Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આરવની આસ્થા એક અદભુત પ્રેમ કહાની.. - 1

આરવ કેટલી વાર છે જલદી નીચે આવ . આરવની મમ્મી ( કિર્તી બેન ) આરવને બોલાવતા હતા આરવ ની મમ્મી એક બિઝનેસ વુમન હોય છે આરવ ચાલ મોડું થાય છે કિર્તી બેન આરવ ને સ્કૂલે મૂકી ને પોતાની ઓફિસ એ જાય છે એ એક બ્યુટીશયન છે આરવ નીચે આવે છે અને એની મમ્મી જોડે સ્કૂલ જાય છે આરવ અંતર્મુખી છોકરો હોય છે એના મિત્રો પણ ઓછા હોય છે આરવ બાર કોમર્સ માં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે.

આરવ ના પપ્પા ( રાજેશ ભાઈ ઠક્કર) બહુ મોટા બિઝનેસમેન હોય છે આરવ ને બે ભાઈ અને એક બહેન હોય છે આરવ ના ત્રણેય ભાઈ - બહેન વિદેશ રહેતા હોય છે આરવ ઘરે એકલો જ હોય છે હંમેશા . જ્યારે આરવ સાતમા ધોરણમાં હોય જ છે ત્યારે આરવ મોટો ભાઈ અક્ષય એની વાઈફ જલ્પા ( રાજેશ ભાઈ ના ખાસ મિત્ર દિલીપ ની દીકરી ) સાથે અમેરિકા જતો રહ્યો હોય છે એનો બીજો ભાઈ શુભમ એ આરવ જ્યારે નવમા ધોરણમાં હોય છે ત્યારે લંડન જતો રહ્યો હોય છે એની બહેન પાંખી પણ શુભમ જાય છે ત્યારે જ જતી રહે છે ઓસ્ટ્રેલિયા . આરવ ના પપ્પા ની ઈચ્છા હોય છે કે આરવ પણ કોલેજ માં આવે ત્યારે એને અમેરિકા મોકલવો છે પણ આરવ ને તો અહીંયા જ રહેવું હતું અને એના પપ્પા નો આ મોટો બિઝનેસ સંભાળવાનો હોય છે .

આરવ જ્યારે મૂવી જોતો ત્યારે એમાં રોમેન્ટિક સિન આવે ત્યારે એને એવું થતું કે આ પ્રેમ બ્રેમ જેવું કાંઈ હોતું હશે હું તો નહીં માનતો આવા બધા માં . આલવ ઘરે સાવ એકલો પડી જતો એટલે એ મૂવીડ અને ટી.વી. અને વેબ સિરીઝ જોયા કરતો આરવ ને એના પપ્પા ની જેમ પૈસા નું અભિમાન નહતું .

એક દિવસ સવારે આરવ અને એના મમ્મી-પપ્પા ચા - નાસ્તો કરતા હતા રાજેશ ભાઈ એમના ફોન માં ડૂબેલા અને કિર્તી બેન એમના લેપટોપ માં . ત્યારે આરવ નું ધ્યાન ઘર ના મેઈન હોલ માં ગયું કોઈ બહાર થી અંદર આવી રહ્યું હતું . આરવે જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ . એની સામે એનો ભાઈ શુભમ હતો શુભમ અને એની સાથે એક રૂપાળી છોકરી હતી . આરવ ને મનમાં પ્રશ્ર્ન થયો કે શુભમ અને કોઈ છોકરી જોડે ?? ‌

રાજેશ ભાઈ અને કિર્તી બેન પણ હોલ માં આવે છે રાજેશ ભાઈ અને કિર્તી બેન શુભમ ને મળે છે આરવ શુભમ ને ગળે વળગે છે શુભમ ની ફ્રેન્ડ રાજેશ ભાઈ અને કિર્તી બેન ને પગે લાગે છે .શુભમ અને એની ફ્રેન્ડ અંદર જાય છે અને બેસે છે શુભમ બધી વાત કરે છે કે આ મારી ફ્રેન્ડ છે શ્રેયા અમે બન્ને પહેલાં મળ્યા પછી ફ્રેન્ડ થયા પછી પ્રેમ થયો હવે લગ્ન કરવાનું વિચાર્યું છે એટલે આવીયા છે . આરવ ને તો આ બધુ અજુગતું અજુગતું લાગતુ હતુ એને થતું આ પ્રેમ કંઈ રીતે થતો હશે. કિર્તી બેન બોલ્યા " પણ આમ , અચાનક કહ્યું પણ નહીં મને ‌" શુભમ એ કહ્યું "મારો પ્રોજેક્ટ ના કામ થી મારે આવવાનું હતું તો હું શ્રેયા ને પણ સાથે લઈ આવ્યો તમને મળાવવા "

શ્રેયા ઠક્કર એપણ ગુજરાતી જ છે અને અમદાવાદની જ છે શ્રેયા સારી અને સંસ્કારી છોકરી છે શ્રેયા નો પરિવાર એક એ મધ્યમવર્ગ પરિવાર માંથી છે શ્રેયા ના પરિવાર માં બે નાના ભાઈ ( નીલ અને જય ) ઓ એક બેન ( રોશની ) અને મમ્મી- પપ્પા ( રાધિકા બેન અને હરીશ ભાઈ ) શ્રેયા ના મમ્મી પપ્પા એ ના પાડી કે બેટા એ લોકો બહું મોટા માણસો છે . જો અમે બધું તારી પાછળ ખર્ચી નાખી યે તો તારા નાના ભાઈ - બહેનો નું શું થશે શ્રેયા શ્રેયા ના મમ્મી પપ્પા એ બહુ જ સમજાઈ પણ શ્રેયા ના માની છેવટે શ્રેયા ના મમ્મી પપ્પા એ હા પાડી .

રાજેશ ભાઈ તો મિડલ ક્લાસ લોકો જોડે બોલતા ય નથી એ જયાર થી અમિર થયા છે ત્યારથી એમને મિડલ ક્લાસ લોકો એટલે ગરીબ એમજ એમને એવું છે કે મિડલ ક્લાસ લોકો એમની સાથે વાત ના કરાય એમની સામે જોવાય પણ નહીં એમને પોતે અમીર છે એની પર ખૂબ અભિમાન હતું .

શુભમ આ બધું જાણતો હોવા છતાંય એ શ્રેયા ને અહીં લઈ આવ્યો હતો કે પપ્પા ના વિચારો બદલાય ગયા હશે એ વિચારી ને શુભમે શ્રેયા વિશે બધું જણાવ્યું આ બધું જાણતા જ રાજેશ ભાઈ ના હાવ‌ ભાવ બદલાઈ ગયા . તેમણે બોલવા નું શરુ કર્યું " તને લંડન માં આ જ છોકરી મળી બીજી કોઈ છોકરી ના મળી આ મિડલ ક્લાસ જ મળી " રાજેશ ભાઈ ગુસ્સા માં બોલ્યા ત્યાં શુભમ બોલ્યો
" પપ્પા વોટ ડુ યુ મીન મેં શ્રેયા ને પૈસા જોઈ ને નહીં એના સંસ્કાર અને એનું દિલ જોઈને એને પ્રેમ કયો છે અને તમે શ્રેયા ને મિડલ ક્લાસ કો છો ને પણ તમે પહેલાં મિડલ ક્લાસ જ કદાચ એના કરતાં પણ ગરીબ મિસ્ટર રાજેશ ઠક્કર " શુભમ ખૂબ જ ગુસ્સા માં ઉભા થતા બોલ્યો રાજેશ ભાઈ પણ ઉભા થઇ ને બોલ્યા " આજ સાંભળવા માટે મે તને મોટો કર્યો તને અને તારા ભાઈ - બહેન ને ભણાવ્યા ગણાવ્યા વિદેશ મોકલ્યા આજ દિવસ જોવા માટે " રાજેશ ભાઈ બહું ગુસ્સા માં બોલ્યા અને તેમને શ્ર્વાસ પણ ચઢવા લાગ્યો હતો . આરવ અને શ્રેયા ડરી જાય છે આ બધું સાંભળી ને કિર્તી બેન વચ્ચે પડે છે અને રાજેશ ભાઈ અને શુભમ ને શાંત કરાવે છે .

શુભમ શ્રેયા ને લઈ ને ત્યાં થી જતો રહે છે અહીં આરવ અને કિર્તી બેન એ રાજેશ ભાઈ માંડ માંડ શાંત પાડયા પછી રાજેશ ભાઈ અને કિર્તી બેન તેમના રુમમાં ગયા અને આરવ સ્કૂલ એ ગયો આરવ સાંજે સાત વાગ્યે સ્કૂલે થી આવ્યો એણે જોયું તો મમ્મી-પપ્પા ઓફિસ એ ગયા હતા એ શાંતી થી બેઠો પછી ફૈશ થઈ ને નીચે આવ્યો એણે નાસ્તો કર્યો અને ટીવી ચાલુ કર્યું આરવ શાંતિ થી સોફા પર સૂતા સૂતા ટીવી જોતો હતો પણ એને માથું દુખવા લાગ્યું એણે એના ખિસ્સામાંથી એક જ દવા કાઢી અને ગળી લીધી પાણી સાથે પછી શાંતિથી સૂઈ ગયો .


સાડા નવ વાગ્યા અને કિર્તી બેન ઘરે આવ્યા એમણે જોયું તો આરવ સૂઈ ગયો હતો અને ટીવી ચાલુ હતું એમણે ટીવી બંધ કર્યું અને આરવ ને એના રુમમાં સૂવડાવી દીધો આરવ ઉભો થઇ ગયો થોડી વારમાં . આરવ ને સવારે જે થયું તેના વિચારો આવવા લાગ્યા એને થયું કે આપણે જ્યારે જન્મ લઈ ને આવીયે ત્યારે આપણને ખબર થોડી હતી કે આપણો જન્મ મિડલ ક્લાસ ફેમિલીમાં માં કે હાઈ કલાસ ફેમિલીમાં થવાનો છે એ થોડી આપણા હાથ માં હોય છે આરવ આવું વિચારતો હોય છે.

ત્યાં શુભમ નો વિડિઓ કોલ આવે છે આરવ કોલ ઉપાડે છે શુભમ મજાક માં બોલે છે " હેય હેન્ડસમ હાવ આર યુ ? " આરવ બોલે છે " થેન્કયુ બ્રો , આઇ એમ ફાઈન બસ હમના જ સૂઈ ને ઉઠ્યો તમે ક્યાં છો "
શુભમ બોલ્યો " હું અને શ્રેયા બન્ને હોટેલ માં છીયે કાલે અમે શ્રેયા ના ઘરે જવાના છીએ અમે ગયા પછી ઘરની પરિસ્થિતિ શું હતી "
આરવે કહ્યું " તમે ગયા પછી મમ્મી-પપ્પા બન્ને એમના રુમમાં હતાં અને હું સ્કૂલે અને આવ્યો ત્યારે મમ્મી-પપ્પા ઓફિસે ગયા હતા મમ્મી હાલ આવ્યા " આરવ આટલું બોલ્યો ત્યાં કિર્તી બેન આરવ માટે દૂઘ લઈ ને આવ્યા હતા . એમણે શુભમ સાથે વાત કરી . પછી એ નીચે જતાં રહ્યાં શુભમ એ ફોન મૂકી દીધો ત્યાં પાછો આરવ વિચારે ચડી ગયો અને સૂઈ ગયો ચાર વાગ્યા ત્યાં અક્ષય નો વોઈસ કોલ આવ્યો આરવે ઉપાડયો " હેય માય લિટલ બિઝનેસ મેન હાવ આર યુ " અક્ષય આટલું બોલ્યો ત્યાં અક્ષયે ઉમેર્યું " શુભમ ક્યાં છે મારે એની જોડે વાત કરવી છે એને કર્યોં પણ કવરેજ ક્ષેત્ર ની બહાર આવે છે ક્યાં છે આપ તો એને અને ક્યારે છે ભાઈ ના લગ્ન " અક્ષય આ બધું એક જ શ્ર્વાસે બોલી ગયો આરવે કહ્યું " આઈ એમ ફાઈન " આરવે આજે સવારે જે થયું તે બધું અક્ષય ને કીધું . અક્ષયે કહ્યું " તું ચિંતા ના કર હું , જલ્પા અને પાંખી કાલે રાત્રે આવીયે છીયે અમે હાલ ફ્લાઈટ માં છીયે પણ તું ઘરે કોઈ ને આ કહેતો નહીં સરપ્રાઈઝ આપવાની છે મમ્મી-પપ્પા ને અને હું શુભમ સાથે વાત કરી લઈશ અક્ષય આટલું કે છે ત્યાં ફોન કટ થઇ જાય છે આરવ ફરી થી લગાવે છે પણ નેટવર્ક જતું રહે છે અક્ષય નું જેથી અક્ષય મેસેજ કરે છે અહીંયા નેટવર્ક નહીં આવતું પણ તું ચિંતા ના કરતો હું આવી ને પપ્પા ને સમજાવીશ . આરવ મેસેજ વાંચી ને સૂઈ ગયો .

સવારે કિર્તી બેન આરવ ને ઉઠાડવા જાય છે આરવ ની પાસે જાય છે પણ આરવ ને થાકેલો જોઈને એને સુવા દે છે કિર્તી બેન નીચે આવે છે અને નાસ્તો બનાવી ને જતા ઓફિસે જતા રહે છે આરવ અગિયાર વાગે ઊઠે છે અને એ ધડિયાળ તરફ નજર કરે છે અને બોલે છે " ઓહહ, અગિયાર વાગી ગયા શાંતિ આજે સ્કૂલ નહીં જવાનું " ઉત્સાહ સાથે બોલે છે આરવ નાહી ધોઈ ને નીચે આવે છે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેસે છે ત્યારે એની બાજુમાં એક ચિઠ્ઠી હોય છે એ જોવે છે એમાં લખ્યું હોય છે " આરુ મેં નાસ્તો બનાવ્યો છે કરી લેજે બપોરે જમી લેજે અને બપોરે ટ્યુશન ના સર આવે ને તો ભણી લેજે બહુ રમત ના કરતો અને હા આજે મને આવતા મોડું થશે સમજ્યો રચના તું સૂઈ જજે " આરવ ને થયું મમ્મી મને ફોન કરીને પણ આ બધું કહી શકતી હતી પણ એ પોતાના મન ને મનાવતા કહે છે મમ્મી ને એનો બિઝનેસ પણ છે ને પછી એ નાસ્તો કરે છે નાસ્તો કરી ને ઉભો થાય છે


અહીં શુભમ અને શ્રેયા શ્રેયા ના મમ્મી-પપ્પા ના ઘરે ગયા રાધિકા બેન અને હરીશ ભાઈ શ્રેયા ને ઘરે આવતા જોઈ ને ખૂબજ ખુશ થયા બન્ને ને આવકાર્યા.શુભમ અને શ્રેયા બન્ને હરીશ ભાઈ અને રાધિકા બેન ને પગે લાગ્યા એમણે ખૂબ ખૂબ આશિર્વાદ આપ્યા. શુભમ અને શ્રેયા બન્ને બેઠાં . શુભમ એ બધી વાત કરી કે અમે ઈન્ડિયા કેમ આવીયા છે અને હવે અમે લગ્ન કરવાનું વિચાર્યું છે . હરીશ ભાઈ કહ્યું " સરસ પણ બેટા અમે મધ્યમવર્ગ ના માણસો છે તમારા જેવા મોટા માણસો સાથે સંબંધ તો અમે વિચારી એ ના ‌શકીયે આ તો અમારા ભાગ કહેવાય અને બેટા માફ કરજે અમારા થી કંઈ ભૂલ ચૂક થાય તો માફ કરી દેજે " હરીશ ભાઈ હાથ જોડીને બોલ્યા શુભમે એમને કહ્યું " અરે પપ્પા તમે કેમ હાથ પકડો છો " શુભમ બોલ્યો અને હરીશભાઈ નાં હાથ ને નીચે મૂકાવયા અને પછી એમણે ધણી વાતો કરી પછી રાધિકા બેન એ કહ્યું " કુમાર તમારે જમીને જ જવાનું છે " શુભમે કહ્યું " ના ના તમે તકલીફ ના લો " રાધિકા બેન એ કહ્યું" એમાં શેની તકલીફ " શુભમે બહુ ના પાડી પણ રાધિકા બેન ના આગ્રહ ની સામે શુભમ ઝુકી ગયો . શુભમ અને શ્રેયા એ શ્રેયા ના ઘરે જ જમી લીધું .

અહીં આરવ નાસ્તો કરી ને થોડું ઘણું ભણે છે ત્યાં એના ફોન માં એના સર નો મેસેજ આવે છે હું આજે ભણાવવા નહીં આવી શકું મારે બહુ જ જરૂરી કામ છે એટલે આજે ટ્યુશન માં રજા છે કાલે થી રાબેતામુજબ આવી જઈશ . આરવ આ સમાચાર સાંભળીને ખુશ ખુશ થઈ જાય છે અને ઉત્સાહ માં નાચવા લાગે છે અને પોતે જ બોલે છે " આરવ બસ બસ ઘણી તૈયારી કરવા ની છે ચાલ ચાલ ટાઈમ નથી " એમ કહી ને આરવ બધી તૈયારીઓ કરવામાં લાગી જાય છે બપોર થાય છે ને આરવ જમીને બેસે છે અને તૈયારી કરવામાં વ્યસ્ત થઈ જાય છે. તો શુભમને ફૂલ ગમે છે અને પાંખી ને ફુગ્ગા ગમે છે તો એણે આખું ઘર ફુગ્ગા ની અંદર ફૂલો ફરી ને એણે આખું ધર સજાવ્યું . અને અક્ષય ને તસવીરો જોવી અને પાડવી બહુ ગમે . એણે આખા હોલ માં એના પરિવાર ની તસ્વીરો લગાવી .એના અક્ષર, શુભમ અને પાંખી ના બાળપણની તસવીરો લગાવી હતી અને પછી આખા પરિવારની તસવીર લગાવી. આખું ધર એણે બહુ મસ્ત રીતે સજાવ્યું હતું .

આરવ એ થોડી વાર આરામ કરે છે ઘણું કામ કર્યું તો થોડી વાર બેસી ગયો . એણે ઈન્સ્ટાગ્રામ ખોલ્યું અને પહેલી પોસ્ટ જોઈ તો એને ખુબ દુઃખ થયું ‌. એમાં આરવ ના કાકા ( સંદિપ ભાઈ ) નો છોકરો ( અથર્વ ) એ એના પરિવાર જોડે મનાલી ફરવા ગયો હોય છે એની તસવીરો મૂકી હોય છે ( આરવ ના કાકી રીટા બહેન , અથર્વ ના મોટા ભાઈ નિરવ - બહેન નાયરા ) પણ આરવ થોડા સમય પછી ખુશ થયો કે હવે ‌હુ પણ મારા આખા પરિવાર જોડે ફરવા જઈશ અને નવા નવા ફોટોઝ ક્લિક કરી ને મૂકીશ .


રાજેશ ભાઈ અને સંદિપ ભાઈ એકબીજા જોડે પરસ્પર બોલવા નોય સંબંધ નથી . સંદિપ ભાઈ પણ બિઝનેસ છે પણ બહુ મોટા નહીં ‌એમને બહુ પૈસા નથી પણ અભિમાન નથી પૈસા નું એવું આરવ માનતો હતો. પણ જ્યારે આરવ નો જન્મ થયો એના થોડા સમય પહેલાથી જ અલગ રહેતા હતા . આરવ પાછા એના વિચારો માં ડૂબી ગયો . સંદિપ કાકા તો કેટલી બધી વાર અથર્વ ને સ્કૂલે મૂકવા લેવા આવે છે પણ મારા પપ્પા મને મોટી ગાડી માં સ્કૂલે તો મોકલે છે પણ ક્યારેય એ જોવા નથી આવતા કે મારા કેટલા મિત્રો છે . બસ એમને મારા કેટલા ટકા આવ્યા એમના થી જ મહત્વ છે. મારી મમ્મી પણ એમના બિઝનેસ માંથી ઉંચા આવે તો મારા પર ધ્યાન આપે ને બસ‌ એમને આખો દિવસ એમનો બિઝનેસ જ દેખાય છે હું નહીં . આરવ ગુસ્સા માં મનમાં બોલ્યો .

આરવ આ બધા વિચારો માંથી બહાર આવ્યો . એને યાદ આવ્યું કે વેલકમ કેક તો લાવવાની જ રહી ગઈ . એણે જોયું તો બધું બરાબર રીતે ગોઠવાઈ ગયું હતું એણે જમવાનું બહારથી ઓડર કયું ‌. કારણકે અક્ષય ને બહાર નું જમવાનું બહુ ભાવતું હતું એપણ એની ફેવરીટ હોટલ છે ત્યા નું અને શુભમ અને પાંખી ને પણ બહારનું જમવાનું ભાવતું હતું . એ કેક લેવા ગયો. આરવ કેક ઘરે ઓડર કરી શકતો હતો પણ એ કેક શોપ પરથી કેક લાવે છે એ દર વખતે ત્યાં થી જ કેક લે છે . આરવ કેક લેવા જાય છે ત્યારે એ એના ઘર ના નોકરો ને કહી ને જાય છે કે હું આવું થોડી વારમાં . એ એની કારમાં બેસી ને ગયો . એણે કેક શોપ માંથી કેક લીધી અને એની સામે ના મંદિર માં ગયો એ રોજ તે મંદિરે જાય છે પણ આજે લેટ થઇ ગયું હતું .

આરવ અંદર જાય છે તો એ જોવે છે. તો મહાજ્ઞાની મહારાજ હોય છે બધા પોતાનો હાથ બતાવે છે અને તે ભવિષ્ય જોઈ ને બતાવે છે. આરવ પણ ગયો . તેમણે આરવનો હાથ જોયો અને કહ્યું " બાળક , તારા જીવનમાં પરિવાર નું સુખ હવે આવશે . પ્રેમ નું સુખ આવશે . તારું જીવન પ્રેમ અને લાગણીથી ખીલી ઉઠશે . સુખી થા " આરવે મહારાજ ના ચરણ સ્પર્શ કર્યા અને દર્શન કરવા ગયો. એણે દર્શન કર્યા પછી પ્રદક્ષિણા કરવા ગયો ‌. એ પ્રદક્ષિણા કરતો હતો ત્યારે એની આગળ એક છોકરી પ્રદક્ષિણા કરી રહી હતી . એની આંખો બંધ હતી . એ પ્રદક્ષિણા કરવા મા લિન હતી ‌. એના હાથમાં માળા હતી . એનો પગ લપસ્યો આરવ એની પાછળ જ હતો આરવે એને પડતા બચાવી લીધી . આરવ એને પકડી લીધી હતી . એ છોકરી ના બે હાથ આરવ ના ખભા ઉપર હતા . આરવે એને કમરે થી પકડી હતી . મોઢું ગોળ સોહામણું , નાક નાનું અને સુંદર , અણીદાર આંખો , ઘુંટણ સુધી ના લાંબા વાળ , એકદમ હિરોઈન જેવી . આરવ તો એને જોઈ જ રહ્યો હતો . એ પણ આરવ ને જોઈ રહી હતી . આરવ પણ એકદમ હેન્ડસમ લાગતો હતો . હિરો જેવો . પાંચ મિનિટ પછી બન્ને છૂટા પડ્યા . કોઈ એ જોયું નહોતું એટલે આરવ ને મનમાં હાશ થઇ કે સારું થયું કોઈ એ જોયું નથી નહિતર લોકો કેવી કેવી વાતો કરે. એ છોકરી એ આરવ ને થેન્કસ કહ્યા વગર ત્યાંથી શરમાઈ ને જતી રહી. આરવ પણ એની કાર તરફ ગયો અને મનમાં મલકાયો . એ ઘરે ગયો રસ્તા માં એને એ છોકરી ના જ વિચારો આવ્યા. એ ઘરે પહોંચ્યો .

‌‌આરવ ઘરે પહોંચ્યો. ત્યારે નવ વાગ્યા હતા . એ બેઠો ત્યાં કિર્તી બેન નો ફોન આવ્યો . આરવ એ ફોન ઉપાડ્યો ‌. " આરુ , મારે આવતા મોડું થશે તું જમી લેજે અને સુઈ જજે . મારે આજે મિટિંગ છે . ઓકે બાય " કિર્તી બેન એ ફોન કટ કરતા કહ્યું . " ઓકે મમ્મી બાય " આરવ બોલ્યો પણ ફોન કટ થઈ ગયો હતો . આરવ વિચારતો હતો મમ્મી એ ખાલી એમની વાત કરી મારી વાત નાતો સમજી કે નાતો સાંભળી મમ્મી દર વખતે એમના કામને કેમ આટલું બધું મહત્વ આપે છે મને કેમ નથી આપતા . આરવ આ વિચારતો હતો ત્યાં જ રાજેશ ભાઈ નો ફોન આવ્યો . આરવ ને આશ્ર્ચર્ય થયું કે પપ્પા એ મને ફોન કર્યો . આરવે હોંશે હોંશે ફોન ઉપાડ્યો . આરવ બોલ્યો " હેલો , પપ્પા તમે ફોન કર્યો શું કાંઈ ખાસ કામ હતું પપ્પા " આરવ એ ઉત્સાહ થી પૂછવા લાગ્યો . " ના , આરવ સર હું રાઘવ બોલું છું રાજેશ સર મિટિંગ માં છે એમણે મને કહ્યું કે કિર્તી મેમ ને ફોન કરી ને કહેવાનું છે કે આજે સર ને આવતા મોડું થશે અગિયાર વાગશે આવતા પણ મેમ ફોન નથી ઉપાડતા એટલે એમણે કીધું આરુ ને ફોન કરી દે એટલે મેં તમને ફોન કર્યો . તમારે મેમ જોડે વાત થાય તો એમને કહી દેજો ઓકે બાય આરવ સર " રાજેશ ભાઈ નો આસિસ્ટન્ટ એ કહ્યું ‌. " ઓકે રાઘવ બાય " આરવ કહી ને ફોન કટ કર્યો . આરવ ને થયું ઓહ પપ્પા ને મારો વિચાર આવ્યો તો ખરા પછી આરવ એ કિર્તી બેન ને ફોન કર્યો . ફોન ઉપાડ્યો આરવ બોલ્યો " હેલ્લો , મમ્મી છે " સામેથી અવાજ આવ્યો " ના આરવ સર હું ઉમા બોલું છું મેમ ની આસિસ્ટન્ટ . મેમ મિટિંગમાં છે . તમારે કાંઈ કામ છે એમનું તો તમે કહો મને હું એમને કહી દઈશ . " હા , મમ્મી ને કહેજો કે પપ્પા ને આવતા મોડું થશે આજે અને મમ્મી આજે કેટલા વાગ્યે આવશે " આરવે કહ્યું . " હા હું મેમ ને કહી દઈશ અને મેમ ને આવતા અગિયાર વાગશે બીજું કંઈ કામ છે આરવ સર " કિર્તી બેન ના આસિસ્ટન્ટ એ કહ્યું . " ના મારે કાંઈ કામ નથી સારું બાય " આરવ એ તરત જ ફોન મૂકી દીધો . સામે અવાજ આવ્યો કે નહીં એ પણ સાંભળ્યું નહીં . આરવ ને મનમાં ખૂબ જ ગુસ્સો આવ્યો . મારે મારા મમ્મી-પપ્પા જોડે પણ વાત કરવામાટે એમના આસિસ્ટન્ટ ની સાથે વાત કરવી પડશે . એ વિચારો માં ડૂબી ગયો . ત્યાં એના ફોન માં રીંગ વાગી એણે એ વિચારો માંથી બહાર આવ્યો . એણે જોયું તો શુભમ નો ફોન આવ્યો . એણે ફોન ઉપાડ્યો . " હેલ્લો , આરુ હું શુભમ " શુભમ મસ્તી કરતા બોલ્યો . " હા તારો નંબર સેવ છે મારા માં તું આવાનો છે ને અક્ષય અને જલ્પા ભાભી અને પંખ‌ સાથે ઘરે બોલ‌ને " આરવ ઉતાવળ માં બોલ્યો . " એ રાજકુંવર તું બોલવા દે તો બોલું ને હું આવવાનો છું એટલે જ મેં તને ફોન કર્યો છે હું અને શ્રેયા એ બધાં ને લઈ ને આવીશ ઓકે અને તું અને મમ્મી-પપ્પા સુઈ જજો ઓકે " શુભમ એ કહ્યું . " ના મમ્મી-પપ્પા એમના ઓફિસે છે અને હું ઘરે એકલો છું " આરવે નિરાશ થતા કહ્યું ." હા પણ તું સુઈ જજે ઓકે બાય " શુભમ એ ફોન મૂકતાં કહ્યું . " હા બાય શુભ " આરવ એ ફોન કટ કરતા કહ્યું .

આરવે ફોન મૂકી મૂકી ને ઘડિયાળ તરફ જોયું . તો દસ વીસ વાગ્યા હતા . એ જલદી ઉભો થઇ ગયો અને બધું ચેક કરવા લાગ્યો . એણે થયુ કે એણે જે ઓડર કયું હતું આવી ગયું કે નહીં . એણે એના ઘરના એક નોકર ને પૂછ્યું જે એમના ઘરમાં વર્ષો થી કામ કરતા હતા . " રાજુ કાકા , મેં બહારથી જમવાનું ઓડર કર્યું હતું એ આવી ગયું ? " આરવે રાજુ કાકા ને પુછ્યું . " હા આરવ બાબા , ડાઇનિંગ ટેબલ ઉપર સવૅ કરી દીધું છે . તમે જોય લો એક વાર " રાજુ કાકા એ કહ્યું . આરવ ડાઇનિંગ રૂમ માં ગયો . એણે જોયું ડાઇનિંગ ટેબલ પર બધું જ સવૅ કરેલું હતું . બહુ જ સરસ લાગતું હતું . " વાહ , રાજુ કાકા બહુ જ સરસ સજાવટ કરી છે . બધા ને બહું ગમશે " આરવ ખુશ થતા બોલ્યો . " હા આરવ બાબા , પણ તમે કાંઈ ખાઈ લો તમે બપોર પછી કાંઈ ખાધું જ નથી . પછી બિમાર પડી જશો . હું કાંઈ બનાવી દઉં ? તમને ભાવે એવું " રાજુ કાકા એ પુછ્યુ . " ના કાકા હું આ બધા જોડે જ ખાઈશ . તમે ચિંતા ના કરો " આરવે સ્માઈલ કરતા કહ્યું. " સારું તો હવે હું મારા કામ પતાવું " રાજુ કાકા આટલું કહીને એમનું કામ કરવા લાગ્યા . એ સજાવટ જોવા લાગ્યો . એણે સજાવટમાં થોડો ઘણો ફેરફાર કર્યો .

પોણા અગિયાર વાગ્યા અને આરવ એના આલિશાન બંગલાની લાઈટો બંધ કરી બહાર બેઠો હતો . બહુ ઉત્સાહ થી એ રાહ જોતો હતો . હવે અગિયાર વાગવા માં દસ મિનિટ ની વાર હતી . પણ આરવ ને દસ મિનિટ પણ દસ વર્ષો જેવી લાગતી હતી . ત્યાં એક કાર આવવાનો આવાજ આવ્યો . આરવ ને થયું કે પપ્પા ની કાર છે તો પપ્પા એકલા જ આવ્યા હશે . પણ કિર્તી બેન અને રાજેશ ભાઈ બન્ને જોડે ગાડી માંથી ઉતર્યા . આરવ ને ખૂબ ખુશી થઈ . કે મમ્મી-પપ્પા જોડે આવ્યા એ જોઈ ને . પણ ત્યાં જ બીજી કાર આવી . રાજેશ ભાઈ અને કિર્તી બેન ને થયું કે અત્યારે કોણ આવ્યું હશે . અક્ષય , જલ્પા અને પાંખી ગાડી માંથી બહાર આવ્યા . જોડે શુભમ અને શ્રેયા પણ હતા . કિર્તી બેન અને રાજેશ ભાઈ તો આ જોઈ ને ખૂબ જ ખુશ થયાં . કિર્તી બેન તો અક્ષય , શ્રેયા અને પાંખી ને ભેટી પડ્યા . રાજેશ ભાઈ પણ અક્ષય , પાંખી ને ભેટી પડ્યા . શુભમ સાથે શ્રેયા આવી એ રાજેશ ભાઈ ને ઓછું ગમ્યું . કિર્તી બેન અક્ષય નો કાન ખેંચી ને પૂછ્યું " કેમ કહ્યું નહીં કે અમે આવવાના છે એમ ? પાંખી એ કે જલ્પા એ તો કીધું જ નહીં હોય આવી રીતે સરપ્રાઈઝ આપવાનું . નક્કી આ તારો જ પ્લાન હશે . " " હા મમ્મી આ મારો જ પ્લાન છે પણ મેં આરુ ને કહ્યું હતું કે અમે આવવાના છીયે પણ મેં એને નાં પાડી હતી કે તમને ના કે " અક્ષય પોતાનો કાન છોડાવતા કહ્યું . " હા હો હોશિયારી " કિર્તી બેન એ એમના આલિશાન ઘર તરફ જોતા કહ્યું . " આ.... ઘર ની લાઈટ કેમ બંધ છે ..... આરુ ... ક...યા ....ગ...યો ...આ...રુ..... આ....રુ......" કિર્તી બેન હાફળાફાફળા થઈ ગયા . એ દોડી ને ઘર ની અંદર ગયા . રાજેશ ભાઈ ને પણ ચિંતા થઈ એ પણ દોડતા અંદર ગયા . અક્ષય , પાંખી, શુભમ , જલ્પા અને શ્રેયા પણ અંદર ગયા .

કિર્તી બેન અંદર જતા જ બોલવા લાગ્યા. " આરુ ......... આરુ ....... ક્યાં છે તું " જેવા બધા અંદર ગયા એટલે ઉપરથી ફૂલો અને ફુગ્ગા ની વર્ષા થઈ . અને બધી લાઈટસ ઉન થઈ . દીવાલ ઉપર બહુ જ બધા ફોટોઝ લગાવેલા હતા . ફુગ્ગા ઓથી લખેલું હતું . " Welcome , Akshu , pakh , shubhu and jal bhabhi " બધા આ વાંચીને ખૂબ જ હસ્યા . ત્યાં આરવ ખૂણામાં છુપાઈ ગયો હતો અને બહાર નીકળ્યો . એ બહાર આવ્યો ત્યાં એને ચક્કર આવ્યા હોય એવું લાગ્યું પણ એ દોડતો દોડતો બધા પાસે ગયો ત્યાં જ રસ્તા માં એ પડી ગયો . રાજેશ ભાઈ નું ધ્યાન આરવ પર જ હતું એમણે તરત જ જઈ ને આરવ ને પકડી લીધો. રાજેશ ભાઈ અને અક્ષય આરવ ને લઈ રાજેશ ભાઈ ના રુમમાં ગયાં .શુભમ ડોક્ટર ને બોલાવે છે .

શું આરવ ની જીંદગી માં એ છોકરી પાછી આવશે ?
શું આરવ ને એના પરિવારનો પ્રેમ મળશે ?
શું થયું હશે આરવને ?

આ બધું જાણવા વાંચતા રહો આરવ ની આસ્થા .....એક અદ્દભુત પ્રેમ કહાની .