ચા પ્રેમી Jay Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા પ્રેમી

કાલે એક મિત્રની સાથે એના માટે છોકરી જોવા જવાનું થયું. ભાઈ થોડાક નર્વસ એટલે મારે પણ સાથે જવું પડયું. પારિવારિક ફોર્માલિટી પતાવી અને બન્ને છોકરા છોકરી વાત કરવા માટે એકાંત સ્થળે ગયા, થોડીક વારમાં બન્ને પક્ષોની સહમતિથી ગઠબંધન કરવાનું નક્કી કર્યું(એટલે બન્ને જણાંને એકબીજા પસંદ આવ્યા) . છોકરીના માતા-પિતાની ઇચ્છા હતી કે દાદીમા બીમાર છે એટલે આજે જ ગોળ-ધાણા કરવામાં આવે એવી ઈચ્છા હતી. સામે પક્ષે મારા મિત્રનો પરિવાર પણ હરખઘેલો હતો એટલે ફરીથી બીજી ફોર્માલિટી શરૂ થઈ. એક પછી એક બધા લોકોએ છોકરી-છોકરા બન્નેને કંકુ-ચોખાથી ભરી મૂક્યા. અંદર મનમાં મારા મિત્ર માટે ખુશી અને દુઃખની મિશ્રિત લાગણી થતી હતી, આંખો દિવસ ત્યાં જ પસાર થઈ ગયો.
અનાયાસે રાત્રે જમવાનું પણ ત્યાંજ નક્કી થયું. સાંજના સમયે બન્ને છોકરા-છોકરી મંદિરે દર્શન કરવા માટે જાય એવું નક્કી થયું. મારા મિત્રએ મને એની સાથે લઈ જવા કહ્યું, હું તો કંટાળી ગયો હતો એટલે મને તો ભાવતું હતું ને વૈધે કહ્યું.
ડ્રાઇવર તરીકે જવાની મને પરવાનગી મળી, આમેય આપણી જિંદગી તો ડ્રાઇવર તરીકેની હતી. રસ્તામાં જેમ આગળ વધ્યા તેમ ચૂપકીદી સિવાય કશું હતું નહીં, આપણો ભાઈ શરમનું પુછડું એટલે કઈ બોલે નહીં. એ બન્ને વચ્ચે વાત થાય એટલે મેં વાત શરૂ કરી,
'ભાઈ - ભાભી કઈ ખાવું પીવું છે? "ત્યાં તો પેલીના ચહેરાના હાવભાવ બદલાય ગયા. " i mean તમે કઈ લેશો? ", મેં ઉમેર્યું. બન્નેએ ના પાડી એટલે હું આવું એમ કહી કારને એમના હવાલે સોંપીને ચા ની કીટલી સાઇડ આવ્યો જેથી બન્નેને કઈ વાત કરવાનો સમય મળે. મારે એક બિઝનેસ કોલ આવ્યો એમાં 30 min ક્યાં નીકળી ગઈ, એનો ખ્યાલ ના રહ્યો. એક ચાનો કપ લઈને હું પાછો વળતો હતો ત્યાં મેં સાંભળ્યું,પેલી મારા મિત્ર સાથે ઉગ્રતાથી વાત કરતી હતી,
" હું કેમ માનું કે તમારા જીવનમાં મારા પહેલા કોઈ નહોતું આવ્યું?" આ સાંભળતા મારાથી રહેવાનુ નહીં
" ઓ મેડમ, આજ દિવસ સુધી મારા ભાઈએ કોઈ છોકરીને તો દૂર પણ ચા સિવાય કોફીને પણ સ્પર્શ નથી કર્યો. ચાનો પ્યાલો હોય કે કોફીનો, આજ દિવસ સુધી અમારો પ્રેમ માત્રને માત્ર ચા માટે જ છે, અને તમે મારા મિત્રના ચા જેવા પવિત્ર ચારિત્ર્ય પર શંકા કરો છો?જ્યાં વિશ્વાસ નહોય ત્યાં કોઈ સંબંધ ટકતો નથી, તમે એક સંબંધની શરૂઆતમાં જ શંકા સાથે વિશ્વાસને તોડી રહ્યા છો. આવી રીતે તો તમારો સંબંધ કેમ ટકશે? " હું એકી શ્વાસે બોલી ગયો.
મારા મિત્રએ ઈશારેથી ચૂપ રહેવા કહ્યું એટલે હું કારમાં બેસી ગયો. તે બન્ને પણ થોડીક વારમાં કારમાં બેસી ગયા એટલે કારને મંદિર તરફ હંકારી. મંદિર સુધી કારમાં મૌન છવાયેલું રહ્યું. મંદિર આવ્યું એટલે એ બન્નેને મંદિરના મુખ્ય ગેટ પાસે ઉતારીને કાર પાર્કિંગ તરફ ચલાવી દીધી. આખો દિવસ આરામ થયો નહોતો એટલે કારમાં થોડીક ક્ષણ આરામ કરવાનું વિચાર્યું.
સાથે-સાથે એક વિચાર પણ આવ્યો કે 'મેં કઈ ખોટું તો નથી કર્યુંને? મારાથી વધારે તો નથી બોલાય ગયું ને?', માફી ના ભાવ સાથે મિત્રને માફી માંગતો મેસેજ સેન્ડ કર્યો, ત્યાં ફરીથી ફોન રણકી ઉઠયો એટલે ફરીથી હું બિઝનેસમાં ખોવાય ગયો. ત્યાં બન્ને ચાલતા-ચાલતા આવી ગયા. આશ્ચર્ય સાથે હું જોઈ રહ્યો કેમ કે મંદિરના ગેટથી 1km દૂર કાર હતી.
"ભાઈ ક્યારેક જોઈ પણ લે, કોનો કોલ waiting માં આવે છે." જોયું તો 7 મિસ કોલ આવ્યા હતા અને મારું ધ્યાન જ ના ગયું. મેં sorry કહ્યું અને કાર સ્ટાર્ટ કરી. 'it's OK, એ બહાને અહીંયાની પાણીપૂરી નો ટેસ્ટ માણી લીધો."
ઘર તરફ કાર ચાલવા લાગી, પણ મારા મનમાં હજુ પણ એજ વિચાર ચાલતો હતો, શું મારા લીધે મારા મિત્રનો શરૂ થતો સંબંધ તો અટકી નહીં જાય ને?, આ ઉપરાંત sorry કહેવું કે નહીં એ ગડમથલ ચાલતું હતું. ત્યાં ઘર આવી ગયું એટલે મારે sorry કહી દેવું જોઈએ એ યોગ્ય લાગ્યું.
" sorry, મેડમ" . મેં એટલું કહ્યું પણ તેમણે સાંભળ્યું ના હોય એમ કારમાંથી બહાર ઉતરી ગયા. મનોમન લાગ્યું કે આજે તો મિત્રનો લગભગ નક્કી લાગતો સંબધ મારા લીધે તૂટી ગયો એવું લાગ્યું. મારા ચહેરાની હસી ઉડી ગયેલી જોઈ મિત્રએ પૂછ્યું,
'શું થયું, કઈ નહીં. તું કહે કેવી રહી પહેલી મીટિંગ?' "રાજા કે રાંક?" મેં ઉમેર્યું. પાછળ થી પેલા મેડમનો અવાજ સંભળાયો, "ચા","અને આજથી મેડમ નહીં ભાભી કહેવું પડશે".વાતાવરણમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું.

- 🖊️ Jay Dave