સિદ્ધાંત - 1 Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિદ્ધાંત - 1



સીન - ૧

( સિદ્ધાંત સરની ઓફિસ .... દસમા ધોરણનો વિદ્યાર્થી તેના પિતા સાથે સિદ્ધાંત સર ને મળવા ઓફિસમાં આવે છે )

વિદ્યાર્થી નમન : નમસ્તે સર, આ મારા પપ્પા છે મહેન્દ્રભાઈ , તે આપની સાથે વાત કરવા માંગે છે.

સિદ્ધાંત સર : જી બોલો

મહેન્દ્રભાઈ : સર આપે નમન ના ટ્યુશન માટે કહેવડાવ્યું હતું . સર મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું નમન ના ટ્યુશન પાછળ ઘણો ખર્ચો કરી શકું , આમ તો નમન જાતે બધી તૈયારીઓ સરસ રીતે કરી લે છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે. જો તમે ફી થોડી ઓછી કરી આપો સાહેબ તો એનું ગણિત પણ સરસ તૈયાર થઈ જાય

બસ હું એના માટે જ તમને મળવા આવ્યો છું સાહેબ મને 10000 ફી પૂછાય તેમ નથી સાહેબ

સિદ્ધાંત સર : જુઓ નમન આમ તો હોશિયાર જ છે પણ એને ગણિતમાં થોડી તકલીફ પડે છે એટલે જ મેં એને ટ્યુશન માટે કહ્યું છે અને મને એના ઉપર જીવ બળે છે એટલે , મને માફ કરજો પણ ફી માં કંઈ થઈ શકશે નહીં . અરે મારી ફી તો માત્ર દસ હજાર રૂપિયા છે ઘણા તો આનાથી પણ વધારે ફી લે છે.

મહેન્દ્રભાઈ : હા સર તમારી વાત સાચી છે પણ હું વધારે ખર્ચો કરી શકું તેમ નથી તો જો તમે સમજીને થોડું કરી આપો તો......

સિદ્ધાંત સર : જુઓ મારી પાસે આવી બધી વાતો માટે ટાઈમ નથી. તમારે મારી પાસે ટ્યુશન મોકલવો હોય તો ફી તો આ જ રહેશે નહીં તો તમે ટ્યુશન માટે બીજે મોકલી શકો છો.

( મહેન્દ્રભાઈ અને નમન નિરાશ વદને પાછા જાય છે.)

સિદ્ધાંતનો દોસ્ત પ્રયાસ ત્યાં આવે છે તે આ બધો વાર્તાલાપ સાંભળે છે.

પ્રયાસ : અરે સિદ્ધાંત દોસ્ત આ તું શું કરી રહ્યો છે ? તે તો વિદ્યાનો વ્યાપાર જ બનાવી દીધો. વિદ્યાનું તો દાન કરવાનું હોય તેના વ્યાપાર ન હોય.

સિદ્ધાંત : ( ઉશ્કેરાઇને ) તો શું શિક્ષકોની જિંદગી જ નહીં જીવવાની ? શિક્ષકોને પણ તો મોજ શોખની અને વૈભવ સાળી લાઈફ જીવવી હોય ને !! શિક્ષકોનો પણ પરિવાર હોય છે. એમને પણ બધાની જેમ જલસાથી જીવવાની ઈચ્છા થાય.

અરે તું મને કહે છે પણ તે આ બધા કોચિંગ ક્લાસ ની ફી સાંભળી છે ,? એ લોકો કેટલી તોતિંગ ફી ઉઘરાવે છે પણ એમને તો કોઈ ઉપદેશ આપવા જતું નથી
એમણે તો શિક્ષણને રીતસર નો ધંધો જ બનાવી દીધો છે . છતાં એ બધા દૂધે ધોયેલા અને વાંક અમારા જેવા શિક્ષકોનો જ કેમ ??

પ્રયાસ : જોયું મિત્ર ! તારા શબ્દોમાં પણ આ વિદ્યા વ્યાપાર સામેનો લાવા ભભૂકે છે. તું પણ જાણે અને સમજે છે કે આ બધું ખોટું છે. હું એમ નથી કહેતો કે શિક્ષકોએ ફી ન લેવી જોઈએ પરંતુ થોડી વ્યાજબી ફી હોય તો મધ્યમ વર્ગને પણ પોસાય.

અને તમારો તો વ્યવસાય કેવો સરસ છે આવકની આવક અને સેવાની સેવા બંને કામ થાય , અને રહી વાત કોચિંગ ક્લાસીસની તો કોઈનું અયોગ્ય વર્તન જોઈ આપણી પણ આપણી સારપ ભૂલી જવાની ?? એકવાર તારા દિલ પર હાથ મૂકીને જો શું તને તારું આ વર્તન યોગ્ય લાગે છે ???

સિદ્ધાંત : દોસ્ત આજે તે તારા દોસ્ત ને ગેરમાર્ગે જતો અટકાવ્યો છે, પૈસા ના મોહમાં હું મારું સાચું કર્મ ભૂલી ગયો. હું દરેકને વિદ્યા આપીશ ચાહે એ મને ફી આપી શકે છે કે નહીં અને મને એ વિદ્યાના બદલામાં લોકોની દુઆ તો મળવાની જ છે ને ......

( નમન ને બૂમ પાડે છે, નમન આવે છે )

નમન આજથી હું તને ભણાવીશ અને એના બદલામાં મારે તારી પાસેથી ફી પેટે એક પૈસો પણ લેવાનો નથી બસ તું સારું રિઝલ્ટ લાવે એ જ મારી ફી..

નમન પગમાં પડી જાય છે.

( સીન - ૨ )

( નમન અને તેના પપ્પા મહેન્દ્ર ભાઈ માર્કશીટ લઈને સીધા સિદ્ધાંત સર પાસે આવે છે. )

નમન : સર હું ગણિતમાં અવ્વલ આવ્યો છું આખા રાજ્યમાં ગણિતમાં હાઈએસ્ટ માર્કસ મારા છે તમારો ખુબ ખુબ આભાર.

( બંને બાપ દીકરો સિદ્ધાંતના પગમાં પડી જાય છે .)

સિદ્ધાંત : ( ગળગળો થઈને ) અરે મેં તો માત્ર શીખવાડ્યું છે ખરી મહેનત તો તારી છે હું ખૂબ જ ખુશ છું તારું રીઝલ્ટ જોઈને.

આજે મને ખૂબ જ ખુશી મળી છે હવેથી આવા કોઈપણ જરૂરિયાત મંદ લોકોને હું મફત ભણાવીશ.

પ્રયાસ સિદ્ધાંત ને ગળે મળતા વાહ મારા દોસ્ત વાહ આજે મને તારા પર ગર્વ છે આજે સાચા અર્થમાં તે તારા નામને સાર્થક કર્યું છે.