એક પુણ્ય આત્મા, સો ને તારે - 1 Anurag Basu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પુણ્ય આત્મા, સો ને તારે - 1

દાદાજી ના અખૂટ ખજાના માં થી..
એક અનમોલ શીખ આપતી , નવીનતમ સુંદર ઉદાહરણ સાથે ની વાર્તા.

ઘણાં દિવસો વર્ષો પહેલાં ની આ વાત છે.

જ્યારે કોઈ પણ યાત્રા એ,સંઘ બનાવી ને બધા જ લોકો પગપાળા જતાં.

એક સુંદર રામપુર નામક ગામ. જ્યાં બધા જ ખૂબ જ સ્નેહ થી, હળીમળી ને રહે. બધા જ ખૂબ જ ભક્તિ ભાવ વાળા.

રામપુર ગામ થી લગભગ સો થી સવા સો કિલોમીટર દૂર એક ભવ્ય અને સુંદર શિવમંદિર આવેલું હતું. ત્યાં શ્રાવણ માસ માં મેળો ભરાય.

તે મંદિર એ શ્રાવણ માસ દરમિયાન શિવ જી ના. દશૅન નું ખૂબ જ મહત્વ.

એટલે દર વર્ષે, રામપુર ગામ માં થી એક સંઘ બનાવી ને પચાસેક લોકો નુ ટોળું આ શિવજી ના દશૅન માટે જાય.

આ વખતે પણ પવિત્ર શ્રાવણ માસ નો મહીનો આવ્યો. ગામ ના પાદર માં સભા અને ભરાઇ..
સંઘ માં કોણ કોણ આવશે? એ‌ નક્કી થયું.સંઘ માં દરેક એ પોતાની જરૂરિયાત નો સામાન તથા ભાથુ બાંધીને સાથે લેવું .
પછી બીજે દિવસે સવારે વહેલા ઊઠીને નહાઈ ધોઈ ને બધા એ ગામ ના પાદર પાસે વહેલી પરોઢે મળવું. ત્યાં થી સંઘ ઉપડશે .આ બધું નક્કી થયું.

બીજે દિવસે નક્કી કર્યા મુજબ, બધા જ પોતાની તૈયારી સાથે ગામ ના પાદર પાસે એકત્રિત થઈ ગયા. તેમાં મોટા ભાગના યુવાનો હતા . પરંતુ એક વૃધ્ધ વડિલ પણ જોડાયા.જેઓ લાકડી ના ટેકે ધીમે ચાલી શકતા હતા.

ક્રમશઃ... આગળ નો ભાગ જલ્દી જ આવશે...
આભાર 🙏
*****
આપણે આગળ જોયું તેમ, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે
રામપુર ગામ થી એક સંઘ શિવમંદિર ના દશૅન માટે રવાના થયો.
જેમાં લગભગ બધા જ યુવાનો હતાં.
પરંતુ
એક દાદાજી પણ હતાં, કે જેઓ લાકડી ના ટેકે ચાલતા હતા.*
હવે આગળ...

આ સંઘ ના યુવાનો ઝડપથી ચાલતા હતા.પરંતુ દાદાજી ધીમે ધીમે ચાલતા હતા.જેથી યુવાનો ને તેમના માટે અણગમો થવા લાગ્યો.
તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે,આ દાદાજી સાથે ન આવ્યા હોત તો, આપણે ખૂબ જ ઝડપથી શિવમંદિર એ પહોંચી જતા.
વળી દાદાજી ને અમુક અમુક સમયે, વિસામો પણ લેવો પડતો.
કેમકે તે એક સાથે,એક જ ગામ માં થી નીકળેલો સંઘ હતો.તેથી દરેકને સાથે જ રહેવું પડતું..

થોડા સમય પછી,
અચાનક કાળા ડીબાંગ વાદળો આકાશ માં ઉતરી આવ્યા.
મેઘરાજાની સવારી જાણે હમણાં જ , જમીન પર ઉતરી આવશે.
એવું વાતાવરણ થઈ ગયું.
ઠંડા પવનો વહેવા લાગ્યા.

હવે તો યુવાનો, દાદાજી ને સાથે લેવા માટે અફસોસ કરવા લાગ્યા.
દાદાજી ને સંભળાય તેવી રીતે, એમને સાથે આવવા માટે કોસવા લાગ્યા.
દાદાજી ની આંખો માં આંસુ ઉતરી આવ્યા.

થોડો વરસાદ પણ શરું થઈ ગયો.
તેથી આ સંઘ ,એક વટવૃક્ષ ની ઓથે સહારો લેવા બેસી ગયા.

યુવાનો માં ગુસપુસ શરું થઈ ગઈ.
કે આ દાદાજી સાથે ન હોત,તો આપણે જલ્દી થી શિવમંદિર પહોંચી ગયા હોત..

એટલાં માં,એક બીજા" વીરપુર" નામક ગામ નો સંઘ આ તરફ આવતો દેખાયો.
તેઓ પણ આ વટવૃક્ષ ની ઓથે બેઠા.
તેમના સંઘ માં, ઘણા બધા વૃધ્ધ વડીલો હતા.

આ જોઈને, રામપુર નામ નો એક યુવક શેરસિંહ કે જે આ સંઘ ની આગેવાની કરી રહ્યો હતો,તે બોલ્યો: " દાદાજી તમારા જેવા બીજા વડીલો આ સંઘ માં સામેલ છે.તો તમને આ સંઘ માં સારું ફાવશે.
તમે આ સંઘ સાથે જોડાઈ જાઓ.
આ સંઘ , આપણા બાજુ ના ગામ નો જ છે.
તમતમારે શાંતિથી શિવજી ના દશૅન માટે કરીને, આપણા ગામના પાદરે આવી જજો.
અમે ત્યાં પહેલા પહોંચી ને તમારી રાહ જોઈશું.
તમને અમે ત્યાં થી, પાછાં આપણા ગામમાં લઈ જઈશુ.

યુવાનો ને ક્યાં ખબર હતી કે,એક નવી મુસીબત એમની રાહ જોઈ ને આગળ જ ઉભી છે...
તો હવે શું થશે?
જોઈશું આગળ ના ભાગ ૨. એક પુણ્ય આત્મા, સો ને તારે.... માં....
તો મળીએ,
મિત્રો... આગળ ના ભાગ માં...