Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

ઈશ્કની ચાહ, ગુનાની રાહ

- 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

કહાની અબ તક: સપના માધવી ને સમજાવવા માગે છે કે અમર તો એને બસ બેસ્ટ ફ્રેન્ડ માને છે, પણ અમર માટે માધવી કઈ પણ કરવા તૈયાર છે! અમર અને નરેશ સપના ને શોધે છે, અચાનક જ અમરને લાગે છે કે માધવી પણ તો ગાયબ છે, એ એના ઘરે જાય છે તો એના રૂમમાં વાંચે છે કે આઈ લવ યુ અમર! અમરને લાગવા લાગે છે કે હો ના હો, પણ આ બધાની પાછળ ખુદ માધવી જ છે! અમર એક વીડિયો વાઇરલ કરે છે, જેમાં ખુદ આઈ લવ યુ માધવી અને પ્લીઝ તું ગાર્ડનમાં આવી જા એવું કહે છે! ટીવીમાં એ જ વિડિયો જોતા સમયે માધવી સપના ને ચીડવે છે. નિયત સમય પર બંને મળે છે. અમર માધવીને કહે છે કે જો એ નહીં કહે કે સપના ક્યાં છે તો એ ખુદને બ્લેડ મારી દેશે!

હવે આગળ: "નો, પ્લીઝ! તું ખુદને કઈ ના કરતો પ્લીઝ!" માધવી રડી ગઈ.

"હેલો, સપનાંને એના ઘરે મૂકી દો!" માધવી એ કોલ પર એના માણસોને કહ્યું.

"અરે! વૉટ ધ હેલ!!!" માધવી ચિંતાતુર લાગતી હતી!

"શું થયું?!" અમરે પૂછ્યું.

"સપના ત્યાં નથી! કોઈ એ એણે ત્યાં થી કીડનેપ કરી લીધી!" માધવી બોલી.

તુરંત જ માધવીના ફોનbમાં કોલ આવ્યો - "તું અમર ની પાછળ, અમર સપના ની પાછળ અને હું તારી પાછળ! તુયે મને ચીટ કર્યુને હવે હું તારા જાન અમર ની જાનને મારી ને તારો બદલો લઈશ!" એ અવાજ નરેશ નો જ હતો!

આમ અચાનક જ પ્લાન બદલ્યો તો એ પણ ચૂપચાપ માધવીના રૂમ માં ગયો હતો અને એણે પણ બધું ખબર પડી ગઈ હતી!

"અરે નરેશ, મારા ભાઈ, માધવી ની ભૂલ ની સજા તું મને અને સપના ને કેમ આપે છે?! પ્લીઝ સમજ, હું તો માધવી ને જસ્ટ બેસ્ટી જ માનતો હતો! પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ!" અમર રીતસર કરગરતો હતો.

"વાત તો સાચી છે! તમારી તો કોઈ ભૂલ જ નથી! આઈ એમ સોરી ટુ સે બટ મને માધવી આપી દેવી પડશે!" નરેશ બોલ્યો.

"ઓકે, સ્યોર!" અમરે માધવી ને આંખ મારતા કહ્યું.

🔵🔵🔵🔵🔵

"થેંક્સ, અમર!" નરેશ ની જગ્યાએ ગયા તો નરેશ બોલ્યો.

"એકચ્યુઅલી, તો આ અમારો પ્લાન બી હતો!" નરેશ અને અમરે એક બીજા ને તાળી આપી. અમરે જ નરેશ ને માધવીના ઘર ની વિઝિટ કરવા કહેલું! જો માધવી સપના ને છોડવા તૈયાર ના થઈ તો નરેશે જ એણે ત્યાં થી લઈ આવવવી! અને બાકી નું પણ પ્લાન નો જ ભાગ હતો! ઈન ફેકટ, નરેશ તો માધવી ને બહુ જ ચાહતો હતો!

"ઓહ, અમર તુયે તો એક પ્લાન ફેલ થાય તો પ્લાન બી રેડી જ રાખ્યો હતો એમ!" સપના ને આશ્ચર્ય થયો.

"એ બધું તો ઠીક, પણ તમને કેવી રીતે ખબર પડી કે મેં સપનાં ને ક્યાં રાખી છે, એમ?!" માધવી એ પૂછ્યું.

"વેરી ગુડ કવેશ્ચન!" અમરે કહ્યું, "તુયે મને જે કોલ કરી ને કહ્યું ને કે તું અહીં આવું છું તો અમરે એ નંબર ટ્રેસ કરી લીધો અને સ્થાને પહોંચી ગયો! એની માટે અમે આપનો પોલીસ દોસ્ત પ્રયાગ ની પણ હેલ્પ લીધી!"

"વાઉ! વેરી ક્લેવર! નાઇસ પ્લાન!" માધવી બોલી.

"અરે જ્યારે લવ પર આવેને તો માણસ નું મગજ થ્રીજી નહિ ફૉરજી પણ નહિ ફાઇવજી ની સ્પીડ આપે છે!" અમરે કહ્યું તો સૌ હસવા લાગ્યા.

"લવ યુ, અમર!" સપના એ અમર ને કહ્યું.

"સોરી! વેરી સોરી!" માધવી બોલી એણે એના કર્યા નો પછતાવો હતો!

(સમાપ્ત)