બ્લાસ્ટ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાસ્ટ

આજે બુધવાર હોવાથી અનુ એ ઘરના વડીલો માટે તો મગ ભાત ચુલ્લે ચડાવ્યા હતા તો વળી નાની રિવા ને ટિફિનમાં ભીંડા બટાકા નું શાક જોઈતું હતું તો એ સમારવાનું તેણે શરૂ કર્યું રિવા અને અનિલને અનુના હાથનું બનાવેલું ભીંડા બટાકા નું શાક અતિપ્રિય હતું અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો બંને બાપ દીકરી ચોક્કસ તેમનું આ ફેવરિટ શાક બનાવવાની ફરમાઈશ કરે અને તે બનાવડાવે જ ગમે તેવા વ્યસ્ત હોવા છતાં અનુ પણ તે બંનેના માટે હરખથી એ બનાવે અનિલ અને રિવા ની નાની નાની વાતોનું પણ તે ખૂબ સારી રીતે ધ્યાન રાખે તો સાથે સાથે ઘરમાં વડીલ સાસુ-સસરાના પણ શું ભાવે છે શું તેમને ખાવાની મનાઈ છે શું ખાવાનું હોય તેની દરેકની ચીવટ પૂર્વક ધ્યાન રાખે છે અને નાના નણંદ ની પણ તેની ફરમાઈશ પ્રમાણે ધ્યાન આપે છે વળી સાથે સાથે ઓફિસનું બોદરેસન, ઘરની જવાબદારીઓ ક્યારેક તો અનુ એટલી થાકી જાતિ પણ અનિલને તેના માટે ક્યારેય સમયે જ ન રહેતો તેને સાંભળવાનો...
અનુ શાક સમારી રહી હોય છે હંમેશા ભીંડા અને બટેટાની સ્લાઈસ કરીને લાંબી પટ્ટીને બનાવીને તે શાક બનાવે છે મગ તો આજે સવારે પલાળીયા ન હતા તો વળી નાના ગેસ પર ભાર રંધાઈ રહ્યા હતા અને આજે કદાચ કુકર પણ બગડી ગયું હોય કે શું ખબર સીટી થતી ન હતી કુકરમાં ત્યાં જ પાછળથી તેના નણંદબા આવીને તેને કહે છે કે ભાભી આમ ભીંડો અમે નથી સુધારતા અમે તો રાઉન્ડ શેપમાં સુધારીએ છીએ તમે વડી... વળી મોઢું મચકોડીને તે જતી રહે છે અને કહે છે કે પ્લીઝ મને ચા બનાવી આપો, વાસી ચા મને નહીં ભાવે, પપ્પાનો નાસ્તો તમે બનાવી રાખ્યો છે કે નહીં અને અનુ હજી તો કંઈ બોલવા જાય ત્યાં તો એ જતી રહે છે ત્યાં જ તેના સાસુમા નો અવાજ આવે છે કે અનુ મારા પૂજાની સામગ્રી મને નથી મળતી જરાક આવતો ગોતી આપ જોઈએ અને અનુ કંઈ પણ વિચારી કે ધીમો ગેસ કરવા જતા પહેલા સાસુમા ના આદેશને માન આપીને પાછળના રૂમમાં જાય છે ત્યાં વળી તેમના સસરાજીનું અવાજ સંભળાય છે કે નાસ્તો તૈયાર છે કે બહારથી જ મંગાવી લઉં આમ એક સાથે ઘણા બધા કામ ઓફિસનું ટેન્શન, રિવા નું ટિફિન, અનિલ ના કપડા પ્રેસ કરવાનું ઘણા બધા કામ હોવાથી તે માનસિક રીતે થાકી ગઈ હોય છે તેમ છતાં પણ તે પોતાની દીકરી અને પતિ માટે તેનું ફેવરિટ શાક બનાવવામાં વ્યસ્ત થાય છે વળી પાછળથી ખ્યાલ આવે છે કે ધીમા ગેસે ભાત ચડાવેલા હતા તેને બદલે અન્ય તો ફૂલ જ ગેસ રાખી દીધો હતો અને એમાં જ ભાત છે તપેલીમાં બેસી જાય છે અને એની સુવાસ છે એ આખાય હોલમાં પ્રસરી જાય છે અને ત્યાં સાસુમાં પૂજા કરતા કરતા કકડાટ કરવા માંડે છે, વળી ચા બનાવવાનું ભૂલી ગઈ હોવાથી નણંદબા પણ કકરાટ કરે છે, તો એક બાજુ તેના સસરા તેને નાસ્તા માટે થઈને વાત કરતા હોય છે એક બાજુ મગજમાં સીટી પણ નથી થતી અને તેને ખ્યાલ પણ નથી રહેતો કે કદાચ આમાં પાણી બળી ગયું હશે અને આમ બધા એકબીજા પછી એકબીજા પોતાના માટે થઈને અનુને ઓર્ડર આપ્યા કરે છે વચમાં ઊભેલી અને કુકરમાં બ્લાસ્ટ થાય તેમ જોરથી ચીસ પાડી દે છે કે બસ કરો હું કામવાળી નથી હું પણ ઘરની સભ્ય છું. મારે પણ મારી જોબ પર સમયે પહોંચવાનું હોય છે ,રિવા નું ટિફિન, અનિલનું ટિફિન તમે પણ તમારા કામ હાથે કરી શકો છો અને હાથમાં રહેલો કાચનો મગ ધડામ કરતા તૂટી પડે છે અને એની ચીસના કારણે આડોશી પાડોશીઓનું પણ ત્યાં ધ્યાન ખેંચાય છે અને કુકરમાં તો બ્લાસ્ટ નથી થતો પણ અનુના વધારે પડતા માનસિક સંતુલનને ગુમાવવાથી તે એક બ્લાસ્ટ કરી ચૂકી હોય છે અને ખૂબ જ મોટેથી તે ચીસ પાડી ઊઠે છે કે બસ કરો હવે બધા એકઠા થાય છે,અનિલ બાથરૂમમાંથી દોડીને આવે છે રિવા તો હજી સુતી જ હોય છે સાસુમાં સસરા બધા જ આવી જાય છે તમે પાગલ તો નથી થઈ ગયા ને...
કેટલું હોશે હોશે કામ કરતી અનુ અચાનક ધડામ કરતી નીચે બેસી જાય છે તેને ખ્યાલ પણ નથી રહેતો કે આજુબાજુ કાચના ટુકડાઓ છે અને તેને અનિલ આવીને ઊભી કરે છે ત્યાં સુધી તો બ્લાસ્ટ નું પરિણામ આવી ચૂકી હોય છે કે અનુ બેભાન થઈ ચૂકી હોય છે...

આપણે સૌ જાણીએ છીએ કે કુકરમાં ક્યારે બ્લાસ્ટ થાય કે જ્યારે તાપમાન ખૂબ વધી ગયું હોય અને બહાર વરાળ નીકળી શકતી ન હોય તે અવસ્થામાં જ બ્લાસ્ટ થાય છે તેવું જ મનુષ્યનું પણ છે કે ઘણા સમયથી મગજમાં ભેગું થયેલો અનિચ્છનીય ડેટા કે જેને નીકળવાનો કોઈ માર્ગ જ ન હોય અને એટલી બધી નકારાત્મકતા કે જેમાં હકારાત્મક ને થોડી પણ જગ્યા ન હોય કે જ્યાં સ્નેહની ખામી હોય જ્યાં ખૂબ જ આવેગનો આવેસ હોય ત્યાં જ બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટ ક્યારે અચાનક નથી થતું તે પૂર્વ આયોજિત હોય છે અને થોડીક આપણી સૌની બેદરકારીના કારણે જ આ બ્લાસ્ટ થાય છે માત્ર જે વ્યક્તિ ઉપર વીતી હોય છે તે જ નથી જવાબદાર હોતો પણ તેની આસપાસના લોકો પણ ખૂબ જ વધારે જવાબદાર હોય છે આવા તો સમાજમાં કેટલાય બ્લાસ્ટ થાય છે જેમાં સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ હોય છે અને તેનો ભોગ બને છે આપણે સામાન્ય રીતે સાંભળતા જ હોઈએ છીએ કે હાય બીપીના કારણે ઓન ધ સ્પોર્ટ મૃત્યુ થયું તો આ પણ એક બ્લાસ્ટર છે ને એ મનુષ્યના જીવનમાં અપેક્ષાઓથી આશ્રિત હોય છે અને જ્યારે અપેક્ષાઓ જ નિરાશ્રીત થઈ જાય ત્યારે એવું વર્તન વ્યક્ત કરી બેસીએ છીએ કે જેને આપણી ભાષામાં આપણે કહી શકીએ છીએ કે બ્લાસ્ટ થઈ જવું બ્લાસ્ટ માત્ર કુકરમાં જ નહીં પણ મગજમાં પણ થાય છે અને જીવનમાં પણ થાય છે અને અચાનક જ થઈ જાય છે...... જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻