Prem - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - 1

માનસ તરફ થી થયેલી પહેલ મિષ્ટી ના જીવન નુ પાનુ ઉલટાવી દેશે ક્યાં ખબર હતી., તુટેલી મિષ્ટી ને સગપણ માટે આવેલી બધી વાતો ને નકારતી.
એ ભાઈબીજ નો દિવસ અને ઈન્સાગ્રામ પર આવેલ એક "Happy new year"મેસેજ મિષ્ટી જીવનના પાના મા ગૂંચવાયેલી જવાબ આપ્યો " Happy bhaibij".જીદગી જેમ મળે તેમ જીવવુ હતું. પણ ભગવાન એ પણ કાઈ વિચાર્યુ હશે. ધીરે- ધીરે માનસ અને મિષ્ટી ગાઢ મિત્રતા મા કયાંક અને કયાંક ખોવાઇ ગયા. આમ તો બન્ને ને એક બીજા ની જરૂર અને એક બીજા ની હુંફ ની જરૂર. આ મિત્રતા હવે પ્રેમ મા પરિવર્તિત થતો હતો, પણ મિષ્ટી ને તુટેલા વિશ્વાસ એ ફરીથી એક વાર ઊભા થવું મુશ્કેલ હતુ. માનસ ના વિશ્વાસ એ ફરી વાર ઊભી થઈ અને અંતે મિષ્ટી એ પણ પ્રેમ નો સ્વીકાર કર્યો, દિવસ હતો એ હોળી નો. માનસ તો મસ્ત હતો એની મસ્તી માં અને રાહ જોઈ રહી હતી મિષ્ટી. 2 દિવસ થયા ના કોઈ વાત અને ના કોઈ ફોન. આખરે 2 દિવસ પછી કારણ સાથે જવાબ આવ્યો અને મિષ્ટી ને હતાશ થઈ, આ શું હતુ સાથે ઘણા બધા પ્રશ્ન ના જવાબ મળ્યા. આવ્યો એ દિવસ જ્યાં વાત કરવાની આવી પોતાના ઘરે, પણ મિષ્ટી ની શરત હતી પહેલા મિષ્ટી ના ઘરે પછી માનસ ના ઘરે. આખરે બન્ને ફેમિલી એ મળવાનું નક્કી કર્યુ પણ આ કોરોના કાળ પણ વચ્ચે આવી ઊભો રહ્યો.
એ કોરોના કાળ અને થયેલી વાતો હવે બસ મળવું છે.આખરે આવ્યો એ દિવસ અને મુલાકાત થઈ. ક્યારેય એકબીજા ને મળ્યા નહોતા પણ જાણે એક બીજા ને જાણતા હતા. એ દિવસ આવ્યો ને બન્ને નુ સગપણ થયું. કોરોના કાળ તો જાણે મળવા જ નહોતો દેતો, પણ મિષ્ટી એ હાર ન માની અને જીદ પર આવી કોઈ પણ કાળ એ માનસ ને મળવાની. માનસ મિષ્ટી ના જીદ ને જીતી ગયો અને બન્ને પ્રેમ એ રંગાઈ ગયા.
બન્ને ની ઉમર અને સમજ એ નિણર્ય કર્યો લગ્ન નો, કોરોના કાળ ની એ લહેર મા આવ્યો એ દિવસ જ્યાં લગ્ન થયા. કયા ક કોઈક ને ના ગમ્યું તો કોઈ ક ને હતાશ થઈ. બન્ને ના જીવન ની નવી શરૂઆત થઈ. થોડી ઘણી ખાટી મીઠી વાતો વચ્ચે નિવિઘ્ન વિવાહ ચાલી રહ્યો હતો પણ મુસીબત તો જાણે રાહ જોઈ બેસી હતી.
મિષ્ટી ને આ વાત નો સહેજ પણ અણસાર નહોતો કે જે એને જીવ થી વાહલુ છે અને જે ને એણે જીવન સમર્પિત કર્યુ ત્યાં એક વળાંક આવ્યો અને માનસ ની એક ભુલથી મિષ્ટી અને માનસ વચ્ચે આટલો અંતર આવશે કયા ખબર હતી.બન્ને ના મન માં આજે પણ ઘણા પ્રશ્નો છે એક બીજા માટે. કયાં ક ને કયાં ક મિષ્ટી એના તુટેલા વિશ્વાસ એ આવી ને ઊભી છે, જીવન ના જોયેલા સપના અધવચ્ચે આમ આવી ઉભા રહેશે.
માનસ અને મિષ્ટી વચ્ચે ઊભા થયેલા પ્રશ્ન અને મિષ્ટી ને તુટેલા વિશ્વાસ એ અલગ થયા છે. બન્ને એકબીજા થી દૂર છે, ફરી એક વાર મિષ્ટી તૂટી ગઇ છે અને એને તોડનાર માનસ એને જોડી શકે એમ છે પણ આ વાત થી અજાણ માનસ ને સમજાવે કોણ?
આજે પણ મિષ્ટી અને માનસ એકબીજા જોડે છે પણ કેટલાક પ્રશ્રો ની દિવાલ ઊભી છે... હજુ પણ બન્ને ને એકબીજા ની જરૂર છે, શું આ દિવાલ હવે દિવાલ જ રહે શે?? શું આ દિવાલ પડી જશે??
આવા ઘણ સવાલ વચ્ચે માનસ અને મિષ્ટી એકબીજા ની યાદો સાથે બસ જીવન પસાર કરે છે.. હવે જો વાનુ રહ્યુ આનો અંત શું આવશે... શું બન્ને એક થશે? આવા પ્રશ્રો વચ્ચે નવી સવાર થશે.


બીજા રસપ્રદ વિકલ્પો