મારી દોડ - 2 Dipti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી દોડ - 2


આગળના ભાગમાં આપણે જોયું કે પરીક્ષાના મેદાન પર પહોંચતા જ અમને એક લાઈનમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ દરેકને બેચ નંબર આપવામાં આવે છે.


હવે આગળની પ્રક્રિયા......


***************************


દરેક વિચારો અને ચિંતા ખંખેરીને પરીક્ષા પ્રક્રિયા માટે હું આગળ વધી ...


બંને પગમાં લગાવવામાં આવતા સ્કેનર, બાયોમેટ્રિક ટેસ્ટ, ડોક્યુમેન્ટસ ની ચકાસણી, દરેક જગ્યાએ લગાવેલ કેમેરા, વિડીયોગ્રાફી ...ઓહો !! કેટલું બધું.


આટલી બધી ટેકનોલોજી નો ઉપયોગ અને પારદર્શકતા જોઈને થોડીક વાર કોઈને પણ કોમનવેલ્થ ગેમની યાદ અપાવી શકે છે. ગેર-નીતિને રોકવા માટે આટલી બધી વ્યવસ્થા કરેલી છે. આ જોઈને મને માન થયું.


દરેક જણ અલગ અલગ લાઈનમાં દરેક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. મે નોંધ લીધી કે પાછળ ફરીથી ધુમ્મસ ના કારણે દોડ બંધ થઈ ગઈ છે.


પરીક્ષા થોડીવાર માટે ટડી ગઈ એ વાતની એક તરફ ખુશી પણ થઈ રહી છે. દોડ જેટલી વહેલી સવારે અને અંધારામાં થઈ જાય તેટલું તમે વધુ દોડી શકો છો. આ વાતની નોંધ પ્રેક્ટિસ દરમિયાન લીધી હતી, પરંતુ હમણાં મને ઝાજો ફરક નહોતો પડી રહ્યો. મારું ધ્યાન સંપૂર્ણપણે દરેક નાના મોટા અનુભવ લેવા તરફ છે. મેં ફરીથી એકવાર પોતાની જાતને ટકોર કરી અને દોડ ઉપર ધ્યાન લગાવવા કહ્યું.


ફરીથી અમને નંબર પ્રમાણે એક ટેન્ટમાં બેસાડવામાં આવ્યા બેસવા માટે તે જગ્યા પૂરતી નથી. પગ લાંબા હોવાના કારણે મને અગવડતા પડી રહી છે. ઉપરાંત પગમાં બાંધેલા સ્કેનર વધુ ટાઈટ છે. કદાચ એટલા જ માટે ઘણી બધી છોકરીઓ વોશરૂમ ઉપયોગ કરવામાં કે પાણી પીવાના બહાને ક્યારની આંટાફેરા મારી રહી છે.


અહીં બેઠા ને અડધો કલાક થયો પસાર થઈ ગયો. પ્લાસ્ટિકનો પડદો હોવાને કારણે મેદાન પર શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ ન આવી રહ્યો નથી. મેં દરેકના ચહેરાને જોઈને તેમના મનમાં ચાલતા વિચારોનો અનુમાન લગાવવાનું ચાલુ કર્યું. ત્યાં જ ફરીથી એકવાર જોર જોરથી વાતો કરવાનો અવાજ સંભળાયો. પાછળ ની તરફ જોયા વગર જ મેં તેને ઓળખી લીધો. આ પેલી જ છોકરીઓનું ગ્રુપ છે. મને હવે તેઓ પરિચિત લાગી રહી છે.


સદભાગ્યે તેમાંથી અમુક જણ વોશરૂમ તરફ જવા માટે ઉભા થયા. જેનો લાભ લઈને મેં પણ પોતાની જગ્યા સાચવવાનું કહી દીધું અને તેમની સાથે ઊભી થઈ ગઈ. વોશરૂમ જવાના રસ્તા પરથી મેદાન હવે થોડુંક થોડુંક દેખાઈ છે, પરંતુ તે કેટલું મોટું છે તે હજી અંદાજ કાઢવો મુશ્કેલ છે. રસ્તામાં ઉભેલા લેડી કોન્સ્ટેબલ અમને ઝડપ કરવાનું કહી રહ્યા છે.


દોડતા પહેલા કે પછી પાણી પીવાથી પેટમાં આંટી ચડી શકે છે. તેમ છતાં દરેક સમય પસાર કરવા માટે ગળું ભીનું કરી રહ્યા છે.
કોઈપણ જાતનું રિસ્ક ના લેતા મેં પાણી ન પીધું અને પાછી પોતાની જગ્યા પર આવીને બેસી ગઈ. મને લાગ્યું કે જગ્યા થોડી બદલાઈ ગઈ છે હું પેલી છોકરીઓના ગ્રુપની બાજુમાં આવી ગઈ છું. હવે તેમની વાતોમાં રસ લીધા વગર છૂટકો નથી. અંતે હું તેમની મુક શ્રાવક બની ગઈ.


ધારણા પ્રમાણે તેઓ પોતાની પ્રેક્ટિસના અનુભવ વાગોળતા હતા. એક ઉત્તર ગુજરાત બાજુની છોકરી એ ઘણા ઓછા સમયમાં દોડ પૂરી કરી લેવાનો પોતાનો સાહસ વર્ણવ્યો ત્યારે બીજી પંદર - એક છોકરીઓ પણ તેની સાહસ કથા સાંભળવા પોતાના કાન ખંખેરવા લાગી.


સ્વાભાવિક રીતે આવું સાંભળીને કોન્ફિડન્સ લેવલ નીચે આવી જાય છે, મેં અનુભવ્યું કે મારી સાથે ઘણા લોકો સાથે પણ આવું જ થયું હશે. પરંતુ દરેકના ચહેરાના હાવ-ભાવ સ્થિર છે.


એમ પણ પરીક્ષાના આગલા દિવસ કરતા પરીક્ષાના દિવસે ડર ઓછો થઈ જાય છે કે કારણ કે હવે આપણને ખબર હોય છે કે, તે તમે બીજું કશું નવુ નથી કરી શકવાના. માટે જેટલું શીખ્યા છો તેની પર ધ્યાન આપવું લાભદાયી છે.


બીજી નવી છોકરીઓ આ જગ્યાએ બેસવા માટે આવી રહી છે પરંતુ કોઈ આગળ જઈ ન રહ્યું હતું એટલે અમે અંદાજ લગાવ્યો કે દોડ હજી બંધ છે. લેડી કોન્સ્ટેબલ ની વારંવાર ના છતાં ફરીથી ઘણા બધા વોશરૂમ તરફ જવા ઊભા થયા.


દૂર સુધી નજર દોડાવીને જોયું પરંતુ પેલી હિન્દી ભાષા છોકરી મને હવે ક્યાંય ન દેખાઈ એટલે મેં તેને મળવાની આશા છોડી દીધી. અલગ અલગ જિલ્લામાંથી ભેગા થયેલા બધાના પહેરવેશ ને અનુભવી આંખો અલગ તારી શકે છે. તેઓની ગુજરાતી બોલવાના લહેકા પરથી મેં તેમના પ્રદેશનું અનુમાન લગાવવાનું ચાલુ કર્યું. થોડી વાર માટે દરેક જણ પરીક્ષા વિશે ભૂલવા લાગ્યા છે. જે સ્વાભાવિક છે.


કોઈ વસ્તુ માટે એકદમ જોશ સાથે તૈયાર થઈને આવ્યા હોય અને તેમાં વિલંબ થાય તો ઉત્સાહ ઘટી જવો સ્વાભાવિક છે.


હવે તે લોકોનું ગ્રુપ થોડું મોટું થઈ ગયું છે. તેઓ હજી પોતાના પ્રેક્ટિસ નું વર્ણન કરતા હતા. તેમની વાતો સાંભળીને મને પણ મારી પ્રેક્ટિસ ના અંશ યાદ આવી રહ્યા છે પરંતુ ટૂંક સમયની ઓળખાણ ના અંતે કોઈ સાથે સીધી વાતમાં ઉતરવું મારા સ્વભાવથી વિરુદ્ધ હતું.


અમને અહીં આમ જ બેસી રહ્યા ને કલાક જેવો સમય થયો છે. અમને જાણકારી આપવામાં આવી કે દોડ ચાલુ થવામાં હજી થોડો વિલંબ થઈ શકે તેમ છે. દરેક જણને પોતાના પગ અકળાઈ જવાની ચિંતા થઈ.


આમ તો ઘણા સમયથી દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠવાની આદત બનાવી હતી, તેમ છતાં મને ચૂપચાપ બેઠા બેઠા એક ઝોકુ આવી ગયું. મેં તરત જ ઉઠીને પોતાની આસપાસ નજર દોડાવી. મેં વિચાર્યું કે કોઈ પોલીસ અધિકારી જોશે કે શું વિચાર છે કે, બોલો આટલા મહત્વના દિવસે ઊંઘે છે .. હા હા !!!


દોડ ગમે ત્યારે ચાલુ થઈ શકે એમ છે માટે મેં ત્રીજી વખત શુઝ- લેશ ને ટાઈટ કરી. આ વખતે મને શુઝ-લેસ બાંધતા શીખવાનો પ્રસંગ યાદ આવી ગયો અને ધીરે ધીરે આખી ટ્રેનીંગ દરમિયાનના સ્મરણો નજર સામે તરવરવા લાગ્યા.


મેં તને ના રોક્યા, કારણ કે અંતે તે જ મારુ મોટીવેશન છે.


જ્યારે અંતિમ પાડવામાં તમને પરિણામનો ડર લાગે ત્યારે હંમેશા અંતિમ પડાવ સુધી પહોંચવા ની સફર તમને પ્રેરણા પૂરી પાડે છે.


***********************


દોડ શીખવાનો પ્રથમ દિવસ...
અને આજે તેના પરિણામનો દિવસ..


તેની વચ્ચેના ટ્રેનીંગના સ્મરણો સાથે આગળના ભાગમાં મળીએ.

ક્રમશ

- દીપ્તિ