પ્રેમ કે દોસ્તી? - ભાગ 4 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 4

રવિના અચાનક પ્રપોજલે પ્રિયા ને એક આંચકો આપ્યો હતો પણ એ હા અને ના રૂપી જુલામાં જુલિ રહી હતી કદાચ એ જાણતી જ હતી કે એકના એક દિવસે આ પરિસ્થિતી જરૂર આવશે અને એ આવી વિડંબનામાં મુકાશે. હકીકતમાં એ પણ રવિને પ્રેમ કરવા લાગી હતી પરંતુ સામેથી કોઈ છોકરી કહે ખરા ??

સાચું કહું તો હું પણ તમને પ્રેમ કરવા લાગી છું,પણ મને ડર છે,જુદા થવાનો ,મારા ભૂતકાળ નો.

મારામાં પણ કોઈને ખોવાની અને તમે જેમ અચાનક આવ્યા એમ અચાનક જતાં રહેશો એ ડર હર રોજ લાગે છે. જૂના જખમ રુજાતા ઘણી વાર લાગી છે એવામાં નવા ડામ ની હિમ્મત નથી. પ્રિયાએ ખુબજ દુ:ખી થઈ રડતાં રડતાં કહ્યું.

જો પ્રિયા મને એ કાંઈજ ફરક નથી પડતો.મારો પણ ભૂતકાળ છે જ.તારા જુના સબંધ વિષે હું ક્યારેય કઈ નહિ પુંછું. આપણે જીવનમાં આગળ વધીશું.રવિની આંખોમાં પણ આંસુઓની ધારાઓ વહેતી હતી.

એટલામાં રવિનો ફોનમાં રણકે છે .” અનનોન નંબર કોલિંગઅનનોન નંબર કોલિંગ” હેલ્લો કોણ ??

પ્રતિક બોલું છું રવિ .સામેથી જવાબ આવ્યો.

બોલને ભાઈ રવિએ સાવ ધીમા અવાજે કહ્યું.

અરે રવિ કેમ રડે છે તું ?પ્રતીકે પૂછ્યું “અરે આતો ખુશીના ના આંસુઓ છે,તું માનીશ નહિ મેં આજે તારી વાત માની લીધી છે,તુ કહેતો હતોને કે જીવનમાં આગળ વધ,મને પ્રેમ થઇ ગયો છે અને એ પણ સાચી વ્યક્તિ જોડે”,એમ કહીને રવિ એ પ્રિયાની હાથ પર કીસ કરી!

શું વાત કરેછે !!! સાચે ??!જો હું અત્યારે ઓન ધ વે છું સવારે ત્યાં પહોંચીસ.સેલીબ્રેસન બનતા હૈ બોસ.

અરે હા તારી ત્રણ મહિના ની ટ્રેનીંગ હતીને?એટલે આવે છે?અરે ના ભાઈ ટ્રેનીંગ તો કેન્સલ થઇ છે.પણ મેં તારાથી મારો એક સબંધ છુપાવ્યો હતો.થોડો ડીસ્ટર્બ હતો મારી ગર્લ ફ્રેન્ડ સાથે ૨ મહિના પહેલા બ્રેકઅપ થયું હતું.તેને એક વાર મનાવવા અને તને મળવા આવું છું બસ. ફોન માં ચાર્જિંગ નથી સવારે મળીએ એટલું કહી પ્રતીકે ફોન કાપ્યો.

એ રાતે મિત્ર આવાની અને પ્રેમ મળવાની બંને ખુશીમા રવિ પ્રિયાના રૂમમા જ તેનાં આલિંગન માં સુઈ ગયો.

સવારના બરાબર આઠ વાગે ડોર બેલ વાગે છે.રવિ ફ્લેટ નો દરવાજો ખોલે છે અને સામે પ્રતિક બંને મિત્રો એકબીજાને

‘શું રવિ નવી ગર્લફ્રેન્ડ બનાવી લીધી કેતો પણ નથી સાલા!”

-તે પણ ક્યાં કહ્યું? ગર્લફ્રેન્ડ પણ બનાવી બ્રેકઅપ પણ કર્યું અને આજે મનાવા પણ આવ્યો છે.” રવિએ મજાક કરતાં કહ્યું.

અરે પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ હતી શું કરું.બટ રવિ આઈ એમ હેપ્પી ફોર યુ.તો ક્યારે મળાવેશ ભાભીને?

બસ હમણાજ અત્યારેજ અહીજ !! માં કહ્યું

કેમ અહીજ સાથે રહેછે ?? પ્રતીકે મજાકમાં પૂછ્યું.

હા સાથે રહે છે લોંગ સ્ટોરી છે પછી નિરાતે કહીશ ,એની નોકરી અને રહેવાનું બધું જતું રહ્યું હતું એટલે મેં નોકરી અને મારો એક રૂમ આપ્યો.

બોલાવો તો ભાભીને મારા ભાઈ શ્રી !!પ્રતિક કહ્યું.

પ્રિયા,.. બહાર આવીશ? તને કોઈ મળવા માંગે છે.

શું નામ બોલ્યો તું ?? પ્રિય......એટલામા પ્રિયા બહાર આવે છે.

મિટ માય ફ્રેન્ડ,મારો ભાઈ મારો બધુજ પ્રતીક.

પ્રતિકને સામે જોતા જ પ્રિયાને ધક્કો લાગે છે અને પ્રિયાને સામે જોઈ પ્રતિકને પણ આંચકો લાગે છે.પ્રતિક એજ પ્રિયાનો ભૂતકાળ .પ્રતિક આજે પ્રિયાને મનાવવાજ અહી આવ્યો હતો.બંને ના મોઢા માંથી એક શબ્દ નીકળે એમ ન હતો. “કાપો તો પણ લોહીના નીકળે એવી સ્થિતિ હતી.તો પણ એકબીજાને હાય કહ્યું .

,ને મારી દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો.અને પ્રતિક આ પ્રિયાજીવનમાં તારા પછી જો કોઈ હોય તો એ પ્રિયા છે. તમે બંને મારો સાથ ક્યારેય ના છોડતા પ્લીઝઆટલું

શું થયું પતકા પછી તું કોઈકને શોધવા અને મનાવવા આવ્યો હતો ને? એનો કોંન્ટેક્ટ થયો ? જો એ તારાથી ના માનેતો અમે મનાવવા આવશું.કેમ પ્રિયા સાચુને ??

થી ખુશ હતો અને કેમ ના હોય એનો પાકો મિત્ર ઘણા સમય પછી ને મળવા આવ્યો હતો. અને આ વખતે પોતે સાચી વ્યક્તિ જોડે પ્રેમ માં પડ્યો છે એ ખુશી હતી.

ર અને અપરાધ ભાવ હતો બંને પાક્કા મિત્રો ને તે દગો દેતી હોય એમ લાગતું હતું.

પ્રતિક એતો શું કહે એતો પ્રિયાને કઇ કહી સકે એમ જ ના હતો તેનો ગુનેગાર જો હતો પણ આજે પણ એ તેને પ્રેમ કરતો હતો.આટલેજ તેને મનાવવા અને પોતાના જીવન માં પાછી લાવવા આવ્યો હતો.પ્રિયા ને સામે જોઈ બેશક તેને આંચકો લાગ્યો હતો.

પ્રિયાને સેજ પણ ખ્યાલ ના હતો કે તેનો ભૂતકાળ આ રીતે તેની સામે આવશે,પ્રિયા રોવું રોવું જ હતી,તેને ડર હતો કે જે રીતે પ્રતિક તેને છોડીને ગયો હતો એ વાત તેને મન માં રાખી પ્રતિક કઇંક બોલશે અને તેના અને પ્રતિકના સંબંધોનું રહસ્ય અહી ખૂલી જશે.પ્રિયાને એમ થઈ ગયું કે પોતેજ અત્યારેજ રવિને સઘળી હકીકતની જાણ કરશે.એજ આશયથી તે રવિને કહેવા જાય છે ,”રવિ ..... પરંતુ પ્રિયા કાંઇ બોલે એ પહેલા જ

તેની વાત કાપીને પ્રતિક બોલ્યો,”ભાઈ એનો,કોઈ કોંન્ટેક્ટ ના થયો,એનો ફોન નંબર પણ બદલાઈ ગયો છે,પણ જાણવા મળ્યું છે એ મારાથી બહુજ દૂર જતી રહી છે અને જ્યાં છે ત્યાં ખુબજ ખુશ છે,હવે તેનો કોંન્ટેક્ટ કરી તેને હેરાન નથી કરવી.મારી જ ભૂલ હતી કે મેં તેને મારા થી દૂર જવા દીધી.” પ્રતિકની આંખોમાં ભારોભાર દૂ:ખ છલકાંતું હતું.

પણ મને તો એ વાતનું દૂ:ખ છે તે શા માટે તારો સબંધ મારા થી છુપાવ્યો, આટલું બધુ થઈ ગયું અને મને સેજ પણ ખબર ના પડી ? તું નાનામાં નાની વાત મારી સાથે કરે છે તો આટલી મોટી વાત મારા થી કેમ છુપાવી ? મતલબ કાંઇ જ વાત ના કરી તારું અને એ છોકરીનું મળવાનું ,તમારો જગડો વગરે.. રવિ એ પ્રતિકેને ખુબજ આશ્વર્યથી પૂછ્યું.

“અરે એ બધુ જવાદેને ,પણ હું તમારા બંને માટે બહુજ ખુશ છું,આમ ને આમ પ્રેમથી સાથે રહેજો,પ્રિયા મારા ભાઈનું ધ્યાન રાખજે .” પ્રતિકે સહેજ પણ ના જતાવા દીધુકે તે અને પ્રિયા અકબીજાને પહેલેથી ઓળખે છે અને તેજ પ્રિયાનો જૂનો પ્રેમ છે,કારણ કે જો રવિને આવી ખબર પડે તો રવિનો પ્રેમ અને મિત્રતા બંને પર વિશ્વાસ તૂટી જાત.અને રવિ પાછો ભાંગી પડેત.વળી પ્રતિકે રવિ નો ક્યારેય સાથ નહીં છોડવાનો નીર્ણય લીધો હતો.

ચાલો તો મારે જવું પડશે એક અગત્યનું કામ યાદ આવ્યું છે,તો હું રજા લઉં છું,પ્રતિકે કહ્યું

અરે યાર ! તું અહી રોકવા આવ્યો છું,થોડા દિવસો તો રોકાને અમારી જોડે,અને હા તારી કોઈ બે –ત્રણ મહિના ની ટ્રેનીંગ હતીને ??તો શા માટે તારે જવું છે?જોબમાં બધુ બરોબર છે ને ? અને લખવાનું કામ કેવું ચાલે છે? તું તો યાર મસ્ત લેખક બની ગયો છું.જોરદાર લખે છે તું,હું વાંચું છું તારી વાર્તાઓ પણ હમણાંથી કેમ કાંઇ આવતું નથી તારું?? રવિએ એક સાથેજ પ્રતિકને બધુ પુંછી લીધું.

બધુ બરાબર ચાલે છે ,પ્રતિકે રવિની સામે જોયા વગરજ કહ્યું

તું હજી કઈંક છુપાવે છે મારા થી?રવિએ ગુસ્સાથી પૂછ્યું

ના ભાઈ ના એવું કશું નથી,મારે નીકળવું પડશે વધારે રોકાઇશ તો કામ બગડશે..!!

અરે આર એમ કેમ જતો રહે છે? એટલિસ્ટ લંચ તો લઈને જા? રવિ એ આગ્રહ કર્યો

અરે ભાઈ તમારા લગ્નમાં આવીશ ત્યારે રોકાઇશ ચાલ,એટલુ કહીને તે રવિને રવિના ફ્લેટેથી ભરેલા હ્રદયે નીકળી જાય છે અને પાછળ ફરીને પ્રિયા સામે જોવે છે અને બંનેના શ્વાસ જાણે રોકાઈ ગયા હોય એમ લાગે છે,તે દોડીને ફ્લેટના બિલ્ડિંગ નીબહાર આવે છે અને જોરથી રાડ પાડીને હીબકે હિબકે રડે છે,તેનું આવું રુદન પોતે હજી પ્રિયાને પ્રેમ કરે છે અને પોતાનાથી ખુબજ મોટી ભૂલ થઈ ગઈ હોય એ સાબિત કરે છે.

“મેં જે કર્યું એ સાચુજ કર્યું છે, હું પ્રિયા ને લાયક જ હતો નહીં. મેં તેને દુ:ખ જ આપ્યું છે,પ્રિયા મને ભૂલી આગળ વધી છે,બંને એક બીજાને પ્રેમ કરે છે અને મારા માટે તો રવિની ખુશીજ મહત્વની છે,મેં જે કર્યું એ સાચુજ કર્યું છે,રવિના ફ્લેટે થી રડતાં રડતાં અને બબડતા પ્રતિકને ખબર નહતી કે તે કેટલો દૂર ચાલીને જતો રહ્યો હતો.

તેની મનની પરિસ્થિતી સાવ ખરાબ થઈ ગઈ હતી,

શું કરું, પાછો રાજકોટ જાઉં? ઘરે જઇશ તો મમ્મી-પપ્પાને નોકરી પર ઘણા મહિનાથી રજા પર છું એ ખબર પડેશે અને પરાણે નોકરી કરાવડાવશે. હવે કઇ રીતે જીવીશ પ્રિયા વગર ??? તેના વગર બધુ વ્યર્થ છે...

મારી પાસે એક જ રસ્તો છે...

“સ્યુસાઇડ!!”…………………..

ક્રમશ:

કોઈ ના પ્રેમમા પડવું ઘણું સહેલું છે,પણ પ્રેમ નિભાવો અઘરો છે અને આપણો પ્રેમ આપણાજ ખાસ દોસ્ત જોડે હોય એ પરિસ્થિતિનો સામનો કરવો ખૂજબ અઘરી છે.