પ્રણય ત્રિકોણ - ભાગ 6 Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ત્રિકોણ - ભાગ 6

ભાગ છ

કેમ કહે દિવ્યમ કે હું તારા વગર નહીં જીવી શકું, જીગીશા દિવ્યમ એ તો કોઈ દિવસ આવું વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે જીગીશા આવું માંગી લેશે કે જે તેના જીવનમાં ખડભળાટ લાવી દેશે જીગીશા ને પણ ક્યાં મનમાં એવું હતું કે તે દિવ્યમ ને છોડવાનું વિચારી લેશે ...પણ સમય બલવાનની જેમ, સમય માણસને ઘણું બધું કરાવી દે છે કે ક્યારેક માણસે વિચાર્યું પણ ન હોય અને આ સમય જ તો કરાવતો હશે ને આ બે પ્રેમી પંખીડાને અલગ .

ખબર નહીં કેટલા વર્ષે મળશે ?ખબર નહિ શું થશે? ખબર નહિ આગળના જીવનમાં ખુશ રહેશે કે નહીં ?કંઈ જ ખબર નથી પણ આમ છૂટું પડવું પડશે આમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે એ બે માંથી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એ બાઈક પર બેસવાનું બંનેનું લગોલગ એ જાણે જીવનની છેલ્લી ક્ષણ હશે...એ કુવો ,એ લીલુંછમ મેદાન ,એ ચંપા ના ઝાડ નીચેની એ બંને ની એ છેલ્લી મુલાકાત એ છેલ્લી ક્ષણ હવે પછી જે બે પ્રેમી યુગલ માટે સ્વર્ગ હતું તેને છોડવાનો સમય થઈ ગયો હતો બંને એકબીજાને ભેટીને ખૂબ જ રડે છે પણ દિવ્યમ વચનથી બંધાય છે કે જે તારા માટે યોગ્ય છે ને એ મારા માટે સર્વયોગ છે જા જીગીશા કે તને તારી જિંદગી મુબારક પણ હા જો ભવિષ્યમાં કંઈ પણ થાય ખબર નહિ તું મારા માટે શું વિચારતી હોય પણ એ નવું ઘર,એ નવા માણસો, તું સમજે છે ને હું તને શું કહેવા માગું છું જો કંઈ પણ થાય કે કંઈ પણ એ લોકો તારી સાથે કોઈ એવી રીતે વર્તે તો હું તને વચન આપું છું કે ફરી પાછી આવી જાજે હું તને મારા જીવનમાં હંમેશા માટે સમાવી લઈશ તું દુનિયાની ફિકર નહિ કરતી જીગા મારા માટે તો તું જ મારી દુનિયા છો અને જીગીશા ખૂબ જ રડે છે અને દિવ્યમના હાથની જોરથી પકડીને કહે છે ખબર નહીં હવે આપણે ફરીથી ક્યારે મળશું અને આમ બંને પ્રેમી પંખીડા ઓ એકબીજાથી છૂટા પડે છે...

છુટા પડીને રહેવું.. એકબીજાને જોયા વગર એક દિવસ પણ ન જતો એ યુગલ સહન કરી શકશે એકબીજા સાથે જોયેલા કેટલાય સપનાને છોડી હવે એકબીજા વગર જીવવું કેટલું કઠિન હશે એ બંને માટે પણ શું થશે હવે એ તો ઈશ્વર જ જાણે બીજા દિવસે રામ જોવા આવે છે જીગીશાને ..પણ કોઈપણ જાતના ઉત્સાહ વગર જીગીશા પોતાના મમ્મી પપ્પાની ઈચ્છા ને માન આપી તેઓ જેમ કહે છે તેમ કરે છે પણ અંદરથી તો નિરુત્શાહી હોય છે અને રામને તો જીગીશા પ્રથમ નજરે જ ગમી જાય છે તે માતા પિતા ની મરજી જાણ્યા વગર જ આ સંબંધ માટે હામી પણ ભરી દે છે તો આ તરફ જીગીશા સરખો રામનો ચહેરો પણ નથી જોતી બસ તેને તો મનમાં એક જ હોય છે કે મારા પિતાનું નામ ક્યાંય નીચું ન થાય મારા લીધે મારા પપ્પાનું અને મારા મમ્મીને ક્યાંય નીચું જોવા પણ ન રહે અને પોતાના સગપણ માટેની તો એને કંઈ ખબર જ નથી હોતી બસ એક પૂતળાની જેમ હવે પોતે જીવન વ્યતિક કરવા લાગે છે...
જીગીશા ના માતાને થાય છે કે કદાચ શર્મના કારણે જીગીશા આવું વર્તન કરતી હશે તેની મરજી જાણ્યા વગર જ રામ સાથે તેના લગ્નના બંધનમાં બાંધવાનું નિર્ણય લેવાય છે
આ બાજુ દિવ્યમનો ગુસ્સો વધતો જ જાય છે જીગીશા ને તે પોતાની જિંદગીથી દૂર થતી જુએ છે તેના માટે પણ કોઈ યોગ્ય કન્યા ની શોધ હાથ ધરાય છે પણ દિવ્યમનુ તો મન જ ક્યાંય વાતમાં લાગતું નથી તે તેના માતા-પિતાથી દૂર જવા માંગે છે પણ માતા-પિતાનો મોટો દીકરો એટલે તેના લગ્ન માટે થઈને તે ચિંતિત થાય છે વળી પાડોશમાં રહેતા તેમના મિત્ર એટલે કે જીગીશા ના પપ્પા ના દીકરી ના લગ્ન થાય છે અને પોતાનો દીકરો લગ્ન વગર જ ક્યાંય જવા લાગે. એવું તેઓ ઇચ્છતા નથી માટે તેઓ પણ તેના માટે કન્યા શોધવા લાગે છે અહીં જીગીશા ના લગ્ન સમયે જીગીશા એક પૂતળાની જેમ જીવે છે બહાર ખોટું મોઢું મલકાવ્યા કરે છે પણ અંદરથી તો દિવ્યમતી હંમેશા દૂર થઈ જવાના ડરથી પસ્તાય છે શું થશે મારી જિંદગીમાં દિવ્યમ એની જિંદગીમાં શું કરશે? અનેક વિચારોના વંટોળથી બધું જ યોગ્ય ચાલતું હોય છતાં પણ જાણે જીગીશા ક્યાંય ખોવાઈ જાય છે લગ્નની ખરીદી, લેવાદેવા ના વેવાર ,આમંત્રિતો અને મહેમાનોની આગતા સ્વાગતતા, જીગીશા તો બસ યંત્રવત્ જ કામ કરે છે લગ્ન સમયે ચાર ફેરા પણ પૂર્ણ થઈ જાય છે હવે આવે છે વિદાયની વેળા અને જીગીશા તેની મિત્ર રાવીને જોઈને પોક મૂકે છે અને પેલું બધું જ યાદ આવે છે એ તો એને ભેટીને એટલી રડે છે કે બધાને થાય છે કે બાળપણની મિત્ર છે ને તો રડતી હશે પણ એ તો એની મિત્ર જાણતી હતી કે જીગીશા શા માટે રડતી હતી એના રડવા પાછળનું કારણ શું હતું અને એ તો બસ માંડ છાની રાખે છે તેને વળી જીગીશા સાસરે આવી પોતાના મોટા પરિવારમાં ગોઠવાઈ જાય છે રામ પોતાના કાર્ય ક્ષેત્રમાં તો જીગીશા પોતાના પરિવારને સમયે સમયે મદદરૂપ થવામાં પોતાની જાતને જાણે વીસરી જાય છે જીગીશા તો જાણે જવાબદારીઓને બોજ હેઠળ પોતાનો પ્રેમાળ ભૂતકાળ વિસરતી જાય છે. નાની નંણદોના ભણાવવા થી લઈ તેમના લગ્ન ઘરબાર ગોઠવવા પોતાના સંતાનોને મોટા કરવામાં એમ કરતાં કરતાં 14 વર્ષ કેમ જતા રહે છે એ જાણે ભૂલી ગઈ છે પણ રામનો સ્વભાવ પણ ખુબ જ સારો હતો. હા તેના માટે વધારે સમય કે વસ્તુઓ કે કંઈ ઈચ્છાઓ પૂરી ન કરી શકતા પણ કોઈ દિવસ જીગીશા ને ઊંચા અવાજે કંઈ કહેતા પણ નહીં. જીગીશાને રામનો લગાવ ,પ્રેમ ,વાતશાલ્ય તેમના મૌનમાં જ પ્રાપ્ત થતું હોય એવું લાગતું જીગીશાએ તો 14 વર્ષ એના પરિવાર માટે જાહે સમર્પિત કરી દીધા ન કોઈ દિવસ ફરિયાદ કે ના કોઈ દિવસ પોતાની ઈચ્છાઓની માગણી કે પોતે થાકી જાય છે કે કોઈનું બોલેલું તેને ખોટું લાગે છે કે આ વસ્તુ નથી મળી એક કશું જ નહીં નાના નાના સંઘર્ષોની પ્રેમથી જ પૂરા કરી દે છે આમ જીવનના એના લગ્ન જીવનને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે હા ક્યારેક દિવ્યની યાદ આવે તો છાનુ છુપું પોતે રડી લે અને ક્યારેક તે તેની જૂની મિત્રોને પાસેથી જાણી લે કે શું કરે છે ક્યાં છે? ખુશ તો છે ને પરિવારમાં કોણ કોણ છે તેને લગ્ન કર્યા કે નહીં આ બાજુ જીગીશા ના લગ્ન બાદ દિવ્યમતોએ શહેર જ છોડી દે છે અને મોટા શહેરમાં આવીને પાગલોની જેમ પોતાના કાર્યમાં ડૂબી જાય છે ખૂબ જ પ્રગતિ કરે છે પોતાના કાર્યમાં અને પોતાના માતા પિતા જ્યાં નક્કી કરે છે ત્યાં એ કન્યા સાથે લગ્ન કરી લે છે પોતે એક સુખી સંપન્ન બિઝનેસમેન બની જાય છે માટે પોતાના ધંધાના કારણે મોટાભાગે મોટા મોટા શહેરોમાં તેને જવાનું થતું હોય છે અને આમ અચાનક જ આ 14 વર્ષ પછી તે જીગીશા ના શહેરમાં જઈ અને તેને અનાયાસે જ મળે છે...