સાપુતારાની મુલાકાતે - 2 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

શ્રેણી
શેયર કરો

સાપુતારાની મુલાકાતે - 2

સાપુતારાની મુલાકાતે ભાગ-૨................

સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. હવે આગળ........................

સાપુતારા તળાવ એ આ વિસ્તારનું સૌથી પ્રખ્યાત પિકનિક સ્ટોપ માનવામાં આવે છે. સાપુતારા તળાવ મુખ્ય શહેર હિલ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે. આ તળાવ સંદર લીલાછમ પર્વોથી ઘેરાયેલું છે. જે તેને ખૂબ જ મનોહર બનાવે છે. તેની આસપાસ દુકાનો, ખાણીપીણી અને શોપીંગ સેન્ટરો વધુ પ્રમાણમાં છે. ત્યાં તમને મેગી અને મકાઇ બહુ જ જોવા મળશે.   

સાપુતારા લેક પહોંચતા ત્યાં એક નાની ટ્રેન આવે છે. તેમાં મોટા અને નાના બધા બેસીને જઇ શકે છે. એ તમને સાપુતારા તળાવની આસપાસના ગોળ વિસ્તારમાં ફેરવશે. આથી તમને બીજે કયાં ફરવું જવું તેનો ખ્યાલ આવશે. ટ્રેનનું ભાડું રૂા.૫૦/- છે. એ પણ નાના હોય કે મોટા બધા માટે એકજ સરખું ભાડું. મજા આવશે તમને તેની સફરમાં. ટ્રેનમાં બેસીને અમે સાપુતારા તળાવની ફરતે જવા લાગ્યા. 

એ પછી અમે બોટની મજા માણવા નીકળી પડયા. જયારે અમે ત્યાં ગયા ત્યાર[ વરસાદ ચાલુ થઇ ગયું હતો. પણ ચિંતાની જરૂર નથી. આજુબાજુ દુકાનોમાં તમને નાની-મોટી છત્રીઓ તમને જોઇએ એ રીતની મળી જશે. અમે ત્યાં દુકાનમાં ૩૫૦/- ની મોટી છત્રી જે અલગ-અલગ રંગની આવે છે તે લીધી. આથી જો વરસાદની ઋતુમાં ગયા હોવ તો છત્રી અવશ્ય લઇને જવું. બોટમાં બેસવા માટે ટીકીટ બારીએ અમે ટીકીટ લેવા ઉભા રહ્યા. ત્યાં ટીકીટના રૂા.૫૦/- હતા. અહી પણ સરખું જ નાના હોય કે મોટા. બોટની સવારીમાં અમને બહુ મજા આવી. અમે બોટમાં છત્રી પકડીને મજા લઇ રહ્યા હતા. અમારી જેમ બીજા પણ આ રીતે જ છત્રી પકડીને બેઠા હતા. કેમ કે વરસાદ હતો. પછી થોડા સમય બાદ વરસાદ ઓછો થઇ ગયો. એ પછી તળાવની આસપાસ અમે ગરમા-ગરમ મેગી અને મકાઇની મોજ માણી. એ પછી અમે તળાવની આજુબાજુ લટાર મારવા ચાલી નીકળ્યા.   

સાંજે પછી અમે અમારી હોટલમાં પાછા વળ્યા. હોટલમાં સરસ જમવાની વ્યવસ્થા હતી. બાળકો પણ જમવાનો આનંદ ઉઠાવી શકે એટલે એ પ્રમાણે પણ અમુક વાનગીઓ હોટલ તરફથી સમાવેશ કર્યો હતો. રાત્રે પછી અમે ત્યાં આજુબાજુ આંટો મારીને પછી સવારે કયા જવું તેની ચર્ચામાં લાગી ગયા. સવારે અમે સનસેટ પોઇન્ટ જવાનું નકકી કર્યુ.

બીજા દિવસે સવારે અમે પાંચ વાગ્યે ઉઠી તો ગયા પણ વરસાદ ચાલુ હોવાને કારણે થોડા મોડા સનસેટ પોઇન્ટ જોવા નીકળ્યા. આમ તો સવારે વહેલા જાઓ તો બહુ સારું વાતાવરણ હોય. ત્યાં ઉપર સનસેટ જવા માટેનો રસ્તો તો બહુ વળાંકવાળો છે. તમે ઇચ્છો તો સનસેટ પોઇન્ટ અને ટેબલ પોઇન્ટ જવા માટે વાહન કરાવી શકો. તેના લગભગ બંને જગ્યાએ જવાના રૂા.૧૦૦૦-/- ચાર્જ લે છે. પછી તેમાં કોઇ સમયનો બાધ હોતો નથી. અમે પણ વાહન કરીને જ ગયા. ઉપર ગયા પછી વાતાવરણ તો એટલું સરસ કે આપણને બસ દોડવાનું જ મન થઇ જાય. આજુબાજુ પહાડો, સાપુતારાનો આખો નજારો તમને ત્યાં ઉપરથી જોવા મળે. ઘણા લોકો ટ્રેકીંગ પણ કરતાં હતા. પણ અમે ત્યાં ગયા ન હતા. કેમ કે સાથે બાળકો હતા. પ્રકૃતિ પ્રેમીઓને તો આ ટ્રેકીંગ ગમશે જ. ઉપર ફૂલોથી સજાયેલી સાયકલો અને બાળકોને બેસવા માટેની નાની અલગ-અલગ પ્રકારની ગાડીઓ પણ હતી. અમે સાયકલની મજા માણી હતી. ગોળ ફરતે સાયકલ ચલાવાની બહુ મજા આવી અને પાછો સરસ મજાનો પવન વાય. અહીં સાયકલના રૂા.૧૦૦/- ચાર્જ વસુલવામાં આવે છે. અહી પણ નીચે સાપુતારા લેકની જેમ મકાઇ-મેગીની મજા માણી શકો છો. હવે તો ઠેર-ઠેર ફોટોગ્રાફર ઉપલબ્ધ હોય છે આથી તમે તમારા સુંદર ફોટો પણ પડાવી શકો છો. એ પછી અમે ટેબલ પોઇન્ટ ફરવા જવાનું વિચાર્યુ.

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)

-       પાયલ ચાવડા પાલોદરા