પ્રણય ત્રિકોણ - ભાગ 4 Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ત્રિકોણ - ભાગ 4

ભાગ ચાર

ધીરે ધીરે સમય વીતતો ગયો અને જીગીશા નું 12 મુ ધોરણ પણ પૂરું થયું. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો. તેની બાળપણની સહેલીઓ સુધા અને રમા જીગીશા સાથે કોલેજ જાય છે. હજુ તો તે લોકો કોલેજના પંટાગણમાં પ્રવેશે છે ત્યાં તો દિવ્યમ ત્યાં બાઈક લઈને ઉભો જ હોય છે. અને જીગીશાને કહે છે કે ચાલ બાઈકમાં બેસી જા. હવે જીગીશા યુવાનીમાં પ્રવેશી ચૂકી છે થોડી શરમ અને સંકોચ અનુભવે છે પણ દિવ્યમ તો માથા ફરેલ એને નહીં સમાજની કે કોઈ આસપાસના વાતાવરણનો ડર એ કહે છે ચાલને જીગા જીગીશા શરમાઈ જાય છે દિવ્યમનો પ્રભાવ જ એવો હતો કે સુધા અને રમાતો તેનાથી ડરતી અને જીગીશાને કહે છે કે તું જા છુટવા સમયે અમે અહીંયા જ રાહ જોઈશું અથવા તો બસ સ્ટોપ પર તને મૂકીને ઘરે જઈએ તો દિવ્યમ અમારી સિ હાલત કરે તું તો જાણે છે ને અને આજનો દિવસ જીગીશા માટે જિંદગી નો એક યાદગાર દિવસ બની ગયો. નાનપણથી જેને એક કાન્હો કાન્હો કહી ને ચીડવતી ઝઘડતી એ કાન્હો તો પોતાના હૃદયની વાત કહી બેઠો તો... જીગીશાની બાઈક પર દિવ્યમ લઈ જાય છે એ જ નહેર એ જ ખુલ્લુ લીલું છમ મેદાન અને એ જ બાળપણના મિત્રો દિવ્યમ અને જીગીશા.. જીગીશા પૂછે છે કે આજે તારે જોબ પર નથી જવું દિવ્યમની કોલેજ પૂરી કરીને તે એક સારી એવી કંપનીમાં જોબમાં જોડાઈ ચૂક્યો હતો આમ જીગીશા કરતાં દિવ્યમ ઉંમરમાં પણ મોટો પણ આજે ખબર નહીં દિવ્યમ તો કેમ આકુળ વ્યાકુલ થતો હતો જીગીશા તો ભોળી ભટ્ટ કશું સમજી ન શકી તે પૂછે છે કે કાન્હા શું થાય છે તને કેમ આટલો પરશેવો વળે છે ઘરે તો બધું ઠીક છે ને આમ જો તો ખરા શું થયું તને બોલને મને કહી દે જોએ દિવ્યમ પોતાના બેગમાંથી ગુલાબનું ફૂલ અને બોક્સ નીકાળે છે જીગીશા જ્યાં ઉભી હોય છે ત્યાં તે ગોઠણ પર બેસી જાય છે અને જીગીશા નો એક હાથ પકડીને પોતાના પ્રેમનો ઇજહાર કરે છે માંડ માંડ એના મુખમાંથી એ શબ્દો નીકળી શકે છે કે ..જીગીશા તો એના આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા માંડે છે એ કાંઈ બોલી નથી શકતી કે એને કંઈ નહીં સુજતું કે કંઈ જ બોલી નથી શકાતું ત્યાં દિવ્યમ ઉભો થઈ તેને પોતાની આલિંગન માં સમાવી લે છે જો જીગા રડ નહીં હું કેટલા સમયથી તને આ વાત કહેવા ઇચ્છતો હતો પણ કહી નહીં શક્યો તને ખબર છે ને તારા વગર મારા જીવનની કલ્પના જ હું નથી કરી શકતો. જીગીશા એ દિવસ જિંદગીભર માટે ભૂલી નથી શકવાની કારણ કે નાનપણનો એ દિવ્યમ એ જે તેને ખીજાતો ગુસ્સો કરતો ક્યારેક ક્યારેક તેની મસ્તી કરતો પણ સાથે કેર પણ કરતો એ જ દિવ્યમની બાહુપાશમાં આજે ઝકડાયેલી હતી જાણે તેના રોમ રોમમાં કંઈક અલગ જ ઝણ ઝણાટી તે અનુભવી રહી હતી. દિવ્યમ આજે પોતાના હૃદયની વાત આમ જીગીશાને કહેશે એ જીગીશા ના સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. બાળપણમાં જેટલી તે ડરતી એટલી જ તેની જુવાનીમાં દિવ્યમનો સ્વભાવ જાણે બદલાઈ ગયેલું તે મહેસુસ કરે છે નાક પર રહેતો ગુસ્સો જ જ્યારે દિવ્યમને હોય ત્યારે જીગીશા તો કોલેજમાં પ્રવેશી અને હવે તો કશું જ કહી શકવાની પણ એનામાં ક્ષમતાજ જાણે ન રહી શું કહે તે દિવ્યમ ને આંસુઓથી તે પોતાના પ્રેમનો ઇજહાર જાણે કરતી હોય.

અને જીગીશા અને દિવ્યમના જીવનમાં જાણે એક હવે નવો જ અધ્યાય ઉમેરાય છે બાળપણની દોસ્તી હવે પ્રેમમાં પરિણમે છે કોલેજનો પ્રથમ દિવસ એ જીવનના એક અનેરા યાદગાર દિવસ તરીકે જીવનભર તે બંનેને યાદ રહેશે

એકવાર બને છે એવું કે જીગીશાની સાથે અભ્યાસ કરતો જતીન તેની સાથે વાતચીત કરી રહ્યો છે અને જીગીશા થોડી હસી મજાક કરે છે અને આ દ્રશ્ય જોઈ ને તરત જ દિવ્યમ ત્યાં પહોંચી જાય છે અને જતીનનો કોલર પકડીને ખૂબ જ ગુસ્સો કરે છે અને જીગીશા તો થરથર ધ્રુજવા જ લાગે છે અને આ ઘટના પછી તો બધા તેને
"કાન્હા ડોન "થી જ દિવ્યમને ઓળખે છે અને જીગીશા સાથે વાત કરતા પણ છોકરાઓ અચકાય છે અને તેને જોઈને જાણે પોતાની દિશા જ બદલી નાખે છે આવો ગાંડો પ્રેમ જોઈ જીગીશા ને હસવું આવે છે તો ક્યારેક પોતાની જાતને તે ગૌરવિંત સમજે છે કારણ કે કોલેજમાં હવે તે બધા માટે એક અલગ જ સ્થાન ધરાવવા લાગી હતી એક સાધારણ છોકરી હવે એક અલગ જ બની ગઈ હતી.

આમ કોલેજ કાળના આ ત્રણ વર્ષ તો જીગીશા માટે કેમ પસાર થઈ ગયા તેનો તેને ખ્યાલ જ ના આવ્યો દિવ્યમને પણ ખ્યાલ ન આવ્યો. ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળતી જીગીશા પોતાની બંને સહેલીઓ સાથે બસમાં જાય જ્યારે કોલેજ પહોંચતા દિવ્યમનુ બાઈક કોલેજના પંટાગણમાં પડ્યું જ હોય અને જીગીશાની રાહ જોતો હોય અને દિવ્યમ સાથે બહાર હરવું, ફરવું પ્રેમની વાતો કરવી અને કોલેજની તો સહેજ પણ ચિંતા જીગીશાએ કરવાની જ નહીં કોઈને કોઈ કહી દે એટલે જીગીશા ના અસાઇમેન્ટ થી લઇ અને બાકીનું કામ પણ થઈ જતું જીગીશા માટે તો કોલેજ એટલે દિવ્યમ બસ માત્ર ને માત્ર એનો દિવ્યમ જ. ક્યારેક ક્યારેક કોઈ ફંક્શન ની તૈયારી કરવી કે કોલેજના સ્પેશિયાલ દિવસઘ એ બધું જ માત્ર
જીગીશા માટે દેખાળો પણ દિવ્યમને સમય આપવો એ જ એનું માત્ર એક લક્ષ્ય ..
જોત જોતમાં કોલેજના બે વર્ષ પૂર્ણ થઈ જાય છે ત્રીજા વર્ષમાં જીગીશા પ્રવેશે છે અને દિવ્યમને પણ પોતાની જોબમાં પ્રમોશન મળે છે બંને પોતાના ભવિષ્યની પ્લાનિંગ કરે છે દિવ્યમ ઈચ્છે છે કે આપણે મોટા શહેરમાં જ સ્થાયી થશું કારણ કે મારી જે કંપની છે તે મને ભવિષ્યમાં પ્રમોશન આપવાની છે તેથી આપણે બે પૂરતું તો મને ખ્યાલ છે કે આપણા પૂરતું તો હું કમાઈ લઈશ જીગીશા તો દિવ્યમની હા માં હા અને ના માં ના કેમ કરી ને આ યુવાની નો સુવર્ણ કાળ વિતી જાય છે તેમની તેમને ખબર જ નથી રહેતી.
ક્રમશઃ