પ્રેમ કે દોસ્તી? - ભાગ 2 PRATIK PATHAK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી? - ભાગ 2

એ યુવતીની મનની સ્થિતિ સાવ ગુમ-સુમ હોય એમ રોડ ક્રોસ કરતી હતી અને અચાનક તેની પાછળ એક રિક્ષા ફૂલ સ્પીડ સાથે આવતી હતી તેની પણ ખબર એ યુવતીને ન હતી ,રવિની બુમો તેની મનની સ્થિતિને કારણે નજર અંદાજ થઇ. અચાનક રવિએ દોડીને તેની પાસે પહોંચી તેને ખેંચી ને રિક્ષા સાથે ના અકસ્માત થી બચાવી અને ખીજતા હોય એમ ”,“ગાંડી થઇ ગઈ છે?ખબર નથી પડતી ? મરવું છે ??” રવિ એ જોરથી કહ્યું.
છોકરીની આંખમાં ફક્ત આંસુઓજ. તેની આંસુઓ ભરેલી ફક્ત બે આંખો જ દેખાતી હતી બાકી ચહેરા પર લીલા કલર નો દુપ્પટો પહેર્યો હતો,તેને સ્લીવ લેસ બ્લુ ડેનીમ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું અને શરીર એકદમ મોહામણું હતું,જેની ઉંમર આશરે 27-28 વર્ષ હશે. રવિએ એક નજરે તેણીને ઉપર થી નીચે સુધી જોઈ લીધી.
“ “મારો હાથ છોડશો ?મને બચાવી લીધી હોય તો ??” તેના અવાજ માં એક કર્કશતા અને દુ:ખ વ્યક્ત થતું હતું .રવિ એ તરતજ તેનો હાથ છોડી દીધો અનેપાછો બસ સ્ટેન્ડ ની બેંચ પર જઈને બેસી ગયો.પેલી યુવતી પણ થોડી વાર બસની રાહ જોઈ હતાશ થઈ બેંચ પર બેસી ગઈ.આંખોમાં થી તો હજી આંસુઓ વહી રહ્યા હતા.એટલા માં તેનો ફોન રણક્યો અને ગુસ્સામાં તેને જવાબ આપતા કહ્યું, ““પ્લીઝ! હવે મને કોલ ના કરતો.તું મને સમજે છે શું ?,હું તારા માટે રમકડું નથી,તે મારી ફિલિંગ્સ ને હર્ટ કરી છે.આ વખતે તો હદ જ થઈ ગઈ છે, હવે આપણે જીવનમાં ક્યારેય નહિ મળીએ” ”.એટલું કહીને તેને ફોન કાપી નાખ્યો અને સાવ તૂટી ગયેલી હાલતમાં નીશાસો નાખી ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો.
આ બધું રવિ એકીટશે જોઈ રહ્યો હતો.અને પૂછ્યું, “હું તમારી કંઈ મદદ કરી શકું ?એટલું પૂછીને તેને પાણીની બોટલ યુવતીને આપી . તેને પાણી પીવા પોતાના મોઢે બાંધેલો દુપ્પટો છોડી પાણી પીધું અને રવિ એક નજરે તેને જોતો રહ્યો.. અને મન માજ બોલ્યો “”વાહ!! કેટલી સુંદર છોકરી.” ”.તેની આંખો,હોઠ,ગાલ રવિને તો એક નજર માજ તેની સાથે પ્રેમ થઇ ગયો.(આંધણાને શું જોઈ વળી)
“આજે કોઈ બસ નહિ આવે .આજે બસ ની હડતાલ છે .બસ ની રાહ ના જોવો“.રવિ એ કહ્યું
“હવે એમ પણ જીવનમાં રાહ જોવા જેવું કઈ રહ્યું નથી.”” તેણીએ ધીમા સ્વર માં જવાબ આપ્યો.
“ “બાય ધ વે આઈ એમ રવિ પટેલ,ચા પીશો ?તમારી આવી આવી હાલત જોઇને લાગે છે કે તામારું બ્રેકઅપ થયુ લાગે છે“.”
“”હું બે દિવસ થી જમી નથી . હા હું ચા પીશ” તેને રવિની સામે જોયા વગર જવાબ આપ્યો.અને આગળ કઈ બોલી નહીં.
રવિને તેના બ્રેકઅપ વાળા સવાલનો જવાબ મળ્યો નહીં એટલે “એ બકા બે ચા “,રવિએ બાજુની કીટલી માં ચા નું કહ્યું .

“ હું તમારી કઈ મદદ કરી શકું ?” રવિ એ મદદ ની ભાવના થી પૂછ્યું .
“ શાંતિ જોઈ છે બસ મારે, શાંતિ થી બેસવા દેશો ?,” તેના જવાબ માં ગુસ્સાના ભાવ હતા.

રવિ તો આ બધી વાતોથી ટેવાયેલો હતો .તેનો ગુસ્સો નજર અંદાજ કરી રવિ એ ચા વાળા ને કહ્યું, ”મેડમ માટે ચા સાથે મશકાબન પણ અને હા બટર થોડું એકસ્ટ્રા.”
રવિનો આ ભાવ તે યુવતી સમજી ના શકી અને ફક્ત રવિની સામે જોયું અને કઈ બોલી નહી.

ચા પીધા અને મશકાબન ખાધા પછી તે યુવતી એ હાંશકારો લીધો, ખરેખર એને કઈ ખાધું નહીં હોય.
“હું તમને ક્યાય ડ્રોપ કરી દઉં ?” રવિ એ મદદના આશય થી પૂછ્યું
“Mind your oven business MR.” ,તે ખીજાઈ ને બોલી.
માફ કરજો પણ તમે મને ગલત સમજો છો હું તો ફક્ત તમને મદદ કરવા માટે કહેતો હતો. રવિએ કહ્યું
“મદદ ? શા માટે તમે મારી મદદ કરો ? હું કંઈ લાગુ છું તમારી?” આ વખતે તેના ગુસ્સા વાળો અવાજ બાજુની ચા ના કીટલી વાળા એ પણ સાંભળ્યો.
અરે એમાં આટલા ગુસ્સે કેમ થાવ છો, મને લાગ્યું કે તમે ખરેખર તકલીફમાં છો અને આવી તકલીફ માથી હું પસાર થઈ ચૂક્યો છું એટલે મને પરિસ્થિતી ખબર છે એટલે મદદ માટે કહ્યું,”રવિ એ વિનમ્રતા થી જવાબ આપ્યો.
“એ બૂન, રવિ સાહેબ બૌ ભલા માંણા સે, એ બધાની મદદ કરે પણ એમની કોઈ ના કરે, કીટલી વાળા રાજુ એ કહ્યું,
રાજુની વાત સાંભળતા એ યુવતીની આંખમાં થોડી શરમ દેખાતી હતી કે ખોટુ અજાણ્યા માણસને કહી દીધું.

સોરી, હું તમારા પર ખોટી ગરમ થઈ ગઈ ,અક્ચ્યુલ્લી મને ખબર નથી પડતી કે હું શું કરું.?પહેલા તો તમે મને આ સિમ કાર્ડ બદલાવી દેશો ??
“હા લાવો ને. કાર્ડ અને મોબાઈલ. અને હા હું તમારી મનોવ્યથા સમજી શકું છું. અને મારી વાત સાચીને કે બ્રેકઅપ થયું છે તમારું.” અને હાં તમે નામ શું કહ્યું હતું તમારું ? રવિ એ પૂછ્યું.

હજી મે ક્યાં મારૂ નામ કહ્યું જ છે, એવું કહેતા જ રવિ થોડો શરમાઇ ને હસ્યો.
.હું પ્રિયા,પ્રિયા દેસાઈ ,હા તમે સાચા છો આજે જ રાજકોટ માં રહેતા મારા બોયફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થયું છે.ઘણા સમયનો સબંધ એકજ ગલતફેમી માં તૂટી ગયો ”પ્રિયા એ જવાબ આપ્યો.
““તો હવે ક્યાં જાશો ?’’ રવિ એ પૂછ્યું ?
“બસ જીવન જ્યાં લઇ જાય ત્યાં મારા માતા પિતાનું ઘર પેલાની માટે છોડ્યું હતું ત્યાં પાછી જઈ શકું તેમ નથી,કોરોનામાં જોબ છૂટી ગઈ,બોયફ્રેન્ડ છૂટી ગયો બસ એકલી છું હું સાવ એકલી. પ્રિયાએ નિશાશો નાખતા કહ્યું., અને આવા ખરા તડકે તમે એકલા બેઠા છો તમારી વાતો અને હાલ પરથી લાગે છે કે તમે પણ કંઇક ગુમાવ્યું છે.”

“”બસ હવે ગુમાંવા માટે આ એક ચા,એકલતા એને એક મિત્ર બાકી છે.સબંધોનો સરવાળો શૂન્ય થઇ ગયો છે.દરેક વ્યક્તિ એ દગો આપ્યો.માં બાપ બંને કોરોનામા મૃત્યુ પામ્યા.બાકી કોઈ છે નહિ.બસ ઉપર આ બિલ્ડીંગ માં એક ફ્લેટ,એક સોફ્ટવર કંપની છે.હવે કોઈની સાથે બોલતા પણ બીક લાગે છે”.”રવિ એ કહ્યુ.
સોફ્ટવર કંપની?? પ્રિયાની આંખમાં થોડી ચમક આવી અને પૂછ્યું મને તેમાં જોબ મળશે ? હું સોફટવેર એન્જીનીયર છું અને મારે જોબની ખાસ જરૂર છે.

રવિને તો પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હતો એટલે પોતાની કંપની માં જગ્યા ના હોવા છતાં પ્રિયાને હા પાડી દીધી. “આ મારું કાર્ડ છે તમે કાલથી જોઈન કરી શકો છો.” એટલું કહીને તે ત્યાથી નીકળ્યો.
રવિને ખુદ ને ખબર ન હતી કે પોતે શું કરી રહ્યો છે શા માટે નવો સબંધ બાંધી રહ્યો છે?? કહેવાય છે ને કે બે માઈનસ માઈનસ પ્લસ થાય. એ આશા થી બંને શૂન્ય ને એક કરવા જઈ રહ્યો છે.તે પોતાના ફ્લેટમાં આવે છે અને જમી સુવાની તૈયારી કરે છે.