાં ખરેખર એક બહેન ચોધાર આંસૂં રડે છે . એક વ્યક્તિની લાગણી દુભાવવા બદલ પસ્તાવાની લાગણી અનુભવે છે .

હું માનતો હતો .આ જગતની સઘળી વાતો નિયમને આધીન હોય છે . સૂર્ય દેવતાના આગમન સાથે આ ધરતી પ્રકાશમય બની જાય છે . આ એક નિર્વિવાદ , અફર ઘટના છે . એક વણલખ્યો નિયમ છે . એક દિવસ સૂર્ય ના ઊગે તો શું થાય ? ઘોર અંધકાર . નિયમ તૂટવાથી ઘણી તારાજી થાય છે .ભારે નુકસાન થાય છે . સમુદ્રમાં ભરતી ઓટ અનિવાર્ય છે .ભરતીના ઉન્માદમાં સમુદ્ર પોતાની માઝા મૂકે તો શું થાય ?

મારી લાગણી પણ પાગલ સમુદ્ર જેવી હતી . હું સુહાનીની લાગણીને કોઈ નિયમ કે બંધનમાં કેદ કરવા હતો . તે દ્વારા સુહાનીની લાગણીનો એહસાસ કરવા માંગતો હતો . આ જ કારણે મેં સુહાનીને અપીલ કરી હતી . :

" મને મોટા ભાઈ કહીશ ? "સુહાનીએ તેની માંગણીનો સ્વીકાર કરી મોટા ભાઈ કહેવાનો પ્રારંભ કર્યો હતો . .

પણ આ સંબોધન સાવ મોળું તેમ જ ઉષ્મા વિહીન સાબિત થયું હતું . તે વખતે મને એક વાતનો એહસાસ થયો હતો .

માંગવાથી ભીખ પણ નથી મળતી .

મારી સમજ પણ ખોટા ટ્રેક પર હતી .

લાગણીના સંબંધો કૉઈ નીતિ નિયમના મોહતાજ હોતા નથી .

00000000000 ( ક્રમશ : )

પ્રકરણ -18

સંબંધો વિશે એક લોક વાયકા પ્રચલિત હતી . તે બંધાય છે અને તૂટે પણ છે ભગવાનની મરજી થી .

તે મારી બહેન હતી .એક નાનકડો બાળક કહે ' આ રમકડું મારું છે ..હું તે કોઈને નહીં આપું તેવી તેની માનસિક અવસ્થા હું અનુભવી રહ્યો હતો. લાગણીનો આ શૈશવ કાળ હતો .

હું પણ લાગણીની બાબતમાં એક બાળક જેવો હતો . મને મુઠીભર લાગણીની આવશ્યકતા હતી . મારૂં પેટ ચપટી લાગણીથી ભરાય તેમ નહોતું . સુહાનીની લાગણી મારે માટે એક obsession બની ગઈ હતી .

હું એક લેખક હતો . નાની નાની વાત વધારે પ્રાધાન્ય આપતો હતો . પ્રેમના મામલામા બહુધા લોકો અસંતુષ્ટ હોય છે . આ મા લેખક , કલાકારની સંખ્યા મોટી હોય છે. તેઓ સંવેદનશીલ તેમજ નાજુક હોય છે . આથી જ લોકો ના દુઃખ જોઈ સહી શકતા થી. તેઓ નાની નાની વસ્તુ ને પણ પ્રાધાન્ય આપે છે..

હું આ બિરાદરીમાં શામેલ હતો .

એક રાતે ભોજન કર્યા બાદ હું આરામ કરી રહ્યો હતો . તે વખતે ગભરાયેલ હરણીની માફક સુહાની મારી પાસે દોડી આવી હતી .તેનો અવાજ સુણી હું પલંગમાં બેઠો થઈ ગયો હતો .

" શું વાત છે ? " તેણે સવાલ કર્યો હતો .

" નીચે અમુક છોકરા અનિશ ને મારી રહ્યા છે ! "

તે સાંભળી હું શર્ટ પહેરી નીચે દોડી ગયો હતો .

મેં વચમાં પડી તે છોકરાઓ સાથે મારામારી આદરી દીધી હતી . ઝપાઝપીમાં હું ઘવાયો હતો . મારા કપાળમાંથી લોહીની ધાર વહેવા માંડી હતી . તે જૉઈ સુહાની રડવા લાગી હતી .

વાત ઘણી જ વણસી ગઈ હતી અને મને સુહાનીને કારણે પહેલી વાર પોલીસ સ્ટેશનની સૂરત જોવી પડી હતી .

છતા પણ તેણે પાછલું બધુ ભૂલી જઈ અનિશ ને મદદ કરી હતી . તેથી મેં સુહાનીના હૈયે મારા પ્રતિ માન સન્માનની લાગણી છલકાવી દીધી હતી ..

દુનિયામાં આપ્યા વગર કંઈ જ હાંસલ થતું નથી .

હું અનુભવે આ વાત માનવા પ્રેરાયો હતો .

હમ ના સોચે હમેં કયાં મિલા હૈ ,
હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ ,

આ ગીતની સંદેશાત્મક કડી મારા દિલો દિમાગમાં ઘર કરી ગઈ હતી.

જાણે અજાણ્યે હસમુખ સુહાની અને મારા સંબંધો ની આડે આવી ગયો હતો . આ જ કારણે hu સતત પરેશાન રહેતો હતો . તેને કારણે જ સુહાની મારા પ્રત્યે ધ્યાન આપતી નહોતી .આ વાત મને ઘણી જ ખટકતી હતી . તેને કારણે મારે અનેક માનસિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો .આ વાતનો તેને કૉઈ જ ઇલ્મ નહોતો . ..

સુહાની શું ચાહતી હતી ? મને તેનો કૉઈ અંદાજ નહોતો

સુહાનીનું ધ્યાન મારી તરફ ખેંચવા માટે મેં સિગારેટનો આશરો લીધો હતો . ત્યારે હું માનતો હતો. સુહાની મને રોકશે . કાકલૂદી કરશે . તેની બહેનનો વાસ્તો આપશે પણ આવું કંઈ જોવા મળ્યું નહોતું ..

તેને કારણે મેં સિગારેટની બલા ગળે વળગાડી હતી .

હસમુખની હાજરીમાં મેં પહલી સિગારેટ સળગાવી હતી . મને તો સિગારેટ કઈ રીતે પીવાય ? તેની પણ ગતાગમ નહોતી . હસમુખે ઊંડો કસ લઈ મને સિગારેટ કેમ પીવાય ? તે વાત શીખવાડી હતી અને જઈને સુહાનીને તેની વધાઈ પણ આપી હતી .

મેં તે દરમિયાન સુહાની જોડે અબોલા લીધા હતા. હું અબોલા તોડવા માંગતો હતો . તેથી હું સુહાનીના ઘરે ગયો હતો . પણ તે ઘરમાં નહોતી તે નીચે ઊભી હસમુખ જોડે તડાકા મારી રહી હતી !

' સવારના પહોરમાં એવુ તે શું કામ આવી પડ્યું ? જેને લઈને હસમુખે તેને નીચે બોલાવી હતી !? એવી તે કઈ વાત હતી ? જે તેઓ ઘરમાં બેસીને બધાના દેખતા કરી શકતાં નહોતા . ?

કંઈ કેટલા સવાલો મારા દિમાગમાં અફાટ મોજાની જેમ ઘૂઘવાટ કરી રહ્યા હતા .

આ જો મારો ગુસ્સો તેની હદ વટાવી રહ્યો હતો ..મારી સાસુ કેમ હસમુખને આટલો બધો ભાવ આપતા હતા ! ?

હું કંઈ જ સમજી શકતો નહોતો .

થોડી વારે સુહાની ઉપર આવી હતી .તેની જાણ થતાં મેં નિરાલીને સૂચના આપી હતી !

" જા ! સુહાનીને બોલાવી લાવ. "

અને પતિની આજ્ઞાને શિરોમાન્ય કરી નિરાલી તરતજ પોતાની બહેનને બોલાવી લાવી હતી .

તેને જોઈ મેં મારા ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ બહાર કાઢી જમીન પર ફેંકી દઈ મારા પિતાજી ને જાણ કરતા વિનંતી કરી હતી .

" મારી તબિયત સારી નથી .તમે ડોક્ટરને બોલાવો ! "

તે સુણી સુહાનીને તેમને રોકતા કહ્યું હતું ..

" તેની કોઈ જરૂર નથી ! "

તેનો મતલબ થતો હતો . હું જૂઠું બોલતો હતો . તે ખ્યાલે મારો ગુસ્સો માઝા મૂકી ગયો . મેં જોરથી સુહાનીના પેટમાં લાત મારી દીધી . તે દર્દથી રાડ પાડી પોતાના ઘરે દોડી ગઈ અને થોડી વારે તેની મા ને લઈ પાછી આવી હતી .

મારો ગુસ્સો હજી શમ્યો નહોતો . મેં મારી સાસુને અપમાનિત કરી ઘરમાંથી બહાર હાંકી કાઢ્યા હતા .છતાં મારો ગુસ્સો કેમેય શાંત પડતો નહોતો .

મેં સુહાનીને મારી નાખવાની ધમકી આપી હતી . આ હાલતમાં વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી .

આ મારા જીવનની આ સૌથી અજીબો ગરીબ ' dramatical irony ' હતી . એક કરૂણાંતિકા હતી .

એક વાર હું સુહાની ખાતર પોલીસ સ્ટેશન ગયો હતો . અને આજે પણ મારે તેની ખાતર જ પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું ..

મને વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારે મારી સાથે મારા સાસુ, શોભા બહેન તેમ જ બિલ્ડિંગ માં રહેતી અમારી જ ન્યાતની એક મહિલા શામેલ હતી.

ત્યારે મેં પહેલી વાર મારી સાસુની આંખોમાં આંસુ નિહાળ્યા હતા.

મારી વિરુદ્ધ એફ આઈ આર નોંધવામાં આવી હતી . આ મારો પ્રથમ અપરાધ હતો . તેથી મને ચેતવણી આપીને પોલિસે મને છોડી મુક્યો હતો ત્યારે મેં કબૂલાત કરી હતી.

"આ મારો બીજો ગુન્હો છે . મને જૈલમાં પૂરી દો ! "

આ વાતે મને ' અનાડી ' ના રાજ કપૂરની યાદ અપાવી હતી.

ફિલ્મ માં તે એક કેળા વાલી ને ભાવ પૂછે છે :

" કૈસે દિયા? "

" દો આને કે તીન! "

તેની સામે રાજ કપૂર તેને સવાલ કરે છે.

" તીન આને કે દો નહીં? "

00000000000 ( ક્રમશ : )

પ્રકરણ -19

મુંબઈ ના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ બરોડા વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાવાની હતી . તેની આગલી રાતે જ સુહાનીએ મારી પાસે આવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી..

"' જીજુ ! મારે આ મેચ જોવી છે ! "

આ મેચમાં મારા ફેવરિટ ખેલાડી દિલીપ સરદેસાઈ પણ શામેલ હતા .તેઓ પૂર્ણ ફોર્મમાં હતા. હું તેમની કોઈ પણ લેવલ ની મેચ જોવા દોડી જતો હતો.

એક મહિના પહેલાં જ ભારતીય ટીમ ઇંગ્લેંડ જેવી સદ્ધર ટીમને પોતાની ધરતી પર હરાવીને પછી ફરી હતી.

આ મેચમાં સરદેસાઈનો સિંહ ફાળો હતો .

સુહાનીએ ઘરમાં બધાના દેખતાં જ આ વાત કરી હતી . લલિતા બહેનની ખામોશી તેમ ની અનુમતિ બની ગઈ હતી . નિરાલીએ પણ કોઈ નારાજગી જાહેર કરી નહોતી . આ બદલ હું થોડી બેચેની અનુભવી રહ્યો હતો .છતાં એક સાથે બેવડી ખુશી મારી ઝોળીમાં આવવાની હતી . તે ખ્યાલે તે પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યો હતો .

હું બીજે દિવસે સવારે 9-30 વાગે સુહાનીને કૉલેજમાં લેવા જવાનો હતો .

સવારના ઊઠતા વેંત જ નિરાલીએ સમાચાર આપ્યા હતા !

" ક્ષિતિજને અછબડા નીકળ્યા છે .તાવ પણ ઘણો છે . "

હું તરતજ ક્ષિતિજ તરતજ દીકરાને લઈ દવાખાને પહોંચી ગયો હતો .

ડોકટરે તેને તપાસી દવા આપી હતી.અને હું પાછો તેમને ગલીના નાકે છોડી સુહાનીને પીક અપ કરવા તેની કૉલેજ પહોંચ્યો ત્યારે દસ વાગી હતા .તેણે ચિંતિત સ્વરે મને સવાલ કર્યો હતો અને હકીકત જાણી ખેદની લાગણી અનુભવી હતી .

બધું જ ઠીકઠાક હતું .છતાં ના જાણે કેમ huઅસ્વસ્થ ફીલ કરી રહ્યો હતો . મેં નિરાલીની મંજૂરી લીધી નહોતી . આ વાત મારી અસ્વસ્થતા ની વજહ બની ગઈ હતી .કદાચ ક્ષિતિજની બીમારીની ચિંતા તેમાં ભાગીદાર બની હતી

બંને ટેક્ષીમાં બેઠા અને સુહાની સાથે વાત કરતા મેં હળવાશની લાગણી અનુtભવી હતી ..

આ મેચમાં દિલીપ સરદેસાઈએ તેની કારકિર્દીની સર્વં શ્રેષ્ઠ ઇન્નિન્ગ્સ ખેલી ચાર કલાકમાં ટી ટાઇમ પહેલાં જ બેવડી સદી ફટકારી હતી . તેમની આ ઈનિંગ્સ મેં ખૂબ જ એન્જોય કરી હતી . સુહાનીને પણ ખૂબ મજા આવી હતી .

સ્ટેડિયમ પહોંચ્યા બાદ સુહાની એ માહિતી આપી હતી .

" લંચ પછી અનિશ પણ મેચ જોવા આવવાનો છે . "

શું તે ખરેખર મેચ જોવા જ આવી હતી? કે તે બહાને અનિશ જોડે સમય વિતાવવા આવી હતી ?

મારા દિમાગમાં સહજ સવાલો ઊઠ્યા હતા.

તેને નોકરી મળી ગઈ હતી . તેની પણ સુહાની મને જાણકારી આપી હતી .

ટી ટાઈમ થતાં અનિશ જતો રહ્યો હતો .

મેચ દરમિયાન મને મારી સાળી સાથે વાત કરવાનો ભરપૂર મોકો મળ્યો હતો .

મેચ પૂરી થતાં અમે બંને ચાલીને બસ સ્ટોપ પહોંચ્યા હતા . તે જ વખતે મેં મોકો જોઈ સુહાનીને સલાહ આપી હતી .

" પ્લીજ઼ ! કીપ સેફ ડિસ્ટેન્સ ફ્રૉમ હસમુખ ! "

" મહેરબાની કરી હસમુખથી થોડી દૂર રહે અને તેની સાથે જવા આવવાનું બંધ કરી દે. "

સુહાનીએ મારી વાત શાંતિથી સાંભળી હતી દૂર રહેવાનો વાયદો પણ કર્યો હતો . તેથી મે રાહતની લાગણી અનુભવી હતી . પણ તેની વાત પોથીમાંના રીંગણાં જેવી નીવડી હતી

તૃષાલીએ મને સાચી હકીકત જણાવી હતી. પણ તેણે માતાના પેંગડા માં પગ નાખ્યો હતો. મારી સામે જૂઠું બોલી હતી. તે બદલ મેં દુઃખની લાગણી અનુભવી હતી.

દિવસો વીતતાં જતાં ઘણુ બધું બદલાઈ ગયું હતું .અનિશ નો જૉબ છૂટી ગયો હતો . તેની પાછળ ખુદ તે જ જવાબદાર હતો . તેનો હાથ છૂટો હોવાથી તેને ગલત આદતો ગળે વળગી હતી . તે ઑફીસના પૈસા તફડાવી લેતો હતો . ચોરી પણ કરતો હતો . તેની આદતોને લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો . તેની દાદીની મિલ્કત પરનો હક પણ તેના પિતરાઈ ભાઈઓએ છીનવી લીધો હતો . આ હાલતમાં સુહાની પાસે તેને છોડવા સિવાય અન્ય વિકલ્પ બચ્યો નહોતો ..! છતાં તે અનિશ ને છોડી શક્તિ નહોતી . તેણે પ્રેમના નામે બધી જ મર્યાદા ઓળંગી લીધી હતી . તેના પેટમાં અનિશ નું બીજ આકાર લઈ રહ્યું હતું . આ તેના જીવનનું ભયંકર રહસ્ય હતું .

રવિવારની એક બપોરે શોભા બહેને ફોન કરી ને સાંજના ઘરે બોલાવ્યો હું નિયત સમયે સાસરે પહોંચી ગયો હતો . શોભા બહેને એક જાહેરાતનું કટિંગ બતાવી મને ભલામણ કરી હતી :

"આ છોકરો હાલ લગ્ન કરવા માટે અમેરિકાથી અહીં આવ્યો છે . તમે જાતે જઈને તપાસ કરી આવો . ઠીક લાગે તો સુહાનીના જન્માક્ષર અને વિગત આપી આવો . "
સુહાની છોકરો જોવા તૈયાર થઈ હતી . તે સાંભળી મેં હરખની લાગણી અનુભવી હતી . હું તરતજ તે છોકરાને જોવા તેના ઘરે પહોંચી ગયો હતો .

છોકરા છોકરી ની માહિતી એક્સચેન્જ કરી હતી.

વાત તો આગળ વધી નહોતી . પણ હું કલ્પનાની ભૂમિ પર સરકી ગયો હતો. તેમાંથી ' સ્નેહ ગાંઠ ' નામની એક વાર્તા ઉદય થયો હતો.

આ વાર્તાના માધ્યમ થકી મેં સુહાની પ્રત્યેની લાગણીને વાચા બક્ષી હતી .

એક નાનકડા બીજમાંથી આ વાર્તા રચાઈ ગઈ હતી.

સુહાની લગ્ન કરીને અમેરિકા ચાલી જાય છે . બહેનના વિરહમાં ભાઈ આંસૂંમા ડૂબી જાય છે.

વાર્તા વાંચી સુહાની પણ ઘણી જ ભાવુક બની ગઈ હતી . તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો હતો . તે જોઈ મેં મનોમન પોતાની પ્રશંસા કરતા તારણ કાઢ્યું હતું .

કલ્પનાની સીડી પર ચઢી વાસ્તવિકતાને પામી લેવી તેનું નામ જ કલા .

હું બિલકુલ ટ્રાન્સપરેન્ટ ( પારદર્શક ) હતો . હું જે અંદર હતો તે બહાર પણ હતો . તાત્પર્ય તે એક જ ચેહરો લઈને જીવતો હતો . હું કાવાદાવા , પ્રપંચ તેમજ કૂટ રાજનીતિથી કોસો દૂર હતો . હું ધારત તો સામ , દામ , દંડ , ભેદની નીતિ અખત્યાર કરી હસમુખને મારા માર્ગમાંથી દૂર કરી શક્યો હોત . પણ આ ના તો મારાસંસ્કાર હતા ના તો શિક્ષણ . હું સાચા પ્રેમમાં વિશ્વાસ કરતો હતો . સાચો પ્રેમ ખૂબ જ તાકતવર હોય છે .આ વાતને અક્ષરશઃ માનતો હતો . . હું જાણતો હતો . સુહાનીનો પ્રેમ સપાટીના પાણી જેવો હતો તેમાં કોઈ જ ઊંડાણ કે સમજનો અભાવ હતો .

એક નામવર લેખકની વાત સદૈવ મારા કાન પર હથોડા મારતી હતી .

સ્ત્રી કદી પ્રેમ નથી કરતી ! તે કેવળ પોતાની સંતાન લાલસા પૂર્તિને માટે પુરુષનો શિકાર કરતી હોય છે . આ વાત સુહાનીની કથનીએ મને સમજાવી દીધી હતી .

પ્રેમના નામે સુહાની પોતાની ભીતર રહેલી સેક્સ પૂર્તિ કરી રહી હતી . એવું પણ કહેવાય છે . સ્ત્રી કેવળ એક જ વાર પ્રેમ કરે છે . જયારે સુહાની 18 વર્ષની ઉંમરે ત્રણ વાર આ રસ્તે જઈ ચૂકી હતી .

તેને સચ્ચાઈથી અવગત કરાવવા માટે મેં ' કોનો વાંક ? ' નામની વાર્તા પણ રચી હતી . વાર્તાની નાયિકા પણ સુહાનીની માફક ભણેલીગણેલી હતી . છતાં તેનો પ્રેમી પોતાનાથી ઓછો ભણેલો હતો . વાર્તા અને વાસ્તવિકતા એકમેકની આંગળી પકડી સાથે ચાલતા હતા . છતાં બંનેમાં બુનિયાદી તફાવત હતો . વાર્તાની નાયિકા સુહાની એક સમજદાર છોકરી હતી . પ્રેમનો સાચો મતલબ સમજતી હતી .

વાર્તાનો નાયક પણ સંજોગોનો શિકાર બની ગયો હતો . તે કામ કરવા ચાહતો હતો .તેની શોધમાં દરબદરની ઠોકરો ખાતો હતો . પણ કોઈ જ તેને કામ રાખવા તૈયાર થતું નહોતું . તે ના તો વધારે ભણ્યો હતો ના તો તેનામાં કોઈ આવડત કે અનુભવ હતો . તે કોઇને ઓળખતો પણ નહોતો . આ બધી વાતો તેના માર્ગમાં આડી આવતી હતી . તે હતાશાની ઊંડી ખાઈમાં ઘેરાઈ ગયો હતો . પોતાના પ્રેમીની દયાજનક હાલત નિહાળી સપના પણ તૂટી ગઈ હતી . આ હાલતમાં તેની પડોશ માં રહેતો પત્રકાર તેમ જ લેખક રાજુ તેની કૂમકે આવ્યો હતો . તે સપનાને પોતાની નાની બહેન માનતો હતો . તેણે પોતાના ભાઈને સારી વીતક કથા સુણાવી હતી . અને રાજુએ જ આગળ વધીને બંનેના લગ્ન કરાવી આપ્યા હતા . તેના પતિ સંજયને કામ અપાવવાની સંભવિત કોશિશ પણ કરી હતી પણ ભગવાને તેના નસીબમાં નોકરી લખી જ નહોતી .લગ્ન કર્યા બાદ તેની જવાબદારી પણ બમણી થઈ ગઈ હતી .આ હાલતમાં તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો . આ બદલ તેણે પોતાના પતિ સંજયનો બચાવ પણ કર્યો હતો :

લાગવગશાહી ના યુગમાં કામ કરવાની ધગશ ધરાવનારા યુવાનો નોકરીથી વંચિત રહી જાય છે . .' આ હાલતમાં કોઈ કરે તો પણ શું કરે ? 'શું સરકારની આ સ્થિતિમાં કોઈ ફરજ નથી બનતી ? 'શું તે આવા લોકો માટે બે વખતની રોટલીનો પ્રબંધ પણ ના કરી શકે ? '

સપનાની આ દલીલનો રાજુએ યથોચિત જવાબ આપ્યો હતો.

".સપના ! ભૂખ્યાને રોટલી આપવાની વાત સારી છે .પણ રોજ તેમના પર દયા કરવાથી આવા લોકો આળસુ તેમજ કામચોર બની જવાની પૂર્ણ સંભાવના છે. તેઓ ભિખારીની હરોળમાં મુકાઈ જવાની શક્યતા છે. "

" કામ કરવાની ધગશ ધરાવનારા યુવાનોને કામ નહીં મળે તો તેઓ શું કરશે ? "

0000000 000 ( ક્રમશ : )

પ્રકરણ -20

' કોશિશ કરનારાની કદી હાર થતી નથી ! દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી . તેને માટે આપણે આપણી વિચાર ધારા બદલવી પડશે ! .તું સંજયને શાંતિથી આ વાત સમજાવ . અને ભગવાન પર વિશ્વાસ કર .બધા જ સારા વાનાં થશે ! હું તેને રોજના પગારના ધોરણથી કામ અપાવી દઈશ . દુનિયાના ટૉપ ગ્રેડના લોકોની શરૂઆત નાના કામોથી જ થઈ છે . તેઓ નીચેથી જ ઉપર આવ્યાં છે . '

સપના એ સંજયને કામનો મહિમા સમજાવ્યો હતો . પત્નીની વાત તેના ગળે ઊતરી ગઈ હતી ..અને તે મના દઈને પોતાની જવાબદારી વહન કરવા લાગ્યો હતો .
કામ પર લાગ્યા બાદ સપના તેને એક વાર હિમ્મત ફિલ્મ જોવા લઈ ગઈ હતી . ફિલ્મ માનો તેની જ જિંદગીનું પ્રતિબિંબ હતું . તેની જ લાઇફનું ટ્રૈલોર હતું .

ફિલ્મના ટાઇટલ ગીતે સંજયના દિમાગમાં નૈતિક તાકાત નું સિંચન કર્યું હતું .

હિમ્મત કરે ઇન્સાન તો ક્યા હો નહીં સકતા ,
ઈસ બાત કો જાન લે તો ક્યા હો નહીં સકતા ,

આ ફિલ્મેં મને એક મહત્વની વાત સમજાવી હતી .

એક વાર ખરડાયેલ ઇમેજને બદલવી એક દુષ્કર કાર્ય છે .

ફિલ્મની શરૂઆતમાં નાયકની ઇમેજ એક ચોરની હતી . તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે . બંનેના લગ્ન થઈ જાય છે . ત્યાર બાદ તેઓ એકએક પાર્ટીમાં જાય છે . જોગાનુજોગ ત્યાં એક ચોરી થાય છે . તે વખત એક ઇન્સ્પેક્ટર પણ ત્યાં મોજૂદ હતો . તે નાયક ચોરી કરતો હતો . એ વાત તે જાણતો હતો .આથી ચોરીની જાણ થતાં તેણે તરતજ નાયક તરફ આંગળી ચીંધે છે ત્યારે તે અત્યંત સાહજિકપણે ઇન્સ્પેક્ટરને સવાલ કરે છે .

' કોઈ ભલા પોતાની પત્ની અને બાળકીને લઈ ચોરી કરવા નીકળે ખરો ? '

તેની વાતમાં વજૂદ હતું . પણ તેની ચોર તરીકેની ઇમેજ તેની દુશ્મન બની ગઈ હતી . દારૂ વેચનારો દૂધ વેચી શકે છે . પણ આ વાત કોઈ સ્વીકારી શકતું નથી . આ પણ એક નક્કર હકીકત હતી . ગમે તે હોય પણ ફિલ્મની આ વાતે નાયકને નવી દિશા દેખાડી હતી .

બધું ઠીક ચાલી રહ્યું હતું . તે જ વખતે તેની સાવકીમાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો . લગ્ન બાદ દીકરો વહુંને વધારે માન આપતો હતો . આ વાત તેની સાવકી મા ઝીરવી સકતી નહોતી . તેણે દીકરાના જીવનમાં વિષ ઘોળવા માંડ્યું . તેણે મેલોડ્રામા અને લાગણીના બ્લેક મૈલ થકી દીકરાનું જીવન ખારું કરી નાખ્યું . રોજ રોજના લડાઈ ઝગડા અને તકરારથી ત્રાસી જઈને સપનાએ પોતાની જીવા દોરી કાંપી નાખી . જેને માટે રાજુને દોષિત જાહેર કરવામાં આવ્યો .

પણ ભૂલ કોની હતી ?

સુહાનીના પ્રેમ પ્રકરણનો પણ આવો જ અંત આવી શકે તેમ હતો. મેં વાતનો મેં આ વાર્તામાં ઇશારો કર્યો હતો .પણ સુહાની તેની ધૂનમાં મસ્ત કંઈ સમજી શકી નહોતી .

મેં શરૂઆતમાં તેને સહયોગ આપ્યો હતો . તેના પ્રેમની કોઇ મંજિલ નહોતી . આ હાલતમાં મેં તેને સહયોગ આપવાનું બંધ કરી દીધું હતું . આ કારણે સુહાની મારા પર નારાજ થઈ ગઈ હતી .

તેને કૉલેજ તરફથી સ્કૉલરશિપ મળી હતી . તેનાથી ખુશ થઈને તેણે અનિશ ને વાત કરી હતી અને તેણે તરતજ આ પૈસા સુહાની પાસેથી લઈ લીધા હતા .

ઘણા બધા દિવસો વીતી ગયા હતા . પણ અનિશ પૈસા પાછા આપવાનું નામ લેતો નહોતો . તેની માં રોજ સ્કૉલરશિપના પૈસાનો તકાજો કરતી હતી . આ હાલતમાં સુહાની ઘણી જ પરેશાની અનુભવી રહી હતી . આ હાલતમાં તેણે પોતાની તકલીફ હસમુખને ના જણાવતા મને કહી હતી. તેના કહેવાથી મેં મારા સાસુ સમક્ષ સાચી પરિસ્થિતિ બયાન કરી હતી . પૈસા ગયાનો તેમને પણ અફસોસ હતો . એટલે તેમણે સુહાની અને મને ખૂબ જ ઠપકો આપ્યો હતો . સાથમાં એક શરત રાખી હતી . :

" સુહાની જો અનિશને dમળવાનું છોડી દેશે તો હું આ પૈસા ભુલી જઈશ ! "

અને સુહાનીએ વાયદો આપ્યો હતો !

સુહાનીના પહેલાં પ્રેમી વિપુલે તેના બર્થ ડે નિમિતે અમુક લોકોને આમંત્રિત કર્યા હતા . તેમાં સુહાની , અનિશ હસમુખ અને તેની પત્નીને બોલાવ્યા હતા !

થોડા દિવસ પછી શોભા બહેને મને ઘરે બોલાવી ન્યૂજ઼ આપ્યા હતા !

" સુહાની પ્રેગ્નન્ટ છે ! "

આ સાંભળી હું સમસમી ગયો હતો.

તેને માટે અનિશ જવાબદાર હતો . તેં જાણી મારૂં આશ્ચર્ય બેવડાયું હતું . આ કઈ રાતે શક્ય બન્યું ? . હું ખૂબ જ ગડમથલ અનુભવી રહ્યો હતો .

શોભા બહેને સુહાનીને આ આફતમાંથી બહાર આણવાની જવાબદારી મને સોંપી હતી . અને હું સુહાનીને મારા ઘરે લઈ આવ્યો હતો ..મેં શોભા બહેનને નચિંત રહેવાની સૂચના આપી હતી .

આખે રસ્તે સુહાની બિલકુલ ખામોશ રહી હતી . આ બધું કઈ રીતે બન્યું ? તેં વિશે હું તરેહ તરેહના તર્ક લગાવી રહ્યો હતો . સચ્ચાઈ જાણવી જરૂરી હતી તેણે કેવળ એટલું જ કહ્યું હ તું .

" મારા પર અનિશે બળાત્કાર કર્યો હતો . "

ખુદ તેણે જ મને આ માહિતી આપી હતી :

" હું અનિશ ને છોડી અનિકેત જોડે પરણવા માંગુ છું . "

આ વિશે તેણે જે માહિતી આપી હતી . તેનાથી હું ફફડી ઊઠ્યો હતો . તેં તેના પુરાણા આશિક વિપુલની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી . ત્યાં યજમાનના કહેવાથી હર કોઇએ ખૂબ જ દારૂ પીધો હતો .અને અનિશે દારૂના નશામાં ચકચુર બની સુહાની પર બળાત્કાર કર્યો હતો !

ઘરે જતાં વેંત જ નિરાલી પોતાની બહેનને સાથે આવેલી નિહાળી ચકિત થઈ ગઈ હતી. પોલીસ ઘટના બન્યા બાદ સુહાની એ કદી તેના ઘરમાં પગ મુક્યો નહોતો. આથી નિરાલી જ નહીં ઘર માં બધાને અચરજની લાગણી નિપજી હતી.

થોડી વારે બધા જમવા બેઠા હતા અને મેં નિરાલી ને સૂચના આપી હતી.

" બધા કામ ઝટપટ પતાવી દે . આપણે નીચે આંટો મારવા જવાનું છે .. "

અને લગભગ કલાક બાદ હું નિરાલી અને સુહાનીને લઈ ઘરમાંથી બહાર નીકળ્યો હતો.

ગલીના નાકે બેઠક જમાવી મેં નિરાલી ને પોતાની બહેન પર આવી પડેલી આફતની વાત જણાવી દીધી ..

સાંભળી તેં પણ આશ્ચર્યમુગ્ધ બની ગઈ હતી.

મેં નિરાલી ને હાકલ દીધી હતી.

" સુહાની મારી પણ નાની બહેન છે .આપણે બંને મળીને તેની ઇજ્જતનું રખોપું કરવાનું છે ! "

0000000 ( ક્રમશ : )

પ્રકરણ - 21

અને બીજે જ દિવસે હું સુહાનીને લઈ પ્રસુતિ હોમમાં પ્રવેશ્યો હતો !

ડૉક્ટરની કેબિનમાં એક જાણીતો ચહેરો મારી નજરે પડ્યો . તેની સાથે તેની જનેતા પણ મોજૂદ હતી . થોડી વારે તેઓ કેબિનમાંથી બહાર નીકળ્યો અને હું સુહાનીને લઈ કેબિનમાં દાખલ થયો .

સુહાની અને અનિકેતની સગાઈ થવાની હતી . મેં સ્થિતિની ગંભીરતા પારખી લઈ ડોક્ટરને વાત કરી દીધી.

" સર ! આ મારી વાઈફ આશા છે . અમારા લગ્નને હજી બે જ મહિના થયા છે ..તેં ઘણીજ નબળી છે . આ હાલતમાં તેં બાળકની જવાબદારી ઊઠાવી શકે તેમ નથી તો તેનો શું ઉપાય છે ? "

"ક્યુરિટીન! " ડોક્ટરે એકાક્ષરી જવાબ આપ્યો હતો.

" કેટલો ખર્ચ થશે ? "

" એક હજાર રૂપિયા ! "

" સાહેબ ! થોડા ઓછા ના થાય . અમે લોકો સાધારણ સ્થિતિના લોકો છીએ. "

" આ વાતનો તમારે પહેલાં વિચાર કરવો જોઈતો હતો . "

મારી પાસે અન્ય કોઇ વિકલ્પ નહોતો ! મેં તરતજ ફોર્મ પર સુહાનીના પતિ તરીકે સહીં કરાવી સારી જવાબદારી મારા શિરે ઓઢી લીધી !

"ઓ કે સર " કહી મેં મારી ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું .

" સર ! કોઇ પ્રોબ્લેમ તો નહીં આવે ને અમે ઘરમાં કોઈને વાત કરી નથી ! "

" ચિંતાને કોઇ અવકાશ નથી !"

' ઠીક છે . આપ તમારું કામ શરુ કરી દો ! '

' એડવાન્સમાં કંઈ આપવું પડશે !

"હમણાં 200 ચાલશે ! "

" ચાલશે ! "

અને મેં ખિસ્સાંમાંથી પૈસા કાઢીને ડોક્ટરના હાથમાં થમાવી દીધા . અને ક્યુરિટીનની પ્રક્રિયા શરુ થઈ ગઈ . લગભગ ચાલીસ મિનિટ આ પ્રક્રિયા જારી હતી તે દરમિયાન મારો શ્વાસ અધ્ધર અને અદ્ધર જ રહ્યો હતો . મેં ફરી ફરીને ફર્ઝ પર હાજર સિસ્ટરને સવાલ કર્યો હતો !

તે વખતે સિસ્ટરે પણ મને હૈયા ધારણ દીધી હતી !

આ વાતની કોઈને પણ કાનોકાન ખબર ના પડે તેની મેં ખુબજ કાળજી લીધી હતી ..મેં પતિની ભૂમિકાને બખૂબી નિભાવી સારી પ્રક્રિયાને કાયદેસર બનાવી દીધી હતી . કોઇને પણ ગંધ આવવા દીધી ન્હોતી ..

પ્રક્રિયા પતી જતાં મેં ફોન કરીને નિરાલીને પૈસા લઈને હોસ્પિટલ બોલાવી હતી .

તેને આવતા થોડો સમય લાગ્યો હતો . સુહાની હજી પણ ઘેનની દવા હેઠળ હતી . અને હું ચિંતામાં ગરકાવ હતો.

ઘરમાં અમારી પાસે પૈસા નહોતા . સાસુ સસરા પાસે તે પૈસા માંગી શકે તેમ ન્હોતી .આ હાલતમાં તે પોતાના મામા પાસેથી પૈસા લાવી હતી ! તેણે આવતા વેંત જ નાટક કરતા સવાલ કર્યો હતો :

" મારી દેરાણી કેમ છે ? "

મેં પણ પત્નિને 'ભાભી બનાવી જવાબ આપ્યો હતો !

" ભાભી બધું જ ઠીક છે ! "

સુહાનીની આંખોમાં મારા પ્રત્યે માન સન્માનની લાગણી રહી હતી ..તેની બૉડી લેંગ્વેજ મારી કર્તવ્ય નિષ્ઠા ને સલામ
કરી રહી હતી.

નિરાલીની મૌજૂદગીએ મને નૈતિક ટેકો આપ્યો હતો . બધું હેમખેમ પાર પડી ગયું હતું . આ ને માટે મેં ઈશ્વરનો ખરા દિલથી પાડ માન્યો હતો .મારા ચહેરા પર પરીક્ષામાં પાસ થયાની ખુશી ઉભરાઇ રહી હતી !

ચાર વાગ્યાની આસપાસ હું સુહાનીને લઈ ઘરે આવ્યો હતો .. ત્યારે મારા ઘરમાં તેની મસીયાઈ બહેનો મને મળવા આવી હતી ! તેમને જોઈ હું થોડો ડઘાઈ ગયો હતો . તેમને ખબર પડી જશે તો ? તેઓ કોઇ આડો અવળો સવાલ કરશે તો ? તેમની આંખોની સામે જ હું સુહાનીને લઈ ઘરમાં આવ્યો હતો ! ભલે તેમણે કોઇ સવાલ કર્યો નહોતો . છતાં તેમની આંખોમાં કંઈ સવાલો તરી રહ્યા હતા . હું સુહાનીને લઈ લગભગ સાતથી આઠ કલાક બહાર રહ્યો હતો . આથી મારી માતા ગીતા બહેનના દિમાગમાં અનેકાનેક સવાલ તરવરી રહ્યા હતા ! આ કારણે હું તેમની સામે નજર મેળવી શકતો નહોતો !

તેમના દિમાગમાં ના જાણે કેટકેટલા સવાલો ઉછાળો મારી રહ્યા હતા . સુહાની એકાએક કેમ તેમને ઘરે આવી હતી ત્યાંથી શરુ કરીને કંઈ કેટલાય સવાલો તેમના દિમાગમાં તોફાન જગાડી રહ્યા હતા .આ જ છોકરીને કારણે તેમના દીકરાને પોલીસ સ્ટેશન સુધી ઢસડાવું પડ્યું હતું . તેને કારણે જ દીકરાએ તેમના પર હાથ ઉગામ્યો હતો .હું સુહાની પ્રત્યે ઢળી ગયો હતો . આ કારણે નિરાલીનાં અધિકાર જાણે અજાણે લૂંટાઈ રહ્યા હતા . આ વાત ગીતા બહેન સહી શકતાં નહોતા ! આથી જ તેમણે આકળા બની મને મહેણું માર્યું હતું .! સુહાની એટલી બધી ગમતી હોય તો ઘરમાં લાવીને રાખતો હોય તો ? માતાની વાત મારા કાળજાની આરપાર નીકળી ગઈ હતી . મેં જીંદગીમાં પહેલી વાર મારી માતા પાર ઉઠાવ્યો હતો !

સુહાનીમાં એવું તે શું હતું ? જેને કારણ હું મારી જીવન દિશા ચૂકી ગયો હતો ! !

ગમે તે હોય પણ એક વાત સાફ હતી . જરૂર કોઇ એવી વાત બની હતી જેને કારણે સુહાની પોતાના દીકરાને સન્માનતી હતી . તેના પર વિશ્વાસ કરીને આટલો બધો સમય તેની સાથે રહી હતી . સુહાની પાછી આવી ત્યારે તેની પાસે બે ત્રણ દવાઓ મોજૂદ હતી . તેનો એક જ મતલબ થતો હતો . તેને કોઇ પ્રોબ્લેમ હતો અને તે ડૉક્ટર પાસે જઈને આવી હતી .

ડોક્ટર પાસે જઈ પાછા આવતા તેને ખાસ્સો સમય લાગ્યો હતો તેનો મતલબ એક જ થતો હતો . તેની બીમારી અસાધારણ હતી !

000000000000

બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં સત્યમને એક વાતનો સતત અફસોસ થતો હતો . તેના હાથે એક અજન્મા બાળકની હત્યા થઈ ગઈ હતી .આ વાત તેના આત્માને સતત કચોટી રહી હતી .

તેણે પોતાની માનસિક યાતનાઓને પોતાની ડાયરીમાં શબ્દશઃ ઉતારી લીધી હતી . અને ડાયરી જાણી જોઈને ગીતા બહેનની નજરમાં આવે તેવી રીતે રાખી દીધી .અને તેમણે તરતજ સત્યમ ની ડાયરી વાંચી લીધી હતી .પોતાનો દીકરો સુહાની શું માનીને ચાલતો હતો ? તેમણે અજાણતામાં દીકરાને અન્યાય કર્યો હતો . તેની લાગણી દુભાવી હતી . આ વાતનો તેમને સતત રંજ થઇ રહ્યો હતો .

તેમણે મ ને મહેણું માર્યું હતું જેનો મતલબ નીકળતો હતો . સુહાની મારી રખાત હતી

ડાયરી વાંચી તેમની સારી ગેરસમજણ દૂર થઇ ગઈ હતી . તેમણે મારી અંતઃકરણ પૂર્વક માફી માંગી હતી .

ભૂલ સભી સે હોતી આઈ ,
કૌન હૈ જિસને ના ઠોકર ખાઈ ,,
ફૂલો સે શીખે જો મંઝિલ ઉસને પાઇ ,

આ ગીત મારે માટે એક તકિયા કલામ બની ગયું હતું . હું વારંવાર આ ગીત ગણગણતો હતો . આ ગીતે સુહાનીને પણ ઘણી જ નિરાંત બક્ષી હતી .

તે થોડા દિવસ મારે ઘરે રહી હતી .

એક સાંજે શોભા બહેનનો ફોન આવ્યો હતો !

" સુહાનીને લઈને ઘરે આવી જાઓ ! "

સુહાનીને ઘરે પહોંચાડયા બાદ મને યાદ આવ્યું હતું . મેં tene ગુસ્સામા પેટમાં લાત મારી હતી . તે બદલ તે ખુબજ રોઈ પડયો હતો ! તે જોઈ સુહાની ખમચાઈ ગઈ હતી . તેની આંખોના ખુણા છલકાઈ ગયા હતા . તેણે અત્યંત ભાવુક બની સવાલ કર્યો હતો :

" મોટા ભાઈ ! તમે શીદને રડો છો ? "

આ શબ્દે મને ધન્યતાની લાગણી બક્ષી હતી .

છતાં એક વાત મને ખૂબ જ ખટકી રહી હતી .

સુહાની પ્રેગ્નન્ટ હતી . આ વાતની હસમુખને કઈ રીતે જાણ થઇ હતી ?

શું સુહાનીએ જ હસમુખને આ વાત કરી હતી ?

કાંઈ સમજાતું નહોતું . સુહાની અનિકેત જોડે પરણવા તૈયાર હતી . તો શું તેને રોકવા માટે જ અનિશે આવી દુષ્ટ હરકત કરી હતી ?

કાંઈ સમજાઈ રહ્યું નહોતું . સુહાનીનું શું થશે તે મારે માટે ચિંતાનો વિષય હતો . તેના પ્રણય પ્રકરણનો શું અંત આવશે ? તે બાબત અનેકાનેક તર્ક લડાવતો હતો . પરિસ્થિતિ ઘણી જ નાજુક તેમજ ગંભીર હતી. તે જિંદગી ના ત્રિભેટે આવીને ઊભી રહી ગઈ હતી . તેની આંખો સામે અંધારપટ છવાઈ ગયો હતો . આ હાલતમાં તે અનિશ જોડે ભાગી જવા તૈયાર થઇ ગઈ હતી . પણ બન્ને રંગે હાથ ઝડપાઇ ગયા હતા .

00000000 (( ક્રમશ : ))

પ્રકરણ - 22

મેં મારી જીંદગી દાવ પર લગાવી સુહાનીને મસમોટી ઉપાધિમાંથી ઉગારી લીધી હતી . તેને માટે પારાવાર યાતના તેમજ મુશ્કેલીનો સામનો કર્યો હતો . જેને કારણે મને છાતીમાં પીડા ઉપડી હતી . ત્યારે સુહાનીએ મને બામ લગાવ્યો હતો . તે વખતે હસમુખ ત્યાં હાજર હતો . તે આ દ્રશ્ય સાંખી શક્યો નહોતો . તે કાંઈ બોલ્યો નહોતો પણ તેની બોડી લેન્ગવેજ તેની ઈર્ષ્યાની ચાડી ખાઈ રહી હતી .

તે દરમિયાન કોઈ એવી વાત બની હતી જેને કારણે મારા સાસુમા હસમુખથી નારાજ થઇ ગયા હતા .

મેં એક ઉમદા કાર્ય કરી મારા આત્મા પર લાગેલો દાગ મિટાવી દીધો હતો .

પણ સાસુમા જમાઈની આ દિલેરી કાર્ય વિધિને સરાહવા કે સ્વીકારવા તૈયાર નહોતા કેમ કે તેમણે સંબંધોની મહત્તા કદી સમજવાની કોશિશ કરી નહોતી . પોતાના અનુભવો થકી તેમણે એવું તારણ શોધી લીધું હતું . દુનિયામાં પાવક , પવિત્ર સંબંધો હોઈ જ ના શકે ..

હું તેમની માનસિકતાથી વાકેફ હતો . આથી મેં સાસુમાના શકને ' સૌદો ' વાર્તાના માધ્યમ થકી દૂર કરવાની સંનિષ્ઠ કોશિશ કરી હતી . પણ અફસોસ આ દુનિયામાં આપણે કોઈના વિચારો બદલી શકતા નથી . આ જગતનું નગ્ન સત્ય હતું અને તે સત્ય સ્વીકારવા સિવાય છૂટકો નહોતો .

સાસુમાની ટકોરે મારી લાગણી ને ગંભીર ચોટ પહોંચાડી હતી .

" ન જાણે સુહાનીએ બદલામા કેવી કિંમત ચુકાવી હશે ! "

તેઓ શું કહેવા ચાહતા હતા ?

તેની જગ્યાએ અન્ય કોઈ હોત તો ?

આ સમયે એક માત્ર શોભા બહેને મારા પર વિશ્વાસ મૂકયો હતો . તેમણે મારી પીઠ થપથપાવી હતી .

નિરાલીએ પણ મારી તેની બહેન પ્રત્યેની લાગણી બિરદાવી હતી . ગીતા બહેને પણ મારી ઉમદા હરકતને હોંશે હોંશે વધાવી હતી . સુહાની પ્રત્યેની લાગણીને કારણે જ મેં ગીતા બહેનને મમ્મી ' કહેવાનું શરુ કર્યું હતું . આ સંબોધન એક મા માટે ' સોને પે સુહાગા ' સાબિત થયું હતું .

" જમાઈ બાબૂ તમે એક દીકરાની ગરજ સારી છે ! મને નિરાલીની પસંદ પર ગર્વ છે ! "

મારી સરાહના કરતા શોભા બહેને ૧૦૦૦ રૂપિયા પાછા આપ્યા હતા . હું આ પૈસા લેવા માંગતો નહોતો . પણ નિરાલી તે પૈસા બીજેથી લાવી હતી . પૈસા તેને પાછા આપવાના હતા . આ હાલતમાં મેં પૈસા લઇ લીધા હતા ! તેમની કૉમેન્ટ્સ સુણી મારી આંખોમાં ખુશીના આંસૂ છલકાઈ ઉઠયા હતા !

"કાદવમાં કમલ ખીલે છે ! આ વાત તમારા નેક કામે પૂરવાર કરી છે ! પાસે પૈસા ના હોવા છતાં તમે બીજેથી પૈસા લઇ તમારી જવાબદારી નિભાવી અમારા ખાનદાનની ઈજ્જત બચાવી લીધી . "

દેરાણી જેઠાણીનો એક જ સમયે એક જ વાત પાર વિરોધાભાસી વ્યવહાર મને ચોંકાવી રહ્યો હતો .

દીકરી કુંવારી માં બનવાની હતી . આ એક દુઃખ જનક , આપત્તિ જનક ઘટના હતી . પણ લલિતા બહેનના પેટનું પાણી પણ હાલ્યું નહોતું . તેઓ ટસથી મસ થયા નહોતા . તેમની જગ્યાએ કોઈ સંવેદનશીલ કે લાગણી પ્રધાન જનેતા હોત તો ? ઝેર પીને મરી ગઈ હોત ! પણ તેમણે સમગ્ર ઘટનાને રમકડું તૂટી ગયું હોય તેમ વિસારી દીધી હતી . એટલું જ નહીં પણ બિલ્કુલ નિર્મમ બની આદેશ જારી કર્યો હતો .

" અનિકેતને બોલાવી તાત્કાલિક લગ્ન વિધિ નિપટાવી લઈએ ! "

આટલું કહી તેમણે સુહાનીને આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી હતી : " અનિકેત આગળ સત્યવાદી હરીશ ચંદ્ર થવાની જરૂર નથી ! '

આ હાલતમાં સુહાની પાસે કોઈ વિકલ્પ નહોતો . આ કારણે તેણે પોતાના મોઢે તાળું લગાડી દીધું હતું . પણ તેનો અંતરાત્મા સતત તેને ડંખી રહ્યો હતો . તે પોતાના જીવન સાથી સાથે છળકપટ કરવા માંગતી નહોતી . તે ભાંગ્યું ભરૂચનો વિકલ્પ સ્વીકારી અનિશ જોડે ભાગી જવા તૈયાર થઇ ગઈ હતી . પણ તે પકડાઈ ગઈ હતી .

આ હાલતમાં હું સાસુમાના આદેશને સુણી પોતાને ઘરે લઇ આવ્યો હતો . નીકળતી વખતે મારી સાસુમાએ બીજો ઝટકો આપ્યો હતો :

" સુહાનીને હસમુખના ઘરે ના મોકલીશ ! "

સાસુમાની વાત સુણી હું ચોકી ગયો હતો .! આ વખતે અનિશ ની માતાએ તેમનો ભાંડો ફોડ્યો હતો.

હું ખુબ જ ઉત્સાહિત મુદ્રામાં સુહાનીને ફરીથી ઘરે લઇ આવ્યો હતો .

રસ્તામા સહજ ભાવે સુહાનીને સવાલ કીધો હતો !

" તારી મા એ તને હસમુખના ઘરે મોકલવાની મનાઈ કરી છે . "

તેના જવાબમાં સુહાનીએ પ્રામાણિક ચોખવટ કરી હતી .

" હસમુખે પહેલી વાર અમને ભગાડવામાં અહમ ભૂમિકા નિભાવી હતી ! "

સાંભળી હું ચોંકી ઉઠ્યો હતો .

તે તો અનિશ અને સુહાનીના સંબંધની વિરુદ્ધમાં હતો . પણ લાગણીની રેસમાં પાછળ પડી ગયાના ભયે તેણે આવો ખતરનાક માર્ગ ગ્રહણ કર્યો હતો.

હું ગજગ્રાહ ની સ્થિતિ માં અટવાઈ ગયો હતો.

સુહાની મારા ઘરે પહોંચી અને બીજે દિવસે સવારના પહોરમાં હસમુખનો ફોન આવ્યો હતો. મેં ફોન ઉપાડ્યો હતો. તેણે સીધી જ સુહાનીને ફોન પર બોલાવી આમંત્રણ આપી દીધું !

"તારે શનિ રવિ મારા ઘરે આવવાનું છે ! "

સુહાની તેના ઘરે જવા તત્પર હતી . તે જોઈ હું ધર્મ સંકટની સ્થિતિમાં અટવાઈ ગયો હતો !

સાસુમાની ચેતવણી મારા કાનોમાં સતત ગુંજી રહી હતી .

" સુહાનીને હસમુખના ઘરે ના જવા દઈશ ! "

હજી ગઈ કાલે સુહાનીએ ભાગવાની કોશિશ કરી ત્યારે મારા સાસુમાએ ફોન કરીને હસમુખને બોલાવ્યો હતો ..તો એકાએક એવું તે શું થઇ ગયું ?

સુહાનીએ ખુલાસા કર્યો હતો . સઘળું જાણવા છતાં તે હસમુખના ઘરે જવા માંગતી હતી . આ વાતે દ્વિઘામાં અટવાઈ ગયો હતો . આ હાલતમાં મેં વચગાળાનો માર્ગ કાઢ્યો હતો .

" ઠીક છે અમે બધા શનિવારે તારા ઘરે આવીશું . "

હસમુખને આ વાત જચી નહોતી . પણ તેનો સ્વીકાર કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો . તેણે ચુપચાપ આ સુઝાવ માની લીધો હતો .

પણ તેની બોડી લેન્ગવેજ તેના અણગમાની ચાડી ખાઈ રહી હતી !

શનિવારે બપોરે નિરાલી સુહાની અને બાળકોને લઇ હસમુખના ઘરે પહોંચી ગઈ હતી . અને હું તેમજ હસમુખ સાંજના ઓફિસેથી નીકળી તેના ઘરે ગયા હતા ! અહીં સુધી બધું જ ઠીક ચાલી રહ્યું હતું .

ન જાણે કેમ તે દિવસે હસમુખ ખૂબ બદલાયેલો લાગ્યો હતો . તેની પ્રત્યેક હિલચાલ શંકા જગાડી રહી હતી . હું જાણે તેનો બોડી ગાર્ડ બની સુહાની સાથે તેના ઘરે ગયો હતો !તે આવું માનીને ચાલી રહ્યો હતો . તેણે કરેલો ગુનો તેને માનસિક પીડા આપી રહ્યો હતો . તે નકારાત્મક વિચારોના આટાપાટામાં અટવાઈ ગયો હતો ! તેના પ્રત્યેક શબ્દોમાં આક્રોશ છલકાઈ રહ્યો હતો . તેના શબ્દે શબ્દે માનો મહેણાંની આગ વરસી રહી હતી .

અમે ઘરે પહોંચ્યા કે તરત જ મને વરવા અનુભવો થવા માંડ્યા હતા .

હસમુખની પત્ની અને સુહાની કિચન નું બારણું વાસી અંદર કપડાં બદલી રહ્યાં હતા . હસમુખ આ શકયતાને અવગણી દરવાજાને ધક્કો મારી ભીતર ઘૂસી ગયો હતો તેનો આવો બાલિશ , નાદાન વ્યવહાર નિહાળી મારા દિમાગની નસ તંગ થઇ ગઈ હતી . સુહાની તેના ઘરે આવી હતી તે વાતથી હસમુખ હરખઘેલો બની ગયો હતો

સુહાની કોઈ સ્ટન્ટ કરી અંદર સંતાઈ ગઈ હતી તેવું માની તે ફટ દઇને રસોડાનું બારણું હડસેલી અંદર ઘૂસી ગયો હતો . આ વાત હું સમજી ગયો હતો . આથી તેણે આ વાત પર વિશેષ ધ્યાન આપ્યું નહોતું . મારી જગ્યા એ અન્ય કોઈ હોત તો તેણે શું અર્થ તારવ્યો હોત?

સુહાનીએ પહેલા મને પાણી પીવડાવ્યું તે બદલ પણ તે સુહાનીને મહેણું મારવાનું ચુક્યો નહોતો

મેં પહેલી વાર તેના વર્તનમાં ઈર્ષ્યાની ઝલક નિહાળી હતી . તે જોઈ હું છક થઈ ગયો હતો. સુહાનીની કોઈ ભૂલ નહોતી . છતાં પણ હસમુખ અનાપશનાપ વાતો કરીને તેને ટોર્ચર કરી રહ્યો હતો અને સુહાની તેને જોક ગણી હસી કાઢતી હતી :

" હવે તો બંને એક થઇ ગયા . સત્યમ ભાઈ ! તમારા માન પાન વધી ગયા ! "

તેના ઘરની પાછળ ઓપન એર ટોઇલેટ્સ હતા અને હસમુખ જાણે કોઈ અજાયબી હોય તેવા જુસ્સાથી તેને આ બધું જોવાની ફરજ પાડી રહ્યો હતો . તેને ઉકસાવી રહ્યો હતો . અને ખૂબીની વાત હતી . સુહાની પણ રસપૂર્વક આ નજારો માણી રહી હતી .

તે જોઈ હું અચંબિત થઇ ગયો હતો .

તેના આવા વ્યવહારથી એક વાત ફલિત થઇ રહી હતી . તેને આવુ બધું જોવું ગમતું હતું !

એક વાર મેં સુહાનીને ગંદુ ગલીચ જોડકણું સંભળાવ્યું હતું . ત્યારે તે ઘણી જ નારાજ થઇ ગઈ હતી . મેં સુહાનીની માફી પણ માંગી હતી જયારે અહીં તો ? વાત બે ડગલા આગળ હતી . હસમુખ મર્યાદા વટાવી રહ્યો હતો . તે સુહાનીને બીભત્સ ,ઘૃણિત નજારો જોવા માટે ઉકસાવી રહ્યો હતો !

રવિવારની બપોરે લંચ કર્યા બાદ સુહાની ફર્શ પર આડી પડીને સૂતી હતી . હું પણ તેના ઓશિકે માથું ઢાળીને બીજી દિશામાં માથું રાખીને સૂતો હતો . બંને વચ્ચે અપૂર્વ વિશ્વાસનો માહોલ હતો . બંને આરામથી વાતચીત કરી રહ્યા હતા . સામે જ નિરાલી ખુરસી પર બેસી અખબાર વાંચી રહી હતી .. અમારા સંબંધોમાં કોઈ કડવાશ કે ગેરસમજણના આસાર વર્તાતા નહોતા . તે સિનારિયો મને પ્રસન્નતાની લ્હાણી કરી રહ્યો હતો .

તે વખતે હસમુખના મનમાં જાણે શું વસ્યું ? તે શાયદ બંને વચ્ચેની આત્મીયતા ઝીરવી ના શક્યો . સુહાની તેનાથી દૂર જઈ રહી છે . તેવો ખ્યાલ હસમુખના મનમાં ઘૂસી ગયો હતો અને તે કાચબાની ચાલે બંને વચ્ચેની ખાલી જગ્યામાં ઘૂસી ગયો હતો.

આ એક પ્રતિકાત્મક સંકેત હતો . હસમુખે સાળી બનેવીની જિંદગીમાં કાચબાની માફક ઘૂસણખોરી કરી હતી આ તેનું સીધું પ્રમાણપત્ર હતું . તેણે સતત મારી અને સુહાનીની જિંદગીમાં કાચબાની ભૂમિકા નિભાવી હતી .

તેણે નોન સ્ટોપ સુહાનીને મહેણાં મારવાનો સિલસિલો જારી રાખ્યો હતો . અને તેનું દર્દ સત્યમને થઇ રહ્યું હતું . આ જ તેની લાગણીનો તાદશ પુરાવો હતો .

" તમને પોતાને સુહાની મારા ઘરે આવે તે પસંદ નથી . તો
પછી સાસુમાને શાને વચમાં લાવી રહ્યા છો ? તેમના ખભા પર બંદૂક રાખીને શા માટે ફોડી રહ્યા છો ? "

હસમુખ એક શિક્ષક હતો અને તેની સોચ એક બાળકને પણ શરમાવી રહી હતી . તેને દોસ્ત બનાવ્યાનો અફસોસ થઇ રહ્યો હતો .

અતીતમાં તેના હાથે પોતાની સાળીનુ હિત ના સચવાયું હતું . તેણે ભૂલ પણ કરી હતી . તે બદલ પસ્તાવાની લાગણી પણ અનુભવી હતી . પણ આજે તેની કોઈ જ ભૂલ નહોતી . છતાં તેણે આદત પ્રમાણે દોષનો ટોપલો પોતાના શિરે ઓઢી લઇ પરિસ્થિતિ વિષમ બનાવી દીધી હતી . સુહાની પણ આ મામલામાં બિલકુલ ખામોશ હતી . આ હાલતમાં તેનો જીવ અકળાઈ રહ્યો હતો . આથી મેં સુહાનીને સૂચના આપી હતી :

" ચાલ હું તને તારા ઘરે મૂકી આવું ! "

મેં મારા પ્રથમ નિર્ણય માટે અફસોસની લાગણી અનુભવી હતી . સુહાનીની લાગણી ના દુભાય તે ખાતર હું તેને લઇ હસમુખના ઘરે ગયો હતો . જેને કારણે વાતાવરણ તંગ થઇ ગયું હતું . બધાના જીવ ખાટા થઇ ગયા હતા . આ પરિસ્થિતિ હસમુખને કારણે નિર્માણ થઇ હતી છતાં સારા મામલામાં મને અપરાધી સાબિત કરવાની ગંદી રમતનો શિકાર બની ગયો હતો. પણ મારો માંયલો આ વાત માનવા તૈયાર નહોતો . સમગ્ર મામલામાં હું નિર્દોષ હતો . આ વાત સુહાનીએ પણ સ્વીકારી હતી . આ જ મારી લાગણીનો મસમોટો પુરસ્કાર હતો .

સુહાની ચુપચાપ ઘરે જવા તૈયાર થઇ ગઈ હતી . તે જાણી હસમુખના ચહેરાનો રંગ ઊતરી ગયો હતો

હું બધું સહી શકતો હતો . કોઈ જૂઠું બોલે તે વાત બિલકુલ સાંખી લેતો નહોતો .. હું નિરાલી અને બાળકોને હસમુખના ભરોસે મૂકી સુહાનીને તેના ઘરે મૂકવા ચાલી નીકળ્યો હતો . તે ઘણી જ અપસેટ હતી અને હું તેની સાથે અનેક ચોખવટ કરવા માંગતો હતો .આથી મેં સુહાનીને મારી સાથે જેન્ટ્સ કંપાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરવાનો આગ્રહ કર્યો હતો અને તે મારી સાથે બેસીને ઘરે આવી હતી !

લગભગ કલાકેક સુધી બંનેએ વાતો કરી હતી જેને કારણે ઘણી બધી ગેરસમજણ દૂર થઇ ગઈ હતી . સારા મામલામાં હસમુખ જ કસૂરવાર હતો . આ વાત પણ તેણે સ્વીકારી હતી . તે અનિશ ની માફક ડબલ ઢોલકી હતો , ગૉસીપનો બાદશાહ હતો તે પણ કબુલ્યું હતું .

મેં તેને અંતરંગી દોસ્ત માની મારા દિલની વાતો કરી હતી . તેનો પણ હસમુખે દુરુપયોગ કર્યો હતો .

હકીકતમાં મને સુહાની જોડે પ્રેમ થઇ ગયો હતો . આ વાત યોગ્ય નહોતી . તેનો મને અહેસાસ હતો . મેં પ્રેમનું વહેણ બદલવા માટે જ સુહાનીને અપીલ કરી હતી :

" મને મોટા ભાઈ કહીને બોલાવીશ ? મને રાખડી બાંધીશ ? "

પણ આ દુનિયા એટલી બધી બેરહમ છે કે કોઈને સાચે રસ્તે પણ જવા દેતી નથી .

આ અનુભવે મને નાસીપાસ કરી દીધો હતો . આ હાલતમાં તેણે સુહાનીને બોલાવીને સચ્ચાઈ બયાન કરી દીધી હતી !

" હું બીજી છોકરીને પ્રેમ કરું છું . "

તે છોકરી કોણ હતી ? સુહાનીના દિમાગમાં સવાલ ઉઠ્યો હતો . કદાચ તે જાણી ચુકી હતી . તે મારા મોઢે સાંભળવા માંગતી હતી . આ કારણે તે ચૂપ રહી હતી .

બીજે દિવસે જ me તેના મોઢા પર જ કહી દીધું હતું :

"એ છોકરી તું જ છે ! "

"વેરી બેડ ! "સુહાનીએ ટકોર કરી હતી .

સતત બે દિવસના માનસિક પરિતાપ બાદ મને અમૂલ્ય ખુશી હાંસિલ થઇ હતી . આ હાલતમાં મેં થોડા દિવસ પહેલા બનાવેલી પેરોડી સુહાનીને સુણાવી હતી.

હમને ગાવ કે રસ્તો પર ( ૨
ભૈ દેખી થી બેલ ગાડિયા
ચક્કર ખા ગયે હમ તો ભૈયા ,
દેખ શહર કી ગાડીયા ,

મેં ઊંચે અવાજે આ પેરોડી લલકારી હતી . તે સુણી સુહાની મન દઈને હસવા લાગી હતી . તેણે માર ટેલેન્ટને મન દઈને સરાહી હતી .

સમગ્ર મામલામાં તે સાવ મૂંગી મંતર બની રહી હતી . હસમુખના પ્રતિભાવે રહી રહીને તેના વર્તન બદલ નકારાત્મક લાગણી જગાડી રહી હતી . તેણે પહેલીવાર મારો બચાવ કર્યો હતો.

"સત્યમ ભાઈ મારા જીજુ છે . મારા મોટા ભાઈ હોવાનો દાવો કરે છે . તેમને સતત મારી ચિંતા રહે છે .આ સ્થિતિમાં તેમનો મને ગાળ દેવાનો પણ હક બને છે ! "

સુહાનીની આ વાતે મને નૈતિક ટેકો આપ્યો હતો.

સુહાનીનો આ ડાઈલોગ હસમુખ હજમ કરી શકતો નહોતો . આ હાલતમાં તેણે ફોન કરી લલિતા બહેનને વધામણી આપી હતી :

00000000

પ્રકરણ -23

બંને ઘરે પહોંચ્યા . સુહાની બે દિવસમાં જ પાછી આવી ગઈ હતી . તે બદલ દેરાણી જેઠાણીએ કોઈ અચરજની લાગણી વ્યક્ત કરી નહોતી ! તે જોઈ અમને નવાઈ લાગી હતી

સાસુમાં એ મને ખખડાવી નાખ્યો હતો.

" તમને ના પાડી હતી છતાં તમે સુહાનીને હસમુખના ઘરે શા માટે લઇ ગયા ?"

આનાથી એક વાત સાબિત થતી હતી . હસમુખે ફોન કરી સારો હવાલો આપી દીધો હતો !

હું તેમને કોઈ જવાબ આપું પહેલા જ સુહાનીએ દરમિયાનગીરી કરી મારો બચાવ કર્યો હતો

"તમારે આ મામલામાં જીજુને જવાબદાર ગણવાની કોઈ જરૂર નથી . હસમુખને ત્યાં જવાનો નિર્ણય મારો હતો ! "

તો પછી તેમણે સારો કાફલો લઇ તારી પાછળ આવવાની શી જરૂર હતી ?

" તે દિવસ જેવી હરકત કરવા માટે સાથે આવ્યા હતા ? "

" તેમણે તે દિવસ જેવી કોઈ જ હરકત કરી નથી . આ બધો હસમુખની ઈર્ષ્યાનો પ્રતાપ છે . આગલી વાર પણ તેને કારણે હોબાળો ખડો થયો હતો . તે દિવસે હસમુખે જ જીજુ વિરુદ્દ મારા કાનમાં વિષ રેડીને તેમને ગુસ્સો કરવા વિવશ કર્યા હતાં . તેણે જ મારા દિમાગમાં ઠસાવી દીધું હતું . તેઓ તબિયતનું બહાનું કાઢી રહ્યાં છે.

મેં હસમુખના કહેવાથી તેમને ડોક્ટર બોલાવવા માટે ના પાડી હતી . આ વાતનો તેમને ખ્યાલ આવી ગયો હતો અને તેમણે ગુસ્સામાં આવી જઈ મારા પેટમાં લાત મારી હતી અને તેઓ લોકનજરે ગુનેગાર બની ગયા હતા . અને હસમુખ આગ લગાડી ખસી ગયો હતો . મારે કારણે જ જીજુએ સિગારેટ પીવાની શરૂઆત કરી હતી . આ જ વાત મને કહેવા તેણે મને નીચે બોલાવી હતી . જીજુનો આ તર્ક સાચો હતો . પણ સંજોગોએ તેમને અપરાધી બનાવ્યા હતા !

આટલા ખુલાસા બાદ લલિતા બહેનની આંખો સામે સચ્ચાઈ આવી ગઈ હતી . તેમણે મારી માફી માંગી હતી . તેમણે હસમુખને બોલાવી આકરા શબ્દોમા ઠપકો આપ્યો હતો . તેનું સારું ગુમાન ઊતરી ગયું હતું . તેનું લલિતા બહેનના ઘરમાં શાસન ખતમ થઇ ગયું હતું . બંને સુહાની પ્રત્યે અદ્રિતિય લાગણી હોવાનો દાવો કરતા હતા . પણ તેને નિભાવવાના રસ્તા અલગ હતા જેને કારણે લલિતા બહેન સહિત હર કોઈએ તેને ' લાગુ પ્રસાદ 'ની ઉપાધિ બક્ષી હતી જયારે મને ' મોટા ભાઈ ' ની ડિગ્રી હાંસલ થઇ હતી .

મોડી રાત્રે સુહાનીને ઘરે મૂકી મારા પરિવાર ને પિક અપ કરવા હસમુખના ઘરે ગયો હતો ત્યારે તે સુહાની સાથેના મારા પ્રેમની વાતોનો નિરાલીને હવાલો આપી રહ્યો હતો . તેનું રૂપ નિહાળી હું ચુપચાપ તેમને લઈ ઘરે પાછો ફર્યો હતો.

હું ખૂબ જ થાકી ગયો હતો છતાં તેણે મોડી રાત સુધી જાગીને સઘળી વાતો ડાયરીમાં ટપકાવી લીધી હતી .

સવારના ઉઠીને મેં ઓફિસ જતી વખતે સૂચના આપી હતી !

"બપોરના સમય કાઢીને મારી ડાયરી વાંચી લે જે ! "

" ઓ કે ! "

' જય શ્રી કૃષ્ણ ' કહી હું ઓફિસ જવા રવાના થઇ ગયો હતો .

ગાડીમાં પગ દેતા જ તેના દિમાગ પર સુહાનીની યાદ સવાર થઇ ગઈ હતી.

" પ્લીઝ ! મારો વિશ્વાસ કરજે . તું હસમુખના ઘરે જાય તેમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો . પણ તારી માતાની સુચનાએ મને વિમાસણમાં મૂકી દીધો હતો . કાંઈ અનર્થ થવાની દહેશત થકી હું સારો રસાલો લઇ કેવળ તારી ખાતર સ્વમાનના ભોગે હસમુખના ઘરે આવ્યો હતો ."

' મોટા ભાઈ ! તમે નાહક ચિંતા કરવાનું બંધ કરી દો . હવે ચિત્ર બિલ્કુલ સાફ થઇ ગયું છે . આ વખતે તમારો કોઈ જ વાંક કે અપરાધ નહોતો છતાં તમે ભાવુકતાના પ્રવાહમાં વહી જઈ દોષનો સારો ટોપલો તમારે માથે ઓઢી હસમુખને વિના કારણ તમારા પર હાવિ થઇ જવા દીધો છે. આજે રહી રહીને સારી સચ્ચાઈ મારી સામે છતી થઇ ગઈ છે . મેં હસમુખની પાછળ આંધળી દોટ મૂકી હંમેશા તમારી લાગણી દુભાવી છે ! તેના ડબલ ઢોલકી વ્યવહારે તે બડી મા અને મારી નજરમાંથી ઊતરી ગયો છે .મારી નજરમાં સારો બની રહેવા માટે તેણે અનેક ધતિંગ નો આશરો ગોત્યો હતો અને તેની આ પોલિસી તેને ભારે પડી ગઈ . "

" તું પણ એક વાત માને છે ને ? આજે મારો કોઈ જ વાંક નહોતો .?

" બિલકુલ નહીં . બાકી જે કાંઈ થાય છે તે સારા માટે .તમે માન અપમાનની પરવા ના કરતા મને હસમુખના ઘરે ના લઈ ગયા હોત તો ? સચ્ચાઈ કદી સામે ના આવી હોત ! તમારા બંને વચ્ચે બુનિયાદી તફાવત છે .તમે લાગણી કરતાં કર્તવ્યને શિરમોર ગણો છો .આ જ સાચા નઠારા આદમીની સહી ઓળખ છે ."

" હું તને સદાય એક ફ્રેન્ડ , ફિલોસોફર અને ગાઈડ માનીને ચાલતો આવ્યો છું . અને આજે મારી માન્યતા સાર્થક થઇ છે . "

" જીજુ ! હું તમને પ્રોમિસ આપું છું . હું તમારા વિશ્વાસ પર ખરી ઊતરીશ . પણ તમારે એક વાયદો સામે આપવો પડશે ."

" જરૂર બોલ શું વાત છે ? તારે માટે તો હું કાંઈ પણ કરવા તૈયાર છું ! "

" તમારે સિગારેટ સ્મોકિંગને કાયમ માટે 'ગુડ બાય ' કરવું પડશે ! "

" પણ તેને માટે તારે પણ એક વાયદો કરવો પડશે ! હું જાણું છું કે આ માંગવાની ચીજ નથી પણ કમાવવાની ચીજ છે . પણ હું તે કમાઈ ચુક્યો છું . તેથી કહી રહ્યો છું . હું મોટા ભાઈનું સન્માન તો કમાઈ ચુક્યો છું . બસ જિંદગી ભર મારી આ કમાણીનું જતન કરતી રહેજે ! "

"હા મોટા ભાઈ તમારી આ કમાણીને વ્યર્થ નહીં જવા દઉં ! " '

" બસ આઈ એમ વેરી હેપ્પી ! " મેં સુહાનીનો હાથ પક્ડી અત્યંત ભાવુક મુદ્રામાં પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો .

Ame હસમુખના ઘરમાંથી બહાર નીકળ્યા કે તરતજ પોતાની સર્વોપરિતા જાહેર કરવાની કોશિશમાં મારી સાસુમાં ને હવાલો આપી પોતાની નિમ્નતર કોટિનો પરિચય આપ્યો હતો .

લંચ બાદ મેં ફોન કરી નિરાલીને ડાયરી બાબતે પૂછપરછ કરી હતી અને નિરાલીએ મારી પ્રશંસા કરી બંને સાળી બનેવીને એકમેકને કરેલા વાયદા બદલ આભાર માન્યો હતો ..

નિરાલીએ નિત્ય ક્રમ પ્રમાણે પોતાની ડાયરી વાંચી હતી .તે બદલ me તેનો હૃદયપૂર્વક પાડ માન્યો હતો . તે ઉપરાંત ખરાબ મૂડની માફી પણ માંગી હતી. ડાયરી ને કારણે અમારા લગ્ન જીવનમાં કોઈ વિક્ષેપ પડ્યો હતો ના તો કોઈ આંચ આવી હતી .

સાંજના ઓફિસેથી એકલો જ ચાલીને હું સ્ટેશન ભણી જઈ રહ્યો હતો . તે વખતે તે એક તત્વ ચિંતકની વાતને વાગોળી રહ્યો હતો .

' ક્યારેક શબ્દ હથિયાર બની જાય છે . શબ્દને અંગ્રેજીમાં વર્ડ્સ કહેવાય છે . તેને ઉલટાવવાથી તે સવૉર્ડ - તલવાર બની જાય છે .આપણા શબ્દોની છાબ શૂળોથી નહીં પણ ફૂલોથી ભરેલી હોવી જોઈએ !

જયારે કોઈ વ્યકતિ બીજાની અવહેલના કરેછે , વ્યંગાત્મક શબ્દોના તીર છોડે છે ત્યારે ' મહાભારત ' ની સ્થિતિ નિર્માણ થાય છે . જેને કારણે ભલભલા સંબંધો ભસ્મીભૂત થઇ જાય છે .જેને પુનઃ સ્થાપિત કરવા નામુમકિન બની જાય છે .

જમાઈ અને સાસુ વચ્ચે માનો જન્મ જન્મના વેર હતા . પહેલી વાર મળ્યા ત્યારથી જ બંનેની ભીતર શીત યુદ્ધ જારી હતું . ન જાણે બંને અલગ અલગ મુદ્દા પર ના જાણે કેટલી વાર આથડી પડયા હતા .

તત્વ ચિંતક શ્રી કૃષ્ણકાંત ઉનડકટની આ ચિંતન કડીએ મને સહાય કરી હતી .

ગમે તે હોય પણ એક વાત સાફ થઇ ગઈ હતી . હસમુખ જેવા ગૉસીપર પાસે સાચા મિત્ર બનવાની ક્ષમતા કે લાયકી નહોતી .આ કક્ષાના માણસો ભલા લોકોની લાગણી કે પીડાને શું સમજવાના ?

મને કેવળ એક જ વાતનો રંજ થતો હતો . હસમુખના ઘરમાં સુહાની એક નવાણિયાની માફક કૂટાઈ ગઈ હતી . તેને બંને પક્ષે સાંભળવું પડ્યું હતું . હસમુખે નિરાલીના દેખતા જ maro ભાંગરો વાટી નાખ્યો હતો . નિરાલીને રીતસર ભડકાવાની ચેષ્ટા કરી હતી .પણ તેને નાકામી જ સાંપડી હતી .મારી ડાયરીએ નિરાલીના મનમાં ઘુસવા મથતા કચરાને વાળી ઝુડી સાફ કરી દીધો હતો : મેં લગ્ન બાદ નિરાલીને આપેલો વાયદો નિષ્ઠાપૂર્વક પાળ્યો હતો.

0000000000 ( ક્રમશ : )

પ્રકરણ -24

લગ્ન બાદ તરત જ લલિતા બહેને દીકરીના લગ્ન તોડવાની કોશિશ આદરતા મને વણમાગી સલાહ આપી હતી :

" તમારા ઘરમાં સાવકી મા છે . કાલે ઉઠીને ઘરમાંથી કાઢી મુકશે તો શું કરશો ? ક્યાં જશો ? "

આ સાંભળી હું ભડકી ઊઠ્યો હતો. મેં તરત જ સાસુમાનું મોઢું તોડી લીધું હતું :

" મેં તમારી દીકરી જોડે લગ્ન કર્યા છે . તેને સાચવવાની સંપૂર્ણ જવાબદારી મારી છે . તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી . "

પોતાની દાળ ના ગળતા લલિતા બહેને દીકરીને મહેણું પણ માર્યું હતું .

" તારો ધણી તો ભૂખડી બારસ છે . અમારી પસંદના છોકરા જોડે પરણી હોત તો ? કેટલું બધું પામી હોત !"

લલિતા બહેને mar દેખતા જ નિરાલી દિમાગમાં ઝેરના બીજ રોપવાની ચેષ્ટા કરી હતી .પીઠ પાછળ ના જાણે તેમણે નિરાલીના કાનમા શું શું ભર્યું હતું ? ભગવાન જાણે .નિરાલી અત્યંત ભોળી તેમજ સરળ સ્વભાવની હતી . તે ગીતા બહેનને એક માતા માનતી હતી . આથી તેના પર માતાની બહેકાવનારી વાતોની કોઈ અસર થઈ નહોતી .

હું નિરાલી પ્રત્યે થોડો ઘણો લાપરવાહ તેમજ ઉદાસીન બની ગયો હતો ..તેમા નિરાલીનો કોઈ જ વાંક ગુનો નહોતો . તેના માથે જવાબદારીનો બોજ ખડકાઇ ગયો હતો . આ કારણે તે શયનેષુ રંભા બનવામાં વિફળ રહી હતી .દિવસને અંતે તે થાકીને લોથપોથ થઈ જતી હતી તેથી તે મને વાંછિત દામ્પત્ય સુખ આપી શક્તિ નહોતી . મને રોજ સેક્સ જોઈતું હતું . આ કારણે પત્નીની ઇચ્છા અનિચ્છાનો વિચાર કર્યા વિના દૈહિક સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો . આ જ કારણે નિરાલીએ મને મહેણું માર્યું હતું જે મારા દિલની આરપાર નીકળી ગયું હતું

"તમે સાવ જંગલી જાનવર જેવા છો . તમારે મન શારીરિક સંબંધ સિવાય અન્ય કંઈ મહત્વનું નથી . "

નિરાલીના શબ્દો મારે માટે ઘાતક પુરવાર થયા હતા .શાયદ આજ કારણે હું ભટકી ગયો હતો

તેના ગુસ્સાનું કારણ કદાચ તેની બહેન સુહાની હતી . હું તેનું વિશેષ ધ્યાન રાખતો હતો . આ વાત ઘરમા કોઈને અને ખાસ કરીને મારા સાસુમાને ગમતી નહોતી . તેમણે એક દીકરી ને બીજી દીકરી વિરુધ્ધ ભડકાવી હતી ..જેની શરૂઆતમા ખુદ મને પણ જાણ નહોતી ! ગમે તે હોય પણ મેં જે રીતે સુહાની નું ધ્યાન રાખી તેની ઇજ્જત બચાવી હતી . તે જોઈ નિરાલીની આંખો ખુલી ગઈ હતી . તેની મા તેને ગલત માર્ગે દોરતી હતી આ વાતનો પણ તેને ખ્યાલ આવી ગયો હતો . વળી મારી ડાયરી લખવાની આદતે પણ તેની ગેર સમજણ દૂર કરવામા સહાય કરી હતી. સુહાની પ્રત્યેની તેની લાગણી સાફ દિલ હતી . તે પોતાની સાળીને લઈને ઘણો ચિંતિત રહેતો હતો . આજ કારણે તે ઘણી વાર પોતાની જવાબદારી વિસરી જતો હતો તે વાતનો સત્યમને અહેસાસ થતો હતો તે બદલ તે અફસોસની લાગણી અનુભવતો હતો .

ના જાણે કેમ ? તેના આંતર મનમાં ભાવનાનું અજીબો ગરીબ તાંડવ નૃત્ય ખેલાઈ રહ્યું હતું .તે લગાતાર ભાવનાના મહાસાગરમાં ડૂબકી લગાવી રહ્યો હતો .

ઘર પરિવારની જવાબદારી , બે બાળકોન ઉછરની જ્વાબદારી તેને શયનેષુ રંભા બનવાની આડે આવી હતી .

ભોજ્યેષું માતા ,, કાર્યેષુ મંત્રી , ચર્ણેષુ દાસી , શયનેષુ રંભા ,

તે ચાહવા છતા પણ મારી જરૂરિયાત પૂરી કરવામાં અસફળ રહી હતી . લગ્ન બાદ બંનેએ અંદરોઅંદર એક સમજ કેળવી હતી . તે મુજબ તેઓ રાતના ભગવાન સમક્ષ એક પ્રાથના કરતા હતા .

"ભગવાન આજના દિવસે અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજે . અમે તમારા બાળક છીએ . "

પણ નિરાલીની ટકોરને કારણે બધું જ બદલાઈ ગયુ હતું. પહેલી વાર મને નિરાલીમાં સાસુમાંનું પ્રતિબિંબ દેખાયું હતું . દીકરી સદાય મા ના પગલે ચાલે છે . એ વાત માનવા પ્રેરાયો હતો.

નિરાલી વધુ સમય ઘરના કામમાં રોકાયેલી રહેતી હતી . મારી માફક નિરાલી પણ ખુબજ ઓછું બોલતી હતી . કદાચ તેથી જઅમારી વચ્ચે જોઈએ તેવો સંવાદ સેતુ બંધાયો નહોતો ..નિરાલી દુનિયાદારીથી ઘણી જ છેટે હતી . તે વધારે ભણવા પામી ન હોતી . તેની પાસે વાતો કરવાના કોઈ ખાસ વિષય કે ટોપિક નહોતા ! તે રસોડા અને ઘરની ચાર દીવાલોમાં જ માનો પુરાયેલી રહેતી હતી . તે કદી ઘરની બહાર નીકળી નહોતી .

એવું કહેવામાં આવે છે . લગ્ન પછી પતિ પત્નીએ કમ સે કમ પાંચ વરસ સંતાનો જણવાનો વિચાર પણ ના કરવો જોઈએ . ભણેલો ગણેલો હું પણ આ મામલે થાપ ખાઈ ગયો હતો . અઢી વર્ષની અંદર જ મેં નિરાલીને બે સંતાનોની માતા બનાવી દીધી હતી . દુનિયાના અસંખ્ય દંપતિ ની માફક આ મામલે ભૂલ કરી ગયા હતાં . ખુબજ નાની વયે નિરાલીના માથે પહાડ જેવો બોજ આવી ગયો હતો .

તેના પણ હરવા ફરવાના સપના હતાં જે ચકનાચૂર થઈ ગયા હતા . આ વિશે મને કોઈ અંદેશો પણ નહોતો આવ્યો . હું લગ્ન બાદ અભ્યાસ કરતો હતો. વળી નોકરી પણ કરતો હતો . મારૂં પોતાનું એક સ્વપ્ન હતું . એક મહાન લેખક બનવાનું . પણ લેખનને આજીવિકાનું સાધન બનાવી શકાય તેમ નહોતું . એક લબ્ધ પ્રતિષ્ઠિત લેખકે મને સલાહ આપી હતી .

" આપણે ત્યાં લેખકની કોઈ જ કિંમત નથી . ભલભલા લેખકો ભૂખે મરે છે .."

આ વાત મારા ગળે ઊતરી ગઈ હતી . લેખકની સલાહ પ્રમાણે મેં લેખન પ્રવૃત્તિ ને એક શોખ તરીકે ચાલું રાખી હતી .

ગીતા બહેન નિરાલીને પોતાની દીકરીની જેમ સાચવતા હતાં . તેને કોઈ વાતનું ઓછું આવવા દેતા નહોતા !

અન્ય પત્નીની માફક તેની પણ ઇચ્છા હતી . તેનો પતિ તેને ઘર કામમાં મદદ કરે . તેમાં કંઈ જ ખોટું નહોતું ..તેના પિતાને તેણે ઘરના બધા જ કામ કરતા નિહાળ્યા હતાં . આથી તે પણ આવું જ કંઈ વિચારતી હતી હતી પણ આ તેને માટે શક્ય નહોતું .

તે ખુદ માનતો હતો . લગ્ન એક ભાગીદારી છે . તેમાં બંને પક્ષની સરખી જવાબદારી છે . પણ આપણી સામજિક વ્યવસ્થા પણ આ વાત સ્વીકારે છે , , પતિ કમાય અને પત્ની ઘર ચલાવે .

પણ સમયની સાથે ઘણું બધું બદલાઈ ગયું હતું અને સમય સાથે ચાલવા માંગતો હતો . પણ મારી કામ કરવાની ઇચ્છા સંજોગો એ રગદોળી નાખી હતી

મને આજે પણ તે ઘટના સાંભરે છે ..

હું ત્યારે ખૂબ નાનો હતો. પિતાજી ને મદદ કરવાના આશયે પ્રાઈમસ પેટાવવા જતા દાઝી ગયો તેથી પિતાજી ખૂબ ગભરાઈ ગયાં હતાં .ત્યાર બાદ તેમણે mneઘરના કોઈ કામને હાથ લગાડવા દીધો નહોતો .. આ જ કારણે તે નિરાલીને મદદ કરી શકતો નહોતો .

તે થોડીક વિચિત્ર સ્વભાવ ધરાવતી હતી . એક તરફ તે ચાહતી હતી તેનો પતિ તેને ગૃહકાર્યમાં મદદ કરે પણ બીજી બાજુ તે મને કોઈ પણ કામ સરખી રીતે શીખવાડતી નહોતી .

હું પત્નીને મદદ કરવા ચાહતો હતો છતા માનતો હતો કે પત્નીએ પોતાના પતિ માટે અમુક કામો કરવા જોઈયે . હું પત્નીને નોકરાણી નહોતો માનતો .છતા ઘણી વાર ગુસ્સામાં તે મને મ્હેંણા મારતી હતી : હું આ ઘરની નોકરાણી છું ! ' .આ તેની માતાના સંસ્કારો અમારી ગ્રહ ગૃહસ્થની બુનિયાદ હચમચાવી રહી હતી.

છતાં પણ હું મારી જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવતો હતો .

ગમે તે હોય પણ એક વાત નિરાલીની મને ખૂબ જ ગમતી હતી . તે સંતોષી જીવ હતી . તે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરતી હતી ના તો કદી કોઈ ચીજની માંગણી કરતી હતી

00000000000 ( ક્રમશ )..

પ્રકરણ - 25

૧૫ દિવસ બાદ અનિકેત ઑફિસનું કામ પટાવી સ્વદેશ પાછો આવવાનો હતો .તે આવે કે તરતજ સુહાની તેની જોડે પરણવાની હતી . લગ્ન પછી તે દૂર ચાલી જશે . તે વિચાર મને સતત પરેશાન કરી રહ્યો હતો . કલ્પના પટ પર તો મેં કેટલી વાર સુહાનીને પરણાવી દીધી હતી અને વિદાયની કલ્પના કરી રોયો પણ હતો . હર વખતે મારી આંખો સામે વિદાયની છબી તરી આવતી હતી . સુહાનીને છાતીએ વળગાડી વિદાય આપતા મારી આંખો છલકાઈ ઉઠતી હતી . દર વખતે એક ગીત મારા હોઠે ગૂંજતું રહેતું હતું :

બાબુલ કી દુવાયે લેતી જા ,
જા તુઝ કો સુખી સંસાર મિi લે ,
મૈકે કી કભી ના યાદ આયે ,
સસુરાલ મેં ઇતના પ્યાર મિલે ,

નિર્ધારિત સમયે સુહાનીના લગ્ન પણ થઈ ગયા અને તેની વિદાયની ઘડી પણ આવી લાગી . તે ઘડીમારા આંસૂ ખૂટતા નહોતા .

હોલ માં મ્યુઝિક સિસ્ટમ જાણે મારા ભાવોને વાચા દઈ રહ્યું હતું .

બીતે તેરે જીવન કી ઘડિયા ,
આરામ કી ઠંડી છાવો મેઁ ,
કાંટા ભી ના છૂને પાયે કભી
મેરી લાડલી તેરે પાઓ મેઁ

સુહાનીની વિદાયથી મારા હૈયે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો .

મારી સાસુમાં એ હજી પણ સુહાની સાથેના નિષ્પાપ તેમજ નિર્વ્યાજ સંબંધ ને માન્યતા આપી નહોતી પણ સુહાનીની નણંદે અમારા સંબધ ધને ઉમળકાભેર વધાવી લઈ મને નૈતિક ટેકો આપ્યો હતો . મેં તેને ભાવ ભીની અરજ કરી હતી :

" સુહાની હવે તમારા ઘરની વહું છે . ઘરની શોભા છે તમે સુહાનીને નાની બહેનની માફક સાચવજો . "

આ લગ્નમાં આનંદી બહેન પણ હાજર હતાં . તેમણે બધાના દેખતા જ સુહાની અને મારા વિશે અભદ્ર ટકોર કરી હતી . ત્યારે મને ઘણો જ ગુસ્સો આવ્યો હતો . પણ મેં ગુસ્સો ગળી જઈ તેમની વાત પર ધ્યાન આપ્યું નહોતું . તે વખતે મારી આંખો સામે એક દ્રશ્ય નર્તન કરી રહ્યું હતું .

મારી ની તબિયત સારી નહોતી ત્યારે આ જ આનંદી બહેને મને છાતીએ વળગાડી સાંત્વન આપ્યું હતું , મારા મારા આંસુ પણ લૂછ્યા હતાં .આ જ આનંદી બહેનને બહુ જલ્દી લલિતા બહેનનો રંગ લાગી ગયો હતો.

તેઓ મારા સાસુમાંની પંગતમાં બેસી ગયાં હતાં !

અનિકેતે તેમની ટકોર સુણી હતી . પણ તે આનંદી બહેનને બરાબર ઓળખતો હતો . આ જ કારણે તે મૂંગો રહ્યો હતો અને આંખોની ભાષામાં મને પણ સમજાવી દીધું હતું . અનિકેતને મારા પર દ્રઢ વિશ્વાસ હતો . આ મારે મન બહુ જ મોટો પુરસ્કાર હતો ..

લગ્ન પછીની ના જાણે કેટલીય રાતો હું સુખ ચેનની નીંદર લેવા પામ્યો નહોતો . સુહાની સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણનું રિકેપ એક ફિલ્મની માફક મારી આંખો સમક્ષ નર્તન કરતું હતું . સુહાનીના લગ્નની રાતે મારી આંખો સામે હસમુખના ઘરમાં ઘટેલી સઘળી નર્તન કરી રહી હતી .

હસમુખના ઘરેથી પાછા ફર્યાને બીજે દિવસે સાંજના સુહાનીનો ફોન આવ્યો હતો .

" ગુડ મૉર્નિંગ મોટા ભાઈ ! "

મેં કાંડે ઘડિયાળ પહેરતા તેનું અભિવાદન કર્યું .

" ગુડ મૉર્નિંગ ! માય સ્વીટ સિસ્ટર ! ! બોલ શું વાત છે ? "

" મેઁ મારો વાયદો નિભાવ્યો છે . હવે તમારે તમારો વાયદો નિભાવવાનો છે .બસ તેની યાદ અપાવવા જ ફોન કર્યો છે !"

મેં સિગારેટ પીવાનું બંધ કરી દીધું હતું . એક ક્ષણ માટે તેને સુહાનીને કહેવાનું મન થઈ આવ્યું હતું . છતાં મેં લાગણી પર કાબૂ રાખી ચુપ રહેવાનું મુનાસિબ ગણ્યું હતું . આ અગાઉ મેં કેટલી વાર સિગારેટ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને તેને ચુસ્ત રીતે પાળ્યો પણ હ તો . ગીતા બહેન આગળ પણ સિગારેટ ના પીવાના શપથ સુદ્ધા લીધા હતાં છતાં મેંસિગારેટ પીવાનું ફરીથી શરૂ કર્યું હતું . મને ખુદ પોતાની જાત પર ભરોસો નહોતો . આ કારણે મેં ચુપ રહેવાનું પસંદ કર્યું હતું .

સુહાનીએ એકાએક મને સવાલ કર્યો હતો .

" મોટા ભાઈ ! તમને મારા પર વિશ્વાસ છે ને ? "

' કેમ મારી વહાલી બેનડીને આવો સવાલ કરવો પડ્યો મને મારી જાત કરતા પણ તારા પર વિશ્વાસ છે ! "

" જીજુ ! મારો વિશ્વાસ કરજો . પણ મારી દુર્દશા કરવા માટે હસમુખ કેમ જવાબદાર થઈ ગયો ? "

" હજી ઘણી બધી છૂટી પડી ગયેલી કડીઓ ભેગી કરી આપણે સત્યને શોધવાનું છે ! હું બહું જલ્દી સત્યની નજીક પહોંચી જઈશ ! હાલમાં તો શ્રદ્ધા અને સબૂરી તે જ વિકલ્પ આપણી પાસે બચ્યો છે ! સત્યનો નિયમ છે તે આકાશ ફાડીને પણ બહાર આવે છે .એક ના એક દિવસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે ! "

" મારી મોટી બહેન જોડે વાત કરાવશો ? "

' એક મિનિટ ! ' કહી મેં નિરાલીને સાદ દીધો હતો . અને બંને બહેનો વચ્ચે વાર્તાલાપ શરૂ થઈ ગયો હતો .

" હા બોલ સુહાની શું વાત છે ? "

" મોટી બહેન ! આજ પછી તું મારા જિજુને દોષિત માની દુખી ના થઈશ . હકીકતમાં તેઓ ભગવાનનું માણસ છે . તેમનામા એક માખી મારવાની હામ નથી . એ અજાણતામાં પણ કોઈને દુઃખી કરવાનો વિચાર પણ મનમાં આણે તેવા નથી . હસમુખે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા જીજુની એક નબળાઈને હથિયાર બનાવી તને ભરમાવવાની ગંદી ચેષ્ટા કરી પોતાની જાત બતાવી દીધી છે .. જીજુ બિલકુલ સરળ , ભોળા તેમજ સંવેદનશીલ છે . તેમના હૈયે લાગણીનો અગાધ દરિયો ઉભરાઇ રહ્યો છે . તેઓ ખૂબ જ આસાનીથી કોઈના બે મીઠાં બોલ સુણી પીગળી જાયછે . તેને પ્રેમ સમજવાની ભૂલ કરી તે વ્યકતિને પ્રેમ કરવા લાગી જાય છે . મારા કિસ્સામાં પણ તેમણે આવી જ કોઈ ભૂલ કરી ધાંધિયા થઈ મને કહી દીધું હતું ..'

"હું બીજી છોકરીને પ્રેમ કરું છું ! "

"બીજી વાર મને બહાર બોલાવી ખુલાસો કર્યો હતો . "

" એ છોકરી તું જ છે ! "

" તેમને પોતાની ભૂલનો અહેસાસ હતો . તેઓ પોતે જાણતા હતાં . પ્રેમના વહેણને રોકવું ઘણું જ વિકટ કાર્ય છે ..આથી પ્રેમનું વહેણ બદલવાની કોશિશમાં તેમણે મને અપીલ કરી હતી : "

" તું મને મોટા ભાઈ કહીને બોલાવજે . મને રાખડી બાંધજે! "

તેમણે પોતાની રાહ બદલવાની કોશિશ કરી હતી . પણ આપણી માં ને આ બદલ વાંધો હતો . તેમણે ખલનાયિકાની ભૂમિકા અદા કરી હતી

" બનેવીને રાખડી ના બંધાય ! "

"થોડા દિવસ પહેલાંની પોતાની જ વાત સામે આપણી માતાએ વિરોધાભાસી વાત કરી હતી ! "

" સ્ત્રી હર કોઈને અરે તેના પતિને પણ રાખડી બાંધી શકે છે ! "

" ભગવાને તેમને મજાનો ધર્મ ભાઈ બક્ષ્યો હતો જેને તેમણે પોતાની હવસની આગમાં ઝોંકી દીધો હતો .. તે ભલા ભાઈ બહેનને લાગણી શું સમજવાના ? "

" લોકો તો ત્યાં સુધી વાત કરે છે ! તું તેમના પાપની નિશાની છે . તમે દુનિયાને લાખ છેતરી લ્યો . પણ કુદરતને ક્યા સુધી છેતરી શકો તમારા બંનેના ચહેરાની સામ્યતા આ વાતની ઊઘાડે છોગ ચાડી ખાય છે . "

" મોટી બહેન હું બધું જાણું છું . હવે આટલા વર્ષે દાટેલા મડદા ખોદવાનો શું મતલબ છે . ? "

" આટલી ઉંમરે પણ હજી સુધી તેમની સાન ઠેકાણે આવી નથી . કહેવાય છે મરતા પહેલા હર કોઈને પોતાના પાપો વિશે , કરેલા ગલત કામો બદલ અફસોસ થાય છે . હવે જોઈએ આપણી મા ની આંખો ક્યારે ખુલે છે ? ! "

" મોટી બહેન ગઈ કાલે જે કંઈ થયું તે સારું જ થયું . હસમુખના વર્તને મારી આંખો ખોલી દીધી . અમે સાળી બનેવીએ એકમેકને કોલ આપ્યા છે ? "

" શું વાત છે ? એવા તે ક્યા કોલ આપ્યા છે ? "

" હું જીજુને હવે પછી મોટા ભાઈ કહીને બોલાવીશ અને તેઓએ સિગારેટ ના પીવાનો વાયદો કર્યો છે ! "

" આ તો ઉમદા કરાર ગણાય. "

" મોટી બહેન મારી નાદાનીને કારણે તેમને ઘણું જ વેઠવું પડ્યું છે જેને કારણે તને પણ મે ખુબજ તકલીફ આપી છે . પ્લીઝ ! મને મને માફ કરી દે જે ! "

" સુહાની તું ચિંતા ના કર . જાગ્યા ત્યારથી સવાર ! "

" ચાલ મોટી બહેન હું લાઇન મૂકું છું . હસમુખે અમારા ઘરે પહોંચતા પહેલાં જ સારો હવાલો આપણી મા અને મોટી મમ્મીને પહોંચાડી દીધો હતો ! "

" હું તો તેની રગેરગથી સર્વથા વાકેફ રહી છું.તારા જિજુને ચેતવવાની ઘણી જ કોશિશ કરી છે પણ તેમણે હસમુખ પર આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો જેને કારણે ઘણું બધું વેતરાઈ છે મને તો તારા બળાત્કારના મામલે તેનો કોઈ હાથ છે એવું લાગ્યા કરે છે ! "

" મોટી બહેન ! તું ફિકર ના કર મારા જીજુ કમ.અને મોટા ભાઈ વધારે એવા તારા પતિ દેવે મને તેની પાછળની સચ્ચાઈ ગોતી કાઢવાની ખાતરી આપી છે ! "

" તારા જીજુની એક વાત મને ખુબજ ગમે છે . તેઓ જે ધારે છે તે કરીને જ જંપ મેળવે છે . "

" ચલો બાય ! અવર નવાર ફોન પર વાતો કરતા રહીશું ! "

અને બંને છેડે લાઈન કપાઈ ગઈ .

oooooooooo
પ્રકરણ - 26

લગ્ન બાદ પગ ફેરા માટે સુહાની તેના પિયર આવવાની હતી .તેની મને જાણ હતી . એટલે હું તેને મળવા સાસરે ગયો હતો . ત્યારે તેના સાસુમા એ એક અઘટિત વાત કરી હતી . સાંભળી મારૂં મૂડ ખરાબ થઈ ગયુ હતું .:

" અનિકેત સુહાનીને કદી તારા ઘરે નહીં મોકલાવે ! "

અનિકેત અને મારી વચ્ચે ખાસ્સી સારી ઓળખ હતી . બંને એકમેકને મિત્રો ગણતા હતાં . આ વાત મારા સાસુમા ને એક આંખ પણ પસંદ નહોતી .મારે મન તે એક નાનો ભાઈ હતો . મારૂં એક સ્વપ્ન હતું . સુહાનીનો પતિ તેનો મારો નાનો ભાઈ બનીને રહેશે ! અને મારૂં આ સ્વપ્ન સાકાર થવાની મનેખાતરી થઈ રહી હતી .

હું એક લેખક હતો અને અનિકેતને કારણે જ મેં સાહિત્યની દુનિયામાં પહેવહેલો પગ મેલ્યો હતો .જોગાનુજોગ મારી પહેલી વાર્તા એ જ દિવસોમાં પ્રસિદ્ધ થઈ હતી જ્યારે હું સુહાનીનો પતિ બની તેના ગર્ભ નિકાલ માટે હોસ્પિટલ ગયો હતો ..

સાસુમાના શબ્દો સતત મારા કાનમાં ગુંજી રહ્યા હતાં ..

પણ આ સ્થિતિમાં અનિકેતની બહેનના શબ્દો મને રાહત આપી રહ્યાં હતાં .

" સત્યમ ભાઈ ! હું જાણું છું . સુહાની તમારી સાળી નહીં પણ બહેન છે .તમે ફાવે ત્યારે તેને મળવા અમારે ઘરે આવી શકો છો ! "

સુહાનીના લગ્ન બાદ હું વધારે પડતો તેની અન્ય સાળી તૃષાલી જોડે ઇન્વૉલ્વ્ડ થઈ ગયો હતો .તે બિલકુલ પોતાની માતાના નક્શે કદમ પર ચાલી રહી હતી . પ્રેમના નામે તે પણ એક સાથે બે છોકરા સાથે પ્રેમના વહાણ ચલવી રહી હતી . હું આમ તો તેની સાથે વધારે વાત કરતો નહોતો .

પણ તે સતત મારી જોડે આત્મસાત થવાની કોશિશ કરતી હતી . તે મારીસાથે વધારે છૂટથી વર્તતી હતી . તેને જોઈ મારી ઑફિસના મિત્રે ટકોર કરી હતી ..

" આઈ થિંક શી લાઇક્સ યુ . તે તને પ્રેમ કરે છે ! "

હું આ વાત માનવા તૈયાર નહોતો . પણ તેનું બેફામ વર્તન આ વાતની ચાડી ખાતું હતું . છતાં હું આ મામલે ચુપ રહેતો હતો .એક બનેવીના નાતે તેની જોડે મજાક મસ્તી કરતો હતો , શારીરિક છૂટછાટ પણ લેતો હતો .

ના જાણે કેમ તેને મારી પ્રત્યે આકર્ષણ હતું ?

સમય પસાર થાતા તેના પણ લગ્ન થઈ ગયાં હતાં . લગ્ન પહેલા તે પણ એક બે અફેર મા શામેલ હતી.

સોસાયટી અધ્યક્ષ ભગવાનજી ભાઈનો વંઠેલ , ટપોરી ટાઇપ છોકરો લાલૂ હતો . તૃષાલી એક તરફ તેને પ્રેમ કરવાનો દાવો કરતી હતી બીજી તરફ સામેના બિલ્ડિંગમાં રહેતા ઉધ્યોગ પતિના નબીરા સંજય જોડે પણ પ્રણય ફાગ ખેલી રહી હતી .

લાલુ માટે સમાજમાં જેટલા મોઢા એટલી વાતો થતી હતી .તે કેવળ તૃષાલીને મોજ મજાનું સાધન માનતો હતો . તે આ વાતનો ઢિંઢોરો પણ પીટતો હતો. હું તેને સારી રીતે ઓળખતો હતો . તે ખુલે આમ બધાને કહેતો ફરતો હતો .

" હું ચાહું ત્યારે તૃષાલીને પ્રેગ્નન્ટ કરી શકું તેમ છું. "

તે ખાસ ભણ્યો પણ નહોતો . તેની સરખામણીમાં સંજય લાખ દર્જે સારો હતો .તૃષાલી માટે તે બધી રીતે સારો હતો .પણ લલિતા બહેનને તે બદલ શું વાંધો હતો ? ક્યોં પૂર્વગ્રહ હતો ? સંજયને ખુદ ચાર ભાઈઓ હતાં . ત્રણ તેનાથી મોટા હતાં અને એક નાનો હતો .ત્રણે મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતાં . તેમણે બિલ્ડિંગમાં જ રહેતી છોકરીઓ જોડે લગ્ન કર્યા હતાં ! ત્રણે વહુઓ સાધન સમ્પન્ન પરિવારની છોકરીઓ હતી .સમાજમાં તેમની શાખ હતી .આબરૂ પ્રતિષ્ઠા હતી . આટલે માટે જ મેં તૃષાલીને સંજય જોડે પરણાવવાની હિમાયત કરી હતી . પણ લલિતા બહેનની જીદ હતી . તેઓ પોતાના સઘળા સંતાનોને પોતાની રીતે જ પરણાવવા માંગતા હતાં . મારી વાતને તેમણે ખૂબ જ આસાનીથી ઉડાડી દીધી હતી.

" સંજય ભણેલો ગણેલો હોશિયાર ,, સારા પરિવારનો સંસ્કારી પુત્ર હતો . લાખોપતિની બિરાદરીમાં આગવું સ્થાન ધરાવતો હતો . તૃષાલીને આનાથી વધારે સારો છોકરો નહીં મળે ! "

મેં ફરી એક વાર હિમાયત કરી હતી. પણ મતલબ પરસ્ત મારા સાસુમાંના ગળે આ વાત ઉતરતી નહોતી .. નિરાલીના કિસ્સામાં તેમણે ખુલ્લી આંખે થાપ ખાધી હતી . આ વાત તેઓ કેમેય પચાવી શક્યા નહોતા . તેમણે મનોમન ગાંઠ વાળી લીધી હતી. તેઓ દીકરી લગ્ન પોતાની મરજી મુજબ જ કરશે . એટલે માટે જ તેમણે સંજયના નામે સામે ચોકડી મૂકતાં તૃષાલીને ફરમાન કર્યું હતું .

પોતાની માતાની હિટલર શાહી હરકત જોઈને તૃષાલીના હ્રદયમાં વિદ્રોહની આગ ભડકી ઉઠી હતી .છતાં તેની પાસે તેની માતા વિરુદ્ધ જવાની તાકાત કે હિમ્મત નહોતી .તેણે માતાને વાયદો આપ્યો હતો .

" હું સંજયને છોડી દઈશ ! "

પરિવારના અન્ય સદસ્યો પણ તૃષાલી ના પ્રણય પ્રકરણથી નારાજ હતાં .બંને પ્રેમીઓ વચ્ચે અટવાયેલી તૃષાલીના પ્રેમમાં કોઈ જ ઉંડાણ નહોતું .

તેના પરાગ કાકા પરિવારના એક માત્ર શુભ ચિંતક હતાં તેઓ અત્યંત લાગણી પ્રધાન હતાં . બહેન માટે કંઈ પણ કરવા તૈયાર હતાં . તેઓ પિતરાઈ ભાઈ હોવા છતાં તેઓ લલિતા બહેન પ્રત્યેક અઢળક લાગણી ધરાવતા હતાં . પણ તેમને જ પડી નહોતી ! તેમણે પણ તૃષાલીને મના કરી હતી :

"સંજયને નહીં મળતી !"

અને તૃષાલીએ કાકાને પણ વાયદો કર્યો હતો .

પણ તેમની વચ્ચેની અફેર્સ ચાલું હતી.મેં સુહાની નાલગ્નના દિવસે સાથે નિહાળ્યા હતા .તૃષાલીએ તેમની વાત માની લીધી હતી. આ બદલ પરાગ કાકા ગર્વની લાગણી અનુભવી રહ્યાં હતા. આ તેમની ગેરસમજણ હતી . આ તબક્કે હું ચુપ ના રહી શક્યો. મેં કાકાને સચ્ચાઈ જણાવી દીધી. તેથી મા દીકરી મારાથી નારાજ થઈ ગયાં હતા.

મારી સાસુમા ને ઘરડી સ્ત્રી મર્યાનો કોઈ રંજ નહોતો પણ જમ ઘર ભાળી ગયાનું તેમને વિશેષ દુઃખ થતું હતું .

મને તેમના વ્યવહારથી ઘણું જ દુખ થયું હતું .

થોડા જ દિવસમાં તૃષાલીની સગાઈ થઈ ગઈ હતી .અને હું જાણી જોઈને તેની સગાઈમાં ઉપસ્થિત રહ્યો નહોતો.

તે છોકરાનું નામ સોમેશ્વર હતું . હું પહેલી વાર તેને લગ્નમાં મળ્યો હતો .

આ પહેલાં તૃષાલીની એક સગાઈ તૂટી ગઈ હતી .

તેનું કારણ જાણી હું ચોંકી ઊઠ્યો હતો .

તૃષાલી પહેલી વાર તેના સાસરે ગઈ હતી . તેના સાસુ સસરા તેમજ સમગ્ર પરિવાર જૂનવાણી વિચાર ધારા ધરાવતું હતું . આ સ્થિતિમાં તેણે સોમેશ્વર સાથે સૂવાની જીદ પકડી હતી .આ હાલતમાં તેની સગાઈ ફોક થઈ ગઈ હતી .

સગાઈ તૂટવાનું કારણ જાણ્યા વિના લલિતા બહેને દોષનો સારો ટોપલો પરાગ કાકાના માથે મઢી દીધો હતો .લલિતા બહેનની વાત સાંભળી તેમને ઘણું જ દુઃખ થયું હતું . લલિતા બહેનની સોચ પર તેમને અફસોસ થયો હતો . તેમણે લલિતા બહેન જોડે સંબંધ તોડી નાખ્યો હતો . પણ ગુમાની સ્વભાવ ધરાવતા લલિતા બહેનને કોઈ ની પડી નહોતી ..

લગ્નને દિવસે મેં પહેલી વાર પોતાના સાઢૂં ભાઈ સોમેશ્વરનો ચહેરો નિહાળ્યો હતો . બંને વચ્ચે કોઈ સંવાદ સેતુ બંધાયો નહોતો . સોમેશ્વર વધારે કોઈની સાથે વધારે ભળતો નહોતો.

તેની બોડી લેન્ગવેજ તરેહ તરેહ ના તર્ક વિતર્ક જગાડી રહી હતી. હું તેની કોઈ ઝંઝટ પોતાના શિરે ઓઢવા માંગતો નહોતો . તેથી મેં તૃષાલી અને સોમેશ્વરથી દૂર રહેવું મુનાસીબ લેખ્યું હતું.

બીજે વર્ષે જ તૃષાલીએ એક બાળકને જન્મ આપ્યો હતો . તેના ચહેરા અને બાળકના ચહેરા વચ્ચે ખૂબ જ તફાવત હતો . તે જોઈ મારા દિમાગમાં શંકાના સાપોળિયા તરવરવા લાગ્યા હતા.

બાળક અને તેના ભૂતપૂર્વ પ્રેમી લાલૂના ચહેરા વચ્ચે ઘણી જ સામ્યતા હતી . લાલૂ લગ્ન બાદ તૃષાલીને મળવા તેના સાસરે જતો હતો . સોમેશ્વર તેમજ તેના માતપિતાએ તે બદલ કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો !

તે લોકો શા માટે લાલૂને આટલો બધો ભાવ આપતા હતાં .

અને એક દિવસ સ Popppચ્ચાઈ તેની સામે આવી ગઈ હતી.

સાંભળી હું સત્યમ ચોંકી ઊઠ્યો હતો .

oooooooo( ક્મશ )

પ્રકરણ - 27

સુહાનીએ જ આ ભેદ ખોલ્યો હતો ..

હકીકત જાણી હું ચોકી ઉઠ્યો હતો .

સોમેશ્વર પુરુષમાં જ નહોતો . લલિતા બહેને જિદમાં આવી જઈને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પૈસો જોઈને દીકરીને વળાવી દીધી હતી .

કુલ દિપકનાં આગમને ઘરમાં આનંદ ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું . તૃષાલીના સાસુ સસરાને વંશ જોઈતો હતો . પેદાશ કયા ખેતરની હતી તેઓ બધું જાણતા હતા ? . તેમને કેવળ કેરી ખાવાથી મતલબ હતો . લાલુને તેમણે પૈસા આપી ખુશ કરી દીધો હતો ! તેના તો બંને હાથોમાં લાડવા હતા . તે ગમે ત્યારે તૃષાલી પાસે પહોંચી જતો હતો . તેણે કીધેલ વાત એક બહુ જ મોટો નાટયાત્મક વ્યંગ્ હકીકત બની ગયો હતો . તેણે એક વાર તૃષાલીને પ્રેગ્નન્ટ બનાવવાની વાત કરી હતી . અને તે વાત સાચી નીવડી હતી .

અમારા બિલ્ડિંગમાં અનિકેતની બિરાદરીના અનેક લોકો વસતા હતા . લોકો એ તેને ભડકાવવામાં કોઈ જ કસર બાકી છોડી નહોતી . લગ્ન પહેલાં સુહાની પ્રેગ્નન્ટ હતી . તેને અંધારામાં રાખી આ લગ્ન કરવામાં આવ્યા હતા . હું બધું જ જાણતો હતો . મેં સાસુમાં ના દબાણને વશ થઈ સચ્ચાઈ છુપાવી હતી. આ વાતે અમારા સંબંધમાં ફૂટ પડવાની નોબત આવી ગઈ હતી. આ સ્થિતિમાં મેં સારી હકીકત બયાન કરી દીધી હતી.

લગ્ન થયાને ત્રણ વરસ વીતી ગયા હતા . છતાં તેની કૂખ સુની જ રહી ગઈ હતી . જ્યોતિષે તેના વિષે આગાહી કરી હતી .

' તેના નસીબમાં એક જ સંતાનનો યોગ હતો ! '

જેનો ત્રણ વર્ષ પહેલા જ ખાત્મો કરી દેવાયો હતો . જેમાં સત્યમે પણ એક અહમ ભૂમિકા નિભાવી હતી . અનિકેત તો સુહાનીને બાળક સહિત સ્વીકારવા તૈયાર હતો . સત્યમે આ સંભાવનાની કલ્પના પણ કરી નહોતી . પણ એક વાત સાફ હતી . તે સુહાનીને બેપનાહ પ્રેમ કરતો હતો . એક સાચા પ્રેમી તરીકે અનિકેતે જરૂર તેના બાળકને અપનાવી લીધો હોત .

સચ્ચાઈ જાણ્યા બાદ તેણે ખેલદિલી પૂર્વક પરિસ્થિતિને અપનાવી લીધી હતી . પણ તેની મા આ વાત સ્વીકારવા તૈયાર નહોતી . તેણે દહેજની લાલચમાં આવી જઈને દીકરાની પ્રેમિકાને ઘરની વહુ તરીકે આગલું પાછલું અભરાઈએ ચઢાવી સ્વીકારી લીધી હતી .

બીજા બે વર્ષ પણ પસાર થઇ ગયા . પણ સુહાનીની કૂખ સુની રહેવા જ સર્જાઈ હતી . કઈ કેટલીય બધા ઓ માનતા રાખી , દોરી ધાગા બાંધ્યા , મંત્ર જાપ હોમ હવન કાર્ય પણ સરવાળે મીંડું જ હાથ લાગ્યું .

અડોસ પડોસના લોકો પણ સુહાનીને ' વાંઝણી ' હોવાનું મહેણું મારતાં હતા ! આ સાંભળી સુહાનીનું કાળજું ચિરાઈ જતું હતું . નિષ્ઠુર સંવેદનશૂન્ય લોકો તેની હાજરીમાં અનિકેતની મા ને પાનો ચઢાવતા હતા .

"તમારા છોકરાને માટે બીજી વહુ લઇ આવો ! ""

તેઓ નિર્લજ બની સુહાનીની હાજરીમાં આવી ઘાતક વાતો કરતા હતા .!

તેની દેરાણીએ લગ્ન થયા ને બીજે જ વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો . આ હાલતમાં તેની અવગણનાનો પારો ઘણો જ ઉપર ચઢી ગયો હતો . તેને કદમ કદમ પર મહેણાં અપશબ્દોનો પ્રહાર ઝીરવવો પડતો હતો . અડોશ પડોશના લોકો પણ તેને જોઈ મોઢું બગાડતા હતા !!

ધન તેરસના દિવસે વિદાય થતી વેળાએ સુહાનીએ સત્યમ સામે દિલ ખોલતાં જાહેરાત કરી હતી .

" મોટા ભાઈ ! લાભ પાંચમના દિને હું એક સંતાન દત્તક લેવા જઈ રહી છું ! "

" ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ ! ઓલ ધ બેસ્ટ !! "

પણ હોનીને ભલા શું મંજુર હતું ?

એ ભલા કોણ જાણી શકે છે .

મારે માટે જીવનનો આ મહત્તમ પ્રસંગ કહો કે તહેવાર તે દર વર્ષે કાગડોળે તેની વાત જોતો હતો . આ વખતે પણ એ જ હાલ હતાં . દિવાળી પસાર થઈ જતા જ મારા દિમાગમાં કાઉંટ ડાઉન શરૂ થઈ ગયુ હતું . દર વર્ષે સુહાની ભાઈ બીજના દિવસે અમને બધાને પોતાના ઘરે બોલાવતી હતી . બેસતા વર્ષે સુહાની અને અનિકેત સાલ મુબારક કરવા mare ઘરે આવ્યાં હતાં . તે દિવસે સવારે જ કંઈ એવું બની ગયુ હતું . જેની ચાડી તેનો ઉદાસ ચહેરો ખાઈ રહ્યો હતો . તેને શું થયું હતું ? આ વિશે તેણે કોઈને વાત પણ કરી નહોતી ..

તે વહેલી સવારે પડોસમાં પાણીનો ઘડો લેવા ગઈ હતી . ત્યારે પડોશની મોટી ઉંમરની મહિલાએ તેને મહેણું માર્યું હતું .

" સપરમા દિવસે હું કોઈ વાંઝણીનું મોઢું જોતું નથી . "

આ ટકોર તેને હાડોહાડ લાગી આવી હતી . દિવસ ભર તેણે કંઈ ખાધું પણ નહોતું .

હું તેની દિમાગી હાલત કળી ગયો હતો . પણ તેને કાંઈ પૂછવાની હિંમત કરી શકયો નહોતો.

છેલ્લાં કેટલાય દિવસથી તે માનસિક રીતે તો કંગાળ થઈ ગઈ હતી . તે સરખી રીતે ખાઈ શક્તિ નહોતી . તેના વિશે ઘરમાં કોઈને તેની ચિંતા કે ફિકર નહોતી . તે જ દિવસોમાં અનિકેતને પ્રમોશન મળ્યું હતું . પગાર સાથે તેની જવાબદારી અનેક ગણી વધી ગઈ હતી . આ જ કારણે તે સુહાનીનો ખ્યાલ રાખી શકતો નહોતો . આ વાતની તેના દિલો દિમાગ પર અવળી અસર થઈ ગઈ હતી . તેનું શરીર પણ ગળી ગયુ હતું . વજન ઘટી જતાં તે એક હાડપિંજર જેવી લાગતી હતી . તેના એક એક હાડકાં સાફ દેખાતા હતાં . તેની જીવવાની ઇચ્છા પણ મરી પરવારી હતી .વળી દિવાળીના દિવસે જ અનાથાલયના સંચાલકનો ફોને આવ્યો હતો .

" સૉરી ! તમારી માનસિક તેમ જ શારીરિક હાલત નિહાળી અમે તમને બાળક દત્તક નહીં આપી શકીએ .."

દિવાળીના સારા દિવસોમાં તેના માથે આફતોનો મોટો પહાડ ખડો થઈ ગયો હતો .
રાતના લગભગ એક વાગ્યા સુધી સત્યમ તેના બાળકોને ફટાકડા ફોડાવવામાં વ્યસ્ત હતો !

થોડી વાર પછી તે પલંગમાં આડો પડ્યો .

બીજા દિવસની યાદે મારી આંખો સામે સુહાનીનો ચહેરો ખડો થઈ ગયો . તેને કોઈ પ્રોબ્લેમ હતો . આમ તો તે
મારી જોડે બધી જ વાતો શેર કરતી હતી . પણ બે જ દિવસમાં તે ઘણી જ બદલાઈ ગઈ હતી .

મને એક જ વાતનો અફસોસ રંજ થતો હતો . હું સુહાનીને મદદ કરવા ચાહતો હતો . પણ તે પોતાની જાતને જ મદદ કરતી નહોતી તેને ભલા કોઈ તો શું ભગવાન પણ મદદ કરી શકતો નથી .

મારી આંખો માંડ જ બિડાઈ હતી . તે જ વખતે મારા ટેલિફોનની ઘંટડી બજી ઉઠી .

0 0000 0 0 000000

પ્રકરણ - 28

નિરાલી થાકને કારણે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી . આ હાલતમા મેં સફાળા ઊભા થઈ રિસીવર ઉઠાવી કાને લગાડ્યું હતું.

સામે છેડે અનિકેત હતો . તેના સ્વરમાં ભીનાશ વર્તાઇ રહી હતી . તેનો અહેસાસ થતાં મેં ચિંતિત સ્વરે સવાલ કર્યો હતો.

" વોટ ઇઝ ધ મેટર ? "

" સત્યમ ભાઈ ! સુહાની .. સુહાની ... "

" શું થયું ? "

" સુહાની ઈઝ નો મોર! "

સાંભળી હું અવાક થઈ ગયોહતો . હું રડમસ થઈ ગયો હતો. ત્યારે સાંભળી નિરાલી પણ જાગી ગઈ હતી .

" શું થયું ? તમે કેમ રડવા જેવા થઈ ગયા ? "

તે વખતે આઘાતને કારણે મારા હાથમાંથી રિસીવર છટકી ગયુ . નિરાલીએ તેને ઉપાડી કાને ધર્યું .

સામે છેડે કોઈ અવાજ સંભળાતો નહોતો .

આ હાલતમાં નિરાલી પણ મૂંઝાઈ ગઈ હતી .

ઘરમાં ચહલ પહલ થતી હોવાનો અણસારો આવતા મારા પિતાજી પણ જાગી ગયા હતા .

મેં સ્વસ્થતા જાળવી ઘટસ્ફોટ કર્યો હતો :

" સુહાની આપણને બધાને છોડીને જતી રહી છે ! "

સમાચાર સુણી નિરાલી પણ ભાંગી પડી હતી . મેં તેને સંભાળી લેતા અરજ કરી :

" નિરાલી ! પ્લીઝ તારી જાતને સંભાળ . જે થવાનું હતું તે થઈ ગયુ . આપણે તેને બદલી શકવાના નથી . તું જલ્દી તૈયાર થઈ જા . આપણે જલ્દીથી અનિકેતના ઘરે જવું પડશે . આપણી ત્યાં વધારે જરૂર છે ! "

તે સાંભળી મારા પિતાજી એ કહ્યું હતું.

" હું પણ તમારી સાથે આવું છું ! "

મેં તેમને રોકતા કહ્યુ હતું :

" તમે હમણા રહેવા દો . હું તમને ફોન કરીશ પછી તમે રિક્ષા કરીને સીધા જ આવી જજો ! "

ગમે તે થયું હોય પણ તેમણે સુહાનીને મારી બહેન તરીકે સ્વીકારી લીધી હતી . તેમને પોતાની દીકરી ગુમાવ્યા જેવી વેદના થઈ રહી હતી .

નિરાલીનું રુદન કેમેય કરીને શમતું નહોતું . આ હાલતમાં તેમણે પોતાની પુત્રવધૂને આશ્વસ્ત કરી હતી .

" બેટા ! રડવાથી ,, હિંમત ખોઈ બેસવાથી કંઈ વળે તેમ નથી .તું તો સમજું છે . બધું જાણે છે . જનારા કદી પાછા આવી શકતા નથી . પછી એવું શા માટે કરે છે ? તારે તો જઈને બનેવી અને તેના પરિવારને સંભાળવાના છે ! "

પોતાના સસરાની લાગણીભરી વાતો સાંભળી નિરાલીએ પોતાની જાતને સંભાળી લીધી.

તૈયાર થઈ ગઈં . અમે રિક્ષામાં અનિકેતના ઘર ભણી રવાના થઈ ગયા .

રસ્તામાં હું સતત નિરાલી સાથે વિતાવેલી અતીતની પળો ને વાગોળી રહ્યો હતો ..

" મોટા ભાઈ ! પ્લીઝ સિગારેટ પીવાનું બંધ કરી દો ! "

" હું તમને સદાય મોટાભાઈ કહીને જ બોલાવીશ ! "

રાતના ત્રણ વાગ્યા હતા .

' મૈંને તો બસ માંગી યે દુવાએ ,, ફૂલોં કી તરહ સદા મુસ્કુરાએ .'

' પ્યાર કા ઐસા ફસાના રચેગે કે યાદ હમારી જમાના કરેગા ! '

' બીતે તેરે જીવન કી ઘડિયાં આરામ કી ઠંડી છાઓ મેઁ , કાંટા ભી છૂ ના પાયે કભી મેરી લાડલી તેરે પાઓ મેઁ ,

મારા આંતરમનમાં વારાફરતી આ બધા ગીતો વારાફરતી સંતાકૂકડી ખેલી રહ્યાં હતા.

"તમે ખરેખર ભગવાનનું માણસ છો ! ! "

સુહાનીના આ શબ્દોની સ્મૃતિથી મારી આંખોમાં આંસૂ આવી ગયા હતા.

હુંએક વાર સુહાનીને ઈરાની હોટેલમાં લઈ ગયો હતો જ્યાં લગ્ન પહેલાં હું નિરાલીને લઈ જતો હતો . વાતવાતમાં તેનો હાથ પકડી જ્યોતિષ શાશ્ત્રનું જ્ઞાન હોવાનો ડોળ કરતા કહ્યું હતું !

" તારા નસીબમાં તો પૈસાદાર છોકરાનો યોગ છે ! "

" મારો અનિશ તો ઘણો ગરીબ છે ! "

" આવતી કાલે તે પણ પૈસાદાર બની શકે છે ! "

મેં મજાકમાં તેને ફ્લર્ટ કરવાના ઇરાદે વાત કરી હતી જેને સુહાનીએ સાચી માની લીધી હતી .

અડધા કલાકમાં અમે અનિકેતના ઘરે પહોંચી ગયા હતા !

ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું હતું .

અનિકેત માનસિક તૌર પર સાવ ભાંગી ગયો હતો .

એકાએક શું થઈ ગયુ ? મારે માટે કુતૂહલનો વિષય હતો . સુહાનીની ડેડ બૉડીના દર્શન કરવાના ઇરાદે નિરાલીએ પોતાના બનેવીને પૃચ્છા કરી હતી.

તેનો જ્વાબ અનિકેત ના આપી શક્યો . આ હાલતમાં સુહાનીની નણંદે માહિતી આપી હતી સાંભળી અમારે માથે જાણે વીજળી તૂટી પડી હતી.

" સુહાની ભાભીએ આત્મહત્યા કરી છે આ હાલતમાં તેમની ડેડ બૉડીને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલ મોકલવામાં આવી છે ! "

તેનો મતલબ હતો . સુહાનીનું મોત કુદરતી નહોતું . મૃત્યુની વજહ જાણી બીજો આંચકો અનુભવ્યો હતો.

તેને વળી આત્મહત્યા કરવાની શી જરૂર પડી ? '

મારા દિમાગમાં સવાલ ઉદભવ્યો હતો.

સુહાની એકાએક ગાયબ થઈ ગઈં હતી .

મોડી રાત્રે સેક્યૂરિટી ઑફીસરે કોઈ કૂવામાં પડ્યું હોવાની ખબર આપી હતી . આ હાલતમાં અનિકેતે ફાયર બ્રિગ્રેડને ફોન કર્યો હતો . તેમણે આવીને સુહાનીની લાશ કૂવામાંથી બહાર કાઢી હતી . આ એક આત્મહત્યાનો કેસ હતો આ હાલતમાં ડૉક્ટરે ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી .પળભરમાં તેના મૃત્યુની ખબર ચોમેર ફેલાઈ ગઈં હતી . મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો .

સુહાનીએ મરતા પહેલા એક નોટ લખી હતી જેના આધારે તેની સાસુમાને અટકમાં લેવામાં આવ્યાં હતા . તેમણે વાંઝણી હોવાને કારણે ખૂબ જ માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો . તદઉપરાંત તેણે પોતાની હતાશાની વાત પણ લખી હતી . તેની બગડેલી તબિયત માટે પણ તેણે પોતાની સાસુને જ દોષિત ગણ્યા હતા .

બીજે દિવસે બપોરના સુહાનીની ડેડ બૉડીનો કબજો મળ્યો હતો ! ત્યાર બાદ તેની અગ્નિ સંસ્કારની વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો ..

સુહાનીના મૃત્યુ બાદ અનિકેતના ઘર સામે થૂંકતા હતા .માતાના મતલબી , અવિચારી વર્તનને કારણે અનિકેતની ઇમેજને પણ બટ્ટો લાગ્યો હતો ..

તેની માતાનું અસલી રૂપ નિહાળી અનિકેતના રૂંવે રૂંવે આગ ભડકી ઉઠી હતી . તેની માતા સુહાનીની ખરાબ તબિયતનો અનાદર કરી તેની પાસેથી ગમે ત્યારે ગમે તેવા કામ કરાવતી હતી . બેસતા વર્ષના દિવસે તેની તબિયત સારી નહોતી અને તે આડી પાડી હતી તેમાં તો તેમણે આખું ઘર માથા પર લઈ લીધું હતું ! આ વાત સુહાની બરદાસ્ત કરી શકી નથી . સાસુના ત્રાસમાંથી છુટકારો મેળવવા જ તેણે મોતને વહાલું કરી લીધું હતું .અનિકેત તેની માતાને નફરત કરવા મંડ્યો હતો .સુધાને પણ માતાના વર્તનથી વસમો આઘાત લાગ્યો હતો .

દીકરીના મોતથી લલિતા બહેને મગરના આંસૂ વહાવ્યા હતા . દીકરીની દુર્દશા કરવા બદલ તેઓ પણ એટલા જ દોષિત હતા . તેમણે દીકરીને જૂઠી પટ્ટી ના પઢાવી હોત તો ? આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત .

સુહાની સત્યમ માટે પીપળાના ઝાડ સમાન હતી . તેની વિદાયે મારૂં દિલ ભડોભડ બળી રહ્યું હતું .

જલ રહા હૈ દિલ મેરા
મૈં ચુપ રહું તો કૈસે
ઘૂંટ રહા હૈ દમ મેરા
મૈં કુછ કહું તો કૈંસે

તેની અંતિમ યાત્રામાં એક શખ્સે હાજરી આપી હતી . હું તેને ઓળખી ગયો હતો . તે જ સુહાનીના અસલી પિતા પ્રકાશ ભાઈ હતાં .

બીજા કોઈને તેની અસલિયતની જાણ નહોતી પણ તેની બોડી લેંગ્વેજ અને કકળાટે ઘણા સવાલ ઊભા કર્યા હતાં . સુહાની તેમની દીકરી હતી છતાં તેઓ તેને દીકરી માનવા લાચાર હતાં . લલિતા બહેને તેમણે જૂઠા વાયદામાં બાંધી લીધા હતાં . તેમની આબરૂ તેમજ શાખ જાળવવા તેમણે પોતાના મોઢા પર તાળું મારી દીધું હતું .તેની લાગણી આંસૂ બની ચિતાની આગને ટાઢી પાડી રહી હતી .તેમને કારણે જ તેમના વૈવાહિક જીવનમાં તિરાડ પડી હતી છતાં તેને માટે તેમણે સુહાનીને કદી જવાબદાર માની નહોતી . તેમને ખુદના બે મજાના બાળકો હતાં જે લલિતા બહેનના સ્વાર્થની આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતાં !

હું તેમની વ્યથા નિહાળી ખૂબ જ અપસેટ થઈ ગયો હતો . તેણે સુહાનીના પિતાને આશ્વસ્ત કર્યા હતાં !

એક માત્ર હું હતો જે તેમને બરાબર સમજ્યો હતો . આ બદલ તેમના હૈયે અહોભાવની લાગણી ઉભરાઇ હતી . ત્યાર બાદ બંને એકમેકના આપ્ત જન બની ગયા હતાં .બંને એકમેકને મળતા પણ હતાં . તેમની વચ્ચેની આત્મીયતા નિહાળી લલિતા બહેનનું હૈયું ચચરી જતું હતું .

બેસતા વર્ષના દિવસે સાસુમાએ તેમની વહુને માનસિક રીતે અનેક ઝાટકા આપ્યાં હતા ..સુહાની બધું જ ચૂપચાપ સહી રહી હતી પણ તેની સાસુમા એ મારાઅને સુહાનીના નિષ્પાપ , નિષ્કલંક સંબંધ andh સામે કાદવ ઉછાળ્યો હતો . સુહાની તે બરદાસ્ત કરી શકી નહોતી . અને આ જ વાત તેની આત્મહત્યાની વજહ બની ગઈં હતી .

સુહાનીની અંત્યેષ્ટિમાં તેના અસલી પિતા પ્રકાશ ભાઈ પણ મોજૂદ હતાં . વિપુલે જ તેમને સુહાનીના મૃત્યુની જાણ કરી હતી અને તેઓ હાવરા બાવરા બની સ્મશાન દોડી આવ્યાં હતાં ! તેની ચિતા આગળ પોક મૂકીને તેઓ નાના બાળકની માફક રડવા લાગ્યા . તે જોઈ સત્યમ પણ અસ્વસ્થ થઈ ગયો . તેઓ માનસિક બબડાટ કરી રહ્યા હતાં .

" મારા જેવો લાચાર અસહાય પિતા બીજો કોણ હોઈ શકે ? જે એક દીકરીને તેની માન્યતા નથી આપી શકતો . મને મારા પરિવારથી વંચિત રાખનાર લલિતાએ મને સુહાનીથી પણ સદાય વેગળો જ રાખ્યો . એટલું જ નહીં ભાઈ બહેનના સંબંધ ને પણ તેમણે વાસનાની આગમાં ઝોકી દીધો હતો. "

હુંબધું જ જાણતો હતો . પ્રકાશ ભાઈને ઓળખતો હતો . તેમને અનેક વાર મારા સાસુમાં સાથે તેમના ઘરમાં જોયા હતાં . તેઓ પ્રકાશ ભાઈને પોતનો ભાઈ છે તેવું સતત ગાણું ગાતા હતાં :

" પ્રકાશ મારો ભાઈ છે ! "

તેઓ બીજી ન્યાતના હતાં . આ હાલતમાં કોઈએ તેમના સંબંધોને માન્યતા આપી નહોતી . લલિતા બહેન પરિવારના સૌથી મોટા સભ્ય હતાં . આ જ કારણે કોઈ જ તેમનો વિરોધ કરી શકતું નહોતું . તેઓ પોતાની મરજી પ્રમાણે જ બધું કરતા હતાં . તેમણે પતિને તો ' જોરૂ કા ગુલામ ' બનાવી દીધો હતો . ઘરમાં તેમનું જ શાસન ચાલતું હતું . તેમના પતિનું ઘરમાં બિલકુલ ચાલતું નહોતું .તેઓ પતિ જોડે એક બાળક જેવો વ્યવહાર કરતા હતાં . તેમને સતત ટોકતા હતાં . તેમને કંઈ જ આવડતું નથી તેવું માનીને વારંવાર ટોણા મારતા હતાં . ઉતારી પાડતા હતાં . આ હાલતમાં તેઓ વધુ સમય ઘરની બહાર રહેતા હતાં . આમ પણ તેઓ ખાસ ભણ્યા નહોતા . આ કારણે તેમની કમાણી પણ વધારે નહોતી . આ હાલતમાં તેઓ ઑફિસમાં ઓવર ટાઇમ કરી ગુજારો કરતા હતાં . ઑફીસ તેમને માટે ઘરની ગરજ સારતું હતું .

લલિતા બહેને પોતાની સોચને કારણે પોતાના જોડા જ ગળામાં પહેરી અનેક મુસીબતોને આમંત્રણ આપ્યું હતું .

મેં તો તેમને જોયા પણ નહોતા . પણ નિરાલી અને સુહાનીના મોઢે મેં સસરા વિશે બધી જ જાણકારી એકઠી કરી હતી . સઘળું જાણી મને સસરાની ખુબજ દયા આવતી હતી .

પ્રકાશ ભાઈને લલિતા બહેન સાથે સંબંધ બાંધવાનો અફસોસ થતો હતો . તેઓ ખૂબ જ પસ્તાઈ રહ્યા હતાં

લલિતા બહેન જોડેના ગેર કાનૂની સંબંધ ને કારણે પ્રકાશ ભાઈને પોતાનું બધું જ ખોવાનો વારો આવ્યો હતો ! તેઓ પોતાની પત્ની તેમજ બાળકો પાસે પાછા જવા માંગતા હતાં . પણ સુહાનીના મોતે એક મોટું રહસ્ય ખુલી ગયુ હતું . તેઓ જ સુહાનીના પિતા હતાં . આ જાણી તેમની પત્નીએ સમાધાન માટેનો એક માત્ર રસ્તો પણ બંધ કરી દીધો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )

પ્રકરણ - 29

ભગવાન બહુજ મોટો નાટ્યકાર છે !

એક લેખક છે !

તે આપણને ગમતા લોકો આપણી પાસેથી છિનવી લે છે , આપણને લોહીના આંસુ રોવડાવે છે . જખ્મોની લહાણી કરે છે , અને તે જ મલમ પટ્ટી લગાવે છે અને આપણા મન ગમતા પાત્રની જગ્યાએ બીજાને ગોઠવી દે છે .

હું તે દિવસોમા' શેઠ બ્રધર્સ ' નામની જાણીતી એક્સપોર્ટ ઈમ્પોર્ટ પેઢીમા ઓફિસર તરીકે કામ કરતો હતો ! આ જોબ મને અનિકેતના પિતરાઈ ભાઈ થકી હાથ લાગ્યો હતો .

સુહાનીના મોતનો જખમ હજી રૂઝયો નહોતો . હું ઘણો જ અપ સેટ રહેતો હતો . સુહાનીના મૃત્યુ બાદ કુદરતે મને જબરો ફટકો માર્યો હતો. મારી માતા ગીતા બહેન પણ એક બીમારીનો ભોગ બની આ દુનિયામાંથી વિદાય થઇ ગયા હતા . ઉપરા છાપરી આઘાતોએ મારી સંવેદન શક્તિને કુંઠિત કરી દીધી હતી :

તેમની હાલત અત્યંત ગંભીર હતી . તેઓ હૉસ્પિટલ માં હતાં . હું તેમને મળવા ગયો હતો . તેમની હાલત નિહાળી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા ! તે જોઈ ગીતા બહેને મને ઠપકો આપી ઘરે મોકલી દીધો હતો . તેમના શબ્દો સતત મારા કાનમાં પડઘાયા કરતા હતા.

" તું ખુબજ ઢીલો પોચો છે ! તારું હોસ્પિટલમાં કોઈ જ કામ નથી ! "

' શેઠ બ્રધર્સમાં ' જોડાયો તે જ રાતે ગીતા બહેનને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું અને ૩૦ કલાકમા જ તેઓ મૃત્યુ પામ્યા હતા .હું છેલ્લી ઘડીએ ગીતા બહેનને નહોતો મળી શક્યો .તે વાતનો મને ખુબજ રંજ થતો હતો . તેઓ આખરી શ્વાસ સુધી બેહોશ હતા !

મેઁ ' શેઠ બ્રધર્સ ' જોઇન કર્યું અને થોડા જ મહિનામાં એક નવી છોકરીની સ્ટેનોગ્રાફર તરીકે ભરતી કરવામાં આવી હતી . તેણે પહેલે જ દિવસે મને ગુડ મૉર્નિંગથી સત્કાર્યો હતો .મેં પણ તેને વિશ કર્યું હતું .

તેનો ચહેરો તેમજ પહેરવેશ નિહાળી મેં તે ગુજરાતી હોવાનું અનુમાન કર્યું હતું . પહેલી જ નજરે તેણે કોઈ આત્મીયજન હોવાની મારે હૈયે પ્રતીતિ જગાડી હતી .માનો તે સુહાનીની ખાલી પડેલી જગ્યા પૂરવા જ આવી હતી ..

એક અર્જેંટ લેટર ટાઇપ કરવાનો હતો .મેં આગલે દિવસે સાંજના જ ઘરે જતાં પહેલા લેટરનો ડ્રાફ્ટ બનાવી રાખ્યો હતો !

રશ્મિ હજી સુધી આવી નહોતી . આ હાલતમાં મેં ઇંટેરકોમમાં ઑપરેટર સોન્યાને સૂચના આપી હતી :

" પ્લીઝ સેંડ ન્યૂ ગર્લ ટુ માય ટેબલ !"

અને તરતજ તે છોકરી નોટ બુક અને પેન્સિલ લઈ સામે ઊભી રહી ગઈં હતી !

"યસ સર ! વૉટ કેન આઈ ડૂ ફૉર યુ ? "

" વૉટ ઈઝ યોર ગુડ નેઈમ પ્લીઝ? "

" ફ્લોરા ડિસોઝા !"

નામ સાંભળી મને અચરજની લાગણી નિપજી હતી . તે કેથોલિક હતી . તેણે વિવેક દર્શાવતા કહ્યું હતું .

" પ્લીઝ બી સીટેડ .

અને ફલોરા મારી સામેની ખુરશીમાં ગોઠવાઈ ગઈં હતી .

મેં લેટરનો ડ્રાફ્ટ ફ્લોરા ભણી લંબાવતા સવાલ કર્યો હતો

" કેન યુ ટાઇપ ધીઝ લેટર ફૉર મી? "

ફ્લોરા લેટરનો ડ્રાફ્ટ પોતાના હાથમાં લઈ તેને વાંચવા માંડી .

તે જોઈ મેં તેને સવાલ કર્યો હતો.

"તમને મારા હેંડ રાઇટિંગ તો વંચાય છે ને? "

" યસ ! નો પ્રોબ્લેમ ! " કહી તે ડ્રાફ્ટ લઈ પોતાની સીટ પર ચાલી ગઈં હતી.

ફ્લોરા પાસે કામ લેવાનો મને પહેલો મોકો મળ્યો હતો . તે બદલ મેં આનંદની લાગણી અનુભવી હતી .

થોડી વારે લેટરનો ડ્રાફ્ટ લઈ તે મારી પાસે પાછી આવી હતી .

" યસ કોઈ પ્રોબ્લેમ ? " મે તેને જોઈ સવાલ કર્યો હતો .

" સર ! આ કયો શબ્દ છે ? "

મે તેનો જ્વાબ આપતા નિખાલસપણે પોતાની નબળાઈ સ્વિકારી લઈ કહ્યુ હતું.

" મને ખબર છે . મારા રાઇટિંગ બરાબર નથી . તેથી જ મેઁ તમને સવાલ કર્યો હતો . તમે એક સ્ટેનોગ્રાફર છો . મારે તમને ડિક્ટેશન આપવું જોઈતું હતું . પણ આ લેટર મેઁ તમારા આવ્યાં પહેલા જ બનાવી રાખ્યો હતો . આ લેટર રશ્મિ પાસે જ ટાઇપ કરાવવાનો હતો . પણ તે હજી સુધી આવી નથી અને મારે તેને લઈ બેંકમાં જવાનું છે ! "

" કંઈ વાંધો નહીં એ તો મારી ડ્યૂટી છે ! "

" થેન્ક્સ! "

અને તે પુનઃ પોતાની સીટ પર ચાલી ગઈં ! .

બહું જલ્દી બંને એકમેકની નિકટ આવી ગયા હતા . બન્ને એકમેક સાથે બધી જ વાતો શેર કરતા હતાં . બન્ને વચ્ચે સમજણ ભર્યો સંવાદ સેતુ બંધાઈ ગયો હતો . ઉમદા કોટિનું ટ્યુનિંગ થઈ ગયુ હતું .બન્ને નિષ્કપટ , નિખાલસ હતાં ! અમારા હૈયે ખેલદિલીની ભાવના ભરી પડી હતી .

બન્નેના સ્ટાર પણ એક જ હતાં .

બંને સેગેટેરિયન હતાં .

ફ્લોરા એક યુવકને ચાહતી હતી .

છોકરો તેની બિરાદરીનો નહોતો .

તેનો ધર્મ પણ અલગ હતો .

છતાં બંને એકમેક સાથે વચનથી બંધાઈ ગયા હતાં .

તે હર ત્રીજે દિવસે તેની મંગેતરને મળવા ઑફિસે આવતો હતો . બન્નેની સગાઈ પણ થઈ ગઈ હતી . ટૂંક સમયમાં તેઓ લગ્ન બંધનમાં પણ બંધાવાના હતાં .

ફ્લોરા એ તેના મંગેતર જોડે મારી ઓળખાણ કરાવી હતી .

તેનું નામ રવિચંદ્રન પરમેશ્વર હતું !

તે પણ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો . તે એક ઉત્સાહી અને સ્વપ્નસેવી ઇન્સાન હતો . બન્ને વચ્ચે ઘણી જ સામ્યતા હતી . બંને ખુબજ લાગણી પ્રધાન , સંવેદનશીલ હતાં . આસાનીથી ગુસ્સે થઈ જતાં હતાં . છતાં બન્નેના દિલ બિલકુલ નાના બાળક જેવા સાફ હતાં . તેમની અંદર કોઈ જ પાપ નહોતું .

એક દિવસ ઑફિસ છૂટવાના અડધો કલાક પહેલાં ફ્લોરાએ ફરિયાદ કરી હતી !

તેની તબિયત સારી નથી અને તે ઘર જઈ રહી છે . તે જ સમયે હું પણ ઑફિસના કામે ટેક્ષીમાં તેના ઘર ભણી જઈ રહ્યો હતો . મેં ફ્લોરાને લિફ્ટ આપી હતી . બંને સાથે જ ઑફિસની બહાર નીકળ્યા હતાં . તે જોઈ સોન્યા અને રશ્મિની આંખો પહોળી થઈ ગઈ હતી .

હું તો તેને ઘર સુધી પહોંચાડવા માંગતો હતો પણ તેની માતાના વિચિત્ર સ્વભાવને કારણે મેં ફ્લોરાને ગલીના નાકે છોડી દીધી હતી .!

અમારા સંબંધો ને લઈને ઑફિસમાં તરેહતરેહની વાતો થવા માંડી હતી .

ફ્લોરા ખૂબ જ ખુલ્લા મનની હતી . બધા જોડે ખુલ્લા મને વાત કરતી હતી . તે નાના મોટા હર કોઈને એક જ નજરે જોતી હતી . તે જોઈ સોન્યાએ તેના બદલ અઘટિત ટીકા કરી હતી .

" શું નોકર , શું ઘાટી બધા જોડે બેફામ વાતો કરે છે ! "

આ સાંભળી મને જબરો ઝટકો લાગ્યો હતો .

ફ્લોરા અને મારાવચ્ચે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ હતો . તે વાત પણ સોન્યા સહી સકતી નહોતી . તેણે બન્નેના પવિત્ર નિષ્પાપ સમ્બંધ પર ગંદો કાદવ ઉછાળ્યો હતો .

" દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! "

તે જોઈ ઑફિસના એક અન્ય છોકરાએ પણ આવી ટકોર કરી હતી :

" દિન કો દીદી રાત કો બીવી ! "

આ છોકરા સાથે ફ્લોરાને લઈને ચડભડ થઈ હતી . મેં તેને ઠપકો આપ્યો હતો જેનો તેણે આ રીતે ક્રૂર બદલો વાળ્યો હતો !

તેણે બીજી પણ અઘટિત વાત કરી હતી .

" તમે ફ્લોરા જોડે આવ જાવ કરો છો તેની તમારી વાઇફને ખબર છે ? "

મેં તેના સવાલનો કોઈ પણ જ્વાબ ના આપતા ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું ..

દિવાળી બાદ ડિસેંબર મહિનામાં એક દિવસ મેં ફ્લોરાને પોતાની પાસે બોલાવી સવાલ કર્યો હતો .

" તું પરમ દિવસે રવિને લઈ ચર્ચ ગેટ સ્ટેશન આવીશ ? "

" વેલ શું વાત છે? " ફ્લોરાએ સહજ સવાલ કર્યો હતો !

"મારા બર્થ ડે નિમિતે હું તમને નાનકડી ટ્રીટ આપવા માંગુ છું ! "

" વાઉ ! શું વાત છે ? ધેટ્સ ગ્રેટ . બે દિવસ પછી મારો પણ બર્થ ડે છે ! "

મેં ફ્લોરા મારફત રવિ ચન્દ્રનને ઇન્વાઇટ કર્યો હતો . અને તે નિયત સમયે અને દિવસે સાંજના ઑફિસે આવી ગયો હતો . અને અમે બધા જ સાથે ચર્ચ ગેટ પાસે આવેલી હોટેલમાં ગયા હતાં ! મેં તેમની પસંદ પ્રમાણે વાનગીનો ઑર્ડર આપ્યો હતો .

લગભગ એકાદ કલાક તેઓ સાથે હતાં . તે દરમિયાન અમારી વચ્ચે ઘણી બધી વાતો થઈ હતી .

મેં રવિ અને પોતાના માટે કોલ્ડ કૉફી તેમજ ફ્લોરા માટે ગોલ્ડ સ્પોટ મંગાવ્યા હતાં !

કૉફી સીપ કરતા રવિએ પોતાના ભવિષ્યની યોજના વિશે વાત કરી હતી .

તે નોકરી માટે મિડ્લ ઈસ્ટ જવા માંગતો હતો . તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી .એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સાથે પણ તેની કાર્ય વિધિ ચાલું હતી .

તે જાણી મેં હરખની લાગણી અનુભવી હતી . તેની કામયાબી માટે શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી ! અમારી ત્રણેની વચ્ચે મધુર મીઠો સંવાદ સેતુ પણ રચાઈ ગયો હતો .

રવિનું લક્ષ્ય ઊંચું હતું . આ જ તેની સફળતાની સીડીનું પ્રથમ પગથિયું હતું . હું પણ ઉંચા લક્ષ્યમાં વિશ્વાસ ધરાવતો હતો . મેં પણ ક્યાંક વાંચ્યું હતું

" લક્ષ્ય ચૂક માફ પણ નીચું નિશાન નહીં માફ ! "

" પરમ દિવસે ફ્લોરાનો બર્થ ડે છે . તમારે અમારી ખુશીમાં સામેલ થવાનું છે ! "

" સ્યોર ! પ્લેઝર ઇઝ માઇન ! "

ગુડ નાઇટ ' કહી છૂટા પડ્તી વખતે રવિએ મને ભાવ ભીનું આમંત્રણ આપતા ઉમેર્યું હતું .

" ભાભીને પણ આવવાનું કહેજો ! "

તેની સામે મેં તેની માફી માંગતા ખુલાસો કર્યો હતો ..

" તેને સાંજનાં બાળકોને લેવા સ્કૂલ જવાનું હોય છે . તેથી તે આપણી સાથે નહીં જોડાઈ શકે ! "

" ઇટ્સ ઓ કે! "

000000000000 ( ક્રમશ : )

પ્રકરણ -30

એક મીઠાં , ઉષ્મા ભર્યા સમ્બંધની શરૂઆતે મારા હૈયે ખુશીનો નાયગ્રા છલકાવી દીધો હતો .

ફ્લોરામાં સુહાનીના પુનઃ જન્મના અહેસાસે મારી આંખોમાં હરખના આંસુ ઉભરાવી છલકાવી દીધા હતા.

હું પ્રતિપળ બંનેને ફરીથી મળવાની કાગડોળે વાટ જોઈ રહ્યો હતો . બંને સાથેની મુલાકાતની પળો આગલી રાતે મોડે સુધી વાગોળી રહ્યો હતો .

સવારના ઘરેથી નીકળતી વખતે મેં નિરાલી ને સૂચના આપી હતી .!

" હું ફ્લોરાની બર્થ ડે પાર્ટીમાં જવાનું છું . તું મારી રાહ ના જોતી અને જમી લે જે ! "

" ઠીક છે ! "

અને હું ઑફિસ જવા નીકળી ગયો હતો. રસ્તામા મને સતત ફ્લોરા અને રવિ ચંદ્રનની યાદ આવી રહી હતી .

હું ઑફિસે પહોંચ્યો ત્યારે ફ્લોરા આવી નહોતી . તે રોજ ઑફિસના ટાઇમ કરતાં દસ મિનિટ વહેલી આવી જતી હતી . દસને ચાલીસ થઈ ગઈ હતી .અને તે આવી નહોતી ! .આ હાલતમાં મારા દિમાગમાં તરેહતરેહની ચિંતા થઈ રહી હતી . ' શું થયું હશે ? ' દિમાગમાં સવાલ જાગી રહ્યો હતો !

મારા મનમાં એક જ વિચાર સદૈવ ઘૂમ્યા કરતો હતો . ના જાણે કેટલી વાર મને કોઈ કેથોલિક છોકરી મારી બહેનની જગ્યા લઈ મને સાચી લાગણીનો સાક્ષાત્કાર કરાવશે !
તેવો વિચાર આવ્યો કદાચ આ જ કારણે hu ફ્લોરાના મામલામાં વધારે પાડતો ઉત્સાહી બની ગયો હતો ! અને મને આ વાત સાર્થક થઈ રહ્યાનો ભાસ થઈ રહ્યો હતો !

ફ્લોરામાં તેને સુહાનીનો ચહેરો દેખાતો હતો !

મેં ભોળા ભાવે ફ્લોરા તરફના લાગણીના વહેણની સોનિયાને વાત કરી હતી . તેણે મારી વાત પર કોઈ પ્રતિભાવ દાખવ્યો નહોતો . પણ તેની બૉડી લેંગ્વેજે સચ્ચાઈ બયાન કરી હતી . તે મનોમન મારા અને ફ્લોરાના સંબંધો થી બળી જતી હતી.

આથી તે ઑફિસના અન્ય સ્ટાફની પંગતમાં બેસી જઈને ગમે તેવી ટકોર કરતી હતી .

ઑફિસમા રશ્મિ પણ ટાઇપિસ્ટ તરીકે કામ કરતી હતી . તે ફ્લોરાની સિનિયર હતી . બન્ને સારી સહેલીઓ હતી . તેને હજી ઑફિસનો રંગ લાગ્યો નહોતા .તેના હૈયે ફ્લોરા પ્રત્યે કૂણી લાગણી ધબકતી હતી . તે જાણતી હતી . ફ્લોરાનો જન્મ દિવસ હતો . આગલે દિવસે તે વહેલી ઘરે જતી રહી હતી . તેની વાતથી એક વાત સાફ થઈ ગઈ હતી . ફ્લોરા આવી નહોતી !

હું વિચારોના વહેણમાંથી પોતાની જાતને બહાર કાઢી અને પોતાનાં કામમાં વ્યસ્ત બની ગયો હતો . મને એક વિશ્વાસ હતો . ફ્લોરા જરૂર ફોન કરશે . તેને ફોન કરવાનો વિચાર આવતા મેં રવિને ફોન જોડ્યો હતો . પણ તે ઑફિસમાં આવ્યો નહોતો !

૧૧ વાગ્યે હું પોર્ટ ફોલિયો લઈ ઑફિસમાંથી બહાર નીકળી રહ્યો હતો . મને રોકતા સોન્યાએ કહ્યું હતું !

" તમારો ફોન છે ! "

" કોનો ફોન છે? "

" હું તમારા ટેબલ પર લાઇન આપું છું . તમે વાત કરી લ્યો !

મેં તરતજ પાછા આવીને ફોન ઉપાડ્યો હતો.

" હેલ્લો "

" હાં ! ભારતીય ભાઈ હું ફ્લોરા બોલું છું ! "

"હાં ફ્લોરા ! હેપ્પી બર્થ ડે! "

" થેન્ક્સ ! ભારતીય ભાઈ !"

" કેમ આજે દાંડી મારી ? રવિ પણ ઑફિસ ગયો નથી ! શું વાત છે ? "

મારો સવાલ સુણી ફ્લોરાના અવાજમાં ઢીલાશ આવી ગઈ હતી.

તેણે ખુલાસો કર્યો હતો

" રવિની તબિયત સારી નથી ! "

" ઓહ ! આઈ એમ સૉરી ! વેલ તેને શું પ્રોબ્લેમ છે ? "

" કાલે સાંજથી તેને તાવ આવી રહ્યો છે . સતત પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યો છે ! "

" ડોકટરને બતાવ્યું કે નહીં ? "

" અમે લોકો ડોક્ટર પાસે જ જઈ રહ્યા છીએ ! "

" ઠીક છે ! તેનું ખાસ ધ્યાન રાખજે . અને મારું કંઈ કામ હોય તો બેઝિઝક મને ફોન કરજે ! "

" થેન્ક્સ ભારતીય ભાઈ અને સોરી ! "

" તે ભલા શા માટે ? "

" આજે આપણે નહીં મળી શકીયે ! "

" હેવ યુ ગોન મેડ ઑર વૉટ ? આવા ટાણે એવી બધી વસ્તુનો વિચાર નહીં કરવાનો . મળવા માટે અને પાર્ટી સાrti કરવા માટે આખી જિંદગી પડી છે ! "

" ઓ કે તમારી લાગણી બદલ ખૂબ ખૂબ આભાર . "

' દોસ્તી , સમ્બંધમાં સોરી કે થેન્ક્સને કોઈ અવકાશ નથી !

૦૦૦૦૦૦૦

બીજે દિવસે નિયત સમયે ફ્લોરા ડ્યૂટી પર હાજર થઈ ગઈ હતી . મેં તેને જોઈ નિરાંતની લાગણી અનુભવી હતી .

ફ્લોરાએ રવિની તબિયતનો હવાલો આપ્યો હતો.

" રવિને જોંડીસ થઈ ગયો છે ! "

તે સાંભળી હું વ્યથિત થઈ ગયો હતો . મેં ફ્લોરાને સલાહ આપી હતી.

" ભૂલેશ્વરમાં એક જગ્યાએ પડીકાં મળે છે ! ચાર પડીકા લેવાથી જોંડીસ મટી જાય છે ! "

મારી વાત સાંભળી ફ્લોરાએ તેમાં રસ દાખવતા સવાલ કર્યો હતો.

" મારે આ પડીકાં લેવા છે . તમે આજે સાંજના મારી સાથે આવશો ? "

" એ કંઈ પૂછવાની વાત છે ? તારે માટે તારા કોઈ પણ કામ માટે હું સદાય તારી સાથે છું ! "

મેં મના કરી હતી છતાં ફ્લોરાના મોઢે થેંક્સ શબ્દ નીકળી ગયો ! તે જોઈ મેં તેના પર મીઠો ગુસ્સો કર્યો હતો.

અને સાંજના ૬ વાગ્યે બંને સાથે જ ઑફિસમાંથી બહાર નીકળ્યા હતા અને ધીમી ગતિએ વાત કરતા બસ સ્ટોપ સુધી પહોંચી ગયા હતા.

થોડી વારે બસ આવી અને ફ્લોરાને પહેલા ચઢાવી હું પણ તેની પાછળ બસમાં ચઢી ગયો હતો.

બંને એક જ સીટ પર બાજું બાજુમાં બેઠા હતાં . ફ્લોરાએ પોતાની વાત શરૂ કરતા તેના પરિવાર વિશે માહિતી આપી હતી !

તેનું કુટુંબ મોટું હતું .શરૂઆતથી જ તેના પરિવારના સભ્યો તેની અવહેલના કરતા હતાં ! તેની વધારાના સંતાનમાં ગણતરી કરતા હતાં !

એક સવારે તે જાગી ત્યારે તેના કપડાં લોહીથી તરબતર હતાં .તે જોઈ ફ્લોરા ગભરાઈને તેની માતા પાસે દોડી ગઈ હતી ! તેને બાજુમાં બેસાડી પ્રેમથી જિંદગીના ઘટના ક્રમને સમજાવવાને બદલે ઝાટકી નાખી હતી .

સામાજિક પરિભાષામાં તેના માસિક ધર્મની શરૂઆત હતી .

મા ના નિર્મમ વ્યવહારે તેની સંવેદન શક્તિને કુચલી નાખી હતી ! મા ના આ પ્રકારના વ્યવહારમાં તેને નફરતની છાંટ સાફ દેખાઈ હતી ! મા દીકરી વચ્ચે વાતચીતનો વ્યવહાર પણ રહ્યો નહોતો . તે ઘરનું એક રમકડું બનીને રહી ગઈ હતી !

પોતાની આપવીતી બયાન કરતા તેની આંખો છલકાઈ ઉઠી હતી !

મેં તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા વાતની દિશા બદલતા સવાલ કર્યો હતો !

" રવિ ચંદ્રન ક્યાં અને કેવી રીતે મળી ગયો ? "

હું માનતો હતો વાતનો વિષય બદલતા ફ્લોરાનું મૂડ પણ બદલાઈ જશે ! પણ તે પોતાની વ્યથાને ઓકવામાં કાર્યરત હતી !

"ભારતીય ભાઈ ઘરના વાતાવરણે મને સાવ એકલી નોધારી બનાવી દીધી હતી . કોઈ મને લાઇક કરતું નહોતું ! મને ચાહતું નહોતું ! મારું મન તો સંસારની મોહમાયાથી વછૂટી ગયું હતું . હું જિંદગીથી કંટાળી ગઈ હતી .મેઁ તો સાધ્વી બનવાનો નિર્ણય પણ કરી લીધો હતો . તે જ વખતે રવિ મારો તારણહાર , નાખુદા બનીને મારી જિંદગીમાં દાખલ થયો હતો .તેના અસીમિત પ્રેમના વહેણે મને જિંદગી જીવવાની નવી દિશા પ્રદાન કરી હતી ! તેણે મારી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો !

" તું મારી જીવન સંગીની બનીશ ? "

અને મેઁ તરતજ તેના પ્રસ્તાવને હરખભેર વધાવી લીધો હતો . ઘરમાં બધાએ મારો નિર્ણય સ્વીકારી લીધો હતો ! '

૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશ )

પ્રકરણ - 31

સ્ટેશન ભણી અમે આગળ વધી રહ્યા હતા . તે જ વખતે મારા દિમાગમાં ખ્યાલ જાગ્યો હતો ! ' મારે રવિની ખબર કાઢવા જવું જોઈએ ! ' આથી મેં ફ્લોરાને અરજ કરી હતી .

" મને રવિનું સરનામું આપીશ . હું કાલે યા તો પરમ દિવસે તેની ખબર જોવા જઈ આવીશ !"

તે સાંભળી ફ્લોરાએ સૂચન કર્યું હતું .

" તમારે આવવું હોય તો સાથે જ આવી જાવ . તમને ઘર ગોતવા ની મહેનત નહીં કરવી પડે ! "

" ઇટ ઈઝ રાઇટ ! સારો સુઝાવ છે ! હું હમણા જ તારી સાથે આવું છું . તે પહેલાં હું ઘરે ફોન કરી લઉં ! "

પબ્લિક ટેલિફોન બૂથ પરથી ફોન કરી મેં નિરાલીને સંદેશો આપ્યો હતો.

" મને આવતા મોડું થશે! "

અને ૧૫ મિનિટમાં જ અમેરવિના ઘરે પહોંચી ગયા હતા . મને જોઈ રવિ ભાવુક બની સવાલ કર્યો હતો !

" તમે શા માટે તકલીફ લીધી? "

" દોસ્તી , મિત્રતામાં આ તો એકમેકની ફરજ બની જાય છે ! "

તે વખતે ફ્લોરા પાણીના બે ગ્લાસ લઈને બહાર આવી . એક ગ્લાસ તેણે મને આપ્યો અને બીજો રવિની બાજુમાં પડેલી ટિપોય પર મૂકી એક પડીકું ખોલી સૂચના આપી :

" ! આ જોંડીસ દવા છે . તેને પાણી સાથે પી લે ! "

"આ તું ક્યાંથી લાવી ? "

"હું ભારતીય ભાઈ સાથે જઈ ભૂલેશ્વરથી લઈ આવી છું . ચાર પડીકાંનો કોર્સ છે . તેને પૂરો કરવાથી જોંડીસ મૂળથી મટી જાય છે !"

તે સાંભળી રવિની આંખોમાં હરખના આંસુ આવી ગયા ! તેણે મારો માન્યો .

"દોસ્તી , યારીમાં થેંક્સ કે સૉરીનો કોઈ અવકાશ નથી હોતો . આ શબ્દોનો ઉપયોગ દોસ્તી , લાગણીના સંબંધની ગરિમા ઘટાડે છે ! આ પડીકાં ગુણકારી કરી છે . તેને લેવાથી તું સાજો માજો થઈ દોડવા લાગી જશે ! "

" તમારા મોઢામાં ઘી સાકર ! "

બન્ને વાતચીત કરી રહ્યા હતા ! તે જ વખતે ફ્લોરા કોફી લઈને હોલમાં દાખલ થઈ ! તેને જોઈ રવિએ મને આગ્રહ
કર્યો હતો .

"તમારે જમીને જવું પડશે ! ફ્લોરાના જન્મ દિને હું તમને ટ્રીટ પણ ના આપી શક્યો. "

" આ ટાણે આવા બધા વિચારો ના કરવાના હોય ! તું પહેલાં સાજો નરવો થઈ જા ! હું બીજી વાર આવીશ ત્યારે જરૂરથી તારે ત્યાં જમીશ ! "

" પ્રૉમિસ ? "

" જેન્ટલ મેન પ્રૉમિસ ! "

રવિને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ આપી બાય કહી હું ઘરમાંથી નીકળી ગયો !

ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ચૂક્યા હતા !

નિરાલીએ સ્વભાવિક પૃચ્છા કીધી હતી.

" કેમ આજે મોડું થયું ? "

તેના જવાબમાં મેં સઘળી અથઇતિ બયાન કરી દીધી !

કપડાં બદલી હું જમવા બેઠો.

નિરાલીએ થાળી પીરસતા માહિતી આપી !

" અનિકેત ભાઈ આવ્યાં હતા ! તેમણે તમને આવતી કાલે સાંજના તેમની ઑફિસે બોલાવ્યા છે ! "

" શું કામ હતું ? તેણે કંઈ જણાવ્યું નહીં ? "

" મેઁ પૂછવાની કોશિશ કરી પણ તેઓ પરેશાન જણાઈ રહ્યા હતા . આ હાલતમાં મને વિશેષ પૂછવું ઠીક ના લાગ્યું ! "

" ઠીક છે ! " કહી મેઁ પુત્ર ક્ષિતિજ વિશે સવાલ કર્યો !

"બસ તેને માટે તો એક જ પ્રવૃતિ બચી છે ! મોટે અવાજે ટી વી ચાલું કરી ગીતો સાંભળવા અને દુનિયા ભરની ક્રિકેટ વિશે કૉમેંટટેટરી સાંભળવી ! "

ટી વી ગીતો રમત ગમત કે અન્ય કાર્યક્રમો લાઇવ જોવા માટે હોય છે અને દીકરો આ બધું જોઈ શકતો નહોતો . તે વાતની સ્મૃતિ થઈ આવતા મારા હૈયે વેદનાની ટીશ ઊપડી . .તેની સમસ્યાની યાદે મારી આંખોના ખુણા ભીના કરી દીધા ! તે સાથે જ એક ઘટના આંખો સામે નર્તન કરવા માંડી !

એક દિવસ રાતના બારેક વાગ્યા પછી ક્ષિતિજ ના જાણે કેમ મોટા અવાજે રડવા લાગ્યો હતો . તેને છાનો રાખવાની અમે અગાધ કોશિશ કરી હતી . પણ તેનું રુદન શમતું નહોતું . આ હાલતમાં હું તેને તેડીને નીચે લઈ ગયો હતો ! છતાં પણ તેનું રુદન અટકતું નહોતું .

હું તે દિવસે ખૂબ જ થાકી ગયો હતો . મને ઉંઘ આવતી હતી .આરામની પણ સખત જરૂર હતી . આ હાલતમાં મેં કંટાળી ને થોડી પળો માટે તેને રાતના અંધકારમાં એકલો છોડી દીધો . બસ આ જ વાત મારા દિમાગમાં ઘૂસી ગઈ હતી . મારી નાદાનીને કારણે ક્ષિતિજની આવી હાલત થઈ હતી . hu આદત મુજબ દોષનો ટોપલો પોતાને માથે ઢોળી પરેશાન થઇ રહ્યો હતો . મારી હાલત નિહાળી તેની ભીતર ચાલતા ધમાસાણ વિચારોના ધાડાને પારખી લઇ નિરાલીએ મનેધરપત દીધી હતી .

" તમે તો જાણો છો . દિવાળીમાં ફટાકડાના તોતિંગ અવાજને કારણે તેની આંખો વાંકી થઈ ગઈ છે ! અને પછીની વાત તેની નિયતિની છે . આ ભગવાનની મરજી છે . તેની ઇચ્છા વિના ના તો કંઈ થાય છે ના તો તેની સામે લડી શકાય છે .તેની આવી હાલત માટે અમારા જ કુટુમ્બની કોઈ વ્યક્તિ જવાબદાર છે , કોઈ પૂર્વજ જવાબદાર છે , જેણે આપણા પરિવારના એક થી વધારે લોકોને આ રોગની લહાણી કરી છે ! "

જમીને મેં સૂવાની કોશિશ કરી પણ અનિકેતની અણધારી મુલાકાતે મન મૂંઝવણમાં મૂકી દીધો ! અને હું પુનઃ સુહાનીના અતીતમાં ખેંચાઈ ગયો !

બીજે દિવસે સાંજના ઑફિસથી નીકળી હું સીધો જ અનિકેતની ઑફિસમાં પહોંચી ગયો .

મને જોઈ અનિકેતે પેક અપ કરી લીધું અને અમે બંને પડખે જ આવેલી સાઉથ ઇંડિયન હોટેલમાં દાખલ થયા .

આ હોટેલના સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ હતા . હું ઘણી વાર અનિકેત જોડે આ હોટેલમાં આવ્યો હતો . અનેક વાર સમોસાંનો આસ્વાદ માણ્યો હતો .

અમે બંને ખૂણામાં એક ટેબલ પર બેઠા . એક છોકરો પાણીના ગ્લાસ મૂકી ગયો . મેં અડધો ગ્લાસ પાણી પીધું . તે જ વખતે એક વેઇટર આવીને મેનુ કાર્ડ આપી ગયો ..તેના પર ધ્યાન ના આપતા અનિકેતે તેને રોકી સીધો જ ઓર્ડર
આપી દીધો.

" દો પ્લેટ સમોસા ! "

થોડી વારે વૈઇટર આવીને સમોસાંની બે પ્લેટ ગોઠવી ગયો !

મને ભૂખ લાગી હતી . હું ઝટપટ એક અકરાંતિયાની માફક સમોસાં ઝાપટવા માંડ્યો . તે જોઈ સમોસાંનો પહેલો ટુકડો ચટણીમાં બોળી મોઢામાં મૂકતાં અનિકેતે સવાલ કર્યો :

" બીજી પ્લેટ મંગાવું ? "

" શું વિચાર છે ? મારું પેટ ગોદામ છે કે શું? "

મેં વાતવરણ હળવું કરવાના આશયે મજાક કરતા સામો સવાલ કર્યો .

તે પોતાના અસલી મૂડમાં નહોતો ! આ વાતનો મને અહેસાસ હતો. હું સચ્ચાઈ જાણવા ઉપર તળે થઈ rhyo . અને તેને વિશ્વાસ હતો . અનિકેત ખુદ આગળ આવીને બધી વાત કરશે !
ચુપકીદી સેવી હતી .

લગભગ ૧૫ મિનિટ તેણે સમોસાં ખાવામાં ખર્ચ કરી નાખી .છતાં તે હજી પણ ખામોશીને ધારણ કરીને બેઠો હતો . સત્યમની સબૂરીની હદ આવી ગઈ હતી . આ હાલતમાં તેણે પોતાના સિદ્ધાંતની વિરુદ્ધ જઈ સવાલ કર્યો .

' અનિકેત ! વૉટસ ધી મેટર ? '

સાંભળીને અનિકેતે પોતાના ગજવાંમાંથી એક ચિટ્ઠી કાઢી સત્યમના હાથમાં થમાવી દીધી હતી !

ચિટ્ઠી વાંચી સત્યમની આંખે અંધારા આવી ગયા !

તેણે જિંદગીમાં અનેક ભૂલો કરી હતી . આ બધાનો તેણે નિખાલસપણે સ્વીકાર કર્યો હતો . પણ તેણે કરેલી બે અહમ ભૂલોએ તેનો સર્વનાશ કર્યો હતો . આ વાત તેણે પોતાના પત્રમાં ઈમાનદારી પૂર્વક સ્વીકારી હતી !

એક પોતાની માતાના પગલે ચાલી તે મહાન જૂઠાણું હાંકી તેના માજી આશિક વિપુલના બર્થ ડે નિમિતે હોટેલમાં ગઈ હતી . હસમુખ અને તેની પત્નીએ પણ તેને પાર્ટીમાં જોડાવાનો આગ્રહ કર્યો હતો . આ પાર્ટીમાં અનિશ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું .આ બધી વાતોને સપાટી પરથી જ મૂલવીએ તો તેમાં કોઈ ભયંકર કાંડની ગંધ આવતી હતી !

તે દિવસે પાર્ટીમાં ખરેખર શું થયું હતું ?

વિપુલ જાણતો હતો . તેના કહેવાથી સુહાની પાર્ટીમાં નહીં આવે . તે ખાતર તેણે અનિશ ને પણ પાર્ટીમાં શામેલ કર્યો હતો . સુહાની તૈયાર થતી નહોતી . પણ હસમુખની પત્નીએ તેને મનાવી લીધી હતી.

પાર્ટીની વાતથી લલિતા બહેન બિલકુલ અજાણ હતા !

એક અહેવાલ પ્રમાણે પૂરી રાત હર કોઈ સાથે હતું . ડિનર બાદ બધાએ સાથે મળીને પોર્ન ફિલ્મની મજા માણી હતી .તે જોઈ અનિશ ઉત્તેજિત થઈ ગયો હતો . તેણે સુહાનીને પડખાંમાં ઘાલી ચુંબનથી નવરાવી દીધી . તે જોઈ બધા જ ચકિત થઈ ગયા . તે જોઈ હસમુખ પણ રંગમાં આવી ગયો હતો . તેણે પોર્ન ફિલ્મના દ્રશ્યોને પોતાની પત્ની સાથે જીવંત કરી દીધા હતા !

ત્યાર બાદ સૂતી વખતે સુહાનીએ દૂધ મંગાવ્યું હતું . તે પીધા પછી સુહાની બેહોશ થઈ ગઈ હતી . ત્યાર બાદ શું થયું હતું ? સુહાનીને તેની કોઈ ગતાગમ નહોતી !

સવારે ઉઠી ત્યારે ?

અનિશ નિઃવસ્ત્ર હાલતમાં તેની પડખે સૂતો હતો અને તેના શરીરના બધા જ કપડા ગાયબ હતા !

રાતના શું બન્યું હતું ? તેની સુહાનીને ગંધ આવી ગઈ હતી !

તેમની આ હાલત ૬ સગી આંખોએ નિહાળી હતી !

સચ્ચાઈ સ્વીકાર્યા વગર છૂટકો પણ નહોતો . અનિશ સાથેના સંબંધથી તે પ્રેગ્નન્ટ બની હતી . આ વાતે તે ફફડી ઉઠી હતી .

અનિશે પણ તેનો ગુનો કબૂલી લીધો હતો !

તે રાતે શું બન્યું હતું ? આ વાતની વિપુલને જ જાણ હતી .તેને પણ હસમુખ ગમતો નહોતો . કદાચ તેથી જ તેણે દોષનો ટોપલો હસમુખ પર ઢોળી દીધો હતો !

તેણે જ ઘરે જઈને શોભા બહેનને હવાલો આપ્યો હતો !

" મને તો આ હસમુખના જ કારસ્તાન લાગે છે . બાકી મને નથી લાગતું કે અનિશ આવું કરી શકે ! "

આ વાતને જૂઠી માનવાનું પણ કોઈ કારણ નહોતું . સુહાનીની મોટી મમ્મી શોભા બહેન તેમના ભત્રીજાના લક્ષણ જાણતા હતા !

જે કંઈ થયું હતું તે ખોટું જ થયું હતું . હવે તેને બદલી શકાય તેમ નહોતું .

પણ કદાચ તેને કારણે જ સુહાનીની જિંદગીનો કરુણ અંજામ આવ્યો હતો ! આ વાત કોઈ વિસરી શકતું નહોતું .

વિપુલનો અહેવાલ જાણી મને ગુસ્સો આવ્યો હતો સુહાની મને વધારે માનવા લાગી હતી .આ વાતથી ગુસ્સે ભરાઈ તેણે સુહાની પર ક્રૂર બદલો વાળ્યો હતો . તેના પર બળાત્કાર કરી તેને બદનામીની રાહ ધકેલી દીધી હતી ! તેવો
તર્ક જાગી રહ્યો હતો.

હકીકત જાણી અનિકેત તૂટી ગયો હતો . તેના તો બન્ને છેડે જખ્મોંના પોટલા લટકતા હતા !

ઘરમાં તેની મા એ પોતાના સ્વાર્થ ખાતર સુહાનીને મોતનો માર્ગ લેવા ઉક્સાવી હતી અને બહાર હસમુખ એન્ડ મંડળીએ તેનું જીવવું અકારું કરી દીધું હતું !

જતાં જતાં સુહાનીએ એક અહમ ખુલાસો કર્યો હતો !

" આ બધા મામલામાં મારા જીજુ અને મોટા ભાઈનો કોઈ જ વાંક નથી . તેમણે જે કંઈ કર્યું હતું તે મારા હિત ખાતર કર્યું છે અને મારા કહેવાથી કર્યું છે . ! "

ત્યાર બાદ અનિકેતની નજરમાmara માન પાન વધી ગયા હતા !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પડીકાંનો કોર્સ પૂરો થતાં રવિ ચંદ્રનનો જોંડીસ મટી ગયો ! રહી રહીને તે પોતાની મંગેતરનો બર્થ ડે ના મનાવી શકવાનો અફસોસ થતો હતો ! પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો હતો !
સત્યમ નિયમિત પણે ફ્લોરાને રવિના ખબર અંતર પૂછતો હતો ! છતાં ફરી એક વાર સત્યમ તેના ઘરે જવા માંગતો હતો .ફ્લોરા પણ તેના ઘરે જઈ રહી હતી . આ હાલતમાં તેણે ફ્લોરાને વિનમ્રતાથી સવાલ કર્યો હતો !

' શું હું તારી સાથે રવિના ઘરે આવી શકું ? '

' સ્યોર ! ' ફ્લોરાએ કહ્યું હતું . પણ તેની બૉડી લેંગ્વેજ કંઈ બીજું જ સૂચવી રહી હતી . જેનો સત્યમને કોઈ અંદાજ નહોતો !

ઑફિસ છૂટ્યા બાદ બંને સાથે જ બહાર નીકળ્યા હતા ! તેમની જાણ બહાર તેમની પીઠ પાછળ તરેહ તરેહની ગોસિપ થતી હતી ! પણ તેમને કોઈની ચિંતા નહોતી .બંનેને એકમેકમાં વિશ્વાસ હતો .તેમના જીવન સાથી પણ બન્ને વચ્ચેની આત્મીયતાથી માહિતગાર હતા !

બંને ફરી વાર સાથે ઘરે ગયા હતા . તે જોઈ રવિની આંખોમાં અણગમાના ભાવ ઉપસી આવ્યાં હતા ! તેણે સ્વાભવિક સવાલ કર્યો હતો !

' હવે તો ઘર જોયું હતું ને ? '

તેના સવાલથી સત્યમને પોતાની ભૂલ સમજાઈ હતી . તેના ઘરમાં રવિની માતા તેમ જ તેની ઓરમાન બહેન પણ ઉપસ્થિત હતા . તેઓ શું વિચારશે ?

સત્યમને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો હતો . તે મોઢેથી તો કંઈ બોલી શક્યો નહોતો . તેણે આંખો ઝુકાવી રવિની માફી માંગી લીધી . તેણે પણ મૂક પણે તેની માફીનો સ્વીકાર કરી લીધો ! તેણે કાન પકડ્યા હતા . હવે પછી તે રવિ કે ફ્લોરાને ફરિયાદ કરવાનો મોકો નહીં આપે !

રવિની તબિયત સારી હતી . તેનો એકરાર કરતા , તેનો આભાર માનતા રવિએ કહ્યું હતું !

' તમારા થકી જ હું આટલો જલ્દી સાજો થઈ ગયો છું . આવતી કાલથી ડ્યૂટી પણ રિઝ્યુમ કરી રહ્યો છું . '

' ધેટ્સ ગ્રેટ ! છતાં તબિયતનું ખાસ ધ્યાન રાખજે . ખાવાપીવાની પરેજી બરાબર પાળજે ! '

' થેંક્સ ભારતીય ભાઈ ! '

સત્યમને ઈંડાની ઓમ્લેટ બહું જ ભાવતી હતી !

તેની યાદ આવતા ફ્લોરાએ તેને માટે ઓમ્લેટ બનાવી હતી . તેથી સત્યમને ખુશી નીપજી હતી .

તેણે ખૂબ જ હોંશપૂર્વક ઓમ્લેટ ખાધી હતી . તેની કૉફી ઠંડી પડી ગઈ હતી . તે જોઈ ફ્લોરાએ ઓફર કરી હતી .

' કોફી ગરમ કરી લાવું ? '

' ના એની કોઈ જરૂર નથી ! '

' ભારતીય ભાઈ ! તમને એક સવાલ પૂછી શકું ? '

' હા બોલને ! તેમાં પરવાનગી ના લેવાય ! '

' તમે આટલી જલ્દી દરેક સ્થિતિમાં એડજસ્ટ થઈ જાવ છો !? '

' આ નો પૂરો જશ તો હું મારા પિતાને આપીશ . તેમણે મને એક બહું જ સારી વાત શીખવાડી હતી .' આપણે દુનિયામાં કોઈ પણ ચીજની આસક્તિ નહીં રાખવી જોઈએ .આ જોઈએ , તે જોઈએ તેની ખેવના રાખવી ના જોઈએ .દુનિયામાં આપણને જોઈતી બધી જ વસ્તુ મળી જતી નથી . આપણને જે કંઈ મળ્યુ છે તેની સાથે જ ખુશી ખુશી જીવતા શીખવું જોઈયે ! Our life is what our thoughts make it '!

તેની વાત સાંભળી બંને ખુબજ પ્રભાવિત થઈ ગયા . રવિ તેની પ્રશંસા કરતા અનાયાસ સચ્ચાઈ સુધી પહોંચી ગયો .

' ભારતીય ભાઈ ! તમે તો એક લેખક ફિલૉસોફરની જેમ વાત કરી રહ્યા છો ! '

' યુ સેઇડ ઇટ ! હું ખરેખર એક લેખક છું ! મારી અનેક વાર્તાઓ છપાઈ ચૂકી છે ! '

' ઇટ્સ ગ્રેટ ! '

સત્યમ તેમના ઘરે થી બહાર નીકળ્યો !

૦૦૦૦૦૦૦૦૦૦૦

સત્યમે એક વાર સોન્યા પાસે પેન માંગી હતી !

તે સાંભળી સોન્યાએ તેને કહ્યું હતું !

' બહેન જોઈતી હશે તો પણ મળશે ! '

તેણે કહેલી વાતથી સત્યમ માનવા પ્રેરાયો હતો . પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા તે ફ્લોરાની બદબોઈ કરતી હતી . આ વાતથી સત્યમ સતત નારાજ રહેતો હતો ! કોઈને નીચા પાડી પોતાને મોટા બનાવવાની સોન્યાની આદત નિહાળી સત્યમના હૈયે તેના પ્રતિ નફરતની લાગણી જગાડી હતી ! તે સદાય કેથોલિક સમાજની નકારાત્મક વાતોને વાગોળતી હતી !

સોન્યા તેની વાતમાં ગમ્ભીર હતી . પણ સત્યમને તેની વાતમાં ના તો કોઈ દિલચસ્પી હતી ના તો કોઈ

ભરોસો ! તે સોન્યાથી સેફ ડિસ્ટેન્સ રાખતો હતો .

તે સત્યમની બહેન બનવા ચાહતી હતી .પણ તે જાણતી નહોતી ! સંબંધો આપણી મરજીથી નથી બની જતાં . કહેવાય છે લગ્ન ઉપરથી જ નક્કી થઈને આવે છે . તેવી રીતે દરેક સંબંધનું . તેનું ઘડતર પણ ભગવાન જ કરે છે ! '

સત્યમે તેની અવગણના કરી હતી . તેથી જ તેણે ફ્લોરા પર બદલો વાળ્યો હતો .

અમૂલની દુકાનમાં ફ્લોરા બિલકુલ ઝીરો હતી . તે કોઈને મસ્કો લગાડતા આવડતું નહોતું !

મેનેજમેન્ટની નજરમાં ઈમાનદાર તેમજ મહેનતી હોવાનો દાવો કરતા બહુધા સ્ટાફ સભ્યો તેમની ગેર હાજરીમાં ના જાણે શું શું કરતા હતા ? ફ્લોરા આ બિરાદરીમાં શામેલ નહોતી . તે કામને સમયે કામ કરતી હતી અને નવરાશની પળોમાં સાથી સભ્યો જોડે ટોળ ટપ્પા કરતી હતી , મસ્તી મજાક કરતી હતી . તેનો રિપોર્ટ પણ મેનેજમેન્ટ રાખતી હતી .

રશ્મિનો પિતરાઈ ભાઈ રમણ પણ સાથે જ ઑફિસમાં કામ કરતો હતો . તે પોતાની બહેનને ખૂબ જ દાબમાં રાખતો હતો . તેની બધી જ હરકતો પર કડી નજર રાખતો હતો . શરૂઆતથી જ તેને ફ્લોરા પ્રત્યે કોઈ પ્રકારનો પૂર્વાગ્રહ હતો . તે કેથોલિક હતી .આ વાતનો તેને પ્રોબ્લેમ હતો . તે એવું માનીને ચાલતો હતો . તેઓ જબરજસ્તી કરી અન્ય કોમના લોકોનું ધર્મ પરિવર્તન કરી તેમને

કેથોલિક બનવાની ફરજ પાડે છે !

તેણે જ સત્યમ અને ફ્લોરાના સંબંધને લઈ સવાલ કર્યો હતો !

' શા માટે કોઈને બહેન માનવી જોઈએ ? '

' તેમાં જ ફાયદો છે ને ? .' તેના કોઈ સાગરીતે હાથ તાળી દઈ સવાલ કર્યો હતો !

સત્યમ માટે ઑફિસનું વાતવરણ અસહ્ય બની રહ્યું હતું .

૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )

' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! '

' દિન કો દીદી રાત કો ! '

આ બે ટકોર સતત મારાકાનમાં તમરાંની માફક ગુંજતી

રમણની વાતે સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો . તે રમણને ચોપડાવા માંગતો હતો .પણ તેના બોલવાથી સ્થિતિ વધારે વણસી જશે .તે ખ્યાલે સત્યમે ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું !

સોન્યા ખુદ અનિકેતના ભાઈ સાથે સત્યમ અને ફ્લોરા જેવી આત્મીયતા ધરાવતી હતી . પોતે શું કરતી હતી ? . તે વાતથી અજાણ તે સત્યમ અને ફ્લોરા વિશે એલફેલ વાત કરતી હતી . પણ એટલું સમજતી નહોતી . તેમના સંબંધ વિશે પણ ' દિન કો સિસ્ટર રાતકો સિસ્ટર ' જેવી વાત કરી શકે !

લોકોની વાતો સાંભળી ફ્લોરા ભડકી જતી હતી ત્યારે સત્યમ તેને આશ્વસ્ત કરતો હતો !

, ' લોકો શું કહે છે ? તેના પર ધ્યાન આપવાની જરૂર નથી . કોઈ ગમે તે કહે , ગમે તેવું વિચારે તેથી સચ્ચાઈ બદલાઈ જતી નથી . લોકોની તો આદત હોય છે . કંઈને કંઈ ટકોર કરતા રહે છે ! આપણી વિશે ગંદી ગલીચ વાતો કરનાર સોન્યાને એટલો પણ વિચાર નથી થતો .તેમના સંબંધ માટે પણ કોઈ એવી વાત કરતું હશે ! હાથીની પાછળ કૂતરાતો ભસતાં જ રહેવાના . તેનો અફસોસ નહીં કરવાનો .આપણે સાચા હોઈએ તો દુનિયા જખ મારે છે ! '

મોકો મળતા તેણે રવિ સાથે મોકળાશથી ચર્ચા કરી તેના અનુસંધાનમાં તેણે પણ આવી જ વાત કરી હતી !

' આપણે સાચા હોઈએ તો લોકોની વાત પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી ! '

સત્યમે તેની વિચાર ધારાને બિરદાવી હતી .

' દોસ્ત ! તારી વાતમાં ઘણું જ તથ્ય છે . સાચા સંબંધો કદી કોઈનો અધિકાર છિનવી લેવાની ધૃષ્ટતા કરતા નથી .આવા સંબંધોની કોઈ એક્સપાઇરી તારીખ હોતી નથી !

ફ્લોરાને રઘુવંશ સાથે કોઈ પ્રોબ્લેમ હતો . તેણે આ અંગે સત્યમને વાત કરી હતી . અને ફ્લોરા પ્રત્યે તેને લાગણી હતી . આ જ કારણે તેણે આ મામલામાં દખલગીરી કરી હતી .જેનાથી ભડકી જઈને તેણે સોન્યાની પંગતમાં બેસી જઈ તેના જેવી જ અઘટિત ટકોર કરી હતી :

' દિન કો દીદી રાતકો બીવી ! '

તે ઓવર સ્માર્ટ હતો .દોઢ ડાહ્યો પણ હતો . મેનેજમેન્ટને મસ્કો મારી તે તેમનો લાડકો બની ગયો હતો . આ વાતનું તેને ગુમાન હતું , એક ગેર સમજણ હતી . આ કારણે તે હવામાં ઉડતો હતો !

આ મામલામાં સોન્યાએ વાંદરાને દારૂ પીવડાવવા જેવું કર્યું હતું !

તે લોકો શું ચાહતા હતા ?

સત્યમ કોઈ તર્ક લગાવી શકતો નહોતો !

શેઠ બ્રધરની એક અર્ધ સરકારી ફર્મમાં જગત નામનો એક છોકરો કામ કરતો હતો . સત્યમની તેની સાથે સારી ભાઈ બંધી થઈ ગઈ હતી . તે પરણેલો હતો . પણ તેની પત્ની ગમાર હતી . તેના માત પિતા એ જબરદસ્તી લગ્ન કરાવ્યા હતા .તેની પોતાનીજ ઑફિસમાં કામ કરતી એક પરિણીત કેથોલિક મહિલા જોડે ચક્કર ચાલું હતું . બંને ઑફિસમાંથી છૂટ્યા બાદ એક ગેસ્ટ હાઉસમાં જતાં હતા . આ વાતનો તેણે સત્યમની ઑફિસમાં ઢંઢેરો પણ પીટ્યો હતો . તે મહિલાને પટાવવા જગતે

પોર્ન સાહિત્યનો ઉપયોગ કર્યો હતો !

તેની મિશાલ આપતા ઑફિસમાં ફ્લોરા અને સત્યમના સંબંધને આજ લાઇન પર મૂલવવામાં આવી રહ્યા હતા !

બંને વચ્ચેના સંબંધ વિશે રવિ તેમજ નિરાલી સમ્પૂર્ણ રીતે વાકેફ હતા ! આથી તેમને લોકો શું બોલે છે ? તેમના વિશે વાતો કરે છે .? તે બાબત બિલકુલ નિર્ભય તેમજ નચિંત હતા ! બંનેને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી .

ગીર્દી અને એકાંતમાં સ્ત્રીની છેડતી કરનાર સમુદાય પ્રત્યે ફ્લોરાને સખત ધૃણા હતી . આજ કારણે જેન્ટલસ ડબ્બામાં ટ્રાવેલ કરવાનું ટાળતી હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ફ્લોરાએ ' શેઠ બ્રધર્સ ' જોઇન કર્યું અને ચોથે મહિને ફ્લોરા અને રવિના લગ્ન થઈ ગયા હતા .

બંને પક્ષ તરફથી સત્યમ અને તેના પરિવારને સહ પરિવાર લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યુ હતું . તે જોઈ ઑફિસનો સઘળો સ્ટાફ છક થઈ ગયો હતો ! તેમને અદેખાઈ પણ થઈ રહી હતી ! !

લગ્ન પહેલા ફ્લોરા વી ટી સ્ટેશનની બાજુમાં રહેતી હતી . લગ્ન બાદ તે વેસ્ટર્ન રેલવેમાં માહિમમાં રહેતી હતી . લગ્ન બાદ બંનેનો એક જ રસ્તો હતો . ત્રીજે મહિને જ તે પ્રેગ્નન્ટ થઈ હતી . તેણે સત્યમને ભલામણ કરી હતી .

' સવારના ઑફિસ આવતી વખતે અને સાંજના ઘરે જતી વખતે મને કંપની આપજો ! '

અને સત્યમે તેની વાત વિના દલીલ સ્વીકારી લીધી હતી .

પછીતો બંનેની જુગલ બંધી બની ગઈ હતી .

બંને સવારના એકમેકની ચર્ચગેટ સ્ટેશન પર વાટ નિહાળતા હતા ! તેઓ બહુધા બસમાં જ સાથે ઑફિસ પહોંચતા હતા . કોઈ વાર ચાલીને પણ જતાં હતા !

ખરીદીના કામમાં પણ બન્ને સાથે જ રહેતા હતા !

એક સાંજે ઑફિસ છૂટતી વખતે ફ્લોરાએ સત્યમને કહ્યું હતું ! ,,,

' ભારતીય ભાઈ ! મારું એક પાયલ ખોવાઈ ગયું છે ! '

સત્યમે ચિંતિત સ્વરે સવાલ કર્યો .

' ક્યાં ખોવાઈ ગયું ? '

' લાગે છે સવારના ગાડીમાં ચઢતી ઉતરતી વેળા નીકળી ગયું છે ! '

' ઠીક છે ! થનાર વસ્તુ થઈ ગઈ . આપણે તેને બદલી શકવાના નથી ! ઢોળાયેલ દૂધ પર અફસોસ કરવાનો કોઈ જ મતલબ નથી ! '

' ભારતીય ભાઈ તમે સાચું કહો છો . પણ રવિ પાયલને લઈને ઘણો જ ટચી છે . તેણે પોતાના પોકેટ ખર્ચમાંથી બચાવીને મને પાયલ અપાવ્યા હતા ! તે ખોવાઈ ગયાની જાણ થતાં ખૂબ જ નારાજ થઈ જશે ! મને ખબર નથી . તે કઈ રીતે રિયેક્ટ કરશે ! અગર બીજું આવું જ પાયલ મળી જાયતો હું તેને માનસિક ઝંઝાવાતથી બચાવી શકીશ ! '

' તને ખબર છે ને ? પાયલ ક્યાંથી ખરીદ્યા હતા ! '

' એ તો ખબર હોય જ ને . તે મને સાથે લઈ ગયો હતો ! '

' ઠીક છે . પછી તો કોઈ પ્રશ્ન નથી .આપણે તે દુકાને જઈ એવું જ પાયલ લઈ લેશું ! '

અને બંને બસ પકડીને જ્વેલર્સની શોપમાં પહોંચી ગયા !

' ભારતીય ભાઈ ! પ્લીઝ મારું પાયલ ખોવાઈ ગયાની વાત રવિના કાન સુધી ના જાય ! '

' તું ફિકર ના કરીશ . હું તેને કંઈ નહીં કહું ! '

' રવિએ પોતાના હાથે મને પાયલ પહેરાવ્યા હતા ! તેની સ્મૃતિ આજે પણ મારા હૈયે આનંદની લાગણી જગાડે છે ! '

' આ જ તો તના અપ્રતિમ પ્રેમની પરખ છે ! '

' હું તેની ફીલિંગ્સ હર્ટ કરવા નથી માંગતી ! '

' હું તારી લાગણીને બિરદાવું છું ! '

' હું પણ તમારી જેમ જૂઠું બોલી શક્તી નથી ! '

' મને ખબર છે . આપણા સ્ટારના લોકો જૂઠું બોલી શકતા તથી અને તેને પચાવી શકતા નથી ! આપણે ઘણા સંવેદનશીલ , ભાવુકો તેમજ નિખાલસ , નિષ્કપટ હોઈએ છીયે ! ઘણી સહેલાઈથી કોઈના પર પણ વિશ્વાસ કરી લઈયે છીયે .કોઈના પર સંદેહ કરવામાં સંકોચ અનુભવીએ છીએ ! કોઈને કંઈ કહેવામાં પણ પાપની લાગણી અનુભવીએ છીએ ! આ હાલતમાં બીજું પાયલ જ પરિસ્થિતિનો ઉકેલ છે . તેનાથી ના તો સાપ મરશે ના લાકડી ભાંગશે ! '

દુકાનમાં ઘણી જ ભીડ હતી . આ હાલતમાં તેમને થોડી રાહ જોવી પડી .

દસ મિનિટ બાદ તેમનો વારો આવ્યો !

ફ્લોરાએ કાઉંટર પર ઊભેલા છોકરાને પોતાનું પાયલ બતાવી સવાલ કર્યો .

' આવું જ બીજું પાયલ મળશે ? '

' એક મિનિટ ' કહી તે પાયલ લઈ દુકાનની અન્દર ચાલી ગયો !

એવું પાયલ ના મળ્યુ તો ? ' ફ્લોરાના દિમાગમાં સવાલ જાગ્યો !

તેની બોડી લેંગ્વેજ નિહાળી સત્યમે તેને સાંત્વન આપ્યું ..

' ડોન્ટ વરી ! ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી ! '

થોડી જ પળોમાં તે છોકરો બે પાયલ લઈ બહાર આવ્યો .તે જોઈ ફ્લોરા પણ ગૂંચવાઈ ગઈ . તે ખુદ નક્કી ના કરી શકી . બે માંથી કયું પાયલ તેનું હતું .?

બન્ને પાયલ જોઈ તેના ચહેરા પર ખુશી ઝગમગી ઊઠી !

ફ્લોરાએ પોતાના હાથે પાયલ પહેરવાની કોશિશ કરી પણ તેને ફાવટ ના આવી .આ હાલતમાં સત્યમે તેને મદદ કરી . તેણે ફ્લોરાને પાયલ પહેરાવી દીધું ! ફ્લોરાએ આંખોંની ભાષામાં જ તેનો આભાર માન્યો !

તે જ વખતે એક જાણીતો શખ્સ દરવાજો ખોલી દુકાનમાં ધસી આવ્યો !

તે જોઈ બન્ને ચોંકી ઊઠ્યા !

' આ બલા અહીં ક્યાંથી ટપકી પડી ? ! '

બંનેના દિમાગમાં એકી સાથે આવો જ સવાલ ઉદભવ્યો .

તે શાંતિલાલ હતો . તેમની ઑફિસમાં જ કામ કરતો હતો . તેની ગણના ઑફિસના જીવતા જાગતા અખબાર તરીકે થતી હતી . તે દરેક ચીજ પર કડી નજર રાખતો હતો . કોઈ પણ વાત તેનાથી છૂપી રહેતી નહોતી ! !

તે દુકાનમાં દાખલ થતાં વેંત જ પોતાની આગવી સ્ટાઇલમાં શરૂ થઈ ગયો !

' શાંતિલાલને કીધું હોત તો ? તે પણ તમારી સાથે ટેક્ષીમાં આવી ગયો હોત ! ! '

તેઓ બસમાં જ શોપ પહોંચ્યા હતા . તેને ભલા કોણે કહ્યું હતું .? આ તેના દિમાગની બગડેલી સોચની બલિહારી હતી . તેની તર્ક શક્તિનો નતીજોં હતો .

શાંતિલાલ એકીટશે ફ્લોરાને પગથી માથા સુધી તાકી રહ્યો હતો ! સત્યમે થોડી ક્ષણ પહેલા ફ્લોરાને પાયલ પહેરાવ્યું હતું . આ દ્રશ્ય તેની આંખોમાં વસી ગયું હતું ! તેની આગલી ટકોર સુણી સત્યમ સન્ન થઈ ગયો હતો !

' તમે ફ્લોરા મેડમને તમારા હાથે પાયલ પહેરાવ્યું તે જોઈ મને ' ગાઇડ ' ફિલ્મનો રોમાંટિક સીન યાદ આવી ગયો ! '

તે શું કહેવા માંગતો હતો ? સત્યમ બધું જ સમજતો હતો .તેનો ગુસ્સો બેકાબૂ બની રહ્યો હતો . તે જાણતો હતો . આવા માણસ જોડે જીભાજોડી કરવાનો કોઈ જ મતલબ નહોતો . તેને બસ એક જ વાતની ચિંતા થતી હતી .તે ઑફિસમાં જઈ કેવી વાતો ઉછાળશે ?

તે શું બોલી રહ્યો હતો ? શું કહેવા માંગતો હતો ? શાયદ તે ખુદ જાણતો નહોતો ! સત્યમે કદી તેને ભાવ આપ્યો નહોતો ! આ વાતથી પણ સતત શાંતિલાલનું અહમ ઘવાતું હતું . આ જ કારણે તે અવનવી હરકતો કરતો હતો !

સત્યમ અને ફ્લોરા પાસે તે જવાની કોશિશ કરતો હતો . પણ ખુદનો સ્વભાવ જ તેનો દુશ્મન બની ગયો હતો ! બીજાને જાણવાનો ઓળખવાનો દાવો કરનાર શાંતિલાલ ખુદને જ ઓળખતો નહોતો ! તે બધાની બધી જ વાતો જાણવા સદૈવ ઉત્સુક રહેતો હતો !

ઑફિસમાં અમુક લોકો સત્યમની જેમ તેનાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા ! તે ડબલ ઢોલકી હતો . દૂધ અને દહીં બન્નેમાં પગ રાખતો હતો ! આ તેની ગંદી આદત હતી ! સ્ટાફની નજરમાં હંમેશ સારા દેખાવાની કોશિશ કરતો હતો .અંદર જઈ મેનેજમેન્ટની કદમપોષી કરતો હતો ! બીજાની ચુગલી કરી પોતાના ગજવાં ભરતો હતો ! ઑફિસમાં બધા તેની આદતથી પરિચિત હતા ! સીધા લોકો તેને દૂરથી નમસ્કાર કરતા હતા !

' ચોરને કહે ચોરી કરો અને શાહુકારને કહે કે સાવધ રહો ! ' તેની ગંદી રાજનીતિ ઑફિસના વાતવરણને દૂષિત કરી રહ્યું હતું !

તેઓ બિલ ભરીને દુકાનની બહાર નીકળ્યા ! તેમની પાછળ શાંતિલાલ પણ તેમની બહાર નીકળ્યો ! તેણે ફ્લોરાને ઘૂરકતા , પાનની પિચકારી મારતા સવાલ કર્યો !

' કઈ તરફ જવાના ? '

સત્યમે તેનો કોઈ જ્વાબ ના આપ્યો . તેણે હાથના ઇશારે ટેક્ષી રોકી લીધી .તે જ વખતે શાંતિલાલે જાણકારી આપી :

' શાંતિલાલનો દીકરો અહીં જ કામ કરે છે . પહેલા જાણ કરી હોત તો ? ડિસકાઉંટ અપાવી દેત ! '

પણ તેમને ડિસકાઉંટમાં કોઈ દિલચસ્પી નહોતી . આથી ટેક્ષીનું બારણું ખોલી તેણે ફ્લોરાને ટેક્ષીમાં બેસાડી સત્યમ તેની પડખે ગોઠવાઈ ગયો અને ડ્રાઇવરને સૂચના આપી :

' સ્ટેશન લે લો ! '

અને પાંચ મિનિટમાં જ તેઓ સ્ટેશન પહોંચી ગયા . ફ્લોરાને લેડિઝ ડબ્બામાં ચઢાવી પોતે જેન્ટસના ડબ્બામાં ચઢી ગયો !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રક્ષા બંધનના આગલા દિવસે તેણે એક કાપલી લખી પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી :

' કાલે રક્ષા બંધન છે ! તું મને રાખડી બાંધીશ ? '

તેના આ સૂચનને ફ્લોરાએ હરખભેર વધાવી લીધું .

રસમ પ્રમાણે સત્યમે બંનેને ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું હતું .

તે વખતે સત્યમને સુહાનીની યાદ આવી ગઈ હતી !

પણ તેનો અસ્વીકાર કરતા ફ્લોરાએ કહ્યું હતું :

' હું રાખડી તો અવશ્ય તમને બાંધીશ . પણ આ વખતે તમારે ભાભીને લઈને મારા ઘરે આવવાનું છે !

' મને કોઈ પ્રોબ્લેમ નથી ! પણ તારી ભાભી નહીં આવી શકે . તેને પોતાના ભાઈના ઘરે જવાનું છે ! '

' કોઈ વાત નહીં . હું તમારી પરેશાની સમજી શકું છું ! '

ફ્લોરાને નિર્દોષ ભાવ રાખી બાંધવાના કરેલા પ્રસ્તાવ વિશે સત્યમે રશ્મિને જાણકારી આપી હતી ! તે સાંભળી તેની ભીતર છુપાયેલી રાખડી બાંધવાની ઇચ્છા સપાટી પર આવી ગઈ હતી . રવિ તેને ઓળખતો હતો . તેની જોડે વાતચીતનો પણ વ્યવહાર હતો ! પણ રમણની હાજરીમાં તેની મનસા મનમાં જ રહી જવા પામી હતી !

રશ્મિ અને તેની મા રમણના અહેસાન હેઠળ દબાઈ ગયા હતા . તેમની હાલત ઘરમાં એક બંધક કેદી જેવી હતી . તેમને કોઈ પણ પ્રકારની આઝાદી કે છૂટ નહોતી ! રમણે તો એક બે વાર રશ્મિનું યૌન શોષણ કર્યું હતું !

ફ્લોરા સાથે લગ્ન કરવા માટે રવિએ કેથોલિક ધર્મ અંગીકાર કર્યો હતો જેને કારણે રવિની સાવકી મા તેમ જ ભાઈ-બહેનોએ બહિષ્કાર કર્યો હતો ! લગ્ન બાદ તેમનો સંબંધ નહીવત હતો ! તેમના લગ્નની વાત સુણી ના જાણે કેમ રમણના દિમાગમાં કયું ભૂત ભરાઈ ગયું હતું ? કેથોલિક વિશે તેના દિમાગમાં ગેર સમજણ ઘર કરી ગઈ હતી . તેઓ બધાને જબરજસ્તી કેથોલિક બનાવવાનો અભિયાન ચલાવે છે !

રમણની જોહુકમી , તાનાશાહી સામે રશ્મિ લાચારીની લાગણી અનુભવતી હતી .તે ૩૦ વર્ષની થઈ ગઈ હતી પણ રમણે તેને પરણાવવાની કોઈ જ કોશિશ કરી નહોતી . હતાશ રશ્મિ સેક્સી પોર્ન સાહિત્યના રવાડે ચઢી ગઈ હતી !

રક્ષા બંધનના દિવસે તૈયાર થઈને સત્યમ રાખડી બંધાવવા ફ્લોરાના ઘરે પહોંચી ગયો હતો .પણ તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો .તેના ઘરે તાળું લટકતું હતું . ' પ્રથમ ગ્રાસે મક્ષિકા ' ના ખ્યાલે સત્યમનું મૂડ ઓફ થઈ ગયું હતું ! તેણે બાજુના ઘરમાં પૂછપરછ કરી હતી :

' ફ્લોરાની તબિયત સારી ના હોવાથી તેનો પતિ ગઈ કાલે રાતના જ તેને પોતાના માસીને ઘરે લઈ ગયો છે ! '

સત્યમ ના જાણે કેમ ફ્લોરા પાસે રાખડી બંધાવા આતુર થઈ રહ્યો હતો .વળી ફ્લોરાને શું થયું હતું ? તે વાતની પણ ચિંતા થઈ રહી હતી . આ હાલતમાં પડોશી પાસે સરનામું લઈ તે સીધો જ રવિના માસીના ઘરે દોડી ગયો હતો .પણ તે દિવસે બુધવાર હતો અને તે રવિ સાથે ચર્ચ ચાલી ગઈ હતી . આ હાલતમાં તેને ફરી વાર ડેલે હાથ દઈ પાછા આવવાની ફરજ પડી હતી !

તે વખતે તેના આંતરમનમાં સતત એક ગીત ગુંજી રહ્યું હતું !

' યે રાખી બંધન હૈઁ ઐસા ,

જૈસે ચંદા ઑર કિરન કા ,

જૈસે બદરી ઔર પવન કા ,

જૈસે ધરતી ઔર ગગન કા ,

તેની માસી સત્યમને ઓળખતી હતી ..

તેણે સત્યમને ઘરમાં આવકાર્યો હતો . તેણે કોફી પણ પીવડાવી હતી !

રવિની માસી વિશાળ હ્રદય ધરાવતી હતી . તે સત્યમને ખૂબ જ સન્માન આપતી હતી ! તેમના ઘરેથી નીકળતી વખતે રવિની માસીએ પૃચ્છા કરી હતી :

' કંઈ કામ હતું ? '

' હા આજે રક્ષા બંધન છે .હું ફ્લોરા પાસે રાખડી બંધાવવા આવ્યો હતો ! '

' ફ્લોરાએ પણ મને આ વાત કરી હતી . તેને તાવ આવતો હતો .આથી બંને ગઈ કાલે રાતના જ અહીં આવી ગયા હતા ! તેની તબિયત સારી ના હોવા છતાં તે આજે બુધવારે નોવિના માટે ચર્ચ ગઈ છે ! '

' ઠીક છે ! થન્ક્સ આંટી કહી સત્યમ ઘરમાંથી બહાર નીકળી આવ્યો !

અને ? દાદરો ઉતરતા શાંતિલાલ તેણે સામો ભટકાયો . તે જોઈ સત્યમ ચકિત થઈ ગયો ! અહીં ક્યાંથી ફૂટી નીકળ્યો . તે મનોમન બબડ્યો . તેણે જોઈ શાંતિલાલે માહિતી આપી :

શાંતિલાલ અહીં જ રહે છે ! ચાલો મારે ઘરે ! ચા પી ને જાવ ! '

પણ ' મને મોડું થાય છે ! ' તેવું કહી સત્યમ ઝડપથી દાદરો ઊતરી ગયો !

૦૦૦૦૦૦૦૦૦૦૦

બીજે દિવસે પણ ફ્લોરા ઑફિસમાં આવી નહોતી . પણ રવિએ ફોન કરી તેની માફી માંગી હતી અને સત્યમને સાંજના ઘરે બોલાવ્યો હતો .

અને તે સાંજના છૂટીને ફ્લોરાના ઘરે પહોંચી ગયો હતો !

ફ્લોરાએ અંત : કરણ પૂર્વક તેની માફી માંગી હતી !

આખરે ફ્લોરાના હાથે રાખડી બંધાવવાનું સત્યમનું સ્વપ્ન સાકાર થયું હતું . તેણે સત્યમના કાંડે રાખી તે વખતે જોગાનુજોગ રેડિઓ પર છોટી બહન ફિલ્મનું ગીત બજી રહ્યું હતું !

' ભાઈ કે ઉજલે માથે પર બહન લગાયે મંગળ ટીકા ,

ફ્લોરા માટે આ પહેલો રક્ષા બંધનનો તહેવાર હતો . તે બદલ તે અત્યંત ખુશહાલ જણાઈ રહી હતી ! તેણે ઘણી શ્રદ્ધા અને નિષ્ઠાથી રક્ષા બંધનની રસમ નિભાવી હતી .તેણે સત્યમના કપાળે ચાંલ્લો કરી તેના કાંડા પર રાખડી બાંધી હતી ! રાખડી પર ' મેરે ભૈયા ' શબ્દ કોતરાયેલો હતો .બેક ગ્રાઉંડમાં ભારતનો નકશો દેખાઈ રહ્યો હતો !

રાખડીએ સત્યમને અણમોલ સંદેશો આપ્યો હતો !

ફ્લોરાની આંખોમાં ખુશીના ભાવો છલકાઈ રહ્યા હતા ! જાણે તે કહી રહી હતી !

મારા ભારતીય ભાઈ મારી રક્ષા કરજો ! '

સત્યમે તેના માથા પર હાથ દઈ આશીર્વચનની લહાણી કરી હતી !

સત્યમના મોઢામાં મીઠાઇનો ટુકડો ખોસી તેનો ચરણ સ્પર્શ પણ કર્યો હતો !

આ તબક્કે સત્યમને સુહાની યાદ આવી ગઈ હતી ..

સત્યમે ફ્લોરાને પણ પોતાના હાથે મિઠાઈ ખવડાવી હતી .વીરપસલીની રસમ નિભાવતા તેના હાથમાં રોકડ રકમ મૂકી હતી . પણ તેણે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો . તેનો હાથ પકડી તેને પૈસા આપતા સત્યમે તેને રક્ષા બંધનની આ રસમનો ઉલ્લેખ કર્યો હતો ! અને પ્રેમથી સમજાવી હતી .

' આજના દિવસે આ તો એક બહેનનો અધિકાર છે . તેનો કદી અનાદર નહીં કરવાનો ! '

અને ફ્લોરાએ વીરપસલીનો સ્વીકાર કરી લીધો હતો .

રક્ષા બંધનની રસમ નિહાળી રવિ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો ! તેની આંખોમાં હરખના આંસૂ ઉભરાઇ રહ્યા હતા ! જેને તે ચાહવા છતાં પણ રોકી શક્યો નહોતો ! તેના આંતરમનમાં એક ગીત ઉભરાઇ રહ્યું હતું . જાણે તે રવિની વેદનાને છતી કરી રહ્યું હતું !

આજ ખુશી કે દિન ભાઈ કે ભર ભર આયે નૈના ,

કદર બહન કી ઉનસે પૂછો જિનકી નહીં કોઈ બહના ,

તેણે રશ્મિને રાખડી બાંધવા બોલાવી હતી . પણ રમણે તેને જવા દીધી નહોતી .રવિ તેની મજબૂરી સમજતો હતો . એટલે બીજે દિવસે તેણે ઑફિસમાં આવી બધાની વચ્ચે રશ્મિ પાસે રાખડી બંધાવી હતી . ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED