'મમ્મી, હું અનિતા સાથે કપડા લેવા જાઉં છું.' મોનિકાએ કહ્યું.
'ઠીક છે, પણ જલ્દી પાછી આવજે.' મોનિકાની મમ્મીએ પરવાનગી આપતા કહ્યું.
'ઓકે મમ્મી.' કહી મોનિકા અનિતા સાથે કપડા લેવા નીકળી ગઈ.
સાંજના સાત વાગે મોનિકા કપડા લઈ પાછી આવી. પોતાના બધા જ કપડા વારાફરતી પહેરીને તે પોતાની મમ્મીને બતાવવા લાગી.
'અરે.. આ ડ્રેસ તો ફાટેલી છે, દેખ્યા વગર ઉપાડી લાવી. ક્યાંથી લાવી હતી?'
'મમ્મી આ હું માનસી શો રૂમમાંથી લાવી છું. એ તો બદલી આપશે. એમણે કહ્યું હતું કે કોઈ પ્રોબ્લમ આવે તો બદલી આપશે.' મોનિકાએ જવાબ આપતા કહ્યું.
'તો ઠીક છે, એક કામ કરજે કાલે વહેલા બદલાવી લાવજે.'
'ઓકે મમ્મી.' કહી મોનિકાએ પોતાના તમામ કપડાં પાછા થેલીમાં પેક કરી નાખ્યાં.
બીજા દિવસે મોનિકા અનિતાને લઈ પાછી માનસી શો રૂમ પહોંચી.
દુકાનદારને ફાટેલી ડ્રેસ દેખાડતા તેણે કહ્યું. 'આ જુઓ, તમે મને ફાટેલી આપી હતી, હવે બદલાવી આપો.'
'શના!' પોતાના નોકરને બોલાવતા દુકાનદારે કહ્યું, 'આમને બીજી ડ્રેસ બતાવો.'
મોનિકાએ તેમાંથી રેડ કલરની ડ્રેસ પસંદ કરી ને તે ડ્રેસ પેક કરવા કહ્યું.
'એક કામ કરો તમે ચેન્જીંગ રૂમમાં જઈને એકવાર ચેક કરી લો, પછી ડ્રેસ પાસ કરજો.' દુકાનદારે બોલ્યો.
'ઠીક છે. ક્યાં છે ચેન્જીંગ રૂમ?' મોનિકાએ પૂછ્યું.
'ત્યાં.' ચેન્જીંગ રૂમ તરફ ઈશારો કરતા દુકાનદાર બોલ્યો.
મોનિકાએ ચેન્જીંગ રૂમમાં જઈને ડ્રેસ ચેક કરી. 'બરાબર છે.' કહી કપડા બદલી બહાર આવી.
'બરાબર છે, આ પેક કરી આપો.'
દુકાનદારે તે ડ્રેસ પેક કરી આપી.
મોનિકા અને અનિતા શો રૂમમાંથી બહાર આવતા હતા ત્યાંજ દુકાનદારે તેમને રોકતા કહ્યું. 'મેડમ, જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો શું તમે અમને તમારો વોટ્સએપ નંબર આપી શકો?'
'કેમ?' મોનિકાએ પૂછ્યું.
'મેડમ અમારા શોરૂમના નામથી અને વોટ્સએપ ગ્રૂપ બનાવેલું છે, જેમાં અમે શોરૂમમાં આવેલા નવા સ્ટોકના ફોટોસ, સેલ, કે વિવિધ ઓફરો મૂકીએ છીએ. જો તમારે પણ આ જાણકારી સૌથી પહેલા જોઈતી હોય, શોરૂમ ના ગ્રુપમાં જોડાવું હોય તો જોડાઈ શકો છો.'
'ઠીક છે તો પછી લખો મારો નંબર...' કહી મોનિકાએ પોતાનો નંબર લખાવ્યો ને પછી મોનિકા ઘરે પાછી આવી.
ઘરે આવી તેણે પોતાની મમ્મીને ડ્રેસ પહેરી બતાવ્યો.
'હા આ બરાબર છે.' તેની મમ્મીએ કહ્યું.
::::::::::----------::::::::::
(બે ત્રણ દિવસ પછી)
રાતના દસ વાગ્યા હતા. મોનિકા પોતાનો મોબાઈલ ચલાવી રહી હતી. તેના વોટસએપ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો. તેણે એક વિડિયો મોકલેલી હતી. મોનિકાએ તે વિડિયો પ્લે કરી. વિડિયો દેખી તે ચોંકી ઉઠી. વિડિયો દેખી તે રડવા લાગી. આ વિડિયો તે જ શો રૂમનો હતો જેના ચેન્જીંગ રૂમમાં મોનિકાએ કપડા બદલ્યા હતા.
એકાદ મિનિટ પછી તે નંબર પરથી મોનિકાને કોલ આવ્યો. રડતી આંખે મોનિકાએ કોલ ઉઠાવ્યો.
'જો તું ચાહતી હોય કે હું તારો આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ ના કરું, તો કાલે સાંજે પાંચ વાગે આવીને મને બનાસ હોટેલ પાસે મળ.' મોનિકા કંઈ કહેવા જાય તે પહેલાં જ કોલ કટ થઈ ગયો.
મોનિકાએ આ વાત અનિતાને કહી. અનિતાએ મોનિકાને હોટેલ જવા કહ્યું. ને પછી પોતાનો પ્લાન બતાવ્યો.
બીજા દિવસે સાંજે પાંચ વાગે મોનિકા બનાસ હોટેલ જવા ઘરથી નીકળતી હતી.
'ક્યાં જાય છે?' મોનિકાની મમ્મીએ પૂછ્યું.
'અનિતા સાથે જાઉં છું કામ છે થોડું...'લથડતાં આવજે મોનિકાએ કહ્યું ને મોનિકા હોટેલ જવા નીકળી.
હોટેલની બહાર મોનિકા પેલા વ્યક્તિનો ઈન્તેજાર કરવા લાગી. થોડીવાર ઊભા રહ્યા પછી 'માનસી શોરૂમનો' માલિક ત્યાં આવી પહોંચ્યો. મોનિકાને પોતાની નજીક બોલાવી, તે મોનિકાને હોટેલના રૂમમાં લઈ ગયો.
'અંકલ પ્લીઝ, પેલો વિડિયો ડિલીટ કરી દો ને...' મોનિકાએ કરગરતા અવાજે કહ્યું.
'કરી દઈશું આટલી જલ્દી શાની છે? કહી તેણે મોનિકાને પોતાની બાહોમાં લીધી. તેણે પોતાના હાથ મોનિકાની જાંઘો ઉપર રાખ્યા, તે મોનિકાના જાંઘો ઉપર રહેલા વસ્ત્રો ઉતારવા જતો હતો ત્યાં જ દરવાજો તોડીને કેટલાક પોલીસવાળા રૂમની અંદર ઘુસી આવ્યા.'
પોલીસને દેખી તે ડરી ગયો. તેણે મોનિકાની જાંઘો પરથી પોતાનો હાથ દૂર કર્યો. પોલીસે તે નરાધમને પકડી લીધો.
'મોનિકા તું સુરક્ષિત છે.' અવાજ અનિતાનો હતો.
'થેંક યુ અનિતા. તારા આ આઈડિયાએ લીધે આજે હું બચી ગઈ.' કહી મોનિકા અનિતાને વળગી પડી.
'હા સારું થયું જે તે મારી સાથે આ વાત શેર કરી હતી અગર ના કરી હોત તો...'
'પણ અનિતા મારી પેલી વિડિયો તો અપલોડ નહિ થાય ને?' મોનિકાએ પૂછ્યું.
'ના હવે પોલીસ તેનું નિરાકરણ લાવશે. તે વિડિયો સંપૂર્ણ રીતે ડિલીટ કરવામાં આવશે અને આ દુકાનદારને અંદાજે ત્રણ વર્ષની જેલ પણ થશે.'
'અનિતા મારા કેસમાં તો હું બચી ગઈ. પરંતુ કેટલીયે બીજી છોકરીઓ હશે જે આ રીતે ચેન્જીંગ રૂમમાં કપડા બદલે છે, શું તેમણે આવા ચેન્જીંગ રૂમનો ઉપયોગ ના કરવો જોઈએ?' મોનિકાએ પૂછ્યું.
'મોનિકા જો એક દુકાનદાર આવો નીકળ્યો તો આપણે બધાને દુષ્ટ જાહેર ના કરી શકીએ. પરંતુ આપણે તકેદારી રાખી શકીએ છીએ.'
'કેવી તકેદારી?' મોનિકાએ પ્રશ્ન કર્યો.
'મોનિકા જેમ તું જાણે છે કે આવા કેમેરા ખુબ જ નાની સાઈઝ ના હોય છે જે આપણને દેખતા નથી. આવા કેમેરા મોટા ભાગે બોલપેન ની અંદર, ઘડિયાળની અંદર પંખાની અંદર કે પછી અરીસાની પાછળ લગાવવામાં આવે છે. ચેન્જીંગ રૂમના મામલામાં આવા કેમેરા મોટાભાગે અરીસાની પાછળ હોય છે. આવા કેમેરાની અંદર લાલ કે લીલી લાઈટ ઝબુકતી હોય છે. રોશનીમાં આ લાલ કે લીલી લાઈટને દેખી શકાતી નથી, તેને દેખવા માટે આપણે ચેન્જીંગ રૂમની લાઈટો બંદ કેવી પડે છે, અને પછી પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અરીસાને સ્કેન કરતા તેને દેખી શકાય છે.'
'ઘણી વખત આવા નરાધમો ટુ સાઈડેડ મિરરનો ઉપયોગ કરે છે. જેમાં અરીસાની પાછળથી કપડા બદલતી વ્યક્તિને જોઈ શકાય છે. દેખવામાં આ સામાન્ય અરીસા જેવો જ હોય છે, પરંતુ હકીકતમાં આવા અરીસામાં કપડા બદલી રહેલી વ્યક્તિને અરીસાની બીજી તરફથી દેખી શકાય છે.'
'તો પછી અનિતા આવા અરીસા થી કેવી રીતે બચી શકાય?' મોનિકાએ પ્રશ્ન કર્યો.
'આને ચેક કરવાનો એક ઉપાય છે. જો અરીસા ઉપર આંગળી રાખીને આવા અરીસાઓ ચેક કરી શકાય છે. જો આંગળી રાખ્યા પાછી અરીસામાં આંગળી અને આંગળીના પ્રતિબિંબ વચ્ચે અંતર દેખાય તો આ સામાન્ય મીરર છે તમે આવા મીરર ઉપર ભરોસો રાખી શકો છો. પરંતુ જો પ્રતિબિંબ અને આંગળી વચ્ચે સહેજ પણ અંતર ના હોય તો આ મિરર વિશ્વાસપાત્ર નથી.'
'થેંક યુ અનિતા, મને આટલી બધી જાણકારી આપવા માટે...' હવે હું આ બાબતોનો હંમેશા ખ્યાલ રાખીશ અને મને લાગે છે કે વાંચકમિત્રો પણ આ બાબતોનો હંમેશા ખ્યાલ રાખશે. રાખશો ને મારા વહાલા વાંચકમિત્રો???'
- પ્રવિણ રાજપુત 'કન્હઈ'
( આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.)