સંબંધ Abhishek Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ

ઘણીવાર આપણે  વ્યક્તિ  ને  તેના  મિત્ર -વર્તણુક પરથી અનુમાન  લગાવીએ છીએ  .

કે  આ વ્યક્તિ ને  આપણી  જરૂર નથી  . આની  પાસે  તો  ઘણા મિત્રો છે . તે ધારે  તેને દિલ ની વાત કરી શકે .

તેમ ધારી ને આપણે તેને  છોડી ને જતા રહીએ છીએ , સાચી હકીકત  જાણ્યા વગર જયારે રિયાલિટી કંઇક જુદી જ  હોય છે .

હકીકત  મા તેનાં જીવન માં આપણું ઘણું મહત્વ હોય છે .

પણ કહેવાય છે ને કે  માણસ ગમે તેટલો  તરસ્યો  કેમ ના હોય  તોય પણ સાગર નું પાણી ના પી શકે , તેના  માટે જરૂર પડે મીઠા પાણી ની  .

બસ તેવી જ રીતે  તે વ્યક્તિ  પણ  મીઠા પાણી ની શોધ માં સાગર જેવા  માણસો ની વચ્ચે  ડૂબકી  લગાવતો હોય છે .

ખરી રીતે તે વ્યક્તિ ને રીઅલાઈઝ થતું જ નથી કે તે જે મીઠા પાણી ની શોધ માં છે . તે તમે છો , અને  ખબર હોય તો  કહી નથી શકતો  .

એના પણ હજાર કારણો હોય છે .ક્યારેક સમાજ , ક્યારેક પરિવાર , તો ક્યારેક મર્યાદા ના પ્રશ્નો  વગેરે ..

પરંતુ  આપણે પળવાર પણ વિચાર નથી કરતાં અને છોડી ને  જતાં રહીએ છીએ .

પરંતુ તે વ્યક્તિ દરરોજ આપણ ને યાદ કરે છે , 

રાહ જુએ છે આપણી કે  આપણે તેને  બોલાવશું  પણ પણ  ઈગો વચ્ચે  આવી  જાય છે .યાર 

 

તે ના બોલાવે તો  હું શું ? કામ  બોલાવું ને  આમાં જ અંતર વધતું જાય છે .

કારણ કે  કોઈ  પહેલ કરતું જ નથી .

બંને સાઈડ ઘમંડ છે , હું કઈ ખોટો નથી .

બસ આ ઘમંડ  માં સંબંધ સાઈડ માં રહી જાય છે .

શું ? ફર્ક પડશે  કે  તમે  પહેલાં  બોલાવવાની પહેલ  કરી .

માત્ર એટલું જ ને જયારે વિવાદ થશે ત્યારે એટલું જ કહેશે કે  તમે  સામે  ચાલીને  આવ્યાં હતાં .

માત્ર એટલું જ ને તોય પણ ત્યાં સુંધી તો સંબંધ ટકશે .

અને કોઈ  કારણવશ તે બોલાવા રાજી ના થયા તો  મન માં રંજ તો નહિ રહે ને કે  મેં  બોલાવવાની કોશિશ ના  કરી .

સંબંધ  કોની સાથે કેટલો  ટકશે  એ  માત્ર  ભગવાન  જ  જાણે  છે  . તો  ખોટી  ધારણા  બાંધી કોઈ ને  શા માટે  દુભવવું .

 

જયારે  ખબર  જ છે , કે દોષ  બંને નો  હતો , માત્ર  એક હાથે  તાલી ના  પડે  , કંઇક  ક્ષતિ આપણી પણ હશે  .

ક્યારેક આપણે પણ તેના હસતાં ચહેરાં પાછળ ના છુપાયેલાં દર્દ ને  ઓળખી  નહિ  શક્યાં  હોઈ  ,

ક્યારેક  હજારો ની  ભીડ મા પણ આપણ ને  શોધતી  આંખો  વાંચી  નહિ  શક્યાં હોઈ ....સો  એન્ડ  સો ....

 

ઘણીવાર  પરિસ્થિતિ નો  ભોગ  સંબંધ  થઇ  જાય છે . 

દરેક વખતે  પરિસ્થિતિ સરખી  નથી  હોતી .

હંમેશા હસનાર  માણસ નાં જીવન  માં પણ દુઃખ હોય છે .

ને હંમેશા દુઃખી રહેનાર  ના  જીવન મા  તમે પણ  ખુશી નું  કારણ  હોઈ  શકો છો .

 

વાત માત્ર સમય અને  ધીરજ રાખવાની  છે .

થોડું  મૌન ધારણ  કરી  લ્યો , સમય રહેતાં દિલ ની  વાત ને  પણ  યોગ્ય રીતે  કહેતા  શીખો  .

કારણ  કે  હોઈ  શકે  કે આપણી  કહેવાની રીત  ખોટી હોય .

 

હાં કોઈ  કારણસર  આપણે  કોઈનાં દિલ ની  વાત  ના  સમજી  શક્યાં તો  શું ?  થઇ ગયું  .

એકવાર સમય ને  રી - વાઈન્ડ કરી  લ્યો  .

 

બધું  ભૂલી ને  તમે  બોલાવી લ્યો  .

 

કાલ - સવારે  તમને  મનમાં  એવું ના થાય  કે  તે  વ્યક્તિ  તમને  બોલાવા માંગતી  હતી  , પણ  તમારા  અભિમાન  મા  તમે એને  ના  બોલાવી  શક્યાં .

ને  એતો  કુદરત  નો  નિયમ છે  , કે  બે  નાં ઝઘડા માં ત્રીજો  ખાટી ખાય . કારણ  કે  ઘણાં  એવાં વ્યક્તિ  હોય  છે .

કે  જે  માત્ર  તમારી  ભૂલ ની  પ્રતીક્ષા કરતાં હોય . કે  તમે ભૂલ કરો  ને  એ  તમારી  જગ્યા  લઇ લે  .

 

તો  કહેવું  માત્ર  એટલું  જ  છે  .

સંબંધ  ગમે તેટલો  ખરાબ  થઇ  ગયો  હોય . તેને  મોકો  આપો ...

તેને  ફરીથી  સુધારી  શકાય  ... તેના  માટે  ફક્ત  ૩ જ  સ્ટેપ છે .

 

૧. RESET :- તેના  માટે  ની  બધી  ધારણા  ને  ફોરમેટ  મારી  દયો ...કંઇજ ફરક નથી  પડતો કે  ભૂલ કોની  છે  ... સંબંધ  મહત્વ  નો છે .

૨. RESTART :-  નવેસર  થી  સરુઆત જે  થઇ ગયું  તે  થઇ  ગયું .

૩. REMIND :-  સંબંધ  ને  સમયાંતરે યાદ કરી ને  કોલબેક  કરી લ્યો  કે  મેસેજ  કરી  લ્યો  ...વગેરે  .........