હુ અને તુ - ભાગ 1 Vvidhi Gosalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

હુ અને તુ - ભાગ 1

પાર્ટ 1-

 પહેલી મુલાકાત – પહેલો ઈઝહાર

 

ઈશાની- હા, મમ્મી આવુ છુ. તુ શુ કામ બધુ કામ ઉતાવળથી કરતી હોય છે, હુ કરીશ ને બધા કામ...

(અટલુ કહીને જલ્દી જલ્દી તૈયાર થઈને ઈશાની એની મમ્મી પાસે કિચનમાં જાય છે.)

મમ્મી- તુ તો બધુ કામ કરી જ લેશે, એ મને ખબર જ છે. પણ મારે તારી પાસે કામ નથી કરાવુ...

ઈશાની- હૈ.... કેમ વળી?

મમ્મી- કેમ શું.. થોડા દિવસમાં તારા લગ્ન થઈ જશે, પછી તુ સાસરે જશે. મારી પાસે તો હવે ગણત્રીના દિવસ જ રહેશે ને તુ. તો પછી હુ મારા શ્રવણ પાસે કામ શું કામ કરાવું... અત્યારે કરીલે જેટલો આરામ કરવો હોય એટલો, પછી તો આખી જીંદગી કામ જ કરવાનું છે.

ઈશાની- વેલ, એ વાત તો સાચી જ છે, શ્રવણ તો હુ જ છુ.

મમ્મી- ચલ હવે હુ ઓફિસ જવા નીકળુ છુ. જમી લેજે.

ઈશાની- હા મમ્મી.

(ઈશાની ના ફોન પર એની ફ્રેન્ડનો કોલ આવે છે.)

નોમા- અરે શું કરે છે, ક્યા ગાયબ છે મેડમ?

ઈશાની- હુ ક્યા ગાયબ છુ, અહીંયા તો છુ.

નોમા- અચ્છા, વેકેશનમાં આટલી વાર કોલેજના ગ્રુપ સાથે બહાર જવાનુ પ્લેન થયુ, તુ એક પણ વાર નથી આવી, મુવી જોવા ગયા હતા એમા પણ તારા નાટક હતા, પીકનીક ના મેટર પર તો મારે કઈજ બોલવુ નથી, ઓલમોસ્ટ આખી કોલેજ ગઈ હતી પણ તમે તો બોહ મોહંગા ને એટલે તમે અમારી જોડે ન આવો...

ઈશાની- એક મીનિટ... મારી વાત તો સાંભળ... મારા ક્યાં કોઈ નાટક હોય છે, મને તો મારા દરેક ફ્રેન્ડ સાથે મળવુ કેટલુ ગમે છે, યુ નો ધેટ. પણ તમે લોકો લેટ નાઈટ મળતા હોવ છો અને તને ખબર છે હુ લેટ સુધી બહાર હોવ તો મારા મમ્મી-પપ્પા કેટલુ ટેન્શન લેતા હોય છે. મારે એ લોકોનો સ્ટ્રેસ વધારી ને કોઈ જલશા નથી કરવા. અને...

નોમા- તુ તો એવી રીતે વાત કરે છે જેમ કે અમારા મા-બાપને અમારી પડી જ ન હોય ને.... તુ કઈ દુનિયા માં એકમાત્ર છોકરી થોડી છે જે એના ફ્રેન્ડસ સાથે ફરવા જતી હોય....

ઈશાની- દુનિયામાં એકમાત્ર નથી પણ મારા પેરેન્ટસ માટે તો એકમાત્ર જ છુ ને. અને સાંભળ તને તો ખબર છે ને હુ કઈ 1970ની નથી પણ આઈ લાઈક ટુ એનજોઈ ઈન અ વેય જેમા મારા પેરેન્ટસને કોઈ પ્રોબલેમ ન હોય.

નોમા- તારી સામે દલીલમાં આજ સુધી કોઈ જીતી શક્યુ છે..

એટલે જ કહુ છુ વકીલ બની જા, કમસેકમ આ નમળાજીક ના પૈસા તો મળશે..

ઈશાની- તે આ ટોન્ટ મારવા ફોન કર્યો હતો....?

નોમા- કાશ એવુ કરી શકતે. બટ આઈ નો તુ તારા પેરેન્ટસથી કેટલી અટેચડ છે, એટલે તારી દરેક વાત માં, કોઈ પણ કામ કરવા પહેલાં તુ એમનો વિચાર કરે ધેટ ઈઝ એબસલ્યુટલી ફાઈન. બસ મારે એટલુ જ કહેવુ છે કે તુ તારી લાઈફ પણ એનજોઈ કર. અને હા મેન વાત કાલે કોલેજમાં સુટ એનડ સારી ડે છે, તુ આવવાની છે ને...

ઈશાની- યેસ મેડમ. તારો આટલો ગુસ્સો સહન કરીને મજાલ છે મારી કે હુ ના પાડુ.

નોમા- થેન્ક ગોડ. તે નક્કી કર્યુ છે તુ કઈ સારી પહેરીશ?

ઈશાની- ના રે. હવે વિચારુ છુ કઈ પહેરુ...

નોમા- તુ કોઈ પણ સારી પહેર, તમે તો હિરોઈન જ લાગશો, વિચારવું તો અમારા જેવા લોકોએ પડે.

ઈશાની- બોલ્યા મિસ. યુનિવર્સ..

નોમા- શું કામ મજાક ઉડાવે છે... મિસ. યુનિવર્સ હોત તો કેટલા છોકરાઓ ભાવ આપતે.... અમને ક્યાં કોઈ ભાવ આપે જ છે, કોલેજ ના સેકેન્ડ યરમાં છીએ તો પણ કોઈ મળ્યુ નથી...

ઈશાની- ભગવાનથી થોડુ ડર... આટલુ જુઠ્ઠૂ નહીં બોલ, તને ભાવ નથી મળતો તો કોને મળે છે..?

નોમા- એ તો કાલે જ ખબર પળશે.

ઈશાની- શું... શું....

નોમા- કઈ નહીં.....

ઈશાની- શું....

નોમા- અરે તને ચીડાવતી હતી... ચલ મળ્યે કાલે...

ઈશાની- હમમમ... ઓકે... બાય..

(બીજા દિવસે સવારે)

ઈશાની- હલો... ક્યાં છે, કેટલી વાર લાગશે. હુ પોહચી ગઈ કોલેજ.

નોમા- અરે અમે બધા ફોટો પડાવ્યે છીએ, દાદર પાસે આવી જા.

ઈશાની- ફોટો મારા વગર.... વાત છે તારી...

(ઈશાની દાદર પાસે પહોચે છે.)

આખુ ગ્રુપ એક સાથે- ઓહ માય ગોડ... મોટા વ્યક્તિ આવ્યા.... વાહ... વાહ... વાહ...

ઈશાની- શું યાર તમે લોકો પણ.... શું આવુ કરો છો મારી સાથે....

અભિ- તુ પણ તો અમારી સાથે આવું કરે છે, અમારી સાથે ક્યાય આવતી નથી, ગાયબ રહે છે...

ઈશાની- અભિ...

અભિ- બસ, તુ એટલી સ્વીટલી બોલેને કે તારી પર 2 મીનિટથી વધારે ગુસ્સો કરવુ શક્ય જ નથી...

ઈશાની- પણ હુ ગુસ્સે છુ. મારા વગર તમે બધાએ ફોટો સેશન શરૂ કરી દીધુ. નોટ ફેર.

રજત- ના, મે કોઈને ફોટો લેવાજ નથી દીધા. તારા વગર તો ફોટો કઈ રીતે લઈ શકાય...

ઈશાની- વાહ વાહ.... થેન્ક યુ... મને ખબર જ હતી મારા વગર તમે બધા ફોટો ક્લિક કરશો નહીં.

અભિ- અમે તો લેવાના હતા, આ રજત ચાપલાએ લેવા ન દીધા.

(બધા ગ્રુપ પીચર ક્લિક કરે છે.)

(આખુ ગ્રુપ કેન્ટિનમાં બેઠુ છે.)

અભિ- ઈશાની ધણી વાર તારી પર ગુ્સ્સો આવે છે, તુ કેમ આટલી બીઝી રહે છે કે રેરલી જ અમારી સાથે બહાર આવે છે. તુ આખા ગ્રુપની લાડલી છે, તારા વગર મજા નો આવે હ...

ઈશાની- સોરી યાર, બટ તમને બધાને ખબર છે ને લેટ નાઈટ હુ બહાર નથી આવતી.

રજત- ચલો ફ્રેન્ડસ હુ નીકળુ છુ. ઘરે જવાનુ છે.

ઈશાની- એ રજત, કેટલા દિવસ પછી હુ આવી છુ, એમા તો હજી તારી સાથે વાત પણ નથી કરી અને તુ નીકળે છે. ના, નથી જવાનુ.

રજત- પ્લીઝ, મારે જવું પડશે.

ઈશાની- આવુ કરે બેસ્ટ ફ્રેન્ડ થઈને... શું યાર. તુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી જ વાત નથી માન્તો.. નથી જવાનું, બેસીજા ચૂપચાપ.

રજત- ઈશાની, બસ. મારે જવાનું છે. લેટ મી ગો. એક વાર કીધુ ને. સમજને એકવાર માં. 5 વર્ષની કીકલી થોડી છે કે એક વારમા સમજ ન પડે...

(ઈશાની ચૂપ થઈ જાય છે. અને રજત ઘરે જવા નીકળી જાય છે.)

નોમા- ઈશુ, તારી સારી તો સીરિયસલી બોહ જ મસ્ત છે, ક્યાંથી લીધી?

ઈશાની- ટોપીક ચેન્જ કરવાની કોશિશ કરે છે?

નોમા- અરે ના યા..

ઈશાની- મારે ઘણાં ટાઈમથી આ વાત પૂછવી હતી. રજત મારો બેસ્ટ ફ્રેન્ડ છે, ઈનફેક્ટ આ આખા ગ્રુપમાં મારો ફર્સટ ફ્રેન્ડ છે. પણ છેલ્લા કેટલાક મહીનાથી એનુ બિહેવ્યર મારા તરફ ચેન્જ થઈ ગયું છે, ક્યારેક એકદમ પહેલાની જેમ નોર્મલ બિહેવ કરે છે અને ક્યારેક એકદમ જ વિયર્ડ.

અભિ- તુ ખાલીખાલી આટલુ વિચારે છે...

ઈશાની- અચ્છા. તમે બધા મને સાચુ બોલો, તમને કોઈને મારા પ્રત્યે આ ચેન્જ નથી દેખાતો...

નોમા- દેખાય છે. પણ તુ ટેનશન નહીં લે. હશે કઈ એનો પર્સનલ મેટેર. કોઈ બીજાનો ગુસ્સો તારી પર નીકળી ગયો હશે.

ઈશાની- હું ખાલી આજની જ વાત નથી કરતી. છેલ્લા 3 મહીના ની વાત કરુ છુ. એવું નથી કે મે એને પૂછવાની ટ્રાય નથી કરી. મેસેજ કર્યો છે, વાક ન ખબર હોવા છતા સોરી પણ કીધુ છે એ પણ એકવાર નહીં, ઘણી બધી વાર. પણ એ કઈ બોલતો જ નથી કે પ્રોબ્લેમ શું છે...

અભિ- તુ ખાલીખાલી આટલુ વિચારે છે...

ઈશાની- શું તુ એકનો એક ડાઈલોગ બોલે છે.. કેમ નો વિચારુ..?  હી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ યાર.. લાઈફમાં પહેલી વાર કોઈને બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યો છે. અને હવે ફોર નો રીઝન એ મારી સાથે આવુ બિહેવ કરે છે... શું કરુ?

નોરા- અરે આખમાં આશું શું કામ ઈશુ... ડોન્ટ વરી, આપણે વાત કરશું રજત સાથે... ચીલ કર... ડોન્ટ વરી... કેટલી ઈમોશન્લ છે આ છોકરી.

(બીજા દિવસે આખુ ગ્રુપ કેન્ટીનમાં વાત કરતા હોય છે.)

અભિ (ધીમા અવાજમાં)- ધીઝ ઈઝ બેડ આઈડીયા. ઈશાની ક્યારેય નહીં માને અને જો એને આ વાતનુ ખરાબ લાગશે તો એ લોકોની જે ફ્રેન્ડશીપ છે એ પણ નહીં રહેશે... જસ્ટ થીંન્ક...

નોરા- ગાયઝઝ... ઈશાની ઓપન માઈન્ડેડ છે, આઈ ડોન્ટ થીંન્ક એ જરાક પણ માઈન્ડ કરશે. એ અન્ડરસ્ટેન્ડ કરશે.

રજત- જસ્ટ સ્ટોપ ઈટ યાર. તમે લોકો મને હેલ્પ કરો છો કે વધારે કન્ફ્યુઝ કરો છો... હેલ્પ કરો નહીં તો બધા ચૂપ થઈ જાવ. આઈ નીડ સોલ્યૂશન. મારી કન્ફ્યુઝન ના લીધે હુ ઈશાની ને હર્ટ કરી રહ્યો છુ... પણ...

(ઈશાની આવે છે.)

ઈશાની- પણ શું રજત?

(બધા એકબીજાને જોવા લાગે છે.)

બોલ ને રજત... કેમ ચૂપ થઈ ગયો... મારે જાણવું છે, એવી તો મારાથી શું ભૂલ થઈ ગઈ કે મારો બેસ્ટ ફ્રેન્ડ મારી સાથે આટલુ રૂડ બિહેવ કરે છે?

રજત- ઈશાની... મારે તારી સાથે વાત કરવી છે પણ હમણાં નહીં આપણે પછી વાત કરશું... મારે જવાનુ છે, પછી મળયે. બાઈ એવરીવન.

ઈશાની- ના, રજત. આજે મારે વાત કરવી જ છે. ઈનફેક્ટ હમણાં જ વાત કરવી છે. રજત પ્લીઝ, બોલને શું થયું છે?

 રજત- ઈશાની આપણે પછી વાત કરશું, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ઈશાની પ્લીઝ.

ઈશાની- પછી ક્યારે? મને હજી વધારે હર્ટ કરે પછી... રજત આઈ વોન્ટ ટુ ટોક નાવ..

રજત- ઈશાની ડોન્ટ ક્રિએટ સિન. તને કીધૂ તો ખરી આપણે પછી વાત કરશું ને. તને કોઈ વાત એકવારમાં સમજ કેમ નથી પડતી?

ઈશાની- ના, નથી સમજ પડતી મને. નથી સમજ પડતી કે જે વ્યક્તિ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ મારી સાથે એક અજાણ્યાની જેમ વાત કેમ કરે છે, એવો બેસ્ટ ફ્રેન્ડ જે ફકત મારો ચહેરો જોઈને મારા મનની વાત સમજી જતો એ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. નથી સમજ પડતી કે મારા સાથે સતત ચેટ કરતો વ્યક્તિ આજે મને સતત ઈગનોર કેમ કરે છે. નથી સમજ પડતી કે...

રજત- આઈ એમ સોરી ઈશુ, પ્લીઝ તુ રડ નહીં. મારે તને હર્ટ નહીં કરવું હતુ, પણ...

ઈશાની- પણ શું? હર્ટ કરવુ નહીં હતુ પણ કરી તો દીધુ ને. રજત આઈ એમ સોરી પણ પ્લીઝ લીવ મી અલોન. મારે હમણાં કોઈ જ વાત નથી કરવી.

(ઈશાની ત્યાંથી જતી રહે છે, અને રજત પણ એની પાછળ પાછળ જાય છે. ઈશાની ક્લાસમાં જઈને બેસી જાય છે, લેકચર શરૂ થવામાં વાર હોય છે એટલે ક્લાસ ખાલી છે. રજત એની બાજૂમાં બેસે છે.)

 

રજત- સોરી ઈશુ. મારી ભૂલ છે, મારે તને પહેલા જ કહી દેવુ હતુ પણ શું કરુ..

ઈશાની- રજત, મારે હમણાં કોઈ જ વાત નથી કરવી, પ્લીઝ.

રજત- ઈશુ, પ્લીઝ મારે વાત કરવી છે, મુશ્કેલથી હિંમ્મત મળી છે વાત કરવાની.

ઈશાની- એવુ તો શું છે કે તારે મને વાચ કરવા માટે હિંમ્મત ભેગી કરવી પડે?

રજત- ઈશાની આઈ લવ યુ.

ઈશાની- રજત...

રજત- ઈશાની, મને તારી પાસે કોઈ જવાબ નથી જોતો, બસ મારે મારા દિલની વાત તને કહેવી હતી.

ઈશાની- અ... અ... રજત..

રજત- મારે આ બધી વાત તારી સાથે એકલામાં કરવી હતી, એક પ્રોપર વે માં. આવી રીતે તને રડાવીને નહીં. સોરી ઈશુ.

અને મારી ઘણુ બધુ કહેવુ છે પણ હંમેશાં...

(એટલામાં જ બેલ વાગે છે અને ઈશાની કઈ બોલે એ પહેલાં રજત ક્લાસ માથી નીકળી જાય છે. ઈશાની નીકળે એ પહેલાં ક્લાસમાં ટીચર આવી જાય છે.)

(ક્લાસ પતે છે અને ઈશાની તરત જ રજતને શોધતી શોધતી કેન્ટીનમાં પહોચે છે.)

ઈશાની- રજત, તુ કેમ ક્લાસ માંથી નીકળી ગયો? અને મને કીધા વગર કેન્ટીનમાં આવી ગયો.

રજત- ઈશુ, મારે જે કહેવું છે એ આ લેટરમાં લખ્યુ છે, થોડુક ઓલ્ડ સ્કૂલ છે આ ઈડિયા પણ આઈ થીંન્ક ધીઝ ઈઝ ધ બેસ્ટ વે. બાય.

ઈશાની- રજત પણ મારી વાત તો સાંભળ, મારો જવાબ તો સાંભળ, રજત...

(એટલી વારમાં રજત નીકળી જાય છે અને બંનેની વાત અધૂરી રહીં જાય છે.)

(ટૂ બી કન્ટીન્યૂડ ઈન પાર્ટ 2)