ન કહેલી વાતો - 1 Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન કહેલી વાતો - 1

ન કહેલી વાતો

સ્ટોરી નં- ૧ – ઈશાન અને ઇશા

આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે.  અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...! ઇશાન આજે શાંત અને થોડો Sad લાગ્યો. કારમાં સોંગ્સ પણ થોડા Sad સોંગ્સ વગાડતો હતો. ગઝલ સાંભળતો હતો અને એ ગીતો સાંભળતા સાંભળતા એના ચહેરા પર થોડી વ્યાકૂળતા જણાતી હતી. જાણે ઇશાન મનમાં કંઇક દબાવીને રાખ્યુ હોય પરંતું મારી સાથે વાત શેર કરી શકતો ન હોય...! અથવા શેર કરવા માંગતો ન હોય...! અથવા તેની અંગત વાત મારી સાથે શેર કરવા માટે મને યોગ્ય વ્યક્તિ ગણતો ન હોય....!

        મેં વાત-વાતમાં જાણવાની કોશિષ પણ કરી કે ઇશાન કેમ આજે શાંત છે...! સામાન્ય રીતે અમે બંને જ્યારે કોઇ કામ સબબ કારમાં ટ્રાવેલ કરતા હોઇએ ત્યારે અમારા વ્યવસાયના એકબીજાના અનુભવો અંગે ચર્ચા કરી હાસ્ય શોધી લેતાં અને ખુશ રહેતાં. પરંતું આજે ઇશાન મારા હાસ્યાસ્પદ વાક્યો પર સ્માઇલ કરતો ન હતો. ક્યારેક સ્માઇલ કરતો, પણ તેનું સ્માઇલ પણ બનાવટી લાગતું. પોતાનું દુઃખ મારી સામે છતું ન થઇ જાય તેનું ધ્યાન રાખી થોડી સ્માઇલ કરતો.

સામાન્ય સંજોગોમાં અમે બંને એકબીજાના અનુભવોની ચર્ચા કરવામાં એકબીજાને સારા સારા આઇડિયા પણ આપતા. પરંતું આજે ઇશાન તરફથી કોઇ જ પ્રતિસાદ આવતો ન હતો. ઇશાનનું ધ્યાન મારી વાતોમાં નહી પરંતું સેડ સોંગ સાંભળવામાં અને તેની દુઃખદ પળો યાદ કરવામાં હોય તેવું મને અનુભવાતું હતું. મને ઇશાન થોડો વધુ અસ્વસ્થ લાગ્યો એટલે મેં તેને કાર ડ્રાઇવ કરવામાં એક બ્રેક લેવાનું કહ્યું. અમે હાઇ-વે પર એક રેસ્ટોરન્ટ પાસે ઉભા રહ્યા. મેં ઇશાનને પૂછ્યું ચા પીશું...? ઇશાને ચા પીવા માટે હા પાડતા-પાડતા તેની કારની પોકેટમાંથી સિગારેટનું બોક્સ અને લઇટર કાઢ્યું. આમ, તો ઇશાન સ્મોકિંગ કરતો હતો, પપરંતું મેં તેને ટ્રાવેલ દરમ્યાન સ્મોકિંગ કરતો ન હોતો જોયો. પણ આજે....!

        ચા આવે તે પહેલા તો ઇશાને બે સિગારેટ ફૂકી મારી. ચા પીધા પછી પણ એક સિગારેટ પીધી. આમ, ક્યારેક જ સિગારેટ પીતો ઇશાન વીસ જ મીનીટમાં ત્રણ સિગારેટ ફુંકી ગયો. મને પણ ખ્યાલ આવી ગયો, કે ઇશાન નક્કી કોઇ મોટી તકલીફમાં છે. મેં મનમાં ને મનમાં વિચારોના ઘોડા દોડાવવા લાગ્યા. ઇશાનને કોઇ ફાઇનાન્શીયલ પ્રોબ્લેમ હશે? વ્યવસાયના કોઇ કામમાં ફસાયો હશે? કોઇ સામાજીક તકલિફ હશે? મારી કોઇ વાતનું ખોટું લાગ્યુ હશે? કોઇ બીજી તકલિફો હશે? ઘણાં સવાલો ઉદ્ભવવા લાગ્યા. એટલે મેં ઇશાનને પૂછી જ લીધુ.

ભાઇ, શું થયું? કેમ ઉદાસ લાગે છે? દુઃખી આત્મા થઇને કેમ ફરે છે? હસવા પર ટેક્ષ નથી લાગતો ભાઇ, તું સ્માઇલ કરી શકે છે...! મારી આ વાત સાંભળીને ઇશાન મુખમાં થોડો હસ્યો અને બોલ્યો.

ભાઇ,  મારૂ લગ્ન જીવન ભાંગી રહ્યુ છે. મારી અને મારા પત્નિના મનમેળનો ભોગ અમારૂ સંતાન ભોગવી રહ્યું છે. હું તને શું કહુ યાર...! હું હમણા ખુબ ડિસ્ટર્બ છું. મનમાં ઘણાં વિચારો ચાલે છે. કંઇ સમજાતું નથી. અમે જે કરી રહ્યા છીએ એ સાચુ છે કે ખોટુ પગલુ લીધુ છે એ સમજાતુ નથી. ક્યારેક એમ થાય કે છૂટા જ થઇ જઇએ. પણ જ્યારે સંતાનના ભવિષ્યનો વિચાર આવે ત્યારે એમ લાગે કે છૂટા થવું યોગ્ય ન કહેવાય. હું તારી સાથે બહુ ખાસ વાતો શેર નહી કરી શકું. પરંતું એટલુંક કહી શકું કે હું અને મારા પત્નિ છૂટા થઇ રહ્યા છીએ. એટલે હું થોડો દુઃખી છું.

        ઇશાનની આ વાત સાંભળીને મને થોડાક અંશે આઘાત લાગ્યો. કારણ કે જેટલો હું ઇશાનને ઓળખતો હતો, તે પ્રમાણે મારા મત મુજબ ઇશાન અને તેની પત્નિ ઇશા “BEST COUPLE” હતા. મેં ક્યારેય તે બંનેને ઝઘડતા કે એકબીજા સાથે ઉંચા અવાજે વાતો કરતા કે દલિલો કરતા પણ નથી સાંભળ્યા. શું ખરેખર તેઓ BEST COUPLE હતા? કે ઇશાન અને ઇશા BEST COUPLE ની જેમ માત્ર વર્તન કરતા હતા?

        શું Perfect Couple પણ Perfect હોય છે? ઇશાનની વાત પરથી મારા માટે Perfect Couple ની વ્યાખ્યા જ બદલાઇ ગઇ. મેં ઇશાનને વધુ કોઇ સવાલો પૂછું તેવી સ્થિતિ મારી જ ન રહી. જાણે એક જ વાક્યમાં ઇશાને મારા બધા સવાલોના જવાબ આપી દીધા.