Kalpant - 4 books and stories free download online pdf in Gujarati

કલ્પાંત - 4

          મારા પપ્પાએ મૂરતિયો પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો.ગર્ભશ્રીમંત પરિવારનો એક નો એક નબીરો હતો.એની અવરજવર મારા ઘેર ચાલું થઈ ગઈ. એનો ભૂતકાળનો કાળો, કલંકિત ઈતિહાસ મને કોલેજકાળ દરમિયાન જાણવા મળેલ હતો એટલે મેં મમ્મી પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતાં મારાં માબાપને તો એ છોકરો જ લાયક લાગતો હતો.એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને  મને કહ્યું કે, સુની ! તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો તે સમયે  બહાર ક્યાંક ચાલ્યાં ગયાં હતાં. મને માન્યામાં નહોતું આવતું કે માબાપ પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચી પાયરીએ જઈ શકે!

         એ નરાધમે મારી આબરૂ લેવાની કોશિષ કરી. હું ખરેખર લુટાઈ ગઈ હોત પરંતુ મારા પપ્પાની કારનો વર્ષો  જૂનો ડ્રાઈવર એની દિકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘેર આવ્યો હતો એણે મને બચાવી લીધી.પળનોય વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી આપીને એમને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું મમ્મી. હવે તમે કે પ્રવિણ મને અહીંથી પણ ધિક્કારી કાઢશો તો તો મારુ અંતિમ લક્ષ્ય મોત જ હશે મમ્મી ! મને જીંદગીનું સત્ય સમજાઈ ગયું છે મમ્મી ! મેં ખુબ મોટી ભૂલ કરી છે.હું ખરા હ્રદયથી ખુબ ખુબ પસ્તાઈ રહી છું. મને માફ કરી દો મમ્મી. હું પ્રવિણની પણ માફી માંગીશ મમ્મી. હું અહીં રહેવા પણ તૈયાર છું. હું બધું જ શીખી લઈશ મમ્મી ! "ચહેરો સાવ વિલાઈ ગયો સુનીનો. ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી અશ્રુધારા છુટ રહી હતી.

      એના બરડા પર ધીરે ધીરે કોઇનો હાથ ફરી રહ્યો હતો. હા,એ હાથ કંચનબેનનો હતો. દયામણા ચહેરે  સુનીએ સાસુ સામે જોવાનો પ્રયત્ન કર્યો. કંચનબેને માનવાચક સંબોધન સાથે સુનીને વાત્સલ્ય ના ભાવ સાથે તુંકારા પર આવીને કહેવા લાગ્યાં" રડ નહીં  સુની  વહુ ! જે દિકરાએ આજ સુધી અમને કંઇ કહ્યું નથી કે, તે  એને તરછોડી દીધો છે એ દિકરો ક્યારેય તને નહીં ધિક્કારે એની ખાતરી હું આપું છું. તારા વિષે એક દિવસ પણ ક્યારેય પ્રવિણે ફરિયાદ કરી નથી એ દિકરો તને ક્યારેય નહીં ધિક્કારે સુની વહુ!  તેં તારી સાસરીમાં આજસુધી પગ મૂક્યો નથી પરંતુ એ દિકરાએ ગમે તે બહાનાં બતાવીને તારાં કાયમ વખાણ જ કર્યાં છે સુની વહુ! "

   સુનીએ  કંચનબેનના ખોળામાં માથું નાખી દીધું. કંચનબેન એને ખાસ્સીવાર હાથ ફેરવીને પંપાળતાં રહ્યાં વાસુકી તો  સાસુ વહુનું લાગણીસભર દ્રશ્ય માણતી રહી.છેવટે બોલી, "મમ્મી! છ વાગવા આવ્યા છે. શિયાળો છે એટલે પેટમાં બિલાડાં બોલે છે.ચાલ,હું જ હવે ચાર રોટલા ટીપી નાખું." સુની સફાળી બેઠી થઈ ગઈ. આંખો લુંછીને બોલી,"ના, વાસુકીબેન. તમારે રોટલા નથી ટીપવાના. મને રોટલા તો નહીં ફાવે પરંતુ મારા હાથે બનાવેલી રોટલીથી જ આજે સૌને જમાડીશ. વાસુકીતો તો ભાભીને જોતી જ રહી તો કંચનબેન તો ઉભાં થઈને  રમણભાઇ પાસે જઈને મંદમંદ હસી રહ્યાં હતાં.

સુની રોટલી બનાવી રહી હતી ને વાસુકી શેકી રહી હતી ત્યાં જ આંગણે એક મસમોટી કાર આવીને ઉભી રહી, અરે ભાઇ, "પ્રવિણકુમાર રમણભાઈનું મકાન આ જ છે ને ? " સુનીને એના પપ્પાનો  અવાજ ઓળખતાં વાર ના લાગી. એનું મોંઢું લાલચોળ થઈ ગયું.

          રમણભાઇ આગંતુક પુરુષ, સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યાં.બન્નેને બેસાડીને પાણી આપ્યું અને પછી રમણભાઇ બોલ્યા, "ઓળખાણ ના પડી આપની ! "કોઈ દિવસ અમને જોયાં હોય તો ઓળખોને ? તમારુ નામ રમણભાઇ હોય તો તમે અમારા વેવાઈ છો. અમે સુનીના માબાપ છીએ. "સુનીના પપ્પાએ ઢીલા ચહેરે કહ્યું.  ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો. મારે કોઈ માબાપ નથી શેઠ સંદીપકુમાર. અને હા હશે તો ય હું એમને મૃત્યુ પામેલાં સમજું છું શેઠ સંદીપકુમાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED