Featured Books
શ્રેણી
શેયર કરો

ભારત VS પાકિસ્તાન.. વન ડે વર્લ્ડ કપ ૨૦૧૯

તા. ૧૬ જુન ૨૦૧૯
વન ડે વર્લ્ડ કપ
સ્થળ: ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરનુ ઓલ્ડટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ.
મેચ: ૨૨/૪૮

ભારત વિ. પાકિસ્તાન

વન ઙે વર્લ્ડ કપ ૨૦૧૯માં, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી અને દિલ્હીના આપણા કોહલી પરિવારના કુળદિપક વિરાટે ટોસ જીત્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

તો ભાઈ, સૌથી પહેલા તો ટીમની પસંદગી એક મોટી સમસ્યા હતી, રવિ શાસ્ત્રી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો કેમ કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ચડભડ ચાલતી હતી.

હાર્દિક પંડ્યા તાજો તાજો ઈજામાંથી બહાર આવ્યો હતો. ત્યાં રોહિત શર્મા મોઢુ ફુલાવીને બેસી ગયો હતો. એનુ કહેવું હતું કે તે કેએલ રાહુલ સાથે ઓપનિંગ નહીં કરે!

કારણ પૂછવા પર તેણે જણાવ્યું કે: "રાહુલ ૫૦ રન બનાવવા માટે ૬૦ બોલ રમે છે."

"તો તું ક્યાં ઝડપથી રમે છે?" શાસ્ત્રી તેને ખિજાયો તો રોહિતે પોતાની પાછલી મેચના આંકડા બતાવ્યા.
જેમાં ભાઈએ ૫૯ બોલમાં ૫૦ કર્યા હતા!

મતલબ કે રાહુલ કરતા એક બોલ ઓછો ખાધો હતો!

છેવટે ટીમ બની, મેચમાં ઉતર્યા. ભારતે ટોસ જીત્યો.


સૌ જાણે તેમ ભારત-પાકિસ્તાનની મેચ ખૂબ જ ગરમ, તણાવભર્યા માહોલમાં રમાતી હોવાથી બંને દેશોના કેપ્ટનોએ પોતપોતાના બોર્ડની સૂચના મુજબ પોતાના ખેલાડીઓને સંયમ રાખવાની સૂચના આપી, જેથી પરિસ્થિતિ વધુ વણસે નહીં.

વિરાટ અને સરફરાઝે પોતપોતાના બોર્ડના આદેશનું પાલન કર્યું.

"કોઈ સાલો, ગધેડો સામે વાળી ટીમના ઉલ્લુના પઠ્ઠાઓને, પાકિ કુતરાઓને ગાળો નહીં આપે.." કોહલીએ પોતાની ટીમને કહ્યુ.

બીજી તરફ સરફરાજે તેની ટીમના મેમ્બર્સને ફક્ત એટલું જ કીધું: "ઘબરાના નહીં હૈ ફ્રેન્ડઝ!"

પછી વર્લ્ડ બેસ્ટ વ્યૂહરચનાકાર રવિ શાસ્ત્રીએ વૈજ્ઞાનિક ફોર્મુલાઓનો ઉપયોગ કરીને ભારતનો બેટિંગ ઓર્ડર નક્કી કર્યો.

ભારત તરફથી ઓપનિંગ જોડી માટે એકી બેકી રોહિત શર્મા અને કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી. તિલ્લી વિરાટ કોહલી, ચૌકી હાર્દિક પંડ્યા, પંચોલી ધોની અને પછી 3D પીસ વિજય શંકર અને પૂંછડીએ બોલર કેદાર જાધવ.

ભારત તરફથી એકી, બેકી રોહિત અને રાહુલ બેટિંગ કરવા ઉતર્યા. અને બીજી તરફ પાકિસ્તાન તરફથી મોહમ્મદ અમીર અને હસન અલીએ બોલિંગનો મોરચો સંભાળ્યો.

હજુ ગઈકાલે જ ધોનીએ રાહુલને ટેસ્ટ મેચમાં સારી બેટિંગ કરવાની ટિપ્સ આપી હતી.
પછી તો કહેવા પણું જ ક્યાં હતું?

પરંપરા હતી, અનુશાસન હતું, પ્રતિષ્ઠા હતી અને કેએલ રાહુલની ભારતીય ઇનિંગ્સની પહેલી જ
ઓવર મેઈડન હતી!

કે એલ પર રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો:
"આટલું ધીમું કેમ રમે છે, બેવડાં?"

"ભાઈ! પાકિસ્તાનીઓને ગાળો નથી દેવાની!"

"હું પાકિસ્તાનીઓને ગાળો નથી દેતો, ડફોળ, તું ઝડપી રમ." રોહિતે ચોખવટ કરી.

૧૦ ઓવર પછી ભારતનો સ્કોર હતો ૫૩/૦ રાહુલના ૩૧ બોલમાં ૧૪ રન હતા. રોહિતે ૨૯ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.

કદાચ શાસ્ત્રીના શબ્દોને રોહિતે દિલ પર લઈ લીધા હશે તેથી ૧૨મી ઓવરમાં તેણે શાદાબને એક છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ૩૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

૧૫મી ઓવરમાં ભારતનો સ્કોર ૮૭/૦ હતો. રાહુલે ૪૬ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા.

રોહિત હવે થોડો ધીમો પડી ગયો હતો. તેનો સ્કોર ૪૪ બોલમાં ૫૩ રન હતો.

૨૦ ઓવરમાં ભારતનો સ્કોર ૧૦૫/૦ હતો.
રોહિત ૬૩ (૫૬) રન પર હતો અને રાહુલ ૬૪ બોલ રમીને ૩૯ રન પર. એ પોતાની અડધી સદીથી હજુ ૧૧ રન દૂર હતો.

"જો આ આવી રીતે જ રમશે તો આપણે પાકલાઓને પડકાર કેવી રીતે આપીશું?" ચહલે કુલદીપને કોણી મારીને કહ્યુ.

ચહલથી પરેશાન થઈને કુલદીપ ત્યાંથી ઊભો થયો અને કોહલીની બાજુમાં જઈને બેઠો.

કોહલી ઈશા ગુપ્તાની ઈન્સ્ટા સ્ટોરી રસપૂર્વક જોઈ રહ્યો હતો. એ જોઈને કુલદીપના મોઢામાંથી નીકળી ગયું: "ભાઈ, તમને આટલી સુંદર પત્ની મળી છે, તો'યે તમે આવા ધંધા કરો છો? ભાભી તો તમને કેવા શરીફ માણસ સમજે છે!"

વિરાટે ગુસ્સાથી કુલદીપ સામે જોયું અને કહ્યુ:
"અબ તો તેરી કરિયર કા કુણાલ કામરા પક્કા."

રોહિત શર્મા અને રાહુલ બેઉ એય ને પોતાની મસ્તીમાં રમતા હતા. રાહુલના ૫૦ રન હંમેશની જેમ નિરાંતે જ બનવાના હતા.

રાહુલે શોએબ મલિકને સિક્સર ફટકારીને ૬૯ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. એના પછીની ઓવરમાં હાફિઝના બોલ પર ફરીથી સિક્સર ફટકારી.

"આવી જ રીતે ઝડપી રમો અથવા આઉટ થઇ જાઓ!" કોહલી તાળીઓ પાડતી વખતે મનમાં બોલી રહ્યો હતો.

ઓલવાઈ જાય તે પહેલાં દીવો વધુ ફડફડે એવો કિસ્સો હતો કદાચ આ. કારણ કે ભારતીય દર્શકો કે એલ રાહુલ પાસે આટલી ઝડપથી રમવાની અપેક્ષા રાખે એવું મોટેભાગે બનતું નથી.

ત્યાર બાદની ઓવરમાં ઝડપી બોલર વહાબ રિયાઝ આવ્યો, એને અમ્પાયરે પિચ પર દોડવા માટે થઇને એકવાર તો ચેતવણી આપી હતી. ફરીથી અમ્પાયરે ચેતવણી આપી એટલે એ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવા આવ્યો. અને રાહુલને બાબર આઝમના હાથે કેચ કરાવ્યો.
કે એલ રાહુલ ૫૭ (૭૮)
કેચ બાબર આઝમ. બો. વહાબ રિયાઝ
ભારત ૧૩૬/૧
ઓવર ૨૩.૫

કોહલી તિલ્લી (વન ડાઉન), બેટિંગમાં આવ્યો.

ભારતના ૧૫૦ રન ૨૬મી ઓવરમાં પૂરા થયા. રોહિત રૂઆબમાં હતો. સત્તાવીસમી ઓવરમાં તેણે હસન અલીના બોલ પર સિક્સર ફટકારીને સવારે ખાધેલા વડાપાંવનો પરચો દેખાડ્યો.

ત્રીસમી ઓવરના છેલ્લા બોલ પર રોહિતે ૮૫ બોલમાં પોતાની સદી પૂરી કરી ત્યારે ભારતનો સ્કોર ૧૭૨/૧ હતો.

કોહલી મેદાનમાં ધોની પાસેથી મળેલી ટેસ્ટ બેટિંગની ટિપ્સ અજમાવી રહ્યો હતો. ટૂંકમાં તે ભારતીય દર્શકોને રાહુલની ખોટ બિલકુલ વર્તાય નહીં તેનુ ધ્યાન રાખી રહ્યો હતો.

૩૫મી ઓવરના બીજા બોલે ભારતના ૨૦૦ રન પૂરા થયા ત્યારે કોહલી ૯ (૧૭) રન પર હતો.

ભારતનો સ્કોર ૩૮ ઓવરમાં ૨૩૦/૧ હતો.પરંતુ ૩૯મી ઓવરમાં કુપોષણનો બ્રાન્ડ એમ્બેસેડર હસન અલી બોલીંગ કરવા આવ્યો અને રોહિત શર્મા ખોટો સ્કૂપ શોટ રમ્યો એમાં શોર્ટ ફાઈન લેગમાં વહાબ રિયાઝના હાથમાં કેચ આપી બેઠો.

રોહિત શર્મા ૧૪૦ (૧૧૩)
સી. વહાબ રિયાઝ, બો. હસન અલી
ભારત ૨૩૦/૨
ઓવર ૩૮.૨

બરોડાનો બોથમ હાર્દિક પંડ્યા ચોથા નંબરે આવ્યો.
૪૦મી ઓવરમાં ભારતનો સ્કોર ૨૪૮/૨ હતો ત્યારે કોહલી ૩૯ (૪૩) અને પંડ્યા ૫ (૬) રને રમતમાં હતા.

૪૩મી ઓવરમાં પંડ્યાએ હસન અલીને સિક્સર અને ફોર ફટકારી.
પછી કોહલીએ ૪૪મી ઓવરના પહેલા બોલ પર ૫૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

કોહલી જ્યારે ઈચ્છે ત્યારે ગિયર બદલી શકે. ધીમી શરૂઆત કરનાર કોહલી અને મેડન ઓવરથી શરૂઆત કરનાર રાહુલ વચ્ચે બસ આ જ તો તફાવત છે.
એ જ ઓવરના પાંચમા બોલ પર પંડ્યા ૨૬ (૧૯) રને બાબર આઝમના હાથે કેચ આઉટ થયો. બોલર આમિર હતો
ભારતનો સ્કોર ૨૮૫/૩.
ઓવર ૪૩.૫

ત્યાર પછીની ઓવરમાં વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર બેટ્સમેન ધોનીએ ૧૦૦ની સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક સાથે ૧ બોલમાં ૧ રન બનાવ્યો અને તેની આગામી ઓવરમાં શ્રેષ્ઠ ફિનિશર બેટ્સમેન ધોનીએ વિકેટ કીપર સરફરાઝના હાથમાં કેચ પકડાવી દીધો!

એમએસ ધોની ૧ (૨)
કેચ સરફરાઝ. બો. મોહમ્મદ અમીર.
ભારત ૨૯૮/૪
ઓવર ૪૫.૧

કોહલી ૬૯ બોલમાં ૭૭ રન બનાવીને મોહમ્મદ આમીરના બોલ પર સરફરાઝના હાથે કેચ આઉટ થયો. ત્યારે ભારતનો સ્કોર ૩૧૪ હતો અને ઓવર હતી ૪૭.૪
3D પ્લેયર વિજય શંકરની પણ બેટિંગ આવી. તે ૧૫ બોલમાં ૧૫ રન બનાવીને અણનમ રહ્યો.
પૂંછડીયો બેટ્સમેન અને તળીયાનો બોલર કેદાર જાધવ પણ તેની સાથે અણનમ ૯ (૮) રને પરત ફર્યો.

ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૩૩૬ રન બનાવ્યા.
મોહમ્મદ આમીરે ૩ અને હસન અલી તથા વહાબ રિયાઝે ૧-૧ વિકેટ લીધી હતી.

**
અને પછી RAW એ કાવતરું ઘડ્યું.
(ઈમરાન ખાનની ભાષામાં રૉ કી શાઝિશ)
પાકિસ્તાનને ૫૦ નહીં પણ માત્ર ૪૦ ઓવર રમવાની હતી અને લક્ષ્યાંક હતો ૩૦૨ રનનો.

શું કામ ભલા?

જોરદાર વરસાદ પડ્યો હતો!
એતો ભાઈ, એ વાદળો અજિત ડોભાલે મોકલ્યા હતાને એટલે!
તમે ક્યારેય મોદીની કોઈ સિદ્ધિને શ્રેય આપ્યો છે? તે આજે આપવાના હતા? ગુજરાતભરના પાનના ગલ્લે આવી વાતો થતી હતી.

મોદી સરકારના બજેટમાં લઘુમતી કલ્યાણ યોજનાઓની જેમ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે પણ ODI મેચો યોજાતી ત્યારે ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાનો એક અભિન્ન ભાગ રહેતો.

એક છેડે ભુવનેશ્વર તો બીજા છેડે બુમરાહ હતો. બુમરાહે હજુ સુધી લગ્ન કર્યા નહોતા તેથી તેની પીઠે તાણ ન આવી પણ ભુવનેશ્વર પોતાની ત્રીજી ઓવરના ચોથા બોલ પર લપસીને પડી ગયો.

એટલે જ હવે બોલિંગ કોચ તેમના ચેલકાંઓને સમજાવે છે કે ઇંગ્લેન્ડમાં બોલિંગ કરતી વખતે ફક્ત તમારા રનઅપ પર ધ્યાન કેન્દ્રિત કરો, સ્ટેડિયમમાં બિકીની પહેરીને બેઠેલી છોકરીઓ પર નહીં.
પણ ભુવનેશ્વર એ મંત્ર ભૂલી ગયો એટલે લપસી ગયો અને ઈજા પામ્યો એમાં વિજય શંકરને તેની 3D ક્ષમતા બતાવવા માટે બે બોલની બચેલી ઓવર મળી. એ વાતનું અત્યાર સુધી ભુવનેશ્વરની ઘાતક સ્વિંગ અને બુમરાહની ઘાતક ગતિનો સામનો કરી રહેલા ઇમામ-ઉલ-હકને એટલું બધુ માઠુ લાગ્યું કે વિજય શંકરના પહેલા જ બોલ પર પોતાની વિકેટ આપીને તેણે ચાલતી પકડી.

ઇમામ-ઉલ-હક ૭ (૧૮)
એલબીડબલ્યુ વિજય શંકર
પાકિસ્તાન ૧૩/૧
ઓવર ૪.૫

"ક્યા હુઆ થા બે, વિકેટ ક્યોં ફેંકા?" ફખર ઝમાને તેને પૂછ્યું.

"અરે! યે હિન્દુસ્તાની કિતને ઘોંચુ બોલર લાયે હૈ, પૂરા મૂડ ખરાબ કર દિયા. ઈતના લંબા રન અપ લેકે પિચકુ સ્પિન બોલ ડાલ દિયા."

ઝિમ્બાબ્વેથી નામીબિયા અને યુએઈથી દુબઈ સુધીની તમામ પાટા પિચો પર રન બનાવીને અને વિરાટ કોહલીની પી આર ફર્મ પાસેથી જેણે પોતાની જુની પુશ્તૈની હવેલી ગીરવે મૂકીને પી આર કરાવ્યું હતું એ બાબર આઝમ, પાકિસ્તાનનો તીલ્લી હતો.

ફખર ઝમાન અને બાબર આઝમ વચ્ચેની જુગલબંદી ચાલી અને સારી રીતે ચાલી.
વિરાટ કોહલીના પાક્કા ઉત્તરાધિકારી બાબર આઝમને તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ સાથે એટલો જ મતલબ હતો, જેટલો બંગાળના હિંદુઓ માટે મોદીજીનો.
૧૦ ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર ૩૮/૧ હતો.
બાબર ૧૩ (૧૮)
ફખર ઝમાન ૧૬ (૨૪).

પાકિસ્તાનના ૧૩ ઓવરમાં ૫૧ રન હતા અને ૧૫ ઓવરમાં સ્કોર ૬૪/૧ હતો.

વિજય શંકરની જગ્યાએ કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ બોલિંગ કરવા આવ્યા હતા.
કુલદીપની ફરિયાદ પર બંનેને ફીલ્ડમાં દૂર દૂર રાખવામાં આવ્યા હતા.
કુલદીપની ફરિયાદ હતી કે ચહલ તેને ખોટી રીતે સળી કરે છે.

૨૦ ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ૮૭/૧ હતો.પાકિસ્તાન જીતવા માટે વિચારતું પણ નહતું. ખબર નહીં કેમ પણ ધોનીના ચહેરા પર સ્મિત હતું.
ફખર ઝમાનના ૫૦ રન ૨૧મી ઓવરમાં થયા હતા.
ચોવીસમી ઓવરના છેલ્લા બોલ પર કુલદીપની ફીરકીએ એવું કામ કર્યું કે પાકિસ્તાન ટીમ કા "વક્ત બદલ ગયા, ઝઝબાત બદલ ગયે, હાલાત બદલ ગયે.."
બાબર આઝમ ૪૮ (૫૭)
ક્લિન બોલ્ડ કુલદીપ યાદવ
પાકિસ્તાન ૧૧૭/૨
ઓવર ૨૪.

આ બોલ્ડ અને ક્લીન બોલ્ડ વચ્ચેનો તફાવત છે કુલદીપે બાબર આઝમને કર્યો એને ક્લીન બોલ્ડ કહેવાય.

બાકીની ૧૬ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૧૮૫ રન બનાવવાના હતા.
મતલબ, બાબર પોતાનું કામ (રનરેટ ધીમી પાડવાનું) કરીને ગયો હતો.

ખબર નહીં કેમ પણ ધોની ફરીથી મુસ્કુરાઈ રહ્યો હતો. આટલું જ નહીં, તેણે કોહલીને કહ્યું પણ ખરું કે આગલી વિકેટ ફખરની જ પડશે.. (આ વાત અમને પાનના ગલ્લેથી જાણવા મળી છે.) અને એવું જ થયું, ૨૬મી ઓવરના બીજા બોલ પર ફખર ઝમાન ૬૨ (૭૫) કુલદીપના બોલ પર ચહલને કેચ આપી બેઠો

પાકિસ્તાનનો સ્કોર ૧૨૬/૩ થઈ ગયો હતો.
ઓવર ૨૫.૨

કોહલી તો માહી ભાઈના જ્ઞાનનો આશિક બની ગયો હતો.
અને હવે પીચ પર મોહમ્મદ હાફીઝ અને સરફરાઝ અહેમદ હતા.
પાકિસ્તાનનો સ્કોર ૧૨૯ હતો જ્યારે પંડ્યાએ હાફિઝ ૯(૭)ને વિજય શંકરના હાથે ચોથી વિકેટના રૂપમાં કેચ કરાવ્યો. એ સાથે આ 3D પ્લેયરનું ત્રીજું પરિમાણ લોકોને દેખાવા લાગ્યું..

બીજા જ બોલ પર સાનિયાનો પતિ પંડ્યા દ્વારા ગોલ્ડન ડક લઈને પેવેલિયનમાં પાછો ફરતો જોવા મળ્યો.
શોએબ મલિક ૦ (૧)
બો.પંડ્યા
પાકિસ્તાન ૧૨૯/૫
ઓવર ૨૭

૧૩ ઓવર બાકી બચી હતી અને ૧૭૨ રન કરવાના હતા.
જોકે, પાકિસ્તાને જરાય જીતવું તો નહોતુંજ, બસ વધી ઘટી આબરુ બચાવવાની હતી.
સરફરાઝ અહેમદ અને ઈમાદ વસીમ પણ એ જ કરવામાં લાગ્યા હતા.

વિજય શંકરે ૩૫મી ઓવરના પહેલા બોલ પર સરફરાઝને ૧૨ (૩૦) રને બોલ્ડ કર્યો.
પાકિસ્તાનનો સ્કોર ૧૬૫/૬ થઈ ગયો.
૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવીને પાકિસ્તાનની ઈનિંગ સમાપ્ત થઈ.

ઇમાદ વસીમ ૪૬ (૩૯) અને શાદાબ ખાન ૨૦ (૧૪) રને અણનમ રહ્યા.
ડકવર્થ લુઈસ અને RAWના કાવતરાને કારણે પાકિસ્તાન ૮૯ રનથી હારી ગયું.

વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ દરેકે ૨-૨ વિકેટ લીધી.
મેન ઓફ ધ મેચ રોહિત શર્મા રહ્યો.

પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન ધોની કેમ હસતો હતો તે અજિત ડોભાલ અને મોદી સિવાય કોઈ કહી શકે તેમ નથી. (જોકે, પાનના ગલ્લા પર ઘણી દંતકથાઓ ચાલે છે. પણ અમે તેને સમર્થન આપતા નથી.)

કુલદીપ અને ચહલને ફરી ક્યારેય એક જ રૂમમાં રહેવાની મંજૂરી આપવામાં ના આવી.
રવિ શાસ્ત્રી હંમેશા ચહલને પોતાની રૂમમાં રાખવા લાગ્યા.

સમાપ્ત