મારો પ્રેમ - ભાગ 1 Manojbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પ્રેમ - ભાગ 1

મારી કહાની માં હું મનીષ મારી ઉંમર 30 વર્ષ આજે યે ભૂતકાળ વિશે બતાવીશ જેમાં તમને વિશ્વાસ નહી થાય ?કે મેં પ્રેમ ની શરૂઆત મે 12 વર્ષ ની ઉંમરે કરી હતી. જે ઉંમર પ્રેમ એટલે શું ?એ પણ ખબર ન હતી .આજે મારા જીવન ના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા 12 વર્ષ થી માંડી 30 વર્ષ સુધી ના મારા પ્રયત્નો જે હર ક્ષણે મને નવી ઉમીદ,અને નવી નિરાશા સાથે ના અનુભવો તમને બતાવવા માગું છું.

પ્રેમ ને જે લોકો સમજી શક્યા નથી તેઓ પ્રેમ ના વિરોધી બને છે. મારા આ 19 વર્ષ મે જે પ્રેમ ની શોધ માં ગુજરીયા તેને મને ગણું બધું શીખવાડી દીધું કે એક પ્રેમ જ છે જે આ દુનિયા માં થી આપણને પરમાત્મા સુધી લય જાય છે આજે બધું સમજાય ગયું કે આ સંસાર એક પ્રેમ થીજ ચાલે છે. જે દિવસે આ સંસાર માં પ્રેમ નું નામે નિશાન નહી હોય તે દિવસે આ સંસાર નો અંત જરૂર થશે માફ કરજો હું તમને મારી પાછળની જીદગી માં લય જવાનું ભૂલી ગયો .ચાલો આગળ વધીએ ...

આજે હું ખૂબ ખુશ હતો .ધોરણ 6 માં પ્રથમ નંબર પાસ થયેલો હોવાથી .મારા જીવન માં બીજું કોઈ હતું નહિ ખાલી ભણવું અને મિત્રો સાથે રમવું અને આમે આ ઉંમર માં બીજું શું હોય એટલે હંમેશા દોસ્તી માં અને ભણવા માં હું આગળ જ હોવું આનાં કારણે મારો પરીવાર પણ ખુશ,મિત્રો પણ ખુશ અને હું પણ ખુશ બસ જીવન માં ના પસંદ હોય તો બે જ એક પપ્પા અને બીજું મારા સ્કૂલ નું વેકેશન હવે તમને લાગતું હસે કે પપ્પા ના પસંદ કેમ તો તેનું કારણ તેમનું વ્યસન એટલે કે દારૂ જે પી ને હંમેશા મારા મમ્મી ની સાથે ઝઘડો કરે આનાં કારણે હુ પપ્પા ને ના પસંદ કરતો અને આમ બીજું કારણ કહું તો મારા પપ્પા નો સ્વભાવ પણ ખૂબ કડક કે તેમના સામે વાત કરવી હોય તોય બીક લાગે ,તેઓ હર નાની નાની વાત માંથી ભૂલ કાઢે આમ તેઓ હિટલર જેવા જ કહો ,કે જંગલ ના રાજા સિંહ જેવા કહો ખબર ન પડે તે સુવે ત્યારેજ અમે ભય મુક્ત હોઈએ બસ તેમની એક વાત મને ખૂબ ગમતી કે "જીવન માં કદી હાર ની માણવાની કોશિશ કરતું રેવા નું અને જીતો તો એવી રીતે જીતવાનું કે બીજી વાર જીતવા વાળો હારી જવો જોઈએ "પણ આ વાત મને સમજ માં કદી ના આયી પણ આપડી તો અલગ સ્ટાઈલ હતી "હાર કદી માણવાની નહી ,જે ગમે તે હસીલ કરવાનુ,પહેલા પ્રેમ થી માંગી જોવા નું, પ્રેમ થી ના મળે તો ખરીદી લેવાનુ ,ખરીદ વાથી ના મળે તો ભીખ માં માગવાનું અને ભીખ માં ના મળે તો ચોરી કરવાની પણ જે જુવે તે હસિલ કરવાનુ એટલે કરવાનુ"આવી સોચ હતી મારી ચાલો મારી આગળ ની વાત બતાવું મને જે બીજું પસંદ ન હતું તે હતું સ્કૂલ નું વેકેશન..કેમ કે વેકેશન માં મિત્રો થી દુર થવું પડે આને પપ્પા ની સાથે રહેવું પડે એટલે હું ભગવાન પાસે હંમેશા માગતો કે વેકેશન ના પડે તો સારું અને આજ ધોરણ 6 નું વેકેશન મારી જિંદગી બદલી નાખશે ખબર જ ન પડી ..(ચાલો ભૂતકાળ માં)

આજે વેકેશન નો 3 દિવસ હતો જેમ બપોરે ખાય ને ગામડા માં ઊંઘ વાનો રિવાજ હોય તેમ હું પણ બપોરે ઊંઘ માં હતો અને મમ્મી બૂમો પાડવા લાગી મનીષ... મનીષ...ઉઠ ચા ત્યાર થય ગઈ છે .મમ્મી ના બૂમો ના કારણે અને ચાય નું નામ પડતાં હું ઊભો થાય ગયો . પનીયારા થી પાણી નો લોટો લય બહાર મોહ ધોવા માટે જેવો એક ખોબો પાણી ભરી મો ઉપર છાટિયું કે સામે મારા કાકા ના ઘરે કોઈ મહેમાન આવતા દેખાયા મે મારી આંખો પરથી પાણી સાફ કરી હજી મારો હાથ મારા ચેહરા પર જ સે બસ મારા હાથ ની આંગળીયો વચ્ચે ની જે જગ્યા હતી એ જગ્યા યે થી જે મારી આંખે જોઉં કે હું લગભગ 2મિનિટ ઉપર ચેહરા પરથી હાથ હટાવી ના શક્યો કે ના તો મારી આંખો ના પલકારે પર એક પણ વાર પલકાર બંધ કરી મમ્મી ની બૂમ મારતા હું જાણે ભાન માં આવી યો હોય તેમ લાગ્યું હુ અંદર ઘર માં ચાય પીવા બેઠો મમ્મી એ મને વાટકામાં ચાય કાઢી આપી હું જેવો ચાય પીવા હાથ માં રાખેલી વાટકા માં નજર કરી તો એજ ચહેરો મારી ચાય ના વાટકામાં જે હું બહાર જોય ને આવેલો મને ના સમજાણું કદી મારી સાથે આવું નહતું બન્યું પણ આજે કેમ આવું હું જલ્દી જલ્દી માં ચાય પી જે મહેમાન આવી યા હતા અને તેમાં જે એક ચેહરો ખાલી મને યાદ રહ્યો તેને જોવા હું પાછો મારા કાકા ઘરે ઊભો રહી ગયો મારી આંખો તો તે ચેહરાને જ શોધ તી હતી અચાનક પાછી આમારી એક બીજાની નજર સામ સામે મળી મારી તો બોલવાની ,વિચારવાની,બધી શક્તિ બંધ થય ગઈ હદય ના ધબકારા ધક - ઘક ..... ઘક જોરથી કરવા લાગ્યા કાઈ સમજતું ના હતું કેમ આવું થાય છે.?તેચેહરો મારાથી દુર થોડો ગયો ત્યારે જાણે મને ભાન આવ્યું હોય તેમ લાગ્યું હદય ના ધબકારા થોડા શાંત થયા .તમને થતું હશે કે આવું થોડું થાય પણ સાચું આવું જ થાય છે જયારે તમરાજીવન માં કોઈ એવી વ્યક્તિ આવે અને તેમની પહેલી નજર નો પ્યાર થાય ચાલો આગળ તમને યે ચેહરા વિશે બતાવું લગભગ 13વર્ષ ની હતી ,આખો ના તો કાળી ના તો કાબરી નહીતો ભૂરી, કાયક અલગ જ પ્રકાર ની આંખો હું કોઈ કવિ નથી કે તમને તેના વખાણ માં આખી પુસ્તક લખી નાખું પણ એટલું તો જરૂર કહીશ કે કોઈ કવિ ની નજર પડે તો તે જરૂર આ આખો પર કવિતા લખી નાખે એવી એની આંખો , આંખો ના ઉપરના ભમર એક આચી પાતળી ગોળાકાર લાઈન માં જાણે આયબ્રો કરાવી હોય પણ વગર આયબ્રો પણ અતિ સુંદર હતી ,તેનું નાક કોઈ ની સરખામણી નહી કરું પણ સાચું ના ગણું નાનું ,ના ગણું મોટું આગળ થી થોડું ગોળાકાર અણી વાળું નાક અને હોઠ તો પૂછો મત એટલા સુદર કે લીપ્સ ટીક ની જરૂર જ ના પડે અને થોડો ગોળાકાર ચેહરો તેના કપાળ પર નાની તિકલી ને ઉપર થી તેના ખુલા વાળ જાણે લાગે કે ભગવાને તેને ખૂબ આરામ સાથે તેના બને હાથ થી બનાવેલી હતી અને હું કેવો જાણે ભગવાન ક્યાંક કામ હોય ને ઉતાવળ મા જોયા વગર બનાવી યો હોય તેવો આમ તે સુંદર ના અતિ સુંદર યે ચેહરા નું નામ પણ સુંદર હતું અને તેનું નામ હતું તનું .હવે તમને એક નામ પણ મળી ગયું તો ચાલો આગળ હું પાછો વિચાર તો વિચારતો ઘરે આવી મારા કાકા ના ઘરનું સામે થી દેખાય તેવી રીતે ખાટલો મૂકી બેસી ગયો ક્યારે પછી તનું બહાર આવે અને હું તેને જોવું લગભગ 2 કલાક જેવું થયું પણ બહાર ના આવી ,ખબર નહિ સુ કરે છે ઘરમાં કેવી રીતે જાવ પાછો ત્યાં આમ તો કાકા નું ઘર રોજ જતો પણ આજે જવા માં કેમ મારા પગ પાછા પડતાં હતાં કઈક ખબર ન પડી હદય ના ધબકારા પણ શાંત નહતા હું વિચાર કરું કે જાવ કે ના જાવ એટલામાં મમ્મી યે બૂમ મારી મનીષ જાતો સામે કાકા ના ઘરે જે મહેમાન આવી યા તમને ચાય પીવાનુ કેતાય (આમારા ગામડા માં મહેમાન ને એક બીજાના ઘરે બોલાવી ચાય પીવડાવવા નો રિવાજ હોય છે) પણ આજ પહેલી વાર મને આ રિવાજ આને ચાય પસંદ આવી યા જેને પણ ચાય ની શોધ કરી હસે ,અને જેને પણ મહેમાન ને બોલાવી ચાય પીવાનો રિવાજ બનાવિયો હસે તેમને હું મારા દિલ થી આભાર માનતો - માનતો હું મારા કાકા ના ઘરે જાય મહેમાન ને મારા મમ્મી ચાય માટે બોલાવે છે તેવું કહેવા લાગ્યો પણ મારી નજર તો ખાલી તનું પર જ હતી તનું ના મમ્મી,પપ્પા અને તનું મારી સાથે મારા ઘરે ચાય પીવા આવી યા હું ખુબજ ખુશ હતો .તનું ચાય પી તિ હતી ત્યારે તેના હોઠ જેવા લાંબા ટૂંકા થાય ત્યાજ મારી નજર પહેલા હુ વાટકામાં ચાય પીતો પણ તનું યે જે દિવસ થી યે વાટકી માં ચાય પીધી ત્યાર થી યે વાટકી મારી ફેવરીટ વાટકી બની ગઈ આજે પણ હું યે વાટકી માજ ચાય પીવું છું અને મારા જીવ થી વધારે વાટકી ને સાચવું છું

( કોણ છે?આ તનું, અને મે મારી દિલ વાત બતાવી કે નહી તેના વિશે આગળ બતાવીશ.)