દિલની માગણી, પ્યારની લાગણી - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની માગણી, પ્યારની લાગણી - 3


કહાની અબ તક: ઘરે ગમે એટલું ખાસ મહેમાન કેમ ના આવ્યું હોય, એક છોકરાને તો બહાર બસ બધું લેવા જ મોકલી દેવામાં આવે છે. સંદીપ સાથે પણ એવું જ થયું હતું. બસ એની ભૂલ એટલી થઈ ગઈ હતી કે પોતે એને નીતા ને હિનાને લવ કરું છું એવું કહ્યું હતું. નીતા થી ના રહેવાયું તો એ એને કોલ કરે છે, સંદીપ પણ એને જવાબ આપે છે કે પોતે મજાક કરતો હતો. નીતાને હાશ થાય છે. એને ઘરે આવતા સાંજ થઈ જાય છે. નીતા એને એની પસંદ ની કોફી આપે છે. સૌ યુથ ટીમ બહાર ગાર્ડનમાં જવાનું કહે છે તો નીતા સાથે સંદીપ અને સંદીપ ની બહેન નિધિ એમ સૌ ગાર્ડન જાય છે. ગાર્ડનમાં બધા અલગ અલગ થઈ જાય છે. એવું જ હોય છે ને, અમુક લોકો સાથે કહેવા માટે ઘણું બધું હોય છે, અને અમુક લોકો ને વાત શું કહેવી એ પણ ખબર નહિ હોતી. નિધિ, સંદીપ અને નીતા ચાલતા ચાલતા એક શાંત જગ્યા એ આવે છે તો નીતા એને હિનાને લવ કરે છે એવું પૂછે છે તો સંદીપ એને કહે છે કે પોતે મજાક કરતો હતો! એ એના માથે હાથ મુકતાં પૂછે છે કે ગોળી ગળી? જવાબમાં એ એને કહે છે કે નહિ ગળવી!

હવે આગળ: "ગળી લે ને.." સંદીપે લગભગ કરગરતા કહ્યું.

"કેટલો બધો વેટ કરાવ્યો તુએ મને!" એ બોલી.

"હા, સોરી! માફ કરી દે ને મને!" સંદીપ એવી રીતે માફી માંગી રહ્યો હતો જાણે કે જો એ એને માફ નહિ કરે તો એની દુનિયા જ ઉજડી જશે!

"એક શરત પર.." નીતાએ આગળ કહ્યું - "એક હગ કરવા દે!"

એ બોલી તો સંદીપ એની કરીબ ગયો અને બંને ભેટી પડ્યા.

નીતા એ પાંચ સેકંડ વધારે એને હગ કર્યું અને છેલ્લે એની આંખો છલકાઇ જ ગઈ!

"ના રડીશ ને!" સંદીપે કહ્યું અને એના આંસુઓ એની બે આંગળીઓથી લૂછી લીધા.

"હવે તો છું ને હું તારી જોડે! કર વાત!" સંદીપે કહ્યું.

નિધિ એ ગોળી અને પાણીનો બોટલ કાઢી આપ્યો તો એને આખરે ગોળી ગળી.

એવું કેમ હશે કે ગમતી વ્યક્તિનું જોડે હોવું જ બહુ જ હિંમત અને સંતોષ આપે છે, એક સેકંડ માટે પણ જો એ દૂર જાય તો આપણને જાણે કે આપનો જ એક અંશ આપણાથી દૂર હોય એવું લાગે છે! કેમ સંદીપ ની સાથે હોવું આટલું બધું ગમે છે! આટલું બધું જરૂરી છે. નીતા વિચારી રહી.

"તું છે ને જોડે, હવે માથું નહિ દુખે." નીતા બોલી તો નિધિ અને સંદીપ બંને હસી પડ્યા.

ત્રણેય એ બાજુના બાંકળે બેસવાનું વિચાર્યું તો સંદીપે તો જીદ કરી ને નીચે જ બેસવાનું કહ્યું. એને ખરેખર તો નીતા ના ચરણોમાં જગ્યા જોઈતી હતી!

ત્રણેય એ બહુ બધી વાતો કરી, દરેક વાતોની સાથે નીતાનું મન વધારે ને વધારે ફ્રેશ અને ખુશ થતું ગયું.

"હવે તો બાજું માં આવી જા!" નીતા એ કહ્યું.

"ના," સંદીપે કહ્યું.

સાંજ રાતમાં બદલાઈ ગઈ હતી, ઘરે જવાનો સમય નજીક આવી રહ્યો હતો પણ નીતાએ તો આખી જિંદગી બસ આમ જ બેસી રહેવું હતું!

"સોરી બાબા, આવી જા ને હવે તો તું બાજુમાં!" નીતાએ લગભગ કરગરતા કહ્યું.

"ના, ભૂલ મારી જ છે.. રોજ તો એક સેકંડ માટે પણ તો તને છોડતો નહીં અને આજે તો માંડ.." એને આગળનું બોલવું જ નહોતું! ના ગમતા અનુભવથી આપણે બધા ડરતા હોઈએ છીએ ને! નહીં ગમતું એ જે પસંદ ના હોય, પણ શું એ જરૂરી જ છે કે જે નાપસંદ હોય એ જ આપણને જીવન ના આપે!

"સોરી.. દિલ થી! હું જાણી જોઈને તારાથી દૂર નહોતો ગયો!" લાગણીથી તરબતર એ શબ્દો સંદીપ ના જ હતાં!

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 4 અને અંતિમ ભાગ(કલાઈમેકસ)માં જોશો: "એવું શું છે મારામાં?!" એને પૂછ્યું.

સાંજ થઈ ગઈ હતી અને એટલે જ હવે જવું જ પડશે એમ કહીને નિધિ એ બંને ને કહ્યું તો બંને જાણે કે અલગ જ દુનિયામાંથી બહાર ના આવ્યા હોય!

એમને તો હજી પણ વધારે વાતો કરવી હતી! અને ખાસ વાત શુરૂ જ થઈ હતી કે ફરી દૂરી શુરૂ! જિંદગી આપના કહ્યા પ્રમાણે થોડી ચાલતી હોય છે!

હવે ક્યારે વાત થશે?! નીતા વિચારી રહી.