ગામડું - 1 Mukesh Dhama Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડું - 1

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો આપે ઘણું બધું મારો સાથ સહકાર અને ટેકો આપ્યો છે એના બદલ હુ આપનો આભારી છું અને હજી પણ આવો જ સાથ સહકાર આપો એવી આશા સાથે આજે એક ચકલી ના માળા જેવા મારા સુંદર ગામ વિશે જે મે જોયું છે. જાણ્યું છે. સમજ્યું છે અને સૌથી મોટી વાત કે મારી કર્મ ભૂમિ અને મારી જન્મ ભૂમિ એટલે મારું સુંદર ગામડું એના વિશે તમને મારા અનુભવ અને મારી કલ્પના વ્યક્ત કરવા જઈ રહ્યો છું. તો આપ બધા જ મિત્રો મારી બધી વાર્તા ઓ અને લેખો ની જેમ મારા ગામડાં ને પણ દિલ થી વધાવો એવી આશા રાખું છું...
મિત્રો મનમાં જ્યારે ગામડાં નું નામ આવે ને એટલે મને તો એટલો બધો ઉત્સાહ અને હરખ આનંદ આવે કે જેની કોઈ સીમા જ નથી જેના મારી પાસે કોઈ શબ્દો જ નથી.
મિત્રો તમને ઘણા બધા લોકો ને તો ખબર જ હસે કે ગામડાં નું વાતાવરણ કેવુ હોઈ ત્યાં ના લોકો કેવા ઉદાર દિલ મસ્ત મન અને અતિ ભોળા હોઈ છે. પણ ઘણા લોકો ને સહેરો મા તેનું વસવાટ અને કર્મ ભૂમિ હોઈ તો ગામડાં થી અજાણ હોઈ તો જૂઓ અમારા ગામડાં મા કેવી મજા હોઈ છે.
વ્હાલા મિત્રો ગામડાં ના લોકો દિલ ના બવ ભોળા હોઈ છે અને અમારા ગામ મા તો કંઈ સારો એવો તહેવાર હોઈ કોઈ પ્રસંગ હોય કે કોઈ કાર્યક્રમ હોઈ તો અમે બધા સાથે હળી મળી ને ભેગા થઈ બધા લોકો ખૂબ ઉત્સાહ થી ઉજવીએ છીએ... મિત્રો અમારા ગામડાં મા બધા જ લોકો ને જમીન અને ગાયો ભેંસો છે. અને અમે ગોવાળિયા બધા મિત્રો ગામ ના સિમાડે એને ચરાવવા લઈ જઈ એ છીએ અને જો કોઈ ભાઈ ને બહાર જવાનું થાય તો એની ગાયો ભેશો ને પણ અમે ચરાવી આવીએ. કોઈ પ્રસંગે કે કોઈ ના ઘરે મહેમાન આવે તો એ મેહમાન એ એક જ વ્યક્તિ ના નહિ પણ અમારા આખા ગામ ના મહેમાન કેહવાય અને જેટલા એ વ્યક્તિ ઓ એને આદર ભાવ સન્માન અને મહેમાન ગતિ કરે એમ ગામ માં જેને જેને ખબર પડે તે બધા લોકો તે મહેમાન ને પોતાના ઘરે લઈ જાઇ છે ને જેટલું બને એટલું ભાવથી કોઈ ભોજન કરાવે તો કોઈ ચા તો કોઈ દૂધ પીવડાવી ને ખુબજ રાજી થાય ખુશ થાય છે.
મિત્રો હજી પણ અમારા ગામ મા એવો રિવાજ છે કે કોઈ ના ઘરે છાશ કે દૂધ ઘટતું હોઈ તો અમે ક્યારેય બાર થી લીધું નથી જેને ઘરે થયું હોઈ એ આપી જાઇ ને એને ક્યારેક ના હોઈ તો એ લઈજાય.
ગામડાં નું જીવન એ ખુબજ અદભુત જીવન હોઈ છે સાહેબ હુંમારી મારી જાત ને અતિ ભાગ્યશાળી ગણું છું કે મારું જન્મ તો ગામડાં મા થયું સાથે સાથે મારી કર્મભૂમિ પણ મારું જ ગામ છે અને એમાં અતિ સોભગ્ય કે મારું જન્મ દેવભૂમિ દ્વારકા જિલ્લા મા થયું જેને કૃષ્ણ પરમાત્મા નું દેવભૂમિ દ્વારકા કહે છે અને એમાં પણ માં ભગવતી ની અસીમ કૃપા થી "ચારણ" ગઢવી સમાજ મા મારો જન્મ થયો જેથી હું માં ભગવતી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ માનું છું...
ગામડું એટલે ટૂંક મા હું તમને કહું તો મિત્રો...
તો ધૂળ ઢેફા ને પાણાં હોય...ભીંતે-ભીંતે છાણાં હોય...
ટાણાં એવા ગાણાં હોય...મળવા જેવા માણાં હોય...

સાહિત્યમા રુચી હોય...શેરી વાંકી ચુંકી હોય...
બાયુને કેડે કુંચી હોય...ઉકરડાં ને ઓટા હોય...
બળદીયાના જોટા હોય...પડકારા હાકોટા હોય...
માણસ મનનાં મોટા હોય...માથે દેશી નળીયા હોય...


વિઘા એકનાં ફળીયા હોય...બધા હૈયા બળીયા હોય...
કાયમ મોજે દરીયા હોય...સામૈયા ફુલેકા હોય...


તાલ એવા ઠેકા હોય...મોભને ભલે ટેકા હોય...
દિલના ડેકા-ડેકા હોય...ગાય,ગોબર ને ગારો હોય...
આંગણ તુલસીક્યારો હોય...ધરમનાં કાટે ધારો હોય...
સૌનો વહેવાર સારો હોય...ભાંભરડા ભણકારા હોય...


ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...
ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...


આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...!
ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...
રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...
સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર સામી હોય...

જ્ઞાનની વાતો બહુ નામી હોય...જાણે સ્વર્ગની ખામી હોય...
વહુને સાસુ ગમતાં હોય...ભેળાં બેસી.. જમતાં હોય...

બોલવામાં સૌને સમતા હોય...ભૂલ થાય તો નમતાં હોય...
છોકરાં ખોળામાં રમતાં હોય...એવી માની મમતા હોય..,
ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય...
ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય...નીતિ નિયમનાં શુઘ્ધ હોય..
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,માંગે પાણી ત્યાં દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!.ભજન-કીર્તન થાતાં હોય...
પરબે પાણી પાતાં હોય...,મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય...

ભકિત રંગમાં રંગાતા હોય...પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય...,

વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય...ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય....એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...જાણે મળ્યા ભગવાન હોય...

સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય...,
ઓશરીએ રૂમ ચાર હોય...ભેળું જમણવાર હોય...,

અતિથીને આવકાર હોય...ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,નદીને કિનારો હોય...,

વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય..,

વાણી સાથે વર્તન હોય...મોટા સૌનાં મન હોય...,
સુંદર હરિયાળાં વન હોય... સુગંધી પવન હોય...!

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...!

શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય..,
મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય.
મિત્રો ગામડાં વિશે તો જેટલું કવ એટલું ઓછું પડે હજી અમારા ગામડાં ની સંસ્કૃતિ રિતી રિવાજો અને પ્રસંગો વિશે પણ ઘણું બધું કહેવાનું છે જે આપડે બીજા ભાગમાં જોશું ..
મિત્રો ગામડાં વિશે મને અદભુત પ્રેમ છે અને અહીંયા ના માણશો પણ બવ પ્રેમાળ છે તો આવતા ભાગ 2 મા નિરંતર ..ત્યાં સુધી બધા વ્હાલા મિત્રો ને રામ રામ શહ જય માતાજી જય શ્રી ક્રિષ્ના....
ટૂંક સમય માં ભાગ 2 તમારી સમક્ષ આવશે તો જરૂર થી વાંચજો અને વધાવી લેજો મિત્રો...