Satyanveshi itihaasni khojma - 2 books and stories free download online pdf in Gujarati

સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -2)

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીથી આપની સમક્ષ છું એક નવા વિષયની વાતો સાથે


આજે આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીશું આશા રાખીશ તમને મારું લખાણ ગમશે અને તમે યોગ્ય પ્રતિભાવથી સજ્જ કરશો 😇




ભારતીય ઇતિહાસમાં આપણી ભારતીય સંસ્કૃતિનું એક આગવું સ્થાન છે, જે પેઢી - દર પેઢી તમારા પૂર્વજો તરફથી તમને મળી આવે છે.


અમુક અંશે તે વારસામાં હોય છે તો અમુક તમારા લોહીમાં, હવે તમને આશ્ચર્ય થશે કે વળી લોહીમાં કેવી રીતે હોઈ શકે ભલું? હા હોઈ શકે જેમકે એક ઓરા જે તમને મળે મારી અંદર મારાં પૂર્વજો તરફથી મળેલી એક ભેટ એટલે મારી લખાણ પ્રત્યેની લાગણી કંઈક નવું જાણવાની તથા તેણે શોધવાની જિજ્ઞાસા મને લખાણ પ્રત્યેની લાગણી ઊંડાણ પૂર્વક વિચાર કરતા જોઉં તો મારાં દાદા પાસેથી મળી છે જેમણે માત્ર જયારે હું 1 વર્ષનો હતો ત્યારે જ તે દેવલોક પામ્યા હતા...


પરંતુ એક વર્ષ પહેલાની વાત છે મને એમની જૂની ડાયરી મળી જેમાં સેમ મારી જેવું જ લખાણ જેને ધ્યાનથી અને દિલથી વાંચીએ તો જ સમજાય જેને વાકબદ્દધતા કહેવાય છે, આ ડાયરીમાં મને જોવા મળ્યું ત્યારે હું શોક હતો કે કઈ રીતે અમારી વિચારધારા સેમ હોઈ શકે અને પછી મેં મારાં મમ્મીને અને ફોઈને કહેલું ત્યારે ખબર પડી કે આ લોહીના ગુણ છે આજ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યક્ષ રીતે આપણા લોહીમાં છુપાયેલી આપણને જોવા મળે છે..



ભારતીય સંસ્કૃતિ અને આપણી પરંપરાઓની પાછળ ઘણા સાઈન્ટીફીક કારણો રહેલા છે, આપણા ઋષિમુનીઓએ આપણને વારસામાં આપેલી એક અભિનન્ સંપત્તિ એટલે આપણુ વૈદિક જ્ઞાન છે, અને આપણે વૈદિક ગણિતને જોઈએ કે વનસ્પતિ શાસ્ત્ર કે આયુર્વેદને જોઈએ તો આ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે...



આપણા ઘરની આગળ તુલસીનો ક્યારો અને ઘરથી થોડી નજીક લીમડો હોવો એ માત્ર સૈયોગ નથી પરંતુ સાયન્સ છે, તુલસીએ એક એવી ઔષદિ છે જે હંમેશાથી આપણા ભારતમાં માનું સ્થાન ધારવનાર તુલસીમાં છે, સાથે બીજી ઓષધિ પણ એટલી જ આપણને કામે લાગે છે જેટલી તો એલોપેથી પણ ઘણીવાર તુરંત નિવારણ નથી લાગતી..


આધુનિક યુગમાં માનવ પોતાની નૈતિક ફરજો અને મૂલ્યોને ભૂલતો જાય છે, તે માયાજાળમાં ઘેરાયેલો રહીને માત્રને માત્ર પોતાની જ મનમાની કરે છે અને ઇતિહાસને પણ છેડે છે સંસ્કૃતિનો વિનાશ કરે છે..


હજારો સંસ્કૃતિ જન્મી અને વિનાશ પામી પરંતુ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ આજે પણ અડગ રીતે વિશ્વને માર્ગદર્શન આપી રહી છે..



આજે આપણી સંસ્કૃતિએ વિશ્વને પણ અનેક રીતે સહાય બની રહી છે, આ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ..



વેસ્ટન દેશો પણ પોતાની માયાજાળ વાળી સંસ્કૃતિને છોડીને હવે આપણી વૈદિક સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આપણા જ ભારતીય સમાજના અમુક લોકો જેમણે નેમ અને ફેમ જોઈએ તો પશ્ચિમી સંસ્કૃતિની વાહ વાહ કરતા જોવા મળે છે પણ એ ભૂલી જાય કે એમના મૂળ તો અહીં જ છે ,



કોઈપણ સંસ્કૃતિનું સતત્ય ટકાવી રાખવા માટે આપણે તેણે સ્વીકારવી આવશ્યક છે તેના મૂલ્યોનું યોગ્ય પાલન કરવું એ આપણી ફરજ છે,


આ દુનિયામાં કોઈ પણ પોતાની ફરજ બહારનું કામ નથી કરતુ, ફરજ ચુકી જરૂર જાય છે લોકો પરંતુ કોઈ એમ કહે કે મેં મારી ફરજ કરતા વધારે કામ કર્યું તો એ વાતમાં માત્ર પોતાની ભલાઈ દેખતા લોકો જ તમને નજરે પડશે...



આપણી સંસ્કૃતિ જ આપણી ઓળખ છે અને આપણી ઓળખ એજ આપણું સ્વાભિમાન અને આપણું સ્વાભિમાન એજ આપણું સર્વસ્વ છે ✍️🙏


જય શ્રી કૃષ્ન 🙏

બીજા રસપ્રદ વિકલ્પો