ગહેરો રાઝ, એક ચાલબાઝ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ગહેરો રાઝ, એક ચાલબાઝ - 1

ગહેરો રાઝ, એક ચાલબાઝ

ક્રાઇમમાં ચાલબાઝીની સસ્પેન્સ કથા

"સર પ્લીઝ, મોમ મને બહુ જ યાદ આવે છે! આઇ રિયલી મિસ હર!" કૃતિ બોલી તો ઇન્સ્પેકટર વિરાજ ને એની ઉપર દયા આવી ગઈ. શહેર ના ખ્યાતનામ બિઝનેસમેન મિસ્ટર રિતેશ મેહતા ની એ એકની એક છોકરી હતી. એની મમ્મી મિસિસ મેહતા છેલ્લા અમુક કલાક થી ગાયબ હતા!


આ કેસ બહુ જ હાઇ પ્રોફાઈલ હતો, આથી કમિશનરે જ ઇન્સ્પેકટર વિરાજ ની આની તપાસ માટે ભલામણ કરી હતી. ઇન્સ્પેકટર વિરાજ સ્માર્ટ ઇન્સ્પેકટર હતો.


"તમારી કોઈ સાથે દુશ્મની?!" વિરાજે કહ્યું તો રિતેશે કહ્યું, "બિઝનેસમેન છું! મારા તો ઘણા દુશ્મનો હોઈ શકે છે!!!"


"સર, અમારી કોઈ સાથે એવી કોઈ જ દુશ્મની નથી!" કૃતિ એ કહ્યું.


"તારી મમ્મી ને હું કઈ જ નહિ થવા દઉં! આઇ પ્રોમિસ!" વિરાજે એણે વચન આપ્યું.


"તમે તમારા ફોન એક્ટિવ જ રાખજો, ફિરોતી માટે કોલ આવી શકે છે!" વિરાજે તાકીદ કરી.


એટલા માં એ જ થયું જે એણે ધારેલું. મિસ્ટર રિતેશ ઉપર એક કોલ આવ્યો એણે ધ્રુજતા હાથે કોલ રીસિવ કર્યો.


"તારી વાઇફ મારી પાસે છે, જો જીવતી જોવા માંગતો હોય તો કહેલા સ્થાને પૈસા લઈને આવી જજે..." એણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.


"સર, હું પણ આવીશ તમારી સાથે!" ગીતા એ કહ્યું તો સૌ હેરાન રહી ગયા. ગીતા એ મિસ્ટર રિતેશ મહેતા ની પુરાણી સેક્રેટરી ની છોકરી હતી. એ આ ઘરવાળા માટે ક્લોઝ પણ હતી.


કૃતિ એ એક વાર ઇન્સ્પેકટર સામે અને બીજી વાર ગીતા સામે જોયું અને વિરાજ સામે ધારદાર નજરે જોવા લાગી!


🔵🔵🔵🔵🔵


એ લોકો એ કહેલ સ્થાને પૈસા મૂક્યા, પણ જ્યારે એ લોકો લેવા આવ્યા તો વિરાજે સૌને પકડી લીધા... ઘણી પૂછતાછ કરી પણ કોઈ નામ સામે ના આવ્યું.


છેલ્લે વિરાજે એના હવાલદાર ને થર્ડ ડિગ્રી આપવા કહ્યું તો એણે એક નામ આપ્યું કે બીજા બિઝનેસમેન પ્રશાંત રાયચંદએ એમને આવું કરવા કહ્યું હતું. અને એ લોકો આના થી વધારે કઈ જ નથી જાણતા.


"રાયચંદ તો..." ગીતા કંઇક કહેવા જઈ રહી હતી પણ રિતેશ અને કૃતિ ના હાવભાવ જોઈ અટકી ગઈ. જોકે આ બદલાવ વિરાજ જોઈ ગયો હતો!


"ગીતુ, ચાલ ને આજે ડિનર પર જઈએ!" વિરાજે કહ્યું તો કૃતિ ને તો એક વસવસો દિલ માં ઉતરી ગયો! "શું વિરાજ અને ગીતા..." એ વિચારી રહી.


🔵🔵🔵🔵🔵


"જો ગીતુ, હવે તું મને કહી શકું છું કે શું વાત છે!" વિરાજે કહ્યું તો પેલીએ કહેવું શુરૂ કર્યું, "એક વાત એવી ઉડી હતી કે મેડમ નું એ પ્રશાંત રાયચંદ સાથે ચક્કર ચાલે છે એમ!" ગીતા બસ આટલું જ બોલી શકી હતી કે રિતેશ એની બેટી કૃતિ સાથે ત્યાં જ આવી ગયા.


વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "અરે બાબા, એ તો મારે એની વાત જાણવી હતી એટલે યાર!" વિરાજે બચાવ કર્યો.


"હા... હવે એ તો હવે તું બહાના કરીશ જ ને!" કૃતી એ ધારદાર નજરે જોતા કહ્યું.


"જો કૃતિ, યાર અમારી વચ્ચે કઈ જ નથી! ટ્રસ્ટ મી!" વિરાજે બચાવ કરવા કહ્યું.


"હા... તો કોની વચ્ચે છે?!" કૃતિ એ સુર બદલ્યો તો વિરાજ તો હેબતાઈ જ ગયો!


"આઇ લવ યુ!" એણે શરમાતા કહ્યું.


"સિરિયસલી?! જો હવે એની આજુ બાજુ પણ ગયો છું તો!" કૃતિ એ તાકીદ કરી.


તેઓ આગળ વાત કરે એ પહેલા તો ન્યુઝ આવી ગયા કે રિતેશ પણ કીડનેપ થઈ ગયા છે!