એકલતા નું અંધારું - 6 Riddhi Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકલતા નું અંધારું - 6

આપડે આગળ ના ભાગ માં જોઈ ગયા કે પોતાના ઘરે જવા માટે નીકળે છે અને તે ફ્લાઇટ માં બેસી જાય છે.... હવે આગળ
*.*.*.*.*.*.*.*.*.*.*.*.
મુંબઈ નાં એરપોર્ટ પર ઉતરે છે જોકે કોય ને ખબર નથી એટલે તે જાતે જ ટેક્સી કરી ને પોતાના ઘરે જવા માટે નીકળે છે. રસ્તા માં તે ને ઘણા વિચારો આવે છે અને કેમ સરપ્રાઈઝ આપીશ? સુ કરીશ? એવા ઘણા બધા સવાલ એ પોતાને જ પૂછી રહી હતી ને સાથે મમ્મી અને પપ્પા ને માળવા માટે તે ખૂબ જ ખુશ હતી..
*****************
નીલ ને કોણ જાણે આજે નાયરા ની વધારે યાદ આવતી હતી એટલા દિવસો માં તે ખાલી નાયરા ને રોજ જોયા કરતો પણ ફ્રેન્ડ નોતી બનવા ની હિંમત કરી પન આજે તેને મન માં જ નક્કી કરી લીધું કે કાલ ગમે તેમ કરી ને એક વાર friendship વિશે પૂછી તો લયશ જ એમજ તેને યાદ કરતો હતો ત્યાં જમવા માટે નો અવાજ સંભળાયો એટલે તે જમવા માટે નીચે જાય છે. પણ તે ખોાયેલો જ હતો તેના મમ્મી બોલ્યાં શું થયું છે તને હમણાં થી આમ ખોાયેલો કા લાગેશ!! નીલ કહે છે કે કાય નથી મોમ. એમ કહી જમવા લાગે છે..
************************
કૈલાશ ભાઈ અને કવીતા બેન બંને જણાં વાતો કરતા હતા કે આ વખતે નાયરા જો આજે ઘરે હોત ને તો આખું ઘર માથે લીધું હોત. દર વખતે બધી ત્યરી કરતી હોય કોણ જાણે આજે એની બોવ યાદ આવે છે...
ત્યાં નાયરા બાર ઉભી રહી ને આ બધી વાત સાંભળી રહી હતી. પછી ધીમે થી તે અચાનક બેય સામે જય ને ઉભી રહી જાય છે. થોડી ક્ષણો તો બંને જોઈ જ રહે છે અને નાયરા દોડી ને મમ્મી ને ગળે લગાવી દે છે. Miss you both થોડી વાર બધાં વાતો કરે છે ને ત્યાં અચાનક નાયરા બોલી કે શું પ્લાનિંગ કર્યું છે કાલ માટે? નાયરા તારા વગર શુ ત્યારી કરી હોય આ તો તું હોય એટલે બધુ કરતાં હોય..
નયરા: એમ તો હું ના હોય તો તમે આમ જ બેસી રયો એ તો પાકું જ ને હવે હું આવી ગય છું તો ચાલો ત્યારે મંડો કામ કરવા, રામુ કાકા ક્યાં છો તમે અહીં આવો જલ્દી.
રામુકાકા: અરે દિકરી તુ ક્યારે આવી મને કીધું પણ નય કોય એ નકર હું તને ભાવતી વાનગી બનાવી હોત ને.
નાયરા: અરે એન કોઈ ને નથી ખબર પણ હા કાલ ની ત્યારી નથી કરવી હવે હાલો મારી મદદ કરો હવે.
કવિતા બેન: બેટા પેલા તું આરામ તો કરી લે, ફ્રેશ થઈ જા, પછી કરજે બધુ.
નાયરા: હું ફ્રેશ જ છું અને હું પ્લેન મા આવી છું ચાલી ને નથી આવી કે આરામ કરવો પડે પછી વાત કરશું ચાલો બધાં ને પોતાના કામ ખબર જ છે ને કે પાછું યાદ કરાવું પડશે.
બધાં: હા યાદ છે હો મેડમ કહી બધા હસી પડ્યા ને બધા પોતાનાં કામ માં લાગી ગયા.
કૈલાશ ભાઈ: બેટા આપડે મેનુ માં શુ રાખી શું તે જાણવી દેજે એટલે ઓડર આપી દવ હો.
નાયરા: હા આપડે આં વખતે બધું રાખીસુ જેમ કે નાના બાળકો માટે પીઝા, કેક, ચાઈનીઝ, પંજાબી અને મોટા લોકો માટે સાદું ભોજન પણ રાખીશું sweet તમારી રીતે નકી કરી લેજો ઓક.
નાયરા: રામુ કાકા ડેકોરેશન વાળા ને ફોન કર્યો ને અને બોલવી લયો અને પછી થીમ નક્કી કરી લઈએ.
રમુકાકા: હા બેટા એને કીધું કે 1 કલાક સુધી માં આવી જાશે હો દીકરા.
નાયરા: હા કાકા વાંધો નહીં પછી તે બધાં મહેમાનો ને ફોન કરવા લાગે છે..
આમ ક્યારે સાંજ પડી ગઈ કોય ને ખબર જ ના પડી.
રામુકાકા: દીકરા હાલો જમવા આવી જાવ પેલા પછી બાકી ની ત્યારી કરજો.
બધાં જમવા માટે આવી જાય છે
કવીતા બેન: બેટા આજે કેટલાં દિવશ પછી આપડે સાથે જમવા બેઠા કેટલું સારું લાગે છે તને જોઈ ને મારા માટે તો તું જ મારું birthday gift છો.
નાયરા: હા મમ્મી મને પણ આજે ઘણું સારું લાગે છે. I really miss you mom and dad.
આમ જ બધા વાતો કરતા કરતા જમી લે છે અને પોતાના કામ માં લાગી જાય છે. થોડી વાર પાછી નાયરા જોવે છે કે 12 વાગવા માં તો 5 મિનિટ જ બાકી છે એટલે તે મેસેજ માં પાપા ને બાર આવા નું કહે છે પછી કૈલશ ભાઈ ને બધાં બાર આવી ને ત્યારી કરવા લાગે છે 12 વગતા જ બધાં કવીતા બેન નાં રૂમ માં જાય છે. ને બધાં ચોકી જાય છે..
**************************

શું થયું હસે? તે જાણવા માટે રાહ જોવો આગળ નો ભાગ એકલતા નું અંધારું 7
તમારા મંતવ્યો જરૂર જણાવજો...