જ્યારે અબળા બને સબળા - 1 MR.PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યારે અબળા બને સબળા - 1શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી....

ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 વાગવા છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી એક પોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા...

તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો....

એક પછી એક કેન્ડિડેટ અંદર ગયા અને ત્યારબાદ શિખા નો નંબર આવતા તે અંદર ગઈ....

મિહિર :- જી આપનું શુભ નામ ? પુછતા તેણે શિખા નો બાયોડેટા જોવા માટે લીધો.

શિખા :- જી શિખા.

મિહિર :- તમારા પરિવાર વિશે કઈ જણાવો...

શિખા :- જી મારા પરિવાર હું અને મારી મમ્મી બન્ને એકલા છીએ કહેતા તેની નજર મિહિર પર ફરી રહી હતી. તે તેની લોલુપ નજરે શિખા ના દેહ ને તાકી રહ્યો હતો.

મિહિર :- અને પપ્પા ?

શિખા :- તેઓનું દસ વરસ પહેલા બીમારી ના કારણે અવસાન થઈ ગયેલું છે...

મિહિર :- તમારા ભણતર વિશે કઈ જણાવો....

શિખા :- જી મે MM કોલેજ માંથી B.com પાસ કર્યું છે અને હવે નોકરી ની તલાશ માં છું....

બીજા થોડાક પ્રશ્નો પૂછ્યા બાદ તેમણે પાયલ ને કહ્યું કે કાલથી આને નોકરી પર રાખી લો અને એને તું એને તારી કેબિન માં લઈ જા અને બીજી બધી વાત વિગતવાર સમજાવી દેજે.....

બોસ ના આદેશ બાદ પાયલ શિખા ને લઈને પોતાની કેબિન માં પ્રવેશી અને તેને બેસવાનુ કહ્યું....

શિખા તેની પાસે પડેલા સોફા પર બેઠી. થોડીવાર બાદ પાયલ તેને જોઇનિંગ લેટર આપી ને બધી વાતો વિગતે સમજાવવા માંડે છે...

મેમ એક વાત પૂછી શકું ? શિખા એ ડરતા ડરતા પાયલ ને પુછ્યું.

હા પૂછ ને એમાં શું.... આમ પૂછવા માટે ડરે છે કેમ.

જી આ ઇન્ટરવ્યૂ વખતે બોસ ની નજર જે રીતે મારી સામે ફરતી એ જોઈને થોડુંક અજીબ લાગ્યું તો શું તમે મને તેમના વિશે જણાવશો...?

શિખાની વાત સાંભળતા પાયલની આંખો ચમકી... એકદમ જ પાયલ ગુસ્સે થાય છે અને કહે છે કે એવું કઈ નથી તને વહેમ થયો હશે...બોસ નું નેચર ખૂબ સરસ છે કહીને શિખા ને કાલ સવારથી હાજર થઈ જવાનું કહે છે.

બીજા દિવસ સવારથી શિખા પોતાના કામ પર હાજર થઈ જાય છે....

થોડાક દિવસ માં જ શિખા દરેક કામ શીખી જાય છે અને સ્ટાફ માં પણ તે બધા જોડે તથા બોસ ની વાઇફ મોના સાથે ખુબ સરસ રીતે હળીમળી જાય છે....

આમ ને આમ 9 મહિના થઈ જાય છે અને એક દિવસ શિખા પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે જવાની તૈયારી કરી રહી હોય છે. ઓલરેડી કામ માં મોડું થઈ ગયું હોવાથી તે એકલી જ ઓફિસ માં હોય છે અને કામ પૂરું થતા તે જલ્દી માં ઘરે જવા નીકળે છે. અચાનક તેના કાને કોઈનો રડવાનો અને વિનંતી કરતો અવાજ સંભળાય છે અને તે આજુ બાજુ નજર કરે છે પણ તેને તો કઈ નજર આવતુ નથી. ધ્યાન આપીને અવાજ ની દિશામાં નજર કરે છે અને તે ચોંકી જાય છે.

શિખા ને અવાજ બોસ ની કેબિન તરફથી આવતો સંભળાય છે અને તે તેના પગ તે તરફ જવા ઉપાડે છે.

દરવાજો નોક કરવાની જગ્યાએ તે કી હોલ માં થી અંદર નું દ્રશ્ય જોવે છે અને તેના પગ નીચેથી જમીન ખસી જાય છે.

અંદર તેનો બોસ પાયલ સાથે શારીરિક અડપલા કરીને તેની પર હાવી થવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે અને પાયલ તેને જવા દેવા માટે વિનંતી કરી રહી હોય છે.

આ બાજુ શિખા શું કરવું ને શું ના કરવું એ વિચાર કરતી હોય છે અને અચાનક તેનો હાથ જોડે પડેલા ટેબલ પર રાખેલા ફ્લાવર પોટ પર પડે છે...

અચાનક થયેલા અવાજથી મિહિર ની નજર કેબિન ના દરવાજા તરફ જાય છે અને તે તરફ દોટ મૂકે છે. બહાર આવીને તે જુએ છે તો કોઈ નથી હોતુ.

આ બાજુ શિખા બહાર આવીને રાહત નો શ્વાસ લે છે અને આગળ શું કરવું એ વિચારી રહી હોય છે અને તે તેના અમલ માટે પાયલ ને મળવાનું નક્કી કરે છે અને ઘર તરફ પ્રયાણ કરે છે.

બીજા દિવસે શિખાએ સૌથી પહેલા ઓફિસ જઈને પાયલ ને મળવાનું નક્કી કર્યું.

ઓફિસ પહોંચીને શિખા એ પાયલ ના કેબિન નો દરવાજો નોક કર્યો.

દરવાજા પર શિખા ને ઉભેલી જોઈને પાયલે તેને આવકાર આપ્યો.

બોલ શું કામ હતું ? શિખા હવે આટલા સમય માં પાયલ ની બેસ્ટ ફ્રેન્ડ બની ચૂકી હોવાથી બન્ને એક મેક સાથે ખૂબ હળી મળી ગયા હતા.

આજે સાંજે મારી સાથે કાફે માં આવીશ ? મારે તારું બહુ જરૂરી કામ છે.

પાયલ :- સારું.

સાંજે મળીયે કહીને શિખા તેના કામ પર લાગી ગઈ.

સાંજે 6 વાગે ઓફિસ છુટતા શિખા અને પાયલ બન્ને એક કાફે માં મળે છે.

શિખા એ જ વાતચીત નો દોર પોતાના હાથ માં લેતા કોઈ પણ આડી અવળી વાત વગર કાલની ઘટના વિશે સીધું જ પૂછી લીધું....

ક્રમશઃ