ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 2


કહાની અબ તક: ગરિમા અને રંગીત થોડા સમય માટે દૂર જાય છે તો એમની સાથે જ રહેતી નેહા કહે છે કે એને તો ગમતું જ નહોતું! ત્રણેય રાત્રે ધાબા પર હોય છે. ખુલ્લા ધાબા પર થી આખાશ બહુ જ મસ્ત તારાઓથી ભરેલું લાગે છે. મનુષ્ય નું દિલ પણ તો એવી જ રીતે અસંખ્ય લાગણીઓ ને ધારણ કરનાર જ હોય છે ને! ગરિમા મજાક કરે છે કે એના ભાઈ રંગિત ને તો ત્યાં કોઈ છોકરી ગમી ગઈ હોય છે, રંગીત ગભરાઈ જાય છે. પણ નેહા ને તો એની પર વિશ્વાસ હોય છે. ખબર નહિ પણ કેમ રંગીત ખુશ થઈ જાય છે, એને નેહાના નારાજ થવાનો ભય હોય છે અથવા તો પોતાના પર નેહાના વિશ્વાસ હોવાના પર એ ખુશ થઈ જાય છે!

હવે આગળ: દરરોજ સાંજે તો એમનું આમ ધાબે બેસવાનું ફિક્સ હતું જ પણ બપોરે જ્યારે બન્ને ઘરનાં લોકો ઊંઘી જાય ત્યારે રંગિત અને નેહા ચૂપચાપ ધાબે આવી જતાં હતાં.

નેહા રંગિતની એક એક વાતથી એને થોડો વધારેને વધારે જ પ્યાર કરવા લાગી હતી. જ્યારે ગરિમા અને રંગિત એમની ફેમિલી સાથે એમના ગામડે ચાલ્યાં ગયાં હતાં ત્યારે નેહાને બિલકુલ નહોતું ગમતું!

આજે જ્યારે બન્ને રાત્રે મળ્યાં તો નેહા એ એ કહી જ દીધું જે એ મહેસૂસ કરતી હતી.

🔵🔵🔵🔵🔵

"રંગિત, આઇ લવ યુ!" નેહા એ સીધું જ કહી દીધું હતું!

રંગિતનું મોં શરમને લીધે લાલ થઈ ગયું હતું. એને આ બધી બાબતોમાં બહુ જ ડર લાગતો હતો.

"શું યાર, તું પણ..." નેહા એ એક નિશ્વાસ નાંખ્યો.

"જો, તું સમજી જા... આપણે બન્ને બહુ જ જુદા છીએ..." રંગિત એને કંઈક કહેવા માંગતો હતો.

"એક વાત નો જવાબ આપ તો..." નેહા એ એક અલગ જ વાત શુરૂ કરી તો રંગિત થોડો સમય શાંત થઈ ગયો.

"શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!" નેહા બોલી.

"હા..." એક ઊંડા શ્વાસ બાદ આખરે રંગિતે કહી જ દીધું.

"બસ તો યાર, કેમ તું બીજા બીજા લોકોની વાત કરે છે?!" નેહા એ કહ્યું.

"લિસન મિસ્ટર, હું તને પ્યાર કરું છું, તું મને પ્યાર કરે છે... બસ આનાથી વધારે બીજું શું જોઈએ!" નેહા એ કહી જ દીધું.

"હા બાબા, બટ યાર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા એ એના હોઠ પર આંગળી મૂકી દીધી.

"હું ભાઈ સાથે વાત કરીશ... તું કઈ જ ના કર..." નેહા એ કહ્યું.

"જો મને બહુ જ ડર લાગે છે..." રંગીતે ગભરાયેલ અવાજમાં કહ્યું.

ધાબા પર મસ્ત પવન આવી રહ્યો હતો. આકાશમાં અસંખ્ય તારાઓ એક અલગ જ વાતાવરણ ઊભું કરી રહ્યાં હતાં. પ્યારનું આકાશ, પ્યારનો આભ પણ તો આવો જ કંઇક હોય છે.. અસંખ્ય ભાવનાઓ પણ તો એમાં આવી જ રીતે તારલાઓની જેમ ચમકતી હોય છે ને!

"શું વાત કરીશ તું તારા ભાઈ સાથે?! એ તો મને મારવા આવશે..." કોઈ નાના છોકરાની જેમ રંગિત ડરી રહ્યો હતો.

"તું જરાય ચિંતા ના કર... તારી વાત ગરિમા ઘરમાં કહેશે અને હું મારા ભાઈને બરાબર જાણું છું... એ મારી ખુશી માટે કઈ પણ કરે એવા છે... એ આપણા લગ્ન જરૂર કરાવી દેશે..." નેહા એ એટલા વિશ્વાસ થી કહ્યું કે રંગિતનો ડર સાવ ગાયબ જ થઈ ગયો.

"થેંકસ... જો તેં મને ના કહ્યું હોત તો હું તો ક્યારેય હિંમત કરી જ ના શક્યો હોત!" બન્ને એકમેકને વળગી પડ્યાં.

(સમાપ્ત)