નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયું કે સુહાના શહેર મા આવ્યા પછી મોહિત અને સુહાના રોજ મળવા લાગ્યા બંન્ને એકબીજા વગર રહી ન હતા શકતા એમને એમના પરિવાર મા એમના સંબંધ વિશે જાણ કરવાનુ નક્કી કર્યું હવે જોઈએ આગળ.......
મોહિત એના ઘરે બધાને એના અને સુહાના ના સંબંધ વિશે વાત કરે છે. મોહિત ના ઘરવાળા માની જાય છે. એમને છોકરી ગરીબ ઘરની છે એનાથી કોઈ વાંધો ન હતો એમને સારી, સંસ્કારી, લોકો નો આદર કરવા વાળી છોકરી જોઈતી હતી. જે બધા જ ગુણ સુહાના માં હતા. આ બાજુ સુહાના પણ એના ઘરમાં બધી વાત કરે છે. એના મમ્મી પપ્પા ને વાંધો ન હતો પણ એક વાતનો ડર હતો કે મોટા ઘરનાં લોકો અમારા જેવા ગરીબ મજૂર પરિવાર સાથે સંબંધ કેમ બાંધે ? પણ સુહાના એના મમ્મી પપ્પા ને કહે છે કે મોહિત પણ એના ઘરમાં વાત કરવાનો છે અને જે જવાબ હશે એ કહેશે. બીજા દિવસે સવારે મોહિતનો ફોન આવે છે સુહાના પર અને એને ખુશખબરી આપે છે કે એના ધરવાળા એમના સંબંધ વિશે માની ગયા છે અને લગ્ન કરાવવા પણ તૈયાર છે. સુહાના ખુબ જ ખુશ થાય છે અને મોહિત ને કહે છે કે આ ખબર એ જાતે જ એના ઘરે જઈને એના મમ્મી પપ્પાને આપવા માંગે છે. મોહિત પણ એને સમજે છે અને સુહાના ને ઘરે જવા કહે છે.
સુહાના પછી જલ્દી થી તૈયાર થઈ ને એના ગામડે જવા નીકળે છે. ગામડે પહોંચી ને એના ઘરે જઈને એના મમ્મી પપ્પાને વળગી ને ખુબ જ ખુશ થાય છે અને એમને ખુશખબરી સંભળાવે છે. એના મમ્મી પપ્પા પણ ખુબ ખુશ થાય છે અને સુહાના ને કહે છે કે કાલે જ મોહિત અને એના ઘરવાળા ને બોલાવી લે એટલે લગ્ન નુ પાક્કુ કરી નાંખીએ. સુહાના તરત જ મોહિત ને ફોન કરીને બીજા દિવસે એના ઘરે બધા ને લઈને આવવા કહે છે.
બીજા દિવસે મોહિત એના ધરવાળા ને લઈને સુહાના ના ગામ મા જવા રવાના થાય છે. સુહાના ના ઘરે પહોંચે છે બધા. નયનભાઈ અને શાંતાબેન મોહિત અને એના પરિવાર નુ ધામધુમ થી સ્વાગત કરે છે. મોહિત ના મમ્મી રંજનબેન અને પપ્પા રમણભાઈ એમનું સ્વાગત જોઈ ખુબ જ ખુશ થાય છે. બધા ભેગા મળી ને લગ્ન ની તારીખ નક્કી કરે છે. ૬ મહિના પછી ની તારીખ નક્કી થાય છે. રંજનબેન અને રમણભાઇ સુહાના ના મમ્મી પપ્પા ને કરે છે કે સુહાના અને મોહિત બંન્ને નો લગ્ન. ખર્ચ એ લોકો જ કરશે. શહેર ની મોટી હોટલ મા ધામધુમ થી લગ્ન કરશે. નયનભાઈ અને શાંતાબેન એમની ઇચ્છાનું માન રાખી હા પાડે છે. પછી મોહિત અને એના પરિવાર ના લોકો ત્યાંથી નીકળે છે. સુહાના ની ખુશી નો પાર નથી રહેતો કે જેને પ્રેમ કર્યો એ જ વ્યક્તિ સાથે એના લગ્ન થઈ રહ્યા છે.
સુહાના થોડા દિવસ પછી પાછી શહેરમાં આવતી રહે છે. રોજ ની જેમ ફરી મોહિત અને સુહાના મળવા લાગે છે. એક દિવસ મોહિત સુહાના ને એના રુમ પર મૂકી ઘરે જતો હોય છે ત્યારે એનો અકસ્માત થાય છે. એને હોસ્પિટલ મા ભરતી કરે છે. આ વાત ની ખબર ઝડપથી મોહિતના મમ્મી પપ્પા ને થાય છે. એના મમ્મી સુહાના ને ફોન કરી કહે છે અને હોસ્પિટલ જવા નીકળે છે. સુહાના પણ તરત જ હોસ્પિટલ જવા નીકળે છે. બધા આગળ પાછળ જ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટર તે મળે છે. ડોક્ટર કહે છે કે ગભરાવાની જરુર નથી નોર્મલ ફ્રેકચર છે પગમા અઠવાડીયા સુધી હોસ્પિટલ રહેવું પડશે. મહિના મા તો સારુ થઇ જશે. ડોક્ટર ની વાત સાંભળી બધા ને શાંતિ થઈ. પછી બધા મોહિત ને મળે છે. સુહાના રંજનબેન અને રમણભાઈ ને કહે છે કે મમ્મી પપ્પા તમે જરાય ચિંતા ના કરશો તમારે ઘરે જવુ હોય તો જઈ શકો છો હુ અહીં જ રહુ છુ અને મોહિત નુ ધ્યાન રાખીશ. કંઈ જરુર પડશે તો હુ તમને બોલાવી લઈશ.
મોહિત ના મમ્મી પપ્પા સુહાના ની વાત માની ને ઘરે જાય છે. સુહાના મોહિત ની ખુબ જ સેવા કરે છે. હોસ્પિટલ ની એક નર્સ હોય છે. જે મોહિત ને દવા, ઈન્જેકશન અને ચેક અપ કરે છે. પણ એની નજર એવી હોય છે કે સુહાના ને બિલકુલ ગમતું નથી. એ મોહિત ને જ જોયા કરે છે અને વારે ઘડીયે કોઈના કોઈ બહાનું કાઢી સુહાના ને બહાર મોકલી દે છે. સુહાનાને આ બધુ ગમતું તો ન હતુ પણ મોહિત ના ચેક અપ માટે બધું ચલાવી લે છે. અઠવાડિયા પછી મોહિત ને હોસ્પિટલ માંથી રજા મળે છે. એને ઘરે લાવે છે. મહિના મા મોહિત ને સારુ થઇ જાય છે. પછી ફરી બધુ પહેલા જેવું થઈ જાય છે. ધીરે ધીરે એમના લગ્ન ની તારીખ નજીક આવી જાય છે. મોહિત અને સુહાના લગ્ન ની તૈયારી મા લાગી જાય છે. આખરે એ તારીખ આવી જ જાય છે જે તારીખે એમના લગ્ન હોય છે.
સુહાના આમ મોહિત અને એમની બધી પાછળની વાતો યાદ કરે છે અચાનક જ એને યાદ આવે છે કે આ અંજલિ પેલી હોસ્પિટલ વાળી નર્સ તો નથી ને ? કારણ કે એ નર્સ નુ નામ અંજલિ હોય છે.
ક્રમશ : .......................................