LOVE AND LIE - 3 books and stories free download online pdf in Gujarati

LOVE AND LIE - 3

Friendship



દુનિયા ની બધીજ બીમારી મને હોય તેવું મને લાગી રહ્યું હતું,૧૨ મુ પૂરું કર્યા બાદ મને એમ કે હવે રજાઓ એન્જોય કરીશ. મે એન્જોય પણ કરી જાણે વધરેજ એન્જોય કરી લીધી હોય તેવું લાગ્યું બસ રાજા પૂરું થતાં થતાં હું પણ પૂરી થઈ ગઈ કોલેજ માં એડમીશન લીધું બસ ત્યાર ની મારી કિસ્મત મારી પાસે કઈક અલગજ ઈચ્છતી હતી. હું બીમાર પડી ગઈ એટલી બીમાર કે બહાર જવા માટે શરીર શક્તિ ના હતી. તેના કારણે હું કૉલેજ માં પણ મોડી જોઈન કરી શકી. પણ હવે થઈ ગયું તેને કોણ બદલી શકે, બસ તે રજાઓ વધારે એન્જોય કરી લીધી.

એમ તો કૉલેજ ને સ્ટાર્ટ થયાને ઘણો ટાઈમ થઇ ગયો હતો પણ મારી તબિયત ના કારણે મોડી થઈ ગયું. મને તો બોવ ટેન્શન હતું કેમકે બધા માટે હું નવી સ્ટુડન્ટ હતી તે બધા પણ નવા સ્ટુડન્ટ હતા પણ તેવી એક બીજા ને ઓળખતા હશે અને હું.
બસ તેજ ટેન્શન હતું મને પણ મારી કિસ્મત મારા ઉપર મહેરબાન હોય તેવું લાગ્યું મને મારી સ્કૂલ ની જૂની ફ્રેન્ડ ધ્રુવી મળી ગઈ. તે પણ હજુ કેમ્પસ માં એન્ટ્રી થતાંજ.

" હે ધ્રુવી !"

તેને મારા સામુ જોયું પણ તે કઈ ના બોલી એટલે મને લાગ્યું જાણે મને ઓળખી ન શકી હોય એટલા માટે મે મારો પરિચય આપ્યો.

" ભૂલી ગઈ મને જાદુ"

તે આ શબ્દ સાંભળી ને મને તરતજ ઓળખી ગઈ .

" ઓય દિવું તું અહીંયા" ધ્રુવી

" હા ધ્રુવી હું પણ કૉલેજ માં એડમિશન લીધું છે ફર્સ્ટ યર માં"
દિવ્યા

હું ખુશ હતી કેમકે મને કોઈ તો મને ઓળખતું હોય તેવું મળી ગયું હતું કોઈ માળિયું હોય તો હજુ એટલી ખુશ ના હોત પણ આતો મારી જૂની ફ્રેન્ડ હતી. અમે ૧-૧૦ ધોરણ સુધી તો સાથેજ સ્ટડી કરી હતી. તે મારી બેસ્ટી પણ ત્યાર બાદ તે બહાર સ્ટડી કરવા જતી રહી અને મુલાકાત પણ ઓસી થઈ ગઈ જોત જોતામાં ૨ વર્ષ હતા રહિયા.

" અરે આપડે બને એકજ ક્લાસ માં છે , મે નોટિસ બોર્ડ માં તારું નામ વાંચિયું હતું પણ મને એમ કે તે કોઈ બીજી દિવ્યા હશે" ધ્રુવી

" ના મારું જ હશે મારી તબિયત સારી ન હતી એટલા માટે હું કોલેજ આવી નહોતી શકી" દિવ્યા

" હવે સારું છે ને તને " ધ્રુવી

" હા હવે બરાબર થઈ ગઈ ચાલ જલ્દી બાકી ક્લાસ માં લેટ થઈ જાશું" મે તેને કીધું કેમકે અમે ક્લાસ માટે ૫ મિનિટ તો લેટ થઈ જ ગયા હતા.

" ના આજે તો લાસ્ટ લેક્ચર માં જશું ખાલી આજે આપડે બધા canteen માં મીટીંગ કરવાની છે" ધ્રુવી

મે તેની વાત માં પેલા તો સહમતી ના દર્શાવી પણ તે મને પરાણે લઇ ગઈ તો હું ના નો પડી શકી જોવ મારો પ્રથમ દિવસેજ મે બંક મારી દીધો કોણ જાણે આગળ શું થશે .

અમે બને canteen માં ગયા ત્યાં તેના ફ્રેન્ડ પણ આવી ગયા હતા બધા તે બધા મારા સામે જોતા હતા.

" આ મારી બેસ્ટી છે દિવ્યા" ધ્રુવી
બધા ને મારી ઓલખાણ કરાવતા કહ્યું .

તે બધા એ પણ પોતાની ઓળખાણ કરાવી.

"મારું નામ છે નયન"

" મારું નામ છે"

ત્યાં તેણે ધ્રુવી એ અટકાવી ને કીધું

" ભૂત"

બધા હસવા લાગ્યા. તે હતો યુગ મને જોતાજ તે ગમી ગયો પણ આ ફિલિંગ મારા માટે નવી હતી હું તેના સામેજ જોતી રહી થોડી વાર ત્યાં ધ્રુવી એ કીધું.

" યુગ છે મારો ફર્સ્ટ ફ્રેન્ડ કૉલેજ નો" ધ્રુવી

ત્યાર બાદ બધા પોતપોતાની કઈ રીતે માળિયા તેની સ્ટોરી સ્ટાર્ટ થઈ પહેલા ધ્રુવી એ તેની અને યુગ ની પ્રથમ મુલાકાત લીધી અને અમે હસવા લાગ્યા ત્યાર બાદ નયન જોડે કઈ રીતે મુલાકાત થઈ તે કીધું . પણ મારું ધ્યાન તો યુગ સામે હતું.
જાણે લાગ્યું હતું કે મને મારો પ્રથમ પ્રેમ લવ ઈન ફર્સ્ટ સાઇડ થઈ ગયો હોય.

" તમને કેતાજ હું ભૂલી ગયો " યુગ

અમારા બધાનું ધ્યાન યુગ તરફ ગયું.

" ભુત શું ભુલી ગયો તું" ધ્રુવી

"આપડે આપડા સિનિયર બધા ભેગા થઈ ને ફ્રેશર પાર્ટી આપવા છે" યુગ

" ક્યારે આપવાના છે" નયન

" આગલા વીક માં રવિવારે" યુગ

" યાર બોવ મઝા આવશે " ધ્રુવી

બધા ઉત્સાહ માં હતા તેમને જોઈ મારા માં પણ ઉત્સાહ આવી ગયો.

" તેમને કીધું છે કે આપડા માંથી કોઈને કઈ પણ પ્રોગ્રામ માં ભાગ લેવો હોય તો જણાવશો" યુગ

મે તરજ કીધું,

" આપડે ભાગ લઈએ" દિવ્યા

મે કહી તો દીધું પણ બધા નું ધ્યાન પણ મારી તરફ લઈ લીધું. હવે આગળ શું કેવું તેમાં હું મુંજાઈ ગઈ ત્યાં ધ્રુવી મારું વાત માં સહમતી દર્શાવતા કહ્યું,

" હા આપડે ચોક્કસ ભાગ લઈશું" ધ્રુવી

બધા એ તેની અને મારી વાત માં સહમતી દર્શાવી પણ આપડે કરશું છું તે પણ મોટો સવાલ હતો.

બસ આજ વાતો કરતા કરતા ખાબરજ ના પડી કે રાજા નો ટાઈમ થઇ ગયો અમેં ક્લાસ માં ગયા પોતાના બેગ લેવા હું પણ ગઈ ક્લાસ માં મારા પ્રથમ વખત ત્યાં કઈક ચર્ચા થતી હતી ફ્રેશર પાર્ટી ની બધા પોતપોતાના ના વિચાર રજૂ કરતાં હતા.

" દિવ્યા તું"

મને કોઈ નો ઓળખીતો અવાજ કાને પડિયો, મે જોયું તો તે રવિ હતો મારી જોડે ૧૨ ધોરણ માં હતો.

" રવિ "
મને તેને જોઈને આશ્ચર્ય થયું કદાચ બધું કિસ્મત માં લખ્યું હશે મળવાનું કેમકે આજે મારા જૂના ૨ મિત્રો મને મળી ગયા તે પણ મારાજ ક્લાસ માં આ ૨-૩ મહિના માં કદાચ પેલી વખત મને કિસ્મત સાથ આપી રહી હતી તેવું મને લાગી રહ્યું હતું.

" તું અહીંયા કેમ" રવિ

મે જવાબ આપતા કહ્યું,

" હું આજ ક્લાસ માં છું"

તેને નવાઈ લાગી તેને કીધું
" મે તો તને જોઈ નહિ એટલા દિવસ માં " રવિ

મે તેને મારી વાત કીધી બધી અને પછી તેને ધ્રુવી અને બધા જોડે પરિચય કરવિયો.

" આ મારો ફ્રેન્ડ છે રવિ "

યુગ એન્ડ નયન તો તેને ઓળખતા હતા ક્લાસ મેટ હતો એટલે.

" શું કરતો હતો તું રવિ" યુગ

" જો ને યાર આ ફ્રેશર પાર્ટી નું કઈક વિચારતા હતા" રવિ

" અમે પણ તેજ વિચારતા હતા, કઈ સરો વિચાર આવિયો તને" યુગ

" હા મે કઈક વિચાર્યું છે" રવિ

બધાનું ધ્યાન તેમની વાત માં હતું મારા સિવાય કેમકે મારું ધ્યાન તો યુગ તરફ હતું પણ ઘણા પ્રશ્ન પણ હતા મગજ માં કે તેને ગર્લફ્રેન્ડ હશે તો અને ધ્રુવી અને તેની વચ્ચે કઈક....
મે મારા મગજ પર જોર આપી ને વિચારો ને અહી પડતા મુકિયા અને રવિ જોડે વાત આગળ વધારી......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED