સાચી અમીરી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચી અમીરી

હિંદુસ્તાન એક એવો દેશ છે જે વિશ્વમાં ચીન પછી બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે. વધુમાં હિંદુસ્તાન તેની લોકશાહી માટે વિશ્વમાં સુવિખ્યાત છે. વસ્તીના પ્રમાણમાં જમીન વિસ્તાર ઓછો છે જેને પરિણામે ગીચતા ધરાવતો દેશ છે. મોટા શહેરો જેના જૂના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવી શકશે કે રહેઠાણ ના વિસ્તારો એકદમ અડોઅડ વિસ્તાર હોય છે જેને ગલીઓના નામે ઓળખવામાં આવે છે. આવા જ વિસ્તારોમાં અનેકોનેક વખત ટ્રાફિક ની સમસ્યા ખડકાઇ જતી હોય છે આવા કે અન્ય સમારકામના કોઈ કારણસર ગામ નજીકનો હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ડાયવર્ઝનનું બોર્ડ મારેલું હતું. જેના પરિણામે ડ્રાઇવરે કાર કાચા રસ્તે લીધી. રસ્તામાં ગામડામાં વસતાં ભરવાડકોમના અને ઘેટાં-બકરા લઈને નીકળ્યો, અને સાંકડો રસ્તો હોય ગાડી થોભાવી ફરજીયાત પડે તેમ હતું.

કારમાં મુસાફરી કરી રહેલ બંસરીની નજર નજીકના એક કાચી માટીના ઘર પર પડી. ત્યાં એક ગામડાની નખનીશ સુંદર યુવતી કાચી માટીથી બનાવેલ દિવાલ પર સુંદર મજાના અલગ અલગ મોર, પોપટ અને ફૂલવેલનું વગેરેનું વિવિધ ચિતરામણ કાચા રંગથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી તેમજ રોપણી કરેલ તે ક્યારા સાફ કરવા લાગી.

બંસરીએ તે નાના ગામડાની નખનીશ છોકરી પોતાના એકના એક ઉચ્ચ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમસીએની ડીગ્રી લઇને આવેલા અને પિતાના વ્યવસાયમાં લાગેલ યુવાન પુત્ર મનીષ માટે ગમી ગઈ.તેની પારખું નજરે જોયું કે આ છોકરી સાચા અર્થમાં પાસા પાડ્યાં વગરનોમહામુલો હીરો છે. રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી. સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને ગામઠી લોકગીત ગાઈ રહી હતી.

ઘરે આવીને તેમણે બધી વાત તેના પુત્ર અને પતિને કરી. આપણા મનિષ માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો વયવસાયઅને ઘર બંને સંભાળી લેશે.

બીજે દિવસે બંસરી તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને કે નાના ગામડા ગામમાં ગયા. તેનું નામ પાંખી હતું. તે ગરીબ ગામના નાનામાં નાના ગણાય તેવા ખેત મજુરની દીકરી હતી અને ફક્ત ચાર ધોરણ જ ભણેલી હતી. પાંખીના માતા-પિતાને થયું આટલા મોટા વ્યવસાય ધરાવતા શેઠના એકના એક દીકરાને તો એક માંગો દશ છોકરીઓ મળે. અમારા જેવા સાવ ગરીબ ઘરની ફક્ત ચાર ચોપડી ભણેલી પાંખી માટે સામું માગું લઈને આવ્યા છે. દીકરીના માતા-પિતા તરીકે ચિંતા થઈ કંઈ આડું અવળું તો નહીં હોયને? બંસરી એ યુવતીના માતા-પિતાને ધરપત આપી કે તમે અમારા માટે અમારા ઘર વ્યવસાય બાબતે તમારે જે તપાસ કરવી કરવી હોય તે તમો તમારી પાસે કરાવી લો પછી અમને તમે શાંતિથી જવાબ આપશો.

તપાસ કર્યા પાંખી પિતાને તો આમાં નક્કી કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ તેઓએ એક શરત રાખી લગ્ન તો મારા આંગણે મારી જે શક્તિ છે કે મુજબ જ થશે. લગ્નની જાનમાં ફક્ત વીસ માણસો લઈને આવવાનું રહેશે.

બંસરી એ પાંખી ના માતા-પિતાની જે શરતો હતી કે કબૂલવા માટે હા પાડી. દેશના અતિ વૈભવશાળી માતા-પિતાના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.

બંસરીએ પાંખીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી. ત્રણ વર્ષમાં પાંખી એટલી તૈયાર થઈ ગઈ કે આજે તેમના મોટા વ્યવસાયના બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં બિઝનેસની, દેશ-વિદેશની સ્ટ્રેટેજી વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ફરાટેદાર અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંખીનીદૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.

બંસરીની પસંદગી બાબતમાં પતિ અને મનિષને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું. રાત્રે સેવન સ્ટાર હોટલમાં ડિનર પાર્ટીમાં ચાંદીના ડિનર સેટમાં જમ્યા. છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંખીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંખીએ કહ્યું," ભલે, કાલે ચાર વાગ્યે જઇશું."

બીજે દિવસે પાંખીએ તેમની માતાએ આપેલા સાવ સાદા ગામઠી કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ કડા જેવી પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો અને બી એમ ડબલ્યુ કાર ડ્રાઇવ કરીને પોતાના પિતાના ઘરે વિદેશીથી આવેલ મહેમાનોને લઈ ગઈ.

એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી. પાંખીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા. ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં. એક ગરીબ ખેત મજૂર પાસે દુનિયાની કઈ વાત હોય ! તે હોંશ ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી. એક એલ્યુમિનીયમની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી. ચા હજી તે પણ લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને બનાવેલ. ગાયતો વસુકી ગયેલ હો દૂધતો ઘરમાં ક્યાંથી હોય !

વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી. ગાય વિંયાણી. પાંખી કછોટો વાળી અને ગાયને દોહી .બાજરાની કુલેર ખવડાવી. ઓર ઉકરડે નાંખી આવી. ગાયનું ગમાણ સાફ કરી. ગાયને ધુમાળી કરી પછી પોતે નાહી ધોઇને તૈયાર થઈ ગઈ. મહેમાન તો જોતાં જ રહી ગયા. તેમને થયું ક્યાં કાલની પાંઅને કયા આજની આ ગામડામાં કામ રહેલ પાંખી ! તેઓને અહીં કંઇક નવો જ અલૌકિક અહેસાસ થતો હતો. તેઓને પોતાના તમામ વૈભવ સુખ સામે બીલકુલ વામણા લાગવા મંડ્યા .

પાખીના પિતાએ જેમની ગામઠી શૈલીમાં કહ્યું,"વાળુંનો ટેમ(ટાઇમ) થઈ ગયો છે તો વાળું (જમીને) કરીને જજો." કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, " હા... હા.. ચોક્કસ જમીને જઈશું." જમવામાં પણ બાજરીના રોટલા, તુરીયાનું શાક અને ડુંગળી જ હતાં.

પતરાવળીમાં જમીન ઉપર બેસીને જમ્યાં. મહેમાને આવો જમવાનો અમૃતનો જેવો સ્વાદ તેમની જિંદગીમાં ક્યારેય નહોતો ચાખ્યો. જતા સમયે પાંખીના પિતાએ મહેમાન અને વેવાઈને 'ધડકી' ભેટ આપી. પાંખીને ફાળિયાના છેડેથી દસ ની નોટ કાઢીને આપી.

વિદેશી મહેમાને પાંખીના નાના ભાઈને બે હજારની પાંચ નોટ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે," દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય." ત્યારે વિદેશી મહેમાનને થયું સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાઇને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની લોન મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય કેવા આ ગામડામાં વસતાં અજીબોગરીબ નાના ખેતમજૂરના સંસ્કાર.

જતી વખતે એક વિદેશી મહેમાન જે અતિ અરબપતિ હતો તે એક સાવ ગરીબ ખેત મજુર એવા પાંખીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા," સાચા સુખી તો તમે જ છો."

દિપક ચિટણીસ (DMC)

dchitnis3@gmail.com