જલપરી ની પ્રેમ કહાની - 26 Bhumika Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 26

જરા સંભાળીને મહારાજ. મહારાજ ને સંભાળતા મુકુલ ના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મહારાજે આંખ ઊંચી કરીને જોયું તો પોતાની જાત ને મુકુલ ના હાથ ના સહારે જોઈ એ જોતાં જ રહ્યા.


મહારાજ.....ઉપસ્થિત સૌનો જીવ તાળવે ચોંટી ગયો. પિતામહારાજ....મીનાક્ષી વ્યાકુળ થઈ ઝડપ થી મહારાજની નજીક આવી. આપ ને શું થયું પિતામહારાજ, આપ ઠીક તો છો ને?


મહારાજ હજુ પણ મુકુલ ના મોઢા સામે જોઈ રહ્યા છે, મુકુલ ની સ્નેહ નીતરતી આંખો ના જાદુએ મહારાજને જાણે મોહિત કરી દીધા છે. આ તમે પૂછી રહ્યા છો રાજકુમારી કે શું થયું મહારાજ? જુઓ રાજકુમારી માનવો એ આપેલા ઘા હજી મહારાજ ના હૃદય પર તાજા છે, રૂઝાયા નથી. મંત્રી શર્કાને ફરી પોતાના મોં માંથી ઝેર ઉગળ્યું.


મંત્રી શર્કાન મહેરબાની કરી આપના વિષેલા શબ્દો ને થોડી લગામ રાખો. મહારાજ ની આંખો મુકુલ ના હાથ માં મીંચાઈ ગઈ અને એ બેસૂધ થઈ ઢળી પડ્યા. બે ચાર શૈનિક દોડી ને આવ્યા અને મહારાજ ને ઊંચકી ને એમના શયન કક્ષ સુધી લઈ ગયા. મંત્રી શર્કાન, રાજકુમારી મીનાક્ષી અને ઉપસ્થિત સૌ પાછળ પાછળ ઝડપ થી ચાલ્યા ગયા.


મુકુલ હજી ઝૂકેલો હતો એણે ઊભા થવાની કોશિશ કરી તો એની આંખો સામે અંધારું છવાઈ ગયું. એણે ઘણી જહેમત થી પોતાની જાતને સંભાળી અને તે શય્યા પર આડો પડ્યો. વારંવાર એની આંખો સામે મહારાજ નો એ રડમસ ચહેરો અને પીડાથી છલકાયેલી આંખો ફરવા લાગ્યા.


મંત્રી શર્કાન સાચું જ તો કે છે ને માણસ કેટલો સ્વાર્થી છે, પોતાની જરૂરિયાત ની સામે એ બીજા કોઈને જોતો જ નથી. શું હાલત કરી દીધી છે એણે કુદરતે બનાવેલી આ સુંદર સૃષ્ટિ ની. માનવ વસ્તી ના વિકાસે જંગલો ને શહેર બનાવી દીધા,હજારો પ્રાણીઓ નો આશરો છીનવી લીધો અને ક્યારેક બિચારો કોઈ હથી, દીપડો, વાઘ કે અન્ય જંગલી પ્રાણી રસ્તો ભૂલી માનવ વસ્તીમાં આવી જાય તો એને શું મળે છે? મોત.....


ઠેર ઠેર માણસે મોબાઈલ ના ટાવર ઊભા કરી ને ચકલી અને મધુમાખી જેવા પરોપકારી જીવને લુપ્ત થવાના આરે લાવી દીધા. વિકાસ ના નામ પર હજારો વૃક્ષો નું રોજ નિકંદન કાઢી નાખે છે, માનવ એ પણ નથી જોતો કે એ ફક્ત એક વૃક્ષ જ નથી છેદી રહ્યો, તે એ વૃક્ષ ઉપર રહેનારા અનેક પક્ષી, નાના નાના ખિસકોલી જેવા પ્રાણીઓ અને કંઈ કેટલાય કીટકો નું ઘર છીનવી રહ્યો છે.


આજે આધુનિકતા અને વિકાસ ના નામ પર માણસ કુદરત નું નિકંદન કાઢી રહ્યો છે, અને એ સમઝે છે કે તે પ્રગતિશીલ બની રહ્યો છે. બિચારા મહારાજ પોતાના દીકરાના વિરહમાં કેટલા વ્યાકુળ થઈ ગયા, બેસુઘ થઈ ને ઢળી પડ્યા. માં બાપ માટે કેટલું અસહ્ય હોય છે પોતાના સંતાનો ને ઘુમાવવું.


મુકુલ મહારાજ વિશે વિચાર કરી રહ્યો હતો ત્યાંજ એને અચાનક પોતાના માતા પિતાનો વિચાર આવ્યો.


હું અહીં આટલા સમય થી છું તો મારા મમ્મી પપ્પા ની શું હાલત હશે? એમને તો એમજ લાગતું હશે ને કે હું....... એમના હૃદય ઉપર શું વીતી રહી હશે. મારી મમ્મી ની શું હાલત થઈ હશે જ્યારે તેમને મારા વિશે સમાચાર મળ્યા હશે? હે ભગવાન મારા મમ્મી ઠીક તો હશે ને ક્યાંક મારા વિશે સાંભળી ને એમને કંઈ થઈ તો નહિ ગયું હોય ને?


મુકુલ નું મન અનેક શંકાઓ થી ઘેરાઈ ગયું. એની આંખો આંસુ થી છલકાઈ ગઈ. થોડી જ ક્ષણો પહેલાં મહારાજ ની પીડા જોઈ વ્યથિત થનાર મુકુલ ને પોતાના માં બાપ નો વિચાર આવતા જ એ સાવ ભાગી ને જાણે ભુક્કો થઈ ગયો. મારે અહીં થી ગમે તેમ કરી ને નીકળવું પડશે. મારે મારા મમ્મી પપ્પા સુધી પહોંચવું જ પડશે. પણ કંઈ રીતે? હું ક્યાં છું એ પણ મને તો નથી ખબર. મુકુલ મૂંઝાઈ ગયો, એના રોમે રોમમાં અસહ્ય પીડા થવા લાગી, એની આંખો મુશળધાર વરસવા લાગી, એનો હાથ અચાનક ગળા સુધી ગયો.


અરે મારી ચેન ક્યાં ગઈ? મારા મમ્મી ના પ્રેમ ની નિશાની હતી એ ક્યાં ગઈ. મુકુલ ની પીડામાં વધારો થઈ ગયો. એનો શ્વાસ રુંધાવા લાગ્યો, એને લાગ્યું જાણે એ કોઈ પક્ષી છે અને કોઈ શિકારીએ એનો શિકાર કરી એની પાંખો કાપી ને એને એક પિંજરામાં બંધ કરી દીધો છે જ્યાં એ અસહ્ય પીડાથી તરફડી રહ્યો છે.


ક્રમશઃ.................