મારી અનમોલ યાદો - 1 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી અનમોલ યાદો - 1

( અહીં મેં મારી લાગણીઓ દર્શાવી છે ,આમતો લખવાની કઈ જ્ ઇચ્છા ન્ હતી પરંતુ હું આ વિષય ઉપર લખતા પોતાને રોકી શક્યો નહીં ,હા જેટલું લખાશે એટલું લખીશ બીજો ભાગ પણ ટૂંક સમયમા લખિશ્ , ,સહકાર આપવા ખૂબ ખૂબ આભાર આપનો )

આજે તારીખ 11 એપ્રિલ 2021 ના રવિવાર ના દિવસે , બપોરે જમીને હું સુઈ ગયેલો ,

આ સપનાની દુનિયા પણ અજીબ હોય છે ક્યારે અચાનક આવે અને શું યાદ અપાવી જાય એ કોઈને ખબર ના પડે આપણે એની સામે વિવશ્ છિએ ,

બપોર ની ઊંઘ માં હું ખોવાઈ ગયો અચાનક હું એવા સપનામા પ્રવેશ્યો જે જગ્યા થોડી કાલ્પનિક અને થોડી વાસ્તવિક એવી દુનિયા ,એમાં પ્રવેશતા જ્ એ જગ્યા એ જાને એ બિલ્ડીંગ માં આગ લાગી હોય એમ માણસો ભાગતા હતા હું અને મારો ભાઈ પણ લિફ્ટ માં બેસવા ગયા જેનાથી નીચે જલ્દી ઉતરિ શકાય , મેં ઉપર વાળી લિફ્ટ માં પ્રવેશ કરવા ગયો ,ભાઈ એ રોક્યો અને કહ્યું એ ઉપર જશે ત્યાં ખતરો છે તું અહીં આવ નીચે જઈએ હું તે લિફ્ટ માં ગયો ,

અમે બંને એ લિપ માં ગુસ્યા લિફ્ટ તો ચાલી કે નહીં એ ખબર નથી પણ અમે એક એવા રૂમ માં પહોંચી ગયા જે થોડો જાણીતો અને થોડો અજાણ્યો હતો ,એ રૂમ મામા ના જૂના ઘર જેવો હતો જાને સેમ પણ થોડો વિશાળ અને ભવ્ય , અમે અમારી થોડી ઘણી વસ્તુઓ તે રૂમમાં જોઈ ને હું બોલ્યો ધ્રુવ તમે ઘર તો ખાલી કર્યું પણ વસ્તુઓ તો અહીં જ્ મૂકી ને ગયા છો , એને જવાબ માં એટલું જ્ કહ્યું ધીમે બોલ એ લોકો સાંભળી જશે તો લોચા થઈ જશે આપણે જઈએ અહીંથી , આ વાત માં મને કઈ ખબર ના પડી ,

થોડી વાર માં મેં જોયું તો મારા નાની મને તે ઘર ની બહાર દેખાયા, મારા થી એટલું જ્ બોલાયું બા અને બાએ કહ્યું મેં ભલા( મારા મામા) ને કહ્યું છે તમે ત્રણ અહીં રોકશો તો તમને કુમાર આજે લેવા નહીં આવે , બસ એટલો અવાજ સાંભળ્યો અને મારા ઘર ની બહાર આવતા અવાજે મને જગાડી દીધો , એ અવાજ સાંભળી થોડી વાર એવું લાગ્યું કે જાને હું મામાના જૂના ઘરે છું અને નાની બહાર જ્ હશે ,

આ સપનું તૂટ્યું અને હું મારા નાના ,નાની ની યાદો માં ખોવાઈ ગયેલો એ દિવસો પણ શું દિવસો હતા જ્યારે મારી ઉપર નાના ,નાની નો હાથ રહેતો ,

આંસુ ભરેલી આંખો ની ઉર્મિઓ સાથે હું વિચારો માં ખેચાયો , એ દિવાસો મારી સમક્ષ આવી ગયા ,જ્યારે અમે બંને મામા ફોઈ ના ભાઈઓ નાના હતા ત્યારે નાના અમને સાઇકલ ઉપર લઈને પાલનપુર ની બજાર ફેરવતા ,

સાઇકલ આછા ગુલાબી કલર ની અને એની ઉપર એક બીજી નાની સીટ અને તે ઉપર એક ચોરસ બોક્સ બનાવેલું જેમાં અમે બંને ભાઈઓ બેસતા અને નાન્ના અમને ફેરવતા ,મેં મારા દાદા ને તો હું 1 વર્ષ નો હતો ત્યારે જ્ ખોઈ દીધેલા પણ નાના ,નાની નો પ્રેમ મને ખૂબ મળ્યો ,

જેમ જેમ હુ મોટો થયો તેમ તેમ અમને નાના ,નાની પાસેથી ઘણું શીખવા મળી ,નાના ઉનાળા વેકેશન ના દિવાસો માં અમને લઈને ફુલ્ફિ અને બરફ ગોળો ખાવા લઇ જતા ,એ દિવસો માં અમારું બાળપણ ખૂબ આનન્દિત્ હતું હું વેકેશન માં મામા ના ઘરે જતો ત્યારે નાના ભજન માં જતા નાની આખો દિવસ કામ કરતા એટલે તે સુઈ જતા પણ હું નાના વગર ના સૂતો નાના આવે એટલે હું નાના , નાની પાસે જ્ સૂતો એ દિવસો પણ કેવી રીતે ભૂલાય ,

.જ્યારે નાના બજાર માં જતા અને કોઈ કાપડ પસંદ આવે તો લાવી તેમના મિત્ર ગોવિંદ દાદા ને અમારું માપ આપી દેતા અને અમે બંને ભાઈઓ માટે કપડાં શિવવા આપી દેતા એ ગોવિંદ દાદા સાથે ની મિત્રતા પણ એમની અણમોલ હતી એ પણ ખૂબ જ્ રસપ્રદ ,

મારે ઘણું શીખવું હતું નાના, અને નાની જોડે પણ ઘણું રહી ગયું મારુ બાળપણ એ સમયે અને ઘણી અ સમજણ એત્લે વધારે કઈ ખબર નાં પડતી હું બાળપણ માં જીવ્યો એટલે કદાચ વધારે શીખી ના શક્યો ,

નાના સાથે રહી ને જોયેલા એ સમાચારો અને નાની ની સાંભળેલી એ રાજા ,મહરજઓ ની કહાની મને અત્યારે પણ યાદ છે ,પાલનપુર થી લઈને પાટણ. શુધી ના સાશકો ને કહાની મને નાની એ કહેલી જે મને અત્યારે પણ ઘણી કામે લાગે છે ,

નાની ના એ સ્વતંત્ર આદ્યત્મિક્ વિચારો અને નાના ની ભજન ભક્તિ એ ઘણી યાદ આવે છે ,

અત્યારે તો હું મારા શબ્દો ને અહીં વિરામ નથી આપી રહ્યો પરંતુ થોડી લાગણી વશ હું વધારે લખી શકું તેમ નથી ,આના આગલા ભાગ માં હું પ્રયત્ન કરીશ મારી એ યાદો ને જીવિત રાખવાનો ,

મારા પ્રિય ,નાના ,નાની તમારો વહાલો નાનકડો શરમાળ ,વિશુ , હંમેશા તમારો ઋણી રહેશે ,

To be continue .....................