Wake up આદિવાસી Jiten Vasava દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Wake up આદિવાસી

                         આદિવાસી ની વાસ્તવિક્તા 

 

 

આદિવાસી, આદિ એટલે અનંત કાળઅને  વાસી એટલે વસનાર આપણા ભારત દેશ માં આદિવાસી અનંત કાળ થી વસે છે. આદિવાસી હાલત હજી પણ દેશ આઝાદ થયો એ પહેલા હતી એજ હાલત હજી પણ છે. એના માટે કોઈ ધર્મ પંથ કે કોઈ અન્ય સમાજ જવાબદાર નથી. આ સ્થિતિ માટે જવાબદાર હોય તો ફકત ને ફક્ત આદિવાસી સમાજ જ છે. પરિવર્તન સંસાર નો નિયમ છે. છતાં પણ આજ ના આદિવાસી જૂની પરંપરા અને જૂના રિવાજ મુજબ જીવે છે. LED નો જમાનો આવી ગયો છે બધું ડિજિટલ થઈ ગયું છે. તો પણ આદિવાસી ફાનસ ના અજવાળે રહેવું પસંદ કરે છે. આદિવાસી સમાજ પાછળ હોવાના મુખ્ય 2 પરિબળો છે. શિક્ષણ નો અભાવ અને સંસ્કાર નો અભાવ.

 

1 શિક્ષણ – આદિવાસી ને સરકાર દ્વારા ST કેટેગરી માં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી મફત માં શિક્ષણ મળતું હોવા છતાં. કોઈ પણ શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવતું નથી શિક્ષણ નો અભાવ હોવાથી સારી હોદ્દા ની નોકરી મળી સકતી નથી. તેમજ પોતાના મૂળ-ભૂત અધિકાર શું છે? એનો પણ ખ્યાલ હોતો નથી. તેથી બહાર ના વ્યક્તિ લાભ ઉઠાવી જાય છે. મૂળ આદિવાસી એમના હક થી વંચિત રહી જાય છે.

2 સંસ્કાર – વિશ્વ ના દરેક માતા-પિતા ઇચ્છે છે કે પોતાનું સંતાન સારું સંસ્કારી બને. પરંતુ સંસ્કાર માતા-પિતા માં હોય તો સંતાન માં આવે. વ્યસન અને માંસાહાર જન્મ થી કોઈ વારસાઈ મુંડી ની જેમ આપેલ હોય છે. વ્યસન થી આદિવાસી એમનું અસ્તિત્વ અને આયુષ્ય બંને ગુમાવી બેઠું છે.

ઉપરોક્ત 2 કારણો ને લીધે આજે ડગલે ને પગલે આદિવાસી નું શોષણ થઈ રહ્યું છે. એમને જ પોતાના અધિકાર થી વંચિત રાખવામાં આવ્યા છે. આદિવાસી ની સંસ્કૃતિ રિવાજ બધા કરતાં અલગ છે. લગ્ન,જન્મ  ,મરણ ,વિવાહ ક અન્ય કોઈ પણ રિવાજ. પરંતુ ઉપરોક્ત કારણો ના લીધે દરેક વ્યક્તિ આમનું શોષણ કરી જાય છે. ઉદા – આદિવાસી વિસ્તાર માં મોટા પાયે થતું ઈસાઈ મિશનરી દ્વારા થતું ધર્માન્તરણ . મિશનરી આદિવાસી નો ઉપયોગ એક આંબા ના ઝાડ ની કલમ ની જેમ કરે છે. આંબા ની કલામ માં પાણી ને ખાતર નાખવાથી એ  મોટો થસે અને કેરી આપસે નઇ આપે તો કાપી ને લાકડા વેંચી દેશું ફાયદો તો આંબા વાવવાં વાડા ને છે . આમ આદિવાસી ઓ ને પણ થોડીક અંશે મદદ ની લાલચ આપી એમનું ધર્માન્તરણ કરી એના મૂળ-ભૂત અધિકાર તેમજ રીતિ-રિવાજ થી વંચિત કરી દેય છે. અને પછી એનું શોષણ ઍક ધર્મ ના નામે ચાલુ કરી દેય છે આજે આ પ્રાથના કરવી પડશે, કાલે આ કરવું પડશે, ચર્ચ માં આટલું દાન કરવું પડશે. કાલે અમે તમારા ઘરે જમવા આવીશું. આવા ઘણા ઉદાહરણ છે .

 

અત્યારે મણિપુર માં ચાલી રહેલ હિંસા માં અહી આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે. મણિપુર માં 89% જમીન કુકી કરીને આદિવાસી પાસે છે(નામ ના આદિવાસી ઈસાઈ) ખરેખર વાસ્તવિકતા થી અજાણ અહી ના આદિવાસી સખત વિરોધ કરી રહ્યા છે. એનું મૂળ કારણ શિક્ષણ નો અભાવ. કુકી આદિવાસી નું મિસનારી દ્વારા ધર્માન્તરણ કરી તેમના રીતિ-રિવાજ થી વંચિત કરી દેવામાં આવ્યા છે. તેમના પાસે અફીણ ,ચરસ ,ગાંજા નું ગેરકાયદેસર ઉત્પાદન કરવી કરોડો રૂપિયા કમાઈ છે. કન્વર્ટ થયેલ આદિવાસી ફક્ત પોતાના લાભ તેમજ અનામત નો લાભ હેતુ પોતાને આદિવાસી કહે છે. તેઓ  આદિવાસી ના રીતિ -રિવાજ  તેમજ કોઈ નીતિ-નિયમ લાગુ પડતાં નથી. કન્વર્ટ થયેલ આદિવાસી મૂળ આદિવાસી વચે ઝઘડા નું કારણ બને છે. અને દેશ ની શાંતિ નો ભંગ થાય છે.

માનવતા – મણિપુર માં 2 સ્ત્રી ને નગ્ન જાહેર માં ફેરવામાં આવી એ કર્યા ખુબજ શરમજનક છે. આદિવાસી સમાજ એટલે વિરોધ કરી રહ્યો હતો કે આ સ્ત્રી એમના સમાજ ની હતી. અન્ય સમજે તો વિરોધ કર્યો પણ નઇ કેમ કે સ્ત્રી પોતાના સમાજ ની નઇ અન્ય સમાજ ની છે, આપડે શું લેવા દેવા અપડું હસે ત્યારે જોય લેશું  આજ માનસિકતા થી અપડા દેશ ની સ્ત્રી પર અત્યાચાર થઈ રહ્યો છે. આપડે દરેક વ્યક્તિ ખોટા નો વિરોધ કોઈ પણ નાત, જાત,ધર્મ  ક અન્ય કોઈ પણ સભન્ધ જોયા વગર અવશ્ય કરવો જોઇયે.તેમજ આવા નાલાયક લોકો જે સ્ત્રી ને જાહેર માં આ રીતે નગ્ન ફેરવે આવા જે 4 રસ્તા ના ચોરે બાધિ ને જીવતા સળગાવી દેવા જોઇયે.

 

નોધ – આ લેખ કોઈ પણ વ્યક્તિ ને નુકશાન ક લાગણી ને ઠેસ પહોંચાડવા ની નથી ફક્ત જ સત્ય છે આ દરેક વ્યક્તિ એ સ્વીકારવું જોઇયે .