પ્રેમ નો પ્રસાદ.. - 3 Komal Sekhaliya Radhe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પ્રસાદ.. - 3

યસ સર નાં જવાબ સામે ક્યાં છે નાં પ્રશ્ન નો ઉત્તર આપવો અગરો થયી પડ્યો.હોઠ થર થર કાંપવા લાગ્યા ને અ.. અ...અ..અહી જ છું...પરસેવે રેબઝેબ કેતકી જવાબ આપવા આમ તેમ ફરે છે ત્યાં વરુણ એનો હાથ પકડી રિલેક્સ થવાનું કહે છે ને મોબાઇલ લઈ લે છે ને કેતકી કૉલેજ માં છે મારી સાથે હું મોકલું છું એને લેક્ચર્સ પછી એમ કહેતા દિવ્ય એ ઓકે નો ઇસ્યુ કહી કૉલ કટ કર્યો ત્યાં કેતકી નાં જીવ માં જીવ આવ્યો.ને ગ્લાસ પાણી નો ગટગટાવી ગઈ.જાણે ધબકારા વધી ગયેલા એને શાંત પાડતી હોય એમ શાંત કેતકી શાંત કહી પોતાની જાત ને થપ થપાવે છે ને આંખો બંધ કરી થોડી વાત ઊંડા ઊંડા શ્વાસ લે છે..ત્યાં ઓ હેલો તું સેની આટલી ડરે છે તારા બૉસ થી??કંઈ આટલું ડરવાનું ના હોય પાગલ! એકચ્યુલી હું ગાંડા ની જેમ રિસાઈ ને આવી ગયેલી ઈમોશનલ થયી ને બટ હું એ ભૂલી ગઈ કે હું એ ઘર ની મહેઝે એક નોકર છું એમ બોલી જોર જોર હસવા લાગી ને પોતાની એ્ન્ઝાયટી ને શાંત પાડવા લાગી.વરુણ આઇ હેવ ટુ લિવ નાઉ!એમ કહી વરુણ ને હગ કરીને નીકળવા લાગી..ત્યાં વરુણ. આ આ એસે કેસે મુજે અકેલા છોડ કર જાઓગી?કયું અબ ક્યાં હુઆ,કુછ નહિ રે તું એસે ભાગતી બહુત અજીબ લગ રહી હૈ.ચલ પાર્કિંગ તક સાથ ચલતે હૈ,હા ચલ!ને બંને વાતો કરતા કરતા પાર્કિંગ સુધી પહોંચી ગયા ત્યાં કેતકી એ પોતાની કાર બાર કાઢી વરુણે પણ ને બંને વિખૂટા પડ્યા.ઘરે કેવી રીતે જઈશ?બૉસ ને સું કહીશ?કેવી રીતે ફેસ કરીશ?? ઓ ગોડ આઇ એમ ગોઇંગ ટુ બી ક્રેઝી પ્લીઝ હેલ્પ મી!!એટલા માં ઘરે પહોંચી સેન્સર લોક હતું ગેરેજ નું તો ઓટો ખુલી ગયું ને ગાડી પાર્ક કરી ધીમે ધીમે ઘર તરફ પગલાં ભરવા લાગી ને ધબકારા પણ વધવા લાગ્યા.હિંમત કરી ઘર ખોલી ને અંદર ગયી.ઘર માં કોઈ અવાજ નતો.નાં કોઈ યુવતી નાં હસવા નો અવાજ હતો નાં બૉસ નો અવાજ!ફ્રેશ થયી ને સીધો એણે બૉસ નાં રૂમ માં ઇન્ટર કૉલ કર્યો હમમ નાં અવાજ સામે હું ઘરે આવી ગયી છું કંઈ જોઈએ છે તમારે ના જવાબ માં હું આવું છું નીચે.બૉસ નીચે આવે એના પહેલા કિચન માં જઈ એણે નાસ્તો બનાવાનું શરુ કર્યું ને કૉફી મૂકી દીધી.દિવ્ય નીચે આવ્યો ને હૉલ નાં સોફા પર બેઠો.ને સોફા પર માથું નાખી ને આંખો બંધ કરી.નાસ્તા ની ટ્રે લઈ કેતકી દિવ્ય જોડે આવે સોફા આગળ નાં કાચ ના ટેબલ પર મૂકી.દિવ્ય એ ધીમે ધીમે આંખો ખોલી.કેતકી ને દિવ્ય ની લાલચોળ આંખો ને તપ તપતું શરીર મેહસૂસ થવા લાગ્યું. એણે હિંમત કરી દિવ્ય નાં ગાલ પર હાથ મૂક્યો ત્યાં ગરમ લાય જેવો તાપે બળતો દિવ્ય તાવ થી કણસતો હતો.ફટાફટ કિચન માં જઈ નમક મે ઠંડુ પાણી લાવી એણે દિવ્ય નાં માથા પર પોતા મૂકવાનું શરૂ કર્યું બંને માંથી કોઈ કશું બોલી નથી શકતા.ટ્રે માંથી કૉફી ને બ્રેડ દિવ્ય નાં હાથ માં પકડાવે છે ને આટલું ખાઓ તો મેડીસીન લઇ આવું એમ કરી કપબોર્ડ માંથી મેડીસીન બોક્સ લાવે છે ને નાસ્તા પછી દિવ્ય ને મેડીસીન આપે છે દિવ્ય દવા લઈ ત્યાજ સોફા પર સુઈ ગયો.દિવ્ય માટે ઓઢવાનું લાવી ઓઢાડી ને સૂપ બનાવા કિચન માં ગઈ.સૂપ લઈને આવી ત્યાં દિવ્ય ગસગસાટ ઊંગતોતો એને ઉઠાડ્યો ને સૂપ પીવો કહ્યું.દિવ્ય ની આંખ નતી ખુલતી પણ કેતકી નું કહ્યું ટાળી નાં શક્યો.કેતકી એ પોતાના હાથ વડે ચમચી ચમચી સૂપ પીવડાવતી ગયી ને દિવ્ય એની સામે જોઈ રહ્યો પણ દિવ્ય સામે જોવાની કેતકી ની હિંમત નતી પણ દિવ્ય નું એની સામે એકીટશે જોઈ રેવાથીર એના ધબકારા વધી ગયા પણ દિવ્ય બીમાર છે તો એની તબિયત થી વધારે મહત્વ નું બીજું કંઈ નથી એમ વિચારી પોતાની ભાવનાઓ પર કંટ્રોલ કરી એણે સૂપ પીવડાવવા પર ધ્યાન રાખ્યું.સૂપ પીધા પછી ફરી દિવ્ય સુઈ ગયો ને કેતકી મીઠા નાં પાણી નાં પોતા મૂકવા નું ચાલુ રાખ્યું થોડા જ ટાઈમ માં દિવ્ય ને ફીલ બેટર જેવી ફિલિંગ્સ્ આવી.હવે સવાર કરતા ગણું સારું હોય એવું દિવ્ય ને મેહસૂસ થવા લાગ્યું. એણે કેતકી ને થેન્ક્સ્ કહ્યું ને કેતકી કઈ બોલ્યા વિના હળવી સ્માઇલ આપી ને દિવ્ય ને શાવર માટે નાં કપડાં ને બધું તૈયાર કરવા ગઈ.બધું તૈયાર કર્યા પછી સર ગો એન્ડ ટેક શાવર કહી કેતકી ખુશ થતી થતી પછી કિચન માં સાંજ માટે નાં ડિનર ની તૈયારી કરવા લાગી ને દિવ્ય નીચેના બાથરુમ માં નાવા ગયો કેમકે આજે કપડાં ને બધું કેતકી એ નીચે નાં બાથરૂમ માં ગોઠવેલું..(ક્રમશ..)