જીવનની ની પરીક્ષા - ભાગ 1 થી 3 hemang patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

જીવનની ની પરીક્ષા - ભાગ 1 થી 3

જીવનની પરીક્ષા...

આ ઘટના થોડા વર્ષો પહેલા ઘટી હતી એક સાંજ મહેશભાઈ અને તેમના મિત્રો રમેશભાઈ, ગોપાલભાઈ ઘણા સમય પછી મળ્યા હતાં. મહેશભાઈ તેમની સાથે જીવનના સુખ-દુઃખની વાતો કરી રહ્યા હતાં. રમેશભાઈ તેમને નાના દીકરા રાહુલ વિશે પૂછ્યું કે મહેશભાઈના આખમાં આસું આવી ગયા મહેશભાઈ કહ્યું કે રાહુલ હવે અમારી સાથે નથી રહેતો. ત્રણેય મિત્રો છુટા પડ્યા મહેશભાઈ પોતાને ધરે પાછા આવી ગયા.

મહેશભાઈના ગુજરાતના છેવાડાના ગામડામા રહેતા હતાં. તેમના બે છોકરા હતાં. નાનો દીકરો રાહુલ અને મોટો દીકરો મનીષ.

મનીષ અભ્યાસમા નબળો હતો. મનીષ ssc ની પરીક્ષામા નાપાસ થયો હતો મનીષએ પોતાનો અભ્યાસ છોડી દીધો અને મહેશભાઈને ખેતીકામમા મદદ કરવા લાગ્યો રાહુલ અભ્યાસમા હોશિયાર હતો. તેની ઈચ્છા ડોક્ટર બનવાની હતી. તે માટે આગળના અભ્યાસ માટે રાહુલ શહેર ગયો મહેશભાઈ એ રાહુલને કોઈ પણ વસ્તુનું કમી ના થવા દીધી. રાહુલ ડોક્ટર બની ગયો તેથી મહેશભાઈ ખુબ ખુશી અનુભવી.

ડોક્ટર બન્યા પછી રાહુલ શહેરમા જ રહેતો અને રાહુલનું ગામડે જવાનું ઓછું થઈ ગયું હતું. રાહુલ શહેરના વાતાવરણમા જીવવા લાગ્યો હતો. મનીષએ અરેન્જ મરેજ કર્યા અને રાહુલએ લવ મરેજ કર્યા રાહુલની પત્ની પણ ડોક્ટર હતી. રાહુલ એની પત્ની સાથે શહેરમા રહેતો હતો.

મનીષની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેથી મહેશભાઈ અને તેમની પત્ની સવિતાબેન એ રાહુલની સાથે રહેવાનું નક્કી કર્યું. મહેશભાઈ અને સવિતાબેન રાહુલ સાથે રહેવા શહેર ગયા રાહુલની પત્નીને મહેશભાઈ અને સવિતાબેન એમની સાથે રહેએ પસંદ ન હતું. રાહુલ અને તેની પત્ની મહેશભાઈ અને સવિતાબેનને વૃદ્ધાશ્રમમા મોકલવાનું નક્કી કર્યું અને વૃદ્ધાશ્રમમા મોકલી દીધા મહેશભાઈ અને સવિતાબેન મનીષ ઉપર બોજ બનવા માંગતા ન હતાં. તેથી વૃદ્ધાશ્રમમા રહેવા લાગ્યા.

મનીષને આ વાતોની જાણ થઈ ત્યારે મનીષ મમ્મી-પપ્પાને પોતાને ધરે લઈ આવ્યો અને મમ્મી-પપ્પાની સેવા કરી.

મનીષ ભલે પરીક્ષામા નાપાસ થયો. પરંતુ જીવનની પરીક્ષામા પાસ થયો. રાહુલ ભલે પરીક્ષામા પાસ થયો પરંતુ જીવનની પરીક્ષામા નાપાસ થયો.


જીવનની પરીક્ષા ભાગ 2

સવારે મોહિત દાદા સાથે ન્યુઝ જોય રહ્યો હતો દાદા અચાનક TV બંધ કરી કઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા મોહિતને કશુ સમજાયું નહીં પહેલા ક્યારેય આવુ થયું ન હતું.
દાદાએ શુભ પ્રસંગમા હાજરી આપવાની હતી પરંતુ તેઓ નહી ગયા ઉપરાંત તેઓ નીરાશ દેખાતા હતા મોહિત દાદા પાસે ગયો અને તેમને સવાલ કર્યા કે શુ થયું તમને નીરાશ લાગો છો...?
દાદાએ જવાબ આપતા કહ્યું કે મારો વિધાર્થી જીવનની પરીક્ષામા નાપાસા થયો..! (દાદા નિવૃત શિક્ષક હતા )
મોહિત : મને સમજાયું નહીં.
દાદા : સવારે ન્યુઝમા આવ્યું હતું કે અધિકારી લાંચ લેતા પકડાયો એ મારો વિધાર્થી, મેં મારાં વિધાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનો પણ પ્રયત્ન કરતો.
મેં હંમેશા વિધાર્થીઓને કહેતો કે તમારે જીવનની પરીક્ષામા પાસ થવાનું મારા પ્રયત્ન છતાં હું વિધાર્થીને સંસ્કાર આપવામા નિષ્ફળ રહ્યો એ વાતનું મને દુઃખ છે.

જીવનની પરીક્ષા ભાગ 3

ક્લાસમા હંમેશા પ્રથમ નંબર લાવનાર મોહીત જીવનની પરીક્ષામાં નાપાસ થઈ ગયો.

મોહીત અને અંજલીને લગ્નના આઠ વર્ષ થવા આવ્યા હતા આખરે મોહીતએ નિર્ણય કરીજ લીધો કે અંજલીને છુટા છેટા આપશે મોહીત કોઈની પણ વાત સાંભળવા રાજી ન હતો.
મોહીત અને અંજલીના છુટા છેડા થઈ ગયા અંજલી અંદરથી ભાગી ચુકી હતી અંજલી વિચારતી હતી કે અમે જીવનભર સુખ અને દુઃખમા એક બીજાનો સાથ ક્યારેય
છોડશું નહી એ વચન આપેલુ એ વચન ભૂલી મોહીતએ છુટા આપી દીધા.

અંજલી પોતાની જાતને સવાલ પૂછતી કે મારી શુ ભૂલ હતી...! એના માટે હું ફ્ક્ત જવાબદાર.

મોહીત અને અંજલીને લગ્નના આઠ વર્ષ થયાં હોવા છતાં એમનું કોઈ બાળક ન હતું સારા ડોક્ટરોની સલાહો પણ લીધી છતાં કોઈ પરિણામ મળ્યું નહી.

આ કારણે મોહીત વ્યસનમા પડી ગયો તેમજ અંજલી સાથે ઝઘડો કરી મારીપીટ કરતો છતાં અંજલી બધું ચૂપ ચાપ સહન કરી લેતી મોહીત અંજલીને જ જવાબદાર ગણતોને અંજલીથી નફરત કરવા લાગ્યો ને આખરે છુટા છેડા આપી દીધા.
શુ અંજલીની " મા " ઇરછા ન થાય...? જીવનભર સુખઃ દુઃખમા સાથ આપવાનું વચન એ ફ્ક્ત કહેવા પૂરતું હતું...? પત્ની સાથે મારપીટ કરવી યોગ્ય કહી શકાય...?

આ સવાલોનો મોહીત પાસે જવાબ ન હતો.