ઉધાર લેણ દેણ - 7 Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઉધાર લેણ દેણ - 7

ભાગ ૭
અત્યાર સુધી આપડે જોયું હતું કે રામ એ શીલા અને ગિરીશ ને બઉ સારો જવાબ આપી દીધો હતો હવે આગળ જોઈએ શીલા અને ગિરીશ ને કેવી રીતે પોતા ની ભૂલ નો એહસાસ દેવડાવે છે મીરા અને રામ
શીલા અને ગિરીશ પછી ત્યાં થી જતા રહ્યા, તેઓ ગયા પછી મીરા એ રામ ને કહ્યું ,રામ તમે જે કહ્યું તેના થી તેમને દુઃખ તો નહિ લાગ્યું હોય ને તેના ઉત્તર માં રામ એ કહ્યું મીરા તું બહુ ભોળી છે ,તેમને કોઈ ફરક જ નહિ પડ્યો હોય જોજે કાલે તેઓ ના વ્યવહાર માં કોઈ ફરક નહિ પડ્યો હોય આમ વાત કરી બંને પતિ પત્ની સૂઈ ગયા, સવાર પડી રામ એ ઉઠી ને મીરા ને કહ્યું કે આજે તેને શું કરવા નું છે શીલા અને ગિરીશ ને પોતા ની ભૂલ ને સમજવા માં , રામ એ જે કહ્યું તે મીરા બરોબર સમજી ગઈ તેને આ કરવું થોડું કઠિન લાગ્યું હતું પણ જો તે બંને દંપતી ને પોતા ની ભૂલ સમજાવી હોય તો આ કરવું જ પડે એમ હતું.
પછી રામ નાહી ધોઈ ને ઓફિસ ગયો અને મીરા તેના ઘર કામ માં લાગી ગયી. મીરા એ કપડાં અને વાસણ ધોયા તે કરી ને તે નહાવા ગયી ,પછી નાહી ને તે થોડી વાર ટીવી જોવા બેસી ત્યાં તો શીલા પોતાનું કામ પતાવી ને મીરા ના ઘરે આવી ,તેને કહ્યું શું મીરા બહેન કામ પતી ગયું લાગે છે નઈ , મીરા એ કહ્યું હા હમણાં જ પતાવ્યું .રામ એ જે મીરા ને કહ્યું હતું કરવા નું તે મીરા એ હવે ચાલુ કર્યું.શીલા એ કહ્યું ચાલો મીરા બહેન એક એક કપ ચા થઇ જાય, મીરા એ કહ્યું હા ચાલો તમારા ઘરે, શીલા એ આશ્ચર્ય સાથે કહ્યું અમારા ઘરે કેમ ,મીરા કહે તમે જ હમણાં કહ્યું ને એક એક કપ ચા થઇ જાય તો હવે પીવડાવો ચા એટલે કહ્યું ચાલો તમારા ઘરે (બિચારી શીલા તેને લાગ્યું મીરા ચા પીવડાવશે😂, હવે શીલા ને ચા બનાવી પડતી હતી એટલે તેને શું કહ્યું જોવો)
અરે હું શું કહું છું મીરા બહેન આટલી ગરમી માં ચા કોણ પિશે રેહવા દયીએ હે, એક કામ કરીએ તમે લીંબુ શરબત બનાવો તે ઠંડુ રેહસે, મીરા એ કહ્યું લીંબુ તો મારે આજે જ ખતમ થઇ ગયા તમે એક કામ કરો તમે મને બે લીંબુ આપો હું મસ્ત લીંબુ શરબત બનાવું, એમાં શીલા કંજૂસ એ કહ્યું અરે મીરા બહેન લીંબુ તો મારે પણ ઘર માં નથી આજે લેવા પડશે ,રામ ભાઈ ને કહેજો ને આવતા લેતા આવે. મીરા એ કહ્યું પણ કાલે જ મે જોયું હતું ગિરીશ ભાઈ ને લીંબુ લઈ આવતા હવે એટલા બધા લીંબુ એક દિવસ માં તો ખતમ નહિ થયી ગયા હોય ને (શીલા ને આ લીંબુ નું બહાનું ભારી પડ્યું પોતાના ઉપર જ😂 એટલે કેહવાય ક્યારેય જૂઠું નહિ બોલવું)
શીલા ને વિચાર કરવો પડ્યો હવે શું કેહવુ એમ તેણે કહ્યું અરે હા નઈ હું તો ભૂલી જ ગઈ હતી ઘરે લીંબુ તો છે ,તો મીરા કહે લેતા આવો તો પછી બે ,એમાં શીલા એ કહ્યું અરે હું શું કહું છું અત્યારે લીંબુ શરબત રેહવાં દયિયે આમે હવે જમવા નો સમય તો થઈ જ ગયો છે હવે રસોઈ કરી નાખીએ ચાલો હું જાઉં, મીરા એ કહ્યું સારું સારું.મીરા પેહલી વાર આટલું બધું બોલી હતી અને શીલા જાય એની પેહલા તો મીરા એ કહ્યું અરે શીલા બહેન મારે હમણાં રસોઈ કરવી છે પણ શાક માં નાખવા ગરમ મસાલો નથી તો આપજો ને મને, શીલા ને આ માગ્યું એ સારું ના લાગ્યું તો પણ તેને કહ્યું હા હું આપું હમણાં.
શીલા ઘરે ગયી અને ખાલી ચપટી જેટલો ગરમ મસાલો આપી આયી અને કહ્યું મારે પણ ખતમ થવા જ આવ્યો છે એટલે આટલો જ છે , મીરા એ કહ્યું ચાલશે આટલો તો. મીરા ની પાસે ગરમ મસાલા ના કેટલાય પેકેટ હતા પણ તે શીલા ને એ સમજાવા માંગતી હતી કે કોઈ ના ઘરે વધાર પડતું માંગીએ તો કેવું લાગે આ બધું મીરા રામ ના કેહવા ઉપર કરતી હતી. અને મીરા એ તો પેહલા જ શાક બનાવી નાખ્યું હતું રામ ને ટિફિન આપવા નું હતું માટે. આમ નમ સાંજ પડી આજે શીલા હજી સુધી મીરા પાસે આવી નહિ નહિ તો રોજ સાંજે આવી જાય પણ આજે તેને ડર હતો કે મીરા પાછું કઈક માંગી લેશે તો.આજે મીરા સામે થી ગયી શીલા ના ઘરે, તેને ડોર બેલ વગાડી શીલા એ દરવાજો ખોલ્યો તેને જોયું મીરા છે , તેણે હિચ કિચાતા અવાજ માં કહ્યું અરે મીરા બહેન તમે, મીરા એ કહ્યું હા ફ્રી પડી હતી તો મને થયું બેસી આવું તમારા ઘરે કેમ તમને ના ગમ્યું ? શીલા એ કહ્યું અરે ના ના એવું કઈ નથી આવો ને . મીરા ઘર માં ગઈ અને બેઠી, ઘર સાવ ખરાબ પડ્યું હતું કચરો ના કાઢ્યો હોય એવું લાગ્યું. શીલા તેની સાડી ઓ સંકેલી ને મૂકતી હતી , એમાં મીરા એ કહ્યું અરે વાહ શીલા બહેન આ સાડી તો મસ્ત છે કેહવુ તો ના જોઈએ પણ મારે કાલે મારા માયકે જવા નું છે તો હું તમારી આ સાડી પેહરી સકુ, શીલા બહેન નું તો મોઢું જોવા જેવું હતું જ્યારે મીરા એ સાડી માંગી. શીલા કહે આ એટલી ખાસ નથી તમને સારી નહિ લાગે
મીરા એ કહ્યું અરે આ મસ્ત છે બહુ જ ,શીલા ને પોતા ની સાડી આપવા નું જરાય મન નહતું તો એ હા પાડવી પડી હવે તેને પોતા ની ભૂલ સમજાતી હતી કે કોઈ વધાર પડતું માંગે તો કેવું લાગે , તેને મીરા ને કહ્યું મીરા બહેન મને માફ કરજો મે તમારો પ્રિય મોતી નો હાર તોડી નાખ્યો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ,અને મારો આ વસ્તુઓ માં લોભ કરવો પણ ઠીક નહતો . મીરા એ કહ્યું કઈ વાંધો નહિ શીલા બહેન તમને તમારી આ ભૂલ સમજાઈ એ જ બહુ છે . શીલા એ કહ્યું અને તમે આ મારી સાડી લઈ જાઓ તમને સારી લાગશે , મીરા કહે અરે ના ના તમને તો ખબર છે ને હું ડ્રેસ જ પેહરુ છું ચાલો હવે હું જાઉં છુ ,શીલા કહે સારું રાત્રે બેસવા આવજો તમે અને રામ ભાઈ ,મીરા એ કહ્યું હા પાક્કું
આવી રીતે શીલા ને તેની ભૂલ સમજાઈ હવે બંને પડોસી ખુશી ખુશી રેહવા લાગ્યા , આ વાર્તા પર થી એ સમજ પડે છે કે ક્યારેય વધાર પડતું કોઈ ના જોડે માંગવા નું નહિ જે હોય એના થી કામ ચલાવું જોઈએ બધા ને .

આ વાર્તા કેવી લાગી એ કહેજો હું મળીશ તમને મારી બીજી નવી વાર્તા માં😊

રેટ કરો અને રિવ્યુ આપો

Larry Patel

Larry Patel 7 માસ પહેલા

Vipul

Vipul 10 માસ પહેલા

Tv Bhavsar

Tv Bhavsar 10 માસ પહેલા

શેયર કરો