જલપરી ની પ્રેમ કહાની - 16 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 16

પ્રકાશ મુકુલ ને ભર નિંદ્રા માંથી ઉઠાડી રહ્યો છે પણ ખબર નહિ કેમ મુકુલ ની આંખ ઊઘડી જ નથી રહી. પ્રકાશે મુકુલનો ખભો પકડીને તેને ઝંઝોડવાનું શરૂ કર્યું, મુકુલ ઊઠીજા ઘણો સમય થઈ ગયો છે. તારે સર કમાન્ડર શ્રીધર ના ઘરે ડિનર માટે જવાનું છે. સર સમયના બહું પાબંદ છે. પહેલી જ વારમાં લેટ થઈ જઈશ તો તારી ઇમ્પ્રેશન બહું ખોટી પડશે.


પ્રકાશના મોઢે થી આ વાત સાંભળતા જ મુકુલ સફાળે બેઠો થઈ ગયો. જાણે કોઈ ભયાનક સપનું જોઈને ડરી ગયો હોય. એણે તરત જ પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ માં નજર કરી તો આંઠ પિસ્તાલીસ થઈ ગઈ છે.


ઓહ માય ગોડ, પ્રકાશ તે મને જગાડ્યો કેમ નહિ યાર કેટલું લેટ થઈ ગયું છે. મારે સાડા નવે શ્રીધર સર ના કવોટર પર પહોંચવાનું છે, મેં તો એમનું કવોટર જોયું પણ નથી શોધવામાં પણ સમય લાગશે. મુકુલ ખુબ મૂંઝાઈ રહ્યો છે.


ટેન્શન ન લે તું તૈયાર થઈ જા હું તને બુલેટ પર સરના ત્યાં મૂકી જઈશ. રિયલી યાર? હા યાર, ચાલ જા હવે રેડી થઈ જા.


મુકુલ ફટાફટ ઉભો થયો અને જલદી જલદી તૈયાર થઈ ગયો. સર ના ત્યાં પહેલી વાર જઈ રહ્યો છું અને અમારી આ અન ઓફિશિયલ પહેલી મુલાકાત છે તો સાવ ખાલી હાથ કેવી રીતે જાઉં. અહીં તો કોઈ ફ્લાવર્સ કે બુકે પણ નહિ મળે. શું કરું...શું કરું. તૈયાર થતા થતા એણે મનમાં આજ વિચાર્યું.


અચાનક અરીસા સામે જોઇને વાળ ઓળતા એને કંઇક યાદ આવ્યું. એણે ઝડપથી પોતાની બેગ ખોલી અને અંદર થી એક ડબ્બો કાઢ્યો. પ્રકાશ કોઈ નાનો ડબ્બો કે બોક્સ છે આપડી પાસે? હાં છે ને. તો આપને. પ્રકાશ કિચનમાં જઈને એક નાનો ડબ્બો લઈ આવ્યો. મુકુલે તેમાં થોડા લાડુ મૂક્યા.


ઓહો લડડું, શું વાત છે. હા યાર પહેલી જ વાર સર ના કવોટર પર જઈ રહ્યો છું અને એ પણ ડિનર માટે તો ખાલી હાથ જવું યોગ્ય નથી લાગતું. આવતી વખતે મમ્મી એ આ એમના હાથ થી બનાવેલા લાડુ આપ્યા છે, તો વિચાર્યું એજ લઈ જાવ.


હા, સરસ પણ બધા લાડુ સરને ના આપી દઈશ મારી માટે પણ રાખજે. પ્રકાશ મજાક કરતા બોલ્યો. લે ભાઈ આ આખો ડબ્બો જ તારો બસ. મુકુલે પ્રકાશના હાથમાં ડબ્બો મૂક્યો. ઓકે ચાલ હવે નીકળીએ. પ્રકાશે બુલેટ ની ચાવી હાથમાં લીધી અને પહેલા બહાર નીકળી બુલેટ સ્ટાર્ટ કરી. મુકુલ બુલેટ પર સવાર થઈ ગયો.


ગણતરી ની મિનિટો માંજ પ્રકાશે મુકુલ ને શ્રીધર સર ના કવોટર ના દરવાજા ની બહાર પહોંચાડી દીધો. લો આવી ગઈ તમારી મંજિલ. થેંકસ યાર. મુકુલ પ્રકાશ ને બાય કરી દરવાજા ની અંદર પ્રવેશ કરવા ગયો ત્યાં જ પાછળ થી પ્રકાશે કહ્યું, કોલ કરી દેજે લેવા આવી જઈશ. મુકુલે પાછા વળી ને મુખપર હાસ્ય સાથે ડોક હલાવી ઓકે કહ્યું.


સિક્યુરિટી ગાર્ડ દરવાજા ઉપર હતો એણે બધી માહિતી પૂછી એક ચોપડામાં લખી, અંદર સરને કોલ કરી ને બરાબર ચકાસણી કર્યા બાદ મુકુલ ને અંદર જવાની પરવાનગી મળી. મુકુલ અંદર ગયો તો કમાન્ડર શ્રીધર ડાઇનિંગ ટેબલ ઉપર જ મુકુલ ની રાહ જોઈ રહ્યા હતા.


સોરી સર હું લેટ થઈ ગયો. મુકુલ સર ને જોતાં જ બોલ્યો. તું પૂરી ચાર મિનિટ લેટ છે મુકુલ, શ્રીધર હસતાં હસતાં બોલ્યાં. ચાલ બેસી જા જમવા. થેંક યું સો મચ સર. મુકુલ બેઠો અને પોતાના હાથમાં જે ડબ્બો હતો એ સર ની સામે મૂકતા બોલ્યો, સર આ તમારા માટે. ઓહ રિયલી? શ્રીધરે હાથમાં ડબ્બો લઈ ખોલી ને તરતજ જોયું કે શું છે.


ઓહ માય ગોડ લાડુ? હા, સર મમ્મી ના હાથ ના છે. ગુડ મને તો બહુ ભાવે છે થેંક્સ. ચાલ હવે જમવાનું શરુ કર. બંને એ જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં પણ ઘણી બધી વાત કરી. જમ્યા પછી કમાન્ડર શ્રીધર મુકુલને પોતાની સાથે ઉપર ના રૂમ ની સામે અગાશી માં લઈ ગયાં. ત્યાં ખુરશી અને ટેબલ હતું ત્યાં બંને બેઠા.


તેં કોસ્ટ ગાર્ડ બનવાનું કેમ વિચાર્યું મુકુલ? સર મને નાનપણ થી જ કોસ્ટ ગાર્ડ નો વાઇટ યુનિફોર્મ અને એની ડ્યુટી બહું ગમતી. એક વખત જ્યારે હું આંઠમાં ધોરણ માં ભણતો ત્યારે મમ્મી પપ્પા સાથે દ્વારકા ગયેલો, ત્યાં કોસ્ટ ગાર્ડ ની ટીમને દરિયામાં પેટ્રોલિંગ કરતા જોઈ ત્યારથી મને બસ એકજ ઈચ્છા હતી કે હું કોસ્ટ ગાર્ડ માંજ જઈશ.


ધેટસ ગુડ માય બોય. તમારી કેરિયર જ્યારે તમારી મજબૂરી નહિ પણ પેશન હોય ત્યારે એની મઝા જુદી જ હોય છે. તું બહુ સમજદાર અને સુલઝેલો વ્યક્તિ છે, તારામાં જુસ્સો પણ છે પણ એક વાત કહું છું એ હંમેશા યાદ રાખજે મુકુલ.


જી સર, મૂકુલ ની ઉત્સુકતા વધી ગઈ છે એ વાત જાણવાની.મુકુલ આપણી કર્મભૂમિ આ સમુદ્ર અને એની લહેરો છે. આ સમંદર અને એની લહેરો સાથે દોસ્તી કરીશ અને એને પ્રેમ કરીશ તો એ બદલામાં તને ક્યારેય નહી ડૂબવા દે એનું ઉદાહરણ હું પોતે છું મુકુલ.


ત્રણ ત્રણ વાર ઓપરેશન દરમ્યાન મારી બોટ અને શિપ ને અકસ્માત થયો છે અને એ પણ અતિ ભયંકર છતાં જો હું સહી સલામત તારી સામે ઊભો છું. છેલ્લી વાર તો દિવસો સુધી હું કોઈને મળ્યો ન હતો, બધાને લાગ્યું કે આ વખતે શ્રીધર ને દરિયાના મોજાં એ સાથ ના આપ્યો પણ ચોથા દિવસે એક સુમસાન જગ્યા પર થી હું ઘાયલ હાલત માં મળી આવ્યો.


મુકુલ ને બહુ જ નવાઈ લાગી. પાણી નો સ્વભાવ છે તમે એને જે આપો છો એ તમને એ પાછું જરૂર આપે છે. આ સમુદ્રમાં મોતી અને રત્નો છે તો ભયાનક જીવો પણ છે. સમુદ્ર પંદર દિવસ શાંત રહીને શીતળતા આપે છે તો પંદર દિવસ જુસ્સાભેર એની હદો ઓળંગીને તટ ને દુબાવી પણ દે છે. આ સમંદર ના સ્વભાવ ને સમજી જઈશ ને તો એના થી દુર રહેવું અઘરું લાગશે.


જી સર, મુકુલ બહું ધ્યાન અને કુતૂહલતા થી સરની વાત સાંભળી રહ્યો છે. ઓકે ચાલ બહું રાત થઈ ગઈ છે હવે તું કવોટર પર જા કાલે સવારે ઓફિસ માં મળીએ.


ઓકે સર. મુકુલે સર ની વાત માન્ય રાખી અને બંને સાથે નીચે આવ્યા. હું ડ્રાઈવર ને કહું છું એ તને મૂકી જશે. નો...નો સર ઇટ્સ ઓકે. મુકુલે નમ્રતા થી ના પાડી. તું હજી નવો છે અને અત્યારે રાત છે એટલે ક્યાંક ભૂલો પડી જઈશ તો આટલી મોડી રાતે રસ્તો પણ કોણ બતાવશે? સર હસતાં હસતાં બોલ્યાં.


ઓકે સર જેમ આપને યોગ્ય લાગે. મુકુલ ગાડી માં બેઠો. થેંક યુ સો મચ સર ફોર એવરીથીંગ્સ. વેલકમ માય બોય. ઓ હા સરસ મજાના મમ્મીનાં હાથના લાડુ મારી સાથે શેર કરવા બદલ તને પણ થેંક્સ. મુકુલે હાસ્ય સાથે ગુડ નાઈટ કહ્યું અને ગાડી કવોટરસ તરફ ચાલવા લાગી.


ક્રમશઃ..........