Rakshabandhan books and stories free download online pdf in Gujarati

રક્ષાબંધન

નાનકડા રામપુરમાં શુક્રવારથી સવારમાં બાળકો ચક્રરડી વાળો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હોય આમ તો રામપુર ગામમાં મોટાભાગે ખૂબ નિમ્ન મધ્યમ વર્ગના લોકો જ વધારે એટલે ગામના મોટાભાગના બાળકો આ વર્ગ ના જ અને સધ્ધર કુટુંબના લોકોના બાળકો તો બાજુમાં આવેલા નાના શહેરમાં જઈને ભણતા એટલે ગામમાં બહુ કોઈ સારી દુકાનો કે માર્કેટ નહીં અને એક જ દુકાન કે જ્યાં ઠંડા પીણાંથી લઈ કરિયાણાની વસ્તુઓ અને પાન માવા પણ મળી રહે પણ ત્યાં રમકડા ન મળે..
એટલે બાજુના ગામડા નો એક યુવાન પોતાની ત્રણ પૈડા વાળી સાયકલમાં દર શુક્રવારે આ ગામમાં નાના નાના રમકડા વેચવા આવે તેમાં ફુગાની વિવિધ આઈટમો થી લઈ પવનમાં ફરતા ચક્કર અને જમીન પર ચાલતા ભમરડા કે નાના મોટા રમકડા મળે પણ બાળકોએ તો એનું નામ જ ચક્કરડી વાળો પાડી દીધું
પણ આ ફેર કુદડી વાળો એટલે કે હેમંત પણ તેનું હુલામણું નામ હેમુ જ પડી ગયું અને હેમુ ઘણી વખત બાળકો માટે બેકરી આઈટમના નાના મીઠા ગુલાબી કોન પણ લઈ જતો.જે ગામમાં દુકાનમાં ન મળતા માટે બધા બાળકો હેમુની આતુરતા સાથે રાહ જોતા હોય કે ક્યારે હેમુ આવે અને ક્યારેય રમકડા તથા મીઠો નાસ્તો મળે જો કે ક્યારેક આ ફેર કુદડી વાળો આવે એ બાળકોને ભાવતા ગુલાબી કોન અને ક્યારેક તો વળી સુતરફેની પણ લાવતો કોઈ બાળક પાસે પૈસા ઓછા હોય તો હેમુ કહે અરે મુંજા છે શાનો આલે ખા.. પૈસા પછી દેજે પણ પછી ક્યારેય તે પાછા પૈસા કોઈ પાસે માગતો નહીં આમ જ તે મોટાભાગના બાળકોનો ચાહીતો બની ગયો . ઘણી વખત હેમુ જો શુક્રવારે ન આવે તો બાળકો બેચેન બની જતા અને જ્યારે બીજા દિવસે વહેલી સવારે આવે ત્યારે રાડા રાડી પાડી દેશે કે કેમ કાલે તમે ન આવ્યા અને આમ એ હવે સૌનો વહાલ સોયો ફેર કુદરડી વાળો બની ગયો..

ક્યારેક ક્યારેક હેમુના માટે કોઈ બાળકોની માતા એની જમાડવા માટે એક રોટલો વધારે પણ ઘડી રાખતી તો ક્યારેક પ્રસંગોની મીઠાઈ કે તહેવારોની મીઠાઈ પણ સાચવીને રાખતી અને આમ હેમુ જ્યારે રામપુરમાં જાય ત્યારે ક્યારેય ભૂખ્યો પાછો ફર્યો હોય એવું તો ક્યારેય બન્યું જ ન હતું હેમુને ચા અને નાસ્તો કે જમવાનું તો મળી જ રહેતું..
હેમંત એક પોલિયોગ્રસ્ત વ્યક્તિ હતો તેને બાળપણમાં તાવ આવવાથી પગની નસો ખેંચાઈ ગયા હોવાથી કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગઈ હતો માટે તે પગેથી ચાલી ના શકતો પણ કહેવાય છે ને ઈશ્વર કંઈક છીનવી લે છે તે કંઈક વિશેષ આપી પણ દે છે એટલે હેમંતને પગથી અપાઈજ કર્યો તો પણ મગજથી તો ભારે હોશિયાર હતો ઘરની પરિસ્થિતિ જ એવી હતી કે તે ભણી ન શક્યો તેનું બાળપણ તો ગામના પાદરમાં છોકરા રમતા તે જોઈને જ વીત્યું અને પછી ગામમાં જ કોઈ એક સારા શિક્ષક આવ્યા અને હેમુ ની જાણ થઈ અને તેને સરકારી સહાય યોજના નું ફોર્મ ભરી અને સરકાર તરફથી જે સાયકલ મળે તેની મદદ કરી અને હેમુની તો જાણે પાંખો ફૂટે તેમ કે સાયકલની આજુબાજુના ગામમાં ફરવા લાગ્યો અને તેને દુનિયાને જાણવા લાગ્યો પણ ઘર ખર્ચનો અને પોતાના ખાવા માટેનો પ્રશ્ન ઉભો થયો હતો ગામમાંથી એક જગ્યાએથી ઉછીના ઉધારા કરીને પોતાના સાયકલમાં જ રમકડા ફેર કુદરડી રાખવા લાગ્યો આજુબાજુના ગામમાં એક નિર્ધારીત દિવસે જાય અને તેમાં જ તે રામપુર નો વારો આવે ત્યારે હોય છે શુક્રવાર..

હવે એક વાર બને છે એવું કે એક શુક્રવારે તે જ્યારે રામપુર ગામ તરફ જઈ રહ્યો હોય છે ત્યારે ગામના પાદર પહેલા તેને એક પરિવાર થોડા ચિંતિત અવસ્થામાં દેખાય છે તે પોતાની ગાડી ઉભી રાખે છે અને પૂછે છે કે શું થયું ત્યારે તેઓ કહે છે તે આજે શુક્રવાર છે અને નમાજ પઢવા જઈ રહ્યા હતા બાજુના ગામમાં પણ અચાનક અમારી અમ્મીની તબિયત બગડી ગઈ અને અમે લોકો પાછા ગામ તરફ જવા જોઈ રહ્યા છે તો કોઈ વાહન મળતું નથી માટે અમે લોકો ચિંતા માં મુકાઈ ગયા છે હવે શું કરવું ત્યારે આ બાજુ હેમંત કહે છે કે એમાં શું મૂંઝાયા છો શાને તમે એવું વિચારી રહ્યા છો તમારે જે જગ્યાએ જવું હોય ત્યાં તમને પહોંચાડવા માટે મદદરૂપ બનીશ પહેલા લોકોને તો જાણે એનું ખુદા જ મળી ગયો હોય કે ખુદાએ કોઈ એક નેક બંદાને મદદ કરવા માટે મોકલ્યો હોય તેમ તેઓ ખુશ થઈ ગયા અને તે કહેવા લાગ્યા કે બસ અમારી અમ્મીની ઘરે પહોંચાડી દો ને ત્યારે હેમંત કહે છે કે તમે નિશ્ચિત રહો હું તમને ઘરે છોડી જાવ છું આમ હેમંત મુસીબતના સમયે મદદ કરે છે અને તેઓ તો હેમંતને ખૂબ જ દુવાઓ આપે છે અને હેમંત તો જાણે ત્યાં હીરો બની ગયો...
હવે શ્રાવણ મહિનાનો સમય આવે છે અને રક્ષાબંધનના દિવસે શુક્રવાર હોય છે બધા જ રક્ષાબંધનના માહોલમાં તલ્લીન હોય છે ત્યારે હેમંત જ્યારે રામપુરમાં પહોંચે છે ત્યારે આજે પરિવાર હોય છે તે તેને મળે છે અને કહે છે કે આજે તો તમારો હાથ ભર્યો હોવો જોઈએ કેમ ખાલી છે ત્યારે હેમંત કહે છે કે મારા નાનપણમાં બીમાર થવા થી અને ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે મારા માતા-પિતાનું હું એક જ સંતાન છું અને મારે કોઈ બહેન નથી અને થોડો ગળગળો થઈ જાય છે ત્યારે તે પરિવારની જ એક દીકરી પાસે તે લોકો એક દરગાહનો લીલા કલરના ધાગા (દોરો-માદરડી)ને હેમંતના હાથમાં બાંધી દે છે અને કહે છે તેના આજથી દરેક રક્ષાબંધન ઉપર મારી દીકરી તમને રાખડી બાંધશે અને હેમંતની આંખોમાં થી હર્ષ ના આંસુ વહેવા લાગે છે... જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻


બીજા રસપ્રદ વિકલ્પો