Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 29

ભાગ - ૨૯
ભાગ ૨૮ માં આપણે જાણ્યું કે,
ઈન્સ્પેક્ટર ACP અને એમની સાથે આવેલ યુવક, એરપોર્ટેનાં ફોર વ્હીલરનાં પાર્કિગમાં પાર્ક કરેલી એક ગાડીની પાછળ ઉભા છે.
AC પોતે અવિનાશ, અને ભુપેન્દ્ર પર નજર રાખી રહ્યા છે,
ને પેલો કોલેજીયન યુવક, એનાં મોબાઈલમાં અવિનાશ, અને ભુપેન્દ્રનો વિડિયો શૂટ કરી રહયો છે.
આ બાજુ ભુપેન્દ્ર, અને અવિનાશ પેલી ગાડીનાં ચોર ખાનામાં મુકેલી બેગ બહાર કાઢે છે, ને પછી
પછી એ બેગ અવિનાશ પોતે એનાં ખભે ભરાવી, પોતાનાં બાઈક પાસે જાય છે, ને ભુપેન્દ્ર પોતાની પાર્કિગમાં પડેલ ગાડી લઈને એરપોર્ટેથી નિકળે છે.
બીજી બાજુ AC પણ પેલાં યુવકનું બાઈક લઈને એક વ્યવસ્થિત અંતર જાળવીને, એ લોકોની પાછળ પાછળ એ પણ ત્યાંથી નિકળે છે.
AC ચાલું બાઈક પર જ મનમાં કંઈક વિચારીને,
અચાનક બાઈક રોડથી થોડું સાઈડ પર ઊભું રાખી દે છે,
ને પછી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી, હવાલદારને ફોન લગાવે છે, ને પછી હવાલદાર ફોન ઉપાડતાં જ...AC એ હવાલદાર ને....
AC :- સાંભળો તમે લોકો હમણાં જ ફટાફટ એરપોર્ટે પહોંચો, અને ભુપેન્દ્રની ગાડીનો નંબર હું તમને મેસેજ કરું છું, તમારે એરપોર્ટે પર પહોંચીને એટલી તપાસ કરવાની છે કે.....
ભુપેન્દ્રની એ ગાડી, એરપોર્ટનાં પાર્કિગમાં કેટલાં દિવસથી પડી હતી ?
બીજું કે, એ ગાડી લઈને કોણ આવ્યું હતું ?
ને એ વ્યક્તિના હાથમાં કે ખભે, લગેજમાં શું હતું ?
ગાડી પાર્ક કરીને એ વ્યકિત ક્યાં ગયો હતાં ?
આ બધી જ ઝીણામાં ઝીણી વિગતોની સાથે સાથે,
એરપોર્ટે પર લાગેલાં કેમેરા, પાર્કિગમાં લાગેલાં કેમેરા,
તમને શક્ય લાગે ને જરૂરી હોય એ બધાં જ CCTV ફૂટેજ પણ ચેક કરી, એ ફૂટેજની એક કોપી લઈને તમે લોકો પોલિસ સ્ટેશન આવો, ને હા તમને મારી કોઈ જરૂરીયાત જેવું કંઈ લાગે તો...
તો ત્વરિત મને જાણ કરશો, ને એની સાથે સાથે જ,
ભુપેન્દ્ર, અને અવિનાશના મોબાઇલનો છેલ્લાં દસથી પંદર દિવસનો પુરે પુરો ડેટા કઢાવો,
એ લોકોએ આ દસ પંદર દિવસમાં કેટલી વખત એકબીજાની સાથે વાત કરી છે,
એ લોકોએ એકબીજાને કોઈ મેસેજ કર્યા છે કે નહીં ?
ને જો મેસેજ કર્યા હોય, તો એની વિગતવાર પ્રિન્ટ કઢાવી લેજો.
ને એ બન્ને ના મોબાઈલના લોકેશન પણ, એક એક દિવસનાં ચેક કરશો કે એ લોકો કયારે સાથે હતાં, ને કયારે અલગ અલગ ને ક્યાં હતાં ?
AC હવાલદાર ને આટલી જાણકારી આપ્યા બાદ બાઈક ચાલું કરે છે, ને વળી પાછું અચાનક AC ને કઈક યાદ આવતાં બાઈક બંધ કરી, બીજો એક ફોન ઇનપેકટર ભટ્ટ સાહેબને લગાવે છે.
AC હવે તેજપુર ગામનાં સરપંચ ના ખૂન અને રૂપિયા પચાસ લાખની ચોરીવાળા કેસને ઉકેલવામાં જે આટલાં સમયથી દિવસ રાત પ્રયાસો કરી રહ્યાં હતાં, એમાં આજે એમને લાગી રહ્યું હતું કે તેઓ હવે બિલકુલ આ ગુનેગારો સુઘી પહોંચી ગયા છે, પરંતુ હજી તો ખાલી ગુનેગારો જ મળ્યા છે, હજી એ જાણવાનું તો બાકી જ હતું કે......
આ ગુનેગારોએ, એ ગુનો કર્યો કેવી રીતે ?
બસ એ જ જાણવાનું બાકી રહ્યું હતું.
ને એ વિગતો પણ,
જ્યારે હવાલદાર એરપોર્ટેથી ભુપેન્દ્રની ગાડી વિશેની તમામ વિગતો લઈને આવે ત્યારે ઘણું બધું જાણવા મળી રહેવાનું હતું, ને એનો પૂરો વિશ્વાસ પણ AC ને હતો જ.
એટલે AC પોતે બાઈક લઈને પોલિસ સ્ટેશન પહોંચે છે,
ને પેલાં યુવકનું જેકેટ, અને બાઈકની ચાવી આપતાં એ યુવકનો આભાર માને છે, ને પછી...
એ યુવકે પોતાનાં મોબાઈલમાં શૂટ કરેલ,
ભુપેન્દ્ર અને અવિનાશનો વિડિયો પોતાનાં મોબાઈલમાં ટ્રાન્સફર પણ કરાવી લે છે.
આગળ ભાગ ૩૦ માં