લગ્નમાં લવ - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નમાં લવ - 2


"નેહાએ ભગત મંગાવી છે, તમે બંને લઈને આવજો!" જુહી બોલી તો એનાં શબ્દોમાં જે ભાર હતો એ ભારની નીચે આજે લકીનું દિલ હતું!

"જુહી... હું શું કહું છું... આઈ મીન... જો તું પણ અમારી સાથે ભગત લેવા આવ તો..." સાવ અટકતા અટકતા લકી કહી રહ્યો હતો જાણે કે કોઈ પહેલાં ધોરણ વિદ્યાર્થીને ત્રીજા ધોરણની બુક વાંચવા ના આપી દીધી હોય!

"મારે બહુ જ કામ છે!" જુહીએ કહ્યું તો એણે "કામ" શબ્દ પર બહુ જ ભાર આપ્યો જાણે કે સાફ સાફ એમ જ ના કહેવા માંગતી હોય કે લકિને તો કામ કરતી છોકરી પસંદ જ નહિ ને એમ!

"દિવુ... આ જોને પ્રેરણા ક્યારની કોલ કરે છે! તું એનો કોલ તો ઉઠાવ!" લકી એ એનાં ફોન તરફ ઈશારો કરતા કહ્યું તો દિવ્યા દૂર જઈને કોલ કરવા લાગી.

"જો મને કામ કરતી છોકરી ગમે છે, અને તને જેવું લાગે છે, મારી અને દિવ્યાની વચ્ચે એવું કઈ જ નહિ!" મોંકાનો ફાયદો ઉઠાવતા લકી એ જુહીના હાથ પકડી લેતાં કહ્યું. જાણે કે કોઈ મોટી સજાથી બચવાનો બસ આ જ એક ઉપાય ના હોય!

"આઈ ટ્રસ્ટ યુ, બટ દુનિયા નહિ કરે ને!" જુહીએ બસ આટલું જ કહ્યું.

"જો જુહી, અમારી વચ્ચે કઈ જ ..." એ આગળ બોલે એ પહેલાં જ જુહીએ એણે હાથથી ચૂપ રહેવાનો ઈશારો કરી દિધો.

🔵🔵🔵🔵🔵

થોડીવાર પછી બધા ફરી મંડપે હતા.

"જુહી, સોરી!" ઘણી બધી વાતો પછી એકદમ અચાનક જ લકી એ કહેલું.

"હમમ..." જુહી બસ આટલું જ બોલેલી.

"અરે, એટલી બધી જ વાતો કરવી છે તો વાસણ ઘસવા લાગ ને!" એક બહેને લકી ને કહ્યું તો લકી તો તૈયાર થઈ ગયો!

"અરે, ના! હું કરી લઈશ!" જુહી બોલી રહી હતી, પણ વાત કરવા મળશે એ આશાથી લકી તો વાસણ ઘસવા બેસી ગયો!

વાતો ચાલુ જ હતી, બંને જાણે કે વાસણ ઘસતા ઘસતા જ કઈ દુનિયામાં પહોંચી ગયા હતા, વાતો તો સિમ્પલ જ હતી, જેમ કે પરિવારમાં બધા શું કરે; પણ તેમ છત્તા બંને ને મજા બહુ જ આવી રહી હતી. પણ એમની આ મજા બહુ જ ક્ષણિક હતી, કેમ કે આગળ કઈક અનિષ્ટ થવાનું હતું!

"જો મારે તો મને હું જેવી છું, એવી જ એક્સેપ્ટ કરે એવો છોકરો જોઈએ છે." જુહી કહી રહી હતી.

"હા, તો હું..." બાકીના શબ્દો સ્પીકર ના અવાજમાં ક્યાંક ગુમ થઈ ગયા!

"શું, તું એવો જ છે એમ?!" જુહીએ કહ્યું તો લકી ને એક જોરનો ઝટકો લાગ્યો! એણે થોડું વધારે જ દબાવીને વાસણ ઘસવા કર્યું તો વાસણ ઘસવાના કુચાનો તાર એણે વાગી ગયો!

થોડે દૂર જ બેઠેલી દિવ્યા ભડકી ગઈ!

"કોણે કહેલું તને આમ વાસણ ઘસવાનું?!" દિવ્યાએ બહુ જ ગુસ્સે થતાં કહ્યું અને ઘરમાંથી રૂ વાળીને કઈ આવી. જોકે અમુક લોકો તો હજી પણ એણે જ દેખી રહ્યાં હતાં!

"રીલેક્સ, હું મારી મરજીથી વાસણ ઘસવા બેઠો હતો! મને કોઈએ નહિ કહ્યું!" ધીમેથી લકી એ દિવ્યા ને કહ્યું.

આ બધામાં પણ જુહીના આંખોમાંથી થી તો થોડા આંસુઓ ત્યારે જ નીકળી ગયા હતા, જ્યારે એણે વાગ્યું હતું! પણ દુનિયા માટે તો દિવ્યાની કેર જ બધાને દેખાઈ હતી ને! પણ એવું જરૂરી તો નહિ ને કે જે દેખાય નહિ એ હોય પણ ના! ખુદ લકી એ જ તો એ આંસુઓ જોયા હતા!

આખું ઘર લોકોથી ભરેલું હતું, જમ્યાં પછી તો અમુક અમુક લોકો તો ગાદલા પાથરીને સુવા પણ લાગ્યા હતા! જાણે કે બસ ખાલી જમવા જ ના આવ્યા હોય?! પણ જાગવાનું ખરું કામ તો જુહી કે જેની બેસ્ટ ફ્રેન્ડનું આ લગ્ન હતું અને એના મામાના છોકરાં લકી નું હતું.

ખુરશી પર બેઠા બેઠા જ જ્યારે દિવ્યાને ઊંઘ આવવા લાગેલી તો એણે તો લકી ના ખભે માથું રાખી ઊંઘવાનું શુરૂ કરી દીધું હતું, દૂર ગૃહ શાંતિની વિધિ માટે તૈયારી કરી રહેલી જુહી એ દૃશ્ય જોઈ રહી હતી.

અમસ્તાં જ જ્યારે બંનેની નજર મળી ગઈ તો જાણે કે એ નજરથી જ કોઈ વીજળી લકી ના શરીરમાં ના આવી ગઈ હોય! એ બહુ જ ડરી ગયો હતો!

વધુ આવતા અંકે...

એપિસોડ 3ની એક ઝલક: "ઓહો હો, હવે મારા લગ્ન થઈ જવાના એટલે બધાને બહુ પ્યાર આવે છે મારી ઉપર!" નેહા કહી રહી હતી.

"મારી નેહું..." કહેતાં લકી એ બસ માંડ એક ઇંચ છોડીને જુહુથી દૂર નેહાએ કપાળે એક કિસ કરી લીધી. એક પળ માટે તો જુહીને લાગતું હતું કે આ પાગલ એણે તો કિસ નહિ કરી લે ને! એની દિલની ધડકન તેજ થઈ ગઈ હતી!